પ્રસ્તાવના:
આ લેખમાં, શાળામાં ઉપયોગમાં લેવાતા વિવિધ પત્રકો અને રજીસ્ટરોની વિગતો અને મહત્ત્વ પર ચર્ચા કરવામાં આવી છે. શાળામાં યોજાતા શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી, પ્રગતિ, મૂલ્યાંકન અને સેવાઓને સંકલિત કરવા માટે વિવિધ પત્રકો અને રજીસ્ટરો જરૂરી હોય છે. આ પત્રકોના પ્રકારો જેવા કે લાઇવ સ્ટોક, ડેડ સ્ટોક, જનરલ રજિસ્ટર, હાજરીપત્રક, અને પ્રગતિપત્રકનો ઉપયોગ શાળાના કાર્યને સરળ બનાવવા માટે થાય છે. આ લેખમાં પત્રકોની શ્રેણી, તેમના ઉપયોગ અને તેમના શૈક્ષણિક મહત્વની વિશદ સમજૂતિ આપવામાં આવી છે.
Table of Contents
શાળાના પત્રકોના પ્રકાર
પત્રકોના પ્રકાર
પત્રકોના પ્રકાર શાળામાં ઉપયોગમાં લેવાતા રજીસ્ટરના પ્રકારો નીચે મુજબ છે:
(1) લાઇવ સ્ટોક:- ( વિધાર્થી, શિક્ષક વગેરે જીવંત સાથે સંબંધિત)
(2) ડેડસ્ટોક :- (નક્શા, ચાર્ટ, રમત, પ્રયોગશાળા, ઉદ્યોગ, ફર્નિચર, વગેરે મૃત બાબતોનો લગતાં)
(1) જનરલ રજિસ્ટર :-
- દાખલા માટે પ્રમાણભૂત
- શાળાના કાયમી રેકોર્ડ માટે
(2) હાજરીપત્રક :-
- વિધાર્થીનું હાજરીપત્રક
- શિક્ષકોનું હાજરીપત્રક
હાજરીપત્રકનું મહત્ત્વ:-
- નિયમિતતા જાણી શકાય.
- શિક્ષકોનું પ્રમાણ
- હાજરીની અનિવાર્યતા
- અનુદાન માટે
- વિધાર્થીઓની હાજરી પર અંકુશ
પરિણામપત્રકની અગત્ય:-
- વિદ્યાર્થીની નિપુણતા જાણી શકાય.
- દરેકની ક્રમિક પ્રગતિ જોઈ શકાય.
- મૂલ્યાંકનનો માપદંડ
- વિદ્યાર્થીઓની વિષયવાર કક્ષા જાણી શકાય.
સેવાપોથી
- જે-તે શિક્ષકની પ્રતિવર્ષની કામગીરી જાણી શકાય.
- પ્રતિવર્ષ શિક્ષકોને જે ઈજાફો મળે તેનો સેવાપોથી સાથે સંબંધ છે.
વિવિધ પત્રકો
ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના અધિકાર અધિનિયમની જોગવાઈ અનુસાર શાળાંત પ્રમાણપત્ર જીસીઆરટી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જેને સમજીએ
પત્રક A (રચનાત્મક મૂલ્યાંકન)ની સમજ
- ધોરણ ૩ થી 8માં ધોરણવાર, વિષયવાર અને સત્રવાર અલગ- અલગ પત્રકો ભરવાના હોય છે.
- જે વિષયમાં 20 કરતાં વધારે અઘ્યયન ઉપલબ્ધિઓ હોય ત્યાં પ્રતિનિધિરૂપ પસંદ થયેલા 20 અધ્યયન ઉપલબ્ધિઓના માત્ર ક્રમાંકો પત્રકમાં દર્શાવવા.
પત્રક B (વ્યક્તિગત વિકાસપત્રક)ની સમજ
- વિધાર્થીઓનાં રસનાં ક્ષેત્રો, વ્યક્તિગત તેમજ સામાજિક ગુણો, મૂલ્યો, શારીરિક કૌશલ્યો વગેરે બાબતોના મૂલ્યાંકન માટે વ્યક્તિગત વિકાસપત્રક B શિક્ષકે ભરવાનું હોય છે.
- આ પત્રકમાં કુલ 4 ક્ષેત્રોમાં કુલ 40 વિધાનોને આધારે શિક્ષકે વિધાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું રહે છે.
પત્રક C (પરિણામપત્રક)ની સમજ
- આ પત્રકની માહિતી સત્રાંતે ભરવાની રહે છે. સત્ર દરમિયાન વિદ્યાર્થીના ક્રમિક વિકાસ અને કૌશલ્યના વિકાસના વિષય આધારિત મૂલ્યાંકન માટે મહત્વનું છે.
- અભ્યાસિક અને સહ-અભ્યાસિક વિષયમાં સિદ્ધિ નક્કી કરી શકાય છે.
- 3 થી 8ના જુદા જુદા વિષયો તેમજ મૂલ્યાંકન દ્વારા વિધાર્થીએ મેળવેલ ગુણને આધારે ગ્રેડ અપાય છે.
પત્રક D (ધોરણ-1 અને 2નું મૂલ્યાંકન) પત્રકની સમજ
- આ પત્રક ધોરણ-1 અને 2ના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટેનું છે.
- વિદ્યાર્થીના વિષય આધારિત મૂલ્યાંકન, પ્રવૃત્તિઓને આધારે કરી શકાય છે.
પત્રક E (સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહીત પ્રગતિપત્રક)
- વિદ્યાર્થીના સંગૃહીત પ્રગતિની નોંધ માટે તૈયાર કરવામાં આવેલ છે.
- વિધાર્થી ધોરણ-1થી પ્રવેશ મેળવી ક્રમશઃ ધોરણ 8 અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે છે.
- આ ગાળા દરમિયાન તેના વ્યક્તિત્વમાં, વિષય આધારિત જ્ઞાનમાં, સામાજિક અનુકૂલનમાં, સર્વાંગી વિકાસમાં અને શારીરિક વિકાસમાં બદલાવ આવતો રહે છે.
- આ દરેક બદલાવની નોંધ પ્રાથમિક શિક્ષણ દરમિયાન પત્રક E માં કરવાની રહે છે.
- આ પત્રકને આધારે શિક્ષકને કયા વર્ગના વિધાર્થીનો વિકાસ ક્રમ કેવો છે, જ્ઞાન કેવું છે, તેની જાણકારી મળે છે. તેના આધારે આગળના વર્ગ માટે આયોજન કરી શકાય છે.
આ પણ વાંચો: વર્ગવ્યવહાર (અધ્યાયન પદ્ધતિ/પ્રયુક્તિઓ) |TET/TAT
પત્રક F (ધોરણ 3 થી 8નું પ્રગતિપત્રક) સમજ
- વિધાર્થીઓની શૈક્ષણિક અને સહશૈક્ષણિક વિષયોમાં થયેલી પ્રગતિની વિગતો આ પત્રકમાં નોંધવાની હોય છે.
- આ પ્રક્રિયા માટે શિક્ષકે નિયત નમૂનાના ધોરણ 3 થી 8 ના પ્રગતિપત્રકનો ઉપયોગ કરવાનો હોય છે.
પત્રક G શાળાંત પ્રમાણપત્ર
- પ્રારંભિક શિક્ષણની પૂર્ણતા પ્રમાણપત્ર પ્રારંભિક શિક્ષણ પૂરું થયાના એક મહિનાની અંદર શાળા/તાલુકા/જિલ્લા કક્ષાએ આપવું જોઈએ.
- વિધાર્થી ધોરણ-8 સુધીનું શિક્ષણ પૂર્ણ કરે ત્યારે
કામકાજનો સમય
શિક્ષકોના કામકાજનો સમય |
|||
ધોરણ |
શૈક્ષણિક કામીગીરી કામકાજના દિવસ |
શૈક્ષણિક કામીગીરી કામકાજના કલાક |
શૈક્ષણિક કામીગીરી દરરોજ કલાક |
ધોરણ : 1 થી 5 |
(200) દિવસ (1 વર્ષ) |
800 કલાક (1 વર્ષ) |
4 (ચાર) કલાક |
ધોરણ : 6 થી 8 |
220 દિવસ (1 વર્ષ) |
1000 કલાક (1 વર્ષ) |
5 (પાંચ) કલાક |