Close Menu
    What's Hot

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) YouTube Telegram WhatsApp Instagram RSS
    Sigma GyanSigma Gyan
    • Home
    • TAT/TET/HTAT Prep
      1. TET Preparation
      2. Educational Psychology
      3. Mains Descriptive Preparation
      4. View All

      TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

      January 7, 2025

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

      December 26, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

      December 19, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

      December 17, 2024

      TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

      January 7, 2025

      Best Preparation Guide for TET, TAT, and HTAT Exams | ટેટ, ટાટ અને એચટાટ પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ કેળવણી માર્ગદર્શિકા

      November 28, 2024

      કેળવણી શાસ્ત્ર TET, TAT અને HTAT પરીક્ષા માટે: મહત્વપૂર્ણ દાર્શનિકો અને સિદ્ધાંતો

      November 26, 2024

      પ્રકલ્પ અને પ્રદર્શન: TET, TAT અને HTAT માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન | Projects and Presentations: Essential Guide for TET, TAT, and HTAT

      November 25, 2024

      પ્રચાર માધ્યમોનાં નિવેદનો (જાહેર નિવેદન): TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 14, 2024

      પત્રકાર પરિષદ : TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 13, 2024

      ઔપચારિક ભાષણ : TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 12, 2024

      ગદ્યસમીક્ષા: TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 10, 2024

      TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

      January 7, 2025

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

      December 26, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

      December 19, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

      December 17, 2024
    • Mock Test
      1. Mock Test For Tat/Tet/Htat
      2. View All

      Interest, Attitude, Aptitude, and Exceptional Children: TET, TAT, HTAT Exam Preparation Mock Test | TET, TAT, HTAT પરીક્ષા માટે મોક ટેસ્ટ : રસ-મનોવલણ- અભિયોગ્યતા-અપવાદરૂપ

      October 29, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Memory and Forgetting | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સ્મરણ અને વિસ્મરણ

      October 16, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Sensation, Attention, and Perception | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ

      October 15, 2024

      Best Human Development Mock Test for Tat/Tet/Htat Exams | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ માનવ વિકાસ મોક ટેસ્ટ

      October 6, 2024

      Interest, Attitude, Aptitude, and Exceptional Children: TET, TAT, HTAT Exam Preparation Mock Test | TET, TAT, HTAT પરીક્ષા માટે મોક ટેસ્ટ : રસ-મનોવલણ- અભિયોગ્યતા-અપવાદરૂપ

      October 29, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Memory and Forgetting | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સ્મરણ અને વિસ્મરણ

      October 16, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Sensation, Attention, and Perception | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ

      October 15, 2024

      Best Human Development Mock Test for Tat/Tet/Htat Exams | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ માનવ વિકાસ મોક ટેસ્ટ

      October 6, 2024
    • Contact Us
    • About Us
    Sigma GyanSigma Gyan
    Home»TAT/TET/HTAT Prep»Personality Psychology for Tat/Tet/Htat Exam Preparation | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે વ્યક્તિત્વ મનોવિજ્ઞાન
    TAT/TET/HTAT Prep

    Personality Psychology for Tat/Tet/Htat Exam Preparation | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે વ્યક્તિત્વ મનોવિજ્ઞાન

    sanjay mahakalBy sanjay mahakalAugust 30, 2024Updated:January 8, 2025No Comments11 Mins Read
    Facebook Twitter LinkedIn Telegram Pinterest Tumblr Reddit Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વ્યક્તિત્વ એટલે શું?

    “વ્યક્તિત્વ એટલે વ્યક્તિનાં બધાં શારીરિક – માનસિક લક્ષણો કે જે તેના વિચાર, લાગણી અને વર્તન પર અસર કરે.”

    વ્યક્તિત્વનો અર્થ

      • વ્યક્તિત્વ માટે અંગ્રેજીમાં Personality શબ્દ પ્રયોજાય છે. 
      • Personality આ શબ્દ લેટિન ભાષાનાં Persona શબ્દ પરથી ઊતરી આવ્યો છે.
      • Persona નો અર્થ થાય છે. રંગમંચ પર પાત્ર ભજવતા પાત્રોએ ચહેરા પર પહેરેલ ‘મહોરું’, ‘બુરખો’, ‘મુખવટો’

    વ્યક્તિત્વની વ્યાખ્યાઓ

    ” વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રનું એવું ગતિશીલ સંગઠન કે જે વ્યક્તિના વાતાવરણ સાથે આગવી રીતે સમાયોજન નિર્ણિત કરે છે. ”

    ઓલપોર્ટ (1937)

    વ્યક્તિત્વ એટલે વ્યક્તિની લાક્ષણિક વિચાર અને વર્તન તરેહને ઘડનારી તેની મનોશારીરિક વ્યવસ્થાઓનું ગતિશિલ સંયોજન. “

    ઓલપોર્ટ (1961)

    વ્યક્તિત્વના વિવિધ અભિગમો

    1. વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમ

      • ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના પ્રકાર :- સાત્ત્વિક, રાજસી અને તામસી
      • ચરક સંહિતાના આધારે

    વ્યક્તિત્વના પ્રકારો

    (1) વાત પ્રકૃત્તિ : ખૂબ જ ચંચળ અને સક્રિય હોય છે.

    (2) પિત્ત પ્રકૃત્તિ : ખૂબ જ ઉગ્ર સ્વભાવના હોય છે.

    (3) કફ પ્રકૃતિ એમ ત્રણ પ્રકારો પડે છે.

    કફ પ્રકૃત્તિના લોકો ખૂબ જ ઠંડા અને સુસ્ત હોય છે.

    ગ્રીક વૈદ્ય હિપોક્રેટિસના સમયમાં શરીરના રસસ્ત્રાવોના પ્રભાવના આધારે વ્યક્તિત્વના ચાર પ્રકારો

    (1) રક્તપ્રભાવી વ્યક્તિ 

    (2) કફ પ્રભાવી વ્યક્તિ 

    (3) કાળા પિત્ત પ્રભાવવાળી વ્યક્તિ 

    (4) પીળા પિત્ત પ્રભાવી વ્યક્તિ

    1. રક્ત પ્રભાવી વ્યક્તિ : સક્રિય અને આનંદી હોય છે.

    2. કફ પ્રભાવી વ્યક્તિ : સુસ્ત હોય છે.

    3. કાળા પિત્ત પ્રભાવશાળી વ્યક્તિ :- ઉદાસ હોય છે.

    4. પિળા પિત્તના પ્રભાવવાળી વ્યક્તિ : ઉત્તેજનશીલ અને ક્રોધી હોય છે.

    ક્રેશ્મર અને શેલ્ડને શરીરના બાંધાના આધારે વ્યક્તિત્વના પ્રકારો પાડ્યા છે :- 

    (1) આંતરસ્તર પ્રધાન વ્યક્તિત્વ 

    (2) મધ્યસ્તર પ્રધાન વ્યક્તિત્વ 

    (3) બાહ્યસ્તર પ્રધાન હોય છે. 

    તેમનું વ્યક્તિત્વ આનંદી, મિલનસાર, રમૂજી અને હળવાશવાળું હોય છે તથા ખાવા-પીવાના શોખીન હોય છે.

    2. મધ્યમ પ્રધાનવાળા અભિગમ

      • સ્નાયુબદ્ધ, ખૂબ જ સક્રિય, હિંમતવાન અને નેતૃત્વ સંભાળે તેવા હોય છે.
      • જોખમવાળા કાર્યો કરવાની વૃત્તિ જોવા મળે છે.

    3. બાહ્યસ્તર પ્રધાનવાળા વ્યક્તિ :- ઊંચા અને પાતળા

      • તેઓ કલાપ્રેમી, અંતર્મુખ અને મગજનાં કાર્યો કરનારા
      • તેઓ એકલા રહેવાનું પસંદ કરે છે.
      • શરમાળ વધુ હોય છે.
      • કાર્લ યુંગે પ્રવૃત્તિની દિશાને આધારે વ્યક્તિત્વના પ્રકારો પાડયા છે :- (1) અંતર્મુખ અને (2) બહિર્મુખ

    1. અંતર્મુખ લોકો પોતાના વિચારોમાં મગ્ન રહે છે.

      • એકલા રહેવાનું પસંદ કરે છે.
      • શરમાળ હોય છે.
      • અને સંઘર્ષ ઊભો થતાં પોતાના કોચલામાં ભરાઈ રહે છે.

    2. બહિર્મુખ લોકો

      • બહારના પદાર્થો અને અન્ય વ્યક્તિઓ તરફ જાય છે અને આંતરક્રિયાઓ કરે છે.
      • તેઓ સ્વભાવે મળતાવડા હોઈ શકે છે.
      • મળતાવડા હોવાથી લોકો સાથેના સંપર્કવાળા કાર્યોને પસંદ કરે છે.

    વ્યક્તિત્વ ગુણલક્ષણ એટલે વ્યક્તિનાં વર્તનમાં સ્થિર રહેતું લક્ષણ અથવા વિશિષ્ટ પ્રકારનું લક્ષણ કે લક્ષણ સમૂહ

      • દા.ત., ચંદુ બુદ્ધિશાળી છે એમ કહેવામાં એવો નિર્દેશ છે. કે બધા સંજોગોમા તે બુદ્ધિપૂર્વક વર્તે છે.
      • ગોર્ડન ઓલપોર્ટના મતે માણસની ટેવો કરતા તેના વ્યક્તિત્વ ગુણો વધારે વ્યાપક હોય છે. તે ગતિશીલ હોવાથી, વ્યક્તિને સમાન લક્ષ્યો સાથે વિવિધ પરિસ્થિતિઓમાં દાખલ થવા પ્રેરે છે.
      • ગોર્ડન ઓલપોર્ટ બે પ્રકારના વ્યક્તિત્વ લક્ષણો વચ્ચે ભેદ પાડયો છે.
    I. સામાન્ય ગુણ લક્ષણો

      • જે બધા માણસોમાં હોય તેવાં ગુણ – લક્ષણો.
      • વ્યક્તિઓના ગુણોનું માપન કરતી વખતે આપણે તેમના સામાન્ય ગુણો જ માપીએ છીએ અને સરખામણી કરી શકીએ છીએ.
    II. વિશિષ્ટ ગુણો લક્ષણો

      • આ ગુણલક્ષણ જે તે વ્યક્તિ માટે વિશિષ્ટ હોય છે.
      • વિશિષ્ટ ગુણ લક્ષણો અજોડ હોવાથી આ ગુણોના સંદર્ભમાં વ્યક્તિ – વ્યક્તિ વચ્ચે સરખામણી કરી શકાય નહિ.

    અનુસાર પદક્રમ આપે છે, જે નીચે મુજબ છે :-

    (1) અધિપતિ ગુણ લક્ષણ :-

      • જે ગુણ લક્ષણ વ્યક્તિના તમામ પ્રકારના વર્તન ઉપર એવી વિશિષ્ટ રીતે છવાઈ ગયેલું હોય કે તે હંમેશાં અલગ જ ઊપસી આવે.
    (2) કેન્દ્ર ગુણ લક્ષણ :-

      • એક જ ગુણ લક્ષણ જે વ્યક્તિની જીવનનિષ્ઠા હોય એવું અલ્પ પ્રમાણમાં જોવા મળે છે.
      • ગુણલક્ષણ ઘણી વ્યક્તિઓમાં એક અધિપતિ ગુણ નહિ, પરંતુ કેટલાક કેન્દ્રગુણ તેમના વ્યક્તિત્વ અને વર્તનમાં પ્રાધાન્યતા ભોગવતા હોય છે. આવા 3 થી 10 ગુણો મોટા ભાગની વ્યક્તિઓમાં હોય છે.
    (3) ગૌણ ગુણ લક્ષણ :-

      • વ્યક્તિની વિવિધ પ્રકારની અંગત અભિરૂચિઓ, મનોવલણો કે વર્તન વિશેષતાઓને પ્રગટ કરે છે.

    મનોગત્યાત્મક અભિગમ

    ફ્રોઈડના મતે વ્યક્તિત્વ રચનાનાં ત્રણ અંગો છે :-

    (1) ઈડ (2) ઈગો (3) સુપર ઈગો

    1. ઈડ :- જૈવિક વૃત્તિઓ, જાતિયતા, આક્રમકતા વગેરેનો બનેલો છે. તે સુખ સિદ્ધાંતને અનુસરીને વિવેકહીન રીતે વર્તે છે.

    2. ઈગો :- તે સંપૂર્ણપણે આત્મકેન્દ્રી, અર્હભાવી, ઉદ્ધત અને પાશવી છે. અને વાસ્તવિક્તા અનુત્તર પણ જવાબદારપૂર્વક વર્તન માટે દોરવાનું કામ કરે છે.

    3. સુપરઈગો :- વર્તનનાં મૂલ્યો, આદર્શો, નીતિ તરફ અભિમુખ કરવાનું કામ કરે છે.

    ફ્રોઈડના મતે વ્યક્તિત્વ વિકાસના મુખ્ય બે તબક્કા છે:- (1) પૂર્વ લિંગ તબક્કો (2) પૂર્ણ લિંગ તબક્કો

    1. પૂર્વ લિંગ તબક્કો :  જેમાં ત્રણ અવસ્થાઓ છે. 

    (1) મુખ અવસ્થા : (જન્મથી 2 વર્ષ) 

    (2) ગુદા અવસ્થા : (2 થી 3 વર્ષ) 

    (3) લિંગ અવસ્થા : (3 થી 6 વર્ષ)

    2. પૂર્ણ લિંગ તબક્કો (6 થી ૧૨ વર્ષનો ગાળો)

    તેની બે અવસ્થાઓ છે :  (1) સજાતીય અવસ્થા અને (2) વિજાતીય અવસ્થા

      • મુખ અવસ્થામાં બાળક ચૂસવા, કરડવા, સ્તનપાન વર્ગરે ક્રિયા દ્વારા કામવૃત્તિનો સંતોષ અનુભવે છે.
      • ગુદા અવસ્થામાં મળમૂત્રની પ્રવૃત્તિઓ અને તેના સંવેદનોમાંથી કામ સંતોષનું સુખ અનુભવે છે.
      • જયારે લિંગ અવસ્થામાં બાળક લિંગને રમાડીને, સ્પર્શીને તેમાંથી કામ સંતોષ મેળવે છે.

    માનવવાદી અભિગમ

      • આ અભિગમ માનવ – સ્વભાવનો વિધાયક અને આશાવાદી ખ્યાલ રજૂ કરે છે.
      • વ્યક્તિત્વમાં વ્યક્તિગત જવાબદારીનું અને વર્તમાનકાળનું મહત્ત્વ છે.

    કાર્લ રોજર્સનો સ્વસિદ્ધાંત

      • રોજર્સના મત મુજબ દરેક વ્યક્તિનું ધ્યેય સંપૂર્ણ રીતે કાર્યરત બનવું અને રહેવું એ છે.
      • સ્વ ખ્યાલ
      • મોટે ભાગે સુસંગી
      • જીવનના અનુભવ
      • મોટે ભાગે અસંગત સ્વ ખ્યાલ
      • મોટે ભાગે અસંગત જીવનના અનુભવ
      • સારું માનસિક સ્વાસ્થ્ય
      • (નબળું સમાયોજન) (સારું સમાયોજન)

    મેસ્લોનો સ્વ – સાર્થકતાનો સિદ્ધાંત

      • મેસ્લો ઉચ્ચ કક્ષાની જરૂરતોને (દા.ત., ન્યાય, સારપ, સૌંદર્ય, વ્યવસ્થા કે એકતા માટેની જરૂરત જેવી) જરૂરતોને આધિ (META) જરૂરતો કહે છે.

    મેસ્લોનો જરૂરિયાતોનો શ્રેણીક્રમ :-

    જેમાં સર્વપ્રથમ પાયાની જરૂરિયાતો મૂકવામાં આવી છે અને ક્રમશઃ તે એક પછી એક જરૂરિયાતો ઉદ્ભવતી અને સંતુષ્ટ બનતી જોઈ શકાય છે. જે નીચે પ્રમાણે છે :-

    પ્રાથમિક જરૂરિયાત

    (1) શારીરિક જરૂરિયાતો

    (2) સલામતી કે સુરક્ષાની જરૂરિયાતો

    ગૌણ જરૂરિયાત

    (3) પ્રેમની જરૂરિયાતો / સંલગ્નતાની જરૂરિયાત / આત્મીયતાની જરૂરિયાત

    (4) આત્મગૌરવની જરૂરિયાત

    (5) સ્વ – આવિષ્કાર

      • અમેરિકન મનોવૈજ્ઞાનિક જે. બી.વોટસને મનોવિજ્ઞાનને વાર્તનિક વિજ્ઞાન તરીકે જ ઓળખાવ્યું છે.
      • વાર્તનિક અભિગમ વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ કરી શકાય તેવા વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે.
      • આ અભિગમમાં અનુભવ, ચેતના અને આંતરનિરીક્ષણ પદ્ધતિને સ્થાન નથી.
      • વ્યક્તિનાં વર્તનને ઉદીપક પ્રત્યેની પ્રતિક્રિયા તરીકે ઓળખાવે છે. આથી આ અભિગમને ‘ઉદીપક-પ્રતિક્રિયા અભિગમ’ (5 – RApproach) કહે છે.
      • આ અભિગમ વ્યક્તિનાં વાણી, મુખભાવ, ચેષ્ટાઓ અને હલન – ચલનનો અભ્યાસ કરતો હોવાથી તેને ‘વાર્તનિક અભિગમ’ કહે છે.

    વ્યક્તિત્વ વિકાસને અસર કરતાં પરિબળો

    (1) જૈવીય પરિબળો (2) શારીરિક પરિબળો (3) મનોવૈજ્ઞાનિક પરિબળો (4) સામાજિક – સાંસ્કૃતિક પરિબળો

    વ્યક્તિત્વનું માપન

    વ્યક્તિત્વનું માપન કરવું એ ખૂબ જ અઘરું કામ છે છતાં પણ મનોવૈજ્ઞાનિકોએ આ કાર્ય કર્યું છે.

    વ્યક્તિત્વ માપનની કોઈપણ પદ્ધતિએ સંપૂર્ણ હોઈ શકે નહિ.

    1. વ્યક્તિલક્ષી પદ્ધતિઓ :-

    (1) આત્મકથા (2) વ્યક્તિ ઈતિહાસ પદ્ધતિ (3) વ્યક્તિગત મુલાકાત (4) વ્યક્તિગત પ્રશ્નાવલિ

    2. વસ્તુલક્ષી પદ્ધતિઓ :-

    (1) સાંખ્યિક ક્રમાંકન (2) આલેખ પદ્ધતિ (3) વિશ્લેષણાત્મક પદ્ધતિ (4) તુલનાત્મક પદ્ધતિ (5) વર્ણનાત્મક પદ્ધતિ

    શબ્દ સાહચર્ચ કસોટી

    1. વાક્યપૂર્તિ કસોટી

      • આ કસોટીમાં અપૂર્ણ વાક્ય હોય છે જેમાં પ્રયોગપાત્ર એ મનમાં જે પહેલો વિચાર આવે તેના આધારે વાક્ય પૂર્ણ કરવાનું હોય છે.
      • આ કસોટીનો સૌપ્રથમ ઉપયોગ પાઈન અને ટન્ડલર દ્વારા 1930માં થયો હતો.

    2. TAT – કસોટી (થીમેટીક એપરસેપ્શન ટેસ્ટ – વિષય અધિપ્રત્યક્ષ કસોટી)

      • મોર્ગન અને મરેએ 1938માં વિકસાવી હતી.
      • કુલ 30 કાર્ડ હોય છે જેમાં 29 કાર્ડ ચિત્રોવાળા અને 1 કોરું કાર્ડ હોય છે.
      • કેટલાંક કાર્ડ પુખ્તવયના પુરુષો માટે, કેટલાંક કાર્ડ પુખ્તવયની સ્ત્રીઓ માટે કેટલાક કાર્ડ છોકરાઓ માટે, કેટલાક કાર્ડ છોકરીઓ માટે તો કેટલાંક કાર્ડ બે કે તેથી વય જૂથ માટે (દા.ત., પુખ્તવયના પુરુષો માટે અને છોકરાઓ માટે) હોય છે. 20 કાર્ડ એવાં હોય છે જે બધા પ્રકારની વ્યક્તિઓ માટે વાપરી શકાય.

    3. CAT : (Childnen Apperciaption Test)

      • જે બાળકો માટેની કસોટી છે. 3 થી 10 વર્ષના બાળકો માટેની આ કસોટી અર્નેસ્ટ ક્રિપ્સે વિકસાવી હતી.
      • જે વ્યક્તિત્વ લક્ષણો અને વલણનું માપન કરે છે.
      • જેનું નિર્માણ લિઓપોલ્ડ / બેલાક અને સોન્યા બેલાકે1949માં કર્યું છે.
      • CAT – A જેમાં Animal (પ્રાણીના ચિત્રો હોય છે.)
      • CAT – H – જેમાં Humans (માણસના ચિત્રો હોય છે.)

    4. રોરશાંકની શાહીનાં ધાબાની કસોટી

      • હરમાન રોરશાંક નામના સ્વિટઝર્લેન્ડના એક મનોવિજ્ઞાનિક 1921માં આ કસોટી વિકસાવી.
      • જેમાં 10 ઈંચ લંબાઈ અને 7 ઈંચ પહોળાઈના માપના સફેદ કાર્ડ છે.
      • જેમાં 10 આકૃત્તિવાળા કાર્ડ છે.

    5. માણસ દોરો કસોટી : ગુડ ઇનફે રચી

      • પ્લે ટેકનિક
      • HTP TEST (H=Home, T=Tree, P = Person)
      • મેપોચરે વિકસાવેલી કસોટી
      • ફુલ દોરો કસોટી : ડૉ. પ્રેમિલાબેન ફાટક

    વ્યક્તિગત બિન્નતા

    ‘વ્યક્તિઓ વચ્ચે બુદ્ધિ, સમજશક્તિ, તર્કશક્તિ, અભિરુચિ જેવી માનસિક બાબતો અને વજન, ઊંચાઈ, રંગ, મુખાકૃતિ જેવી શારીરિક બાબતોમાં જોવા મળતો તફાવત એટલે વ્યક્તિગત ભિન્નતા.’

    વ્યક્તિગત બિન્નતા માટેના કારણો

    (1) વારસાગત (2) જન્મજાત (જાતિભેદ) (3) કોમ (જ્ઞાતિ) ભેદ (4) વર્ગ ભેદ (5) વંશ ભેદ (6) વાતાવરણ (7) શિક્ષણ (8) ઉંમર (9) સંસ્કૃતિ (10) સામાજિક કારણો (11) આર્થિક બાબતો (12) ધાર્મિક બાબતો

    વ્યક્તિગત બિન્નતાનાં પ્રકારો

    1. ઊંચાઈ, વજન, શારીરિક, બાંધો, વાળનો રંગ, આંખની કિકીનો રંગ, ચામડીનો રંગ

    2. કેટલીક વ્યક્તિઓ મંદબુદ્ધિની, કુશાગ્ર બુદ્ધિની

    3. વ્યક્તિત્ત્વમાં ભિન્નતા 

    માનવીના વ્યક્તિત્ત્વમાં આંતરીક તેમજ બાહ્ય વ્યક્તિત્વ તમામનો સમાવેશ થઈ જાય છે.

    4. અભિયોગ્યતામાં ભિન્નતા

    વિવિધ શક્તિઓ કે ક્ષમતાઓને અભિયોગ્યતા કહે છે.

    5. અભિરુચિમાં ભિન્નતા

    રસમાં (રસ – રુચિમાં) તફાવત

    6. વલણમાં ભિન્નતા

    વલણ, ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક કે રાજકીય બાબતોમાં એકસરખું હોતું નથી.

    7. સિદ્ધિમાં ભિન્નતા

    જે કાર્યમાં રસ હોય તે કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

    8. દૃષ્ટિકોણમાં ભિન્નતા

    દૃષ્ટિકોણમાં તફાવત, દા.ત., ગાંધીજીની પ્રતિમાને દેશભક્ત અહોભાવથી, શિલ્પી કલાકૃતિ તરીકે, ચિત્રકાર ચિત્રની દૃષ્ટિએ.

    ‘સ્વ’ એટલે શું ? ‘સ્વ’ નો અર્થ

      • ‘સ્વ’ એ વ્યક્તિત્વનું એક એવું કેન્દ્ર છે, જેની આસપાસ વ્યક્તિત્ત્વનો વિકાસ થતો હોય છે.
      • આ કેન્દ્ર વ્યક્તિત્ત્વનાં વિવિધ પાસાંઓના સુગથનમાંથી રચાય છે. દરેક વ્યક્તિમાં આ કેન્દ્ર સતત ગતિશીલ અને વિકાસશીલ હોય છે.
      • ‘સ્વ’ એટલે પોતાની જાતને વિષયવસ્તુ બનાવતા વ્યક્તિના વિચારો અને લાગણીઓનો સમૂહ.
      • ‘સ્વ’ એટલે વ્યક્તિની પોતાની જાત પ્રત્યેની સભાનતા, વ્યક્તિનું પોતાનું જ પોતાની જાત વિશેનું પ્રત્યક્ષીકરણ
      • આમ, ‘સ્વ’ વ્યક્તિના વિચારો, મૂલ્યો અને વ્યક્તિત્ત્વની લાક્ષણિક્તાઓને રજૂ કરતું પરિબળ છે.
      • ‘સ્વ’માં ભૌતિકશરીરનો ખ્યાલ વિચાર પ્રક્રિયાઓ અને અસ્તિત્ત્વના સભાન અનુભવનો સમાવેશ થાય છે.

    ‘સ્વ’ ની વ્યાખ્યા

    ‘વ્યક્તિનો સ્વ એટલે વ્યક્તિ પોતાને જે રીતે જુએ છે તે’

    ફ્રચ, ફચફિલ્ડ અને બેલાચી

    ‘સ્વ એટલે વ્યક્તિ પોતાના અને પોતાની આજુબાજુના જગત સાથેના પોતાના સંબંધના જે અર્થો કરે છે તે.’

    બી. કુપ્પુસ્વામી

    ‘સ્વ એ સાદું એકમ નથી, એ એકાત્મક બંધારણ ધરાવતો નથી, ‘સ્વ’ એ જટિલ એકમ છે, એ બહુ ઘટનાત્મક બંધારણવાળો છે.’

    એ. ટી. જર્સિલ્ડ

    ‘સ્વ’ નું સ્વરૂપ

    ‘સ્વ’નું સ્વરૂપના બે પ્રકાર છે.

    1. ‘સ્વ’ નું આત્માલક્ષી સ્વરૂપ

    2. ‘સ્વ’ નું વસ્તુલક્ષી સ્વરૂપ

    ‘સ્વ’નું સ્વરૂપના સમજૂતી નીચે મુંજબ છે.

    1. ‘સ્વ’નું આત્મલક્ષી સ્વરૂપ :-

      • ‘સ્વ’નું આત્મલક્ષી સ્વરૂપ વ્યક્તિનાં એવાં ગુણલક્ષણો સૂચવે છે, જે તેને અન્ય વ્યક્તિઓ કરતાં જુદા પાડે છે.
      • વ્યક્તિ જયારે પોતાનો પરિચય આપે, પોતાના ગુણ દર્શાવ, પોતાની ગર્ભિત શક્તિ કે કૌશલ્ય દર્શાવે, પોતાની માન્યતા દર્શાવે ત્યારે વ્યક્તિ પોતાના ‘સ્વ’ના આત્મલક્ષી સ્વરૂપને દર્શાવે છે.
      • દા.ત., ‘હું મહેન્દ્ર છું’, ‘હું મહેનતુ વ્યક્તિ છું’, ‘હું સમાજસેવક છું’, ‘હું પુરુષાર્થમાં માનુ છું’ વગેરે

    2. ‘સ્વ’નું વસ્તુલક્ષી સ્વરૂપ :-

      • ‘સ્વ’નું વસ્તુલક્ષી સ્વરૂપ ‘સ્વ’ના જે મૂળભૂત ગુણો છે તે ગુણો જયારે તેના મૂળભૂત સ્વરૂપમાં દર્શાવવામાં આવે ત્યારે તે વ્યક્તિનું વસ્તુલક્ષી સ્વરૂપ કહેવાય છે.
      • દા.ત., જયારે વ્યક્તિ ખૂબ સુંદર ચિત્રો દોરતો હોય ત્યારે
      • પોતાનો પરિચય ‘ચિત્રકાર’ તરીકે આપે ત્યારે તેના ‘સ્વ’નું સ્વરૂપ દર્શાવે છે તેમ કહેવાય. ‘સ્વ’નું આત્મલક્ષી સ્વરૂપ તેને ‘કર્તા’ તરીકે અને ‘સ્વ’નું
      • વસ્તુલક્ષી સ્વરૂપ તેને વિષયવસ્તુ તરીકે રજૂ કરે છે. કર્તા તરીકે ‘સ્વ’ પોતાને ઓળખવા સતત પ્રયત્ન કરે છે. આમ, ‘સ્વ’ એ ‘કર્તા’ તરીકે ‘જ્ઞાતા’ છે.
      • ‘સ્વ’ નિયમનની મનોવૈજ્ઞાનિક પ્રવિધિઓ સમજાવો. ઉપજેલી પ્રેરણાની તૃપ્તિને મુલતવી રાખવાનું શીખવું એને સ્વનિયમન કહેવાય.
      • વ્યક્તિ પોતાનાં લાંબાગાળાનાં મહત્ત્વનાં ધ્યેયો પૂર્ણ કરવા માટે ‘સ્વ’ નિયમન કરે છે.

    રવ નિયમનની મનોવૈજ્ઞાનિક પ્રવિધિઓ નીચે પ્રમાણે છે :-

    1. ‘સ્વ’ નિરીક્ષણ

      • ‘સ્વ’ નિરીક્ષણ એ મનોવિજ્ઞાનની હરતી ફરતી પ્રયોગશાળા છે. વ્યક્તિ જુદા જુદા સમયે અને જુદી જુદી પરિસ્થિતિ પોતાના વર્તનનું તટસ્થતાપૂર્વક નિરીક્ષણ કરે તો તેને પોતાના ‘સ્વ’ની શક્તિઓ અને મર્યાદાઓની સમજ મળે છે.
      • આમ કરવાથી તેને મર્યાદાઓને દુર કરવાની અને નબળાં પાસાં સુધારવાની તક મળે છે.
      • આમ, ‘સ્વ’ નિરીક્ષણથી ‘સ્વ’ નિયમન કરવું સરળ બને છે.

    2. ઉદ્ધિપક નિયંત્રણ

      • વ્યક્તિની મોટાભાગની પ્રતિક્રિયાઓ, સમય, સંજોગો અને પરિસ્થિતિ પ્રત્યે અપાતા પ્રતિભાવરૂપ ઉદ્ધિપકથી ઊપજે છે.
      • આથી ‘સ્વ’ નિયમન કરવા માટે પોતાના પર્યાવરણમાં રહેલાં ] નકામા, વિક્ષેપ કરનારા, ઉશ્કેરનારા ઉદ્ધિપકોને દૂર કરવાં જોઈએ.
      • ઉત્તેજના જન્માવે તેવું સાહિત્ય, ઉત્તેજક દૃશ્યો કે ઉત્તેજિત કરે તેવાં ચલચિત્રોથી દૂર રહેવું જોઈએ.
      • પોતાના ‘સ્વ’ના વિકાસ માટે નિર્દોષ, હાનિરહિત, લાભકારક, ઉદ્ધિપકો પોતાને મળતાં રહે એવું આયોજન કરવું જોઈએ. જેમકે, મહાપુરુષોના જીવનચરિત્રનું વાંચન, ધ્યાન, પ્રાણયામ વગેરે.

    3. ‘સ્વ’ પ્રબલન

      • પુરસ્કાર અને સજાથી ‘સ્વ’ નિયમન થઈ શકે છે, પોતાના સારા વર્તન માટે પોતાને પુરસ્કાર મળે અને ખરાબ વર્તન માટે સજા મળે તેવું આયોજન કરવું જોઈએ.
      • પુરસ્કાર અને સજા માટે માતા-પિતા, કુટુંબના વડીલો, શિક્ષકો, મિત્રો વગેરેની મદદ લઈ શકાય.

    4. ‘સ્વ’ ઉપદેશ

      • વ્યક્તિ પોતાની જાત સાથે વાતો કરીને પોતાના ‘સ્વ’ વિશેના ખ્યાલો તેમજ વર્તનને અંકુશમાં લઈ બદલી શકે છે.
      • ‘સ્વ’ ઉપદેશ કે ‘સ્વ’ સૂચનમાં વ્યક્તિની ઈચ્છાશક્તિ અને સંકલ્પ મહત્ત્વના છે.
      • દૃઢ સંકલ્પ કરવાથી વ્યક્તિનું વર્તન તે દિશામાં બદલાતું જાય છે.
      • આમ, ઉપરની મનોવૈજ્ઞાનિક પ્રવિધિઓ દ્વારા સરળતાથી ‘સ્વ’ નિયમન કેળવી શકાય છે.
    Mock Test Click Here: Personality Mock Test For Tat/Tet/Htat Exams | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે વ્યક્તિત્વ મોક ટેસ્ટ

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    sanjay mahakal
    • Website

    Sanjay Mahakal is an educator and digital creator with expertise in Mathematics. He is the founder of Sigma Gyan, a platform providing quality educational content for students (Grades 6-12) and competitive exam aspirants (TET, TAT, HTAT). Through his website SigmaGyan.in and YouTube channel Sigma Gyan 1.0, he simplifies complex topics with engaging lessons. His mission is to make learning easy and accessible for all. 🚀📚

    Related Posts

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

    December 17, 2024

    શિક્ષણ વ્યવહાર અને અધ્યાપન કૌશલ્યો: ટેટ/ટાટ પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી

    December 15, 2024

    પ્રચાર માધ્યમોનાં નિવેદનો (જાહેર નિવેદન): TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

    December 14, 2024
    Leave A Reply Cancel Reply

    Don't Miss
    Educational Psychology

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    By sanjay mahakalJanuary 7, 2025

    પ્રસ્તાવના આજના બ્લોગમાં આપણે શિક્ષકો માટે TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા…

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

    December 17, 2024
    Our Picks

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

    December 17, 2024

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    About Us

    Sigmagyan is a premier platform for competitive exam preparation, offering expert-designed study materials, tutorials, and math tips. Founded by Sanjay Mahakal, our mission is to make complex topics easy and help students succeed. Whether you're starting or advancing in your preparation, Sigmagyan is here to support you every step of the way. Learn more at Sigmagyan.in.
    We're accepting new partnerships right now.

    Facebook X (Twitter) Instagram Pinterest YouTube WhatsApp Telegram RSS
    Our Picks

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024
    Recent Posts
    • TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન
    • ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન
    • ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા
    • ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ
    • શિક્ષણ વ્યવહાર અને અધ્યાપન કૌશલ્યો: ટેટ/ટાટ પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી
    • Home
    • TAT/TET/HTAT Prep
    • Educational Psychology
    • Mock Test
    • Terms and Conditions
    • Privacy Policy
    • About Us
    • Contact Us
    © 2026 SigmaGyan. Designed by SigmaGyan.

    Type above and press Enter to search. Press Esc to cancel.