પ્રસ્તાવના
આજના બ્લોગમાં આપણે જાણીશું, ટેટ, ટાટ અને એચટાટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતી વખતે યોગ્ય અભિગમ, કેન્દ્રિત અભ્યાસ અને યોગ્ય સ્ત્રોતોની જરૂર પડે છે. આ પરીક્ષાઓ શિક્ષણ ક્ષેત્રમાં સફળ કરિયાર બનાવવા ઇચ્છુક ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ છે. આ માર્ગદર્શિકા માં, અમે તમને નિષ્ણાત ટિપ્સ, વિગતવાર તૈયારીની રણનિતિઓ અને આવશ્યક સાધનો પ્રદાન કરીશું, જે તમને આ પરીક્ષાઓને આત્મવિશ્વાસ સાથે પાર કરવા માટે મદદરૂપ થશે. તમે નવો અભ્યાસ શરૂ કરી રહ્યા હોવ અથવા પુનરાવર્તન કરી રહ્યા હોવ, આ સંપૂર્ણ માર્ગદર્શિકા તમને તમારી સફળતા માટે તૈયાર કરવાની ખાતરી આપશે. ચાલો, તમારી સફળતાની મજબૂત પાયાની સ્થાપના કરીએ!
{getToc} $title={Table of Contents} $count={Boolean}
કેળવણી
કેળવણી એટલે શું?
શા માટે તે TAT સીલેબસનો મુદ્દો છે?
કેવા પ્રશ્નો પુછાઈ શકે ?
જીવન અને કેળવણી
કેળવણી માનવમાં રહેલા ઉત્તમાંશોનું આવિષ્કરણ કરી નરને નારાયણ અને નારીને નારાયણી બનાવે છે.
અજ્ઞાનના અડાબીડ અરણ્યમાં અટવાતા માનવના “तमासो मा ज्योतिर्गमय” ઝંખનામંત્રને સાકાર કરી માનવને तमस् માંથી ज्योति માંથી તરફ ઊર્ધ્વગમન કરવા પ્રેરે છે.
“सा विद्या या विमुक्तये “
કેળવણીનો શબ્દાર્થ
1. Education:- e એટલે out of (ની બહાર) અને duco નો અર્થ I lead એ થાય છે.
શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓને પિછાણી તેમનું યોગ્ય રીતે આવિષ્કરણ કરે છે.
Education લેટિન શબ્દમાંથી ઊતરી આવ્યો છે.
1. Educare – એનો અર્થ થાય છે, to educate, to bring up, to raise.
To Educate – કેળવણી આપવી, કેળવવું, તાલીમ આપવી, શક્તિઓને કેળવવી.
To Bring up – ઉછેરવું, સંવર્ધન કરવું.
To raise – ઉગાડવું, પેદા કરવું, ઉછેરવું.
2. Educere – એનો અર્થ થાય છે, to bring forth; to lead out To bring forth – પેદા કરવું, જન્મ આપવો. To lead out – દોરવું, રસ્તો બતાવવો, માર્ગદર્શન આપવું.
3. Educatum – એનો અર્થ થાય છે, Act of teaching or training.
Act of teaching or training – એટલે અધ્યાપન કરવું અથવા તાલીમ આપવી, પ્રશિક્ષણ.
Education – શિક્ષણ એટલે પ્રશિક્ષણ.
education ના પર્યાયવાચી શબ્દ તરીકે pedagogy શબ્દ વપરાય છે.
Pedagogy માં રહેલો Paides a boy and again – to lead. i.e. to lead the boy.
Pedagogy શબ્દ દ્વારા પણ કેળવણી એટલે પથદર્શન એવો અર્થ થાય છે.
શિક્ષણ એ પ્રશિક્ષણ છે, તાલીમ છે, કેળવવાની પ્રક્રિયા છે.
શિક્ષણ એ સંવર્ધન છે.
શિક્ષણ એ પથદર્શન છે.
કેળવણીની વ્યાખ્યાઓ
“મનુષ્યની અંદર રહેલી શક્તિઓને બહાર ખેંચી લાવે તે કેળવણી.” – સર પર્સીનન
“માનવની શક્તિઓનો નૈસર્ગિક, સુંસવાદી અને પ્રાગતિક વિકાસ એટલે કેળવણી.” – પેસ્ટેલોજી
“કેળવણી એટલે બાળક અને પુરૂષનાં શરીર, મન અને આત્માના ઉત્તમાંશોનું આવિષ્કરણ.” – ગાંધીજી
“શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિ:સ્વાર્થી બનાવે છે.” – ઋગ્વેદ
“આપણને જે શિક્ષણ કુદરત તરફથી મળે છે, તેનું જ નામ માનવીય શિક્ષણ.” – વૈયાકરણી પાણિનિ
“માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ કહેવાય.”- કૌટિલ્ય
“શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને દેશ તથા કુદરત પ્રત્યેનો પ્રેમ.” – કૌટિલ્ય
“શિક્ષણ એ સત્યનું ઓજાર છે. કેળવણી એટલે મુક્તિ, આર્ષદર્શન, સ્વયંપ્રેરણા, નિત્ય નવું સર્જન, સાહસ.”- વિનોબાજી
“સા વિદ્યા યા વિમુક્તે”- ઋગ્વેદ
માનવીની સંપૂર્ણ વ્યક્તીમાંત્તાનું સંપૂર્ણ પ્રગટીકરણ એટલે કેળવણી – સ્વામી વિવેકાનંદ
વિકાસોન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી – અરવિંદ ઘોષ
કેળવણી એટલે માનવ સમાજનું નિર્માણ – ડૉ. રાધાકૃષ્ણ
કેળવણી એટલે આત્મસાક્ષાત્કાર – શંકરાચાર્ય
કેળવણી એટલે સત્યની સનાતન ખોજ,સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ – રવીન્દ્રનાથ ટાગોર
કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે – રૂસો
તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી એરીસ્તોટલ
શિક્ષણ એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા બાળકની જન્મજાત શક્તિઓ બહાર પ્રગટ થાય છે – ફ્રોબેલ
જીવનના અંધારામાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી હું એચ.જી.વેલ્સ
“પ્રત્યેક માનવના માનસમાં અદશ્ય રહેલા વિદ્યમાન વિશ્વના સર્વમાન્ય વિચારોનું પ્રગટીકરણ એટલે શિક્ષણ.” – સોક્રેટિસ
“કેળવણી એટલે એવી પ્રક્રિયા છે કે જેમાં અને જેના વડે વ્યક્તિમાં જ્ઞાન, ચારિત્ર્ય અને વર્તનનું ઘડતર થાય.” -વ્હાઈટ ડેડ
“પ્રત્યેક માનવના માનસમાં અદશ્ય રહેલા વિદ્યમાન વિશ્વના સર્વમાન્ય વિચારોનું પ્રગટીકરણ એટલે શિક્ષણ.”- સોક્રેટિસ
“કેળવણી એટલે એવી પ્રક્રિયા છે કે જેમાં અને જેના વડે વ્યક્તિમાં જ્ઞાન, ચારિત્ર્ય અને વર્તનનું ઘડતર થાય.” – વ્હાઈટ હેડ
“કેળવણી એટલે સભાનપૂર્વકની નિયંત્રિત કરેલી પ્રક્રિયા કે જેના દ્વારા પહેલાં વ્યક્તિના વર્તનમાં અને વ્યક્તિ દ્વારા સમષ્ટિમાં પરિવર્તન લાવી શકાય.”-બ્રાઉન
“કેળવણી એટલે પ્રજાના આધ્યાત્મિક વારસા સાથેનું ક્રમિક અનુકૂલન.”- બટલર
“બાળકના અન્તર્નિહિતને બહિર્ગત કરે તે પ્રક્રિયા એટલે કેળવણી.”- ફ્રોબેલ
“કેળવણી એ બાળકની પ્રતિભાનો સર્વદેશીય વિકાસ છે કે જેના દ્વારા માનવજીવનમાં એ પોતાનો યથાશક્તિ મૌલિક ફાળો આપી શકે.”- ટી.પી. નન
આજ રીતે, શિક્ષણમાં પ્રચલિત બનેલો અન્ય શબ્દ તાલીમ છે.
તાલીમ શબ્દ અરબી ભાષામાંથી ઉતરી આવેલ છે.
આ શબ્દ અરબી “ईलम” ધાતુમાંથી વ્યુત્પન્ન થયો છે.
ઈલમ એટલે જ્ઞાન.
કેળવણી કહે છે:
વિજ્ઞાનની સખી નથી, કલાની નોકરડી નથી, સત્તાની દાસી નથી, કોઈ શાસ્ત્રની ગુલામડી નથી. હું મનુષ્યનાં હૃદય, બુદ્ધિ અને તમામ ઇન્દ્રિયોની સ્વામિની છું…..
કેળવણીનો વાસ્તવિક અર્થ
કેળવણી એ માનવના સર્વાંગીણ વિકાસની પ્રક્રિયા હોવાથી તે સતતગામી પ્રક્રિયા છે.
માનવના શારીરિક, માનસિક સાંવેગિક અને નૈતિક ઉત્થાન કરાવનારી, ઉન્નત પ્રક્રિયા છે.
નૈસર્ગિક જન્મજાત શક્તિઓનો એવો વિકાસ થાય છે.
કેળવણીને વ્યક્તિના ઉત્તમાંશોના આવિષ્કારીકરનની પ્રક્રિયા કહે છે. કેળવણી વિશે કોઈ એક વ્યાખ્યા કે સંકલ્પના ક્યારેય પૂર્ણ હોઈ શકે નહીં.
કેળવણી એ સત્યમ્, શિવમ્ અને સુંદ્વરમ નો ત્રિવેણીસંગમ છે.
કેળવણી એ વ્યક્તિમાં જ્ઞાન, રસ અને આદર્શોનું એવી શક્તિઓમાં રૂપાંતર કરે છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાનું અને સમાજનું ઉચ્ચ હેતુઓની સિદ્ધિ માટે ઘડતર કરી શકે.
“સાચે જ કેળવણી એ માનવેની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ છે.”
કેળવણી અને ભણતર
કેળવણી અને તાલીમ
કેળવણીનો સંકુચિત અર્થ
કેળવણી એ શાળા મહાશાળાઓમાં અપાતું અક્ષરજ્ઞાન છે.
કેળવણી એ માહિતીનું વિતરણ છે.
શાળા મહાશાળામાં જેણે અભ્યાસ કર્યો હોય તેણે જ કેળવણી લીધી છે, એમ આપણે કહી શકીએ છીએ.
કેળવણીનો વ્યાપક અર્થ
વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ કરનારી પ્રક્રિયા છે.
વ્યક્તિના જન્મથી મૃત્યુપર્યંત વાતાવરણ કે સમાજમાંથી જુદા જુદા અનુભવો વ્યક્તિના વર્તન પર અસર કરે અને તે અસર દ્વારા વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે તે પરિવર્તન લાવનાર પ્રક્રિયા કેળવણી કહેવાય છે.
વ્યક્તિમાં રહેલી સુષુપ્ત અંતર્ગત શક્તિઓનો આવિષ્કાર કરી વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ કરે તે પ્રક્રિયા કેળવણી કહેવાય છે.
શાળા – મહાશાળાઓમાં પ્રાપ્ત થતા અક્ષરજ્ઞાન ઉપરાંત બહિર્ગત વિશ્વ એ વ્યક્તિ માટે જીવનઘડતરની શાળા-મહાશાળા બની જાય છે, એટલે કેળવણી એ વિશ્વના વિશાળ ફલકમાંથી વ્યાપક અને વિશિષ્ટ અનુભવો દ્વારા પ્રાપ્ત થઈ શકે છે.
કેળવણીની પ્રાચીન અને અર્વાચીન સંકલ્પનાઓ
પ્રાચીન કેળવણી: વિશિષ્ટ તત્ત્વો:
ગુરુનું મહત્ત્વનું સ્થાન હતું.
બાળકનું સ્થાન પાર્શ્વ ભૂમિકામાં હતું.
બાળકની શક્તિઓની ધોર ઉપેક્ષા કરવામાં આવતી.
શિક્ષણમાં સ્વાતંત્ર્ય નહોતું. ગુરુની આજ્ઞા બાળક માટે અનિવાર્ય બની રહેતી.
શૈક્ષણિક પદ્ધતિઓ અને પ્રયુક્તિઓમાં ભાષણો, વ્યાખ્યાનો અને ઉપદેશોને સ્થાન આપવામાં આવતું. પ્રવચનપદ્ધતિ કે વ્યાખ્યાનપદ્ધતિથી શિક્ષણ અપાતું.
બાળકને પોપટિયું જ્ઞાન આપવામાં આવતું. બાળકો ગોખીને વિષયો તૈયાર કરતા. આથી, સમજશક્તિ ને બુદ્ધિશક્તિ નિયંત્રિત રહેતાં.
અભ્યાસક્રમને બાળકોના વાસ્તવિક જીવન અને જરૂરિયાતો સાથે સંબંધ ન હતો. ગણિત, સંસ્કૃત અને વ્યાકરણ જેવા વિષયો જ શીખવવામાં આવતા.
અર્વાચીન કેળવણી: વિશિષ્ટ તત્ત્વો
બાળકના વ્યક્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
બાળકના શારીરિક, માનસિક અને નૈતિક વિકાસમાં અર્વાચીન કેળવણી અગત્યનો ભાગ ભજવે છે.
અભ્યાસક્રમના વિષયો બાળકના વ્યક્તિત્વના વિકાસને અનુલક્ષીને પસંદ કરવામાં આવે છે.
શિક્ષણની પદ્ધતિઓમાં પણ લોકશાહી તત્ત્વને ઉત્તેજન આપવામાં આવ્યું છે.
શિક્ષક એ સરમુખત્યાર રહ્યો નથી.
શિક્ષણમાં હવે માહિતીપ્રચૂર શાન આપવાને બદલે બાળકનાં રસ, રુચિ અને વલણો અનુસાર બાળકના જ્ઞાન, કૌશલ્યો, અભિયોગ્યતાઓ અને માનસિક વલણો કેળવવા પર ભાર મૂકવામાં આવે છે.
બાળકના વાસ્તવિક જીવાનુભવો સુધી લંબાવવામાં આવી છે.
નૂતન કેળવણીમાં શિસ્તનું સ્થાન દમનને બદલે મુક્ત શિસ્તે લીધું છે.
નૂતન કેળવણીમાં પરીક્ષણ એ બાળકના સર્વાંગીણ વિકાસનું મૂલ્યાંકન કરનાર માપદંડ બની શકે છે.
કેળવણીના પ્રકાર
ઔપચારિક કેળવણીની લાક્ષણિકતાઓ:
(1) ઔપચારિક કેળવણી તેને માટે સ્થાપવામાં આવેલી ખાસ શિક્ષણની સંસ્થાઓ દ્વારા અપાય છે.
(2) ઔપચારિક કેળવણીમાં શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ એક જ સ્થળે ભેગા મળી પૂર્વીનિશ્ચિત ઉદ્દેશોને ધ્યાનમાં રાખી શીખવવાનો અને શીખવાનો પ્રયત્ન કરે છે. ઔપચારિક કેળવણીની પ્રક્રિયા દ્વિધ્રુવી હોય છે.
(3) ઔપચારિક કેળવણીનું માળખું નિયત હોય છે. સ્થળ, સમય, સમયગાળો, સમયપત્રક, અભ્યાસક્રમો, પાઠ્યક્રમો, પાઠ્યપુસ્તકો અધ્યાપનપદ્ધતિ, મૂલ્યાંકન પ્રવિધિ ઈત્યાદિનો આ માળખામાં સમાવેશ કરી શકાય.
(4) ક્રમબદ્ધતાપૂર્વક શૈક્ષણિક અનુભવો પૂરા પાડવામાં આવે છે. આથી ઔપચારિક કેળવણી કેળવણીનું સુવ્યવસ્થિત સ્વરૂપ ગણાવી શકાય.
ઔપચારિક કેળવણીની મર્યાદાઓ:
(1) શાળા -મહાશાળાના ચોક્કસ અભ્યાસક્રમને જ અનુસરે છે
(2)ચોક્કસ સમય અને સ્થળે જ ઉપલબ્ધ છે.
(3)અપવ્યય અને સ્થગિતતાના પ્રશ્નો રહે છે.
(4)ડીગ્રી પર વધુ ભાર
ઔપચારિક કેળવણીની અસરકારકતાની વૃદ્ધિ માટેનાં સૂચનો
(1) ઔપચારિક કેળવણી વૈવિધ્યસભર હોવી જરૂરી છે. આ પ્રકારની કેળવણી વિભિન્ન રસ-રુચિ ધરાવતાં બાળકોના વૈયક્તિક તફાવતોને પોષે તેવી બનાવવી જોઈએ.
(2) ભારત જેવા વિકાસોન્મુખ દેશમાં આ કેળવણી ઉત્પાદનલક્ષી બનાવવી જોઈએ.
ઔપચારિક કેળવણીની અસરકારકતાની વૃદ્ધિ માટેનાં સૂચનો
(3) ઔપચારિક કેળવણી તેના જડ અભ્યાસક્રમો, નિશ્ચિત સમયપત્રક અને એકવિધતાને કારણે નિષ્પ્રાણ બની જાય છે. તેને બદલે આ કેળવણીને સ્થાનિક જરૂરિયાતો અનુસાર વધારે સ્થિતિસ્થાપક અને પરિવર્તનશીલ બનાવવી જોઈએ.
(4) ઔપચારિક કેળવણીને વધુ અસરકારક બનાવવા માટે અદ્યતન શિક્ષણપદ્ધતિઓ અને આધુનિક દૃશ્ય-શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવો જોઈએ.
(5) વિદ્યાર્થીઓના પ્રવેશ માટેનાં નિયંત્રો વધુ શિથિલ બનાવવાં જોઈએ.
(6)ઔપચારિક કેળવણીમાં માત્ર અભ્યાસક્રમને જ મહત્ત્વ ન આપતાં. સહઅભ્યાસ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીના સર્વાંગીવ્ર વિકાસને ઉત્તેજન આપવું જોઈએ.
(7) વ્યવસાયોનું ટેનિકલ જ્ઞાન મળે તેવી જોગવાઈ થવી જોઈએ.
(8)ઔપચારિક કેળવણી આપતી સંસ્થાઓ અને સમાજ વચ્ચેનો સંબંધ ઘનિષ્ઠ બનાવવો જોઈએ.
અનૌપચારિક કેળવણી
અનૌપચારિક કેળવણીની લાક્ષણિકતાઓ:-
(1) અનૌપચારિક કેળવણીમાં નિયત અધ્યાપનપદ્ધતિ હોતાં નથી. અભ્યાસક્રમ
(2) આ પ્રકારની કેળવણી કોઈ ચોક્કસ ઉદ્દેશોને ધ્યાનમાં લઈ સભાનતાપૂર્વક અપાતી નથી. સમાજ કે સમુદાયની નિમ્ન વ્યક્તિઓ સાથે મળતાં, ભળતાં કે રહેતાં આ કેળવણી અનાયાસે મળી રહે છે.
(3) અનૌપચારિક કેળવણીમાં દ્વિધ્રુવી પ્રક્રિયા શક્ય નથી.
(4)ઘર, સમાજ કે અન્ય વ્યક્તિઓ દ્વારા તે પ્રાપ્ત થાય છે.
(5) વ્યક્તિને અહર્નિશ જરૂરિયાત અનુસાર શિક્ષણ આપે છે.
(6)અનૌપચારિક કેળવણી નિર્બંધ કેળવણી છે.
અનૌપચારિક કેળવણીની મર્યાદાઓ
(1) શૈક્ષણિક અનુભવ ચોક્કસ કે, પસંદ કરીને આપવામાં આવેલા હોતા નથી.
(2) આ કેળવણી દ્વારા પ્રાપ્ત થતા અનુભવો હમેશાં શિક્ષણપ્રદ હોતા નથી. આથી આ પ્રકારની કેળવણી દ્વારા વ્યક્તિ અનિચ્છનીય બાબતો પણ શીખી લે તેવો સંભવ રહેલો છે.
(3) અનૌપચારિક કેળવણી ઔપચારિક કેળવણીની માફક વ્યવસ્થિત નથી.
(4) ઔપચારિક કેળવણીની માફક કેળવણીમાં મૂલ્યાંકન શક્ય બનતું નથી. અનૌપચારિક
(5) અનૌપચારિક કેળવણીમાં ઉદ્દેશોની કે લક્ષ્યોની સભાનતા હોતી નથી.
અવૈધિક કેળવણી
અવૈધિક કેળવણીની સંકલ્પના
અવૈધિક કેળવણી શિક્ષણની એવી વ્યવસ્થા છે કે જેના વડે જેને; જે, જ્યાં અને જ્યારે શીખવું હોય તે ત્યાં અને ત્યારે શીખી શકે છે.
અવૈધિક કેળવણી શિક્ષણના ઔપચારિક માળખાને ગૌણ ગણે છે. લચીલાપણું વિકેન્દ્રીયતા અને સ્થિતિસ્થાપકતા આ કેળવણીનું હાર્દ છે. શીખનાર વ્યક્તિ સ્વેચ્છાએ સગવડ પ્રમાણે કોઈ પણ સ્થળે અને સમયે શીખી શકે, તેવી સગવડ અવૈધિક કેળવણીમાં હોય છે.
અવૈધિક કેળવણીની આવશ્યકતા
અવૈધિક કેળવણી નિરક્ષરતા દૂર કરવામાં સહાયક થઈ શકે.
ઔપચારિક કેળવણી દ્વારા અપવ્યય અને સ્થગિતતા જેવી સમસ્યાઓ ઊભી થતાં શિક્ષણાર્થીઓના વિકાસને તે અવરોધક બને છે.
અવૈધિક કેળવણીની લાક્ષણિકતાઓ
અવૈધીક કેળવણી નથી શુદ્ધ ઔપચારિક (formal) કે નથી શુદ્ધ અનૌપચારિક (informal).
અવૈધિક શિક્ષણ કોઈ પણ વય જૂથની વ્યક્તિઓ માટે પ્રયોજી શકાય છે.
અવૈધિક કેળવણીના કાર્યક્રમોનું વિષયવસ્તુ અને સ્વરૂપ તેના લક્ષ્યજૂથનાં સ્વરૂપ અને આવશ્યકતા અનુસાર પરિવર્તનશીલ હોય છે.
અવૈધિક કેળવણીને સ્થળ-કાળનાં બંધનો હોતાં નથી, અવૈધિક કેળવણી શીખનાર વ્યક્તિને અનુકૂળ હોય તેવા કોઈ પણ સ્થળે આપી શકાય.
આવા કાર્યક્રમોનો સમય શીખનાર વ્યક્તિને અનુકૂળ રાખવામાં આવે છે. સવારે, બપોરે, સાંજે, રાત્રે કે રજાના દિવસે તે યોજી શકાય છે.
અવૈધિક કેળવણીનું વિષયવસ્તુ દરેક વયજૂથની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને પર્યાવરણજન્ય પરિસ્થિતિ પર આધારિત હોવું જોઈએ.
ઔપચારિક શિક્ષણથી વંચિત રહેલી વ્યક્તિઓને અવૈધિક કેળવણી દ્વારા શિક્ષિત કરી શકાય છે.
પત્રવ્યવહાર દ્વારા શિક્ષણ અને કૉલેજમુક્ત શિક્ષણના અભ્યાસક્રમો પણ અવૈધિક કેળવણીનો પ્રયોગ છે.
ખાનગી અભ્યાસ કરનાર વ્યક્તિને કોઈ પણ બૉર્ડ કે યુનિવર્સિટીની પરીક્ષામાં બેસવા દેવાની છૂટ એ અવૈધિક કેળવણીનો એક પ્રકાર જ છે. રેડિયો, ટેલિવિઝન, વાંચનાલયો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવાં શૈક્ષણિક ઉપકરણો અવૈધિક કેળવણીને સાર્થક અને અસરકારક બનાવે છે.
નિરંતર શિક્ષણ
નિરંતર શિક્ષણની સંકલ્પનાનો ઉદ્દ્ભવ અમેરિકામાં થયો છે.
અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રૌઢો માટે જે કાર્યક્રમો ગોઠવાય છે, તેને નિરંતર શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે.
નિરંતર શિક્ષણ એ સતત ચાલતું શિક્ષણ છે.
શાળાના અભ્યાસક્રમમાં ખૂટતી કડીઓની પૂર્તિ કરવાનું કાર્ય નિરંતર શિક્ષણ કરે છે.
વિવિધ વ્યવસાયોમાં સંલગ્ન એવી વ્યક્તિઓને નિરંતર શિક્ષણ તેમની જરૂરિયાતો અને અભિરુચિ અનુસાર શિક્ષણ આપી તેમનામાં કેટલાંક કૌશલ્યો, સમજ મૂલ્યો અને ભાવનાની ખિલવણીનું કાર્ય કરે છે.
તેનો આરંભ અને અંત નિશ્ચિત નથી) નિરંતર શિક્ષણમાં વ્યક્તિની કક્ષા તથા વ્યવસાય અવરોધક નથી.
ઉન્નત જીવન ઇજીવવા માટેના કૌશલ્યો શીખવા.સતત નવું શીખવા માટે સહાયક
પ્રકારો :
1. સાક્ષરતા કાર્યક્રમો 2. કૌશલ્ય પ્રોગ્રામ ૩. જીવન ગુણવતા સુધારવાના કાર્યક્રમો 4. જીવનની ગુણવત્તા વધારવાના કાર્યક્રમો
નિરંતર શિક્ષણની અગત્ય
શક્તિઓને સમાજોપયોગી બનાવવામાં પોતાનો ફાળો આપે છે.
તેનામાં વ્યક્તિત્વના વિકાસને અનુરૂપ નિર્ણયશક્તિ વિવેકશક્તિ વગેરે ગુણોનો પ્રાદુર્ભાવ કરી તે વ્યક્તિને ઉન્નત બનાવે છે.
નેતૃત્વની તાલીમ પૂરી પાડી તેનામાં લોકશાહી સમાજરચનામાં વ્યક્તિ નિરંતર શિક્ષણને લીધે અનુકૂલન સાધી શકે છે.
નિરંતર શિક્ષણ દ્વારા વ્યક્તિ ફુરસદના સમયને વધુ આનંદદાયક તેમ જ ઉત્પાદક બનાવી શકે છે.
નિરંતર શિક્ષણની લાક્ષણિકતાઓ
નિરંતર શિક્ષણ મહદંશે ઔપચારિક હોય છે. તે કેળવણીનું ઔપચારિક સ્વરૂપ છે. માત્ર થોડે અંશે તેમાં અનૌપચારિકતા રહેલી છે.
નિરંતર કેળવણી વ્યક્તિને કેળવણીના સતત સંસ્પર્શમાં રાખે જે વ્યક્તિઓ ઔપચારિક કેળવણીના લાભથી વંચિત રહી ગઈ હોય તેમને નિરંતર કેળવણીનો સ્પર્શ કરાવી આપે છે.
નિરંતર કેળવણી અપવ્યય અને સ્થગિતતાની સમસ્યાઓથી મુક્ત છે.
તે વિધાયક અને નિષેધક એમ બન્ને પ્રકારની અસરો જન્માવે છે.
નિરંતર કેળવણીના કાર્યક્રમો
સાક્ષરતાનો પ્રચાર અને પ્રસાર
શિક્ષણ સુધારણા
વ્યવસાયલક્ષી અને ધંધાકીય અભ્યાસક્રમો માટે ઓપવર્ગો
નાગરિકતાની તાલીમ
ફુરસદના સમયના સદુપયોગ માટેનું શિક્ષણ – પ્રૌઢ શિક્ષણ
દૂરવર્તી શિક્ષણ
સમય અને સ્થળનું બંધન નથી
અભ્યાસક્રમ ધરાવે છે
મૂલ્યાંકન હોય છે.
એકસર્ટનલ અભ્યાસક્રમો આ પ્રકારના અભ્યાસક્રમો છે.
BAOU, IGNOU NIOS, બોર્ડની એક્સટર્નલ પરીક્ષા, diksha, સ્વય, સ્વયપ્રભા કાર્યક્રમ તેના પુરક છે
કેળવણીના હેતુઓ
વ્યક્તિગત હેતુઓ :
જ્ઞાનપ્રાપ્તિ
આજીવિકા
ચારિત્ર્યનિર્માણ
સ્વાવલંબન
વ્યક્તિગત ગુણો કેળવવા
અનુકુલન સાધવું
સ્વ-ઓળખ
આત્મનિર્ભરતા
આત્મનિયત્રણ
સ્વતંત્રતા
સામાજિક હેતુઓ:
લોકશાહી અને નાગરિક ઘડતર
મુલ્યોની રક્ષા
સાંસ્કૃતિક ઓળખ
સામાજિક કાર્યદક્ષતા
વિશ્વબંધુત્વની ભાવના
સુસવાદિત વ્યક્તિત્વ
સમાનતા અને બંધુત્વ
વિશિષ્ટ હેતુઓ:
આર્થિક વિકાસ
આંતરરાષ્ટ્રીય સમજ
એકતા અને અખંડીતતા જાળવવી
લોકશાહીનું રક્ષણ
આધુનિકતા કેળવવી
પર્યાવરણ રક્ષણ