વૃદ્ધિ અને વિકાસ
વિદ્યાર્થીના ગુણો અને વિશેષતાઓની વિસ્તૃત જાણકારી માટે વૃદ્ધિ અને વિકાસનું જ્ઞાન આવશ્યક છે.
વૃદ્ધિ અને વિકાસનો અર્થ
- બાળકના શરીર અને વ્યવહારમાં જે પરિવર્તન થાય છે તેને વૃદ્ધિ (Growth) કહે છે. – ફ્રેંક
- બાળકના જન્મથી લઈ પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં બે ગણો, છાતીમાં અઢી ગણો, ઘડમાં ત્રણ ગણો, હાથમાં ચાર ગણો, પગમાં પાંચ ગણો વધારો થાય છે. – ઈલિઝાબેઠ હરલોક
વૃધ્ધિ
- વૃધ્ધિનો અર્થ “વધવું” એવો થાય છે. ગર્ભાવસ્થાથી માંડીને પુખ્તવસ્થા સુધીમાં વ્યાકટીના શરીરના વજન, કદ અને આકારમાં થતાં વધારાને વૃધ્ધિ કહે છે. આમ, ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન, કદ અને આકારમાં થતાં ક્રમિક પ્રગતિગામી પ્રમાણાત્મક ફેરફારો એટલે વૃધ્ધિ.
- વૃધ્ધિ એટલે શરીરનાં કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર
વૃધ્ધિનાં લક્ષણો
- વૃધ્ધિની પ્રક્રિયા ગર્ભાવસ્થાથી શરૂ થાય છે.
- વૃધ્ધિથી શરીરના અવયવોનાં વજન, કદ અને આકારમાં ફેરફાર થાય છે.
- વૃદ્ધિ પ્રમાણાત્મક અને એકાંગી હોય છે.
- વૃધ્ધિ પરિપક્વતાનું પ્રથમ પગથિયું છે.
- વૃધ્ધિનો આધાર વારસામાં મળેલ જનીનો ઉપર હોય છે.
- વૃધ્ધિની પ્રક્રિયા મર્યાદિત હોય છે અને નિશ્ચિત ઉંમરે અટકી જાય છે.
વિકાસ એ જટિલ પ્રક્રિયા છે. વૃધ્ધિને લીધે પ્રાપ્ત થતું સામર્થ્યએ વિકાસ છે. સમગ્ર શરીરતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે.
“વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે,પરિપક્વતાના લક્ષ તરફ લઈ જતા ક્રમબદ્વ સુસંવાદી અનેપ્રગતિકારક ફેરફારો એટલે વિકાસ”- ઈલિઝાબેથ હરલોક
વિકાસ
- વિકાસ એટલે વધવું
- સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફારએ વિકાસ – ક્રો અને ક્રો
વૃધ્ધિ |
વિકાસ |
ગર્ભવસ્થાથી જ વૃધ્ધિની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. |
વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. |
વૃધ્ધિ એ વિકાસનો ભાગ છે. |
વિકાસ એ વૃધ્ધિ ઉપર પરિસ્થિતિ અને વાતાવરણ સમગ્ર અસરનું પરિણામ |
શરીરનાં કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર એ વૃધ્ધિ |
ઉંમર વધવાની સાથે થતાં વર્તનના પ્રગતિશીલ ફેરફારોને વિકાસ કહેવામાં આવે છે. |
પરિપક્વતા
- બાળક જે-જે ઉંમરે જે-તે કર્યા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર તે-એટે કાર્ય કરવા માટે પરિપક્વ છે એમ કહેવાય.
- દા.ત., લખવું, નિશાન ટકવું વગેરે…
વિકાસને અસર કરતાં પરિબળો
વારસો: આંખ ચામડીનો રંગ, વાળ, શરીરનો બાંધો
વાતાવરણ: શાળા, ઘર, મિત્રો
(a)અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો:
(b) પ્રગટ અથવા પ્રભાવી વારસો: દા.ત., ઊંચાઈ, વજન, વાળ, ચામડીનો રંગ, આંખનો રંગ, શરીરનો બાંધો
- આ સિવાય વ્યક્તિના વિકાસમાં વારસાની અસરો જીવનકાળ દરમિયાન અનુભવેલા પરિબળો પણ ભાગ ભજવે છે.
(i)જૈવિક પ્રક્રિયાઓ: દા.ત., શરીરનું વધવું, ડાયાબિટીસ, હદયરોગ
(ii) બોધાત્મક પ્રક્રિયાઓ:
(iii) સામાજિક- આવેગિક પ્રક્રિયાઓ:
વિકાસની સમજૂતીના સિદ્ધાંત
(1) પિયાજનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત
ઉંમર |
તબક્કો |
જન્મથી બે વર્ષ |
સાંવેદનિક-કારક |
બે થી સાત વર્ષ |
પૂર્વક્રિયાત્મક તબક્કો, બોધાત્મક તબક્કો |
(2) કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત
(3) ફોઈડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત
(4) એરિક એરિક્સનો જીવન વિકાસના તબક્કોનો સિદ્ધાંત
વિકાસના પ્રકાર
1. શારીરિક વિકાસ
2. માનસિક વિકાસ
3. સામાજિક વિકાસ
4. સંવેગાત્મક વિકાસ
5. ચારિત્ર્યિક વિકાસ
કોલ (Cole) અનુસાર