પ્રસ્તાવના
આ લેખમાં નરસિંહ મહેતા ગુજરાતના આદિકવિ અને ભક્તિ આંદોલનના પ્રસિદ્ધ કવિ છે. તેમનો જન્મ ઈ.સ. 1414માં ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો અને તેમનો અવસાન ઈ.સ. 1480માં માંગરોળમાં થયો. નરસિંહ મહેતા વડનગરા બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા હતા અને તેમણે તેમનું મોટાભાગનું જીવન જુનાગઢમાં વિતાવ્યું. નરસિંહ મહેતા ભક્તિ અને વૈષ્ણવ સંસ્કૃતિના આગ્રહક અને પ્રભાવશાળી કવિ તરીકે જાણીતા છે.
તેમની કૃતિઓમાં “સુદામાચરિત્ર”, “કુંવરબાઈનું મામેરું”, “શામળશાનો વિવાહ”, “રાસસહસ્ત્રપદી”, “દાણલીલા” સહિત અનેક ભક્તિ ગીતો અને પ્રભાતિયાં છે, જેમાં “વૈષ્ણવજન તો તેને રે કહીયે” પદ આજે પણ લોકપ્રિય છે.
નરસિંહ મહેતાનું જીવન અદ્વિતીય ઘટના અને આસ્થાથી ભરેલું હતું. તેમણે કૃષ્ણજીની ભક્તિમાં પોતાના જીવનને સમર્પિત કર્યું અને તેમણે ભક્તિ પદો લખી લોકપ્રિયતા મેળવી. જુનાગઢમાં આવેલું તેમનું નિવાસસ્થાન “નરસિંહ મહેતાનો ચોરો” તરીકે જાણીતું છે.
ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતા (નરસિંહ મહેતા જીવનચરિત્ર)
નરસિંહ મહેતાનો પરિચય
પૂરું નામ : નરસિંહ કૃષ્ણદાસ મહેતાજન્મ : ઈ.સ. 1414 (અંદાજીત)અવસાન: ઈ.સ. 1480જન્મસ્થળ : તળાજા
(ભાવનગર)મૃત્યુ સ્થળ : માંગરોળજ્ઞાતિ : વડનગરા બ્રાહ્મણકર્મભૂમિ : જુનાગઢમાતાનું નામ: દયાકુંવરપત્નીનું નામ :
માણેકબાઈપુત્રનું નામ : શામળદાસપુત્રીનું નામ: કુંવરબાઈઉપનામ (બિરુદ) : નરસૈયો, ભક્તહરિનો, આદિ કવિ, પ્રથમ મહાકવિ, પદના પિતાવખણાતુ: પદચળવળ : ભક્તિ આંદોલન
નરસિંહ મહેતાની કૃતિઓ :
1. સુદામાચરિત્ર2. કુંવરબાઈનું મામેરું3. શામળશાનો વિવાહ4. હૂંડી5. સરિતા ચરિત્ર6. જીવનઝરમર7. ભક્તિપદો8. પુત્રવિવાહ9. ગોવિંદગમન10. દાણલીલા11. રાસસહસ્ત્રપદી12. ચાતુરીઓ13. આત્મકથાનક14. શૃંગારમાળા15. હિંડોળા16. વસંતવિલાસ17. ઝારીના પદો18. ભક્તિ પદારથ (કાવ્ય)
નરસિંહ મહેતાના લખેલા પુસ્તકો:
1. નરસિંહ મહેતાના પ્રેમ
ગીતો2. નરસિંહ મહેતાના ભક્તિ ગીતો3. દિવ્યતાની ઉજવણી: નરસિંહ મહેતાની દાર્શનિક
અને ભક્તિ કવિતાઓ, એક પસંદગી
નરસિંહ મહેતાની પંક્તિઓ
● વૈષ્ણવજન તો તેને રે કહીયે● ઊંચી મેડી તે મારા સંતની● સખી આજની ઘડી તે રળિયામણી● અખિલ બ્રહ્માંડમાં એક તું જ શ્રીહરિ● એવા રે અમો એવા રે, તમે કહો છો તો વળી તેવા રે● જળકમળ છાંડી જાને બાળા● ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મ-લોકમાં નાહી રે● નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે● ભલું થયું ભાગી જંજાળ, સુખેથી ભજીશું શ્રીગોપાળ
વિશેષતા
✔ જૂનાગઢમાં આવેલું તેમનું નિવાસસ્થાન ‘નરસિંહ મહેતાનો ચોરો’ તરીકે ઓળખાય છે.✔ તેમને બે સંતાનો-પુત્રી કુંવરબાઈ અને પુત્ર શામળશા હતાં.✔ ઉમાશંકર જોશી નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે ઓળખાવે છે.✔ ભાવનગરમાં આવેલ ગોપનાથ મહાદેવના મંદિરમાં તેમને કૃષ્ણલીલાના દર્શન થયા છે.✔ પ્રભાતિયાં,પદ, ભજન, વૈષ્ણવજન પદ તેમનું લોકપ્રિય સાહિત્યસર્જન છે.✔ તેમનો ‘કેદાર’ રાગ ખૂબ જાણીતો છે.✔ નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં વખણાય છે.✔ દામોદર કુંડ ખાતે નાહવા જતી વખતે નરસિંહ મહેતા દ્વારા ગવાયેલાં પદોને ‘રામગ્રી’ અને નાહીને પાછા ફરતી વખતે ગવાયેલાં પદોને “પ્રભાતિયાં” કહે છે.✔ તેમના પરથી ગુજરાતી ભાષાની સૌપ્રથમ બોલતી ફિલ્મ – નરસિંહ મહેતા 1932)માં રજૂ થઈ હતી.✔ ઈ.સ.1999થી નરસિંહ સાહિત્ય-નિધિ ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરવામાં આવે છે અને સૌપ્રથમ તે એવોર્ડ રાજેન્દ્ર શાહને અપાયો હતો. જે હાલ મોરારિબાપુ દ્વારા એનાયત કરવામાં આવે છે.