પ્રસ્તાવના
આજના બ્લોગમાં આપણે જાણીશું, TAT, TET, અને HTAT જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે માત્ર વાંચવું અને યાદ રાખવું પૂરતું નથી. સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ જેવા મનોવિજ્ઞાનના મહત્વપૂર્ણ તત્વો પર ફોકસ કરવાથી પરીક્ષાની તૈયારી વધુ પ્રભાવશાળી બની શકે છે. સંવેદન આપણી અવગણેલી શક્તિઓને તીખું કરવા અને નવા જ્ઞાનને વધુ સારી રીતે શોષણ કરવા મદદ કરે છે, જ્યારે ધ્યાન દૃઢ ધ્યાન કેન્દ્રિત કરીને વિસ્મરણને અટકાવે છે. આ લેખમાં, આપણે આ ત્રણ તત્વોની મહત્વકાંક્ષા અને તે કેવી રીતે તમારી પરીક્ષાની તૈયારીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તે અંગે ચર્ચા કરીશું.
- પ્રસ્તાવના
- સંવેદન
- સંવેદનના પ્રકારો
- ધ્યાન
- ધ્યાનનું સ્વરૂપ અને લક્ષણો
- ધ્યાનના નિર્ધારકો
- વ્યક્તિલક્ષી નિર્ધારકો
- પ્રત્યક્ષીકરણ : (અર્થ અને વ્યાખ્યા)
- પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા
- ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ
- દ્વિનેત્રીય સંકેતો
- સંવેદન, ધ્યાન અનેમ પ્રત્યક્ષીકરણ પ્રકરણમાંથી પુછાતા પ્રશ્નો Tat/Tet/Htat પરીક્ષાઓ માટે ઉપયોગી MCQS
- મોકટેસ્ટ Tat/Tet/Htat પરીક્ષાઓ માટે
સંવેદન
- સંવેદન એટલે “જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ”
- સંવેદન એટલે સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંનાં સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચવાથી ઉત્પન્ન થાય છે.
સંવેદનાના અનુભવની વિશેષતાને ધ્યાનમાં લેતાં સંવેદકોને નીચેના ત્રણ વર્ગોમાં વહેંચી શકાય.
1. બાહ્ય સંવેદકો
બાહ્ય પર્યાવરણમાં રહેલા વિવિધ ઉદ્દીપકો જેવાં કે પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ – દબાણ તેમજ વિવિધ રસાયણો વગેરેમાં થતાં ફેરફારો આપણી વિવિધ જ્ઞાનેન્દ્રિયોને ઉદ્દીપ્ત કરે છે, જેને પરિણામે વિવિધ સંવેદનોનો અનુભવ થાય છે.
2. શરીર સંવેદકો
બાહ્ય વાતાવરણના ઘટકોની જેમ, શરીરના વિવિધ આંતરીક અવયવોની રચના વિવિધ સંવેદન માટે જવાબદાર હોય છે.
જેમકે, દૃષ્ટિ સંવેદન માટે સળી – શંકુ કોષોની ઉત્તેજના, શ્રવણ સંવેદન માટે સૂક્ષ્મ વાળકોષો વગેરે.
3. આંતરીક સંવેદકો
શરીરના આંતરીક અવયવોમાં થતાં ફેરફારોને કારણે કેટલાક સંવેદનોનો અનુભવ થાય છે.
જેમકે, હોજરી ખાલી થવાથી ભૂખ, ગળામાં શોષ પડવાથી તરસ, ફેફસાં કે રક્તવાહિનીઓમાં થતા ફેરફારથી ગભરામણ વગેરે.
સંવેદનના પ્રકારો
સંવેદનો મુખ્યત્ત્વે પાંચ પ્રકારના છે જે નીચે મુજબ છે :
(1) દ્રષ્ટિ સંવેદન (Visual Sensation)
(2) શ્રવણ સંવેદન (Auditory Sensation)
(3) ગંધ સંવેદન (Olfactory Sensation)
(4) સ્વાદ સંવેદન (Gustatory Sensation)
(5) સ્પર્શ (ત્વચા) સંવેદન (Touch Sensation)
(1) દ્રષ્ટિ સંવેદન (Visual Sensation)
- માનવજીવનનાં તમામ સંવેદનોમાં સૌથી મહત્ત્વનું સંવેદન દૃષ્ટિ સંવેદન છે.
- એમાં આંખની રચના, તેના આંતરીક અવયવો, મગજ સુધી જતાં વિવિધ ચેતાતંતુઓ અને મગજનો સમાવેશ થાય છે.
- દૃષ્ટિ સંવેદનના અનુભવ માટે પ્રકાશની હાજરી અનિવાર્ય શરત છે.
(2) શ્રવણ સંવેદન (Auditory Sensation)
- અવાજની દિશા પારખવા, અવાજના અંતરનો અંદાજ મેળવવા અને અવાજના આંદોલનોનું સ્વરૂપ સમજી તફાવત પારખવા માટે કર્ણન્દ્રિયની સક્રિયતા આવશ્યક છે.
- સામાન્ય રીતે મનુષ્ય 20 થી 20,000 C.P.S. (Cycle per second) હર્ટઝ સુધીની કંપન સંખ્યા રજૂ કરતો ધ્વનિ સાંભળી શકે છે.
- તેનાથી ઓછો કે વધારે કંપનવાળો અવાજ સાંભળી શકાતો નથી.
(a) બાહ્ય કર્ણ
- જેમાં કાનની બુટ (કર્ણપાલી), કર્ણનલિકા અને કર્ણપટલ (કર્ણઢોલ)નો સમાવેશ થાય છે.
(b) મધ્ય કર્ણ
- જેમાં હથોડી, એરણ અને પૈંગડું જેવો આકાર ધરાવતાં પરસ્પર જોડાયેલાં ત્રણ હાડકાંઓ તથા યુસ્ટેકિયન-નલિકા જેનો બીજો છેડો ગળામાં ખુલે છે, તેનો સમાવેશ થાય છે.
(c) આંતર કર્ણ
- આંતર કર્ણ મુખ્ય ત્રણ ભાગ છે :- (1) મધ્યભાગ (2) શંખાકૃતિ કે કર્ણશંખ અને (3) અર્ધવર્તુળાકાર કર્ણવલયો.
(3) ગંધ સંવેદન (Olfactory Sensation)
- બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતી ગંધ કે સુગંધનું સવેદન પ્રાણેન્દ્રિય (નાક) દ્વારા થાય છે.
- નાકની અંદર આવેલી બે સાંકડી નળીઓમાં રહેલા પ્રાણતંતુઓના ઉત્તેજનથી ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ મોટા મગજના મસ્તિષ્ક છાલના મૂળ સુધી પહોંચતાં વ્યક્તિને ગંધ સંવેદન અનુભવાય છે.
- હેનીંગે ગંધના 6 પ્રકારો આપ્યા છે. જેવા કે, બળતી વસ્તુની ગંધ, સડેલી વસ્તુની ગંધ, ઈથરની ગંધ, મસાલાની ગંધ, રાળની ગંધ અને સુગંધ.
(4) સ્વાદ સંવેદન (Gustatory Sensation)
- બાહ્ય વાતાવરણમાં રહેલ વિવિધ રાસાયણિક ઉદ્દિપકોમાંથી ઉત્પન્ન થતાં વિવિધ પ્રકારના સ્વાદનું સંવેદન જીભ દ્વારા થાય છે.
- જીભ સ્વાદ સંવેદન ઉપરાંત ભાષાના ઉચ્ચારણ માટે પણ મહત્ત્વની છે.
- જીભના અગ્રભાગમાં આવેલા સ્વાદ તંતુઓ દ્વારા મીઠો (ગળ્યો), જીભની બંને બાજુની ધાર પર ટેરવાની પાછળ ખારો સ્વાદ, તેનાથી થોડા આગળ બંને બાજુની ધાર પર ખાટો અને જીભના મધ્યભાગમાં કોઈ જ સ્વાદનું સંવેદન થતું નથી.
- આયુર્વેદની દૃષ્ટિએ મીઠો, ખારો, ખાટો અને કડવો આ ચાર મુખ્ય સ્વાદ ઉપરાંત તીખો અને તુરો એમ કુલ છ પ્રકારના સ્વાદ છે.
(5) સ્પર્શ (ત્વચા) સંવેદન (Touch Sensation)
- સમગ્ર શરીરતંત્રની ત્વચામાં પથરાયેલા સંવેદન તંતુઓ દ્વારા વિવિધ પ્રકારની ચાર સ્પર્શ સંવેદનોનો અનુભવ થાય છે.
- જેમાં ઉષ્ણતા (ગરમી), શીતળતા (ઠંડી), સ્પર્શ કે દબાણ અને વેદના (પીડા)નો સમાવેશ થાય છે.
ધ્યાન
ધ્યાનનો અર્થ
‘અમુક ઉદ્દીપકો પ્રત્યે ચિત્તનું કેન્દ્રિત થવું.’
‘ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું.’ – જેમ્સ ડ્રેવર
‘ધ્યાન એટલે ઉદ્દીપકની પસંદગી કરી, તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા.’ – એચ. ઈ. ગેરેટ
ધ્યાનનું સ્વરૂપ અને લક્ષણો
ધ્યાનની ઉપરયુક્ત વ્યાખ્યાઓને આધારે તેના સ્વરૂપને સમજવા માટે ધ્યાનનાં લક્ષણોની સમજ અનિવાર્ય છે.
ધ્યાનનાં લક્ષણો નીચે મુજબ છે :
(i) ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે.
તે અમુક ઘટક કે ઉદ્દીપકને જ પસંદ કરે છે જ્યારે બીજાની અવગણના કરે છે.
(ii) ધ્યાન સમાયોજનાત્મક છે.
(iii) ધ્યાન ભવિષ્યલક્ષી છે.
(iv) ધ્યાન પ્રેરણાત્મક છે.
(v) ધ્યાનને સીમાપ્રદેશ અને કેન્દ્રપ્રદેશ હોય છે.
(vi) ધ્યાન ચંચળ છે.
ધ્યાનના નિર્ધારકો
ધ્યાનને આકર્ષિત કરનારા નિર્ધારકો બે પ્રકારના છે. :
(1) વસ્તુલક્ષી / બાહ્ય ઘટકો (નિર્ધારકો) (2) વ્યક્તિલક્ષી / આંતરિક ઘટકો (નિર્ધારકો)
(1) વસ્તુલક્ષી / બાહ્ય ઘટકો (નિર્ધારકો)
(a) ઉદ્દીપકની તીવ્રતા :
ઓછી તીવ્રતાવાળા ઉદીપકોની તુલનામાં વધુ તીવ્ર ઉદીપકો તરત જ ધ્યાન ખેંચે છે.
દા.ત., મકાનના ડોરબેલના અવાજ કરતાં 108 ઈમરજન્સી એમ્બ્યુલ્સનો સતત અને ઊંચી તીવ્રતાવાળો અવાજ સૌનું ધ્યાન ખેંચે છે.
(2) ઉદ્દીપકનું કદ
નાના કદના પદાર્થ કરતાં મોટા કદના પદાર્થ કે વસ્તુ ત્વરિત ધ્યાન ખેંચે છે.
જેમકે, પતંગ વેચતી દુકાને વિશાળ કદનો પતંગ અને દવાની દુકાને લટકાવેલી મોટા કદની કેપ્સુલ સૌનું ધ્યાન ખેંચે છે.
(3) ઉદ્દીપકની વિષમતા
ઉદીપકો પરસ્પર સમાન હોય તેના કરતાં વિરોધાભાસી હશે તો તે જલ્દીથી સૌનું ધ્યાન ખેંચે છે.
આળિકાના હબસી સાથે જતી ગોરી સ્ત્રી બધાનાં ધ્યાનનું આકર્ષણ બને છે.
(4) ઉદ્દીપકની ગતિશીલતા
સ્થિર પદાર્થ કરતાં ગતિશીલ ઉદ્દીપક જલદીથી લોકોનું ધ્યાન આકર્ષે છે.
સ્થિર ઉભેલા વાહનની તુલનાએ ગતિશીલ વાહન અને ડાળ પર બેઠેલા પક્ષી કરતાં ઊડતું પક્ષી કે આકાશમાં ઊડતું વિમાન તરત જ ધ્યાન આકર્ષે છે.
(5) ઉદ્દીપકમાં પરિવર્તન
પરિસ્થિતિમાં અચાનક આવતો ફેરફાર ધ્યાન આકર્ષવામાં અગત્યનો ભાગ ભજવે છે.
દા.ત., દરરોજ મોડી આવતી વ્યક્તિ કે ટ્રેન ક્યારેક સમયસર કે સમય કરતાં વહેલી આવે તો તે બધાનું ધ્યાન આકર્ષે છે.
(6) ઉદ્દીપકમાં નવીનતા
સર્વસામાન્ય સ્થિતિમાંથી કોઈક નવીન સ્થિતિ સર્જાય તો તે બધાનું ધ્યાન આકર્ષે છે.
દા.ત., દરરોજ પેન્ટ – શર્ટ પહેરીને આવતા શિક્ષક કોઈ દિવસ લેંઘો – ઝભ્ભો પહેરીને આવે તો તે પણ બધાનું ધ્યાન આકર્ષે છે.
(7) ઉદ્દીપકનું પરિવર્તન
એકના એક ઉદ્દીપકને વારંવાર રજૂ કરાય તો તે ધ્યાન આકર્ષે છે.
ચૂંટણી વખતે ટી.વી. કે રેડિયો પર અનેક વાર એક જ બાબત રજૂ થાય છે.
જેથી એકાદવાર હો લોકોના ધ્યાન પર આ વિગત આવી શકે છે.
આમ, પુનરાવર્તન એ ધ્યાન આકર્ષણનું એક પરિબળ બને છે.
(8) ઉદ્દીપકનો રંગ
આધુનિક સમયમાં સફેદ કે કાળા રંગ નહિ પણ ઘાટા – ઘેરા અને વિવિધ રંગોવાળી વસ્તુઓનો ઉપયોગ કરી લોકોના ધ્યાનને ઝડપથી આકર્ષવામાં આવે છે.
પોસ્ટરો, પુસ્તકોના મુખપૃષ્ઠ સુંદર રંગની કલાત્મક રીતે રજૂ થતાં ખરીદનાર તે વસ્તુ ખરીદવા વધુ પ્રેરાય છે.
વ્યક્તિલક્ષી નિર્ધારકો
(a) રસ કે અભિરુચિ
વ્યક્તિને જે બાબતમાં રસ હોય તેના પ્રત્યે તે વધારે ધ્યાન આપે છે.
રસ એ ધ્યાનની જનની છે. વ્યક્તિને કોઈ વસ્તુ કે ઘટના કે પદાર્થમાં રસ ન હોય તો ધ્યાનનું આકર્ષવું મુશ્કેલ છે.
દા.ત., સંગીતકારનું ધ્યાન ‘સુર’ તરફ ગયા વિના રહેતું નથી.
મનોવૈજ્ઞાનિકોના મતે રસ કે રુચિ ધ્યાન આકર્ષે એટલું જ નહીં, ધ્યાનને જકડી પણ રાખે છે. મેકડુગલ અભિરુચિને ‘અપ્રગટ ધ્યાન’ કહે છે.
(b) જરૂરિયાત
વ્યક્તિની જરૂરિયાત, વ્યક્તિની ક્રિયાની તીવ્રતા નક્કી કરે છે.
ભૂખ, તરસ, નિંદ્રા, જાતીયતા વગેરે શારીરિક પ્રેરણા માનવીનું ધ્યાન આકર્ષવામાં નિર્ણાયક બને છે.
ભૂખી વ્યક્તિ બીજાં અનેક દૃશ્યો જે આનંદદાયક હોય તેને અવગણીને પહેલાં ખાવાની ચીજવસ્તુ શોધવામાં મનથી વ્યસ્ત રહે છે.
(c) ટેવ
ટેવ કે વ્યસનને કારણે પણ વ્યક્તિનું ધ્યાન ખેંચાતું જોવા મળે છે.
બીડી, તમાકુની ટેવવાળી વ્યક્તિ અજાણ્યા વિસ્તારમાં પણ આવી વસ્તુઓ અને વ્યક્તિઓને શોધી લે છે.
(d) શિક્ષણ
શિક્ષણ પણ ધ્યાનમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
જેનું જેવું શિક્ષણ તેનું તેવું ધ્યાન, ડૉક્ટરનું ધ્યાન દર્દી અને દવા તરફ જાય, જયારે બાંધકામ ઈજનેરનું ધ્યાન બાંધકામની વસ્તુઓ અને ઈમારતની નવીન રચના તરફ જાય છે.
(e) મનોશારીરિક સ્થિતિ
વ્યક્તિની શારીરિક, માનસિક સ્થિતિ વ્યક્તિના ધ્યાનને આકર્ષિત કરે છે.
કંઈપણ વાગવાથી થતો ‘ઘા’ અને તેનો દુઃખાવો વ્યક્તિના ધ્યાનને વારંવાર આકર્ષે છે. માનસિક તંગદીલી અને ચિંતા પણ ધ્યાનને અસર કરે છે.
પ્રત્યક્ષીકરણ : (અર્થ અને વ્યાખ્યા)
“આસપાસના જગત પ્રત્યે સભાન થવાની પ્રક્રિયા એટલે પ્રત્યક્ષીકરણ.”
“જેના દ્વારા આપણે પદાર્થોને તેમના યથોચિત્ત સ્વરૂપમાં ઓળખીએ છીએ તેને પ્રત્યક્ષીકરણ કહે છે.” – એચ. ઈ. ગેરેટ
“પ્રત્યક્ષીકરણ એવી પ્રક્રિયા છે જે દ્વારા આપણે આપણા પર્યાવરણમાંનાં ઉદ્દીપકોની તરેહનું સંગઠન અને અર્થઘટન કરીએ છીએ” – હિલગાર્ડ અને એટકિન્સન અને એટકિન્સન
“સંવેદનો દ્વારા જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈપણ પદાર્થ કે પરિસ્થિતિનું તત્કાલીન જ્ઞાન એટલે પ્રત્યક્ષીકરણ.” – કોલીન્સ અને ડ્રેવર
પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા
- જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઉદીપકનો અનુભવ થાય તે સંવેદન છે અને તેનું અર્થઘટન થાય તે પ્રત્યક્ષીકરણ છે.
- પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો
- પ્રત્યક્ષીકરણમાં સંગઠનનું મહત્ત્વ છે. પ્રત્યક્ષીકરણમાં સંગઠનને સમજીએ તો ‘પદાર્થનો એક એકમ કે સમૂહ (સંગઠન)ના રૂપમાં અનુભવ અને અર્થઘટન કરીએ તે પ્રત્યક્ષીકૃત્ત સંગઠન છે.
- જર્મનીના સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો કોહલર, કોફકા અને વર્ધીમર જણાવે છે કે માનવીના મગજમાં સંપૂર્ણ સંગઠિત પ્રત્યક્ષીકરણ કરવાની શક્તિ રહેલી છે.
(a) સમાનતા
ભૌતિક રીતે સમાન હોય તેવા ઉદ્દીપકો પરસ્પર સંગઠિત થઈને ચોક્કસ જૂથ બનાવે છે.
(b) સમીપતા
સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદીપકો સંગઠિત થઈને ચોક્કસ આકાર ઉપસાવે છે.
જેને એક એકમ સ્વરૂપે આપણે અર્થઘટિત કરીએ છીએ.
(c) સમાવેશકતા
પરસ્પર નજીક રહેલાં ઉદ્દીપકો અલગ – અલગ હોય તો પણ પરસ્પરમાં સમાઈ જાય છે અને સુંદર આકૃત્તિ તરીકે ઉપસી આવે છે.
(d) પૂરકતા
કેટલાક ઉદીપકો વચ્ચે પરસ્પર અપૂર્ણતા કે ખાલી જગ્યા હોવા છતાં આકૃત્તિને પૂર્ણ, બંધાયેલી કે અર્થપૂર્ણ સ્વરૂપમાં જોવાનું આપણું માનસિક વલણ આપણને ચોક્કસ આકારનું અર્થઘટન કરાવે છે.
(e) પૂરકતા
કેટલાક ઉદ્દીપકો વચ્ચે પરસ્પર અપૂર્ણતા કે ખાલી જગ્યા હોવા છતાં આકૃત્તિને પૂર્ણ, બંધાયેલી કે અર્થપૂર્ણ સ્વરૂપમાં જોવાનું આપણું માનસિક વલણ આપણને ચોક્કસ આકારનું અર્થઘટન કરાવે છે.
ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ
પ્રત્યક્ષીકરણ એ સંવેદન સાથે સંગઠિત થઈને જ્ઞાનાત્મક અનુભવ આપે છે.
તેમાં બે બાબતો પ્રત્યક્ષીકૃત્ત સંગઠનમાં વધારો કરે છે તે ઊંડાઈ અને અંતર.
લંબાઈ, પહોળાઈની જેમ ઊંડાઈ અને અંતર અંગેની સ્પષ્ટ સમજ મેળવવી જટિલ પ્રક્રિયા છે.
(1) અનેત્રીય સંકેતો
અનેત્રીય સંકેતની સમજ જોઈએ તો (1) નેત્રમણીનું (દગ્ગાચ) અનુકૂલન અને (2) કેન્દ્રીકરણ એ અનેત્રીય સંકેતો છે, જે શારીરિક સંકેતો છે. આ સંકેતોમાં કીકી દ્વારા નેત્રપટલ પર પડતી પ્રતિમાનો ઉપયોગ થતો નથી.
(અ) નેત્રમણીનું (દંગ્ગાચ) અનુકૂલન
દૂરના પદાર્થનું પ્રતિબિંબ મેળવવા નેત્રમણિ સંકોચાય છે.
અને તેની બર્હિગોળતા ઘટે છે. નજીકના પદાર્થનું પ્રતિબિંબ ઝીલવા નેત્રમણિ ફૂલે છે. જેથી તેની અંતર્ગોળતામાં વધારો થાય છે.
નેત્રમણિના સંકોચન – વિસ્તરણનું સમાયોજન આંખના સિલીયરી સ્નાયુની મદદથી થાય છે.
આ સંવેદન અંતરના પ્રત્યક્ષીકરણમાં મદદરૂપ બને છે.
(બ) કેન્દ્રીયકરણ
આસપાસના પદાર્થને જોવા માટે સર્વસામાન્ય આંખ ચારેય દિશામાં ફેરવી શકાય છે.
વળી એક આંખ બંધ કરી બીજી ખૂલ્લી આંખ ફેરવીએ તો બંધ આંખનો ડોળો તે જ દિશામાં ફરતો અનુભવાય છે.
(2) એકનેત્રીય સંકેતો
ઊંડાઈ અને અંતરના સંવેદન અને પ્રત્યક્ષીકરણમાં જ્યારે સંકેતો મેળવવા માટે એક જ આંખનો ઉપયોગ જરૂરી હોય ત્યારે આવા સંકેતોને એકનેત્રીય સંકેતો કહીએ છીએ.
એકનેત્રીય સંકેતો એટલે જયારે એક આંખ જોતી હોય ત્યારે કામ કરતાં પ્રત્યક્ષીકૃત્ત સંકેતો જે નીચે મુજબ છે. :
(a) અંતઃસ્થિતિ
કોઈપણ પદાર્થ અન્ય પદાર્થના દૃશ્યને અવરોધતો હોય તો પૂર્ણપણે જોઈ શકાતા પદાર્થ આપણાથી નજીક છે અને થોડો ઢંકાયેલો પદાર્થ આપણાથી દૂર છે એવા સંકેતો આપણને મળે છે. જેને અંતઃસ્થિતિ તરીકે ઓળખીએ છીએ.
(b) વાયુગત પારદર્શન
સામાન્ય રીતે પાસે રહેલા ઉદીપકની વિગતો અને બાહ્ય આકાર દર્શાવતી રેખાઓ સ્પષ્ટ દેખાય છે.
દૂરના ઉદીપકની બાહ્ય આકારની રેખાઓ અને વિગતો વાતાવરણની અસરને લીધે ધૂંધળી અને ઝાંખી દેખાય છે.
(c) રૈખિક પરિપ્રેક્ષ્ય
સમાન અંતરની રેખાઓ દૂર જતાં ક્ષિતિજ તરફ કોઈ બિંદુએ નેત્રપટ પર એકઠી થતી દેખાય તેને રૈખિક પરિપ્રેક્ષ્ય કહે છે.
દા.ત., રેલવેના બે પાટાઓ વચ્ચે ઊભા રહી દૂર સુધી નજર નાંખતા દૂરના અંતરે પાટા એકબીજાની નજીક આવતા દેખાય છે.
ચિત્રકારો પોતાના ચિત્રમાં સાપેક્ષ અંતર દર્શાવવા આ સંકેતોનો ઉપયોગ કરે છે.
(d) પ્રકાશ અને છાયા
હંમેશા પ્રકાશ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે.
તેથી તમામ પદાર્થોના પડછાયા નીચે અને પાછળની તરફ પડતા જોવા મળે છે.
આ રીતે પ્રકાશ અને છાયા પદાર્થોના અંતરનો નિર્ણય લેવામાં નિર્ણાયક ભાગ ભજવે છે.
(e) સાપેક્ષ કદ
નેત્રપટ પર પદાર્થની પ્રતિમા નાની કે મોટી પડે છતાં આપણે પદાર્થનું પ્રત્યક્ષીકરણ પરિચય અને અનુભવને કારણે વાસ્તવિક સ્વરૂપમાં કરીએ છીએ.
પદાર્થ આપણાથી જેમ દૂર જતો જાય તેમ તેના કદમાં ક્રમિક પરિવર્તન આવે છે અને આ ક્રમિક પરિવર્તનમાં નજીકના પદાર્થની પ્રતિમા નેત્રપટ પર મોટી અને દૂરના પદાર્થોની પ્રતિમા નેત્રપટ પર નાની પડે છે.
(f) સપાટીની તરેહ અને ઢાળ
ઢાળ એટલે સપાટીમાં આવતું ધીમું પરિવર્તન.
સપાટીમાં આવતા આ ચડાવ કે ઉતાર દૂરના સંકેતો પૂરા પાડે છે.
સપાટી જેમ નજીક તેમ તેના પરના ખાડાટેકરા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
દ્વિનેત્રીય સંકેતો
દૃષ્ટિ સંવેદનમાં કોઈપણ વ્યક્તિ જયારે ઉદ્દીપકને બે આંખો વડે જુએ છે ત્યારે તેના બંને નેત્રપટ પર પદાર્થની બે થોડી જુદી જુદી પ્રતિમા એક સાથે ઉપસે છે.
તેમ છતાં વ્યક્તિને એક જ પદાર્થનું પ્રત્યક્ષીકરણ થાય છે.
આ સ્થિતિને દૃષ્ટિ પ્રત્યક્ષીકરણમાં દ્વિનેત્રીય સંકેતથી ઓળખવામાં આવે છે.
જેમાં બેવડી પ્રતિમા અને દ્વિનેત્રીય વિષમતા એ બે પ્રકારો છે.
(1) બેવડી પ્રતિમા
જ્યારે પાસેની કોઈ વસ્તુ પર દૃષ્ટિને એકાગ્ર કરી તેની પાછળની બીજી વસ્તુ કે પદાર્થને જોવાનો પ્રયત્ન કરીએ તો પાછળના દૂરના પદાર્થની બે પ્રતિમા દેખાય છે.
(2) દ્વિનેત્રીય વિષમતા
દૃષ્ટિ સંવેદનમાં કોઈપણ પદાર્થ કે ઉદ્દીપકને નજીકથી જોઈએ ત્યારે બે આંખના નેત્રપટ પર પડતું જે તે ઉદીપકનું દૃશ્ય તદ્દન સમાન હોતું નથી. બંને દૃશ્યોમાં ભિન્નતા હોય છે. તેનું મૂળ કારણ બંને આંખો વચ્ચે લગભગ 2 થી અઢી ઈંચનું અંતર છે.
બંને આંખોના નેત્રપટમાં આવેલા પિત્તબિંદુઓના સ્થાન વચ્ચે પણ તફાવત હોય છે.
ડાબી આંખને દૃષ્ટિક્ષેત્રમાં રહેલ પદાર્થનો ડાબો વિસ્તાર થોડો વધારે દેખાય છે તે જ રીતે જમણી આંખને પદાર્થનો જમણો વિસ્તાર થોડો વધારે દેખાય છે. આ પરિસ્થિતિને ‘નેત્રપટીય વિષમતા’ કહે છે.
સંવેદન, ધ્યાન અનેમ પ્રત્યક્ષીકરણ પ્રકરણમાંથી પુછાતા પ્રશ્નો Tat/Tet/Htat પરીક્ષાઓ માટે ઉપયોગી MCQS
1. કોના પ્રયોગોએ સાબિત કર્યું છે કે સંદિગ્ધ ચિત્રોના દર્શનમાં ભૂખ્યા માણસોને ખાદ્ય પદાર્થોનું દર્શન વધુ થાય છે ?
(A) લ્યુમિન
(B) એટકિન્સન અને એટિટક-સન
(C) હિલગાર્ડ
(D) હેનિંગ
2. પ્રત્યક્ષીકરણ માટે અનિવાર્ય પૂર્વશરત કઈ છે?
(A) શિક્ષણ
(B) જરૂરિયાત
(C) સંવેદન
(D) ધ્યાન
3. નીચેનામાંથી ક્યા મનોવિજ્ઞાની ગેસ્ટાલ્ટ મનોવૈજ્ઞાનિક તરીકે ઓળખાય છે ?
(A) કોહલર
(B) એટકિન્સન
(C) હિલગાર્ડ
(D) હેનિંગ
4. અંતર કે ઊંડાઈનું જ્ઞાન મેળવવા માટે પ્રત્યક્ષીકરણના જે સંકેતોમાં કેવળ એક આંખનો જ ઉપયોગ જરૂરી હોય તેમને ક્યા સંકેતો કહે છે ?
(A) અનેત્રીય
(B) એકનેત્રીય
(C) દ્વિનેત્રીય
(D) દ્વિનેત્રીય વિષમતા
5. જીભની પાછળના ભાગમાં ક્યા સ્વાદના અનેક સ્વાદકણો વિસ્તરેલા છે ?
(A) ખાટા
(B) ખારા
(C) કડવા
(D) મીઠા
6. જીભના ટેરવામાં ક્યા સ્વાદના અનેક સ્વાદકણો વિસ્તરેલા छे?
(A) ખાટા
(B) કડવા
(C) ખારા
(D) મીઠા
7. ધ્યાનની જનની કોને કહેવામાં આવે છે?
(A) ટેવ
(B) શિક્ષણ
(C) રસ
(D) જરૂરિયાત
8. ગંધના છ પ્રકારો કોણે દર્શાવ્યા છે ?
(A) સી. ટી. મોર્ગન
(B) જેમ્સ ડ્રેવર
(C) હેનિંગ
(D) એચ. ઈ. ગેરેટ
9. કોના મત પ્રમાણે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવાની પ્રક્રિયા?
(A) હેનિંગ
(B) જેમ્સ ડ્રેવર
(C) સી. ટી. મોર્ગન
(D) એચ. ઈ. ગેરેટ
10. થિયેટરમાં કોઈ ફિલ્મ જોતા હોઈએ તે દરમિયાન આગળ શું થશે, હવે નાયક – નાયિકા શું કરશે તે અંગેના વિચારો આપણા ચિત્તમાં ઉપજતા હોય છે આ ધ્યાનનું ક્યું લક્ષણ જણાય ?
(A) ધ્યાન સતત બદલાતું રહે છે.
(B) ધ્યાન શોધનાત્મક છે.
(C) ધ્યાન સમાયોજનાત્મક છે.
(D) ધ્યાન ભવિષ્યલક્ષી છે.
11. સંવેદન એટલે શું ?
(A) જાગૃતતા
(B) ચેતનાત્મક અનુભવ
(C) જ્ઞાનાત્મક અનુભવ
(D) પ્રત્યક્ષીકરણ
12. પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે ?
(A) ધ્યાનની એકાગ્રતા
(B) સંવેદન
(C) પ્રત્યક્ષીકૃત સાતત્ય
(D) સમીપતા
13. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કોણ છે?
(A) હેનિંગ, વૉટ્સન, વર્ધીમર
(B) ફ્રોઈડ, જેમ્સ વોટ, કોહલર
(C) વર્ધીમર, કોહલર, કોફકા
(D) કોફકા, વિલ્હેમ વુન્ટ, કોહલર
14. દૃષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોનાં નામ આપો ?
(A) ચેતાકોષો, વાળકોષો
(B) રંગકોષો, રંગસૂત્રો
(C) જનીનતત્ત્વો, રંગસૂત્રો
(D) સળીકોષો, શંકુકોષો
15. ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે ?
(A) ત્રણ
(B) નવ
(C) બે
(D) ચાર
16. દ્વિનેત્રીય વિષમતા એટલે શું?
(A) એક આંખે બેવડું દેખાવું તે
(B) બે આંખે ત્રાંસુ દેખાય.
(C) બંને આંખોના નેત્રપટ પર જુદી પ્રતિમા પડવી તે
(D) બંને આંખોથી ન દેખાવું તે.