પ્રસ્તાવના:
આજના બ્લોગમાં આપણે જાણીશું, માનસશાસ્ત્રના વિવિધ તત્ત્વો જેવી કે રસ, મનોવલણ, અભિયોગ્યતા અને અપવાદરૂપ બાળકો પર આધારિત છે.
- પ્રસ્તાવના:
- રસ સંશોધનિકા :
- મનોવલણ :
- મનોવલણનાં લક્ષણો :
- મનોવલણની તુલાઓ :
- મનોવલણ માપન
- મનોવલણનું સ્વરૂપ:
- મનોવલણ સંપાદનની રીતો :
- મનોવલણ ઘડતર પર અસર કરતા ઘટકો :
- મનોવલણ પરિવર્તનની રીતો :
- મનોવલણ પરિવર્તનના અવરોધો :
- અભિયોગ્યતા :
- અભિયોગ્યતા કસોટીઓ :
- અપવાદરૂપ બાળકો :
- બૌદ્ધિક મંદતાના પ્રકારો :
- બૌદ્ધિક મંદતાની કક્ષાઓ :
- રસ-મનોવલણ- અભિયોગ્યતા-અપવાદરૂપ બાળકો પ્રકરણના હેતુલક્ષી પ્રશ્નો:
- અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો :
- મોકટેસ્ટ Tat/Tet/Htat પરીક્ષાઓ માટે
લેખમાં રસને ધ્યાનની જનની તરીકે ઓળખાવવામાં આવ્યો છે અને રસના બે પ્રકારો (કથિત અને પ્રદર્શિત) અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. મનોવલણના તત્વો, લક્ષણો અને તુલાઓનો ઉલ્લેખ કરીને, માનસિક પ્રતિક્રિયાઓને માપવા અને ઘડતર માટેની પદ્ધતિઓ સમજાવવામાં આવી છે.
અભિયોગ્યતા અને તેની કસોટીઓ અંગે, જે વ્યક્તિની કુશળતા અને શક્તિઓને ઊજાગર કરે છે, તે પણ સમજાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, અપવાદરૂપ બાળકોના પ્રકારો, બૌદ્ધિક ક્ષમતા અને તેમની જ્ઞાન ક્ષમતાઓના વિવિધ સ્તરો વિશેનો પણ ઉલ્લેખ છે.
રસને ધ્યાનની જનની પણ કહે છે.
રસ કે અભિરુચિ માટે મેકડૂગલે અપ્રગટ ધ્યાન શબ્દનો પ્રયોગ કર્યો છે.
રસના બે પ્રકારો છે:
1) કથિત રસ : વ્યક્તિ જે કહે છે તે એટલે કે શાબ્દિક
2) પ્રદર્શિત રસ : વર્તન દ્વારા પ્રગટ થાય છે.
રસ સંશોધનિકા :
- રસનું માપન કરવાની શરુઆત 1919માં થઈ.
1) સ્ટ્રોંગ-કેમ્પબેલ અભિરૂચિ :
- સંશોધનિકા : 1927માં રચાઈ, જેમાં 5 વિભાગો છે અને 400 પ્રશ્નો (કલમો) છે.
- નવી આવૃત્તિ 1974માં, જેમાં 7 વિભાગો છે અને 320 પ્રશ્નો છે.
- સૌથી જાણીતી રસ સંશોધનિકા એ સ્ટ્રોંગની છે.
2) કુડરની રસ સંશોધનિકા :
- 1939માં રચાઈ છે.
- જે 13 વર્ષ કરતાં વધુ વયના બાળકો માટે વપરાય છે.
- નાનાં બાળકોમાં રસ પરિવર્તનશીલ હોય છે.
૩) ગિલ્ફર્ડની રસ સંશોધનિકા :
- 1939માં રચાઈ છે.
- જેમાં કુલ 28 ક્ષેત્રો છે.
- 180 માનસિક ક્ષમતાઓનો સમાવેશ થાય છે.
- સંગીત કસોટી રચનાર – શિશોર
- અંગુલી ચાપલ્ય કસોટી – ડૉ. ભાટિયા
મનોવલણ :
- “માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને મનોવલણ કહે છે.”
- “મનોવલણ એ અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ રીતે પ્રતિક્રિયા કરવાની સુસંગત, સંપાદિત અને આવેગયુક્ત પૂર્વવૃત્તિ છે.” – બી. કુપ્પુસ્વામી (ભારતીય મનોવૈજ્ઞાનિક)
- “મનોવલણ એ ચોક્કસ વસ્તુ કે પરિસ્થિતી પ્રત્યેની વ્યક્તિની માનસિક કે ચેતાકીય તત્પરતા.” – ઓલપોર્ટ
મનોવલણનાં લક્ષણો :
1. મનોવલણ સાપેક્ષ રીતે સ્થિર હોય છે.
2. મનોવલણ સ્વભાવગત હોય છે.
મનોવલણના ઘટકો :
મનોવલણના ઘટકોના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે.
1. બોધાત્મક ઘટક (વિચાર, અપેક્ષાઓ, માન્યતાઓ)
2. ભાવાત્મક ઘટક (ગમા-અણગમા, લાગણીઓ)
3. વાર્તનિક ઘટક (ક્રિયા-વર્તન-પ્રતિક્રિયા)
મનોવલણની તુલાઓ :
1. લિકર્ટની તુલા – તેને “સંમિલિત મૂલ્યકરણની તુલા” પણ કહે છે.
2. થોનની તુલા – સૌથી પ્રચલિત તુલા છે.
3. બોગાર્ડસની તુલા
4. ગટમેનની તુલા
મનોવલણ માપન
ચાર પ્રકારે થાય છે :
1. મનોવલણ સર્વેક્ષણ
2. મૂલ્યકરણ તુલા
3. વાર્તનિક માપન
4. પરોક્ષ માપન
મનોવલણનું સ્વરૂપ:
1. મનોવલણ એ જન્મજાત નહિ, પરંતુ સંપાદિત (શીખેલું) હોય છે.
2. મનોવલણ મોટે ભાગે કાયમી હોય છે.
3. મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં હોય છે.
4. મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે.
5. મનોવલણ જૂથવ્યાપી હોય છે.
6. મનોવલણ હેતુપૂર્ણ અને લાગણીસભર હોય છે.
7. મનોવલણ ગમા-અણગમા અને લાગણી દર્શાવે છે.
મનોવલણ સંપાદનની રીતો :
1) શાસ્ત્રીય અભિસંધાન (જોડાણ) – પાવલોવ
2) કારક અભિસંધાન – સ્કીનર
3) અનુકરણાત્મક શિક્ષણ
4) નમૂનારૂપ (મોડેલિંગ) શિક્ષણ
મનોવલણ ઘડતર પર અસર કરતા ઘટકો :
1. કુટુંબ
2. સામાજિકીકરણ – સમાજનાં ધારાધોરણો, રીતરિવાજો, માન્યતાઓ વગેરે આત્મસાત્ કરવાની પ્રક્રિયા.
3. પ્રત્યક્ષ અનુભવ
4. સંચારનાં માધ્યમો
મનોવલણ પરિવર્તનની રીતો :
1) શિક્ષણ – માહિતી આપનાર વ્યક્તિ-હાર્ડિંગ
2) પ્રચાર
3) જૂથચર્ચા
4) કાયદાઓ
“અશિક્ષિત પરંપરાગત માન્યતાને વળગી રહે છે.” – સ્ટેમ્બર
1943માં ન્યૂ કોમ્બે કૉલેજની રૂઢિચુસ્ત યુવતીઓના મનોવલણમાં પરિવર્તન લાવવા અભ્યાસ અને પ્રયત્નો કર્યા હતા.
મનોવલણ પરિવર્તનના અવરોધો :
1) પ્રબળતા
2) જટિલતા
3) અગત્ય
4) આંતરસંબંધ
5) કાર્યાત્મકતા
માનવીના વિચાર, વાણી, વર્તન અને રીતભાત પર અસર કરનારું સૌથી મહત્ત્વનું પરિબળ સમૂહ માધ્યમો છે.
અભિયોગ્યતા :
“અભિયોગ્યતા એ વ્યક્તિનાં લક્ષણોનું એક એવું સંયોજન છે કે જે તાલીમ કે કૌશલ્ય મેળવવાની વ્યક્તિની સુષુપ્ત શક્તિ સૂચવે છે.”
ઉદાહરણ તરીકે – જો કોઈ વ્યક્તિમાં ભાષાં શીખવા માટેની અભિયોગ્યતા શક્તિ હોય અને તેને તાલીમ આપવામાં આવે તો તેને મહાન લેખક કે સાહિત્યકાર બનાવી શકાય છે પરંતુ જો કોઈ વ્યક્તિમાં ભાષા શીખવા માટેની અભિયોગ્યતા શક્તિ જ ન હોય તો ગમે તેટલી તાલીમ આપવામાં આવે તો પણ તેને સામાન્ય લેખક કે સાહિત્યકાર બનાવી શકાતો નથી.
અભિયોગ્યતા કસોટીઓ :
(1) GATB : 1962 માં – સામાન્ય અભિયોગ્યતા કસોટી (General Aptitude Test Battery)
(2) DAT: વિવિધલક્ષી અભિયોગ્યતા કસોટી (Differential Aptitude Test)
- શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગદર્શન આપવા માટે
- આઠ (ઠ) બાબતોનું જ્ઞાન મેળવવામાં આવે છે.
- 8 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
- DAT કસોટીનું ભારતીય રૂપ વિકસાવનાર – શ્રી જે. એમ. ઓઝા
(3) FACT: (Flegan Aptitude Classification Test)
- ફલેગન અભિયોગ્યતા કસોટી
- સિમ્યુલેશન (કાર્ય નિદર્શન)
(4) સેનાની સેવાઓ માટેની વ્યાવસાયિક અભિયોગ્યતા કસોટી
- શિશોરની સંગીત અભિયોગ્યતા કસોટી
- અંગુલી ચાપલ્ય કસોટી – ડૉ. ભાટિયા
અપવાદરૂપ બાળકો :
- આ પ્રકારનાં બાળકોનો અભ્યાસ 1925માં ટર્મને કર્યો હતો.
અપવાદરૂપ બાળકોના પ્રકાર મુખ્યત્વે છે.
1) પ્રતિભાસંપન્ન બાળકો : બુદ્ધિઆંક 130 થી વધુ હોય.
જોસેફ રેનેઝુલના મતે આવા બાળકો 3 પ્રકારની આંતરક્રિયા પર અવલંબે છે : ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા, ઉચ્ચ પ્રેરણા
2) સર્જનાત્મક બાળકો : બુદ્ધિઆંક 120 થી 130 (વિશિષ્ટ)
3) ક્ષતિયુક્ત (વિકલાંગ) : 40% ખામી હોય તો તેમને ક્ષતિયુક્ત બાળક કહે છે.
4) મનોદુર્બળ /બૌદ્ધિક મંદ : બુદ્ધિઆંક 70 કરતાં ઓછો.
બૌદ્ધિક મંદતાના પ્રકારો :
બૌદ્ધિક મંદતાના પ્રકારો મુખ્યત્વે ત્રણ છે:
(1) અલ્પબુદ્ધિ
(2) મૂઢ/મૂર્ખ/જડ બુદ્ધિ
(3) મહામૂર્ખ
ક્રમ |
પ્રકાર |
બુદ્ધિઆંક |
માનસિક વય |
અભ્યાસ |
પ્રમાણ |
(1) |
અલ્પબુદ્ધિ |
50 થી 69 |
7 થી 12 વર્ષ |
3 થી 16 |
75% |
(2) |
મૂઢ/મૂર્ખ/જડ બુદ્ધિ |
25 થી 50 |
3 થી 7.5 વર્ષ |
1 થી 2 |
20% |
(3) |
મહામૂર્ખ |
25 થી ઓછો |
1-2 વર્ષ |
વિદ્યાકીય કૌશલ્યનો અભાવ હોવાથી અભ્યાસ કરી શકતા નથી. |
5% |
બૌદ્ધિક મંદતાની કક્ષાઓ :
બૌદ્ધિક મંદતાની કક્ષાઓ મુખ્ય ચાર છે.
1) હળવી : બુદ્ધિઆંક 50 થી 69
2) મધ્યમ : બુદ્ધિઆંક 35 થી 49
3) તીવ્ર : બુદ્ધિઆંક 20 થી 34
4) અતિતીવ્ર: બુદ્ધિઆંક 20 થી નીચે
રસ-મનોવલણ- અભિયોગ્યતા-અપવાદરૂપ બાળકો પ્રકરણના હેતુલક્ષી પ્રશ્નો:
1. વ્યક્તિમાં રહેલ કોઈ આંતરિક શક્તિ જે જન્મજાત પણ હોય અને શીખેલી પણ હોઇ શકે તેને શું કહેવાય ?
(a) રસ
(b) અભિયોગ્યતા
(c) પૂર્વગ્રહ
(d) મનોવલણ
Answer: (b) અભિયોગ્યતા
2. અભિયોગ્યતા એટલે
(a) વ્યક્તિનો વિશિષ્ટ ગુણ
(b) વ્યક્તિની આંતરિક શક્તિ
(c) વ્યક્તિની સુષુપ્ત શક્તિ
(d) ઉપરોક્ત તમામ
Answer: (d) ઉપરોક્ત તમામ
3. નીચેનામાંથી કઈ બહુઅભિયોગ્યતા કસોટી છે ?
(a) Differential Aptitude Test or (DAT)
(b) Minnesoat Mechanical Asembly Test
(c) The Meier Art Judgement Test
(d) એક પણ નહિ.
Answer: (a) Differential Aptitude Test or (DAT)
4. ઈ.સ. 1962માં કઈ અભિયોગ્યતા કસોટીનો ઉપયોગ અમેરિકન એમ્પ્લોયમેન્ટ સર્વિસ દ્વારા કરવામાં આવ્યો હતો ?
(a) GATB
(b) DAT
(c) FACT
(d) BMCT
Answer: (a) GATB
5. નીચેનામાંથી કઈ યાંત્રિક અભિયોગ્યતા કસોટી છે ?
(a) બિનેટની યાંત્રિક અર્થગ્રહણ
(b) મિનેસોટા અવકાશી સંબંધ
(c) BMCT
(d) આપેલ તમામ
Answer: (d) આપેલ તમામ
6. શિશોરની અભિયોગ્યતા કસોટી વ્યક્તિના કયા ક્ષેત્રનું માપન કરે છે ?
(a) વ્યવસાય
(b) યાંત્રિક
(c) સંગીત
(d) વિજ્ઞાન
Answer: (c) સંગીત
7. ફલેગનની FACT કસોટી શેનું માપન કરે છે?
(a) રસ
(b) અભિયોગ્યતા
(c) મનોવલણ
(d) પૂર્વગ્રહ
Answer: (b) અભિયોગ્યતા
8. કોઈ પણ વ્યક્તિના મનોવલણો ઘડવામાં મહત્તમ ફાળો ક્યા ઘટકનો હોય છે?
(a) કુટુંબ
(b) સામાજિકરણ
(c) પ્રત્યક્ષ અનુભવ
(d) સંચાર માધ્યમો
Answer: (a) કુટુંબ
9. વિવિધ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહેવાય ?
(a) શિક્ષણ
(b) મનોવલણ
(c) આગાહી
(d) પ્રેરણા
Answer: (b) મનોવલણ
10. મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું?
(a) પ્રક્રિયા
(b) મનોવલણ
(c) પ્રતિક્રિયા
(d) અપેક્ષા
Answer: (b) મનોવલણ
11. માનવીના વિચાર, વાણી, વર્તન, રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળ કયું છે ?
(a) આનુવંશિકતા
(b) સરકાર
(c) સમૂહ માધ્યમો
(d) કાયદો
Answer: (c) સમૂહ માધ્યમો
12. મનોવલણ જન્મજાત નહિ પરંતુ કેવાં હોય છે?
(a) અપેક્ષિત
(b) અનિવાર્ય
(c) કાયમી
(d) સંપાદિત
Answer: (d) સંપાદિત
13. વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઇલ ઇન્ટરનેટ વગેરે શાનાં સાધન છે ?
(a) સમૂહ માધ્યમ
(b) વેચાણ ઘટાડવા
(c) ધ્યાન
(d) મનોભાર
Answer: (a) સમૂહ માધ્યમ
14. રસનું માપન શા માટે જરૂરી છે ?
(a) શિક્ષકને માર્ગદર્શન મળે તે માટે
(b) વિદ્યાર્થીને સફળ બનાવી શકાય તે માટે
(c) વિદ્યાર્થીને ચોક્કસ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન
(d) આપેલ તમામ માટે
Answer: (d) આપેલ તમામ માટે
15. કુડર પ્રેફરન્સ રેક્રોડર્સ કસોટીનો વિશ્વસનીયતા આંક કેટલો છે?
(a) 0.90
(b) 0.88
(c) 0.77
(d) 0.98
Answer: (a) 0.90
16. સૌપ્રથમ રસ માપન સંશોધનિકા બનાવવાનું કાર્ય ક્યારે શરૂ થયું હોવાનું માનવામાં આવે છે ?
(a) 1900
(b) 1919
(c) 1929
(d) 1910
Answer: (b) 1919
17. રસમાપનમાં નીચેનામાંથી કોનુ વિશેષ યોગદાન છે?
(a) સ્ટ્રોંગ તથા કુડર
(b) ગિલ્ફર્ડ
(c) બિનેટ
(d) હોર્ન
Answer: (a) સ્ટ્રોંગ તથા કુડર
18. વ્યક્તિની મુજબ રસનાં ક્ષેત્રો બદલાય છે.
(a) વય
(b) ધોરણ
(c) સમાજ
(d) પસંદગી
Answer: (a) વય
19. કોઈ વસ્તુ, વ્યક્તિ કે પ્રક્રિયાથી આકર્ષિત થઈ તેને પસંદ કરવાની અને તેમાંથી સંતોષ પ્રાપ્ત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રવૃત્તિ એટલે ?
(a) અભિયોગ્યતા
(b) વલણ
(c) રસ
(d) પૂર્વગ્રહ
Answer: (c) રસ
20. નાનાં બાળકોની રસવૃત્તિ કેવી હોય છે ?
(a) સ્થિર
(b) ચોક્કસ
(c) નિષ્ક્રિય
(d) પરિવર્તનશીલ
Answer: (d) પરિવર્તનશીલ
21. વ્યક્તિ દ્વારા કોઈ પ્રવૃત્તિમાં રોકાઈ રહેવાનું મૂળ કારણ શું છે ?
(a) મનોવલણ
(b) રસ
(c) ધીરજ
(d) અભિયોગ્યતા
Answer: (b) રસ
22. માતા પિતા, ભાઈભાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ, સ્નેહ અને સહકારથી બાળકમાં શું વિકસાવે છે?
(a) સ્પર્ધા
(b) સંઘર્ષ
(c) નિષેધક મનોવલણ
(d) વિધાયક મનોવલણ
Answer:(d) વિધાયક મનોવલણ
23. સામાજિક રીતરિવાજો, મૂલ્યો, રહેણીકરણી અને વિચારસરણી આત્માસાત્ કરવાની પ્રક્રિયા એટલે શું?
(a) સામાજિકીકરણ
(b) મનોવલણ
(c) પૂર્વગ્રહ
(d) સમાજ અભિમુખતા
Answer: (a) સામાજિકીકરણ
24. વિશિષ્ટ બાળક તરીકે નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ?
(a) મંદબુદ્ધિ બાળક
(b) વિકલાંગ બાળક
(c) પ્રતિભાશાળી બાળક
(d) આપેલ તમામ
Answer: (d) આપેલ તમામ
25. કેટલો બુદ્ધિઆંક ધરાવતું બાળક પ્રતિભાશાળી બાળક ગણાય ?
(a) 120 થી વધુ
(b) 130 થી વધુ
(c) 135 થી વધુ
(d) 140 થી વધુ
Answer: (b) 130 થી વધુ
26. કેટલો બુદ્ધિઆંક ધરાવતું બાળક મંદબુદ્ધિ બાળક ગણાય?
(a) 90 થી ઓછું
(b) 100 થી ઓછું
(c) 70 થી ઓછું
(d) 75 થી ઓછું
Answer: (c) 70 થી ઓછું
27. પ્રતિભાશાળી બાળકનાં નકારાત્મક લક્ષણો પૈકી નીચેનામાંથી કયું લક્ષણ સાચું છે?
(a) ચંચળતા અને અભ્યાસમાં બેધ્યાનપણું
(b) અક્ષરની બાબતમાં બેદરકાર
(c) વર્ગખંડમાં વર્ગકામ પ્રત્યે નીરસ
(d) ઉપરોક્ત તમામ
Answer: (d) ઉપરોક્ત તમામ
28. સર્જનાત્મક બાળકોનાં નીચેના પૈકી ક્યાં લક્ષણો સાચાં છે?
(a) ઉત્તમ જિજ્ઞાસાવૃત્તિ
(b) સ્વતંત્ર વિચારસરણી
(c) જોખમ લેવાનું વલણ
(d) ઉપરોક્ત તમામ
Answer: (d) ઉપરોક્ત તમામ
29. વિકલાંગ બાળકોની કક્ષામાં ક્યા પ્રકારના બાળકોનો સમાવેશ થાય છે?
(a) ઈન્દ્રિયોની વિકલાંગત
(b) વાણીની વિકલાંગતા
(c) સ્નાયુ અને અસ્થિતંત્રની વિકલાંગતા
(d) આપેલ તમામ
Answer: (d) આપેલ તમામ
30. બુદ્ધિ માપન અંગેની સર્વપ્રથમ બુદ્ધિ કસોટી કોણે વિકસાવી?
(a) ફ્રોઈડ
(b) બિને અને સાયમન
(c) વુન્ટ
(d) થોર્નડાઈક
Answer: (b) બિને અને સાયમન
31. કેવાં બાળકો સામાજિક અનુકૂલન સાધવા સક્ષમ નથી ?
(a) તેજસ્વી
(b) સામાન્ય
(c) મંદબુદ્ધિ
(d) પ્રખર
Answer: (c) મંદબુદ્ધિ
32. વિકલાંગ બાળકો માટે કઈ પદ્ધતિ સર્વશ્રેષ્ઠ સાબિત થશે ?
(a) વાંચન દ્વારા શિક્ષણ
(b) મૌલિક અભિવ્યક્તિ
(c) સ્પર્ધાઓ યોજવી
(d) વિશિષ્ટ અભ્યાસેતર પ્રવૃત્તિઓ યોજવી
Answer: (d) વિશિષ્ટ અભ્યાસેતર પ્રવૃત્તિઓ યોજવી
33. રસ કે અભિરુચિ માટે અપ્રગટ ધ્યાન શબ્દ કોને પ્રયોજ્યો ?
(a) થોન
(b) મેકડૂગલ
(c) ગિલ્ફર્ડ
(d) લિકર્ટ
Answer: (b) મેકડૂગલ
34. ગિલ્ફર્ડની રસ સંશોધનિકામાં કેટલાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે?
(a) 28
(b) 30
(c) 18
(d) 40
Answer: (a) 28
35. સૌથી જાણીતી રસ સંશોધનિકા કોની છે?
(a) કુડર
(b) ગિલ્ફર્ડ
(c) સ્ટ્રોંગ
(d) ડૉ. ભાટિયા
Answer: (c) સ્ટ્રોંગ
36. સૌથી પ્રચલિત તૂલા કઈ છે ?
(a) લિકર્ટ
(b) થોન
(c) બોગાર્ડસ
(d) ગટમેન
Answer: (b) થોન
37. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે?
(a) પૂર્વગ્રહ
(b) મનોવલણ
(c) રસ
(d) અભિયોગ્યતા
Answer: (a) પૂર્વગ્રહ
38. પૂર્વગ્રહ જ્યારે બાહ્ય વર્તનમાં અભિવ્યક્ત થાય છે ત્યારે તેને શું કહે છે?
(a) રૂઢખ્યાલો
(b) આંતરસંબંધ
(c) ભેદભાવ
(d) કાર્યાત્મકતા
Answer: (c) ભેદભાવ
39. આરોપણના સિદ્ધાંતનો સ્થાપક કોણ હતા ?
(a) સિગ્મંડ ફ્રોઈડ
(b) ફિત્ઝ હાઈડર
(c) યુંગ
(d) વુન્ટ
Answer: (a) સિગ્મંડ ફ્રોઈડ
40. નીચેનામાંથી મનોવલણનું કયું લક્ષણ નથી?
(a) સાપેક્ષતા
(b) સ્વભાવગત
(c) સ્થિરતા
(d) પરિવર્તનશીલતા
Answer: (d) પરિવર્તનશીલતા
41. નીચેનામાંથી રસ સંશોધનિકા કોણે વિકસાવી નથી?
(a) સ્ટ્રોંગ
(b) કુડર
(c) ગિલ્ફર્ડ
(d) ઓલપોર્ટ
Answer: (d) ઓલપોર્ટ
42. DAT કસોટીઓ કેટલી છે ?
(a) 11
(b) 8
(c) 10
(d) 18
Answer: (b) 8
43. શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગદર્શન આપવા માટે કઈ કસોટી વપરાય छे ?
(a) DAT
(b) FACT
(c) GATB
(d) સેનાની
Answer: (a) DAT
44. DAT કસોટીનું ભારતીય રૂપ કોણે વિકસાવ્યું છે?
(a) શ્રી જે. એમ. ઓઝા
(b) મેકડુગલ
(c) આર.સી. ત્રિપાઠી
(d) ઓલપોર્ટ
Answer: (a) શ્રી જે. એમ. ઓઝા
45. DAT કસોટી કયા ધોરણના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે વપરાય છે ?
(a) ધો 6 થી 8
(b) ધો 8 થી 12
(c) ધો 1 થી 5
(d) ધો 9 થી 12
Answer: (b) ધો 8 થી 12
અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો :
46. આ લક્ષણો કયાં પ્રકારનાં બાળકમાં હોય છે?
1) ઉચ્ચસ્તરનો ભાષા-વિકાસ
2) તીક્ષ્ણ રમૂજવૃત્તિ
3) આજ્ઞાંકિતતાનો અભાવ
4) રસોનું અસામાન્ય વૈવિધ્ય
5) અશાંત – ઉતાવળો સ્વભાવ
6) ઝડપી વિચારપ્રક્રિયા
(a) પ્રતિભાશાળી
(b) સર્જનશીલ
(c) ઉચ્ચસિદ્ધિ
(d) બાલઅપરાધી
Answer: (a) પ્રતિભાશાળી
47. બાળકોમાં પ્રતિકૂળ મનોવલણોનું સર્જન શાનાથી થાય છે?
(a) સમાજ અમાન્ય વર્તનોને પ્રોત્સાહન આપવાથી
(b) અણગમતાં વયોચિત વર્તનોને મોટેરાંઓ દ્વારા સજા કરવાથી
(c) સારાં વર્તનો કરવા માટે ઉપદેશ આપવાથી
(d) વારસામાં મળેલા જનીનમાં ખામી હોવાના કારણે
Answer: (b) અણગમતાં વયોચિત વર્તનોને મોટેરાંઓ દ્વારા સજા કરવાથી
48. સિદ્ધાંતો અને તેના જનકનાં સાચાં જોડકાં બનાવો.
A B
1) બહુઅવયવ સિદ્ધાંત a. ગોલમેન
2) સાંવેગિક બુદ્ધિ સિદ્ધાંત b. સ્ટેર્નબર્ગ
3) બહુવિધ બુદ્ધિ સિદ્ધાંત c. થર્સ્ટન
4) ત્રિ-સ્વરૂપિય બુદ્ધિ સિદ્ધાંત d. ગાર્ડનર
(a) 1-c 2-a 3-d 4-b
(b) 1-a 2-c 3-b 4-d
(c) 1-d 2-c 3-b 4-a
(d) 1-a 2-b 3-d 4-c
Answer: (a) 1-c 2-a 3-d 4-b
49. વ્યક્તિને કોઈ વસ્તુ, અન્ય વ્યક્તિ કે પ્રવૃત્તિ પર ધ્યાન આપવા માટે પ્રેરિત કરતી શક્તિ એટલે શું?
(a) પ્રેરણા
(b) બુદ્ધિ
(c) રસ (અભિરુચિ)
(d) અભિયોગ્યતા
Answer: (c) રસ (અભિરુચિ)
50. 1927માં પાંચ વિભાગમાં તૈયાર થયેલ રસસંશોધનિકાના રચિયતા મનોવૈજ્ઞાનિક કોણ હતા ?
(a) કુડર
(b) થર્સ્ટન
(c) સ્ટ્રોંગ
(d) ગિલ્ફર્ડ
Answer: (c) સ્ટ્રોંગ
51. ગુજરાતમાં 1960માં યાંત્રિક અભિયોગ્યતા કસોટી કોણે પ્રમાણિત કરી હતી?
(a) ડૉ. કે.જી.દેસાઈ
(b) ડૉ.જે.સી.પરીખ
(c) પ્રો. ટી.પી.લેલે
(d) ડૉ. આર.બી. નાયક
Answer: (b) ડૉ.જે.સી.પરીખ
52. ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે ?
(a) શિક્ષણ
(b) જરૂરિયાત
(c) ટેવ
(d) રસ
Answer: (d) રસ
53. બાળલગ્ન અને દહેજપ્રથા જેવા સામાજિક રીત રિવાજોને દૂર કરવાના આપણા અથાક પ્રયત્નો છતાં કયા મનોવલણીય પરિબળને કારણે આપણી આવી પ્રથાઓથી સંપૂર્ણ મુક્ત થઈ શક્યા નથી ?
(a) મનોવલણની પ્રબળતા
(b) મનોવલણની અગત્ય
(c) મનોવલણની જટિલતા
(d) મનોવલણની ઉપયોગિતા
Answer: (c) મનોવલણની જટિલતા
54. સામાજિક રીત-રિવાજો, મૂલ્યો, ધોરણો, વિચારસરણી આત્માસાત્ કરવાની પ્રક્રિયાને શું કહે છે ?
(a) સામાજિભિમુખતા
(b) પૂર્વગ્રહ
(c) મનોવલણ
(d) સામાજિકરણ
Answer: (d) સામાજિકરણ
55. મનોવલણ જન્મજાત નહિ પરંતુ કેવાં હોય છે ?
(a) કાયમી
(b) સંપાદિત
(c) અપેક્ષિત
(d) અનિવાર્ય
Answer: (b) સંપાદિત
56. નીચેના પૈકી કોણે વ્યવસાયિક અભિરુચિ સંશોધનિકાની રચના કરી હતી?
(a) મેકડૂગલ
(b) સ્ટ્રોંગ
(c) મોર્ગન
(d) ગેરેટ
Answer: (b) સ્ટ્રોંગ
57. વ્યક્તિમાં રહેલી કલા, સંગીત, સર્જનાત્મકતા જેવી શક્તિઓના માપન માટે કઈ કસોટી વપરાય છે ?
(a) વલણ માપદંડ
(b) અભિરુચિ કસોટી
(c) રસ સંશોધનિકા
(d) અભિયોગ્યતા કસોટી
Answer: (d) અભિયોગ્યતા કસોટી
58. વિમાનચાલકની તાલીમ માટે નીચેનામાંથી કયો વિકલ્પ વધુ અનુકૂળ છે?
(a) કારક અભિસંધાન
(b) સિમ્યુલેશન
(c) સ્વ-અધ્યયન
(d) પ્રયત્ન અને ભૂલ દ્વારા
Answer: (b) સિમ્યુલેશન
59. અપવાદરૂપ બાળકોમાં ક્યાં બાળકોનો સમાવેશ થતો નથી?
(a) અતિ તેજસ્વી
(b) મંદબુદ્ધિ
(c) અંધત્વ ધરાવતાં
(d) સામાન્ય બાળકો
Answer: (d) સામાન્ય બાળકો
60. કોણે કહ્યું છે કે, ‘રસ પ્રેરણાત્મક બળ તરીકે આપણને વ્યક્તિ, વસ્તુ કે પ્રવૃત્તિમાં હાજરી આપવા માટે બળ પૂરું પાડે છે ?’
(a) ક્રો એન્ડ ક્રો
(b) એચ. આર. ભાટિયા
(c) સ્કીનર
(d) થોર્નડાઈક
Answer: (a) ક્રો એન્ડ ક્રો
61. ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક અને ચેતાકીય તત્પરતા એટલે
(a) પૂર્વગ્રહ
(b) બુદ્ધિ
(c) પ્રત્યક્ષીકરણ
(d) મનોવલણ
Answer: (d) મનોવલણ
62. સ્ટ્રોંગે કઈ રસ સંશોધનિકાની રચના કટેલી છે?
(a) પ્રાથમિકતા સંશોધનિકા
(b) વ્યવસાયિક અભિરુચિ સંશોધનિકા
(c) વિજ્ઞાન રસ સંશોધનિકા
(d) કમ્પ્યૂટર રસ સંશોધનિકા
Answer: (b) વ્યવસાયિક અભિરુચિ સંશોધનિકા
63. રસમાપન અંગેની પ્રાથમિકતા સંશોધનિકા રચના ઈ.સ.1939 માં કયા મનોવૈજ્ઞાનિકે કરી હતી ?
(a) જી.એફ. કુડર
(b) ઈ. કે. સ્ટ્રોંગ
(c) ગિલ્ફર્ડ
(d) ગાર્ડનર મર્મી
Answer: (a) જી.એફ. કુડર
64. ગિલ્ફર્ડના મતાનુસાર રસનાં કુલ કેટલાં ક્ષેત્રો છે?
(a) 18
(b) 28
(c) 38
(d) 48
Answer: (b) 28
65. જી.એફ, કુડરે કઈ રસ સંશોધનિકાની રચના કરેલી ?
(a) પ્રાથમિકતા સંશોધનિકા
(b) વ્યવસાયિક અભિરૂચિ સંશોધનિકા
(c) વિજ્ઞાન રસ સંશોધનિકા
(d) સંગીત રસ સંશોધનિકા
Answer: (a) પ્રાથમિકતા સંશોધનિકા
66. ડૉ. દુષ્યન્ત શુક્લાએ કઈ અભિયોગ્યતા કસોટી રચી છે?
(a) વૈજ્ઞાનિક અભિયોગ્યતા કસોટી
(b) સંગીત અભિયોગ્યતા કસોટી
(c) કારકુની અભિયોગ્યતા કસોટી
(d) અવકાશીય અભિયોગ્યતા કસોટી
Answer: (a) વૈજ્ઞાનિક અભિયોગ્યતા કસોટી