પ્રસ્તવના
અધ્યાપન એ વૈવિધ્યસભર અને સંકુલ પ્રક્રિયા છે, જેમાં શિક્ષકે વિદ્યાર્થીઓમાં વિષયને લગતા જ્ઞાન, કૌશલ્ય અને વલણો વિકસાવવામાં મદદરૂપ થાય છે. દરેક શિક્ષણ કાર્યના ધ્યેયો અને હેતુઓ સ્પષ્ટ અને નિશ્ચિત હોવા જોઈએ.
શિક્ષણના હેતુઓ
જ્ઞાન: વિદ્યાર્થીઓને વિષય અંગે યોગ્ય જ્ઞાન પ્રાપ્ત થાય.
સમજ: વિદ્યાર્થીઓ વિષયને સારી રીતે સમજવા.
કૌશલ્ય: શિક્ષણ દ્વારા વિદ્યાર્થી ઉપયોગી કૌશલ્ય વિકસાવે.
અરજી: જ્ઞાન અને કૌશલ્યને પ્રયોગાત્મક બનાવવી.
શક્તિઓનો વિકાસ: તર્ક અને વિચારશક્તિ વિકસાવવી.
રસ: વિષયમાં રસ અને સમજણ.
વલણ: વિષયને લગતા યોગ્ય માનસિકતા વિકસાવવી.
કદર: વિદ્યાર્થીઓને વિષયની મૂલ્યવાનતા સમજાય.
કેળવણીના હેતુઓ
સ્વાવલંબન: શારીરિક, માનસિક અને આર્થિક સ્વાવલંબન.
સાંસ્કૃતિક વિકાસ: કેળવણી દ્વારા સંસ્કૃતિ અને મૌલિક માન્યતાઓનુંnવિકાસ.
સર્વાંગીણ વિકાસ: બાળકના સર્વાંગી વિકાસ માટે કેળવણીના પાયો.
અધ્યાપનના સિદ્ધાંતો
ક્રિયા દ્વારા શિક્ષણ: જ્હોન ડ્યુઈના સિદ્ધાંતો અનુસાર ક્રિયાપ્રધાન અભ્યાસ.
પ્રેરણાનો સિદ્ધાંત: ગમતું શીખવા માટે પ્રેરણા.
જ્ઞાનની પસંદગીનો સિદ્ધાંત: અભ્યાસક્રમની યોગ્ય પસંદગી.
વિચારો અને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ: આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ.
સાધારણ અને વિશિષ્ટ હેતુઓ
સાધારણ હેતુઓ: વિષયના દરેક ભાગ માટે સામાન્ય લક્ષ્ય.
વિશિષ્ટ હેતુઓ: દરેક પાઠ માટે ખાસ અને માપદંડ.
અપેક્ષિત વર્તન પરિવર્તનો
ધ્યેયો અને હેતુઓ વિદ્યાર્થીના વર્તનમાં અનુકૂળ પરિવર્તન લાવે, જેમાં શિક્ષણ કાર્ય વિદ્યાર્થીઓના વર્તનમાં સુધારો અને વ્યક્તિગત વિકાસ લાવે.
અધ્યાપન: સંકલ્પના અને સિદ્ધાંતો
શિક્ષણના હેતુઓ
હેતુ 1 : (Knowledge) વિદ્યાર્થીઓ સંબંધિત વિષયને જ્ઞાન પ્રાપ્ત કરે.
હેતુ 2 : (Understanding) વિદ્યાર્થીઓ સંબંધિત વિષયમાં કેટલીક સમજ કેળવે.
હેતુ 3 : (Skills) વિદ્યાર્થીઓ જે તે વિષયના જ્ઞાન અને કૌશલ્યોનો પરિસ્થિતિમાં ઉપયોગ કરે.
હેતુ 4 : (Application) વિદ્યાર્થીઓ જે તે વિષયને લગતાં કેટલાક કૌશલ્યો વિકસાવે.
હેતુ 5 : (Abilities) વિદ્યાર્થીમાં (અભિયોગ્યતા) શક્તિઓનો વિકાસ થાય.
હેતુ 6 : (Interest) વિદ્યાર્થીઓ જે – તે વિષયમાં રસ કેળવે.
હેતુ 7 : (Attitude) વિદ્યાર્થીઓ સંબંધિત વિષય દ્વારા ચોક્કસ પ્રકારના વલણો કેળવે.
હેતુ 8 : (Appreciation) વિદ્યાર્થીઓ જે – તે વિષયની કદર કરે.
કેળવણીના હેતુઓ :
1. સ્વાવલંબન માટે કેળવણી
2. આર્થિક, સામાજિક અને માનસિક સ્વાવલંબન
3. સાંસ્કૃતિક વિકાસ
4. ચારિત્ર્ય નિર્માણ
5. સર્વાંગીણ વિકાસ
6. મુક્તિ માટે કેળવણી
7. આત્મસાક્ષાત્કાર
8. ઉચ્ચતમ મૂલ્યોનો વિકાસ
કેળવણીએ માનવવિકાસની આજીવન પ્રક્રિયા છે.
કેળવણી દ્વારા વ્યક્તિના વર્તનમાં ઈષ્ટ પરિવર્તન આવે છે.
તે માનવની શક્તિઓનું સંપૂર્ણ પ્રગટીકરણ અને આવિષ્કરણ છે. તે વ્યક્તિના સર્વાંગીણ વિકાસની પ્રક્રિયા છે.
આથી જ કેળવણીનું મુખ્ય ધ્યેય બાળકનો સર્વાંગીણ વિકાસ સાધવાનું છે.
કેળવણી દ્વારા બાળકનો સર્વાંગીણ વિકાસ સાધવા જુદા જુદા વિષયશિક્ષણના હેતુઓના સંદર્ભમાં તેનામાં અપેક્ષિત વર્તન પરિવર્તનો આવવાં જોઈએ.
બાળકમાં અપેક્ષિત વર્તન પરિવર્તનો લાવવા તેને હેતુકેન્દ્રી અધ્યયનપ્રદ અનુભવો પૂરા પાડવા જોઈએ.
અધ્યાપન એ હેતુલક્ષી પ્રક્રિયા છે.એનું પાયાનું કાર્ય જ વિદ્યાર્થીઓનાં વર્તનમાં ઈષ્ટ એવાં અપેક્ષિત પરિવર્તનો લાવવાનું છે અને વિવિધ ક્ષમતાઓ વિકસાવવાનું છે, જેને પરિણામે અધ્યેતા સમર્થ વ્યક્તિ – માનવ બને.
આથી કેળવણીને માનવ સશક્તિકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે.
શિક્ષકે અધ્યાપન કરતી વખતે પોતે જે વિષય શીખવે તે દ્વારા
અધ્યેતાના વર્તનમાં કયાં પરિવર્તનો અપેક્ષિત છે – કઈ ક્ષમતાઓનો વિક્રાસ અપેક્ષિત છે, તે સમજી લેવું જોઈએ.
અપેક્ષિત વર્તન પરિવર્તનો અપેક્ષિત ક્ષમતાઓનો વિકાસ એ શિક્ષણના ધ્રુવતારક હેતુઓ છે.
આથી જ અધ્યાપનને હેતુકેન્દ્રી @ ક્ષમતાકેન્દ્રી પ્રક્રિયા કહેવામાં આવે છે.
શિક્ષક અધ્યાયન એટલે શું ? તે સમજે તો એના સંદર્ભમાં તેનાં અધ્યાપનનું કાર્યક્ષમ આયોજન કરી શકે.
આ પ્રકરણમાં અધ્યાપનનો ખ્યાલ સ્પષ્ટ કરવામાં આવ્યો છે.
અધ્યાપનની સંકલ્પના
- શિક્ષક પોતે જે વિષય શીખવતા હોય તે વિષયના હેતુઓ અને તેની ક્ષમતાઓ સિદ્ધ થાય અને અધ્યેતામાં અપેક્ષિત ઈષ્ટ વર્તન પરિવર્તનો આવે તે માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ, વર્તનો કે ક્રિયા-પ્રતિક્રિયાઓ અધ્યાપન દરમિયાન કરે છે.
- શિક્ષકની એ પ્રવૃત્તિઓ કે ક્રિયા-પ્રતિક્રિયાઓને પરિણામે અધ્યેતાને સુઆયોજિત એવા વૈવિધ્યપૂર્ણ શિક્ષાપ્રદ- અધ્યયનપ્રદ અનુભવો પ્રાપ્ત થાય છે.
- ઉપરોક્ત દૃષ્ટિએ વિચારતાં અધ્યાપનની વિભાવના(વ્યાખ્યા) કે તેનો અર્થ નીચે પ્રમાણે રજૂ કરી શકાય.
- અધ્યાપન એટલે વિવિધ વિષય શિક્ષણના હેતુઓ કે તેની ક્ષમતાઓના સંદર્ભમાં અધ્યેતામાં અપેક્ષિત ઇષ્ટ વર્તન – પરિવર્તનો લાવવા માટે યોજવામાં આવતી હેતુકેન્દ્રી – ક્ષમતાકેન્દ્રી અને અધ્યયનપ્રદ પ્રવૃત્તિઓ કે અનુભવોની હારમાળા.
- અધ્યાપન એ આપણે માનીએ છીએ તેવી સરળ પ્રક્રિયા નથી જ. અધ્યાપન એ જટિલ અને સંકુલ પ્રક્રિયા છે.
- અધ્યાપન એ કળા છે. શિક્ષક અધ્યાપન કરે ત્યારે તે વિવિધ પ્રકારનાં વર્તનો કરે છે કે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે.
- આ વર્તનો એ અધ્યાપન કૌશલ્યો છે, જે શિક્ષક વિવિધ અધ્યાપન કૌશલ્યો હસ્તગત કરે છે તે શિક્ષકનો શિક્ષણવ્યવહાર અસરકારક જીવંત અને સરળ બને છે.
- અધ્યાપન કૌશલ્યોના ઉપયોગ દ્વારા તે અધ્યેતાને હેતુકેન્દ્રી અને ક્ષમતાકેન્દ્રી અધ્યયન અનુભવો પૂરા પાડી તેમનાં શરીર, મન અને આત્મામાં જે કાંઈ શ્રેષ્ઠ છે તે બહાર લાવવામાં, તેને વિક્સાવવામાં સહાયભૂત બને છે.
- આ દ્રષ્ટિએ વિચારીએ તો અધ્યાપન એ અધ્યેતાને હેતુલક્ષી કે ક્ષમતાલક્ષી અધ્યયન અનુભવોનું વૈવિધ્ય પૂરું પાડવા માટે શિક્ષક દ્વારા થતાં વર્તનોનો સમૂહ છે.
અધ્યાપનની જૂની અને નૂતન વિભાવના
- સમયાંતરે અધ્યાપનની વિભાવનામાં પરિવર્તન આવ્યું છે.
- અધ્યાપનની જૂની વિભાવના વિષયકેન્દ્રી, માહિતીકેન્દ્રી અને શિક્ષણકેન્દ્રી હતી.
- શિક્ષક વિશેનું શબ્દચિત્ર કંઈક આવું હતું.
- શિક્ષક એટલે રૂઢિચુસ્ત વડીલ, દમનનું પ્રતીક, સરમુખત્યાર જમાદાર અને સર્વેસર્વા.
- શિક્ષકે નીચેની ચાર વાતો ગાંઠે બાંધેલી
- માત્ર શિક્ષકે જ બધું ભણાવવાનું
- શિક્ષકે માત્ર બોલીબોલીને જ ભણાવવાનું
- પાઠયપુસ્તકમાં હોય તેટલું જ ભણાવવાનું
- બધું માત્ર વર્ગખંડમાં જ ભણાવવાનું.
- અધ્યાપન પ્રક્રિયા શુષ્ક, જડ અને યંત્રવત્.
- વિદ્યાર્થીઓનું મગજ એટલે માહિતી ભરવાની કોઠી.
- શિક્ષણની કોઈ નૂતન પદ્ધતિઓ – પ્રવિધિઓને અવકાશ નહિ. વિચાર જ નહિ.
- તો પછી વિદ્યાર્થીઓની શારીરિક વય, માનસિક કક્ષા, રુચિ, વલણો વગેરેનો ખ્યાલ રાખીને અધ્યાપનનું આયોજન કરવાનો તો પ્રશ્ન જ ક્યાંથી ઉદ્દભવે?
- આથી શાળા શરૂ થયાનો ઘંટ વાગે એટલે બાળકોના મનમાં ધ્રાસ્કો પડતો, શાળામાં પ્રવેશવા પગ જ નહિ ઉપડતા.
- સમય બદલાયો, સદી બદલાઈ, અધ્યાપનની વિભાવનામાં બદલાવ આવ્યો.
- આ બદલાવનું શ્રેય પેસ્ટાલોજી, ફ્રોબેલ, મોન્ટેસોરી, જહાઁન ડયૂઈ, ગાંધીજી, નાનાભાઈ ભટ્ટ, હરભાઈ ત્રિવેદી, ગિજુભાઈ બધેકા વગેરેને ફાળે જાય છે.
- સ્વામી વિવેકાનંદ, શ્રી અરવિંદ અને માતાજી, રવીન્દ્રનાથ ટાગોર, જે કૃષ્ણમૂર્તિ, ડૉ. રાધાકૃષ્ણન વગેરેનું યોગદાન પણ યાદ કરવું પડે.
- આજે એક વાત તો સ્પષ્ટ થઈ છે અને સર્વસ્વીકાર્ય બની છે કેળવણીનું મુખ્ય ધ્યેય અધ્યેતાનો સર્વદેશીય વિકાસ કરવાનું છે.
- આ માટે શિક્ષકે પોતાની અધ્યાપન પ્રક્રિયા વધુ અસરકારક, ચેતનવંતી, વેગીલી, સરળ, આંનદમય બને એવાં વર્તનો કે ક્રિયા- પ્રતિક્રિયાઓ દ્વારા સુઆયોજિત અધ્યયનપ્રદ અનુભવો અધ્યેતાને પૂરા પાડવા જોઈએ.
- પ્રતિબદ્ધ અને સમર્થ શિક્ષક માટે આ કાર્ય કઠિન નથી.
- ગમે તે વિષય કે વિદ્યાર્થી હોય, ગમે તે પ્રકારનું શાળાનું પર્યાવરણ હોય તો પણ આ વ્યાપક અને સામાન્ય સિદ્ધાંતો અધ્યાપનકાર્યની અસરકારકતા અને સફળતા માટે માર્ગદર્શક આધારસ્તંભ બની રહે છે.
- આપણે સિદ્ધાંતોની ચર્ચા કરી સમજ મેળવીએ.
- આ સિદ્ધાંતોને આધારે જ આપણે સારા અધ્યાપનનાં લક્ષણો તારવી શકીશું.
ક્ષમતાકેન્દ્રી શિક્ષણનો સિદ્ધાંત
1. આયોજનનો સિદ્ધાંત
2. વિષયો સાથે અનુબંધ જોડવાનો સિદ્ધાંત
3. વ્યક્તિગત તફાવતો સંતોષવાનો સિદ્ધાંત
4. લોકશાહી યુકત વર્ગવ્યવહાર – શિક્ષણ વ્યવહારનો સિદ્ધાંત
5. જ્ઞાનની પસંદગીનો સિદ્ધાંત
6. અભ્યાસક્રમના વિભાજનનો સિદ્ધાંત
7. દઢીકરેણ અને સુદઢીકરણ સિદ્ધાંત (પુનરાવર્તનનો સિદ્ધાંત)
8. સર્જન અને આનંદનો સિદ્ધાંત
9. ઉત્પાદનશીલતાનો સિદ્ધાંત
10. પરિવર્તનશીલતા અને સહભાગિતાનો સિદ્ધાંત
11. નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણનો સિદ્ધાંત
12. શિક્ષણના ધ્યેયો, હેતુઓ અને અધ્યયન નિષ્પતિઓ
ધ્યેયો અને હેતુઓ
કોઈપણ કાર્યનું અંતિમ રૂપ ધ્યેય કહેવાય છે.
જે દૃષ્ટિબિંદુ તરફ પ્રવૃતિ કે કાર્ય મીટ માંડી આગળ ધપે છે, તેને ધ્યેય તરીકે ઓળખવામાં આવે છે.
કોઈપણ ક્રિયા દ્વારા વ્યવસ્થિત રૂપે જે પરિવર્તનની અપેક્ષા રાખવામાં આવે છે તેને ધ્યેય કહેવામાં આવે છે.
રોબર્ટ મેજરના મત મુજબ, હેતુ એટલે, “અધ્યયન કાર્યમાં સૂચિત પરિવર્તન આણવા માટેનું વર્ણન કરતું વિધાન.”
NCERT એ આપેલી વ્યાખ્યા મુજબ “હેતુ એ એવું બિંદુ છે કે જેની દિશામાં કાર્ય કરવામાં આવે છે અથવા હેતુ એવું વ્યવસ્થિત પરિવર્તન છે કે ક્રિયા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.”
આમ ઉપરોક્ત વ્યાખ્યાઓને આધારે હેતુઓમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે.
1. દિશા – Direction
2. વ્યવસ્થિત પરિવર્તન – Proper change
3. પ્રવૃતિ- Activity
- સર્વ પ્રવૃત્તિઓનું અંતિમબિંદુ એ જ ધ્યેય છે.
- સર્વ પ્રવૃત્તિઓના નિષ્કર્ષનું મૂલ્યાંકન ધ્યેય પર અવલંબે છે.
- વ્યક્તિના કાર્ય અને દિશા ધ્યેયલી હોય છે.
- કઈ દિશામાં કયા માર્ગે આગળ વધવું તે ધ્યેય સમજાવે છે.
- હેતુઓ અથવા ધ્યેયમાં એવી શક્તિ છે કે જેનાથી વ્યક્તિની બધી જ પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ વ્યવસ્થિત અને ક્રમિક બની જાય છે.
- જ્યારે ધ્યેય વિનાનો માણસ એ સુકાન વિનાની નાવ જેવો હોય છે.
- હેતુઓ અને ધ્યેયો વચ્ચે તાત્વિક ભેદ રહેલો છે.
- ધ્યેય ખૂબ જ લાંબા ગાળા માટે હોય છે.
- જ્યારે હેતુઓ ખૂબ જ ટૂંકા ગાળા માટે હોય છે.
- ધ્યેયના વિધાનો ખૂબ જ વિશાળ અર્થવાળા અને સામાન્ય વિધાનો હોય છે.
- તેનું સ્પષ્ટીકરણ અને અર્થઘટન ઘણી બધી રીતે થઈ શકે છે.
- જ્યારે હેતુઓ દર્શાવતાં વિધાનો ખૂબ જ નિશ્ચિત અને મર્યાદિત વ્યાપવાળાં હોય છે.
સામાન્ય હેતુઓ
કોઈપણ વિષય શીખવવા માટે નક્કી થતા હેતુઓ તે વિષયના શિક્ષણકાર્ય માટે સામાન્ય હેતુઓ કહેવાય છે.
તેથી પ્રત્યેક વિષયના બધા જ પાઠો – પ્રકરણો માટે કેટલાક સામાન્ય હેતુઓ નક્કી થયેલા ડોય છે.
પાઠ આયોજનમાં સામાન્ય હેતુઓ લખવામાં આવે છે.
પાઠ આયોજનમાં સામાન્ય હેતુઓ લખવામાં આવે છે.
- જો કે વિષયના બધા જ સામાન્ય હેતુઓ એક પાઠ આયોજનમાં આવી શકે નહીં.
- તેથી ત્રણ કે ચારથી વધારે નોંધવા જોઈએ નહીં.
- શિક્ષણકાર્ય દરમ્યાન જે હેતુઓ સિદ્ધ થવાના હોય તેવા જ હેતુઓની નોંધ આયોજનમાં કરવી જોઈએ.
- સામાન્ય હેતુઓ સમગ્ર વિષયના શિક્ષણકાર્ય માટે નક્કી થયેલા હોય છે.
- વિદ્યાર્થીઓને થતી સજાઓ પણ ચિત્રવિચિત્ર.
- “સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ” એ જ અધ્યાપન પ્રક્રિયાનું ધ્રુવપ્રદ.
- અદબપલાંઠીનું અને ચૂપ રહેવાનું શિસ્ત જ શિસ્ત ગણાતું.
- આ પરિસ્થિતિમાં અધ્યાપન-અધ્યયન પ્રક્રિયા આનંદની યાત્રા કેવી રીતે બને ? બાળકો કેળવણીમાં લીન કેવી રીતે થાય ?
- અધ્યાપન વ્યવહારમાં કોઈ ચેતના કે ધબકારનો અનુભવ જ નહિ.
- વર્ગ બાળકો માટે સ્વર્ગ ને બદલે નરક બની રહે એવું અશૈક્ષણિક વાતાવરણ.
- આ બધા કેળવણીચિંતકોએ મનોવૈજ્ઞાનિક અધ્યાપન રીતિ વિરુદ્ધ વૈચારિક જેહાદ ઉપાડી પ્રયોગો કર્યા અને કેળવણીની નૂતન વિભાવનાની ભેટ ધરી.
- પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વને અધ્યયન અધ્યાપન વ્યવહાર અંગે પુનઃ વિચારવાની દૃષ્ટિ પ્રાપ્ત થઈ.
- રાષ્ટ્રીય કક્ષાના અને વિશ્વકક્ષાના વિવિધ શિક્ષણપંચોએ પોતાના અહેવાલો રજૂ કર્યાં.
- ફળસ્વરૂપે અધ્યાપનની વિભાવના, કેળવણીના હેતુઓ, અધ્યયન પ્રવૃત્તિઓ અને અનુભવો, અધ્યાપન પદ્ધતિઓ, પરીક્ષણ અને મૂલ્યાંકનની પ્રવિધિઓ વગેરેમાં આમૂલ પરિવર્તનો આવ્યાં.
આથી અધ્યાપનની વિભાવના બદલાઈ અને અધ્યાપન પ્રક્રિયા પર નીચે જેવી અસરો થઈ:
- અધ્યાપન હેતુકેન્દ્રી અને ક્ષમતાકેન્દ્રી બન્યું.
- અધ્યાપનમાં અધ્યેતાનું મહત્ત્વ સ્વીકારાયું.
- અધ્યાપન અધ્યેતાકેન્દ્રી અને બાળકેન્દ્રી બન્યું.
- અધ્યાપન અધ્યયનકેન્દ્રી, પ્રવૃત્તિકેન્દ્રી, અનુભવકેન્દ્રી બન્યું.
- શિક્ષણનું મનોવૈજ્ઞાનિકીકરણ થયું.
- અધ્યેતાને શીખવવા કરતાં તે ‘શીખવું કેમ’ તે જાતે શીખતો થાય તેનાં પર ભાર અપાયો.
- અધ્યાપન સ્વાધ્યાયલક્ષી બન્યું.
- મુક્ત શિસ્તનો સ્વીકાર થયો.
- દરેક અધ્યેતા વૈયક્તિક તફાવતો-ભિન્નતા ધરાવે છે એ વિચારને સ્વીકૃતિ મળી.
- શિક્ષક, અધ્યેતાનો મિત્ર, ફિલસૂફ ચિંતક અને માર્ગદર્શક છે, અધ્યાપન પ્રક્રિયાનું સરળીકરણ કરનાર માધ્યમ છે, એ વાતનો સ્વીકાર થયો.
- કેળવણીની, અધ્યાપન-અધ્યયન પ્રક્રિયાની વિભાવનામાં ઉપરોકત બદલાવ આવતા શિક્ષકનો શિક્ષણવ્યવહાર રસપ્રદ અને જીવંત અસરકારક અને નીપજલક્ષી બને એ સ્વાભાવિક છે.
- આમ છતાં, આજે શિક્ષણ વિશે અજંપો છે એનું કારણ આ બદલાવ પામેલી વિભાવનાને અમલીકૃત-કાર્યાન્વિત કરવામાં આપણે ઊણાં ઉતર્યાં છીએ.
- તમારી મહેચ્છા હશે જ કે તમારી ગણના સમર્પિત, સમર્થ અને સફળ શિક્ષક તરીકે જ થાય.
- એ મહેચ્છા અધ્યાપનની – કેળવણીની નૂતન વિભાવનાને તમારા અધ્યાપનકાર્ય દરમિયાન કાર્યાન્વિત કરીને જરૂર ફળીભૂત-સિદ્ધ કરી શકો.
અધ્યાપનના સિદ્ધાંતો
અધ્યાપનકાર્ય માટે કોઈ એક જ સર્વમાન્ય પદ્ધતિ સંભવી શકે નહિ.
અધ્યાપન ક્ષેત્રે થતા નવતર પ્રયોગો અને શૈક્ષણિક તકનિકીના નિરંતર વિકાસને પરિણામે અધ્યાપનપદ્ધતિ અને શિક્ષણના પરિવર્તનો આવતાં રહે એ સહજ છે.
વળી, વિષય, વિદ્યાર્થીજૂથ, અધ્યાપનના હેતુઓ, શાળાપર્યાવરણ, સમાજની અપેક્ષાઓ વગેરેની શિક્ષકની અધ્યાપન પદ્ધતિ પર અસર થવાની જ.
પરિણામે અધ્યાપન પદ્ધતિ પરિવર્તનશીલ રહેવાની- રહેવી જોઈએ.
આમ છતાં અધ્યાપન પ્રક્રિયા અધ્યાપનના કેટલાક મૂળભૂત સિદ્ધાંતોને તો અનુસરે જ એ નિઃશંક છે.
એ પાયાના માર્ગદર્શક સિદ્ધાંતોને અનુસરવાથી જ અધ્યાપન સારું, અસરકારક, સફળ અને ફળદાયી બને છે.
ક્રિયા દ્વારા અધ્યાપન – અધ્યપનનો સિદ્ધાંત – જ્હોન ડ્યુઈ, મારીયા મોન્ટેશટી – ફેડ્રીક ફોબ્રેલ
રુચિ જાગૃત કરવાનો સિદ્ધાંત – વિષયની અંદર રસ પડે, ઘરેથી પરાણે
પ્રેરણાનો સિદ્ધાંત – દરેક વ્યક્તિને ગેરણા
જીવન સાથે અનુબંધનો સિદ્ધાંત – વાસ્તવિક જીવન સાથે
સિદ્ધિપ્રેરણાના વિકાસનો સિદ્ધાંત – સિધ્ધિ- પ્રેરણા – મેકલેલેન્ડ – સફળ થવું છે તો તે પ્રેરણા
દીર્ઘ દૃષ્ટિનો સિદ્ધાંત – ભવિષ્યલક્ષી શિક્ષણનો સિદ્ધાંત
અર્થાત્ આપણે જે કોઈ લક્ષ્ય ડાંસલ કરવા માટે પ્રયત્નશીલ અને ક્રિયાશીલ બનીએ તે લક્ષ્યને ધ્યેય કહેવાય છે.
બેન્જામિન બ્લૂમના મત મુજબ, “શૈક્ષણિક હેતુઓ એટલે શિક્ષણ પ્રક્રિયા દરમ્યાન વિદ્યાર્થીમાં અપેક્ષિત વર્તન-પરિવર્તન લાવવા માટેના માર્ગોની સ્પષ્ટ રચના.”
અધ્યાપનના હેતુઓ નીચે મુજબ છે:
હેતુઓ બે પ્રકારના હોય છે:
A. સામાન્ય હેતુઓ અને
B. વિશિષ્ટ હેતુઓ
વિશિષ્ટ હેતુઓ
- વિશિષ્ટ હેતુઓ વર્ગશિક્ષણના હોવા ઉપરાંત વિષયશિક્ષણ કે તાસશિક્ષણના છે.
- તે ટૂંકા ગાળામાં તાત્કાલિક સિદ્ધ થાય છે.
- બધા જ વિશિષ્ટ હેતુઓ સામાન્ય હેતુઓ તરફ પ્રયાણ કરે છે.
- વિષયના વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને વિશિષ્ટ હેતુઓ એક તાસના નક્કી થાય છે.
- તેથી તે વિષયનું શિક્ષણકાર્ય જેટલાં વર્ષ સુધી કરવાનું હોય ત્યાં સુધીમાં એ હેતુઓ સિદ્ધ કરવાના હોય છે.
- તેથી સામાન્ય હેતુઓની સિદ્ધિ માટે શિક્ષકે બિનજરૂરી ઉતાવળ કરવી જોઈએ નહીં.
- શિક્ષક સતત પરિશ્રમ કર્યા પછી જ અપેક્ષિત પરિણામની ધીરજ અને શ્રદ્ધાપૂર્વક રાહ જોવાની હોય છે.
- ઘણા બધા પાઠોનું શિક્ષણકાર્ય કર્યા પછી જ તે પોતાના પરિશ્રમનાં મીઠાં ફળ મળી શકે છે અને સામાન્ય હેતુઓ સિદ્ધ કરવામાં સફળ થાય છે.
- પ્રત્યેક વિષયના સામાન્ય હેતુઓ સમાન હોય છે પરંતુ દરેક પાઠના વિશિષ્ટ હેતુઓ ભિન્ન હોય છે.
- વિશિષ્ટ હેતુઓ પાઠના એકમ પર આધારિત હોય છે.
- પ્રત્યેક શૈક્ષણિક મુદ્દાને માટે અલગ વિશિષ્ટ હેતુ હોય છે.
- પાઠના મુદ્દાના શિક્ષણ કાર્ય દરમ્યાન જ વિશિષ્ટ હેતુઓ સિદ્ધ થાય છે અને જે તે પાઠને અંતે તે પાઠના બધા જ વિશિષ્ટ હેતુઓ સિદ્ધ થતા હોય છે.
અપેક્ષિત વર્તન-પરિવર્તનો
હેતુઓ નિશ્ચિત થયા બાદ હેતુ સિદ્ધિ માટે વિદ્યાર્થીને અધ્યયન અનુભવો (Learning Experiences) પૂરા પાડવામાં આવે છે.
અધ્યયન અનુભવો મેળવતાં પહેલાં તેમનું જે વર્તન હતું તેને પ્રાવેશિક વર્તન Entering Behavior) (પૂર્વવર્તન) તરીકે ઓળખવામાં આવે છે અને અધ્યયન અનુભવો મેળવ્યા બાદ તેનું જે વર્તન થાય છે તેને આંત્યિક વર્તન (Terminal Behavior) તરીકે ઓળખવામાં આવે છે.
વિશિષ્ટ હેતુઓની સંખ્યા ઘણી વધારે હોય છે. તે વિદ્યાર્થીના વર્તન-પરિવર્તનમાં પરિણમે છે.
વિશિષ્ટ હેતુઓ એ અધ્યયન પ્રક્રિયાની નિપજ છે.
વિશાળ હેતુઓ દિશાસૂચન પૂરું પાડે છે.
વિષયવસ્તુની પસંદગી માટે માર્ગદર્શન પૂરું પાડે છે. મૂલ્યાંકન નિર્માણમાં સહાય કરે છે.
પદ્ધતિઓ નક્કી કરવામાં સહાય કરે છે.
અધ્યયન અનુભવો અને અધ્યયન પ્રક્રિયાઓ નક્કી કરવામાં સહાય કરે છે.
શૈક્ષણિક અનુભવો આપવાનો હેતુ વિદ્યાર્થીના પ્રાવેશિક વર્તનમાં ફેરફાર લાવી અપેક્ષિત આંત્યિક વર્તન (Terminal Behavior) પેદા કરવાનો હોય છે.
આથી અધ્યયન અનુભવો દ્વારા વિદ્યાર્થીમાં જે વર્તન- પરિવર્તન પરિણમે છે તેને આંત્યિક વર્તન કહેવાય છે.
આઈ. કે. ડેવીસના મત મુજબ “અધ્યયનનો હેતુ અપેક્ષિત વર્તન પરિવર્તનોનું વર્ણન છે.”
અધ્યયન નીપજ-કેન્દ્રી પ્રક્રિયા બનવી જોઈએ.
ઘણી વખત અભ્યાસક્રમ પૂરો થઈ ગયો તેવું સાંભળીએ છીએ, ત્યારે પ્રશ્ન થાય કે, તેની નિષ્પત્તિ શું આવી ? જો કે દરેક વખત નિષ્પત્તિ સારી આવે તેવું બનતું નથી.
કારણ કે અધ્યયન ઉપર ઘણાં પરિબળો અસર કરે છે.
અધ્યયન પ્રક્રિયા અને નિષ્પત્તિ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે.
હકારાત્મક પરિબળો સાથે લઈ અધ્યયન પ્રક્રિયા ઝડપી બનાવી શકાય.
અને ક્રમશ: વિશિષ્ટ હેતુઓ જેમ જેમ સિદ્ધ થતા જાય તેમ તેમ સામાન્ય હેતુઓની સિદ્ધિની ભૂમિકા રચાતી જાય છે અને વર્ષાન્તે જ્યારે બધા જ પ્રકરણ કે પાઠના વિશિષ્ટ હેતુઓ સિદ્ધ થઈ જાય ત્યારે તે પાઠ્યપુસ્તકના સામાન્ય હેતુઓ પણ સિદ્ધ થાય છે.
વિશિષ્ટ હેતુઓ તો સીડીના એક-એક પગથિયા જેવા છે.
જેમ કોઈ એક માણસ એક એક પગથિયું ચડીને છેવટે બધાં જ પગથિયાં ચઢવાનું પૂરું કરે ત્યારે તે પોતાની મંજિલે પહોંચે છે તે રીતે એક – એક વિશિષ્ટ હેતુઓ સિદ્ધ કરીને અંતે જ્યારે બધા જ વિશિષ્ટ હેતુઓ સિદ્ધ થાય છે ત્યારે જ સામાન્ય હેતુઓની પ્રાપ્તિ થાય છે અને બધા જ સામાન્ય હેતુઓ પ્રાપ્ત થતાં શિક્ષણના ધ્યેયને પહોંચી શકાય છે.
અધ્યયન નિષ્પત્તિઓ
- શિક્ષણનો મૂળ હેતુ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસનો છે.
- અધ્યયન પ્રક્રિયા દ્વારા થતો વિકાસ એક પ્રકારની અધ્યયન-નિષ્પત્તિ છે.
- અધ્યયન-પ્રક્રિયાના અંતે થતી ફળપ્રાપ્તિ કે પરિણામને અધ્યયન નિષ્પત્તિ કહેવાય.
- શાળાકક્ષાએ શિક્ષકો દ્વારા થતા અધ્યયન-અધ્યાપનને પરિણામે અધ્યેતાઓમાં વર્તન-પરિવર્તન જોઈ શકીએ છીએ.
- અપેક્ષિત વર્તન-પરિવર્તનને સ્પષ્ટીકરણ (Specification) તરીકે પણ ઓળખવામાં આવે છે.
- આમ અધ્યયન દ્વારા વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત વર્તન પરિવર્તન લાવવામાં આવે છે.
- આથી જ વર્ગશિક્ષણના વિશિષ્ટ હેતુઓને વિદ્યાર્થીઓનાં વર્તન – પરિવર્તન Behavior Changes સ્વરૂપે લખવામાં આવે છે અને હેતુ વિધાન દ્વારા વિદ્યાર્થીનું આંત્યિક વર્તન સુસ્પષ્ટ બને તે જરૂરી છે.
- આંત્યિક વર્તનની સ્પષ્ટતા થવાથી મૂલ્યાંકનમાં સરળતા રહે છે.
- સર્વ પ્રક્રિયામાં નિષ્પત્તિનું સવિશેષ મહત્વ હોય છે.
- ખેતીમાં થતો પાક તેની નીપજ ગણાય.
- શિક્ષણ દ્વારા તૈયાર થતી ક્ષમતાવાન, ઉત્પાદક નાગરિક તે શિક્ષણની નીપજ કહેવાય.