આજના બ્લોગમાં આપણે જાણીશું કે, બાળ મનોવિજ્ઞાનમાં બાળકના વર્તનમાં થતો પરિવર્તન કેવી રીતે થાય છે ? તેના માટે જવાબદાર પરિબળો કયા-કયા છે. બાળક ઉપર મુખ્યત્વે વારસો અને વાતાવરણ અસર કરતાં હોય છે. જેથી બાળકની વૃદ્ધિ-વિકાસ અને પરિપકવતા બને છે.
બાળ મનોવિજ્ઞાન
જેના વ્યવહારમાં અપેક્ષિત વર્તન પરિવર્તન લાવવાનું છે તેને આપણે અધ્યેતા-વિદ્યાર્થી તરીકે ઓળખીએ છીએ. બાળ મનોવિજ્ઞાન આપણે તેને બાળક કહીશું.
અપેક્ષિતવર્તન પરિવર્તન માટે બાળક પોતાનાપૂર્વાનુભવોની મદદ લે છે તેમજ કેટલીક બાબતો પોતાની પરિપકવતાના ફળસ્વરૂપે શીખે છે.
બાળક શાળામાંથી સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો ગ્રહણ કરી ભવિષ્યના પ્રબુદ્ધ નાગરિક બનવા તરફ ગતિ કરે છે.
કોઈ પણ વિચાર, ક્રિયા અને કાર્યને શીખવા માટે બાળકના પાયાના ગુણો અને તેની વિશેષતા જવાબદાર હોય છે,
જે નીચે મુજબ છે:
આ સિવાય પણ બૌદ્ધિક યોગ્યતા, સામાજિકીકરણ, વિસ્મૃતિ, બાળકની અધ્ધયન તેવો અને માનસિક સ્વાસ્થ્ય પણ આ માટે જવાબદાર છે.
વારસો અને વાતાવરણ
1. વારસો
ગુજરાતીમાં એક કહેવત છે : ‘વડ એવા ટેટા અને બાપ એવા બેટા’ – એટલે કે જેવાં માતા-પિતા હોય છે, સંતાન તેવું જ બનેછે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રત્યેક બાળકને પોતાના માતા-પિતા પાસેથી કેટલીક પાયાની બાબતો પ્રાપ્ત થાય છે. માત્ર, માતાપિતા જ નહીં, પૂર્વજો તરફથી પણ વારસાગત લક્ષણો પ્રાપ્ત થાય છે, જેને આનુવંશિકતા, વંશાનુક્રમ કે વારસો કહે છે. વારસો એ વ્યક્તિની જન્મગત વિશિષ્ટતાઓનો સરવાળો છે.– બી. એન. ઝામાતા-પિતા પાસેથી સંતાનને જે ગુણ પ્રાપ્ત થાય છે તેને વારસો કહે છે.– રુથ બેડિકટપ્રકૃતિમાં દરેક પેઢીનું કાર્યમાતા-પિતા દ્વારા સંતાનોમાં કોઈને કોઈ જૈવિક અથવા મનોવૈજ્ઞાનિક વિશેષતાઓનું હસ્તાંતરણ કરવાનું છે, જેને વંશાનુક્રમ કહે છે.– ગિરબર્ટ વ્યક્તિના વારસામાં તેનો શારીરિક બાંધો, વિશિષ્ટતાઓ, શારીરિક ક્રિયાઓ અથવા શારીરિક ક્ષમતાઓ જે તેના માતા-પિતા, પૂર્વજો અને પ્રજાતિ તરફથી પ્રાપ્ત થાય છે તેનો સમાવેશ થાય છે. – ડગ્લાસ અને હોલેન્ડ
વારસાના નિયમો:
2. વાતાવરણ
✔ આપણી આસપાસ જે કંઈ વાયુમંડળ અથવા પર્યાવરણ છે, તે વાતાવરણ છે.✔ વ્યક્તિના જીવન અને વ્યવહારને જે અસર કરે તે બધાં તત્ત્વોનો સમાવેશ વાતાવરણમાં થાય છે.✔ વાતાવરણ એ એવાં બાહ્યતત્ત્વોનું સંમિશ્રણ છે કે જે વ્યક્તિને તેના જીવનના આરંભથી અસર કરે છે.- વૂડવર્થ✔ વાતાવરણ વૃદ્ધિ-વિકાસ,પરિપકવતા પર અસર કરે છે.✔ વ્યક્તિ જન્મે ત્યારથી જ તેની આસપાસનું વાતાવરણ તેના પર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કબજો જન્માવે છે.