Close Menu
Sigma Gyan
    What's Hot

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024
    Facebook X (Twitter) Instagram
    Facebook Instagram YouTube WhatsApp Telegram RSS
    Sigma GyanSigma Gyan
    • Home
    • TAT/TET/HTAT Prep
      1. TET Preparation
      2. Educational Psychology
      3. Mains Descriptive Preparation
      4. View All

      TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

      January 7, 2025

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

      December 26, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

      December 19, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

      December 17, 2024

      TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

      January 7, 2025

      Best Preparation Guide for TET, TAT, and HTAT Exams | ટેટ, ટાટ અને એચટાટ પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ કેળવણી માર્ગદર્શિકા

      November 28, 2024

      કેળવણી શાસ્ત્ર TET, TAT અને HTAT પરીક્ષા માટે: મહત્વપૂર્ણ દાર્શનિકો અને સિદ્ધાંતો

      November 26, 2024

      પ્રકલ્પ અને પ્રદર્શન: TET, TAT અને HTAT માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન | Projects and Presentations: Essential Guide for TET, TAT, and HTAT

      November 25, 2024

      પ્રચાર માધ્યમોનાં નિવેદનો (જાહેર નિવેદન): TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 14, 2024

      પત્રકાર પરિષદ : TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 13, 2024

      ઔપચારિક ભાષણ : TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 12, 2024

      ગદ્યસમીક્ષા: TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 10, 2024

      TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

      January 7, 2025

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

      December 26, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

      December 19, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

      December 17, 2024
    • Mock Test
      1. Mock Test For Tat/Tet/Htat
      2. View All

      Interest, Attitude, Aptitude, and Exceptional Children: TET, TAT, HTAT Exam Preparation Mock Test | TET, TAT, HTAT પરીક્ષા માટે મોક ટેસ્ટ : રસ-મનોવલણ- અભિયોગ્યતા-અપવાદરૂપ

      October 29, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Memory and Forgetting | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સ્મરણ અને વિસ્મરણ

      October 16, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Sensation, Attention, and Perception | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ

      October 15, 2024

      Best Human Development Mock Test for Tat/Tet/Htat Exams | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ માનવ વિકાસ મોક ટેસ્ટ

      October 6, 2024

      Interest, Attitude, Aptitude, and Exceptional Children: TET, TAT, HTAT Exam Preparation Mock Test | TET, TAT, HTAT પરીક્ષા માટે મોક ટેસ્ટ : રસ-મનોવલણ- અભિયોગ્યતા-અપવાદરૂપ

      October 29, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Memory and Forgetting | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સ્મરણ અને વિસ્મરણ

      October 16, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Sensation, Attention, and Perception | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ

      October 15, 2024

      Best Human Development Mock Test for Tat/Tet/Htat Exams | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ માનવ વિકાસ મોક ટેસ્ટ

      October 6, 2024
    • Contact Us
    • About Us
    Sigma Gyan
    Home»TAT/TET/HTAT Prep»પ્રકલ્પ અને પ્રદર્શન: TET, TAT અને HTAT માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન | Projects and Presentations: Essential Guide for TET, TAT, and HTAT
    TAT/TET/HTAT Prep

    પ્રકલ્પ અને પ્રદર્શન: TET, TAT અને HTAT માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન | Projects and Presentations: Essential Guide for TET, TAT, and HTAT

    sanjay mahakalBy sanjay mahakalNovember 25, 2024Updated:January 8, 2025No Comments14 Mins Read
    Facebook WhatsApp Telegram
    Share
    Facebook WhatsApp Telegram

    આજના બ્લોગમાં આપણે જાણીશું, પ્રકલ્પ પદ્ધતિ શિક્ષણમાં પ્રયોગાત્મક અભિગમ છે, જે પ્રખ્યાત શિક્ષણવિદ જ્હોન ડ્યૂઈના વિચાર પર આધારિત છે. આ પદ્ધતિ “કામ દ્વારા શિક્ષણ” અને “જીવન દ્વારા શિક્ષણ” ના સિદ્ધાંત પર આધારીત છે, જ્યાં વિદ્યાર્થીઓ પોતાનું જ્ઞાન અને કુશળતા વર્તમાન જીવનના અનુભવોથી વિકસાવે છે. પ્રકલ્પ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને સ્વતંત્રપણે વિચારવા, અનુસંધાન કરવા અને સહકારથી કાર્ય કરવા પ્રોત્સાહન આપવામાં આવે છે, જેનાથી તે પોતાની રચનાત્મકતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતામાં વૃદ્ધિ કરે છે.

    Table of Contents
    • પ્રકલ્પ પદ્ધતિ
    • પ્રકલ્પ પદ્ધતિના પ્રણેતા
    • પ્રોજેક્ટ પદ્ધતિની સંકલ્પના :
      • સારા પ્રોજેક્ટનાં લક્ષણો અથવા પ્રોજેક્ટને અસરકારક બનાવવાના ઉપાયો:-
      • પ્રોજેક્ટ પદ્ધતિનાં સિદ્ધાંતો
      • પ્રોજેક્ટ પદ્ધતિના પ્રકારો 
      • પ્રોજેક્ટ પદ્ધતિનાં સોપાનો:
      • પ્રોજેક્ટ પદ્ધતિના લાભ
      • પ્રોજેક્ટ પદ્ધતિની મર્યાદાઓ
    • ઉપસંહાર
    • પ્રદર્શન પદ્ધતિ
      • પ્રદર્શનના પ્રકાર:

    પ્રકલ્પ પદ્ધતિ

    આ પદ્ધતિને પ્રકલ્પ ક યોજના પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. યોજના પદ્ધતિથી કાર્ય કરવાનો વિચાર ખેતીવાડી અંગેના શિક્ષણમાંથી ઉદ્દભવ્યો છે. ખેતીવાડીના જ વિષયોની માફક જ્યારે બીજા વિષયો યોજના પદ્ધતિથી શીખવવામાં આવતા હતા ત્યારે અધ્યેતાઓ રસ અને ઉમંગથી કાર્ય કરતા હતા. આ પદ્ધતિનો બધા જ વિષયોમાં ઉપયોગ થાય છે પરંતુ યોજના પદ્ધતિનું વિજ્ઞાનમાં વિશિષ્ટ સ્થાન છે, કારણ કે વિજ્ઞાન એ પ્રયોગોનો વિષય છે, એટલું જ નહિ, પરંતુ ડરહંમેશ માટે વિકસતો વિષય છે.

    પ્રકલ્પ પદ્ધતિના પ્રણેતા

    આ પદ્ધતિના પ્રણેતા જ્હોન યુઈ છે. જડૉન યુઈએ ઉપયોગિતાવાદના સિદ્ધાંત પરથી આ પદ્ધતિની રચના કરી ડતી, આ પદ્ધતિને ડૉ. જે. એ. સ્ટીવન્સને સંપૂર્ણ બનાવી હતી. ત્યાર પછી ડૉ. વિલિયમ કિલપેટ્રિક, પાર્કર, કેવી, મેરિયન, બેલાર્ડ અને બર્ટન વગેરેએ તેના વિકાસમાં મોટો ભાગ ભજવ્યો હતો.

    પ્રોજેક્ટ પદ્ધતિની સંકલ્પના :

    જુદા જુદા શિક્ષણશાસ્ત્રીઓએ પ્રોજેક્ટની જે વ્યાખ્યાઓ આપી છે, તેમાંથી જ પ્રોજેક્ટની સંકલ્પના સ્પષ્ટ થઈ જશે.

    • “Project has been defined as that form of co- ordinated activity that is directed towards the learning of a significant skill or process.”
    • “પ્રોજેક્ટ એ એક એવી સુસંકલિત પ્રવૃત્તિ છે કે જે મહત્ત્વના કૌશલ્ય કે પ્રક્રિયાના અધ્યયન તરફ દોરી જાય છે.”
    • “A project can be classified as exploration, construction, communication, play and skilk” – Colling
    • “પ્રોજેક્ટને ખોજ, સર્જન, વિચારોનું આદાન-પ્રદાન, ખેલ અને કૌશલ્યોમાં વર્ગીકૃત કરી શકાય.”
    • “A project is a problematic act carried to completion in its natural setting.” – Stevenson
    • “પ્રોજેક્ટ એ કુદરતી પરિસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવતી સમસ્યા પ્રધાન પ્રક્રિયા છે.”
    • “A project is a whole-hearted purposeful activity proceeding in a social environment.” – Kilpatrick
    • “સામાજિક પરિસ્થિતિમાં વિકસતી હેતુસરની અને હૃદયપૂર્વક હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિને પ્રોજેક્ટ કહેવામાં આવે છે.”
    • “A project is a bit of real life that has been. imported into school” – Ballard
    • “પ્રોજેક્ટ એ શાળામાં આયાત થયેલો વાસ્તવિક જીવનનો એક અંશ છે.”
    • “The project method consists of a number of problems subordinated in the carrying out of the project, which in turn co-ordinates and correlates the sequence of individual problems” – Hunter
    • “પ્રોજેક્ટ પદ્ધતિ અનેક ગૌણ સમસ્યાઓની બનેલી છે કે જેમનો ઉદ્ – ભવ પ્રોજેક્ટના અમલીકરણ વખતે થાય છે, જે પછીથી સુસંકલિત અને સહસંબંધિત એવી અનેક વ્યક્તિગત સમસ્યાઓમાં પરિણામે છે.
    • “The project is a logical outcome of the problem method and is useful in the same way as the problem method is useful” – Hunter
    • “પ્રોજેક્ટ એ સમસ્યા પદ્ધતિનું તર્કબદ્ધ પરિણામ છે અને તે સમસ્યા પદ્ધતિની જેમ જ ઉપયોગી બને છે.” – “પ્રોજેક્ટ એ ઉદ્દેશ્યપૂર્ણ કાર્ય છે, જેને સડકાર અને સદ્ ભાવનાથી અધ્યેતા સ્વેચ્છાએ પૂર્ણ કરવાનો પ્રયોસ કરે છે.” – રાયબર્ન
    • “જયારે અધ્યેતાને કોઈ સમસ્યા એટલી મહત્ત્વની અને જરૂરી લાગે કે તે સિદ્ધ કરવા, મુક્ત અને નૈસર્ગિક વાતાવરણમાં સ્વપ્રયત્ને કાર્ય કરીને સમસ્યાને પૂર્ણ કરે ત્યારે એ સમસ્યા પ્રોજેક્ટ બની જાય છે.” – બર્ટન

    આ બધી વ્યાખ્યાઓ અર્થપૂર્ણ છે. કોઈપણ પ્રવૃત્તિ જેવી કે નાચીકરણ રામલીલા, નમૂનાઓ બનાવવા, નકશાઓ અને ચાર્ટ્સ દોરવા, ચિત્રો એકઠાં કરવાં, સ્ક્રેપ બુક્સ તૈયાર કરવી, પર્યટન પર જવું એ સર્વેનો પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે.

    આ પદ્ધતિમાં કોઈ ઉપયોગી કાર્ય અધ્યેતાઓ જૂથમાં એકબીજાના સડકારથી કરે છે. અધ્યેતાએ જ આ પદ્ધતિમાં એકમ નક્કી કરીને કામ કરવા હોય છે. ખરેખર તો તેની જરૂરિયાત ઊભી થાય અને તે જરૂરિયાતને સંતોષ પ્રોજેક્ટ હાથમાં લેવાય તે જ તેમાં કામ કરવાનો સાચો માર્ગ છે એટલે

    અભ્યાસક્રમ, વિષયવસ્તુ અને શિક્ષણની પ્રયુક્તિઓ તેમજ પ્રવૃત્તિઓ તેમના અધ્યેતાએ જાતે જ વિચારી કાઢવાની હોય છે. Learning by doing’ (@ દ્વારા શિક્ષણ) અને Learning by living’ (જીવન દ્વારા શિક્ષણ) એ ‘બે પદ્ધતિના મહત્ત્વના સિદ્ધાંતો છે.’

    ટૂંકમાં, પ્રોજેક્ટનો કંઈક હેતુ હોય છે, આ હેતુને સિદ્ધ કરવા માટે કંઈ આયોજન કરવું પડે છે, જે શાળામાં ઊભી કરવામાં આવેલી સામાજિક, વાસ્તવિ અને નૈસર્ગિક પરિસ્થિતિમાં કરવામાં આવે છે.

    સારા પ્રોજેક્ટનાં લક્ષણો અથવા પ્રોજેક્ટને અસરકારક બનાવવાના ઉપાયો:-

    • સારો પ્રોજેક્ટ હેતુલક્ષી હોવો જોઈએ, તેના ઉદ્દેશથી અધ્યાપક સંપૂર્ણ માહિતગાર હોવો જોઈએ અને તેણે અધ્યેતાઓને પણ તેનાથી અવગત કરવા જોઈએ.
    • સારો પ્રોજેક્ટ અધ્યેતાઓના રોજબરોજના જીવનમાં ઉપયોગી અને વ્યવહારુ હોવો જોઈએ.
    • પ્રોજેક્ટ દ્વારા અધ્યેતાઓને મળેલા અનુભવો ફલપ્રદ હોવા જોઈએ. તેમાં હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓ દ્વારા તેમને તો મળવું જ જોઈએ. એટલું જ નહિ, પણ આ પ્રવૃત્તિઓ તેમને વધુ જ્ઞાન મેળવવા પાછળ પ્રવૃત્ત કરતી હોવી જોઈએ.
    • પ્રોજેક્ટ દ્વારા તેમનામાં એકબીજાને મદદરૂપ થવાની અને સહકારની ભાવના કેળવાવી જોઈએ. તેમનામાં લોકશાહી રીતરસમ પણ તેનાથી પેદા થવી જોઈએ.
    • સારા પ્રોજેક્ટમાં અધ્યેતાઓને પ્રવૃત્તિઓની સાથે સાથે – જવાબદારી પણ મળવી જોઈએ. અધ્યેતાઓ પોતે વિચારે, સ્વતંત્ર આયોજન કરે, તેમનો અભિપ્રાય આપે, તેમના નિર્ણયો આપે અને તેમની મહત્તમ શક્તિ મુજબ કામ કરે તે અધ્યાપકે જોવું જોઈએ.
    • સારા પ્રોજેક્ટમાં અધ્યેતાઓ શારીરિક અને માનસિક બંને રીતે પ્રવૃત્ત થવા જોઈએ.
    • સારા પ્રોજેક્ટમાં અધ્યેતાઓને કામ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા – આપવી જોઈએ. પ્રોજેક્ટ ક્યારેય અધ્યાપકે અધ્યેતાઓ પર લાદવો ન જોઈએ, પરંતુ તેમના રોજબરોજના જીવનમાંથી અને જરૂરિયાતો માંથી ઉદ્ ભવતો હોય તેવો ઉપયોગી પ્રોજેક્ટ હૃદયપૂર્વક જાતે જ અધ્યેતાઓએ જ પસંદ કરવો જોઈએ.
    • સારા પ્રોજેક્ટમાં સર્વે પ્રવૃત્તિઓ અને કાર્યો અધ્યેતાઓ જાતે જ કરે, અધ્યાપક જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપે.
    • સારો પ્રોજેક્ટ કરકસરયુક્ત હોવો જોઈએ, એટલે કે તેમાં સમય અને નાણાંનો ઓછામાં ઓછો વ્યય થાય અને છતાં તેના હેતુઓ સિદ્ધ – થાય, વળી તેમાં જે ઉપપેદાશો મળે તેમાંથી અર્થોપાર્જનના સ્વરૂપમાં કંઈક વળતર મળવું જોઈએ
    • સારો પ્રોજેક્ટ સમયલક્ષી હોવી જેઈએ, અર્થાત્ તે વર્ષની ઋતુઓને અનુલક્ષીને પસંદ કરવો જોઈએ. જેમ કે વનસ્પતિના અભ્યાસને લગતો પ્રોજેક્ટ ચોમાસામાં હાથ ધરવો જોઈએ.
    • સારો પ્રોજેક્ટ સમાજની જરૂરિયાતો અને રસને અનુરૂપ હોવો જોઈએ.
    • સારો પ્રોજેક્ટ અધ્યેતાઓની વય, કક્ષા, રસ અને અભિરૂચિને અનુરૂપ હોવો જોઈએ.
    • પ્રોજેક્ટને રસપ્રદ અને સુગમ બનાવવા માટે તેમાં દ્રશ્ય -શ્રાવ્ય સાધનો અને અન્ય શૈક્ષણિક સાધનોનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ..
    • સારો પ્રોજેક્ટ પડકારયુક્ત હોવો જોઈએ. તે ખૂબ સહેલો કે ખૂબ અઘરો ન હોવો જોઈએ.
    • સારો પ્રોજેક્ટ શક્ય હોવો જોઈએ. તેને સ્વીકૃતિ આપતાં અગાઉ એ જોવું જોઈએ કે તેની માહિતી પ્રાપ્તિ તેમાં આવશ્યક ચીજવસ્તુઓ અને સાધનસામગ્રીની પ્રાપ્તિ હેતુઓની વ્યવહારુતા વગેરે શક્ય છે કે કેમ તેની અધ્યાપકે ખાતરી કરી લેવી જોઈએ.
    • સારા પ્રોજેક્ટ કરવામાં આવતી પ્રવૃત્તિઓ, તેમાંથી પ્રાપ્ત થતા અનુભવો અને નિર્ધારિત હેતુઓ વગેરેનું જીવન સાથે સંકલન કરવું જોઈએ.
    • અધ્યેતાઓને આનંદદાયક અને અર્થપૂર્ણ લાગે તે સારો પ્રોજેક્ટ ગણાય. તેમાં આપવામાં આવતી પ્રવૃત્તિઓ અને પ્રક્રિયાઓ વૈવિધ્યસભર અને અધ્યેતાઓની વિવિધ શક્તિ અને રસને પોષે તેવી હોવી જોઈએ.
    • પ્રોજેક્ટનું મૂલ્યાંકન કોઈ લેખિત કે મૌખિક કસોટીથી જ નહિ, પરંતુ પ્રોજેક્ટના અહેવાલ, અવલોકનો, પ્રોજેક્ટમાં તૈયાર થયેલી અધ્યેતાઓની કૃતિઓ અને ચીજવસ્તુઓ, અધ્યેતાઓની વધેલી વાચનભૂખ અને તેમના વિજ્ઞાનમાં વધેલા રસ દ્વારા જ થવું જોઈએ.

    પ્રોજેક્ટ પદ્ધતિનાં સિદ્ધાંતો

    સહેતુકતાની સિદ્ધાંત

    ક્રિયાશીલતાનો સિદ્ધાંત

    વાસ્તવિક્તાનો સિદ્ધાંત

    ઉપાયોગીતાનો સિદ્ધાંત

    પ્રોજેક્ટ પદ્ધતિના પ્રકારો 

    નિર્માણ પ્રોજેક્ટ

    સાધનો બનાવવાના પ્રોજેક્ટ 

    વસ્તુઓ બનાવવાના પ્રોજેક્ટ 

    કૌશલ્ય ખીલવવાના પ્રોજેક્ટ 

    અભ્યાસ પ્રોજેક્ટ

    નિરીક્ષણ પ્રોજેક્ટ

    સંરક્ષણાત્મક પ્રોજેક્ટ

    આનંદદાયક પ્રોજેક્ટ

    સમસ્યાત્મક પ્રોજેક્ટ

    પ્રોજેક્ટ પદ્ધતિનાં સોપાનો:

    પ્રોજેક્ટને નીચે મુજબનાં સોપાનોમાં વહેંચી શકાય

    યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કે યોગ્ય ભૂમિકા બાંધવી (Providing a situation)

    પસંદગી અને હેતુનિર્માણ (Choosing and Purposing)

    પ્રોજેક્ટનું આયોજન/સોપાનો (Planning of the project)

    પ્રોજક્ટનું અમલીકરણ (Executing the project)

    પ્રોજેક્ટનું મૂલ્યાંકન (Evaluatનું muling the project)

    જૂથ અહેવાલ નોંધ (Reporting and Recording)

    પ્રોજેક્ટની રજૂઆત (Presentation of the project)

    પ્રોજેક્ટ પદ્ધતિના લાભ

    • આ પદ્ધતિમાં અધ્યેતાનું અધ્યયન સમૃદ્ધ બને છે. આ પદ્ધતિનો પાયો જ અધ્યયન છે. તેથી તત્પરતા, પુનરાવર્તન અને અસર જેવા અધ્યયનના નિયમોનો લાભ મળે છે.
    • આ પ્રોજેક્ટ પદ્ધતિ ઉત્તમ પરિણામ આપનારી પદ્ધતિ છે. ઘણીવાર તેમાંથી મળતી ઉપપેદાશોનું વેચાણ કરવાથી આર્થિક ફાયદો પણ થાય છે.
    • આ પદ્ધતિમાં શ્રમનું ગૌરવ સચવાય છે. કારણ કે અધ્યેતાઓ અને જ તેમાં બધાં જ કાર્યો કરે છે. પરિણામે સ્વાવલંબન અને જવાબદારીનું ભાન જેવા ગુણો તેમનામાં ખીલે છે. શ્રમની ફલશ્રુતિનો આનંદ આ પદ્ધતિમાં શ્રમનું ગૌરવ વધારે છે.
    • આ પદ્ધતિમાં વિચાર અને આચારનો સમન્વય થાય છે. શાળાને વાસ્તવિક જીવન સાથે સાંકળી શકાય છે. પ્રોજેક્ટમાં અધ્યેતાઓ સ્વયં વિચારે છે, સંમસ્યા નક્કી કરે છે, તેનું પ્રથમ વૈચારિક તેજ પછીથી કાગળ ઉપર લેખિત સ્વરૂપમાં આયોજન કરે છે અને છેવટે તેનો અમલ કરી તેને મૂર્ત સ્વરૂપ આપે છે. આમ વિચાર અને આચારની સુંદર સમન્વય આપણને પ્રોજેક્ટ પદ્ધતિમાં જોવા મળે છે.
    • આ પદ્ધતિમાં અધ્યેતાઓના વ્યક્તિગત તફાવતો સંતોષાય છે, કારણ કે તેમાં દરેક અધ્યેતાને પોતાની રુચિ અને શક્તિ મુજબ કામ મળે છે.
    • આ પ્રોજેક્ટ એ અધ્યેતાઓના સ્વ-રસની પ્રવૃત્તિ હોવાથી તેમાં સ્વયંશક્તિ ઉભી થાય છે. તેમાં અધ્યેતાઓ કામમાં એવા ગળાડૂબ રડે છે કે ગેરશિસ્તનો સવાલ જ ઊભો થતો નથી.
    • પ્રોજેક્ટ પદ્ધતિમાં અધ્યેતાઓને જીવનનો વાસ્તવિક અનુભવ મળે છે. અધ્યેતાને પ્રોજેક્ટ પદ્ધતિથી જીવનનું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. ફોન કરવાનું, મનીઓર્ડર ફોર્મ ભરવાનું, તાર કરવાનું, કોઈ અધિકારીને મળવાનું, ચિત્રો દોરવાનું, સમાજના પ્રશ્નો જાણવાનું વગેરે કાર્યો તેને વાસ્તવિક જીવનનો અનુભવ કરાવે છે.
    • આ પદ્ધતિમાં ક્રિયા દ્વારા શિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષા અને રમત દ્વારા શિક્ષણના ફાયદા થાય છે. અધ્યેતાઓ સ્વયંસ્ફુરણાથી પ્રોજેક્ટમાં ભાગ લે છે. પ્રવૃત્તિના સક્રિય ભાગીદાર તેઓ બંને છે અને તેથી તેમને જ્ઞાનનો ભાર લાગતો નથી. સ્વતંત્રતા અને સ્વપસંદગીનું કાર્ય હોવાથી તે ધાર્યા કરતાં બે વધારે ઝડપી ગતિથી થાય છે.
    • આ પદ્ધતિમાં અધ્યાપક સક્રિય ભાગીદાર નથી પરંતુ અધ્યેતાઓનો મિત્ર, માર્ગદર્શક અને ફિલસૂફ બનીને કાર્ય કરે છે. તેમાં અધ્યાપક અધ્યેતા સંબંધો ધનિષ્ઠ બને છે. અધ્યાપકની સાચી પ્રતિભા તેમાં ઉપસે છે.
    • આ પદ્ધતિમાં અધ્યેતાઓની માનસિક શક્તિઓનો વિકાસ થાય છે. તર્કપૂર્ણ વિચારણા, ક્રમિક રજૂઆત, નિર્ણય શક્તિ, સ્પષ્ટ અભિવ્યક્તિ, યોગ્ય અર્થઘટન, આપસૂઝ જેવી અનેક શક્તિઓ અધ્યેતાઓમાં વિકસે છે.
    • પ્રોજેક્ટ પદ્ધતિમાં અધ્યેતાઓનું ચારિત્ર્ય નિર્માણ થાય છે. તેમનામાં પ્રકલ્પ પદ્ધતિ દ્વારા ધૈર્ય, આત્મવિશ્વાસ, સહિષ્ણુતા, ઉત્સાહ, સહકારની ભાવના વગેરે જેવા ગુણો ખીલે છે. અધ્યેતા પોતે કંઈક સર્જન કરે છે અને સર્જનનો આનંદ મેળવે છે. તેની આત્મપ્રસ્થાપનની વૃત્તિ સંતોષાય છે, તેને પોતાનામાં શ્રદ્ધા જન્મે છે. સ્વશક્તિઓમાં અધ્યેતાને વિશ્વાસ પેદા થાય છે, તેની સ્વતંત્ર વિચારશક્તિ ખીલે છે. તેનું પોતાનું વ્યક્તિત્વ વિકસે છે અને એ બધાંને પરિણામે તેનું ચારિત્ર્ય ઘડાય છે.
    • પ્રકલ્પ પદ્ધતિમાં અધ્યેતા સ્વઅધ્યયનથી, પોતે મથામણ કરીને જ્ઞાન મેળવે છે. તે જાત અનુભવ દ્વારા જ્ઞાન મેળવે છે. પરિણામે તેણે મેળવેલું જ્ઞાન સડજ અને ચિરંજીવ હોય છે, તેથી અધ્યેતાને ગોખનપટ્ટીમાંથી મુક્તિ મળે છે.
    • પ્રોજેક્ટ પદ્ધતિમાં અધ્યયન અનુબંધવાળું બને છે. તેમાં જ્ઞાનની સમગ્રતા, અખંડિતતા જળવાય છે. પ્રવૃત્તિ અને અનુબંધ સાહજિક બંને છે. શૈક્ષણિક અનુભવો અને સામાજિક અનુભવોનો સમવાય થાય છે.
    • પ્રકલ્પ પદ્ધતિમાં અધ્યેતાઓને લોકશાડીયુક્ત જીવનની તાલીમ મળે છે. તેમને સમૂડમાં કાર્ય કરવાની તાલીમ મળે છે. અધ્યેતઓ એકબીજાની નિકટ આવે છે અને તેથી તેઓ પરસ્પરને સમજે છે. વિચારોનું આદાનપ્રદાન, સહ્રદયતા, બીજાનાં મંતવ્યો સાંભળવાં, પોતાનાં મંતવ્યો રજૂ કરવાં, સહકારની ભાવના, બીજાને સત્ય કહેવાની વૃત્તિ જેવાં લોકશાડી મૂલ્યોની તેમને તાલીમ મળે છે. નાગરિકતાની સાચી તાલીમ, સ્વમાન, નેતૃત્વશક્તિ, ઉપકારક સામાજિક ટેવી, વાસ્તવિક જીવન સાથે સંબંધ, સહિષ્ણુતા, આંતરસૂઝ વગેરે જેવા ગુણો અધ્યેતાઓમાં વિકસે છે.
    • પ્રશિક્ષણ સંક્રમણની દ્રષ્ટિએ પ્રોજેક્ટ પદ્ધતિનું ઘણું મહત્ત્વ છે.
    • આ પદ્ધતિ અધ્યેતાને શ્રમનો મહિમા સમજાવે છે અને તેનાથી અધ્યેતાઓમાં દરેક પ્રકારના શ્રમ માટે માન અને રસ જાગે છે.
    • આ પદ્ધતિ નિરીક્ષણમાં ઊંડાણ અને ચોક્સાઈ તેમ જ ખોજ માટેનો આનંદ બક્ષે છે.
    • આ પદ્ધતિ અધ્યેતાને પુષ્કળ જ્ઞાન વ્યવસ્થિતરૂપે આપે છે. તેમાં સમસ્યાના ઉકેલ માટે અધ્યેતાઓ સમક્ષ પડકાર ઉભો થય છે જે રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિમાં પરિણમે છે. તેમાં વિષયવસ્તુ પર ભાર મૂકવામાં આવતો હોવાથી તે મહત્તમ શૈક્ષણિક મૂલ્યો પૂરાં પાડે છે. અધ્યેતાઓ પણ તરત જ કોઈપણ જીતની માનસિક તાણ વગર શીખે છે.
    • પ્રોજેક્ટમાં વાસ્તવિક પરિસ્થિતિમાં કામ કરવાનું હોવાથી તેનામાં રહેલી જૂની માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, પૂર્વગ્રડો વગેરે દૂર થાય છે.
    • આ પદ્ધતિમાં કાર્ય કરવાને પરિણામે અધ્યેતાને સ્વમૂલ્યાંકનની ટેવ પડે છે.

    પ્રોજેક્ટ પદ્ધતિની મર્યાદાઓ

    • આ પદ્ધતિમાં દ્રઢીકરણનો મોકો મળતો નથી, કારણ કે એટલો સમય ફાળવવો તેમાં શક્ય નથી.
    • જો પ્રોજેક્ટ લાંબા હોય તો તેમાં સમયનો વ્યય પુષ્કળ થાય છે અને આવા લાંબા પ્રોજેક્ટમાં સમયના વ્યયની સામે મળતા જ્ઞાનની માત્રા ઓછી હોય છે.
    • આ પદ્ધતિ ખર્ચાળ છે કારણ કે તેમાં સમૃદ્ધ લાઈબ્રેરી, સમૃદ્ધ લેબોરેટરી અને સમૃદ્ધ વર્કશોપની જરૂર પડે છે. વળી કેટલાક તો પ્રોજેક્ટ જ અતિશય ખર્ચાળ હોય છે, ઉપરાંત અધ્યેતાઓને પ્રવાસ, પર્યટન અને મુલાકાતો લેવા પાછળ પણ ખર્ચ કરવો પડે છે.
    • આ પદ્ધતિને ખૂબ જ મોટી સંખ્યાવાળા વર્ગોમાં સફળતા મળતી નથી, કારણ કે અધ્યાપક સતત સક્રિય રહીને પણ મોટા વર્ગના તેના કાર્યને પહોંચી વળી ન શકે. તેથી અધ્યેતાઓ માત્ર અહીંતહીંથી સાંભળીને એકાદ – બે પુસ્તકોમાંથી તે અંગે વાંચીને જેવો તેવો અહેવાલ તૈયાર કરી અધ્યાપકને સંતુષ્ટ કરવા માટે પ્રયાસ કરે છે.
    • પ્રોજેક્ટ પદ્ધતિમાં જે સમસ્યાઓ રજૂ થાય છે તે ઘણીવાર નાના વયના અધ્યેતાઓની કક્ષા બહારની હોય છે.
    • આ પદ્ધતિમાં મળતા જ્ઞાનમાં સળંગસૂત્રતા હોતી નથી. પોતે પ્રોજેક્ટના જે વિભાગમાં કાર્ય કર્યું હોય તે વિભાગ અંગે અધ્યેતાઓને સાંગોપાંગ જ્ઞાન મળે છે, પણ બીજા વિભાગોમાં ચર્ચા દરમ્યાન જે કંઈ સાંભળ્યું હોય તે દ્વારા જ્ઞાન મળે છે, જે અપૂર્ણ હોય છે.
    • જે કાર્યોમાં અધ્યેતાઓને રસ હોય તેવાં કાર્યો તેઓ ઉપાડી લે છે, પરંતુ જેમાં રસ ન હોય તેવાં કાર્યો તેમને માથે લાદ્યાં હોય, એમ તેમને લાગે છે અને તેથી તેમાં તેઓ વિશેષ કામ કરતા નથી.
    • જે પ્રોજેક્ટ ખૂબ જ લાંબા હોય તો અધ્યેતાઓ કંટાળે છે અને ઘણીવાર અધવચ્ચેથી જ આવા પ્રોજેક્ટ છોડી દેવા પડે છે.
    • જો અધ્યાપકમાં વિશાળ વાંચન, ઊંડું જ્ઞાન, વિવિધ કૌશલ અને આવડતો અને અધ્યેતાઓ પાસેથી કામ લેવાની કુનેડ નહીં હોય તો, તેઓ યોગ્ય માર્ગદર્શન નહીં આપી શકે અને તેથી અધ્યેતાઓ પ્રોજેક્ટમાં ડગલે ને પગલે મૂંઝવણ અનુભવશે.
    • આ પદ્ધતિમાં અધ્યાપકને ભાગે પુષ્કળ કામ આવે છે, તેથી ઘણીવાર અધ્યાપક પોતે જ કંટાળી જાય છે.
    • અધ્યેતામાં પ્રોજેક્ટમાં રત થઈ જાય છે, તેથી તેની પાછળ વધુ સમય વ્યતીત કરે છે અને અન્ય વિષયોમાં તેઓ બેદરકાર બને છે. આમ અન્ય વિષયોના ભોગે પ્રોજેક્ટનું કામ થાય છે.
    • આ પ્રોજેક્ટ પદ્ધતિ માટે સૌથી મોટો અવરોધ એ પાઠ્યક્રમ છે.
    • શાળામાં દરેક વિષયમાં અમુક જ પાક્યક્રમ અમુક જ સમયમાં પૂર્ણ કરવાનો હોય છે. પ્રોજેક્ટ પદ્ધતિમાં આ શક્ય નથી, વળી, પાઠ્યક્રમમાં બધા જ મુદ્દાઓ કંઈ પ્રોજેક્ટ પદ્ધતિથી શીખવી શકાતા નથી. અમુક મર્યાદિત મુદ્દાઓ માટે જ આ પદ્ધતિ અનુકૂળ છે.

    ઉપસંહાર

    આ પદ્ધતિઓનો વિવેકપૂર્વક અને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ગણિત/વિજ્ઞાનનું શિક્ષણ ચોક્કસ સફળ બને છે. વળી પ્રવચન કે કથનચર્ચા) જેવી એકની એક ચીલાચાલુ પદ્ધતિનો ઉપયોગ કરવાને બદલે તેમાં વૈવિધ્ય અને તો તે ગણિત/વિજ્ઞાન શિક્ષણને વધારે રસપ્રદ બનાવી વધારે સફળ બનાવી શકે છે.

    પ્રદર્શન પદ્ધતિ

    • “શાળાના કોઈ એક ખંડમાં ચિત્રો, ચાર્ટ્સ, પોસ્ટરો, નકશાઓ, નમૂનાઓ, મોડેલ્સ, ફોટોગ્રાફસ, આલ્બમો, આલેખો, શૈક્ષણિક સાધનો વગેરે વિભાગવાર વ્યવસ્થિત રીતે મૂકેલાં હોય એવી સુવ્યવસ્થિત અને સુઆયોજિત રજૂઆતને પ્રદર્શન કહેવામાં આવે છે.”
    • બધા જ શાળાકીય વિષયોમાં અને તેમાંય ખાસ કરીને વિજ્ઞાનના શિક્ષણમાં દ્રશ્ય-શ્રાવ્ય સાધનોનું મૂલ્ય ઘણું છે, ધરીવાર તો શાળાના અધ્યાપકોને અને અધ્યેતાઓને પોતાની શાળામાં કયાં ક્યાં શૈક્ષણિક સાધનો છે અને કયા શૈક્ષણિક સાધનો ખૂટે છે, તેનો મુદ્દલ ખ્યાલ જ હોતો નથી. તેથી જે શાળાની ઉપરોક્ત અને અન્ય કોઈ સાધનસામગ્રી શાળા પાસે હોય તેનું જ પ્રદર્શન ભરવામાં આવે અથવા કાયમી ધોરણે આવી પ્રદર્શનખંડ તૈયાર કરવામાં આવે, જેમાં ઉપરોક્ત સાધનસામગ્રી વ્યવસ્થિત રીતે મૂકેલી હોય તો સૌ કોઈ એને નિહાળી શકે છે.
    • અધ્યાપકો તેમ જ અધ્યેતાઓ પણ જરૂરિયાત પ્રમાણે આ ખંડની અવારનવાર મુલાકાત લઈ શકે છે અને તેમાં જોવા મળતી જે તે બાબતો અંગે જ્ઞાન મેળવેલ છે કે જ્ઞાનને તાજું કરી શકે છે. વળી સાધનસામગ્રી અંગે અધ્યાપકને જ્ઞાન તો તેઓ અધ્યાપનકાર્યમાં પણ અવારનવાર તેનો ઉપયોગ કરી પોતા અધ્યાપનકાર્યને વધારે અસરકારક, સફળ અને સમૃદ્ધ બનાવી શકે છે; વળી પ્રદર્શન શાળા પાસે હોય તે જ સાધનસામગ્રીનું જ ભરાય એવું નથી, વિજ્ઞાનમાં ઊર્જાશકિત અણુશક્તિ, અવકાશવિજ્ઞાન કે અન્ય કોઈ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલા તો જે તે એકમ વિશેની પુષ્કળ માહિતી, ચાર્ટ્સ, નમૂના, મોડેલ્સ આલેખ વધુ એકત્રિત થશે. આ બધી જે તે પ્રોજેક્ટના એકમને લગતી બાબતોનું પણ પ્રદર્શન ભરી શકાય.
    • શહેરોમાં પ્રદર્શનો ગોઠવવા માટે મોટ કોમ્યુનિટી હોલ, આર્ટ ગેલેરી કોમ્યુનિટી સેન્ટરો, મોટાં મેદાનો જેવાં કે યુનિવર્સિટી ગ્રાઉન્ડ અને સુંદર સગવડવાળા સુઆયોજિત મકાનો હોય છે. આ બધામાં ઘણીવાર ચિત્ર પ્રદર્શનો, ફોટોગ્રાફી પ્રદર્શનો, શિલ્પ સ્થાપત્યનાં પ્રદર્શનો, સ્વામીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ધાર્મિક પ્રદર્શનો, ઉદ્યોગગૃહોની પેદાશોનાં પ્રદર્શનો, આરોગ્ય શિક્ષણ, ગૃહઉદ્યોગ.
    • કુટુંબનિયોજન, બચત યોજનાઓ વગેરે જેવા વિવિધ વિષયોનાં પ્રદર્શનોનો લોકહિતાર્થે યોજવામાં આવે છે. આવાં પ્રદર્શનો મોટે ભાગે નગરપાલિકાઓ, નગરપંચાયતો કે કોર્પોરેશનો દ્વારા ગોઠવાતાં હોય છે.
    • સારાં ઔદ્યોગિક ગૃહો કે સરકાર તરફથી કેટલીક વાર ઔદ્યોગિકપ્રદર્શનો યોજવામાં આવે છે. દા.ત. રેલ્વેનો વિકાસ,ઓટોમોબાઈલ ઉદ્યોગનો વિકાસ, પેટ્રોકેમિકલ ઉદ્યોગનો વિકાસ, સંદેશાવ્યવારનો, કાપડ ઉદ્યોગનો વિકાસ, ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનો વિકાસ, હાર્ડવેર અને ઉદ્યોગનો વિકાસ વગેરેને લગતાં કેટલાંક પ્રદર્શનો રાજય સરકાર આયોજિત છે.
    • સોફટવેર ઉદ્યોગનો વિકાસ વગેરેને લગતાં કેટલાંક પ્રદર્શનો રાજ્ય સરકાર આયોજિત હોય છે. કૃષિ, પશુસંવર્ધન, ખાદી ઉદ્યોગ, ગ્રામોદ્યોગ વગેરેને લગતાં પ્રદર્શનોમાં ઘણી વાર કેન્દ્ર સરકાર કે UN જેવી સંસ્થાઓ પણ ફાળો આપતી હોય છે. આવાં પ્રદર્શનો અધ્યાપકો, અધ્યેતા ઓ અને સમાજના અન્ય લોકોને વિવિધ બાબતો અંગે શી માહિતી પૂરી પાડીને ઉપયોગી થઈ શકે છે.
    • ઘણીવાર આવાં પ્રદર્શનોમાં વિજ્ઞાનના અભ્યાસક્રમને લગતા ઘણા મુદ્દાઓ વિશે પણ માહિતી મળતી હોય છે. આના કારણથી આવાં પ્રદર્શનો શૈક્ષણિક મૂલ્ય પણ ધરાવે છે, તેથી આવાં પ્રદર્શનો જોવાની તક અધ્યાપકો અને અધ્યેતાઓએ ચૂકવી જોઈએ નહિ. અધ્યેતાઓને આવાં પ્રદર્શનોની મુલાકાતે લઈ જતાં અગાઉ અધ્યાપકે પોતે પ્રદર્શન જોઈ લેવાં જોઈએ અને તેમાં ખાસ શું જોવાનું છે? કઈ કઈ બાબતોની નોંધ પોતાની ડાયરીમાં કરવા જેવી છે તે અંગેની અગાઉથી સૂચના આપવામાં આવે તો પ્રદર્શનનો મહત્તમ ફાયદો મેળવી શકાય.
    • શાળામાં ચાલતા વિજ્ઞાનમંડળમાં અધ્યેતાઓ દ્વારા કોઈ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હોય તો તે અંગેનું પ્રદર્શન પણ શાળામાં ભરી શકાય. વિજ્ઞાન મેળામાં ભાગ લેવા માટે અધ્યેતાઓએ અધ્યાપકો ની મદદથી જે કૃતિઓ તૈયાર કરી ડોય તેનું પ્રદર્શન પણ શાળામાં રજૂ કરી શકાય.
    • વિજ્ઞાન પ્રદર્શનમાં ચાર્ટ્સ, મૉડેલ્સ, નમૂના, સંગ્રહો, માછલીધર, નકશા, આલેખો વગેરે મૂકીને તેને જ્ઞાનપ્રદ બનાવી શકાય. પ્રદર્શન માટે પોતાની શક્તિઓનો ઉપયોગ કરી અધ્યેતાઓ પ્રદર્શનને ક્લાત્મક બનાવી શકે છે. નવી નવી શોધખોળોનાં કટિંગ્સ પણ તેમાં મૂકી શકાય છે.
    • આમ આ એક એવી પ્રયુક્તિ છે કે જેનાથી અધ્યેતાઓ આખુંયે વર્ષ પ્રવૃત્તિશીલ રહે છે અને તેમાંથી શૈક્ષણિક વૃષ્ટિએ અનેક હેતુઓ સિદ્ધ કરીને મહત્તમ શૈક્ષણિક લાભો મેળવી શકે છે.

    પ્રદર્શનના પ્રકાર:

    શાળા પ્રદર્શનના મુખ્ય ત્રણ પ્રકારો પાડી શકાય, જે નીચે મુજબ છે.

    વર્ગવાર પ્રદર્શન

    વિષયવર પ્રદર્શન

    સમગ્ર પ્રદર્શન

    Share. WhatsApp Facebook Telegram
    sanjay mahakal
    • Website

    Sanjay Mahakal is an educator and digital creator with expertise in Mathematics. He is the founder of Sigma Gyan, a platform providing quality educational content for students (Grades 6-12) and competitive exam aspirants (TET, TAT, HTAT). Through his website SigmaGyan.in and YouTube channel Sigma Gyan 1.0, he simplifies complex topics with engaging lessons. His mission is to make learning easy and accessible for all. 🚀📚

    Related Posts

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

    December 17, 2024

    શિક્ષણ વ્યવહાર અને અધ્યાપન કૌશલ્યો: ટેટ/ટાટ પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી

    December 15, 2024

    પ્રચાર માધ્યમોનાં નિવેદનો (જાહેર નિવેદન): TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

    December 14, 2024
    Leave A Reply Cancel Reply

    Don't Miss
    Educational Psychology

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    By sanjay mahakalJanuary 7, 2025

    પ્રસ્તાવના આજના બ્લોગમાં આપણે શિક્ષકો માટે TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા…

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

    December 17, 2024
    Stay In Touch
    • Facebook
    • Instagram
    • YouTube
    • Telegram
    • WhatsApp
    • Twitter
    Our Picks

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

    December 17, 2024

    Subscribe to Sigma Gyan

    Get the latest Updates of sigma gyan.

    About Us
    About Us

    Sigmagyan is a premier platform for competitive exam preparation, offering expert-designed study materials, tutorials, and math tips. Founded by Sanjay Mahakal, our mission is to make complex topics easy and help students succeed. Whether you're starting or advancing in your preparation, Sigmagyan is here to support you every step of the way. Learn more at Sigmagyan.in.
    We're accepting new partnerships right now.

    Facebook Instagram YouTube WhatsApp Telegram RSS
    Our Picks

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024
    Category
    • Editor's Picks
    • Educational Psychology
    • Featured
    • Mains Descriptive Preparation
    • Mock Test
    • Mock Test For Tat/Tet/Htat
    • Mock Test Series Gujarat
    • TAT/TET/HTAT Prep
    • TET Preparation
    • Top Rated
    • Trending Now
    Facebook Instagram YouTube WhatsApp Telegram RSS
    © 2025 Sigma Gyan. All Rights Reserved.

    Type above and press Enter to search. Press Esc to cancel.