પ્રસ્તાવના
આ લેખમાં, ગુજરાતની લોકસંસ્કૃતિ એટલે માનવજાતિ દ્વારા વર્ષો સુધી વિકસેલી એક વિશિષ્ટ પરંપરા અને જીવનશૈલી. આ સંસ્કૃતિમાં અનેક લોકજાતિઓના વિવિધ રિવાજો, પરંપરાઓ અને માન્યતાઓનો સહયોગ છે. ગુજરાતની આ સંસ્કૃતિનો ઉદ્ભવ પ્રાચીનકાળમાં સાબરમતીના કાંઠે રહેતા આદિમાનવોથી શરૂ થયો હોવાનો ઉલ્લેખ છે. ગુજરાતના વિવિધ ભાગોમાં વિવિધ જાતિઓએ અને સમુદાયોએ આ સંસ્કૃતિને પોતાના રંગો અને રીતે ભવ્ય બનાવ્યું છે. મોહેં-જો-દડો અને હડપ્પા સંસ્કૃતિ પહેલાં આ સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી હતી, જેનો પ્રમાણ આજે પણ ગુજરાતના આદિવાસી પ્રજામાં જોવા મળે છે.
ગુજરાતની લોકસંસ્કૃતિમાં ગોપ સંસ્કૃતિ, સાગર સંસ્કૃતિ, ધર્મપૂજા અને વિવિધ નૃત્યપ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ સંસ્કૃતિના વિવિધ તહેવારો, લોકકલાઓ, લોકગીતો અને નૃત્યો રાજ્યની ઓળખ બનાવે છે. કાઠીયાવાડ, કચ્છ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના દરેક ખૂણામાં અલગ અલગ પ્રકારની સંસ્કૃતિઓ જોવા મળે છે, જેમ કે પારંપરિક વસ્ત્રો, બોલીઓ, ધર્મ અને સામાજિક વિધિઓ.
ગુજરાતની લોકસંસ્કૃતિમાં શ્રદ્ધા, આતિથ્ય, વીરતા અને પરંપરા તરફ વિશેષ ધ્યાન અપાયું છે, અને એમાં લોકજાતિઓના વિરાસતના અવશેષો અને રહેણીકરણીનો સરસ સમન્વય છે.
ગુજરાતની લોકસંસ્કૃતિનો ઉદ્દભવ
- લોકસંસ્કૃતિ માનવી કે માનવસમૂહનું સર્જન નથી, પણ અનેક લોકજાતિઓનો સમન્વય છે.
- માનવજાત તેની રસ, રુચિ, સુવિધાઓ અને ભૌગોલિક પરિસ્થિતિઓને આધારે કેટલીક પ્રણાલિકાઓ શરૂ થાય છે અને જાય છે. માનવજાત તેની રસ, રુચિ, આગળ ગળ જતાં જતાં રીતરિવાજ બની જાય છે.
- ગુજરાતની લોકસંસ્કૃતિનો ઉદભવ સાબરમતીના કાંઠે કૂબા બાંધીને રહેતા આદિમાનવો દ્વારા થયો હોવાનું માનવામાં આવે છે.
- જયારે સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનો ઉદભવ પશુપાલન કરતી અરણ્યવાસી જાતિઓ દ્વારા થયું હોવાનું માનવામાં આવે છે.
- મોહેં-જો-દડો અને હડપ્પાની નગરસંસ્કૃતિઓ વિકાસ પામી તે પહેલાં વિચરતી જાતિઓની લોકસંસ્કૃતિ અસ્તિત્વમાં હતી.
- તેના અવશેષો ગુજરાતના આદિવાસીઓનાં ઓજારો, દેવી-દેવતાઓ, ભૂવા અને પશુ -પ્રાણીઓ તથા વૃક્ષ પૂજામાંથી મળે છે.
- ગુજરાતના પુરાતત્વીય સ્થળો લોથલ અને કચ્છના આવેલા અવશેષો હજારો વર્ષો જૂની માનવ સંસ્કૃતિની પરખ કરાવે છે.
- ઈ.સ. પૂર્વે પાંચમા શતકમાં આર્યો, ગ્રીક પ્રજાઓ ગુજરાતમાં આવી અને તેઓ લાકડાંનાં દેવી-દેવતાઓની પૂજા કરતા. બરડાના મેર લોકોમાં આજે પણ આ ગ્રીક પ્રજાઓના અવશેષો જોવા મળે છે.
- આશરે 8,000 વર્ષ પૂર્વે દેવ દેવીની ઉપાસના કરનાર અને માછીમાર તરીકેનું જીવન જીવતી ‘નિષાદ’ પ્રજા ગુજરાતમાં આવી. આજના કોળી, ખારવા, વાઘેર અને મિયાણા જાતિના લોકોને તેમના વારસદારો માનવવામાં આવે છે.
- આશરે 4,000 વર્ષ પૂર્વે ગુજરાતમાં ગોપ સંસ્કૃતિનો ઉદય થયો. મથુરા-વૃંદાવનમાંથી આવેલા યાદવો અને આહીરો રાસલીલા લાવ્યા. આજના રાસડાની પરંપરા એ ગોપ સંસ્કૃતિની દેન છે. આમ, ગોપ સંસ્કૃતિએ ગુજરાતને અનેરા ઉત્સવો, મેળાઓ આપ્યા. તદ્દઉપરાંત આદર, આતિથ્ય જેવા સંસ્કારો આપ્યા.
- 10મી સદીમાં સૌરાષ્ટ્રમાં સિથિયન અર્થાત્ ખૂણો આવ્યા. તેઓ સૂર્યપૂજાનો સંસ્કાર સાથે લાવ્યા. આજના કાઠી દરબારોને તેમના વારસદારો માનવવામાં આવે છે. ઘોડો, ભેંસ અને હથિયારોને એમની સંસ્કૃતિના મહત્વનાં અંગો માનવામાં આવે છે.
- ઉત્તરમાંથી આર્યો અને ગુર્જરો આવ્યા. દક્ષિણમાંથી કણબી આવ્યા. દરિયાઈ માર્ગેથી સીદી અને આરબો આવ્યા. કચ્છના રણના માર્ગે બલુચો અને લોહાણા આવ્યા. આ ઉપરાંત કાઠિયાવાડમાં અતીત, સથવારા, સલાટ, સીદી, જત, બાબર, બલોચ, વણઝારા, રાવળ, કુંભાર, વાલ્મિકી, લુહારીયા, તરગાડા, મોચી, થોરી વગેરે જાતિઓ ગુજરાતમાં આવી.
- મધ્યયુગમાં ઈસ્લામિક સામ્રાજ્યમાં ક્ષત્રિયો ગુજરાતમાં આવ્યા તેના પરિણામે ગુજરાતમાં ઘોડેસવારી, તલવાર નૃત્ય, શસ્ત્રો વાપરવાની વિદ્યાનો વિકાસ થવો.
- ગુજરાતનો 1600 કિ.મી લાંબો દરિયાકિનારો પ્રાચીનકાળથી માનવ વસવાટને સાગર સંસ્કૃતિની ઓળખ કરાવે છે. નળકાંઠાના પઢારોમાં સાગર સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે.
- ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતના પરંપરાગત એવા આભીરદેશ (કચ્છ) ના વાગડ, કાંઠી, કાઠિયાવાડના ઓખામંડળ, હાલાર ઝરમરિયો ઝાલાવાડ, પાંચાળ, નાઘેર, બાબરિયાવાડ, વાગડ, ઉત્તર ગુજરાતના ચોરાડ, વઢિયાર, ઢાંઢર, પાટણવાડો, દક્ષિણ ગુજરાત તરફ જતાં ખંભાતબારું, વાકળ (મહી થી ઢાઢર વચ્ચેનો પ્રદેશ), સંખેડા, મહુવાણ, ખાનદેશ, ડાંગ, મેવાડ તથ અમદાવાદ જિલ્લાના ભાલ, બનેર, નળકાંઠા પરગણામાં વસતી વિવિધ લોકજાતિઓએ પ્રાદેશિક સંસ્કૃતિની ઓળખ આપી.
ગુજરાતની લોકસંસ્કૃતિની વિવિધતા
- ગુજરાતમાં પરંપરાગત પહેરવેશ, બોલી ઈષ્ટ દેવ-દેવીઓ, કળા ગુજરાતમાં પરંપરાગત પહેરવેશ, બોલી, ઈષ્ટ દેવ-દેવીઓ, કળા, સંગીત, સાહિત્ય, નૃત્ય, લોકરિવાજો, રહેણીકરણી અને ખાનપાનમાં પણ ઘણી વિવિધતા છે.
- ગુજરાતનાં લોકજીવનમાં સાહિત્ય તેમજ લોકગીતો પણ જોવા મળે છે જેમાં પ્રેમકથાઓ, વીરતા ને બલિદાનની શૌર્યકથાઓ, વ્રતકથાઓ, ભૂતપ્રેતની કથાઓ અને અશ્વકથાઓ જેવા લોકસાહિત્યો જોવા મળે છે અને ગરબા,ગરબી, રાસડા, લગ્નપ્રસંગે ગવાતાં પ્રભાતિયા, માંડવાનાં ગીતો, દોઢિયા, શેરીનાં ગીતો, જોડકણાં, ઋતુગીતો,શૌર્યગીતો,રેખતા,આદિવાસીઓનાં ગીતો, ભવાઈ ગીતો, ઉખાણાં, વ્રત ગીતો, હાલરડાં, મરશિયા, છાજિયાં, રાજિયાં જેવા લોકગીતો જોવા મળે છે.
- ગુજરાતના વિવિધ ભાગોમાં બોલાતી સોરઠી, ચરોતરી, મારવાડી, કચ્છી, ભીલી, સુરતી વગેરે લોકબોલીઓ ગુજરાતની શોભા વધારે છે.
- ગુજરાતની લોકસંસ્કૃતિમાં ધર્મની પણ આગવી વિશેષતા છે. જેમાં રામકૃષ્ણ, હનુમાન, શિવજી, માતાજી જેવા દેવી-દેવતાઓની પૂજા આરાધના ઉપરાંત પિતૃપૂજા, વૃક્ષપૂજા, ગૌપૂજા વિશેષ છે.
- ગુજરાતની સંસ્કૃતિમાં લોકસંસ્કારોનો પણ સમાવેશ થાય છે. જેમાં સ્ત્રીને સીમંત પ્રસંગે રાખડી બાંધવામાં આવે ઉમરલાયક બાળકને જનોઈ વિધિ કરવામાં આવે છે. માનવીના મૃત્યુ પછી તેના મોંમાં ગંગાજળ અને તુલસીપત્ર મૂકવા જેવા વિવિધ સંસ્કારો અને વિધિઓ કરવામાં આવે છે.
- ગુજરાતમાં જાગનૃત્ય, મટકીનૃત્ય, ટિપ્પણી, હમચી જેવા લોકનૃત્યોનું ગુજરાતમાં આગવું સ્થાન છે.
- મંજીરા, ઘૂઘરા, કરતાલ, ભૂંગડ, શંખ, ખંજરી, ઢોલક, શરણાઈ વગેરે લોકવાદ્યોની આગવી વિશેષતા છે.
- નવરાત્રિ, હોળી, જન્માષ્ટમી, ઉત્તરાયણ જેવાં તહેવારો તદ્દઉપરાંત કાંકરિયા ફેસ્ટિવલ, ઉત્તરાર્ધ મહોત્સવ, ડાંગ દરબાર મહોત્સવો ગુજરાતની આગવી વિશેષતા છે.
- આંબળી-પીપળી, ગેડી દડો, ચલક ચલાણી, ઘોડા દોડ વગેરે લોકરમતો જાણીતી છે.
- થેપલાં, શીરો, લાપસી, સુખડી, પાપડ, અથાણું વગેરે જેવા ખાનપાન માટે ગુજરાત મોખરે છે.
- વીરતાની યશગાથા દર્શાવતાં ગામેગામ ઉભેલા પાળિયા ગુજરાતની લોકસંસ્કૃતિનો આધારસ્તંભ છે. પાળિયા એ વીર અને પિતૃપૂજાનું પ્રતીક છે.
- ગુજરાતમાં રાજવીઓના રાજમહલો ઉપરાંત ગુજરાતની ડેલીઓ અને હવેલીઓ વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે.
- આમ, ગુજરાતની સંસ્કૃતિ આતિથ્ય સત્કાર, ખાનદાની, દિલાવરી, પરોપકારની ભાવના પ્રગટ કરે છે.

