Close Menu
    What's Hot

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) YouTube Telegram WhatsApp Instagram RSS
    Sigma GyanSigma Gyan
    • Home
    • TAT/TET/HTAT Prep
      1. TET Preparation
      2. Educational Psychology
      3. Mains Descriptive Preparation
      4. View All

      TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

      January 7, 2025

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

      December 26, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

      December 19, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

      December 17, 2024

      TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

      January 7, 2025

      Best Preparation Guide for TET, TAT, and HTAT Exams | ટેટ, ટાટ અને એચટાટ પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ કેળવણી માર્ગદર્શિકા

      November 28, 2024

      કેળવણી શાસ્ત્ર TET, TAT અને HTAT પરીક્ષા માટે: મહત્વપૂર્ણ દાર્શનિકો અને સિદ્ધાંતો

      November 26, 2024

      પ્રકલ્પ અને પ્રદર્શન: TET, TAT અને HTAT માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન | Projects and Presentations: Essential Guide for TET, TAT, and HTAT

      November 25, 2024

      પ્રચાર માધ્યમોનાં નિવેદનો (જાહેર નિવેદન): TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 14, 2024

      પત્રકાર પરિષદ : TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 13, 2024

      ઔપચારિક ભાષણ : TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 12, 2024

      ગદ્યસમીક્ષા: TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 10, 2024

      TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

      January 7, 2025

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

      December 26, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

      December 19, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

      December 17, 2024
    • Mock Test
      1. Mock Test For Tat/Tet/Htat
      2. View All

      Interest, Attitude, Aptitude, and Exceptional Children: TET, TAT, HTAT Exam Preparation Mock Test | TET, TAT, HTAT પરીક્ષા માટે મોક ટેસ્ટ : રસ-મનોવલણ- અભિયોગ્યતા-અપવાદરૂપ

      October 29, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Memory and Forgetting | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સ્મરણ અને વિસ્મરણ

      October 16, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Sensation, Attention, and Perception | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ

      October 15, 2024

      Best Human Development Mock Test for Tat/Tet/Htat Exams | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ માનવ વિકાસ મોક ટેસ્ટ

      October 6, 2024

      Interest, Attitude, Aptitude, and Exceptional Children: TET, TAT, HTAT Exam Preparation Mock Test | TET, TAT, HTAT પરીક્ષા માટે મોક ટેસ્ટ : રસ-મનોવલણ- અભિયોગ્યતા-અપવાદરૂપ

      October 29, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Memory and Forgetting | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સ્મરણ અને વિસ્મરણ

      October 16, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Sensation, Attention, and Perception | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ

      October 15, 2024

      Best Human Development Mock Test for Tat/Tet/Htat Exams | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ માનવ વિકાસ મોક ટેસ્ટ

      October 6, 2024
    • Contact Us
    • About Us
    Sigma GyanSigma Gyan
    Home»Educational Psychology»Motivation and Inspiration for TAT, TET, HTAT Exam Preparation | TAT, TET, HTAT પરીક્ષાઓ માટે: પ્રેરણા અને આવેગ
    Educational Psychology

    Motivation and Inspiration for TAT, TET, HTAT Exam Preparation | TAT, TET, HTAT પરીક્ષાઓ માટે: પ્રેરણા અને આવેગ

    sanjay mahakalBy sanjay mahakalOctober 2, 2024Updated:January 8, 2025No Comments12 Mins Read
    Facebook Twitter LinkedIn Telegram Pinterest Tumblr Reddit Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    {getToc} $title={Table of Contents} $count={Boolean}

    પ્રેરણાનો અર્થ

    • ‘પ્રેરણા’ એટલે જે વર્તનને પ્રેરે તે.
    • નોંધ: પ્રેરણા નહિ તો વર્તન નહિ. – ગેરેટ
    • પ્રેરણા એ જરૂરિયાતોનો સંતોષ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી ઉદ્ભવતું વર્તન છે.
    • પ્રેરણા માટે અંગ્રેજીમાં ‘Motivation’ શબ્દ છે. Moti-vation શબ્દ ‘Movere’ પરથી ઊતરી આવ્યો છે.
    • Motivation શબ્દ Motive માંથી બનેલો છે.
    • Motive માંથી જોડાયેલા ક્રિયાપદ Move નો અર્થ થાયુ છે. ‘ગતિ કરવી’. આમ, પ્રેરણા સાથે ગતિ સંકળાયેલી છે.
    • પ્રેરિત વર્તનમાં દિશા, જોમ, આગ્રહ, તીવ્રતા, ચોકસાઈ, હેતુલક્ષિતા વગેરે જોવા મળે છે.
    • ‘પ્રેરણા’ માટે ઈચ્છા, અભિપ્સા, અભિપ્રેરણ, જરૂરિયાત, ઝંખના, ઉદ્દેશ, ધ્યેય, મહત્ત્વકાંક્ષા, અભિલાષા, આકાંક્ષા વગેરે શબ્દો વપરાય છે.

    પ્રેરણાની વ્યાખ્યા

    1. ‘પ્રેરણા એ પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને તેને પોષનાર વિશિષ્ટ આંતરિક તત્ત્વ કે પરિસ્થિતિ છે.’ – જે. પી. ગિલ્ફર્ડ
    2. ‘પ્રેરણા એટલે આંતરિક જરૂરિયાતમાંથી ઉદ્ભવેલું અને તે જરૂરિયાત સંતુષ્ટ થાય તેવાં લક્ષ્યો પ્રત્યે અભિમુખ બનેલું વર્તન છે.’- સી. ટી. મોર્ગન
    3. ‘પ્રેરણા એ વ્યક્તિની આંતરિક બાબત છે કે જે તેને અમુક વર્તન કરવા પ્રેરે છે.’ – સોરેન્સન અને મામ

    4. ‘શારીરિક જરૂરિયાતો, વલણો અને અભિરુચિઓ વગેરે તમામ પ્રેરણાઓ વ્યક્તિને પ્રવૃત્ત કરવા માટે છે અન્ય પ્રવૃત્તિની અપેક્ષાએ અમુક ચોક્કસ પ્રવૃત્તિની પસંદગી કરવાની દોરવણી આપે છે.’ – એચ. ઈ. ગેરેટ

    ‘પ્રેરણા જીવનતંત્રની એક એવી અલ્પજીવી અવસ્થા છે કે જેને લીધે પ્રાણીમાં ઉદ્ભવતી ક્રિયાશીલતા (વર્તન) લક્ષ્યપ્રાપ્તિના સંતોષથી શાંત થાય છે.’

    પ્રેરણાનું સ્વરૂપ

    • મેકડૂગલે પ્રેરણા માટે ‘મૂળવૃત્તિ’ (Instict) તરીકે ઓળખાવી છે. તેમણે પ્રારંભમાં અઢાર જેટલી મૂળવૃત્તિ દર્શાવી હતી.
    • પછીના મનોવૈજ્ઞાનિકોએ ‘જરૂરિયાત’ (Need) શબ્દનો ઉપયોગ કર્યો.
    • વુડવર્થે તેને ‘ઈરણ’ (Drive) તરીકે ઓળખાવી છે. ‘ઈરણ’ એટલે ઉત્તેજિત બળ, ધક્કો કે દબાણ. ઈરણ આંતરિક આવેગ છે. તે કાર્યને ઉદ્દીપ્ત કરે છે અથવા અટકાવે છે.
    • સી. ટી. મોર્ગનના મત મુજબ, ‘પ્રેરણા એ લક્ષ્યકેન્દ્રિત વર્તન છે. તે ચક્રસ્વરૂપ ધરાવે છે અને જરૂરિયાતથી આરંભાય છે. તેમજ લક્ષ્યપ્રાપ્તિના વર્તનને પ્રેરે છે, તેને પરિણામે જરૂરિયાત સંતોષાય છે.’

    મોર્ગનના મત મુજબ પ્રેરણા

    • વ્યક્તિને લક્ષ્ય મેળવવા માટે કાર્ય તરફ ધકેલે તેવી આંતરિક પરિસ્થિતિ (પ્રેરણા).
    • લક્ષ્ય મેળવવા માટેની વિવિધ ક્રિયાઓ (સાધનરૂપ વર્તન) લક્ષ્યની પ્રાપ્તિ (લક્ષ્ય)
    • માનવી કે પ્રાણીમાં ખોરાકનાં જરૂરી તત્ત્વોની ઉણપ ઊભી થાય તેને ‘જરૂરિયાત’ અથવા ‘પ્રેરકની અવસ્થા’ કહે છે.

    પ્રેરણાના પ્રકારો

    પ્રેરણાની બે પ્રકારો છે :- (1) શારીરિક પ્રેરણા અને (2) મનોસામાજિક પ્રેરણા


    (1) શારીરિક પ્રેરણા

    • શારીરિક પ્રેરણા શારીરિક પ્રક્રિયાઓ દ્વારા પ્રેરિત થાય છે, જ્યારે મનોસામાજિક પ્રેરણા એ વ્યક્તિની વાતાવરણીય ઘટકો સાથેની આંતરક્રિયાથી આકાર પામે છે.
    • ભૂખ, તરસ, ઊંઘ, જાતીય વૃત્તિ વગેરે શારીરિક પ્રેરણા છે.
    • ભૂખ એ જન્મજાત પ્રેરણા છે. ભૂખ લાગે ત્યારે દરેક પ્રાણીમાં આંતર અને બાહ્ય ફેરફારો થાય છે. ભૂખના સંતોષ સાથે વ્યક્તિગત, ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક બાબતો જોડાયેલી છે. માનવી પોતાના અસ્તિત્ત્વને ટકાવી રાખવા માટે પોષક તત્ત્વોવાળો સમતોલ આહાર લેવો જોઈએ.
    • તરસ એ જન્મજાત પ્રેરણા છે. માનવીના શરીરમાં 78 ટકા પાણીનું પ્રમાણ રહેલું છે. તરસ સાથે સામાજિક, સાંસ્કૃતિક અને અંગત ટેવોનો સંબંધ રહેલો છે.
    • ઊંઘનો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે ઊંડો સંબંધ છે. લાંબા સમય સુધી સતત જાગેલી વ્યક્તિ ભ્રમ અને વિભ્રમોનો ભોગ બની શકે છે. હાઈવે પર થતા ઘણા
    • અકસ્માતો ડ્રાઈવરની ઓછી ઊંઘને લીધે થતાં હોય છે. દિવસ કરતાં રાત્રીના અકસ્માતોનું પ્રમાણ દસ ગણું વધુ હોય છે.
    • વ્યક્તિ પોતાની જાતીયતાની પ્રેરણાને ઊર્ધ્વ માર્ગોવાળી જાતીય વૃત્તિના સંતોષ વિના પણ જીવન પસાર કરી શકે છે. મુનિ વાત્સ્યાયન દ્વારા જાતીયતા વિશે લખાયેલ ગ્રંથ ‘વાત્સ્યાયન કામસૂત્ર’ આજે પણ વિશ્વપ્રસિદ્ધ છે.
    • સિદ્ધિ, સંલગ્નતા, સત્તા, સ્નેહ અને સંપર્ક વગેરે મનોસામાજિક પ્રેરણા છે. 
    • આ પ્રેરણાઓના અસંતોષ વ્યક્તિમાં નિષેધક માનસિક અસરો જન્માવે છે.
    • આમ, શારીરિક પ્રેરણાના પ્રકારો ઉપર જોયા તે આ પ્રમાણે છે :- (1) ભૂખ (2) તરસ (3) ઊંઘ અને (4) જાતીયતા

    (2) મનોસામાજિક પ્રેરણા

    • મનોસામાજિક પ્રેરણા એ વ્યક્તિની વાતાવરણના ઘટકો સાથેની આંતરક્રિયામાંથી આકાર પામે છે.
    • મનોસામાજિક પ્રેરણાઓની તૃપ્તિ ન થાય તો નિષેધક માનસિક અસર થાય છે.
    • મનોસામાજિક પ્રેરણાઓમાં જિજ્ઞાસા, સ્નેહ અને સંપર્ક, સિદ્ધિ, સંલગ્નતા અને સત્તાનો સમાવેશ થાય છે.

    1. સિદ્ધિ પ્રેરણા

    • સિદ્ધિની પ્રેરણા વ્યક્તિને ઉત્તમતાનાં ધોરણો અપનાવવા પ્રેરે છે.
    • ગુણવત્તાનાં ઊંચાં ધોરણોને લક્ષમાં રાખી ઊંચી કક્ષા પ્રાપ્ત કરવી અથવા સફળતા મેળવવી એ સિદ્ધિની પ્રેરણાનું લક્ષણ છે.
    • વ્યક્તિ પહેલા જે સિદ્ધિ મેળવી હોય તેનાથી પણ આગળ વધવાની ઈચ્છા ધરાવે છે. સિદ્ધિની પ્રેરણા વ્યક્તિના વર્તનને શક્તિ અને દિશા આપે છે.
    • સિદ્ધિની પ્રેરણાનું માપન કરવા માટે ‘પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી’ (Thematic apperception Test – TAT) ઉપયોગ થાય છે.
    • આ કસોટીમાં કેટલાંક ચિત્રો આપેલાં હોય છે. અમુક ચિત્રો સિદ્ધિઓ સાથે સંબંધ ધરાવતા વિષયોથી સંબંધિત હોય છે.
    • વ્યક્તિ ચિત્રમાં જે પરિસ્થિતિ અને વ્યક્તિઓને જુએ છે તે ૫૨થી તેને વાર્તા બનાવવાની હોય છે. વાર્તાને આધારે તેની સિદ્ધિની પ્રેરણાનો પ્રાપ્તાંક શોધવામાં આવે છે.
    • મેકલેલેન્ડના મત મુજબ, ‘જોખમ ખેડનારા, આર્થિક ક્ષેત્રને ઘડનારા સંચાલકો વગેરે સિદ્ધિની પ્રેરણાને કારણે જ કાર્ય કરતા હોય છે. આવી વ્યક્તિઓ ઘન કે નફાને બદલે સિદ્ધિ અને સફળતાની ઈચ્છાથી કાર્ય કરે છે.’

    2. સંલગ્નતાની પ્રેરણા

    • અન્યના સહવાસ કે સંપર્ક વગર રહેવું એ માનવી માટે
    • અત્યંત કઠિન અને અસ્વાભાવિક છે. એટલે જ ગુનેગારોને જેલમાં એકલા રહેવાની શિક્ષા કરવામાં આવે છે. આમ, સંલગ્નતા એ માનવીની મુખ્ય પ્રેરણા છે.
    • સંલગ્નતાની પ્રેરણામાં સામાજિક સંપર્કની પ્રેરણા સંકળાયેલી હોય છે. આ પ્રેરણાને પરિણામે જ સમાજ અને કુટુંબની રચના થઈ છે.
    • મેકડૂગલ જણાવે છે કે, ‘સમૂહમાં કે અન્યના સહવાસમાં રહેવાની વૃત્તિ પ્રાણીમાં સાહજિક હોય છે. સમૂહમાં રહેવાનું તેને કોઈ શીખવતું નથી. માનવી પણ આ વૃત્તિથી દોરાઈને જ અન્ય સાથેની સંલગ્નતા ઝંખે છે.’
    • શાકટરે કરેલા અભ્યાસો સૂચવે છે કે માનવી સંલગ્નતાની જરૂરિયાતને ખૂબ પ્રાધાન્ય આપે છે. ભય કે તેની અપેક્ષા જેમ વધુ હોય તેમ વ્યક્તિની સંલગ્નતાની જરૂરિયાત તીવ્ર સ્વરૂપે વ્યક્ત થાય છે.
    • સંલગ્નતાની પ્રેરણાનું માપન કરવા માટે ‘પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી’ (TAT)નો ઉપયોગ થાય છે. આ કસોટીમાં કેટલાંક ચિત્રો આપેલા હોય છે. ચિત્રો સંલગ્નતાના સંબંધ ધરાવતાં વિષયોનાં હોય છે.

    3. સત્તાની પ્રેરણા

    • દરેક વ્યક્તિ પોતાના જૂથમાં તેનું સ્થાન બીજાઓ કરતાં ચડિયાતું થાય તેમ ઈચ્છે છે.
    • સામાજિક જીવનના દરેક તબક્કે સત્તા માટેનો સંઘર્ષ જોવા મળે છે. મોભો અને પ્રતિષ્ઠા સાથે સત્તા અને વર્ચસ્વ જોડાયેલાં છે. સામાન્ય રીતે જેનો ઊંચો મોભો હોય તેની પાસે સત્તા વધુ હોય છે. તે બીજાઓ પર વધુ આધિપત્ય અને વર્ચસ્વ જમાવી શકે છે.
    • મરેના મત મુજબ સત્તાની પ્રેરણામાં પોતાની આજુબાજુના સામાજિક વાતાવરણને કાબૂમાં રાખવાની ઈચ્છા રહેલી છે. બીજાઓના વર્તનને અસર પહોંચાડીને તેને અમુક દિશામાં વાળવું એ પણ તેનો એક હેતુ છે.
    • જેમનામાં સત્તાની પ્રેરણા ઊંચા પ્રમાણમાં હોય છે તેઓ સંગઠનોમાં અને રાજકારણમાં ઊંચા સ્થાને પહોંચવાનો પ્રયત્ન કરે છે.
    • શાસકોમાં સત્તાની પ્રેરણા ખૂબ જ તીવ્ર હોય છે. સત્તાની પ્રેરણા તેની તીવ્ર કક્ષાએ સરમુખત્યારીને જન્મ આપે છે. તેમાં વ્યક્તિ અનિયંત્રિત રીતે વર્તે છે અને અન્યના વર્તનને પોતાની ઈચ્છા મુજબ નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે.

    4. સ્નેહ અને સંપર્કની પ્રેરણા

    • અન્ય વ્યક્તિને સ્નેહ કરવો અને અન્યના સ્નેહને લાયક બનવું એ માનવી માત્રની જરૂરિયાત છે.
    • જન્મથી મૃત્યુ સુધી દરેક વ્યક્તિ નિકટના સંબંધો, સ્નેહ અને સંપર્ક માટે તીવ્ર જરૂરિયાત ધરાવતો હોય છે.
    • અન્ય વ્યક્તિઓ સાથે હૂંફાળા અને ગાઢ સંબંધો બાંધવાની માનવીની સાહજિક પ્રવૃત્તિને ‘સંપર્ક’ કે ‘સહચારની’ પ્રેરણા કહે છે.
    • આ પ્રકારના સંપર્કો દ્વારા અનેક પ્રકારના સંબંધો સાકાર થાય છે. જેમ કે માતા અને બાળકનો સંબંધ. સ્નેહ એ એકબીજા પ્રત્યે કરેલું સ્વૈચ્છિક સમર્પણ છે.
    • સ્નેહ હોય એટલે એકબીજાની ‘કાળજી’ હોય.

    અબ્રાહમ મેસ્લોનો પ્રેરણાઓના શ્રેણીક્રમનો સિદ્ધાંત

    • માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ મેસ્લોએ માનવા જરૂરિયાતોને શ્રેણીક્રમમાં ગોઠવી છે.
    • આ ક્રમ પૂર્તિ અને ઊણપ બંનેમાં દેખાય છે.
    • વ્યક્તિ પહેલા ક્રમની પ્રેરણાના સંતોષ પછી જ બીજી જરૂરિયાતો તરફ આગળ વધે છે.
    • મેસ્લો માનવીની જરૂરિયાતોને એક ચોક્કસ ક્રમમાં ગોઠવે છે. સૌથી નીચે (સૌથી અગ્રતાવાળી) શારીરિક જરૂરિયાતો જેવી કે ભૂખ, તરસ વગેરે આવે છે.
    • માનવીના સ્વાસ્થ્ય, વિકાસ અને અસ્તિત્ત્વ માટે આ જરૂરિયાતો પૂરી કરવી અનિવાર્ય છે.
    • શારીરિક જરૂરિયાતો પૂરી રીતે સંતોષાયા બાદ જ માનવી ઉપરની પ્રેરણા પર ધ્યાન આપે છે.
    • બીજા ક્રમે સલામતીની જરૂરિયાતો છે, તેમાં શારીરિક અને માનસિક સલામતીનો સમાવેશ થાય છે.
    • ત્યારપછીના ક્રમે સ્નેહની જરૂરિયાતો છે. જેમાં અન્ય સાથે સંપર્ક, પ્રેમ મેળવવો અને પ્રેમ આપવાનો સમાવેશ થાય છે.
    • સ્નેહની જરૂરિયાતોનો પૂર્ણ સંતોષ વ્યક્તિને આગળના ક્રમે સ્વમાનની જરૂરિયાતો તરફ પ્રેરે છે.
    • તેમાં આત્મવિશ્વાસ, પોતાની શક્તિ અને ક્ષમતાઓનું ભાન, અન્યોનો આદર અને પોતાના સન્માનનો સમાવેશ થાય છે.
    • તેથી વ્યક્તિની આત્મ – ગૌરવની જરૂરિયાતોનો સંતોષ થતા આગળની ટોચની જરૂરિયાત તરફ આગળ વધે છે.
    • સૌથી ઉપર આત્મસાર્થક્તા કે આત્મ સંપૂર્ણીકરણની જરૂરિયાત આવે છે.
    • આ જરૂરિયાતમાં જીવનનાં અર્થસભર લક્ષ્યો પ્રાપ્ત કરવા તેમજ પોતાની શક્તિઓનો અર્થસભર ઉપયોગ કરવા તરફ વ્યક્તિ વળે છે.

    આવેગ

    આવેગનો અર્થ

    • આવેગ એ પ્રત્યેક માનવીને રોજબરોજ થતો અનુભવ છે.
    • ‘આવેગ’ માટેનો અંગ્રેજી શબ્દ Emotion લેટિન શબ્દ Emovere પરથી ઊતરી આવ્યો છે. તેનો અર્થ થાય છે ‘ખળભળાટ’ કે ‘ક્ષુબ્ધતા.’
    • આમ, આવેગ એટલે શારીરિક ક્ષુબ્ધાવસ્થા કે શરીરમાં થતો ખળભળાટ, સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધાવસ્થા.

    આવેગની વ્યાખ્યા

    1. ‘આવેગ એ એક તીવ્ર સુખદ કે દુઃખદ લાગણી દર્શાવે છે કે જે કેટલેક અંશે શરીરની ક્ષુબ્ધાવસ્થામાંથી જન્મે છે. આવેગ એ એવો મનોવ્યાપાર છે કે જે વ્યક્તિના ચહેરાના હાવભાવો , કે ચેષ્ટાઓ દ્વારા પ્રગટ થાય છે.’ – સી. ટી. મોર્ગન
    2 ‘આવેગ’ એવી તીવ્ર લાગણી છે કે જે સભાન અનુભવો, આંતરિક તથા બાહ્ય પ્રતિક્રિયાઓ અને વિવિધ ક્રિયાઓ કરવા માટે પ્રાણી કે માનવીને બળ પૂરું પાડે છે. – જે. સી. કાલમેન
    3. ‘આવેગ એ સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધાવસ્થા છે.’ – વૂડવર્થ અને માર્કવીસ4. ‘આવેગ એટલે ચેતાતંત્રની આત્યંતિક ક્રિયાશીલતા.’ – લિન્ડસે

    આવેગના પ્રકારો

    • માનવીના આવેગોનો વ્યાપ ખૂબ વિશાળ છે. તેમાં દુ-ખ, ઈર્ષા, દુશ્મનાવટ, તિરસ્કાર, નિરાશા, આનંદ, ઉત્સાહ, પ્રેમ, ચિંતા, ક્રોધ, હાસ્ય, ભય વગેરેનો સમાવેશ થાય છે.
    • ઈઝાર્ડ નામના મનોવૈજ્ઞાનિકે આવેગના આ પ્રમાણે દસ પ્રકારો દર્શાવ્યા છે :- (1) આનંદ (2) આશ્ચર્ય (3) ક્રોધ (4) ધૃણા (5) નફરત (6) ભય (7) અપરાધની લાગણી (8) શરમ (9) રસ અને (10) ઉત્તેજના
    • પ્લુટિચિક નામના મનોવૈજ્ઞાનિકે આઠ મૂળભૂત આવેગો દર્શાવ્યા છે. તેમના મતે આવેગો બે-બેની જોડીમાં જોવા મળે છે, જે આ પ્રમાણે છે : (1) આનંદ અને વિષાદ (2) ભય અને ક્રોધ (3) આશ્ચર્ય અને અપેક્ષા તથા (4) સ્વીકાર અને ધૃણા.
    • પ્લુટચિકના મતે અન્ય આવેગો આમાંથી કોઈપણ બે કે તેથી વધુ આવેગોના સંયોજનથી ઉદ્ભવે છે.આવેગનો અનુભવ એ એક સાપેક્ષ ખ્યાલ છે. સામાન્ય રીતે આવેગોને આ પ્રમાણે મુખ્ય બે પ્રકારમાં વહેંચવામાં આવે છે :- (1) વિધાયક આવેગો અને (2) નિષેધક આવેગો

    (1) વિધાયક આવેગો

    • જે આવેગો હકારાત્મક લાગણી અને સ્વસ્થ મનોશારીરિક સ્થિતિ સાથે જોડાયેલા છે તથા મોટાભાગની વ્યક્તિઓને જે પસંદ પડે છે, તેને ‘વિધાયક આવેગો’ કહે છે. દા.ત., આનંદ, પ્રેમ, સુખ વગેરે

    (2) નિષેધક આવેગો

    • જે આવેગો નકારાત્મક લાગણી અને નબળી મનોશારીરિક સ્થિતિ સાથે જોડાયેલા છે તથા મોટાભાગની વ્યક્તિઓ જેમને પસંદ કરતા નથી, તેને ‘નિષેધક આવેગો’ કહે છે. દા.ત., ક્રોધ, ભય, નફરત, ઈર્ષ્યા વગેરે

    આવેગના પાસાંઓ

    આવેગના પાસાંઓ નીચે મુજબ છે : (1) અભિવ્યક્તિના આધારો (2) આવેગના શારીરિક આધારો (3) જેમ્સ લેંગનો સિદ્ધાંત (4) કેનન બોર્ડનો સિદ્ધાંત (5) સામાન્ય સમજનો સિદ્ધાંત (6) બોધાત્મક આધારો

    (1) અભિવ્યક્તિના આધારો

    • આવેગ એ જટિલ મનોવ્યાપાર છે. આવેગની સ્થિતિમાં ફેરફારો, બૌદ્ધિક પરિવર્તનો, ચહેરાના હાવભાવ, અંગચેષ્ટા, વ્યક્તિગત લાગણીઓ વગેરેનો સમાવેશ થાય છે.
    • આવેગ વર્તન -વ્યવહાર દ્વારા કે અવયવો – ચહેરા, વાણી વગેરેમાં પરિવર્તન દ્વારા પ્રગટ થયા વિના રહેતો નથી.
    • તમામ આવેગોની અભિવ્યક્તિ આંતરિક શારીરિક પ્રક્રિયાઓ તેમજ બાહ્ય વર્તન – વ્યવહારોમાં પ્રતિબિંબિત થાય છે.
    • આવેગની અભિવ્યક્તિ કુદરતી છે. તેની બાહ્ય અભિવ્યક્તિ ત્રણ પ્રકારે થાય છે :-
    • ચહેરા ઉપરના ફેરફારો દ્વારા જેમકે, આંખો પહોળી થવી, ભવાં ચડવાં, ચહેરો લાલ થઈ જવો, રડવું, મોં પહોળું થવું વગેરે.
    • અંગવિન્યાસ અને અંગચેષ્ટા દ્વારા ક્રોધ, ગુસ્સો વગેરે આવેગમાં હાથ-પગ ધ્રૂજવા, મુઠ્ઠી ઉગામવી વગેરે.
    • વાણીમાં થતાં ફેરફારો અને મૌન દ્વારા.
    • ભારતીય નૃત્યમાં આવેગ અભિવ્યક્તિની સુંદર તાલીમ આપવામાં આવે છે. ભરતનાટ્યમ્, કથક, કુચીપુડી, ઓડીસી
    • વગેરે નૃત્યોમાં ચહેરાના હાવભાવ, આંખ, હાથની આંગળીઓની મુદ્રાઓ અને પગની મદદથી નૃત્ય કરનાર નૃત્યાંગના પ્રેક્ષકો સમક્ષ જુદા જુદા આવેગો પ્રદર્શિત કરે છે. નૃત્યશિક્ષણ દરમિયાન સુખ, દુઃખદ, પ્રેમ, વિરહ, આનંદ, ક્રોધ વગેરેને અભિવ્યક્ત કરવાની, અંગવિન્યાસ, ચેષ્ટા અશાબ્દિક પ્રત્યાયનની સઘન તાલીમ આપવામાં આવે છે.

    (2) આવેગના શારીરિક આધારો

    • કેટલાક મનોવૈજ્ઞાનિકોના મત અનુસાર આવેગ દરમિયાન પહેલાં શારીરિક ફેરફારો થાય છે અને પછી આવેગનું જ્ઞાન થાય છે.
    • કેટલાક મનોવૈજ્ઞાનિકોના મત મુજબ આવેગનું જ્ઞાન પહેલાં થાય છે અને પછી શારીરિક ફેરફારો થાય છે.
    • આવેગ દરમિયાન થતા શારીરિક ફેરફારને ‘આવેગનો શારીરિક આધાર’ અને તેના જ્ઞાનાત્મક અનુભવને ‘આવેગનો બોધાત્મક આધાર’ કહે છે.
    • આવેગ દરમિયાન શરીરની આંતરિક અને બાહ્ય ક્રિયાઓમાં વ્યાપક ફેરફારો થાય છે.
    • શરીરના બાહ્ય ફેરફારો એટલે આંખ, હોઠ, જડબું અને ચહેરા ઉપર થતાં ફેરફારો અને આંતરિક ફેરફારો એટલે ગળામાં શોષ, લોહીનું પરિભ્રમણ, શ્રીસોચ્છ્વાસ, પાચનક્રિયા, અંતઃસ્રાવો, મળમૂત્રની ક્રિયા વગેરે ઉપર થતી અસર.
    • આવેગ દરમિયાન થતાં આંતરિક અને બાહ્ય પરિવર્તનો સ્વયંસંચાલિત ચેતાતંત્ર, હાઈપોથેલેમસ, મગજ, કેન્દ્રવર્તી ચેતાતંત્ર વગેરે સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
    • મનોવૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે મગજનો ડાબો ગોળાર્ધ વિધાયક આવેગો સાથે અને જમણો ગોળાર્ધ નિષેધક આવેગો સાથે સંકળાયેલો છે.
    • જો ડાબા ગોળાર્ધને ઈજા થાય તો વ્યક્તિમાં ગમગીની, ભય કે નિરાશા આવે છે.
    • જો જમણા ગોળાર્ધને ઈજા થાય તો વ્યક્તિમાં રાહત, ખુશી, પ્રેમ કે અતિ આનંદ ઊપજે છે.
    • જુદા જુદા મનોવૈજ્ઞાનિકો મુજબ આવેગ અનુભવ અને આવેગ દરમિયાન થતાં શારીરિક ફેરફારોના જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે.

    (3) જેમ્સ લેંગનો સિદ્ધાંત

    • ઈ.સ. 1884માં અમેરિકાના વિલિયમ જેમ્સે સ્વતંત્ર રીતે આવેગનો સિદ્ધાંત રજૂ કર્યો હતો.
    • આ જ સિદ્ધાંત ઈ.સ. 1885માં લેંગ નામના ડેન્માર્કના શરીરશાસ્ત્રીએ આકસ્મિક રજૂ કર્યો હતો. આથી આ સિદ્ધાંત જેમ્સ લેંગના સિદ્ધાંત તરીકે ઓળખાય છે.
    • આ સિદ્ધાંત મુજબ પહેલાં ઉદ્દીપકનું પ્રત્યક્ષીકરણ થાય છે, પછી શરીરમાં આંતરિક ફેરફારો અને બાહ્ય પ્રતિક્રિયાઓ થાય છે. પરિણામે આવેગનો અનુભવ થાય છે.
    • તેમના મત મુજબ, ‘શારીરિક ફેરફારો એ આવેગ અનુભવવાનું પરિણામ નહિ પરંતુ કારણ છે.’

    (4) કેનન બોર્ડનો સિદ્ધાંત

    • જેમ્સ લેંગના આવેગના સિદ્ધાંતથી જુદો જ સિદ્ધાંત ડબલ્યુ.બી. કેનન અને પી. બાર્ડ નામના મનોવૈજ્ઞાનિકોએ ઈ.સ. 1927માં રજૂ કર્યો હતો.
    • આ સિદ્ધાંત મુજબ ઉદ્દીપકને જોતાં તેનો સંદેશો મગજમાં પહોંચે છે. તેના લીધે શરીરનાં અંગોમાં ફેરફાર થતાં ક્રિયાઓની શરૂઆત થાય છે.
    • આમ, મસ્તિકછાલની ક્રિયાને પરિણામે આંતરિક અવયવોમાં થતાં ફેરફારો તથા આવેગોની અનુભૂતિ એકસાથે થાય છે, એકપછી એક નહિ.

    (5) સામાન્ય સમજનો સિદ્ધાંત

    • સામાન્ય સમજ મુજબ ઉદ્દીપક પરિસ્થિતિને જોયા પછી આવેગ પ્રગટે છે એટલે કે આવેગનો માનસિક અનુભવ થાય છે. તેના પરિણામે આંતરિક અને બાહ્ય શારીરિક ફેરફારો થાય છે. જેના દ્વારા આવેગ પ્રગટ થાય છે.

    (6) બોધાત્મક આધારો

    • કેટલાક મનોવૈજ્ઞાનિકોના મત અનુસાર આવેગ દરમિયાન પહેલાં શારીરિક ફેરફારો થાય છે અને પછી આવેગનું જ્ઞાન થાય છે.
    • જયારે કેટલાક મનોવૈજ્ઞાનિકોના મત મુજબ આવેગનું જ્ઞાન પહેલાં થાય છે અને પછી શારીરિક ફેરફારો થાય છે.
    • આવેગ દરમિયાન થતાં શારીરિક ફેરફારોને આવેગનો શારીરિક આધાર અને તેના જ્ઞાનાત્મક અનુભવને ‘આવેગનો બોધાત્મક’ આધાર કહેવામાં આવે છે.
    • આવેગોને તર્ક, નિર્ણય, વિચારક્રિયાં જેવા જ્ઞાનાત્મક મનોવ્યાપારોની સરખામણીમાં ઊતરતા દરજ્જાના ગણવામાં આવે છે.
    • આવેગોની ઉત્પત્તિ ઉદ્દીપકો વિશેના પ્રત્યક્ષીકરણ અને તેની સમજ ઉપર અવલંબે છે. દા.ત., નાના બાળકને સાપનો ભય લાગતો નથી, પરંતુ મોટી વ્યક્તિને સાપનો ભય લાગે છે.
    • આ જ પ્રમાણે મોટી વ્યક્તિને પાંજરામાં પુરાયેલા સિંહની બીક લાગતી નથી. પરંતુ તે છૂટા સિંહથી ભયની લાગણી અનુભવે છે.
    • આમ, ઉદ્દીપક પરિસ્થિતિ વિશેની સમજ ‘પ્રત્યક્ષીકરણ’એ આવેગ અનુભવનો મુખ્ય આધાર છે. જુદા જુદા આવેગો દરમિયાન બોધાત્મક ફેરફારો જુદા જુદા થાય છે.
    • મનોવૈજ્ઞાનિક સિંગર અને શાકટરના મત મુજબ આપણે ચોક્કસ પ્રકારની ઉત્તેજનાઓને જુદાં જુદા નામે ઓળખીએ છીએ.

    આવેગ નિયંત્રણનો અર્થ

    • આવેગ નિયંત્રણ એટલે આવેગોની અનુભૂતિ તેમજ અભિવ્યક્તિ પર કાબુ મેળવવો.
    • આવેગ નિયંત્રણથી વ્યક્તિને માનસિક શક્તિના વિકાસની, ધ્યાન કેન્દ્રિત કરવાની તથા વિપરીત સંજોગોમાં પણ સુખ અને સમતુલા જાળવવાની તાલીમ મળે છે.
    • તેનાથી વ્યક્તિ વિધાયક વિચાર, ‘સ્વ’ નિયંત્રણ, તનાવને હળવો કરવાનું અને પોતાના વિશેના ખ્યાલોને સુધારવાનું શીખી શકે છે.
    • યોગ્ય સમયે, યોગ્ય પરિસ્થિતિમાં જરૂરિયાત જેટલો આવેગ વ્યક્ત કરવો અથવા કેટલીકવાર જરા પણ આવેગ વ્યક્ત ન કરવો તે આવેગિત – ક્ષમતાનું સામર્થ્ય છે.

    આવેગ નિયંત્રણની જરૂરિયાત

    • તીવ્ર સ્વરૂપમાં અને વારંવાર આવેગની અનુભૂતિ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
    • નિષેધક અથવા વિધાયક આવેગ પણ નુકસાન કરે છે. વધારે પ્રમાણમાં ક્રોધ, ભય, શોક, આનંદ, ઉત્સાહ વગેરે પણ નુકસાન પહોંચાડી શકે છે.
    • તીવ્ર આવેગની અનુભૂતિના કારણે થતાં શારીરિક ફેરફારો આંતરિક વ્યવસ્થાને ખોરવી નાખે છે.
    • અંતઃસાવી ગ્રંથિઓમાંથી થતાં સ્રાવના પ્રમાણમાં વધઘટ થવાથી શરીરના અવયવયોની કાર્યક્ષમતા અને સંચાલનમાં અવરોધ પેદા થાય છે.
    • અત્યંત આઘાત કે આનંદ બંને હૃદયરોગનો હુમલો લાવી શકે છે. અતિશય ક્રોધમાં મગજની નસો ફાટી જવાની કે મૃત્યુ થવાની શક્યતા રહે છે.
    • સતત ભય કે ઉત્તેજનાના પરિણામે પાચનક્રિયાને અસર પહોંચે છે. આથી આવેગનો અતિરેક ટાળવો જોઈએ.

    આવેગ નિયમનની પદ્ધતિઓ

    • વ્યક્તિ જો સ્વાભાવિક રીતે ઉછર્યો હોય, સહજ જીવન જીવતો હોય, તો તેને ખાસ પ્રયત્નો દ્વારા આવેગ નિયમનની જરૂર પડતી નથી. તેના વ્યક્તિત્ત્વ ઘડતરમાં આવેગોનો વિકાસ સ્વાભાવિક ક્રમમાં એવી રીતે થાય છે કે ઉંમર વધવા સાથે નિયમન પણ આપોઆપ થતું જાય છે.
    • ડેનિયલ ગોલમેને આવેગિક નિયમન કે વ્યવસ્થાપન માટે આ ચાર પદ્ધતિઓ દર્શાવી છે.
    • (1) ‘સ્વ’ જાગૃત્તિ (2) ‘સ્વ’ વ્યવસ્થાપન (3) સામાજિક જાગૃત્તિ (4) સામાજિક કુશળતા

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    sanjay mahakal
    • Website

    Sanjay Mahakal is an educator and digital creator with expertise in Mathematics. He is the founder of Sigma Gyan, a platform providing quality educational content for students (Grades 6-12) and competitive exam aspirants (TET, TAT, HTAT). Through his website SigmaGyan.in and YouTube channel Sigma Gyan 1.0, he simplifies complex topics with engaging lessons. His mission is to make learning easy and accessible for all. 🚀📚

    Related Posts

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

    December 17, 2024

    શિક્ષણ વ્યવહાર અને અધ્યાપન કૌશલ્યો: ટેટ/ટાટ પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી

    December 15, 2024

    પ્રચાર માધ્યમોનાં નિવેદનો (જાહેર નિવેદન): TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

    December 14, 2024
    Leave A Reply Cancel Reply

    Don't Miss
    Educational Psychology

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    By sanjay mahakalJanuary 7, 2025

    પ્રસ્તાવના આજના બ્લોગમાં આપણે શિક્ષકો માટે TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા…

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

    December 17, 2024
    Our Picks

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

    December 17, 2024

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    About Us

    Sigmagyan is a premier platform for competitive exam preparation, offering expert-designed study materials, tutorials, and math tips. Founded by Sanjay Mahakal, our mission is to make complex topics easy and help students succeed. Whether you're starting or advancing in your preparation, Sigmagyan is here to support you every step of the way. Learn more at Sigmagyan.in.
    We're accepting new partnerships right now.

    Facebook X (Twitter) Instagram Pinterest YouTube WhatsApp Telegram RSS
    Our Picks

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024
    Recent Posts
    • TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન
    • ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન
    • ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા
    • ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ
    • શિક્ષણ વ્યવહાર અને અધ્યાપન કૌશલ્યો: ટેટ/ટાટ પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી
    • Home
    • TAT/TET/HTAT Prep
    • Educational Psychology
    • Mock Test
    • Terms and Conditions
    • Privacy Policy
    • About Us
    • Contact Us
    © 2026 SigmaGyan. Designed by SigmaGyan.

    Type above and press Enter to search. Press Esc to cancel.