મીરાંબાઈ જીવનચરિત્ર
મીરાંબાઈ પરિચય
નામ: મીરાંબાઈપુરૂ નામ (આખું નામ): જશોદા રાવ રતનસિંહ રાઠોડજન્મ: ઈ.સ. 1498મૃત્યુ: ઈ.સ. 1547 (દ્વારકા)
સ્થળ: મીરાંબાઈનો જન્મ રાજસ્થાન રાજયમાં જોધપુર (વર્તમાનમાં પાલી જિલ્લા), મેડતાની નજીક આવેલા કુડકી (કુરકી) ગામમાં થયો હતો.
પતિનું નામ: ભોજરાજજી (ચિત્તોડગઢના રાણાસંગાના પુત્ર)માતાનું નામ: વીરકુમારીપિતાનું નામ: રતનસિંહ રાઠોડ
ગુરુ: સંત રૈદાસ
ઉપનામ: જનમ જનમની દાસી, પરમ દિવાની
મીરાંબાઈની કૃતિઓ:
પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે,
હા રે કોઈ માધવ લ્યો,
નરસિંહજી રા માયરા,
સત્યભામાનું રૂસણું,
રામ રમકડું જડ્યું રે,
વૃંદાવન કી કુંજ ગલીયોં મેં,
લેને તારી લાડકી, હરિ મેં તો પ્રેમદીવાની,
બોલ મા,
પ્રેમભક્તિના પદ,
કૃષ્ણકીર્તનનાં પદ
મીરાંબાઈની પંક્તિઓ:
વાગે છે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ
અબ તો મેરા રામ નામ દૂસરા ન કોઈ
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
હાં રે કોઈ માધવ લો
મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ના કોઈ, જાકે સિર મોરમુકુટ,મેરા પતિ સોઈ
જૂનું થયું રે દેવળ જૂનું તો થયું.
Also Read: Premanand Bhatt Biography – પ્રેમાનંદ ભટ્ટ જીવનચરિત્ર
મીરાંબાઈની વિશેષતા:
મીરાંબાઈ મેડતા (રાજસ્થાન)નાં રાવ દુદાજીનાં પૌત્રી હતા. મીરાંબાઈનાં પદોમાં જે રાણાજીનો ઉલ્લેખ આવે છે, તે તેમના દિયર રાણા વિક્રમાદિત્ય હોઈ શકે છે.
મીરાંબાઈ દ્વારકામાં કૃષ્ણની પ્રતિમા જોઈને તેમને વારી ગયાં હતાં.
ભજન અને પદ તેમનાં લોકપ્રિય સાહિત્યસર્જન છે.
મીરાંના પદો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું એક અનોખુ આભૂષણ છે.
મીરાંબાઈનાં ભજનો અને પદો ગુજરાતી, રાજસ્થાની અને વ્રજ એમ ત્રણેય ભાષામાં છે.
ગુજરાતી ભાષાની પ્રથમ કવિચિત્રી મનાતાં મીરાંબાઈએ પોતાનું શેષ જીવન ગુજરાતમાં દ્વારકા ખાતે વીતાવ્યું હતું.
બળવંતરાય ઠાકોરે મીરાંબાઈના પદોને “ત્રીજા નેત્રની પ્રસાદી” કહયાં છે.
કલાપીએ નરસિંહ મહેતા અને મીરાંબાઈ માટે કહ્યું છે કે, “હતો નરસિંહ, હતી મીરાં, ખરો ઈલ્મી, ખરાં શૂરા”