બુદ્ધિ અને અભિયોગ્યતા
બુદ્ધિ એટલે શું?
- બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિતની આંકલન કે સમજશક્તિ – સાર્થ ગુજરાતી જોડણીકોશ (2008)
- બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ (1904) બિને અને સાયમન
- વ્યક્તિમાં રહેલી બુદ્ધિક્ષમતાનું માપન કરવા માટે વિલિયમ સ્ટર્ન એ (1912)માં સૌપ્રથમ સૂત્ર દર્શાવ્યું, પરંતુ બુદ્ધિ આંકનો ખ્યાલ સ્ટર્ન આપ્યો.
બુદ્ધિલબ્ધિ = માનસિક વય/શારીરિક વય x 100
બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો :
(1) સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત :
- બ્રિટનના મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પિયરમેને (1904)માં બૌદ્ધિક શક્તિના સ્વરૂપ વિશે વાત કરી.
(2) સ્ટર્નબર્ગનો – ત્રિપુટીનો સિદ્ધાંત :
- રોબટ સ્ટર્નબર્ગએ (1985)માં બુદ્ધિ અંગેનો સિદ્ધાંત આપ્યો.
- 1990 પછી સ્ટર્નબર્ગએ પોતાના આ સિદ્ધાંતનું નામ બદલીને (સફળ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યું)
- ઘટકીય બુદ્ધિ
- અનુભવજન્ય બુદ્ધિ
- સંદર્ભગત બુદ્ધિ
(3) ગિલ્ફર્ડનો ત્રિ-પરિણાત્મક સિદ્ધાંત :
- બુદ્ધિના ત્રણ ઘટક
1. ક્રિયા, 2. વસ્તુ અને 3. નીપજ
(4) ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત
- હાવર્ડ ગાર્ડનર એ (1983)માં પોતાના મંતવ્યો રજૂ કર્યાં.
- તેમને આઠ પ્રકારની લાક્ષણિકતા જણાવી છે.
2. તાર્કિક-ગાણિતિક બુદ્ધિ : વકીલો, ગુનાશોધકો, તર્કશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, આંકડાશાસ્ત્રી
3. અવકાશીય બુદ્ધિ : વાહનચાલકો, ઓપરેશન કરનાર ડોક્ટરો, ઇજનેરો
4. દૈહિક-શરીરગતિલક્ષી બુદ્ધિ : રમતવીરો, હસ્તકળાના કારીગરો, નૃત્યકારો, અભિનેતા
5. આંતરવૈયક્તિક બુદ્ધિ : રાજનેતાઓ, ધર્મગુરુઓ, શિક્ષકો, સામાજિક કાર્ય કરે
6. સાંગીતિક બુદ્ધિ : ગાયક-વાદક ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાતોમાં
7. વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ : સ્વ-આવિષ્કારની સમજ મેળવવામાં આ બુદ્ધિ ઉપયોગી
8. નૈસર્ગિક બુદ્ધિ : જીવવિજ્ઞાનીઓ, વનસ્પતિશાસ્ત્ર, ખેડૂતો, વનપ્રવાસીઓ
(5) જે.પી. દાસનો ‘Pass’ સિદ્ધાંત :
P – Planning- આયોજન
A – Attention Arousal-ધ્યાન ઉત્તેજના
S – Simultaneous Processing
જગન્નાથ પ્રસાદ દાસ અને તેના સાથીઓએ બુદ્ધિના સિદ્ધાંતોમાં
(G) ઘટક સિદ્ધાંતનો વિરોધ કર્યો.
બુદ્ધિ કસોટી :
- બુદ્ધિનું માપન કરવા માટે ઉપયોગમાં લેવાતી કસોટીઓને બુદ્ધિ કસોટી કહે છે.
- સ્ટેનફર્ડ-બીને બુદ્ધિ કસોટી
- મુખ્યત્વે બાળકોની બુદ્ધિનું માપન કરવા માટે વપરાય.
- બીને અને સાયમને પહેલી બુદ્ધિ કસોટી ફ્રેન્ચ ભાષામાં ઈ.સ. 1905માં રચી હતી. અંતમાં 1986 પુનઃ પ્રમાણીકરણ- નવસંસ્કરણ પ્રગટ થયું છે.
વેક્સલરની બુદ્ધિ તુલાઓ :
- વેક્સલરની બુદ્ધિ કસોટીમાં 11 ઉપકસોટીઓ છે.
- જેમાંથી 6 ઉપકસોટીઓ શાબ્દિક સ્વરૂપની
- જેમાંથી 5 ઉપકસોટીઓ ધન ગોઠવવા
વેતનની બુદ્ધિ કસોટી :
- જોન.સી. રેવન દ્વારા ઈ. સ. 1936માં કસોટી રચવામાં આવી હતી, જે અશાબ્દિક કસોટી છે. આ કસોટી Raven’s Progressive matrices (RPM)
- આ કસોટી 5 વર્ષની ઉંમરનાં બાળકોથી માંડી પુખ્ત ઉંમરના લોકોની બુદ્ધિનું માપન કરે છે.
કોફમેનની બુદ્ધિ કસોટી :
- અમેરિકાના મનોવિજ્ઞાની પ્રોફેસર એલન એસ કોફમેનનું નામ બુદ્ધિ કસોટી દ્વારા વિશ્વસ્તરે જાણીતું છે.
- 2004-2005ના વર્ષમાં તેમની કસોટીનું પુનઃ પ્રકાશિત થયેલ છે.
પ્રતિભા સંપન્નતા (Gifted) :
- ઈ. સ. 1925માં ટર્મને આવી વ્યક્તિઓનો અભ્યાસ શરૂ કર્યો હતો.
- અંગ્રેજી ભાષામાં પ્રતિભાશાળી માટે Gifted, Genius Talented શબ્દો વપરાય છે.
- જેમનો બુદ્ધિઆંક 130થી વધુ હોય તેને પ્રતિભાસંપન્ન ગણવામાં આવે છે.
મનોદુર્બળતા :
- મનોદુર્બળતાને બુદ્ધિમંદતા, માનસિક પછાતપણું કહે છે.
- અમેરિકન સાયકીઆટ્રી એસોસિયેશન APA (1968), મંદબુદ્ધિપણું કે મનોદુર્બળતાએ સાધારણ કાર્યમાં અધૂરપ છે કે, જે વિકાસાત્મક તબક્કામાં છે, જે અધ્યયન અને સામાજિક અનુકૂલન પરિપકવતા અથવા બંનેમાં મંદતા સાથે સંબંધિત
મનોદુબળતાના પ્રકારો :
(ક) તીવ્ર મનોદુર્બળતા : બુદ્ધિ આંક 20થી 34 સુધીનો
(ડ) અતિતીવ્ર મનોદુર્બળતા : બુદ્ધિઆંક 20થી ઓછો
બુદ્ધિ
બુદ્ધિ શબ્દ સંસ્કૃત ધાતુ દુધ ઉપરથી ઊતરી આવ્યો છે. યુધનો અર્થ થાય છે ‘જાણવું’. બુદ્ધિ એટલે જાણવાની શક્તિ.
બુદ્ધિ કાર્ય કરવાની એક વિધિ છે. – વૂડવર્થ
શીખવાની શક્તિ એ જ બુદ્ધિ. – બકિંગહામ
બુદ્ધિ એટલે પરિસ્થિતિનો સ્વીકાર કરવાની શક્તિ. – પીજે
બુદ્ધિની લાક્ષણિકતાઓ :
- બુદ્ધિ જન્મજાત શક્તિ છે.
- મૂર્ત-અમૂર્ત ચિંતન-મનન સાથે સંબંધિત છે.
- વારસા, વાતાવરણ અને જાતીય તફાવતના આધારે બુદ્ધિમાં ભિન્નતા જોવા મળે છે.
- શીખવવામાં, સમજવામાં, પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવામાં ઉપયોગી છે.
- સમસ્યાઓનું સમાધાન કરાવે અને ઉકેલ મેળવે છે.
- ક્રિયા, કાર્ય, કૌશલ્યોમાં ઉપયોગી છે.
- બુદ્ધિ એ ક્ષમતા, શક્તિ અને યોગ્યતા પ્રદાન કરે છે.
બુદ્ધિના પ્રકાર
- બુદ્ધિના ત્રણ પ્રકાર પડે છે.
અન્ય નામ : ગામક બુદ્ધિ, યાંત્રિક બુદ્ધિ
સંબંધ : મશીનો અને યંત્રો સાથે
સંબંધ : જ્ઞાન અને સમજ સાથે તેમજ પુસ્તકિયા
સંબંધ : સમાજ સાથે
ઉદા., નેતા
બુદ્ધિમાપન :
- બુદ્ધિની કોઈ એક વ્યાખ્યા આપવી શક્ય નથી.
- બુદ્ધિનું પરોક્ષ માપન શક્ય છે.
- બુદ્ધિમાપન એટલે બાળકની યોગ્યતાઓનું માપ કરવું.
- વ્યક્તિના બુદ્ધિમાપન માટે વિવિધ પ્રકારની કસોટીઓનો આશ્રય લેવો પડે છે.
- બુદ્ધિમાપનનો સૌપ્રથમ સફળ પ્રયત્ન ફ્રેન્ચ મનોવિજ્ઞાની બિને અને સાયમને કર્યો.
- બાળક 16 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધી બુદ્ધિનો મહત્તમ વિકાસ સધાઈ જતો હોવાથી માનસિક વય 16 વર્ષ સુધી ગણી શકાય.
- સ્ટર્ન નામના મનોવૈજ્ઞાનિકે સૌપ્રથમ વખત બુદ્ધિ આંકનો ખ્યાલ આપ્યો.
- જો માનસિક અને શારીરિક વય સરખી હોય તો બુદ્ધિ આંક 100 આવે, જે સામાન્ય બુદ્ધિ આંક સૂચવે છે.
- બુદ્ધિ આંક (IQ) = માનસિક વય/શારીરિક વય × 100 અથવા (IQ) = MA × 100 CA
- ધારો કે, 14 વર્ષના વેદની માનસિક વય 16 વર્ષ છે તો તેનો બુદ્ધિ આંક (IQ) = 10 × 100 14 અથવા IQ = 1.14 x 100 = 114
આમ, વેદનો બુદ્ધિ આંક 114 છે.
બુદ્ધિ કસોટીના પ્રકાર અને સ્વરૂપ :
વ્યક્તિગત કસોટી
- એક જ વ્યક્તિને આપી તેની બુદ્ધિનું માપન કરવામાં આવે છે.
- આ કસોટીનો પ્રારંભ બિને નામના મનોવિજ્ઞાનીએ કર્યો હતો.
સામૂહિક કસોટી
- આ કસોટી એકી સાથે અનેક વ્યક્તિઓને આપી શકાય છે.
- આ કસોટીનો પ્રારંભ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકામાં થયો હતો.
ઉપરની બંને કસોટી નીચેના સ્વરૂપે હોઈ શકે
- શાબ્દિક કસોટી
- આ કસોટીમાં ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે.
- અમૂર્ત બુદ્ધિની કોટી થઈ શકે છે.
- બાળક વાંચીને વિચારપૂર્વક જવાબ આપે છે.
અશાબ્દિક કસોટી
- અભણ, નિરક્ષર કે ઓછું ભણેલ વ્યક્તિના બુદ્ધિ માપન માટે આ કસોટીનો ઉપયોગ થાય છે.
- સૂચનાઓ મૌખિક આપવામાં આવે છે.
- સંસ્કૃતિકગત પ્રતીકોનો ઉપયોગ થાય છે.
- ક્રિયા દ્વારા બુદ્ધિનું માપન કરતી કસોટીને ક્રિયાત્મક કસોટી કહે છે.
- માત્ર વ્યક્તિગત આપી શકાય છે.
- આ કસોટીમાં ક્રિયાનું પ્રાધાન્ય નથી તેથી,
- ચિત્રના જુદા-જુદા બ્લોક ગોઠવી ચિત્ર બનાવવું, આ પ્રકારની કસોટી છે.
પ્રથમ બુદ્ધિમાપન :
- કસોટી રચનાર : આલ્ફ્રેડ બિને અને થિયોડોર સાયમન.
- બુદ્ધિમાપન કસોટી ખૂબ જ સમય લે છે.
- ભારતમાં ‘માણસ દોરો’ કસોટીની રચના કરનાર ડો. પ્રેમિલા ફાટક (વડોદરા) છે.
- વ્યક્તિગત બુદ્ધિમાપન કસોટી વધારે ચોકસાઈથી બુદ્ધિનું માપન કરે છે.
- સર આલ્ફ્રેડ બિનેને ‘બુદ્ધિમાપનના પિતા’ ગણવામાં આવે છે.
- સમૂહ બુદ્ધિમાપન કસોટીની સૌપ્રથમ રચના અમેરિકન લશ્કર દ્વારા કરવામાં આવી.
- ગુજરાતમાં અને ભારતભરમાં સૌપ્રથમ સમૂહ બુદ્ધિમાપન કસોટીની રચના ડો. કે. જી. દેસાઈ દ્વારા કરવામાં આવી હતી.
- 100 બુદ્ધિ આંક ધરાવતી વ્યક્તિ સામાન્ય બુદ્ધિ ધરાવતી વ્યક્તિ ગણાય છે.
- ડો. ગુણવંત શાહે રચેલ સમૂહ બુદ્ધિમાપન કસોટી 16થી 25 વર્ષના વિદ્યાર્થીઓ માટે છે.
બુદ્ધિ અંગેના જુદા જુદા સિદ્ધાંતો :
(1) એક કેન્દ્રીય અથવા એક સત્તાત્મક સિદ્ધાંત
(2) દ્વિ-તત્ત્વીય અથવા દ્વિઅવયવી સિદ્ધાંત
પ્રણેતા : સ્પિયરમેન.
સ્પિયરમેને શક્તિના બદલે ‘ઘટક’ કે અવયવ શબ્દ વાપર્યો છે.
તેણે આંકડાશાસ્ત્રીય પદ્ધતિથી બુદ્ધિયુક્ત કાર્યોનું પૃથક્કરણ કર્યું.
સ્પિયરમેન અનુસાર બુદ્ધિના બે અવયવો/ઘટકો છે :
(i) સામાન્ય ઘટક (G) અને (ii) વિશિષ્ટ ઘટક (S)
(3) બુદ્ધિનો બહઅવયવી સિદ્ધાંત
પ્રણેતા : થર્સ્ટન
થર્સ્ટને દર્શાવ્યું કે બુદ્ધિ સાત પ્રાથમિક માનસિકશક્તિઓ (PMA) ની બનેલી છે.
(1) પ્રત્યક્ષીકરણની ઝડપ (P)
(2) શબ્દોની પ્રવાહિતા (W)
(3) આગમન/સામાન્ય તર્ક (I OR R)
(4) અવકાશીય સંબંધો (S)
(5) અંકશક્તિ (N)
(6) સાહચર્યયુક્ત સ્મૃતિ (M)
(7) શાબ્દિક અર્થગ્રહણ (V)
(4) ગિલ્ફર્ડે બૌદ્ધિક શક્તિઓના અવયવોનું ત્રિપરિમાણદર્શક મોડલ આપ્યું.
ગુજરાતમાં તૈયાર થયેલ બુદ્ધિ કસોટી :
- દેસાઈ – ભટ્ટ સમૂહ બુદ્ધિ કસોટી
- ડો. જી. બી. શાહ અશાબ્દિક બુદ્ધિમાપન કસોટી
- ડો. એમ. બી. બૂચ રચિત સામાજિક બુદ્ધિ કસોટી
- ડો. એચ. એન. શુક્લ રચિત સ્ટેનફર્ડ બિને બુદ્ધિમાપન કસોટી (રૂપાંતરિત)
- ચંપાબહેન ભટ્ટ સમૂહ બુદ્ધિ કસોટી
- જયાબહેન પટેલ સમૂહ બુદ્ધિ કસોટી
- મધુકર પટેલ બુદ્ધિમાપન કસોટી
- ડો. ડી. એમ. ભાવસાર બિનભાષી સમૂહ બુદ્ધિ કસોટીઓ.
બુદ્ધિ કસોટીનો ઉપયોગ
- સર્વોત્તમ બાળકની પસંદગી કરી શકાય.
- બાળકોને જૂથમાં વર્ગીકૃત કરી શકાય.
- મંદ બુદ્ધિવાળાં બાળકોને તારવી શકાય.
- સમસ્યાયુક્ત બાળકોને તારવી શકાય.
- અપવ્યય અને સ્થગિતતા નિવારી શકાય.
- બુદ્ધિશક્તિ અનુસાર કાર્ય સોંપી શકાય.
- નિદાનાત્મક અને ઉપચારાત્મક કાર્ય કરી શકાય.
- બાળકના બૌદ્ધિક સ્તરનો ખ્યાલ આવે.
- વિદ્યાર્થીની કાર્ય કરવાની શક્તિની ઝડપ જાણી શકાય.
- બાળકોને વિવિધ પ્રવૃત્તિ-કાર્યક્રમ માટે પ્રોત્સાહિત કરી શકાય.
- વિદ્યાર્થીના ભાવિ અંગે આગાહી કરી શકાય.
બહુવિધ બુદ્ધિઓ :
- બહુવિધ બુદ્ધિનો ખ્યાલ હોવાર્ડ ગાર્ડનર દ્વારા ઈ.સ. 1983માં પ્રકાશિત થયેલા પુસ્તક ‘ફ્રેમ્સ ઓફ માઈન્ડ’માં રજૂ થયો.
- તે જણાવે છે કે બુદ્ધિ એક નહીં પણ સાત સ્વતંત્ર બુદ્ધિઓ છે.
- જેને બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે.
- પાછળથી બુદ્ધિની સંખ્યા આઠ કરી.
- તાર્કિક – ગાણિતિક બુદ્ધિ
- શાબ્દિક – ભાષાકીય બુદ્ધિ
- શારીરિક બુદ્ધિ
- સાંગીતિક બુદ્ધિ
- અવકાશીય બુદ્ધિ
- વૈયક્તિક બુદ્ધિ
- આંતરવૈયક્તિક બુદ્ધિ
- પર્યાવરણ બુદ્ધિ
અભિયોગ્યતા
- અભિયોગ્યતા એ કોઈ વિશિષ્ટ કલા, વિષય કે વ્યવસાય કેળવવાનો ચોક્કસ દિશાનો પ્રયાસ છે. – ડિક્ષનેરી ઓફ એજ્યુકેશન
- ચોક્કસ વ્યવસાય કે કલા માટે નિશ્ચિત પ્રકારની તાલીમ આપીને યોગ્ય પ્રકારની ક્ષમતા પ્રાપ્ત કરવાની શક્તિને અભિયોગ્યતા કહેવામાં આવે છે.
- કેટલના મતે અભિયોગ્યતાના 13 પ્રકાર છે.
- થસ્ટર્નના મતે અભિયોગ્યતાના 6 પ્રકાર છે.
- વ્યાવસાયિક માર્ગદર્શન આપવા અભિયોગ્યતા કસોટી.
- ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સંગીત અભિયોગ્યતા કસોટી ડો. દુષ્યંત શુક્લે રચી છે.
- GATB એટલે જનરલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ બેટરી.
- આમાં કુલ 15 કસોટી છે.
- ગિલ્ફર્ડે 180 જાતની અભિયોગ્યતાની કલ્પના કરી છે.
- DAT એટલે ડિફરન્શિયલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ-DATમાં કુલ 8 કસોટીઓ છે.
- FACT ફ્લેગન એપ્ટિટ્યૂડ કલાસિફિકેશન ટેસ્ટ
- FACTમાં કુલ 20 કસોટીઓ છે.
- FACT ધો. 9થી 12 માટે તૈયાર કરવામાં આવેલી છે.
અભિયોગ્યતાની સંકલ્પના:
- વ્યક્તિની ગર્ભિત શક્તિ છે.
- અભિયોગ્યતાને તાલીમ દ્વારા વિકસાવી શકાય છે.
- અભિયોગ્યતા વ્યક્તિના જ્ઞાન, કૌશલ્ય અને શક્તિઓના નિદર્શનમાં પ્રગટ થાય છે.
- અભિયોગ્યતા જન્મદત્ત છે. વારસાથી પ્રાપ્ત થાય છે પણ તેના વિકાસ માટે તાલીમ અને વાતાવરણ જરૂરી છે.
- અભિયોગ્યતાનું પ્રમાણ ઓછું કે વધારે હોઈ છે. અનેક પ્રકારની વિશિષ્ટ અભિયોગ્યતા અસ્તિત્વ ધરાવે છે.
- અભિયોગ્યતામાં વૈયક્તિક ભિન્નતા અસ્તિત્વ ધરાવે છે.
અભિયોગ્યતા માપનું મહત્વ :
- અધ્યેતાના શોખની પસંદગી માટે
- મનોવૈજ્ઞાનિક સંશોધનો માટે
- કલા-સંગીત-ઈજનેરી-લો-મેડિકલ કોલેજોમાં પ્રવેશ આપવા માટે
- મનોવૈજ્ઞાનિક સંશોધનો માટે
- જુદા જુદા વ્યવસાયોમાં યોગ્ય વ્યક્તિની ભરીત અને નિમણૂક માટે
- વ્યાવસાયિક તાલીમોમાં તાલીમાર્થીની પસંદગી માટે
અભિયોગ્યતાનો શૈક્ષણિક ફલિતાર્થ
- અધ્યેતાઓની અભિયોગ્યતા અનુસાર પ્રવૃત્તિ યોજવી
- અધ્યેતાઓની અભિયોગ્યતા અનુરૂપ
- અભ્યાસક્રમ કે અભ્યાસક્રમના વિષયો પસંદ કરવાની તક આપવી.
- અધ્યેતાઓની વિવિધ અભિયોગ્યતા કસોટીઓ આપી તેમની અભિયોગ્યતા શોધી તેને
- વિકસાવવા માટેના પ્રયત્નો કરવા.
- અધ્યેતાની અભિયોગ્યતાઓને અનુરૂપ વાતાવરણ સર્જવું
ગુજરાતી અભિયોગ્યતા કસોટી :
- સંગીત અભિયોગ્યતા – ડો. દુષ્યંત શુક્લ
- ઝડપ અને ચોક્સાઈ(મિનેસોટા કલાસ્કિલ ટેસ્ટ પર આધારિત) – ડો. કે. જી. દેસાઈ
- કલાપરખ કસોટી – ડો. અનિલ અંબાસણા
- શાબ્દિક અભિયોગ્યતા – ઉર્વશી દેસાઈ
- મિનેસોટા ક્લેરિકલ ટેસ્ટ કારકુની અભિયોગ્યતા કસોટી છે.
- કોઈ પણ પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે દીર્ઘજીવી, ઉપયોગી અને કોઈ ચોક્કસ જૂથને સંતોષ આપે તેવા નવીન કાર્યમાં પરિણમે ત્યારે તેને સર્જનાત્મક પ્રક્રિયા ગણવામાં આવે છે.
સર્જનશીલ બાળકના લક્ષણો:
- કલ્પનાશક્તિ
- પહેલવૃત્તિ
- સાહસિકતા
- સતત ચિંતનશીલતા
- આગળ વધવાની અદમ્ય ઝંખના
- સર્જનશીલ બાળકના લક્ષણો
- સરળતા
- જિજ્ઞાસાવૃત્તિ
- આત્મવિશ્વાસ
- અતૂટ સ્નેહ
- નિર્ણાયત્મકતા
- મૌલિકતા
- મેધાવીપણું
સર્જનશીલ વ્યક્તિ નવું વિચારે છે.
સર્જનશીલતાના મુખ્ય ઘટકો પ્રવાહિતા, લવચિકતા અને મૌલિકતા છે.
સર્જનશીલતાના માપનક્ષેત્રે ટોરેન્સનું વિશિષ્ટ પ્રદાન છે.
ગિલ્ફર્ડ, ટોરેન્સ, મેક્કિનન, ગેઝેલ્સ, જેક્સન સર્જનાત્મકતાનો
અભ્યાસ કરનાર મનોવૈજ્ઞાનિકોના નામ છે.
ટોરેન્સના મતે સર્જનશીલ વ્યક્તિના મુખ્ય ત્રણ વલણો :
- મૌલિક સર્જન કરવાની શક્તિવાળો
- વિનોદી, રમતિયાળ અને જડતાના અભાવવાળો
- મૌલિક સર્જનની શક્તિવાળો
- અધ્યાપકના વ્યક્તિત્વનો ભય
- અધ્યયનમાં કેવળ સ્મૃતિ પર મુકાતો ભાર
- બુદ્ધિ-શક્તિની મર્યાદા
- આવેગજન્ય આઘાતો
- દબાણ જૂથોની અસર
- ચિંતા
- એક જ ઘરેડના સ્વાધ્યાયો
- શાળામાં મળેલા પ્રાપ્તાંકો પર મુકાતો ભાર
- વૈવિધ્યના અભાવવાળી શિક્ષણ પદ્ધતિઓ