પ્રસ્તાવના
આજના બ્લોગમાં આપણે જાણીશું, મધ્યકાલીન યુગ ભારતીય સાહિત્યના ઉન્મુખ વિકાસનો સમય હતો, જ્યાં અનેક પ્રતિભાશાળી સાહિત્યકારોએ સમાજ, ધર્મ, અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી કૃતિઓની રચના કરી. આ યુગમાં કવિતા, પ્રબંધ, અને ધાર્મિક સાહિત્યનું વિશેષ ઉથાન થયું. કબીર, તુલસીદાસ, મીરાંબાઈ, અને અમીર ખસરો જેવા સાહિત્યકારોએ તેમના સાહિત્ય દ્વારા આધ્યાત્મિકતા અને સમાજ સુધારાનું સંદેશ આપ્યું, એમ મધ્યકાલીન યુગના 15 જાણીતા સાહિત્યકારોના જીવન અને તેમની અદભૂત કૃતિઓ પર પ્રકાશ પાડશું, જે આજે પણ પ્રેરણાનું સ્ત્રોત છે.
મધ્યકાલીન યુગના જાણીતા સાહિત્યકારો
(1) ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતા
જન્મ: ઈ.સ.1414 (અંદાજીત)
અવસાન: ઈ.સ. 1480
જન્મસ્થળ : તળાજા (ભાવનગર)
પૂરું નામ: નરસિંહ કૃષ્ણદાસ મહેતા
પત્ની : માણેકબાઈ
માતા: દયાકુંવર
પુત્ર : શામળદાસ
પુત્રી: કુંવરબાઈ
કર્મભૂમિ: જુનાગઢ
બિરુદ: આદિકવિ, પદના પિતા
વખણાતુ સાહિત્ય: પદ
નરસિંહ મહેતા એટલે ગુજરાતના આદિકવિ જે જન્મથી શૈવભક્ત હતા પણ ભાળા બાળપણથી તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો. જૂનાગઢને કર્મભૂમિ બનાવીને સમગ્ર જીવન કૃષ્ણભક્તિમાં વ્યતિત કર્યું. સાહિત્યની સાથે સાથે સમાજ સુધારણાના કાર્યો કર્યા. તેમણે સગુણ ભક્તિની સાથે દે સાથે નિર્ગુલ ભક્તિનો મહિમા ગાયો. તેમના મોટાભાગના પદોની રચના ભક્તિમાર્ગી વિષય વસ્તુ ઉપર રત છે. આ ઉપરાંત તેમણે જ્ઞાન આધારિત પદોની રચના કરેલી છે. આથી તેમને ભક્તિ અને જ્ઞાનમાર્ગી કવિ તરીકે પણ ઓળખાય છે. સાથે બનેલી ઘટનાને સાહિત્યમાં ઉતારેલી છે. તેમણે પોતાના જીવન
એવી લોકવાયકા છે કે, વારંવાર ભાભીના મહેણાં સાંભળીને ગોપનાથ મહાદેવ (ભાવનગર)ના મંદિરમાં તપ કરવાથી નરસિંહ મહેતાને મહાદેવ પ્રસન્ન થયા, નરસિંહ મહેતાને વરદાન માંગવાનું કહ્યું : અને તેમણે કહ્યું: હે ભગવાન, તમને જે વ્હાલું હોય તે મને આપો, મહાદેવ નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવે છે. શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાને રાગ ‘કેદારો’ ભેટમાં આપ્યો.
ભાભીનું મહેણું ગુજરાતી સાહિત્ય માટે ઉપકારક બન્યું. જ્ઞાન અને ભક્તિનું તેમનું ત્રીજું નેત્ર ખૂલી ગયું. એના રે એના અંતરમાંથી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનાં પદોનો ધોધ પ્રતાપે સાટે જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્યનાં પદોનો શોધ છૂટયો.
તેમણે ભક્તિ કવિતા અને જ્ઞાનમાર્ગી કવિતાઓ લખવાનો પ્રારંભ કર્યો. આમ, નરસિંહ મહેતાને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સાહિત્યિક દ્રષ્ટિએ પ્રથમ કવિ ગણવામાં આવે છે.
ભારતમાં 14મી અને 15મી સદી દરમિયાન ભક્તિ માર્ગનું મોજું ફરી વળ્યું, ત્યારે દક્ષિણ ભારતમાં મરાઠી સંત નામદેવ જેવું કાર્ય કર્યું તેવું ભકિતમાર્ગીય કવિતામાં કાર્ય નરસિંહ મહેતાએ કર્યું.
તેમનું સમગ્ર સાહિત્ય શ્રીકૃષ્ણ તથા તેમના પર થયેલી કૃપાના પ્રસંગોને ધ્યાનમાં રાખીને લખાયેલું છે.
નરસિંહ મહેતા દામોદર કુંડે સ્નાન કરવા જતા ત્યારે ‘રામગ્રી રાગ’ ગાતા અને પાછા ફરતા ત્યારે ‘પ્રભાતિયા’ ગાતા.
“વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે…”
આ ઉપરાંત તેઓ ઝુલણા છંદ (37 માત્રા) અને મલ્હાર રાગ ગાવા માટે જાણીતા હતાં.
ગુજરાતના સૌથી લોકપ્રિય કવિઓમાં તેમની ગણના થાય છે. તેઓને ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનમાર્ગી કવિ, પદ- સર્જક, પ્રભાતિયાના સર્જક, ભજનના સર્જક તરીકે ઓળખવામાં આવે છે. તેમના પદોમાં પ્રેમલક્ષણા ભક્તિ- નિરૂપણ જોવા મળે છે.
નરસિંહ મહેતા ઉપર કવિ જયદેવની કૃતિ ‘ગીત ગોવિંદ’ નો વિશેષ પ્રભાવ પડ્યો છે.
તેમની કૃતિ ‘સુદામાયસ્ત્રિ’ માં આખ્યાનના બીજ જોવા મળતા હોવાથી તે ગુજરાતી ભાષાની પ્રથમ આખ્યાન કૃર ગણાય છે.
નરસિંહ મહેતાના જીવનનાં ચમત્કારી પાંચ પ્રસંગો હાર, હૂંડી, માળેટું, વિવાહ અને શ્રાદ્ધ જાણીતા છે. આ અંતર્ગ ‘હારમાળા કૃતિ’માં જૂનાગઢના રાજા રા’માંડલિકની ચમત્કારિક ઘટનાનો પ્રસંગ જોવા મળે છે. જેમાં રા’માંડલિક નરસિંહ મહેતાની પરીક્ષા કરતા જણાય છે. આમ, નરસિંહ મહેતા રા’માંડલિકના સમકાલીન હતાં.
નરસિંહ મહેતાને પુત્રી કુંવરબાઈના સીમંતપ્રસંગે, પિતાના શ્રાદ્ધના પ્રસંગે, પુત્ર શામળદાસના લગ્નપ્રસંગે, હૂંડી જેવા અનેક પ્રસંગોમાં ઈશ્વરીય મદદ મળી હોવાની માન્યતા છે. આથી તેમના આ તરીકે ઓળખાય છે.
નરસિંહ મહેતાના પુત્ર શામળશાની પત્ની રતનબાઈ તથા જ્યાં આજે શામળશાની ચૉરી આવેલી છે.
મુનશીએ નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર ‘નરસૈયો–ભક્ત હરિનો’ લખ્યું છે.
નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને તેમની પુત્રી શર્મિષ્ઠા અને તેમની પુત્રી તાના-રીરી જે ગુજરાતની સંગી- બેલડીઓ તરીકે જાણીતી છે. જેઓ મલ્હાર રાગ ગાવા માટે જાણીતા હતાં. આ જ બંને સંગીત બેલડીએ અક્બરન દરબારના સંગીતંરત્ન તાનસેનનો અગ્નિદાહ શમાવેલો.
નરસિંહ મહેતા – એવા રે અમે એવા રે
નરસિંહ મહેતા રોજ સવારે ગિરનારની તળેટીમાં આવેલા દામોદર કુંડમાં નાહવા જાય છે ત્યારે દલિત વર્ગ તેમને પોતાને ત્યાં ભજન કરવા આવવાનું નિમંત્રણ આપે છે. નરસિંહ મહેતા આ આમંત્રણ સ્વીકારે છે અને આખી રાત દલિતવાસમાં ભજન કરે છે. તે જમાનામાં નરસિંહ મહેતાના આ ક્રાંતિકારી વલણના ઉગ્ર પ્રત્યાઘાત પડયો હતો.
નાગર-બ્રાહ્મણ થઈને દલિતને ત્યાં જાય છે તે નાગરી નાતના માણસોને ગમતું નથી. તેથી નાગરી નાતના માણસો નરસિંહ મહેતાની ટીકા અને ટીખળ કરે છે પરંતુ નરસિંહ મહેતા આ બાબત પર ધ્યાન આપતા નથી અને કહે છે.
“એવા રે અમે એવા રે, તમે કહો છો વળી તેવા રે
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો, કરશું દામોદરની સેવા રે”
વિશેષ માહિતી
ઈ.સ. 1999થી ગુજરાત સરકાર દ્વારા આદ્યકવિ ‘નરસિંહ મહેતા એવોર્ડ’ નરસિંહ મહેતા સાહિત્ય નીધિ ટ્રસ્ટ દ્વારા એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ વર્ષ 2013 થી મોરારીબાપુ દ્વારા શરદ પૂર્ણિમાના દિવસે આપવામાં આવે છે.
પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ ના વિજેતા રાજેન્દ્ર શાહ હતાં.
ગુજરાત સરકાર દ્વારા નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની યાદમાં લગ્ન સમયે કન્યાના પિતાને ‘કુંવરબાઈનું મામેરું’ યોજના અંતર્ગત 12,000 રૂા. ની સહાય બે દીકરીઓને મળે છે.
વર્ષ 1920માં દિગ્દર્શક સચેતસિંહ દ્વારા દ્વિતીય ગુજરાતી મૂક ફિલ્મ ‘નરસિંહ મહેતા’ પ્રદર્શિત કરાઈ હતી ત્યારબાદ 7 એપ્રિલ, 1932ના રોજ દિગ્દર્શક નાનુભાઈ વકીલે પૂર્ણ લંબાઈની પ્રથમ બોલતી (સવાક્) ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ રજૂ કરીને ઈતિહાસ સર્જ્યો હતો.
નરસિંહ મહેતાના 600 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના કરી. તેના પ્રથમ કુલપતિ તરીકે શ્રી જે. પી. મૈયાણીની નિમણૂક કરવામાં આવી.
શ્રી પુરૂષોત્તમદાસના દાદા શ્રી ભાણજીની અટક ‘પંડયા’ હતી. જેઓ ઈ.સ.1304 સુધી વડનગરમાં રહેતા હતા. ત્યારબાદ તેઓ તળાજામાં સ્થાયી થયા હતાં.
શ્રી પુરૂષોત્તમદાસના પિતા શ્રી ગદાઘર ત્રાપજના કારભારી થયેલા ત્યારથી તેઓ ‘મહેતા’ તરીકે ઓળખાયા.
શ્રી પુરૂષોત્તમદાસના પુત્ર પર્વતદાસ અને પૌત્ર નરસિંહદાસની ભક્તિ-સિદ્ધિથી દ્વારિકાધીશે તેમને વૈષ્ણપદ આપ્યું ત્યારથી આ કુળ ‘વૈષ્ણવ’ અટકથી ઓળખાયું.
સાહિત્ય સર્જન
આત્મચરિત્રાત્મક પદો : કુંવરબાઈનું મામેરૂ, શ્રાદ્ધ, હુંડી, શામળશાનો વિવાહ, હારમાળા, હિંડોળાના પદો, ભક્તિબોધ
કૃષ્ણપ્રીતિના ઊર્મિગીતો : રાસહસ્ત્રપદી, વસંતના પદો, શૃંગારમાળા, બાળલીલાના પદો તે… કૃષ્ણલીલાના પદો
આખ્યાન : સુદામા ચરિત્ર (ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ આખ્યાન), દાણલીલા, ચાતુરીઓ
અન્યઃ હળવે હળવે (પદ), સંતો અમે રે વહેવારીયા (પદ), ભક્તિપદારથ (પદ), કેમ પૂજા કરૂ (પદ), જાગ ને જાદવા (પદ), વૈષ્ણવજન તો (પદ), મેહુલો ગાજે અને માધવ નાચે (કવિતા)
પંક્તિઓ
વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે….
(ગાંધીજીનું પ્રિય) (ગુજરાતના ઉદ્દઘાટન સમયે મયુરીબહેન ખરેએ ગાયું હતું.)
એવા રે અમો એવા રે,
તમે કહો છો તો વળી તેવા રે
ઊંચી મેડી તે મારા સંતની રે
મેં તો મા’લી ન જાણી રામ
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે,
શામળા ગિરધારી
હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ,
જુજવે રૂપે અનંત ભાસે
જળકમળ છાંડી જા ને બાળા, સ્વામી અમારો જાગશે…
જ્યાં લગી આત્મતત્વ ચિંત્યો નહી, ત્યાં લગી સાધના સર્વ જૂઠી
હું કરું હું કરું એ જ અજ્ઞાનતા
શકટનો ભાર જેમ શ્વાન તાણે
પ્રેમરસ પાને તું,
મોરના પિચ્છધર તત્વનું ટૂપણું તુચ્છ લાગે..
વારી જાઉ રે, સુંદર શ્યામ તમારા લટકાને
કાનજી તારી મા કહેશે પણ અમે..
જાગો રે જશોદાના જાયા…
સુખ દુઃખ મનમાં ન આણીએ
નીરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો,
તે જ હું તે જ હું શબ્દ બોલે
ભલું થયું ભાંગી જંજાળ,
સુખેથી ભજીશું શ્રી ગોપાલ(પત્નીના અવસાન પ્રસંગે)
જેહના ભાગ્યમાં જેહ સમે જે લખ્યું હોય
તેને તે જ પહોંચે
ભોળી ભરવાડણ હરિને વેચવા ચાલીરે.,
જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા,
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
સખી આજની ઘડી તે રેડીયામણી રે લોલ
ખમ્મા મારા નંદજીના લાલ, મોરલી કયારે વગાડી
વર્ણના ધર્મને કર્મ કરવાં રદ્દ મર્મ જાણ્યો ત્યારે ખરો જોવ
અમે મૈયારા રે, ગોકુળ ગામના
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય
શામળિયો તે ઉરનું ભૂષણ હૃદયા ભીડી રાખું રે…
જશોદા તારા કાનુડાને…
એક છે પુત્ર ને એક છે પુત્રી, તેનું મામેરું પૂર્યુ લક્ષ્મીનાથે
ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહી રે…
ગિરિ તળેટી ને કુંડ દામોદર…
નાગર નંદજીના લાલ…
Source:
ધોરણ-7(SEM. 1): આજની ઘડી રળિયામણી (પદ્ય–ભક્તિગીત)
ધોરણ-9: સાંજ સમે શામળિયો (ગીતકાવ્ય)
ધોરણ-10: વૈષ્ણવજન (પદ)
ધોરણ-12: અખિલ બ્રહ્માંડમાં (પદ)
(2) મધુરાભકિતના ઉત્કૃષ્ઠ શિખર સમા મીરાંબાઈ
જન્મ: ઈ.સ. 1498
જન્મસ્થળ: રાજસ્થાનના મેડતા જિલ્લાના કુડકી ગામે
ઉપનામ: જનમ જનમની દાસી, પ્રેમ દિવાની
વખણાતું સાહિત્ય: પદ
પતિ: ભોજરાજ
ગુરુ: રૈદાસ
અવસાન : ઈ.સ. 1546
ગુજરાતી સાહિત્યના પ્રથમ કવવિયત્રી મીરાંબાઈ ગુજરાતી સાહિત્યની સાથે સાથે હિન્દી અને રાજસ્થાની ભાષામાં સાહિત્ય પ્રદાન આપેલું છે.
તેમણે કૃષ્ણની ભક્તિ પતિભાવે કરેલી છે. તેમણે લખેલાં પદોમાં પ્રેમલક્ષણાભક્તિ કે મધુરાભક્તિ વિશેષ પ્રકારે જોવા મળે છે.
મીરાં બાઈના પદો એ ગુજરાતી સાહિત્યનું અનોખુ આભૂષણ ગણાય છે. એ ગુજરાતી સાહિત્યના ‘રાધા’ ગણાય છે.
તેઓ રાઠોડ વંશના રાવ દૂદાજીના ચોથા પુત્ર રત્નસિંહની દીકરી હતાં. તેમણે કૃષ્ણભકિત તેમના દાદા પાસેથી મેળવી. તેઓ મેવાડના રાણા પ્રતાપના કાકી થતા હતા.
જ્યારે મીરાં વૃંદાવન જાય છે ત્યારે તેમનું મિલન જીવા ગોસાઈ નામના સિદ્ધપુરુષ સાથે થાય છે.
મીરાંનાં પદોનો વિષય વિરહની વેદના, મિલની પ્યાસ,ભાવોત્કંઠા અને કૃષ્ણભક્તિ કેન્દ્રસ્થાને છે.
તેમના પદોની મૂળભાષા મારવાડી-રાજસ્થાની અને વ્રજભાષા છે. તે માનતા કે, ‘ઈશ્વર પ્રાપ્તિનો એકમાત્ર માર્ગ ભક્તિ છે.’
“મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ના કોઈ, જો કે સિર મોરમુકુટ, મેરા પતિ સોઈ.”
વિશેષ માહિતી
તેમના માટે કલાપીએ કહ્યું છે “હતો નરસિંહ, હતી મીરાં ખરાં ઈલ્ગી,ખરાં શૂરો” તેમજ બ. ક. ઠાકોર કહે છે કે, ‘મીરાંના પદો ત્રીજા નેત્રની પ્રસાદી’.
લીલાવતી મુનશીએ ‘મીરાં એટલે ઉર્મિઓની પરંપરા’ જેવા ઉદગાર મીરાંબાઈ માટે વાપર્યા છે.
વર્ષ 1966માં ન્યૂયોર્કમાં યોજાયેલ સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં એમ.એસ. સુબ્બુલક્ષ્મીએ મીરાંનું ‘હરિ તેમ હરો જનકી ભીર’ પદ ગાયું હતું.
મીરાબાઈનો શ્રીકૃષ્ણ પ્રેમ
વૈષ્ણવ ધર્મના સંસ્કાર મીરાંબાઈ પર નાનપણથી જ હતા. એક દંતકથા મુજબ મીરા એ નાનપણમાં માતાને પૂછેલું કે ‘મારો વર કોણ?’ એના જવાબમાં માતાએ કૃષ્ણની મૂર્તિ આપીને મીરાંને કહ્યું કે ‘આ તારી વર !’ ત્યારથી મીરાંબાઈ શ્રીકૃષ્ણ ભક્ત બન્યા હતા.
“મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરાના કોઈ
જાકે સિર મોરમુકુટ, મેરા પતિ સોઈ”
બાળપણથી જ શ્રીકૃષ્ણને વરી ચૂકેલાં મીરાંબાઈનાં લગ્ન સિસોદિયા વંશના રાજવી સંગ્રામસિંહ (રાણા સાંગા)ના પાટવીપુત્ર ભોજરાજ સાથે થયાં. મીરાંના સાસરે મેવાડમાં સૌ શૈવધર્મી હતા.
માતા અને ગુરૂ રૈદાસે આપેલી કૃષ્ણની મૂર્તિ મીરાં તેની સાથે સાસરે લાવી હતી. ‘રામ રમકડું જડિયું’ આ પદ તેનો આધાર પૂરો પાડે છે.
આ મૂર્તિ સાથે મીરાંએ અખાત્રીજના દિવસે વિવાહ કર્યો હતો. જે વિશે મીરાં એક પદમાં કહે છે: માઈ હું સપના મેં પરણી ગોપાલ’.
પતિ ભોજરાજનું અવસાન થતાં મીરાંબાઈ વિધવા થયા ત્યારબાદ સસરા રાણા સાંગા અને પિતા રત્નસિંહનું પણ અવસાન થતાં મીરાંબાઈના દિયર વિક્રમાદિત્ય તેમને ત્રાસ આપવા લાગ્યા અને મીરાંને રાણીવાસમાંથી બહાર કાઢી મૂક્યો.
દંતકથા મુજબ રાણા વિક્રમાદિત્યે મીરાંને મારી નાખવાં ઝેરનો પ્યાલો મોકલાવ્યો. મીરા કહે છે:
‘રાણાજી, તુમને ઝહર દિયો, મૈને જાની’.
‘ઝેર તો પીધાં છે, જાણી જાણી. નથી રે પીધાં મેં અજાણી.’
આ પછી મીરાં મેવાડ છોડી મેડતા જઈ સાધ્વી જીવન જીવવા લાગ્યા અને એક જ વર્ષમાં મેડતા પણ છોડયું ત્યારબાદ ચિત્તની શાંતિ માટે વ્રજ, મથુરા, ગોકુળ, વૃંદાવન થઈ અંતે દ્વારકામાં આવી રહ્યા.
ચિત્તોડના ઉદયસિંહે મીરાંને પાછાં બોલાવવા બ્રાહ્મણો મોકલ્યાં, પણ મીરાં ‘હરિ તુમ હરો જનકી ભીર’ અને સાજન, સુધ જ્યોં જાને ત્યાં લીજે હો, ગાતાં ગાતાં મંદિરમાં જ શ્રીકૃષ્ણની મૂર્તિ સમક્ષ ઢળી પડયા.
સાહિત્ય સર્જન
નરસિંહ રા માહ્યરા (મારવાડી-ગુજરાતી ભાષામાં 544 પંક્તિમાં લખાયેલી કૃતિ)
સત્યભામાનું રૂસણું, ગીતગોવિંદની ટીકા, રાગ ગોવિંદ, મીરાંની ગરબી
પંક્તિઓ
પ્રેમની પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની
હાં રે કોઈ માધવ લ્યો, માધવ લ્યો વેચતી વ્રજ નારી રે હાં રે કોઈ માધવ લ્યો
હરિ મે તો પ્રેમ દિવાની મેરા દર્દ ન જાણે કોઈ
અબ તો મેરા રામનામ દૂસરા ન કોઈ
મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ના કોઈ, જો કે સિર મોરમુકુટ, મેરા પતિ સોઈ
મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, મુખડું મે જોયું તારું, સર્વ જગ થયું ખારૂ
રામ રમકડું જડિયું રે, રાણાજી મને રામ રમકડું જડિયું
વાગે છે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે
પ્રીત પૂરવની રે શું કરી રાણાજી
લેને તારી લાકડી, લેને તારી કામળી
રામ રાખે તેમ રહીયે, ઓધવજી રામ રાખે તેમ રહીએ
પ્યારા ગોવિંદના ગુણ ગાશુ રાણાજી
વૃંદાવનની કૂંજગલનમે ગોવિંદ લીલા ગાસું
નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે.
જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું, મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું
ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડના રાણા
નહિં રે વિસારું હરિ અંતરમાંથી નહિ રે વિસારું હરિ.
સાંઢવાળા સાંઢ શણગારજે રે જાવું સો સો કોશ
ગોવિંદો પ્રાણ હમારો મને જગ લાગ્યો ખારો
પગ પૂંઘરૂ બાંધ મીરાં નાચી
Source
ધોરણ-7: ગોવિંદના ગુણ ગાશું (ભજન)
ઘોરણ-11: જીવ નો સંગાથી (પદ)
ધોરણ-12: બોલ મા (કાવ્ય)