Close Menu
Sigma Gyan
    What's Hot

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024
    Facebook X (Twitter) Instagram
    Facebook Instagram YouTube WhatsApp Telegram RSS
    Sigma GyanSigma Gyan
    • Home
    • TAT/TET/HTAT Prep
      1. TET Preparation
      2. Educational Psychology
      3. Mains Descriptive Preparation
      4. View All

      TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

      January 7, 2025

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

      December 26, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

      December 19, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

      December 17, 2024

      TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

      January 7, 2025

      Best Preparation Guide for TET, TAT, and HTAT Exams | ટેટ, ટાટ અને એચટાટ પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ કેળવણી માર્ગદર્શિકા

      November 28, 2024

      કેળવણી શાસ્ત્ર TET, TAT અને HTAT પરીક્ષા માટે: મહત્વપૂર્ણ દાર્શનિકો અને સિદ્ધાંતો

      November 26, 2024

      પ્રકલ્પ અને પ્રદર્શન: TET, TAT અને HTAT માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન | Projects and Presentations: Essential Guide for TET, TAT, and HTAT

      November 25, 2024

      પ્રચાર માધ્યમોનાં નિવેદનો (જાહેર નિવેદન): TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 14, 2024

      પત્રકાર પરિષદ : TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 13, 2024

      ઔપચારિક ભાષણ : TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 12, 2024

      ગદ્યસમીક્ષા: TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 10, 2024

      TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

      January 7, 2025

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

      December 26, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

      December 19, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

      December 17, 2024
    • Mock Test
      1. Mock Test For Tat/Tet/Htat
      2. View All

      Interest, Attitude, Aptitude, and Exceptional Children: TET, TAT, HTAT Exam Preparation Mock Test | TET, TAT, HTAT પરીક્ષા માટે મોક ટેસ્ટ : રસ-મનોવલણ- અભિયોગ્યતા-અપવાદરૂપ

      October 29, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Memory and Forgetting | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સ્મરણ અને વિસ્મરણ

      October 16, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Sensation, Attention, and Perception | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ

      October 15, 2024

      Best Human Development Mock Test for Tat/Tet/Htat Exams | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ માનવ વિકાસ મોક ટેસ્ટ

      October 6, 2024

      Interest, Attitude, Aptitude, and Exceptional Children: TET, TAT, HTAT Exam Preparation Mock Test | TET, TAT, HTAT પરીક્ષા માટે મોક ટેસ્ટ : રસ-મનોવલણ- અભિયોગ્યતા-અપવાદરૂપ

      October 29, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Memory and Forgetting | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સ્મરણ અને વિસ્મરણ

      October 16, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Sensation, Attention, and Perception | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ

      October 15, 2024

      Best Human Development Mock Test for Tat/Tet/Htat Exams | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ માનવ વિકાસ મોક ટેસ્ટ

      October 6, 2024
    • Contact Us
    • About Us
    Sigma Gyan
    Home»TAT/TET/HTAT Prep»નિબંધ લખવા માટે ઉપયોગી ટીપ્સ: ધ્યાનમાં રાખવાની બાબતો
    TAT/TET/HTAT Prep

    નિબંધ લખવા માટે ઉપયોગી ટીપ્સ: ધ્યાનમાં રાખવાની બાબતો

    sanjay mahakalBy sanjay mahakalNovember 30, 2024Updated:January 8, 2025No Comments28 Mins Read
    Facebook WhatsApp Telegram
    nibandh-lakhva-mate-upayogi-tips-dhyane-rakhvani-babato
    Share
    Facebook WhatsApp Telegram

     

    પ્રસ્તાવના

    આજના બ્લોગમાં આપણે જાણીશું, નિબંધ લખવું એ કળા છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નિબંધ લખતી વખતે વિચારસરણીને સુગથિત રીતે રજૂ કરવી, વિષય સાથે સંબંધિત મુદ્દાઓનો સમાવેશ કરવો અને સ્પષ્ટતા સાથે પોતાની વાત પહોંચાડવી જરૂરી છે. શ્રેષ્ઠ નિબંધ લખવા માટે યોગ્ય અભ્યાસ, વિષયની સમજ અને સુઘડ શૈલીનો ઉપયોગ અનિવાર્ય છે. અહીં કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે જે નિબંધ લખતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ.

    Table of Contents
    •  
    • પ્રસ્તાવના
    • નિબંધ
    • નિબંધ એટલે શું ?
    • નિબંધ લખવા માટેનું અપેક્ષિત માળખું (પરીક્ષાના ઉપલક્ષ્યમાં)
      • (1) મુદ્દાઓમાં વિભાજિત કરવાની રીત આવકાર્ય
      • (2) શ્રેષ્ઠ નિબંધ લખવાની આવકાર્ય શૈલી
    • નિબંધના વિવિધ વિષયો : ગુજરાતી (મુખ્ય વિષય) વર્ણનાત્મક અભ્યાસક્રમના સંદર્ભમાં :
    • નિબંધ લખવા માટેની સજ્જતા :
      • (i) વાંચન :
      • (ii) નિરીક્ષણ અને અવલોકન :
      • (iii) વિશ્લેષણ :
      •  
      • (iv). નિર્ણયશક્તિ :
    • સમજૂતી માટેના નીચે કેટલાક નિબંધો આપેલ છે:
     

    નિબંધ

    વૈચારિક/વર્ણનાત્મક/આત્મકથાત્મક અને સમાજની જવલંત સમસ્યાઓને લગતા વિષયો પર નિબંધ પુછાય.

    ગુજરાત જાહેર સેવા આયોગ આયોજિત મુખ્ય પરીક્ષામાં (ગુજરાતી) વર્ણનાત્મક અભ્યાસક્રમમાં નિબંધ અંગે સાચી સમજ કેળવવા માટેનાં કેટલાંક અગત્યનાં સૂચનો :

    • વર્ણનાત્મક અભ્યાસક્રમમાં સૌથી બહોળું સ્વરૂપ ધરાવતો મુદ્દો એટલે નિબંધ.
    • TET,TAT,HTAT, GPSC, STI, DY.SO., PI જેવી પરીક્ષાઓમાં મોટા ભાગે 150 ગુણ છે. 200 ગુણ(PI)ની પરીક્ષામાં 15 કે 20 ગુણમાં નિબંધનો પ્રશ્ન મુકાયેલો હોય છે.
    • નિબંધને આશરે 250 થી 300 શબ્દોમાં વિભાજિત કરવાનો હોય છે.
    • જેથી નિબંધની છણાવટ કરવામાં સર્વગ્રાહી દક્ષતા અતિઆવશ્યક પાસું છે.
    • ‘ટૂંકમાં ઘણું’ કહેવાની કળા એ શ્રેષ્ઠ નિબંધ લખવાની પહેલી શરત છે.
    • ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ અને ગુજરાતી લેખન પ્રત્યે આગવું કૌશલ્ય નિબંધને સચોટ રૂપ આપે છે.

    નિબંધ એટલે શું ?

    કોઈ પણ વિષયનું સરળ અને યથાર્થ શૈલીમાં નિરૂપણ કરીએ એને નિબંધ કહેવામાં આવે છે.

     

    નિબંધ લખવા માટેનું અપેક્ષિત માળખું (પરીક્ષાના ઉપલક્ષ્યમાં)

    (1) મુદ્દાઓમાં વિભાજિત કરવાની રીત આવકાર્ય

    નિબંધ એટલે જેને કોઈ બંધન નડતું નથી તે. આમ છતાંય આપણી પરીક્ષાના અનુસંધાનમાં નિબંધને લખાણ દ્વારા મૂકવાનો હોવાથી જો ચોક્કસ માળખામાં મૂકવામાં આવે તો એની ધારી અને સારી અસર આપણા ગુણભાર ઉપર પડવાની જ છે. બસ, આ જ કારણથી નિબંધના વિષયને અનુરૂપ મુદ્દાઓમાં વિભાજિત કરવામાં આવે તો નિબંધ સ્પષ્ટ રીતે ઉપસી આવે છે. પેપર નિરીક્ષકને નિબંધનો પ્રશ્નન તપાસવામાં સાનુકૂળતા રહે છે.

    મોટા ભાગે નિબંધના વિષયને ભૂમિકા – મધ્ય ભાગ – ઉપસંહારમાં વિભાજિત કરવો જોઈએ.

    (1) ભૂમિકા : એકાદ ફકરામાં જ નિબંધની ભૂમિકા લખાય છે. આ ફકરામાં વિષયનો પરિચય કરાવવામાં આવે છે.

    (2) મધ્ય ભાગ : આ ભાગમાં વિષયને વધુ ને વધુ ન્યાય આપવાનો હોય છે. એટલે આ ભાગને મુખ્ય ભાગ પણ કહેવાય છે. વિષયની રજૂઆતના સંદર્ભમાં ઉદાહરણો – દલીલો -નિરીક્ષણો – વિશ્લેષણો રજૂ કરવા માટે અનુસંધાન ધરાવતા મુદ્દાઓ નામ આપીને લખવા જોઈએ.

    (3) ઉપસંહાર : નિબંધના વિષયના અનુસંધાનમાં મુખ્ય તારણ રજૂ કરી નિબંધનું સમાપન કરવું જોઈએ.

    મુદ્દાસર લખવાની રીતને કારણે વિષયને મૂકવાની સળંગસૂત્રતા જળવાઈ રહે છે, જે અતિઆવશ્યક છે. ઘણી વાર ઉતાવળના કારણે વિદ્યાર્થીમિત્રો શરૂઆતમાં લખવાની બાબત અંતમાં અને અંતમાં લખવાની બાબત શરૂઆતમાં લખે છે, આવાં સમયે મુદ્દાસર રીત મદદરૂપ બને છે.


    (2) શ્રેષ્ઠ નિબંધ લખવાની આવકાર્ય શૈલી

    (i) નિબંધ લખવા માટે સૌ પ્રથમ મૌલિકતા અતિઆવશ્યક પાસું છે.

    (ii) મૌલિક્તાની જગ્યાએ કાલ્પનિકતા પ્રવેશવી જોઈએ નહીં. અર્થાત્ વિષયમાં જે વાત પુછાઈ હોય એની તથ્યતા જળવાઈ રહેવી જોઈએ. સાવ પાયાવિહોણી વાતો મૂકીને નિબંધને લંબાણ આપવાનું પ્રયોજન ટાળવું જોઈએ.

    (iii) નિબંધની શૈલી રસળતી, જીવંત અને પ્રભાવક હોવી જોઈએ.

    (iv) નિબંધની રજૂઆત સીધી અને એકલક્ષી ગતિમાં થવી જોઈએ. અર્થાત્ જે પણ વિષય અપાયો હોય એમાં વિષયને જ ન્યાય અપાય એ રીતે રજૂઆત થવી જોઈએ નહિ કે આડીઅવળી વાતો મૂકીને ફક્ત નિબંધને લંબાણ આપવું.

    (v) નિબંધને સાચી રીતે લખવા માટે સૌથી પહેલા વિષયના કેન્દ્રવર્તી વિચારને પકડી રાખીને આગળની રજૂઆત કરવી જોઈએ. જેથી વિષયને ખૂબ જ ધ્યાનથી સમજવો.

    (vi) નિબંધમાં વિચારોનું પુનરાવર્તન ક્યારેય ના થવું જોઈએ. ઘણી વાર એવા ઉદાહરણો જોવા મળે છે કે, એકના એક વિચારોને અલગ અલગ વાક્યરચનાઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે, ત્યારે નિબંધની શૈલી કથળેલી લાગે છે અને માર્ક્સ પર તેની અસર થાય છે. જેથી નિબંધ લખતી વખતે દયાને રાખવું જોઈએ.

    (vii) જે પણ વિષયને તમે લખવાનો પસંદ કરો છો; સૌપ્રથમ એના વિશે તમે કેટલું અને કેવું લખી શકશો એ વિચારવું જોઈએ. કારણ કે જે પણ વિષયને લખવા માટે આપ પસંદ કરશો એની સાચી સમજ તો જરૂરી છે જ પણ સાથોસાથે વિશદ એટલે કે ગહન સમજ પણ એટલી જરૂરી છે જ. વિષય પ્રત્યે તમારું પોતાનું ઊંડું નિરીક્ષણ અને વિશ્લેષણ જરૂરી હોય છે જ.

    (viii) વિષયની સંપૂર્ણ માહિતી હોય એટલું જ કાફી નથી, પરંતુ એ માહિતીને મૂકવા માટેના ક્રમની પસંદગી પણ અતિમહત્ત્વની છે. વિષય અંગેની કઈ માહિતી પ્રથમ આવશે અને કઈ માહિતી છેલ્લી આવશે એની પૂરેપૂરી સમજ હોવી જરૂરી છે.

    (ix) ભાષાકીય પ્રબુદ્ધતા નિબંધને આકર્ષિત બનાવે છે. આપણા અભ્યાસક્રમ મુજબ સ્વાભાવિકપણે એ અપેક્ષા રખાય છે કે ‘નિબંધ લખનાર વિદ્યાર્થી ગુજરાતી સાહિત્યનો સારો વાચક તો હશે જ. જેની છાપ તેના લખાણમાં સહજતાથી જોવા મળશે જ.’ આ જ કારણે સાદી – સરળ ભાષામાં પણ વિલક્ષણતા હોવી જરૂરી છે. ભાષાને સરળ બનાવવા ભાષાની દરેક લઢણને આપે પચાવેલી હોવી જરૂરી છે.

    (x) નિબંધના માધ્યમથી આપણે ભાષાનું પ્રભુત્વ દાખવવાનું રહે છે, આ સમયે વ્યાકરણ પરની આપણી પકડની પણ ચકાસણી થતી જ હોય છે, જેથી વ્યાકરણમાં થતી નાની નાની ભૂલોને આપણે નિવારીએ સતત મહાવરો કરતા રહીએ.

    નિબંધના વિવિધ વિષયો : ગુજરાતી (મુખ્ય વિષય) વર્ણનાત્મક અભ્યાસક્રમના સંદર્ભમાં :

    આપણા અભ્યાસક્રમ મુજબ આપણે નિબંધના પ્રશ્નમાં વધુમાં વધુ ગુણ મેળવવા હોય તો એક્કસ રાસનીતિ અખત્યાર કરવી જ પડે. આ રણનીતિની પહેલી શરત એ છે કે આપણને પરીક્ષામાં પુછાનારા નિબંધ કેવા કેવા વિષય સાથે મુકાય છે. એનાથી સંપૂર્ણ માહિતગાર હોવું. આ વિષયના અનુસંધાનમાં આપણે દક્ષતા કેળવવી જ રહી.

    વિષય અંગેની સંપૂર્ણ માહિતી હશે તો જ આપણે પરીક્ષામાં પુછાયેલા નિબંધને ન્યાય આપી શકીશું.

    (i) પ્રકૃતિવિષયક નિબંધ

    (ii) આત્મકથનાત્મક નિબંધ

    (iii) ઐતિહાસિક કે કાલ્પનિક

    (iv) દેશ-દુનિયામાં આધારિત ગતિવિધિઓને આધારિત

    (v) ઘટનાપ્રધાન

    (vi) જીવનનાં મૂલ્યોને આધારિત

    પ્રસ્તુત વિવિધ વિષયોને આધારિત ભાષાને બદલવી જોઈએ, વિચારોને રજૂ કરવાની રીતિ વિષયને અનુરૂપ મઠારવી જોઈએ ત્યારે નિબંધના વિષયનું ઔચિત્ય જળવાય છે.

    નિબંધ લખવા માટેની સજ્જતા :

    નિબંધને શ્રેષ્ઠ રૂપ આપવા માટે અને મહત્તમ ગુણ મેળવવા માટે નિબંધ લખવાની સજ્જતા અનિવાર્ય બને છે. જેમ નીચે મુજબની પ્રતિબદ્ધતા વિધાર્થીએ કેળવવી રહી.

    (i) વાંચન :

    કોઈ પણ મૌલિક લેખનસર્જન માટે વાંચન અતિઆવશ્યક બને છે. શ્રેષ્ઠ વાંચનના પરિણામે આપણો શબ્દભંડોળ તો ખીલે જ છે સાથે સાથે આપણા વિચારોને પણ આગવો ઓપ મળે છે. વિચારો સુદૃઢ બને છે. આપણા અભ્યાસક્રમના અનુસંધાનમાં વાત કરીએ તો બહોળું અભાવે મૌલિકતા વાપરી શકતા નથી તેની જગ્યાએ કાલ્પનિકતા(તદ્દન ખોટી વાતો)નો પ્રયોગ કરી નિબંધને ખોટું ખોટું લંબાણ આપતા હોય છે. જેની સીધી અસર તેમના માર્ક્સ પર પડે છે.

    (ii) નિરીક્ષણ અને અવલોકન :

    આપણા અભ્યાસક્રમ મુજબ અને પરીક્ષાની અપેક્ષા મુજબ નિબંધને સંપૂર્ણ ન્યાય આપવો હોય તો જે પણ વિષય પરીક્ષામાં મુકાયો હોય તેના માટે વિદ્યાર્થીનું સચોટ નિરીક્ષણ હોવું જરૂરી છે. સ્વાભાવિક રીતે સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ પાસે કરન્ટ ટોપિક્સ પર આધારિત વિષય વિશે જ્ઞાન તો હોય છે, પણ આ વિષય માટેનું તેમનું પોતાનું અવલોકન અને આગવું નિરીક્ષણ કાચાં પડે છે. જેથી તેવા વિદ્યાર્થીઓનો નિબંધ જેવો લખાવો જોઈએ તેવો લખાતો નથી. બધું જાણે ઉપરછલ્લું જ લખાયુ હોય તેવું આપણને લાગ્યા કરે છે. અમુક સંશોધન પરથી એ તારણ પર આપણે વાત મૂકી શકીએ કે, ‘હવેની પરીક્ષાનું રિઝલ્ટ; તમારું વિષય પ્રત્યેનું જ્ઞાન કેટલું છે, તેના પરથી નક્કી નથી થતું; બલ્કે એ વિષયને તમે કેવી રીતે સમજ્યા છે. હું અવલોકન કેટલું ગહન છે તેના પરથી તૈયાર થાય છે.’ – આ વાતને આજના અને હવે પછીની સ્પર્ધાત્મક પરીક્ષ આપનારા દરેક વિધાર્થીઓએ ગાંઠ મારીને આત્મસાત્ કરવા જેવી છે.

    (iii) વિશ્લેષણ :

    નિબંધનો વિષય કોઈ પણ હોય પણ એ વિષયની જાણકારી જ માત્ર પૂરતી નથી, પણ એ વિષયનું વિશ્લેષણ કઈ રીતે છે, અર્થાત્ સંશોધન કેવી રીતે કરાયું છે એ પણ નિબંધની શ્રેષ્ઠતા માટે મહત્ત્વનો મુદ્દો છે.

    દા.ત. ‘ઇલેક્ટ્રિક કાર અને પેટ્રોલનું ભવિષ્ય’ – આ વિષય અંગે જો નિબંધ લખવો હોય તો આ વિષયની ગહન માહિતી તમારી પાસે હોવી જોઈએ. ઇલેક્ટ્રિક કારને પ્રોત્સાહન કેમ અપાઈ રહ્યું છે ? – આ બાબતથી લખાણ શરૂ કરી ઇલેક્ટ્રિક કારથી બદલાતા ભવિષ્ય અંગે વાત મૂકી શકાય. સરકારના આ નિર્ણયની યોગ્યતા અને તમારે તમારા નિર્શનો રજૂ કરવા જ પડે. વળી, ‘પેટ્રોલનું ભવિષ્ય’ – અંગે વાત ખૂબ મહત્ત્વની થઈ પડે છે, પ્રસ્તુત વિષયના સંદર્ભમાં, પેટ્રોલની આયાત કરતા દેશોનું ભવિષ્ય સરકારના આ નિર્ણય સાથે જોડાયેલું છે, જેથી થનારા ભૂરાજનીતિક પરિણામો વિશે તથ્યને સાચવીને વાત મૂકવી જ પડે.

    આમ, આપણા અભ્યાસક્રમની , આપણા પરીક્ષામાં પુછાતાં પ્રશ્નોના જવાબને કેટલા અંશે વિશ્લેષણ કરીને લખ્યાં છે. તેના આધારે તમારા ગુણ નક્કી થાય છે. ટૂંકમાં સમજીએ તો જેમ ડૉક્ટર પોતાના કોઈ દર્દીના દર્દીના મૂળિયા સુધી પહોંચવા ઓપરેશનનો સહારો લે છે, તેવી જ રીતે સંશોધનકતાએ પણ કોઈ પણ વિષયને નિરુપિત કરતા પહેલા સચોટ અને સર્વગ્રાહી સંશોધન સુધી પહોંચવું જ જોઈએ.

     

    (iv). નિર્ણયશક્તિ :

    કોઈ પણ વિષય પર નિબંધ લખવા માટે આપણને અમુક ચોક્કસ જગ્યા અને 250 થી 300 શબ્દોની મર્યાદા નક્કી કરાઈ હોય છે. વળી, એક ગંભીર વિધાર્થી તરીકે તમારી પાસે વિષયને અનુલક્ષીને બહોળું જ્ઞાન પણ હોય, આવા સમયે ઘણું અઘરું થઈ પડે છે કે આપણે આપણી સંગ્રહિત માહિતીમાંથી કઈ અને કેટલી માહિતીને નિબંધની લેખિનીમાં સ્થાન આપીએ. નિબંધને પરીક્ષામાં જ્યારે પ્રશ્ર્ન રૂપે ચેક કરવામાં આવે છે, ત્યારે આ મુદ્દાને પણ ધ્યાનપાત્ર ગણવામાં આવે છે. તમારી પાસેની બધી જ માહિતીમાંથી કેટલી માહિતીને કેવી રીતે તમે તમારા જવાબમાં સંપાદિત કરી શક્યા છો. જેથી વિદ્યાર્થીએ ત્વરિત નિર્ણયશક્તિ કેળવવી જ પડે.

    (i) 1992

    (1) રાષ્ટ્રીય વિકાસ માટે પ્રજાકીય શિસ્તની આવશ્યકતા

    (2) રાષ્ટ્ર. ધર્મ અને રાજકારણ

    (3) આપણા દેશમાં પર્યાવરણના પ્રશ્નો

    (4) એક ઔદ્યોગિક પ્રદર્શનની મુલાકાતે

    (5) મન જ માણસનો મિત્ર, મન જ માણસનો શત્રુ

    (ii) 2017

    (1) વૈશ્વિકીકરણ અને ભારતમાં આવેલા સાંસ્કૃતિક પરિવર્તનો

    (2) હિન્દી સિનેમામાં નારીત્વનું પરિવર્તિત નિરૂપણ – છેલ્લા દાયકાના સંદર્ભે

    (3) ડિજિટલ ઉપકરણો વડે જીવાતા જીવનની મનુષ્યોના આંતરસંબંધો પર અસર

    (iii) 1990

    (1) આજનું આપણું પત્રકારત્વ

    (2) વ્યવસાયલક્ષી શિક્ષણ

    (3) સમૂહ – માધ્યમોની સ્વાયત્તતા

    (4) સર્વધર્મ સમભાવ : આજની પ્રજાકીય આવશ્યકતા

    (5) એક કારકુનની આત્મકથા

    (iv) 2016

    (1) જો હું ભગવાન હોઉં તો…

    (2) સાહિત્ય અને સમાજ

    (3) આતંકવાદ : દુનિયાની સળગતી સમસ્યા

    (4) જો આજે ગાંધીજી જીવતા હોત તો….

    (v) 1988

    (1) સામાજિક પરિવર્તનની દશા અને દિશા

    (2) દૂરદર્શન : લોકશિક્ષણનું એક શક્તિશાળી માધ્યમ

    (3) દેશદર્શન એટલે દેવદર્શન

    (4) વર્ષાની એક સુંદર સાંજ

    (5) જો હું પ્રધાન હોઉં તો –

     

    (vi) 2007

    (1) 21મી સદી : જ્ઞાનવિજ્ઞાનની સદી

    (2) 2020નું ભારત : જગતની મહાસત્તા

    (3) સમૂહ માધ્યમોનો સમાજ પર પ્રાભાવ

    (4) લોકશાહીના લાભાલાભ

    (vii) 1986

    (1) શિક્ષણમાં ક્રાંતિ

    (2) સાહિત્ય અને રાજ્યાશ્રય

    (3) વસંતનો વૈભવ

    (4) એક યાદગાર પ્રસંગ

    (5) મારો પ્રિય કવિ

    (viii) 2002

    (1) ભૂકંપગ્રસ્ત ખંડેર ઘરની આત્મકથા

    (2) પ્રદૂષણ હટાવો, પર્યાવરણ બચાવો

    (3) કોમી એકતા

    (4) પહેલા વરસાદના મારા અનુભવો.

    સમજૂતી માટેના નીચે કેટલાક નિબંધો આપેલ છે:

    (1) ભારતીય સૈન્યમાં સ્ત્રીઓની ભૂમિકા

    પ્રસ્તાવના

    વર્તમાન સમયમાં ભારતીય સૈન્યમાં મહિલા અધિકારીઓના પ્રવેશ અંગે કેટલીક ચચર્ચાવિચારણાઓ સાંભળવા મળી રહી છે. આ પરિપ્રેક્ષ્યમાં વિચારનો આરંભ કરીએ તો મહિલા અધિકારીઓનું ભારતીય સૈન્યમાં સ્થાન એ સૈન્યદળની અસીમ શક્તિઓમાં વધારો કરનાર છે. આવા સમયે કેટલાંક લોકો તરફથી ફેલાઈ રહેલા પૂર્વગ્રહને ત્યજવા જોઈએ અને સૈન્યમા સ્ત્રીઓના સ્થાનને સમજવું અને સ્વીકારવું જોઈએ.

    ભારતીય સૈન્યમાં સ્ત્રીઓની ભૂમિકા- ઐતિહાસિક પશ્ચાદ્ ભૂમિકા

    ભારતીય સૈન્યમાં મહિલાઓનું સ્થાન એ એક સંવેદનશીલ મુદ્દો છે, જેને સમજવા માટે ચૌક્કસપણે ઇતિહાસના પાન ફેરવવાં પડે.

    ભારતીય સશસ્ત્ર દળમાં 1888માં ભારતીય સૈન્ય નર્સિંગ સેવાના નિર્માણ અર્થે સૌપ્રથમવાર મહિલાઓની ઉપસ્થિતિ આકાર પામી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સેનાના નર્સિંગ સ્ટાફ દ્વારા એક શાનદાર ભૂમિકા નિભાવવામાં આવી. યુદ્ધ સામર તેમનું સમર્પણ ઘણું પ્રભાવક હતું. વળી, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન નૂર ઇનાયત ખાન નામની મહિલાએ પોતાની સરાહનીર સેવા માટે મહાન દરજ્જો પ્રાપ્ત કર્યો. બ્રિટિશ ભારતીય સેના, સશસ્ત્ર બળવાળા દળમાં મહિલાઓને સ્થાન આપવા માટે થોડ સંકુચિત માન્યતા ધરાવતા હતા. પરંતુ, નેતાજી સુભાષચંદ્ર બોઝની ‘આઝાદ હિંદ ફોજ’નું આગમન થતાં યુદ્ધ કરવા સંપૂલ સજ્જ એવી વિશેષ મહિલા રેજિમેંટ – ઝાંસી રેજિમેંટની મહિલાઓએ તત્કાલીન બર્મામાં ઇમ્પિરિયલ જાપાની સેનાના વિરુદ્ધમ યુદ્ધના મેદાનમાં ઘમાસાણ લડત આપી.

    ભારતીય સૈન્યમાં સ્ત્રીઓની ભૂમિકા – વર્તમાન સમયની પરિપાટીએ મૂલ્યાંકન

    ભારતીય સૈન્યદળમાં મહિલાઓની પ્રથમ બેય 1992માં સામેલ કરવામાં આવી હતી. અંત્રે એક બાબત નોંધવી જોઈર- કે, દુનિયાના વિકસિત દેશો, જેવાં કે સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રિટન અને કેનેડા જેવાં દેશોમાં સૈન્યદવામાં મહત્ત્વનું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે. મહિલાઓને સૈન્યદળમાં સમાવવી જોઈએ કે નહીં તેવાં સવાલના જવાબરૂપે અમેરિકાએ પોતાના સૈન્યદળ- 200,000+ મહિલાઓને સ્થાન આપ્યું છે. અર્થાત્ અમેરિકી સશસ્ત્ર બળની 20% તાકાત મહિલાઓની છે, જે નોંધવું કરે.

    ભારતીય સૈન્યદળમાં 6,807 મહિલાઓ છે, જે ભારતીય સેનાનો 0.56 ટકા જેટલો હિસ્સો છે. ભારતીય વાયુ સેનામ 1,607 મહિલાઓ છે, જે 1.08 ટકા શક્તિથી વાયુસેનામાં પ્રતિનિધિત્વ કરે છે. ભારતીય નૌસેનામાં 704 મહિલા અધિકાર છે, જે 65 ટકા જેટલા બળથી નીસેનાનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે ત્રણેય પ્રતિષ્ઠાનોમાં મહિલા અધિકારીઓની સંખ્ય ઉપર વિચાર કરીએ તો 9,118 મહિલાઓ સક્રિય ડયૂટી પર છે. અને સરાહનીય બાબતની વાત મૂકીએ તો સૈન્ય પોલીસમ 1700 મહિલાને જવાનો (સૈનિક)ના રૂપમાં સ્થાન આપવાની મંજૂરી આપવામાં આવી છે.

    હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2015માં ભારતીય વાયુસેનાએ સૌપ્રથમવાર મહિલાઓને ‘લડાઈ વિંગ’માં સ્થાન આપ્યું. ત્યાર બાદ ભારતીય નૌસેનામાં પણ મહિલાઓ માટે ઘણા રસ્તા મોકળા બન્યા. ભારતની પહેલી નૌસેના મહિલાઓ 2016માં સમુદ્ર ટોહી વિમાનના પાઈલટના રૂપમાં નિયુક્ત કરવામાં આવી. આ ઉપરાંત, હાલમાં ભારત સરકારે સેનાની ત્રણેય સેવાઓમાં મહિલા અધિકારીને સ્થાયી કમિશન આપવાનો સરાહનીય ફેસલો કર્યો છે.

    ઉપસંહાર

    આમ, ભારતીય સૈન્યમાં પોતાનું સરાહનીય સ્થાન મેળવવા માટે મહિલાઓએ સંઘર્ષ કરવો પડયો છે. જોકે, સરકાર હ મ મહિલાઓના સૈન્યમાં સ્થાન અંગે હકારાત્મક રીતે વિચારતી થઈ છે. આગામી સમયમાં સૈન્યમાં પ્રાપ્ત થતું સરાહનીય ‘કમાન્ડ = પદ લિંગના આધારે નહિ. પણ સાહસ અને શૂરવીરતાના આધારે નક્કી થશે તેવી આશા રાખી શકાય. તથા ભારતીય સૈન્યમ 1 મહિલા આગવી શૌર્યતાથી પોતાની કાબેલિયત સિદ્ધ કરશે જ તેવું કહેવામાં અતિશયોક્તિ નથી..

    2 નવી શિક્ષણનીતિ અને ગાંધીવિચાર

    પ્રસ્તાવના

    એક મહાન વિચારક – નેતા – રાષ્ટ્રીય પિતા એવા મહાત્મા ગાંધી સમાજને બદલવા માટે શિક્ષણની શક્તિ પર વિશ્વાર કરતા હતા. હાલ જ અમલમાં આવેલી નવી શિક્ષણનીતિ એ ગાંધીજીના શિક્ષણ અંગેના આગવા અને અંગત અભિગમ સાથે સમાનતા ધરાવે છે.

    પ્રયોગવાદી ગાંધીવિચાર અને નવી શિક્ષણનીતિ

    દાયકાઓ બાદ, ભારત નવી શિક્ષણનીતિને અમલી કરી રહ્યું છે, જે સુખદ વાત છે. NEP 2020, દ્વારા અમલમાં આવેલ આધુનિક શિક્ષણની વિચારધારાઓ અને વિચારપ્રક્રિયાઓની કઈ કેટલીય દિશાઓ હોવા છતાંય એમાં સર્વસામાન્ય બાબન તરીકે શિક્ષણ વિશે ગાંધીવાદી વિચારોની સમાનતા ઊડીને આંખે વળગે તેવી છે. ગાંધીજીએ જે પણ વિચાર સમાજ- દુનિટ સામે મૂક્યો છે, તેમાં તેમણે સત્ય સાથે પ્રયોગો કર્યાં છે. ગાંધીજી પ્રાચીન સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત હતા અને આપણ- આશ્ચર્ય થાય તે રીતે તેઓ આધુનિક પણ હતા. અર્થાત્ એમ કહી શકાય કે, તેમનામાં ભવિષ્ય અને વર્તમાનનું સમાનપાા સંમિશ્રણ જોવા મળે છે. નવી શિક્ષણનીતિને ગાંધીજીના વિચારદેહ દ્વારા મૂર્તિમંત કરાઈ છે તેવું કહેવામાં અતિશયોક્તિ નથી નવી શિક્ષણનીતિમાં બહુ ભાષાવાદ અને ભાષા અર્થાત્ માતૃભાષાની શક્તિ. જીવનકૌશલ, નૈતિકતા અને માનવીય સંવૈધાનિ મૂલ્યો, રચનાત્મક અને આલોચનાત્મક વિચાર, વિવિધ વિષયોથી ભરપૂર શિક્ષણને પ્રોત્સાહન આપવાની જે નેમની હાકા કરાઈ રહી છે, તેમાં ગાંધીજીના પ્રયોગવાદી ગાંધીવિચારની ઝલક દેખાઈ રહી છે.

    સમગ્ર વિકાસ અને ગાંધીવાદી વિચારો પ્રત્યે નવી શિક્ષણનીતિનું ધ્યાનાકર્ષિત

    ગાંધીજી “સા વિદ્યા યા વિમુક્તયે” સુભાષિત અનુસાર શિક્ષણની પરિભાષાને સ્વીકારે છે. અર્થાત્, શિક્ષણ એ છે. આપણને મુક્ત કરે છે. સ્વતંત્રતા તરફ લઈ જાય છે. રૂઢિગત માન્યતાઓ અને કુંઠિત વિચારોથી મુક્ત થવું એ શિક્ષા દ્વારા મળેલી એક આગવી અને આવકારદાયક સ્વતંત્રતા છે. ગાંધીજીના મતે સાક્ષરતા ફક્ત શિક્ષા પ્રદાન કરવાનું સાધ માત્ર ના હોવું જોઈએ, બલકે શિક્ષણમાં ચારિત્ર્ય નિર્માણને મહત્ત્વતા મળવી જોઈએ. મજબૂત ચરિત્ર વિના કોઈ પણ વ્યકિ પોતાના જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં ગૌરવ પ્રાપ્ત કરી શકતી નથી. અને જ્યાં સુધી વ્યક્તિ પોતાના જીવનમાં નૈતિ આચારસંહિતાનું પાલન નથી કરતી ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું શિક્ષણ તેને ચરિત્રવાન બનાવી શકતું નથી. ગાંધીજી આ જ વિચારનું પાલન નવી શિક્ષણનીતિમાં સહજ રીતે જોઈ શકીએ છીએ. નવી શિક્ષણનીતિ પ્રમાણે શિક્ષણની વ્યાખ્યા ‘સર્વગ્રાહી’ શબ્દનો ઉમેરો થયો છે. અર્થાત્ ઉપરોક્ત મુજબ વિદ્યાર્થીઓનો વિકાસ મન-શરીર અને આત્માથી થાય હેતુથી નવી શિક્ષણનીતિ ઘડાઈ છે.

    માતૃભાષાને પ્રાધાન્ય – ગાંધીવિચાર અને નવી શિક્ષણનીતિ

    ગાંધીજી માનતા હતા કે, કોઈ પણ વિદ્યાર્થીનું પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં જ અપાવું જોઈએ. ત્યાર બાદ રાષ્ટ્રભાષ શિક્ષણ આપવું જોઈએ. અને જ્યારે વિધાર્થી પોતાના રસ-રુચિ – બુદ્ધિ કેળવે છે ત્યારે દુનિયાભરની અન્ય વિશેષ ભાષાસ” પરિચય મેળવે તો એ ગહન રીતે બધું શીખી શકે છે. ગાંધીજી પ્રમાણે અંગ્રેજી ભાષા ભારતીયોને આંતરિક રીતે જોડી – જ શકે, જેથી જે-તે માતૃભાષા અને હિન્દી ભાષાએ અનિવાર્યરૂપથી પોતાનું સ્થાન લેવું જ જોઈએ. ગાંધીજી શિક્ષણને ભાષ 5 માધ્યમ પરથી સ્વીકારતા જ નથી. પોતાની ભાષા પરથી શિક્ષણમાં પ્રવેશ કરનાર વિધાર્થી જ્યારે અન્ય ભાષાને શીખે છે ત્ય તે ખરા અર્થમાં શિક્ષણની પરિભાષાને પંચાવી જાણે છે. આ સર્વ કારણોને કારણે નવી શિક્ષણનીતિમાં શિક્ષણમાં માતૃભાષ – પ્રાધાન્ય અપાયું છે. આ અનુસંધાનમાં ઘડાયેલા અભ્યાસક્રમ મુજબ પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષાને ફરજિયાત બનાવવા આવી છે.

    વ્યવસાયિક શિક્ષણ અંગે ગાંધીવિચાર અને નવી શિરેભુનીતિ

    નવી શિક્ષણનીતિમાં વ્યવસાયિક શિક્ષણ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ અભિગમ પણ ગાંધીજીના વિચારો સાથે સંલગ્નતા ધરાવે છે. ઉચ્ચ શિક્ષણ અંતર્ગત અભ્યાસના વિવિધ વિષયો દ્વારા વિદ્યાર્થીનું કાર્યબળ વધે છે, જેનાથી સામાન્ય રીતે વિદ્યાર્થી રોજગાર યોગ્ય બને એવી અપેક્ષા હોય છે, પણ નવી શિક્ષાણનીતિ પ્રમાણે વિદ્યાર્થી રોજગાર યોગ્ય બને એના કરતાં નવા નવા રોજગાર પોતે પેદા કરી શકે તે રીતે સક્ષમ હોવો જોઈએ. આ પણ શિક્ષણ અંગે ગાંધીજીના આદર્શ અને માર્ગદર્શક વિચારોમાંનો એક વિચાર છે.

    ઉપસંહાર

    શિક્ષણ અંગે ગાંધીજીના વિચાર શાંતિ-પ્રગતિ-સમૃદ્ધિ અને આધ્યાત્મિકતાના માર્ગ પર થઈ જવા માટે સક્ષમ છે. નવી શિક્ષણનીતિ પણ ગાંધીવાદી વિચારને મુખ્ય પરિબળ રાખીને દેશના યુવાનીને મહાત્મા ગાંધીની જેમ નિષ્ઠાવાન અને આદર્શ વ્યક્તિત્વ આપવાની નેમ સાધીને આગળ વધી રહી છે.

    3 સાયબર સુરક્ષા

    પ્રસ્તાવના

    સાયબર સુરક્ષા આજના સમયની જરૂરિયાત છે. આજે દુનિયા ઘણી તેજીથી ડિજિટલ થઈ રહી છે. જો કે, સાયબર સુરક્ષાની સામે ઘણાં પ્રશ્નો ખડાં થયા છે. આથી સાયબર સુરક્ષાને મજબૂત કરવાની તાતી જરૂર ઊભી થઈ છે.

    સાયબર સુરક્ષાનો અર્થ અને મહત્ત્વ

    સાયબર સુરક્ષા સાયબર સ્પેસની આંતરિક સિસ્ટમ નેટવર્ક અને ડેટાની સુરક્ષા અર્થે કારગત નીવડે છે. આ સર્વ પર થતાં નુકસાન અને હુમલાઓથી તેમને રક્ષણ આપવાનું લક્ષ્ય સાયબર સુરક્ષાનું છે.

    સાયબર સુરક્ષા એક જટિલ મુદ્દો છે. જે પણ ‘ડોમેન’નો ભાગ છે, તે સર્વ માટે કેટલીક સાવધાની રાખવી એ પહેલી શરત બની જાય છે. ડેટા-નેટવર્ક-કાર્યક્રમો અને અન્ય મહત્ત્વની સૂચનાઓમાં અચાનક આવતાં પરિવર્તનોને રોકવા એ સાયબર સુરક્ષાનું લક્ષ્ય છે. કેટલીય કંપનીઓ ડેટા સુરક્ષા માટે સોફ્ટવેર વિકસિત કરે છે. આ સોફ્ટવેરના ઉપયોગથી ડેટા સુરક્ષિત રહે છે. જાણકારીઓ સાચવવાની કામગીરી ઉપરાંત સાયબર સુરક્ષા આપણી સિસ્ટમને વાઈરસના હુમલાઓથી બચાવવામાં મદદરૂપ બને છે. અમેરિકા અને ચીન સૌથી વધારે ઇન્ટરનેટ ઉપયોગકર્તા છે, તેના બાદ ભારતનો નંબર આવે છે.

    સાયબર અપરાધ

    કમ્પ્યૂટર અથવા નેટવર્ક ઉપકરણો અયોગ્ય રીતે ઉપયોગ કરવા વાળી ગતિવિધિઓને સાયબર અપરાધ કહેવામાં આવે છે. સાયબર અપરાધ કરવા પાછળ અનેક કારણો છે. જેમકે, ઘણીવાર આર્થિક રીતે ફાયદો મેળવવા માટે આ ખોટો અને ટૂંકો રસ્તો અપરાધીઓ અપનાવતા હોય છે. ઘણી વાર કમ્પ્યૂટર અથવા કમ્પ્યૂટર સમાન ઉપકરણો (મોબાઈલ વગેરે)ને અક્ષમ કે નુકસાન પહોંચાડવાના ગંદા હેતુથી પણ આવું કરવામાં આવે છે. તો વળી, ક્યારેક અમુક ગુપ્ત માહિતી, સોફ્ટવેર કે ફોટોઝની ચોરી પણ આ રીતે થાય છે. આ ગુનાહિત પ્રવૃત્તિને સાયબર ક્રાઈમ કહેવામાં આવે છે. આ પ્રવૃત્તિ કરવા વાળાને હેર્ક્સ કહેવામાં છે. આવા હેર્સ દ્વારા થતાં સાયબર અપરાધમાં ઉપરોક્ત અપરાધ ઉપરાંત ઈ-મેઈલ અને ઈન્ટરનેટ દ્વારા થતી દગાખોરી, ઓળખાણ અંતર્ગત, બેંકમાં ખોલાયેલા એકાઉન્ટ અંતર્ગત, ક્રેડિટકાર્ડ અથવા અન્ય કોઈ પણ આવાં કાર્ડની ગુપ્ત જાણકારીઓ અંતર્ગત ચોરી-દગાખોરી કરવાના પ્રયાસો એ સાયબર અપરાધનો ભાગ છે.

    સાયબર સુરક્ષાને પ્રોત્સાહન

    સાયબર અપરાધને સંપૂર્ણપણે જો ખતમ કરવું હશે, તો સાયબર સુરક્ષાને અમુક ચોક્કસ આયોજન દ્વારા અમલમાં લાવવી જ પડશે. જેમ કે,

    (1) સાયબર સુરક્ષા માટે જે સાયબર અપરાધની ઘટનાઓ થાય છે એની સામે યોજનાઓ બનાવવી પડશે.

    (2) ટુ-ફેક્ટર ઔર્થેટીકેશન (2FA) કીઝ ઈનસ્ટોલ કરવી જોઈએ અથવા આને લગતી એપ્લિકેશનનો ઉપયોગ કરવો જોઈએ.

    (3) જો અનુકૂળ હોય તો પ્રત્યેક ઓનલાઈન ખાતા માટે 2FA કીઝ સક્ષમ રીતે કાર્યરત કરવી જોઈએ.

    (4) કંપની ઈ-મેઈલના જેવું જ એક્સ્ટેન્શન વાળા ઈ-મેઈલને ફ્લેગ કરવા માટે IDS સેટઅપ કરવું જોઈએ. આ પૈસાની લેવડદેવડ સમયે આવેલાં દરેક ઈ-મેઈલની વિશ્લેષણયુક્ત માહિતી પ્રદાન કરશે.

    (5) સાયબર સુરક્ષાને હાનિ ના પહોંચે એ હેતુથી સાયબર સુરક્ષાની દરેકે દરેક પ્રક્રિયાથી જે-તે વિભાગના કર્મચારીઓને પ્રશિક્ષિત કરવા જોઈએ.

    (6) વેબસાઈટ, એંડપોઇટ ડિવાઈસ અને સિસ્ટમની સુરક્ષા માટે અપડેટ અને બેકઅપ લેતાં રહેવું જોઈએ.

    સાયબર યુદ્ધ

    ‘યુદ્ધ’ શબ્દ જે અર્થ ધરાવે છે, બસ તે જ અર્થ સાયબર યુદ્ધ માટે સિદ્ધ થાય છે. સાયબર સાથે જોડાયેલું હોવાથી આ યુદ્ધની પ્રક્રિયા ભિન્ન છે, પણ હેતુ તો એક જ છે. – ‘વિનાશ’, ‘અવરોધ’, ‘નકારાત્મકતા’. કોઈ પણ દેશ કે કોઈ દેશના સૈન્ય દ્વારા બનાવાયેલા કમ્પ્યૂટર નેટવર્કને નષ્ટ કરવાના કે નુકસાન પહોંચાડવાના હેતુથી આનો ઉપયોગ થાય છે. સામાન્યરીતે વિકાસશીલ દેશ સાયબર સ્પેસ પર નિર્ભર હોય છે જ. આવા સમયે હવે આવા ‘સાયબર યુદ્ધ’ ની સામે ઝઝૂમવા દરેક દેશે પોતાની સાયબર સુરક્ષા પરિપક્વ કરવી જ પડશે.

    ઉપસંહાર

    સાયબર સુરક્ષા લેપટોપ-સ્માર્ટફોન-ટેબલેટ જેવાં ઇલેક્ટ્રિક ગેઝેટ્સને હેકર્સ અને ડેટા ચોરથી દૂર રાખવા માટેનો એક પ્રયત્ન છે. વર્તમાન સમયમાં ઇલેક્ટ્રિક ગેઝેટ્સના વધેલા ઉપયોગના કારણે સૌ કોઈને સાયબર સુરક્ષાની જરૂરિયાત વર્તાઈ છે. આથી જ નાગરિકોથી માંડીને સરકારમાં પણ અઘતન નેટવર્ક અને સિસ્ટમ સુરક્ષા અને એન્ટિ- વાઈરસના ઉપયોગ અંગે જાગૃતતા ફેલાવવી જોઈએ, જેનાથી નેટવર્કિંગ અને સિસ્ટમ સેટિંગ વાઈસમુક્ત અને સુરક્ષિત રહેશે…

    (4) વૈશ્વિકીકરણ અને રાષ્ટ્રીયકરણ : એક સિક્કાની બે બાજુ

    પ્રસ્તાવના

    છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિકીકરણની સામેની બાજુએ રાષ્ટ્રીયકરણને મૂકીને જોવાની- ચર્ચાઓ કરવાની રીતિ આરંભાઈ છે. પરંતુ, આપણે આ ચર્ચાનો ભાગ બનીએ તે પહેલાં આપણે એ સ્વીકારવું જ રહ્યું કે, દેશના વિકાસ માટે બંને જરૂરી છે; પછી એ વૈશ્વિકીકરણ હોય કે રાષ્ટ્રીયકરણ.

    વૈશ્વિકીકરણ એટલે….

    વૈશ્વિકીકરણ અર્થાત્ દુનિયાની વિભિન્ન અર્થવ્યવસ્થાઓ જ્યારે એકીકરણ પામે છે, ત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા બની કહેવાય. આને વધુ સમજીએ તો આ ક્ષેત્રમાં વિભિન્ન દેશો પોતે એકબીજા સાથે સહમતિપૂર્વક જોડાય છે અને એકબીજા પર આશ્રિત રહીને પોતાનો વિકાસ સાધે છે. જેના પરત્વે સ્વાભાવિકપણે એક દેશનું બીજા દેશ વચ્ચે ઉત્પાદન, વિચારો, સંસ્કૃતિ, જનશક્તિ અને અન્ય સંસાધનોની આપ-લે થાય છે, ત્યારે વૈશ્વિકીકરણનો વાસ્તવિક અર્થ સિદ્ધ થાય છે.

    આ વૈશ્વિકીકરણ જ છે, જેને કારણે હવે આપણી પાસે દુનિયાના પ્રમુખ દેશો સાથેનો સંપર્ક વધ્યો છે, જેના પરિણામે જે- તે દેશોના ઉત્પાદન અને સેવાઓ આપણા સુધી પહોંચી શકે છે, જે પહેલાં એકમાત્ર સપનું જ હતું. આ સર્વ વાહનવ્યવહાર અને સંચારમાધ્યમ અંગે ટેક્નોલોજીએ જે હરણફાળ ભરી છે તેને કારણે શક્ય બન્યું છે. સમયાંતરે ભારતમાં જ્યારે રૂપિયાનું મૂલ્ય અધોગતિની દિશા તરફ ગતિ કરતું દેખાયું ત્યારે ભારત દેશે વૈશ્વિકીકરણ દ્વારા દુનિયાના અન્ય દેશો સાથે પોતાની વાતચીતનો દોર વધાર્યો, દેશ – દેશ વચ્ચેના સંબંધો વિકસિત થયા, જેનો ફાયદો આપણે અનુભવી શકીએ જ છીએ.

    ભારતને વૈશ્વિકીકરણને કારણે ખરેખર ફાયદો થયો છે, જેમ કે

    એક દેશ બીજા દેશ પર વ્યાપાર-ધંધા અર્થે આશ્રિત રહેવા લાગ્યો.

    દેશ-દેશ વચ્ચે અનેક વસ્તુઓ અને સેવાઓનું આદાન-પ્રદાન વધ્યું.

    દેશ-દેશ વચ્ચે સામાજિક સંપર્કમાં વધારો થયો.

    પ્રબંધન (મેનેજમેન્ટ) વ્યવહારનું સ્થાનાંતરણ થયું.

    વિદેશી કંપનીઓએ દેશમાં ધંધા અર્થે કરેલું મૂડીરોકાણ

    દેશ-દેશ વચ્ચે ટેક્નોલોજીની દૃષ્ટિએ સંપર્કમાં થયેલો વધારો. –

    રાષ્ટ્રીયકરણ અથવા રાષ્ટ્રવાદ એટલે….

    રાષ્ટ્રીયકરણ અથવા રાષ્ટ્રવાદ એ એક રાજનીતિક વિચારધારા છે, જેમાં એક રાષ્ટ્ર વ્યક્તિઓના સમૂહ સાથે પોતાની વિભાવના ઘડે છે. અર્થાત્ જે-તે રાષ્ટ્રના લોકો પોતાના જ રાષ્ટ્રના વિચારો, નિયમો અને વિનિયમોનું પાલન કરીને તેનું સમ્માન કરવું એ રાષ્ટ્રવાદ છે. વર્તમાન સમયમાં પ્રગતિ અને વિકાસના પથ પર આપણે જો આપણા રાષ્ટ્રને જોવું હોય, તો વૈશ્વિકીકરણનો સ્વીકાર કરવો પડે, પણ સાથોસાથ રાષ્ટ્રવાદની ભાવના પણ જીવતી રાખવી પડે. હાલ કોરોનાકાળ દરમિયાન સરકારે ‘આત્મનિર્ભર ભારત’ની જે હાકલ શરૂ કરી છે, તે રાષ્ટ્રવાદ કે રાષ્ટ્રીયકરણનો ઉત્તમ નમૂનો છે. રાષ્ટ્રીયકક્સ્ટ -અંતર્ગત જે-તે દેશ અમુક સ્પષ્ટ નિયમોને અનુસરે છે. જેવા કે,

    (1) માત્ર જે સીમા-હદ બાંધી હોય તેમાં રહીને જ પોતાનો વ્યાપાર કરવો.

    (2) પોતાની વસ્તુ લેવા-વેચવા કે કોઈ પણ પ્રકારની સેવાઓ પ્રાપ્ત કરવા અથવા આપવા માટે માત્ર પોતાના દેશને જ પ્રાધાન્ય આપવું.

    (૩) બીજો દેશ આ પ્રકારના ધંધા-વેપારનો ભાગ બનતો નથી.

    (4) નિશ્ચિત ક્ષેત્રમાં રહીને જ બધી પ્રબંધન (મેનેજમેન્ટ) વ્યવસ્થા જાળવવામાં આવે છે.

    જો કે, એક વાત સ્વીકારવી પડે કે, વૈશ્વિકીકરણ કેટલાય દેશોમાં આર્થિક ક્રાંતિનું કારણ બને છે. ભારતમાં વૈશ્વિકીકરણન પહેલાં જીડીપીમાં ધીમી વૃદ્ધિ થઈ હતી. વૈશ્વિકીકરણ વિભિન્ન કંપનીઓની વચ્ચે સ્પર્ધા પણ ઊભી કરે છે, જેના કારણે ગ્રાહકોને ઘણી સારી સેવાઓ પણ મળી શકે છે. વૈશ્વિકીકરણે આવી સેવાઓ પ્રદાન કરવા વાળી વિભિન્ન કંપનીઓ માટે ઘણા નવા અવસરો ઊભા કર્યા છે.

    વૈશ્વિકીકરણ અને રાષ્ટ્રીયકરણના ફાયદા અને ગેરફાયદા….

    વૈશ્વિકીકરણના અનેક ફાયદા છે, પરંતુ કેટલાંક નુકસાન પણ છે. સ્થાનિક વેપાર પર વૈશ્વિકીકરણની અસર થયા વિના રહેતી નથી. કારણ કે, ઘણી વાર અમુક વૈશ્વિક કંપનીઓ પોતાની સેવાઓ કે સામાન ખૂબ ઓછા દરમાં આપતી હોય છે. જેથી સ્વાભાવિક રીતે ગ્રાહકો આવી કંપની તરફ આકર્ષાય તે સ્વાભાવિક છે. બીજી બાજુ રાષ્ટ્રવાદ રાષ્ટ્રના વેપાર-ધંધ માટે એક સુરક્ષિત વાતાવરણ ઊભું કરે છે. પરંતુ, એ વાત પણ સ્વીકારવી જ રહી કે, દેશની અર્થવ્યવસ્થા સુધારવા માટે વૈશ્વિક અભિગમને પણ પ્રાધાન્ય આપવું જોઈએ. વૈશ્વિકીકરણ ભારતને સમગ્ર દુનિયામાં એક મજબૂત અર્થવ્યવસ્થાના કૂપમાં ચિહ્નિત કરી રહ્યું છે અને કરશે, આ વાત અવગણી શકાય નહિ. બસ, આ જ કારણે વૈશ્વિકીકરણ અને રાષ્ટ્રવાદની વચ્ચે સંતુલન રાખીને આગળ વધવું જોઈએ.

    ઉપસંહાર

    ટૂંકમાં, સ્થાનીય બજાર અને વૈશ્વિક બજાર બંનેને સમાનપણે સ્વીકારવું જોઈએ. રાષ્ટ્રએ પોતાની આર્થિક નીતિઓ બનાવવી જોઈએ, જે વૈશ્વિકીકરણ અને રાષ્ટ્રીયકરણ બંનેની દરેક જરૂરિયાતો માટે અનુકૂળ હોય.

    (5) પ્લાસ્ટિક પ્રતિબંધ અને અર્થવ્યવસ્થા પર તેનો પ્રભાવ

    પ્રસ્તાવના

    પ્લાસ્ટિક બેગ પર તંત્ર હાલ લાલ આંખ કરી રહ્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે, એને રિસાઈકલ કરવું ઘણું અઘરું છે, જે માનવ, માણીઓ અને પર્યાવરણ બધા માટે ગંભીર છે. જો કે, હાલ ઘણાં રાજ્યોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પર્યાવરણની મદદના હેતુસર 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જોડાયાં છે. પરંતુ, આર્થિક વિશેષજ્ઞ આને દેશની અર્થવ્યવસ્થા માટે નકારાત્મક ગણાવે છે.

    પ્લાસ્ટિક પર પ્રતિબંધ શા માટે ?

    પર્યાવરણ પર નકારાત્મક પ્રભાવ

    પ્લાસ્ટિક બેગ જમીન અને પાણી બંનેને પ્રદૂષિત કરે છે. પ્લાસ્ટિક બેગ બિનનવીનીકરણીય સંસાધનથી બનાવામાં આવે છે. મોટા ભાગે પ્લાસ્ટિક બેગ પોલીપ્રોપાઈલીનથી બનેલી હોય છે, જે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસથી પ્રાપ્ત થાય છે. અથતિ આ બંને પણ બિન-નવીનીકરણીય સંસાધન છે. આ કારણે વૈશ્વિકસ્તરે પર્યાવરણમાં અસર થાય છે, જે નકારાત્મક હોય છે.

    પ્લાસ્ટિકની બનાવટ વધુ ખર્ચાળ

    એવું માનવામાં આવે છે કે, પ્લાસ્ટિકની સામગ્રીના ઉત્પાદન માટે વધુ ઊર્જા જોઈએ છે. એ એક કારને એક કિલોમીટર ચાલે ત્યારે જેટલી ઊર્જા વપરાય એટલી ઊર્જા નવ પ્લાસ્ટિકની બેગ બનાવવા માટે વપરાય છે. વળી, મોટા ભાગનો પ્લાસ્ટિક બેગને રિસાઈકલ કરવી ઘણું અઘરું છે. વિવિધ સંશોધનોને પરિણામે પ્લાસ્ટિકની થેલીઓનું વાસ્તવિક રીતે રિસાઈકલિંગ કરવાનો દર માત્ર 5 થી 6 ટકા જેટલો જ છે.

    સમુદ્રીજીવન માટે ખતરા સમાન

    પ્લાસ્ટિકની થેલીઓ રિસાઈકલ થઈ શકતી નથી, જેથી તે સમુદ્રમાં જતી રહે છે. અને તેના નાના નાના ટુકડાઓ તૂટીને – સમુદ્રીજીવોનો ખોરાક બની જાય છે. એવું અનુમાન લગાવવામાં આવે છે કે, દુનિયાભરના બધા જ મહાસાગરોમાં મળીને 46000- 1,000,000 પ્લાસ્ટિકના ટુકડા તરી રહ્યાં છે. પ્લાસ્ટિકના આકારના કારણે મોટા ભાગે પક્ષીઓ, વન્યજીવો, સમુદ્રીજીવોનું આ ભોજન બની જાય છે, જેનાથી તેમનું પાચનતંત્ર ખરાબ થાય છે, અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉપરાંત શ્વાસ રૂંધાવાની સમસ્યાથી તેમનું મૃત્યુ પણ થાય છે, તો કેટલાંક પ્રાણીઓ એમાં ફસાઈ પણ જાય છે.

    માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક

    પ્લાસ્ટિકની થેલીઓમાંથી નીકળતું ઝેરીલું રસાયણ લોહી અને આંતરડાને નુકસાન પહોંચાડે છે. વારંવાર એક્સપોઝર કરવાથી કેન્સર અને તેનાં જેવી ગંભીરથી અતિગંભીર બીમારીઓ થઈ શકે છે.

    પ્લાસ્ટિક પ્રતિબંધ અને અર્થવ્યવસ્થાને નુકસાન

    કોઈ પણ બ્રાંડના પ્રચાર માટે સર્વશ્રેષ્ઠ

    પોતાના ધંધા-વેપારના વિકાસ અર્થે લોકોને પ્રચાર કરવો સ્વાભાવિક રીતે અતિઆવશ્યક છે. આ સમયે ધંધાદારીઓ પોતાની કંપનીનાં નામ અને અન્ય પ્રાસંગિક જાણકારીને ખૂબ સરળતાથી પ્રિન્ટ કરાવી શકે છે. કાગળ અને કપડાંની થેલીઓની તુલનામાં આવી થેલીઓ પર છપાઈનો ખર્ચ ઘણો ઓછો આવે છે.

    કાગળ કે કપડાંના પેકેજિંગ કરતાં ઘણું સસ્તું

    જે પેપર બેગ 20 થી 25 પૈસામાં ખરીદી શકાય એ જ પ્લાસ્ટિક બેગ 10 થી 15 પૈસામાં આપણને પડે છે. આનો અર્થ એ સરે છે કે, ખૂબ વધારે પ્રમાણમાં પ્લાસ્ટિક બેગ ખરીદવી એ નાનામાં નાના વ્યવસાય સાથે જોડાયેલાં લોકો માટે આર્થિકસ્તરે ઘણું ફાયદાકારક છે.

    આકાર અને આયુષ્યમાં ટકાઉ

    પ્લાસ્ટિકની બેગનો આકાર અને બનાવટ એવી હોય છે છે. મોટામાં મોટી બેગ પણ નાનો શાહાર પ્રાપ્ત કરી નિસ્સામાં આવી જાય છે, જે માટે કપડાંની બેગ જગ્યા વધુ રોકે છે. વળી, કપડાંબેગ કરતાં તે વજનમાં પણ હલકી હોય છે, જેથી હોલસેલ અને રિટેઈલ માર્કેટમાં લોકો પ્લાસ્ટિકબેગને ઉપયોગમાં લેવાનું વધુ પસંદ કરે છે.

    ઉપસંહાર

    પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ ભલે અનેક રીતે ફાયદાકારક હોઈ શકે. પણ તેનાથી થતાં નુકસાનને અવગણી શકાય જ નહિ. આ પરિસ્થિતિમાં રિસાઈકલિંગ પ્લાન્ટની સંખ્યામાં વૃદ્ધિ કરવી એ જ પ્લાસ્ટિકના સિમ્યુઅલ પ્રોસેસ માટેનો એકમાત્ર ઉપાય ગણાવી શકાય. ટૂંકમાં, પ્લાસ્ટિકના ઉપયોગને લઈને સરકારે સામાનય જનતાથી લઈને વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને જાગ્રત કરવાની જરૂરિયાત છે. પ્રતિબંધ એ ઉપાય નથી. પ્લાસ્ટિકની બેગના વપરાશ બાદ તેના નિકાલનો સર્વસ્વીકાર્ય રસ્તો ફરજિયાત કરવામાં આવે એ એનો શ્રેષ્ઠ ઉપાય ગણાવી શકાય. બાકી સામાનય જળતા “પાછલાં બારણાં’ને જ અપનાવીને ચાલે અને સરકાર આંખ આડા કાન કરે અથવા સંઘર્ષ કરે એ કશું યોગ્ય ના ગણાવી શકાય.

    (6) ઈન્ડોનેશિયા એટલે ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ ઝીલતો દેશ

    પ્રસ્તાવના

    સામાન્ય રીતે ભારતીય સંસ્કૃતિનો ફેલાવો દુનિયાના દરેક દેશમાં થયેલો જ છે. મોટા ભાગના દેશ ભારતની સંસ્કૃતિથી અભિપ્રેત છે, તો કેટલાક ઓતપ્રોત. એમાં ઇન્ડોનેશિયાને અગ્રતા ક્રમનો દેશ માનવામાં આવે છે જે ભારતીય સંસ્કૃતિને ઓટીને ચાલે છે. ઈન્ડોનેશિયાને અગ્નિ એશિયાનું હિંદ કહેવામાં આવે છે. હિંદ અને ઇન્ડોનેશિયા વચ્ચે સામ્ય એટલું બધુ છે કે, ઇન્ડોનેશિયાને હિંદેશિયા’ તરીકે ઓળખવામાં આવે છે.

    ભારતના ઈતિહાસ સાથે અનોખી સામ્યતા ધરાવતો દેશ ઇન્ડોનેશિયા

    ભારતમાં હિંદુ ધર્મ હતો. તે ઈન્ડોનેશિયામાં પણ હતો. ભારતમાં બૌદ્ધ ધર્મ સ્થપાયો તો તે ત્યાં પણ પહોંચ્યો. ભારત પર મુસલમાનો એ આક્રમણ કર્યું. જીત્યા અને ઇસ્લામ ફેલાવ્યો, તો ભારતને પગલે ઈન્ડોનેશિયામાં પણ ઇસ્લામી શાસન અને ધર્મના પગરણ મંડાયાં. આપણે ત્યાં મુસ્લિમ શાસકો પાસેથી પશ્ચિમી પ્રજાઓએ રાજ્ય પડાવી લીધું, તો ઈન્ડોનેશિયામાં પણ તેમજ થયું. હિંદમાંથી ગોરાઓએ ઉંચાળા ભરવા પડયા. તો ઇન્ડોનેશિયામાંથી પણ તેમણે ભાગવું જ પડયું. આવા ઇન્ડોનેશિયા સાથે ભારતને તેના ઇતિહાસના આરંભથી જ સંબંધ અને સંપર્ક રહ્યો છે. આ દેશમાં મુખ્ય વસ્તી સુન્ની મુસલમાનોની હોવા છતાં ખ્રિસ્તીઓ, હિંદુઓ, બુદ્ધો તેમના ધાર્મિક સ્થળોએ પૂજાઅર્ચના કરે છે. હિંદુ મંદિરોમાં આરતીના સમયે ઘંટ સાભળાય છે. ખરેખર આ દેશ અગ્નિ એશિયાનું હિંદ જ છે.

    હિન્દુ મંદિરો-સ્થાપત્ય અને સંગ્રહાલયો

    ઇન્ડોનેશિયામાં સ્થાપિત હિંદુ મંદિરોમાં ખાસ કરીને શિવ-બ્રહ્મા-વિષ્ણુનાં મંદિરો વધુ જોવા મળે છે. ત્યાંનું સ્થાપત્ય કૌશલ-મૂર્તિકલા અભિભૂત કરાવી દે છે. ચબૂતરા અને સીડીઓના પિરામિડ છે, જેનાં શિખર છે. સીડીઓ પર રાજકુમારો અને સાધુઓના અવશેષ સાચવવા માટે ઓરડાઓ છે. શિખરના ચબૂતરા પર આઠ મંદિર, ત્રણ મોટાં અને પાંચ નાનાં નિર્મિત છે. વચ્ચે ભગવાન શિવનું મંદિર છે, તેનાથી થોડે દૂર બ્રહ્મા, વિષ્ણુનાં મંદિર ઊભાં છે. બધાં જ મંદિરોની ચિરસ્થાયી પથ્થર વાળી ઉચ્ચ કોટિની દીવાલો છે.

    વળી, ભટ્ટારગુરુના મંદિરમાં શિવ, દુર્ગા અને ગણેશની મૂર્તિઓ આજે પણ મોજૂદ છે. ભટ્ટાર ગુરુ ત્યાંના રાષ્ટ્રીય દેવતા છે. અહીંની બધી જ મૂર્તિઓ આવનારા સર્વને મંત્રમુગ્ધ કરવા સક્ષમ છે. આ સ્થાનથી થોડેક દૂર સીતાહરણના અનુપમ દૃશ્યનું ચિત્રણ થયેલું જોવા મળે છે, જેમાં બ્રાહ્મણના વેશમાં આવેલો રાવણ અને તેના ચહેરાની કરતા તથા ભગવતી સીતાનો અત્યંત સૂક્ષ્મ અને મર્મસ્પર્શી ચહેરો આબેહૂબ રીતે ઝિલાયેલો છે.

    હિંદુ મંદિર જેવું જ એક બૌદ્ધ મંદિર બોરીબુદુર મંદિર બૌદ્ધ યુગનું એક સંપૂર્ણ પ્રતીક છે, જે બુદ્ધસ્તૂપ છે. જેમાં ભગવાન બુદ્ધની અસ્થિઓ સચવાયેલી છે. આ ઉપરાંત, ત્રાવોલન ગામમાં એક હિંદુ સંગ્રહાલય છે. આ ઉપરાંત ત્રાવોલન ગામમાં એક હિંદુ સંગ્રહાલય છે, જેમાં અનેક કલાકૃતિઓની વચ્ચે ફક્ત માથું જ હોય એવી એક યુવતીની મુખાકૃતિ મોજૂદ છે. આ મૂર્તિમાં ફક્ત શહેરો જ હોવા છતાંય તેના ચહેરા પર ભારતીય સુંદરતા આબેહૂબ ઝળકે છે. આ ઉપરાંત આ સંગ્રહાલયમાં હિંદુ દેવતા શિવ, ગણેશ, લક્ષ્મી અને શ્રી કૃષ્ણની મૂર્તિઓનાં પણ દર્શન થાય છે.

    નૃત્ય, ગીત, નાટ્ય પર ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ

    નૃત્ય-ગીત-નાટ્યને વરેલું સાંસ્કૃતિક જીવન પ્રાચીન કાળથી ઈન્ડોનેશિયાનું અંગ રહ્યું છે. અહીં એક વાત નોંધવી ઘટે કે, અહીં પણ દસ્લામી શાસન પછી આન્ય વિદેશી શાસનનું પ્રભુત્વ રહેવાને કારણે ત્યાં પાશ્ચાત્ય સભ્યતા અથવા સંસ્કૃતિએ પોતાના પ્રભાવનો વિસ્તાર કર્યો, પરંતુ અનેકાનેક વર્ષો વ્યાપી પ્રાચીન ભારતીય સંસ્કૃતિની છાપનો નાશ કરી શક્યા નહીં.

    ઇન્ડોનેશિયામાં હજુ પણ હિંદુ પરંપરાનું મહત્ત્વ અકબંધ

    ઇન્ડોનેશિયામાં બાલીટાપુ હજી વર્ણવ્યવસ્થા પર આધારિત છે. ત્યાં નાતજાતનાં કડક બંધની છે. મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. સતી થવાની પ્રથાથી સૌ વિદિત છે. ગાય અને બળદનો કદી વધ થતો નથી. ભારતમાં જેની પૂજા થાય છે એ સર્વની પૂજા અહીં થાય જ છે. રામાયણ-મહાભારતના વીરપાત્રો હજી પણ લોકોમાં એટલું જ સન્માન ધરાવે છે. દિવાળી, ધનતેરસ, રામનવમી, જન્માષ્ટમી, વગેરે તહેવારો ત્યાં ઊજવાય છે.

    ઉપસંહાર

    આમ, કહી શકાય કે, ઇન્ડોનેશિયા વૈવિધ્યની ભૂમિ કહેવામાં આવે છે. ત્યાં 25 જેટલી મુખ્ય ભાષાઓ છે. વિવિધ જાતિઓ છે. ટાપુના લોકોના રીત-રિવાજોમાં પણ વૈવિધ્ય નજરે પડે છે. હિંદુ પરંપરાઓ, હિન્દુ દેવતાઓ, ભારતીય રહેણીકહેણી, રીત- રિવાજો, વગેરેને લોકોએ આત્મસાત્ કર્યા છે.

    (7) સૌંદર્ય સ્પર્ધાઓ અને સમૂહ માધ્યમ દ્વારા વ્યક્ત થતું સ્ત્રીસૌંદર્ય

    સદીઓથી સ્ત્રીનું દેહસૌંદર્ય એ સ્ત્રીના અસ્તિત્વ અને વ્યક્તિત્વને જોવાનો એક મહત્ત્વપૂર્ણ માપદંડ રહ્યો છે. સૌંદર્ય અંગેના માપદંડો કે સમજ અંગે ક્યારેક ભિન્નતા જોવા મળે છે. તેમ છતાં, તેની ઘેલછા તરફનો સર્વસામાન્ય અભિગમ ઘણો વ્યાપક છે. સ્વાભાવિક સંજોગોમાં જ જે રીતે કઈ જ્ઞાતિ, ધર્મ કે લિંગમાં જન્મવું તે વ્યક્તિના હાથમાં હોતું નથી. વ્યાપક રીતે વિચારીએ તો કેવાં દેહસૌંદર્ય સાથે જન્મવું તે પણ વ્યક્તિના હાથમાં હોતું નથી. છેલ્લાં તેરસો વર્ષથી મૂર્તિઓથી માંડીને મોડલિંગ સુધી અને મંદિરોમાંથી લઈને મેગેઝિનો સુધી સ્ત્રીસૌંદર્યનું પ્રતિબિંબ વિવિધ માધ્યમો દ્વારા ઝિલાતું રહ્યું છે. આને જ કારણે ક્યારેક સ્ત્રીઓનું સૌંદર્ય તેને બિનજરૂરી/વધુ પડતાં મહત્ત્વની હકદાર બનાવે છે, તો ક્યારેક અયોગ્ય રીતે સેવાતી ઉપેક્ષાનો ભોગ પણ બને છે. આ બંને પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની જરૂર છે.

    સૌંદર્યતા અને આપણી માનસિકતા

    સૌંદર્યની બાબતમાં જાણે-અજાણે પણ આપણે અન્ય કરતાં સારા છીએ કે જુદાં છીએ તેવી તુલનાનો ભોગ બનીએ છીએ. વધારે સારા દેખાવાની કે અન્ય કરતાં વધુ સારા દેખાવાની ઘેલછા જ સૌંદર્ય-પ્રસાધનો અને સૌંદર્ય મીમાંસા તરફ દોરી જાય છે. ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં બ્યુટીપાર્લરો અને તેના ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સુંદર દેખાવાની આ હરીફાઈમાં કોઈ પણ સ્તરના કે વયના લોકો હવે પાછળ રહેવા માંગતા નથી. માત્ર સ્ત્રીઓ જ નહિ પુરુષો પણ આકર્ષક દેખાવાની આ હોડમાં એમની સાથે છે. લગ્ન જેવાં સામાજિક પ્રસંગે બ્યુટીપાર્લર પરનો ધસારો ખૂબ વધી જાય છે. ભારતીય

    વિવાહઉદ્યોગ પાંચ હજાર કરોડ રૂપિયાનો છે. આ પૈકીનું તગડુ ખર્ચ ફેશનેબલ ઘરેણાં, કપડા અને સૌંદર્ય-પ્રસાલની પાછળ થાય છે. વિશિષ્ટ અને આકર્ષક દેખાવાની સ્પર્ધાને સૌંદર્ય-પ્રસાધનોએ અને બ્યુટીપાર્લરીએ મોકળું મેદાન પૂરું પાડયું છે. આ અંગે  મહિલાઓ માટે સામાજિક ‘women’s era’ માં દર્શાવવામાં આવ્યું છે, “the feminine charm and mystique depend on everything possible that a woman can do so look her best. Equipped with mental and spiritual health, supported by the ‘beautification techniques’ she can look good and feel great.” (women’s era: july 20011

    સૌંદર્ય- સ્પર્ધાઓ

    હાલમાં જ, એટલે કે ડિસેમ્બર 2021માં ભારતની હરનાઝ સંધુને મિસ યુનિવર્સ 2021નો તાજ પહેરાવવામાં આવ્યો. 1966માં રીટા ફારિયા નામની ભારતીય યુવતી ‘ મિસ વર્લ્ડ’ બની હતી. જોકે, ભારતના બ્યુટી બિઝનેસમાં ભરતીનું ભારેખમ મોજું 1994માં સુસ્મિતા સેન અને ઐશ્વયરિાયને મળેલા ‘ મિસ યુનિવર્સ’ અને ‘મિસ વર્લ્ડ’ના તાજ પછી આવ્યું. કાલ સુધી જેમના નામ પણ નહોતાં સાંભળ્યાં એ સુસ્મિતા સેન અને ઐશ્વર્યારાય માધ્યમ જગત પર અને તેના દ્વારા લોકોના માનસિક જગત પર છવાઈ ગયાં. ત્યાર પછી તો લારા દત્તા, યુક્તા મુખી અને પ્રિયંકા ચોપરા એમ પરંપરા ચાલી, હકીક્તમાં આ પરસ્પર હરીફ એવી સ્પર્ધાઓ છે.

    1951માં બ્રિટન ફેસ્ટિવલ’ નિમિત્તે ત્યાંની સરકારે ‘બિકિની કોન્ટેસ્ટ’ ગીઠવી હતી. સુંદર છોકરી માત્ર સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને સસ્ટેજ પર આવે એ જોવા માટે લોકોનો એટલો ઘસારો હતો કે, ફેસ્ટિવલના સંચાલકોએ કાયમ માટે આ સ્પર્ધા યોજવાનું નક્કી કરી નાખ્યું. ‘મેક્કા પ્રમોશન્સ’ નામની એડવર્ટાઇઝિંગ માર્કેટિંગ કંપનીએ આની જવાબદારી ઉપાડી લીધી અને એને આંતરરાષ્ટ્રીય દરજ્જો અપાવી દીધો, સ્પર્ધાના આયોજન અને ઇનામો પાછળ થતાં ખર્ચની રકમનો આંકડો કરોડો પર પહોંચે છે. આયોજકો તેનું પૂરેપૂરું વળતર મેળવે છે, આવી સ્પર્ધાઓના આયોજકોનું કહેવું છે કે, “ાઈકો પાસે ચતુરાઈ કાજર જવાબીપણું અને સ્વચ્છ ચારિત્ર્યની અપેક્ષા રાખવામાં આવે છે.” પણ આ બધાને નર્યા દંભથી વિશેષ કશું જ ગણાવી શકાય નહીં. કારણ કે, નિખાલસતા દર્શાવવાનું આવી સ્પર્ધાના આયોજકોને પોસાય તેમ હોતું નથી. પ્રતિષ્ઠા અને પૈયા આ બંને સૌંદર્ય સ્પર્ધકોને આકર્ષતાં ચુંબકીય પરિબળો છે.

    સમૂહ માધ્યમો દ્વારા પ્રતિબિંબિત થતું સૌંદર્ય સ્પર્ધાઓમાં સ્ત્રી સૌંદર્ય

    આવી સૌંદર્યસ્પર્ધાઓની પ્રતિષ્ઠા વધારવા પાછળનું મહત્ત્વનું કામ સમૂહ માધ્યમોનું છે. સમૂહ માધ્યમોમાં પ્રતિબિંબ પામતુ સ્ત્રીસૌંદર્ય બે રીતે મૂલવી શકાય.

    (1) મહિલાઓને અનુલક્ષીને રજૂ થતાં કાર્યક્રમો-વિભાગો – સામયિકો દ્વારા

    (2) માધ્યમોના, સરેરાશ રજૂ થતાં કાર્યક્રમો કે પ્રસારણોમાં સ્ત્રી-સૌંદર્યનું ઝિલાતું પ્રતિબિંબ.

    દેશવિદેશમાં પ્રગટ થતાં સ્ત્રી-વિષયક સામયિકોમાં મહિલાઓની કારકિર્દી અને વ્યક્તિગત વિકાસને અનુલક્ષીને લગતા લેખ, સ્ત્રીઓની બ્યુટી-ફેશન-પાકશાસ્ત્રના લેખ કરતાં ઘણા ઓછા હોય છે. જયારે કોઈ યુવતી આ સૌંદર્યસ્પર્ધામાં વિજયી બને છે ત્યારે તે અંગેના અહેવાલો તસવીરસહ અખબારોમાં પ્રગટ કરવામાં આવે છે. ટેલિવિઝન ચેનલો તો વિશ્વસુંદરી સ્પર્ધાન જીવંત પ્રસારણ કરે જ છે. થોડા સમયમાં સમગ્ર રાષ્ટ્ર માટે અજાણી વ્યક્તિ રાષ્ટ્રીય ગૌરવ બની જાય છે. શું ખરેખર આ રાષ્ટ્રીય ગૌરવની ઘટના છે? સમૂહ માધ્યમો આને રાષ્ટ્રીય સિદ્ધિ તરીકે લેખાવી શકે ખરાં ?

    જોકે, એક વાત અત્રે કહેવી જ ઘટે કે, સૌંદર્યસ્પર્ધાઓને જે પ્રકારની પ્રસિદ્ધિ સમૂહ માધ્યમો આપે છે તે જોઈએ ત્યારે સમૂહ માધ્યમોની આચારસંહિતાને લઈને કેટલાક ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થાય છે.

    નિષ્કર્ષ

    વાસ્તવમાં સારા વ્યક્તિત્વને સૌંદર્ય અને બુદ્ધિ – પ્રતિભાને સાપેક્ષ સંદર્ભો સાથે જોઈ કે અનુભવી શકાય. સુંદરતાના સર્વવ્યાપી માપદંડો હોઈ શકે નહીં. આ દેશની લાખો ગ્રામીણ શ્રમજીવી કિશોરીઓના શ્રમબળ પર આ દેશ ચાલે છે. સુસ્મિતા કે પ્રિયંકાને વધુ પડતી પ્રસિદ્ધિ આપીને સમૂહ માધ્યમો આવી કિશોરીઓ તરફ ‘unfair’ બનતા હોય તેવું લાગે છે. માધ્યમો દ્વારા કોઈ એક વર્ગની પ્રશંસા એ રીતે ના થવી જોઈએ, જેથી અન્ય વર્ગની ઉપેક્ષા થાય. સમૂહ માધ્યમો એ સમાજનો અરીસો છે, પરંતુ તેણે સમાજના પ્રવર્તમાન પ્રવાહોને ઝીલવા ઉપરાંત સામાજિક અભિગમ બદલવાનું કામ પણ કરવાનું છે.

    Share. WhatsApp Facebook Telegram
    sanjay mahakal
    • Website

    Sanjay Mahakal is an educator and digital creator with expertise in Mathematics. He is the founder of Sigma Gyan, a platform providing quality educational content for students (Grades 6-12) and competitive exam aspirants (TET, TAT, HTAT). Through his website SigmaGyan.in and YouTube channel Sigma Gyan 1.0, he simplifies complex topics with engaging lessons. His mission is to make learning easy and accessible for all. 🚀📚

    Related Posts

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

    December 17, 2024

    શિક્ષણ વ્યવહાર અને અધ્યાપન કૌશલ્યો: ટેટ/ટાટ પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી

    December 15, 2024

    પ્રચાર માધ્યમોનાં નિવેદનો (જાહેર નિવેદન): TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

    December 14, 2024
    Leave A Reply Cancel Reply

    Don't Miss
    Educational Psychology

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    By sanjay mahakalJanuary 7, 2025

    પ્રસ્તાવના આજના બ્લોગમાં આપણે શિક્ષકો માટે TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા…

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

    December 17, 2024
    Stay In Touch
    • Facebook
    • Instagram
    • YouTube
    • Telegram
    • WhatsApp
    • Twitter
    Our Picks

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

    December 17, 2024

    Subscribe to Sigma Gyan

    Get the latest Updates of sigma gyan.

    About Us
    About Us

    Sigmagyan is a premier platform for competitive exam preparation, offering expert-designed study materials, tutorials, and math tips. Founded by Sanjay Mahakal, our mission is to make complex topics easy and help students succeed. Whether you're starting or advancing in your preparation, Sigmagyan is here to support you every step of the way. Learn more at Sigmagyan.in.
    We're accepting new partnerships right now.

    Facebook Instagram YouTube WhatsApp Telegram RSS
    Our Picks

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024
    Category
    • Editor's Picks
    • Educational Psychology
    • Featured
    • Mains Descriptive Preparation
    • Mock Test
    • Mock Test For Tat/Tet/Htat
    • Mock Test Series Gujarat
    • TAT/TET/HTAT Prep
    • TET Preparation
    • Top Rated
    • Trending Now
    Facebook Instagram YouTube WhatsApp Telegram RSS
    © 2025 Sigma Gyan. All Rights Reserved.

    Type above and press Enter to search. Press Esc to cancel.