Close Menu
    What's Hot

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) YouTube Telegram WhatsApp Instagram RSS
    Sigma GyanSigma Gyan
    • Home
    • TAT/TET/HTAT Prep
      1. TET Preparation
      2. Educational Psychology
      3. Mains Descriptive Preparation
      4. View All

      TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

      January 7, 2025

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

      December 26, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

      December 19, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

      December 17, 2024

      TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

      January 7, 2025

      Best Preparation Guide for TET, TAT, and HTAT Exams | ટેટ, ટાટ અને એચટાટ પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ કેળવણી માર્ગદર્શિકા

      November 28, 2024

      કેળવણી શાસ્ત્ર TET, TAT અને HTAT પરીક્ષા માટે: મહત્વપૂર્ણ દાર્શનિકો અને સિદ્ધાંતો

      November 26, 2024

      પ્રકલ્પ અને પ્રદર્શન: TET, TAT અને HTAT માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન | Projects and Presentations: Essential Guide for TET, TAT, and HTAT

      November 25, 2024

      પ્રચાર માધ્યમોનાં નિવેદનો (જાહેર નિવેદન): TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 14, 2024

      પત્રકાર પરિષદ : TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 13, 2024

      ઔપચારિક ભાષણ : TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 12, 2024

      ગદ્યસમીક્ષા: TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 10, 2024

      TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

      January 7, 2025

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

      December 26, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

      December 19, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

      December 17, 2024
    • Mock Test
      1. Mock Test For Tat/Tet/Htat
      2. View All

      Interest, Attitude, Aptitude, and Exceptional Children: TET, TAT, HTAT Exam Preparation Mock Test | TET, TAT, HTAT પરીક્ષા માટે મોક ટેસ્ટ : રસ-મનોવલણ- અભિયોગ્યતા-અપવાદરૂપ

      October 29, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Memory and Forgetting | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સ્મરણ અને વિસ્મરણ

      October 16, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Sensation, Attention, and Perception | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ

      October 15, 2024

      Best Human Development Mock Test for Tat/Tet/Htat Exams | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ માનવ વિકાસ મોક ટેસ્ટ

      October 6, 2024

      Interest, Attitude, Aptitude, and Exceptional Children: TET, TAT, HTAT Exam Preparation Mock Test | TET, TAT, HTAT પરીક્ષા માટે મોક ટેસ્ટ : રસ-મનોવલણ- અભિયોગ્યતા-અપવાદરૂપ

      October 29, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Memory and Forgetting | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સ્મરણ અને વિસ્મરણ

      October 16, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Sensation, Attention, and Perception | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ

      October 15, 2024

      Best Human Development Mock Test for Tat/Tet/Htat Exams | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ માનવ વિકાસ મોક ટેસ્ટ

      October 6, 2024
    • Contact Us
    • About Us
    Sigma GyanSigma Gyan
    Home»Educational Psychology»How to Improve Memory for TAT/TET/HTAT Exams: Tips to Prevent Forgetting | TAT/TET/HTAT માટે સ્મરણ શક્તિ કેવી રીતે સુધારવી: વિસ્મરણ રોકવાના ઉપાયો
    Educational Psychology

    How to Improve Memory for TAT/TET/HTAT Exams: Tips to Prevent Forgetting | TAT/TET/HTAT માટે સ્મરણ શક્તિ કેવી રીતે સુધારવી: વિસ્મરણ રોકવાના ઉપાયો

    sanjay mahakalBy sanjay mahakalOctober 11, 2024Updated:January 8, 2025No Comments12 Mins Read
    Facebook Twitter LinkedIn Telegram Pinterest Tumblr Reddit Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પ્રસ્તાવના

    આજના બ્લોગમાં આપણે જાણીશું, TAT, TET, અને HTAT જેવી મહત્વપૂર્ણ પરીક્ષાઓની તૈયારી કરતી વખતે, યાદશક્તિ મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓમાં સ્મરણશક્તિની સાથે વિસ્મરણ (ભૂલવું) પણ સામાન્ય સમસ્યા છે, જે સફળતા તરફનો માર્ગ મુશ્કેલ બનાવી શકે છે. જો તમે પણ તમારી યાદશક્તિને વધુ અસરકારક બનાવીને ભણેલા વિષયો લાંબા સમય સુધી યાદ રાખવા માંગતા હોવ, તો આ લેખમાં આપણે કેટલીક પ્રયોગમાં મુકાયેલી અને સરળ વિસ્મરણ રોકવાના ઉપાયો અને સ્મરણ શક્તિ વધારવાના ઉપાયો પર ચર્ચા કરશું. આ યુક્તિઓ તમને પરીક્ષામાં શ્રેષ્ઠતા હાંસલ કરવામાં મદદરૂપ થવામાં ઘણી જ અસરકારક સાબિત થશે.



    {getToc} $title={Table of Contents} $count={Boolean} 

    સ્મૃતિ કે સ્મરણ એટલે શું ?

    • સ્મરણ કે સ્મૃતિ આપણા મગજનું સૌથી મહત્ત્વનું કાર્ય છે. સ્મરણ વિના જીવનની કલ્પના થઈ શકે નહિ.
    • સ્મરણના અભાવમાં કોઈ માનવી બીજા કોઈપણ માનવીને ઓળખી જ ન શકતો હોત. આપણે ભાષા પણ ન શીખી શક્યા હોત.
    • સ્મરણ વિના માનવીનો ઈતિહાસ ન હોત અને તેથી કોઈ કૌશલ્યો જ ન હોત, કારણ કે બધા જ જ્ઞાનનો આધાર સ્મરણ પર છે.

    સ્મરણની વ્યાખ્યા 

    1. ‘સ્મરણ એટલે ભૂતકાળના અનુભવોને અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગ્રત કરવાની પ્રક્રિયા’ – બર્નહાર્ટ અને વિલિયમ જેમ્સ
    2. ‘સ્મરણ કરવાનો અર્થ એ છે કે વર્તમાન સમયમાં એવી પ્રક્રિયાઓ દર્શાવવી કે રજૂ કરવી જેને આપણે અગાઉ ક્યારે શિખ્યા હતા.’ – હિલગાર્ડ અને એટકિન્સન
    3. “સ્મૃતિ એવી માનસિક પ્રક્રિયા છે કે, જેના દ્વારા વ્યક્તિ પોતાની શીખેલી માહિતીઓને પોતાના જીવનકાળમાં ધારણ કરીને રાખે છે.” – લેકમેન અને બટરફિલ્ડ
    4. ‘સ્મરણ એટલે શીખેલાનો સીધો ઉપયોગ.’ – વુડવર્થ
    5. ‘સ્મૃતિ એટલે માહિતીના સંકેતાંકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા’ – સી. ટી. મોર્ગન

    મનોવૈજ્ઞાનિકોએ સ્મૃતિનાં બે પાસાં દર્શાવ્યા છે. :

    (1) વિધાયક પાસું અને(2) નિષેધક પાસું
    મનોવૈજ્ઞાનિકોએ સ્મૃતિનાં બે પાસાંઓની સમજૂતી નીચે મુજબ છે.

    (1) વિધાયક પાસું
    વિધાયક પાસું એટલે અર્થપૂર્ણ અનુભવોને યાદ કરવાની ક્ષમતા.

    (2) નિષેધક પાસું
    નિષેધક પાસું એટલે અનુભવોને યાદ કરવાની અસમર્થતા. સ્મરણની ત્રણ પ્રક્રિયાઓ છે. 
    હિલગાર્ડ જેને સ્મરણના ત્રણ તબક્કાઓ તરીકે ઓળખાવે છે.

    સ્મૃતિના તબક્કાઓ

    સંકેતાંકન (Encoding) (સ્મરણમાં મૂકવું)
    સંગ્રહ (Storage) (સ્મરણમાં સાચવવું)
    પુનઃપ્રાપ્તિ (retrieval) (સ્મરણમાંથી ફરીથી પ્રાપ્ત કરવું)

    • સંકેતાંકન એવી પ્રક્રિયા છે કે, જેમાં ચોક્કસ બાબત કે સામગ્રી અંગેની સંવેદન છાપો સ્મૃતિમાં અંકિત થાય છે કે જેનો સંગ્રહ થઈ શકે.
    • સંગ્રહની પ્રક્રિયામાં સંકેતરૂપે અંકિત થયેલી માહિતીની જાળવણી કે સંચય થાય છે.
    • સ્મૃતિ રૂપે સંગ્રહિત થયેલી માહિતીને પુનઃચેતન સપાટી પર લાવવામાં આવે ત્યારે પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા થાય છે.

    સ્મૃતિના પ્રકારો

    સ્મૃતિના પ્રકારો નીચે મુજબ છે.
    (1) સાંવેદનિક સ્મૃતિ
    (2) ટૂંકા ગાળાની સ્મૃતિ
    (3) લાંબા ગાળાની સ્મૃતિ

    સ્મૃતિના પ્રકારોની સમજૂતી નીચે મુજબ છે.

    (1) સાંવેદનિક સ્મૃતિ

    સંવેદન ઈન્દ્રિયો દ્વારા કોઈપણ માહિતી કે જ્ઞાન રજૂ થાય ત્યારે તાત્કાલિક તેની સ્મૃતિ સાંવેદનિક સ્મૃતિમાં સ્થાન પામે છે.
    ધ્વનિ સાંવેદનિક સ્મૃતિની પ્રતિમાઓ આશરે બે સેકન્ડ સુધી અને દૃશ્ય સાંવેદનિક સ્મૃતિની પ્રતિમાઓ આશરે ૦.૩ સેકન્ડ સુધી સાંવેદનિક સ્મૃતિમાં ટકે છે.
    સાંવેદનિક સંગ્રહ કે સાંવેદનિક રજિસ્ટરના બે પ્રકાર છે.
    (1) દૃશ્ય પ્રતિમા સંબંધી (2) ધ્વનિ સ્મૃતિસંબંધી

    (2) ટૂંકા ગાળાની સ્મૃતિ

    સાંવેદનિક સ્મૃતિમાંની જે માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે માહિતી ટૂંકાગાળાની સ્મૃતિમાં આવે છે.
    ટૂંકાગાળાની સ્મૃતિમાં સાંવેદનિક છાપ વીસ કે ત્રીસ સેકન્ડ સુધી જ સંચિત થાય છે.
    મનોવૈજ્ઞાનિકોના અભ્યાસો દર્શાવે છે કે સામાન્ય વ્યક્તિનો તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર 7 + 2 હોય છે.
    અર્થાત્ કે વ્યક્તિ વધુમાં 7 + 2 = 9 સુધીના અંકો અને ઓછામાં ઓછા 7 – 2 = 5 સુધીના અંકોનું પુનરાવહન ઝડપથી કરી શકે છે.
    માહિતી એકમોની મર્યાદા દૂર કરવા માટે જયોર્જ એ મિલરે સામૂહિકરણની પ્રયુક્તિ દર્શાવી છે.

    (3) લાંબા ગાળાની સ્મૃતિ

    જે સ્મૃતિતંત્રમાં માહિતીનો સંગ્રહ કરવાની ક્ષમતા 20 થી 30 સેકન્ડથી વધુ હોય તો તેને લાંબાગાળાની સ્મૃતિ કહે છે.
    ટુલવિંગ લાંબાગાળાની સ્મૃતિને ત્રણ વિભાગમાં વહેંચે છે.
    (i) ઘટનાત્મક સ્મૃતિ (ii) અર્થાત્મક સ્મૃતિ (iii) રીતિલક્ષી સ્મૃતિ

    (i) ઘટનાત્મક સ્મૃતિ

    • ઘટનાત્મક સ્મૃતિમાં અનુભવોની આત્મકથાત્મક હકીકતોનો સમાવેશ થાય છે. 
    • આ સ્મૃતિ એક સંપૂર્ણ રોજનીશી છે.

    (ii) અર્થાત્મક સ્મૃતિ

    • અર્થાત્મક સ્મૃતિમાં વિશિષ્ટ અનુભવોના સંદર્ભ વિના હકીકતો અને પ્રત્યયોના અર્થ વિશેના બિનવૈયક્તિક જ્ઞાનનો સમાવેશ થાય છે.
    • અર્થાત્મક સ્મૃતિને ‘સામાન્ય જ્ઞાનની સંગઠિત સ્મૃતિ પણ કહે છે.

    (iii) રીતિલક્ષી સ્મૃતિ

    • કોઈપણ કૌશલ્યપૂર્ણ કાર્ય કઈ રીતે કરવું તેની સ્મૃતિને ‘રીતિલક્ષી સ્મૃતિ’ કહે છે. રીતિલક્ષી સ્મૃતિ એ કૌશલ્યયુક્ત સ્મૃતિ છે.
    • ચેતાતંત્રના શારીરિક પુરાવાઓ અનુસાર લાંબાગાળાની સ્મૃતિ અને ટૂંકાગાળાની સ્મૃતિ એવાં બે પ્રકારનાં સ્મૃતિતંત્ર છે, જે અલગ અલગ નિયમો અને સિદ્ધાંતો દ્વારા નિર્ધારિત હોય છે.


    ટૂંકાગાળાની સ્મૃતિ અને લાંબાગાળાની સ્મૃતિનો તફાવત

    ટૂંકાગાળાની સ્મૃતિ અને લાંબાગાળાની સ્મૃતિનો વચ્ચેનો તફાવત નીચે મુજબ છે.


    વિશેષતા

    ટૂંકાગાળાની સ્મૃતિ (Short-Term Memory)

    લાંબાગાળાની સ્મૃતિ (Long-Term Memory)

    સમયગાળો

    20-30 સેકન્ડ સુધી જ સંચિત થાય છે.

    20-30 સેકન્ડથી વધુ સમય સુધી, કદાચ જીવનભર જળવાઈ રહે છે.

    ક્ષમતા

    7 ± 2 અંકો, એટલે કે 5 થી 9 વસ્તુઓ સુધી જાળવી શકે છે.

    અમર્યાદિત માહિતીનું સંગ્રહ કરી શકાય છે.

    પ્રથમ દ્રષ્ટાંત

    માહિતી જે પર ધ્યાન કેન્દ્રિત કરીએ તે ટૂંકાગાળાની સ્મૃતિમાં આવે છે.

    ઘટના, અર્થ, કૌશલ્ય સંબંધિત માહિતી લાંબાગાળાની સ્મૃતિમાં જળવાય છે.

    પ્રકારો

    એકમોની મર્યાદા દૂર કરવા માટે સામૂહિકરણનો ઉપયોગ થાય છે.

    ટુલવિંગ મુજબ, ઘટનાત્મક, અર્થાત્મક અને રીતિલક્ષી સ્મૃતિમાં વહેંચાય છે.

    લાંબાગાળાની સ્મૃતિના પ્રકારો

    મનોવૈજ્ઞાનિક ટુલવિંગનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે. :

    (1) ઘટનાત્મક સ્મૃતિ

    ઘટનાત્મક સ્મૃતિમાં અનુભવોની આત્મકથાત્મક હકીકતોનો સમાવેશ થાય છે.
    જે ઘટનાઓનો આપણે પ્રગટ રીતે અનુભવ કર્યો હોય તે ઘટનાઓ આ સ્મૃતિમાં સંગ્રહાયેલી હોય છે.
    આ પ્રકારની સ્મૃતિ એક સંપૂર્ણ રોજનીશી છે. જેમકે તમે કરેલો સૌરાષ્ટ્રનો પ્રવાસ, બોર્ડની પરીક્ષામાં તમે મેળવેલા ટકા.

    (2) અર્થાત્મક સ્મૃતિ

    અર્થાત્મક સ્મૃતિમાં વિશિષ્ટ અનુભવોના સંદર્ભ વિના હકીકતો અને પ્રત્યયોના અર્થ વિશેના બિનવૈયક્તિક જ્ઞાનનો સમાવેશ થાય છે.
    જેમકે, વ્યાકરણના સિદ્ધાંતો, તર્કશાસ્ત્રના નિયમો, ગણિતના નિયમો અને સૂત્રો, જુદા જુદા પ્રકારનાં પ્રજીવકોનાં નામો વગેરેની સ્મૃતિ.
    અર્થાત્મક સ્મૃતિમાં રોજબરોજની વસ્તુઓ, તથ્યો, સામગ્રીઓ અને ભાષાઓ વિશેનું સંગઠિત જ્ઞાન સંચિત હોય છે. આથી તેને ‘સામાન્ય જ્ઞાનની સંગઠિત સ્મૃતિ’ કહે છે.
    અર્થાત્મક સ્મૃતિ સમય અને અવકાશ પર આધારિત નથી.
    દા.ત., વ્યાકરણના સિદ્ધાંતો, ગણિતના નિયમો ક્યાં, ક્યારે, કેવી રીતે શીખ્યા તે અંગેનો સંદર્ભ આપણને યાદ રહેતો નથી.
    આ સ્મૃતિમાં લાગણીયુક્ત વિગતો જોવા મળતી નથી, માત્ર અર્થપૂર્ણ વિગતો જ જોવા મળે છે.

    (3) રીતિલક્ષી સ્મૃતિ

    કોઈપણ કૌશલ્યપૂર્ણ કાર્ય કઈ રીતે કરવું તેની સ્મૃતિને ‘રીતિલક્ષી સ્મૃતિ’ કહે છે.
    આ સ્મૃતિ ઘણી જટિલ છે.
    સાઈકલ ચલાવવી, ટેબલટેનિસ રમવું, તરવું, ઘોડેસવારી કરવી, ચેસ રમવી, કમ્પ્યુટર શીખવું વગેરે.
    આથી રીતિલક્ષી સ્મૃતિન ‘કૌશલ્યયુક્ત સ્મૃતિ’ કહે છે.

    વિસ્મરણ અર્થ

    • કોઈપણ બાબત ભૂતકાળમાં બનેલી હોવા છતાં અમુક સમય બાદ પૂર્ણ સ્વરૂપમાં યાદ ન આવે તેને ‘વિસ્મરણ’ કહે છે.
    • ગોલ્ડાર્ડ વિસ્મરણને ‘નિષેધક સ્મૃતિ’ કહે છે. વિસ્મરણ પણ સ્મૃતિની જેમ એક સ્વાભાવિક માનસિક પ્રક્રિયા છે.
    • વિસ્મરણનો દર ખૂબ ઝડપી હોય છે.
    • 20 મિનિટમાં માત્ર 58 ટકા 1 કલાકમાં માત્ર 44 ટકા, 1 દિવસ અને 31મા દિવસે માત્ર 21 ટકા જ યાદ રહે છે.
    • સ્મૃતિની જેમ વિસ્મરણનું પણ ઘણું મહત્ત્વ છે. અનુભવમાં આવેલી બધી જ બાબતો યાદ રહી જાય તો સ્મૃતિનો બોજો અસહ્ય થઈ જાય, ઉપયોગી બાબતોની સ્મૃતિ માટે નિરર્થક બાબતોનું વિસ્મરણ થવું જરૂરી છે.
    • સંકેતાંકન, સંગ્રહ કે સંચય અને પુનઃપ્રાપ્તિ એ સ્મૃતિ પ્રક્રિયાનાં ત્રણ પાસાંમાંથી કોઈ પણ એક તબક્કામાં મળતી નિષ્ફળતા એટલે વિસ્મરણ.

    વિસ્મરણની વ્યાખ્યા

    વિસ્મરણની વ્યાખ્યાઓ નીચે મુજબ છે.

    1. ‘વિસ્મરણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે.’ – એબિંગહોસ
    2. ‘વિસ્મરણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા નથી, પરંતુ એક સક્રિય માનસિક પ્રક્રિયા છે.’ – મિલ્ટન, મુલર, જેન કિત્સ, ડેલન બેક
    3. ‘ધારણની અસફળતા અથવા ગ્રહણ કરેલી સામગ્રીના પુનરાવહનની અસફળતા એટલે વિસ્મરણ.’ – નોર્મન

    વિસ્મરણના નિર્ધારકો

    1. સંકેતાંકનની નિષ્ફળતા

    • સ્મૃતિનો પ્રથમ તબક્કો સંકેતાંકનનો છે. સંકેતાંકન એ સંગ્રહની પૂર્વશરત છે.
    • કેટલીકવાર સંકેતાંકનની નિષ્ફળતાને કારણે સ્મૃતિની વિગતોનો સંગ્રહ થતો નથી અને વિસ્મરણ થાય છે.

    2. સંગ્રહની નિષ્ફળતા

    • લાંબાગાળાની સ્મૃતિમાં માહિતીનો સંગ્રહ ન થવાને કારણે અથવા સંગ્રહનો હ્રાસ (નાશ) થવાને કારણે વિસ્મરણ થાય છે.
    • સંગ્રહનો નાશ થવાનું કારણ અનુપયોગ છે.
    • સ્મૃતિમાં જે માહિતીનો સંગ્રહ થયો હોય તે માહિતીનો સતત ઉપયોગ કરવામાં આવે તો તેનું વિસ્મરણ થતું નથી.

    3. પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા

    • કેટલાક ઘટકો શીખેલી સામગ્રીની પુનઃપ્રાપ્તિમાં અવરોધક બને છે, જેથી વિસ્મરણ થાય છે.
    • પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા માટે કેટલીક વાર યાદ કરવાનો સંદર્ભ પણ જવાબદાર હોય છે.

    સ્મૃતિ અવરોધ એટલે શું ? તેના પ્રકારો :

    • વિસ્મરણનું સૌથી મોટું કારણ સ્મૃતિ અવરોધ છે.
    • શીખ્યા પહેલાંની કે શીખ્યા પછીની કોઈ બાબત કે માહિતી શીખેલી કોઈ બાબત કે માહિતીનું સ્મરણ કરવામાં અવરોધરૂપ બને ત્યારે તેને ‘સ્મૃતિ અવરોધ’ કહે છે.
    • વિસ્મૃતિના ‘અવરોધ’નાં સિદ્ધાંત મુજબ કોઈ પણ નવું શિક્ષણ લેતાં પહેલાં કે પછી થતા અનુભવો નવા શિક્ષણની સ્મૃતિમાં અવરોધરૂપ બને છે.
    • આ પ્રકારના સ્મૃતિ અવરોધ બે પ્રકારે થાય છે. :
    • (1) પૂર્વક્રિયા અવરોધ અને (2) અનુક્રિયા અવરોધ

    (1) પૂર્વક્રિયા અવરોધ

    • એક પ્રકારનું શિક્ષણ મેળવ્યા પછી લગભગ સમાન હોય એવી બીજી શિક્ષણની સામગ્રી શીખવામાં આવે ત્યારે શિક્ષણની સમાનતાના કારણે કોઈ એક સામગ્રીનું વિસ્મરણ થાય છે.
    • જો પહેલાં પ્રાપ્ત કરેલ શિક્ષણ સામગ્રીના પુનરાવહનમાં પછીની શિક્ષણસામગ્રી અવરોધ પેદા કરે તો ‘પૂર્વક્રિયા અવરોધ’ થયો કહેવાય.
    • દા.ત., તમારા ઘેર આવેલ મહેમાન તેમનું સરનામું જણાવે અને પછી તરત જ ટેલિફોન પર બીજી કોઈ વ્યક્તિ પોતાનું સરનામું જણાવે ત્યારે મહેમાનને આપેલા સરનામાનું વિસ્મરણ થાય, તો તેને ‘પૂર્વક્રિયા અવરોધ’ કહેવાય.
    • જેને કિત્સ અને ડેલન બેકેના પ્રયોગ પરથી જાણવા મળ્યું કે ‘ઊંઘ’ પૂર્વે લીધેલા શિક્ષણને ઓછામાં ઓછી અસર કરે છે.

    (2) અનુક્રિયા અવરોધ

    • જો પછીની માહિતીના પુનરાવહનમાં અગાઉ બનેલો બનાવ અવરોધ ઊભો કરે તો તેને ‘અનુક્રિયા અવરોધ’ કહે છે. ઉપરના ઉદાહરણમાં ટેલિફોન પર આપવામાં આવેલા સરનામાનું વિસ્મરણ થાય તો ‘અનુક્રિયા અવરોધ’ થયો કહેવાય.
    • એક જ સમયગાળામાં એકસાથે બે વિષયોનો અભ્યાસ કરવાનો હોય અને બંને વિષયો એકબીજાથી ભિન્ન હોય, અરરોધની તો અવરોધની અસર ઓછી થાય છે.
    • અન્ડરવુડના જણાવ્યા અનુસાર બે અનુભવો વચ્ચેનું માહિતીનું સામ્ય અવરોધ વધારે છે.
    • અવરોધની અસર ઓછી કરવા માટે અભ્યાસ પછીના વિરામના સમયમાં ‘ઊંઘ’ લેવી જોઈએ અથવા તદ્દન જુદા જ પ્રકારની પ્રવૃત્તિ કરવી જોઈએ.

    સ્મૃતિ સુધારણાની પ્રયુક્તિઓ :

    મનોવૈજ્ઞાનિકોએ સ્મૃતિ સુધારણા માટે અનેક સંશોધનો અને અભ્યાસો કર્યાં છે. જે નીચે પ્રમાણે છે :

    1. ગોઠવણી

    • દરેક બાબત યથાસ્થાને હોય તેનું નામ ‘ગોઠવણી’ વ્યક્તિ શીખેલી બાબતોની પુનઃપ્રાપ્તિ લાંબાગાળાની સ્મૃતિમાંથી કરે છે.
    • લાંબાગાળાની સ્મૃતિમાં સામગ્રી કે માહિતીને સંગ્રહીત કરવા માટે ગોઠવણી થતી હોય છે અને તે ગોઠવણી અનુસાર તે સામગ્રી કે માહિતી યાદ રહેતી હોય છે.
    • દા.ત., બાર માસનાં નામ, અંગ્રેજી એબીસીડીનાં અક્ષરો વગેરે આપણને તરત જ પુનઃપ્રાપ્ત થાય છે. કારણ કે, સ્મૃતિમાં આ માહિતીની ગોઠવણી થયેલી છે.

    2. અતિશિક્ષણ

    • કોઈપણ સામગ્રી કે માહિતીને સંપૂર્ણ શીખ્યા બાદ જો તેનો મહાવરો સતત ચાલુ રાખવામાં આવે, તો તેને ‘અતિશિક્ષણ’ કહે છે.
    • કોઈપણ બાબતને વારંવાર યાદ કરવામાં આવે, તો તેને ‘અતિશિક્ષણ’ કહેવાય.
    • અતિશિક્ષણ અંગેના એબિંગહોસ અને કુગરના પ્રાયોગિક અભ્યાસોએ જણાવ્યું છે કે, અતિશિક્ષણના કારણે શીખેલી સામગ્રીનો સંગ્રહ લાંબા સમય સુધી જળવાઈ રહે છે અને પરિણામે સ્મૃતિ વધુ દ્રઢ બને છે.
    • ગણિતના આંક, કવિતાઓ, સંસ્કૃતનાં રૂપો વગેરે એકવાર શીખ્યા પછી તેને વધારે લાંબા સમય સુધી દરરોજ યાદ કરવામાં આવે તો અતિશિક્ષણના લીધે તેની સ્મૃતિ લાંબા સમય સુધી ટકી રહે છે.

    3. અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ

    • શીખવાની સામગ્રી કે માહિતીનો સળંગ એટલે કે એક જ બેઠકે અભ્યાસ કરવાને બદલે જો થોડા થોડા સમયને અંતરે જુદી જુદી બેઠકોમાં અભ્યાસ કરવામાં આવે, તો શીખવાની સામગ્રી ઝડપથી શીખી શકાય છે.

    4. મનન વિરુદ્ધ પુનઃવાચન

    • અભ્યાસ સામગ્રીને લાંબા સમય સુધી સ્મરણમાં રાખવા માટે ‘મનન’ ખૂબ જ મદદરૂપ થાય છે.
    • પુનઃવાચન કરવાને બદલે શીખેલી સામગ્રીનું ‘મનન’ કરવાથી સ્મૃતિ સુધારી શકાય છે.
    • મનન કરવું એટલે વાંચેલી સામગ્રીને મનમાં ફરીથી યાદ કરવી.
    • મનનથી ક્યા મુદ્દાઓ યાદ નથી.
    • ક્યા મુદ્દાઓ બરાબર સમજી શક્યા નથી વગેરેનો ખ્યાલ આવે છે.
    • એ.આઈ. ગેટ્સના અભ્યાસમાં જાણવા મળ્યું કે જેઓએ પોતાના અભ્યાસમાં પુનઃવાચનની ટકાવારી 20 ટકા રાખી હતી અને મનનની ટકાવારી 80 ટકા રાખી હતી તેઓ બે થી ત્રણ ગણું વધારે પુનરાવહન કરી શક્યા હતા.
    • પોસ્ટ મેન અને ઈગને જણાવ્યું છે કે, અભ્યાસ કરતી વખતે મનનમાં વધુ સમય ફાળવવાથી વધુ લાભ થાય છે.
    • મનન વ્યક્તિને અભ્યાસમાં વધુ સક્રિય બનાવે છે.

    5. પ્રથમ અક્ષર પ્રયુક્તિ

    • મોટાભાગના વિષયોમાં આ પ્રયુક્તિનો વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવે છે.
    • આ પ્રયુક્તિમાં યાદ રાખવાની વિભાવનાઓના પ્રથમ અક્ષર લઈ તેને જોડવામાં આવે છે. દા.ત., મેઘધનુષ્યના સાત રંગોને યાદ રાખવા માટે ‘જાનીવાલીપિનારા’નો ઉપયોગ કરવામાં આવે છે.

    સ્મૃતિ સુધારણાના બે ઉપાયો છે :

    (1) સ્મૃતિ સુધારણા પ્રયુક્તિઓ અને (2) PQRST પદ્ધતિ
    સ્મૃતિ સુધારણાના બે ઉપાયોની સમજૂતી નીચે મુજબ છે.

    (1) સ્મૃતિ સુધારણા પ્રયુક્તિઓ

    (2) PQRST પદ્ધતિ

    અમેરિકાની ઓહાયો યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક થોમસ અને રોબિન્સને આ પ્રયુક્તિ વિકસાવી છે. તેમાં પાંચ ક્રિયાઓને લગતા શબ્દોના પ્રથમ અક્ષરો છે.
    (i) પૂર્વદર્શન (Preview)

    • કોઈપણ બાબતોનો અભ્યાસ કરતા પહેલાં અભ્યાસના મુદ્દાઓનું અવલોકન કરવું જરૂરી છે.
    • આ માટે એ વિષયમાં સમાયેલા મુખ્ય મુદ્દાઓની સમજ મેળવવી જોઈએ.
    • જેથી, વિષયની પ્રાથમિક સમજ મળી જાય.
    • આ મહાવરો અભ્યાસની સામગ્રીની રૂપરેખા મેળવવામાં અને ચર્ચા કરેલા વિવિધ મુદ્દાઓને સંગઠિત કરવામાં મદદરૂપ થાય છે.

    (ii). પ્રશ્ન (Question)

    • પૂર્વાવલોકન બાદ તેમાં ઉપસ્થિત થતાં પૂરક પ્રશ્નોની નોંધ કરવી જોઈએ. આ પ્રશ્નોનોંધ વિષયને વિશદપણે સમજવામાં ઉપયોગી થાય છે.

    (iii). વાંચન (Reading)

    • અભ્યાસની પૂર્વતૈયારી થાય પછી ધીરજપર્વક અભ્યાસની શરૂઆત કરવી જોઈએ.
    • અભ્યાસની વિગતોનું વાંચન કરવું જોઈએ.
    • આ વાચનની સાથે સાથે પૂર્વતૈયારીની નોંધના સંદર્ભમાં અભ્યાસનોંધ તૈયાર કરવી જોઈએ.

    (iv). ‘સ્વ’ પઠન (Self – Recitation)

    • વાચન પછી સમગ્ર માહિતીને લખી જાઓ. આમ, સમગ્ર વિષયવસ્તુ અર્થપૂર્ણ બને એટલે તેને ‘સ્વ’ પઠન અથવા ‘મનન’થી સ્મૃતિમાં દઝ કરવા જોઈએ.
    • આ તબક્કે નિષ્ક્રિય વાચન કરતાં સક્રિય ‘સ્વ’ પઠન વધુ અસરકારક બને છે.

    (v). કસોટી

    • અભ્યાસના અંતે વિષયવસ્તુના મુદ્દા અંગે તમારા જ્ઞાન અને સમજની કસોટી કરો.
    • આમ, અભ્યાસની આ પદ્ધતિ વાચન, સ્મૃતિ સંગઠન અને વિસ્તારને વધુ અસરકારક બનાવે છે.

    સ્મરણ અને વિસ્મરણ પ્રકરણમાંથી પુછાતા પ્રશ્નો Tat/Tet/Htat પરીક્ષાઓ માટે ઉપયોગી MCQS

    પ્રશ્નો :
    1. સાંવેદનિક સ્મૃતિ કેટલા સમયની હોય છે ?
    (A) ત્રણ સેકન્ડ
    (B) બે સેકન્ડ
    (C) પાંચ સેકન્ડ
    (D) અમર્યાદિત

    2. PQRST પદ્ધતિ કોણે વિકસાવી હતી ?
    (A) થોમસ અને રોબિન્સન
    (B) બર્નહાર્ટ
    (C) વુડવર્થ
    (D) વોટ્સન

    3. લાંબાગાળાની સ્મૃતિના પ્રકારો કોણે આપ્યો?
    (A) ટુલવિંગ
    (B) વોટ્સન
    (C) વુડવર્થ
    (D) થોમસ

    4. ટૂંકાગાળાની સ્મૃતિને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે?
    (A) સ્મૃતિ અવરોધ
    (B) તાત્કાલિક સ્મૃતિ
    (C) ધ્વનિ સ્મૃતિ
    (D) દૃશ્ય સ્મૃતિ

    5. સ્મૃતિની લઘુત્તમ અવધિવાળી સ્મૃતિ કઈ છે ?
    (A) ટૂંકાગાળાની સ્મૃતિ
    (B) લાંબાગાળાની સ્મૃતિ
    (C) સાંવેદનિક સ્મૃતિ
    (D) એકપણ નહિ

    6. ટૂંકાગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારવા માટેની સામૂહિકરણની પ્રયુક્તિ કોણે આપી છે ?
    (A) જયોર્જ એ. મિલર
    (B) સ્કીનર
    (C) એલન બેડલ
    (D) બર્નહાર્ટ

    7. ક્યા પ્રકારની સ્મૃતિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે ?
    (A) ઘટનાક્રમ
    (B) અર્થાત્મક
    (C) રીતિલક્ષી
    (D) સ્મૃતિલક્ષી

    8. શીખવાની માહિતીને થોડા થોડા સમયે શીખવી એટલે શું ? |
    (A) અંતરીકૃત શિક્ષણ
    (B) અવલોકનાત્મક શિક્ષણ
    (C) શાબ્દિક શિક્ષણ
    (D) કૌશલ્ય શિક્ષણ

    9. કોના મત અનુસાર ટૂંકાગાળાની સંગ્રહશક્તિ 7 + 2 હોય છે?
    (A) હિલગાર્ડ
    (B) એટકિન્સન
    (C) મિલર
    (D) બટરફિલ્ડ

    10. ક્યા મનોવૈજ્ઞાનિકે વિસ્મરણને ‘નિષેધક સ્મૃતિ’ તરીકે ઓળખાવે છે ?
    (A) એબિંગહોસ
    (B) ગોલ્ડાર્ડ
    (C) મિલ્ટન
    (D) ડેલન બેક

    11. કોના મતે, ‘સ્મરણ એટલે ભૂતકાળના અનુભવોને અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃજાગ્રત કરવાની પ્રક્રિયા.’?
    (A) હિલગાર્ડ અને એટકિન્સન
    (B) બર્નહાર્ટ અને વિલિયમ જેમ્સ
    (C) લેકમેન અને વિલિયમ જેમ્સ
    (D) જ્યોર્જ એ. મિલર

    12. મોટાભાગના લોકો કેટલી વિગતોનું પુનરાવર્તન કરી શકે છે?
    (A) બે
    (B) પાંચ
    (C) બાર
    (D) સાત

    13. માહિતી એકમોની મર્યાદા દૂર કરવા માટે કોણે સામૂહિકકરણની પ્રયુક્તિ બતાવી છે ?
    (A) જયોર્જ એ. મિલર
    (B) બટરફિલ્ડ
    (C) વિલિયમ જેમ્સ
    (D) હિલગાર્ડ

    14. સ્મૃતિ એટલે શીખેલી બાબતોનો સીધો ઉપયોગ એમ કોણે કહ્યું?
    (A) વુડવર્થ
    (B) બર્નહાર્ટ
    (C) વિલિયમ જેમ્સ
    (D) થોમસ

    15. સ્મૃતિનો પ્રથમ તબક્કો ક્યો છે ?
    (A) સંકેતાંકન
    (B) પુનઃપ્રાપ્તિ
    (C) સંગ્રહ
    (D) સ્મૃતિ અવરોધ

    16. કોના મતે ‘વિસ્મરણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે?’
    (A) ડેલન બેક
    (B) ગોલ્ડાર્ડ
    (C) મિલ્ટન
    (D) એબિંગ હોસ

    17. વ્યાકરણના નિયમો યાદ રાખવાની સ્મૃતિનો પ્રકાર જણાવો.
    (A) સ્મૃતિ
    (B) અનુક્રિયા
    (C) પૂર્વક્રિયા
    (D) પ્રત્યભિજ્ઞા

    18. ‘સંકેતાંકનની નિષ્ફળતા’ અંગે ક્યા મનોવૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા છે?
    (A) નિક્સન અને એડમ્સ
    (B) બર્નહાર્ટ અને વિલિયમ જેમ્સ
    (C) થોમસ અને રોબિન્સન
    (D) હિલગાર્ડ અને એટકિન્સન

    19. ક્યા મનોવૈજ્ઞાનિકે પોતાના પ્રયોગમાં જણાવ્યું છે કે ‘જો વિગતોના સંકેતો પૂરા પાડવામાં આવે, તો ઘણી બધી બાબતો સ્મૃતિમાં આવી શકે છે.’
    (A) એબિંગ હોસ
    (B) મિલ્ટન
    (C) એન્ડેલ ટુલવિંગ
    (D) ડેન બેક

    20. પૂર્વક્રિયા અવરોધમાં ‘ઊંઘની અસર’ અંગેના પ્રયોગ ક્યા મનોવૈજ્ઞાનિકોએ કર્યા હતા?
    (A) નિકસન એ એડમ્સ
    (B) જેન કિત્સ અને ડેલન બેક
    (C) થોમસ અને રોબિન્સન
    (D) બર્નહાર્ટ અને વિલિયમ જેમ્સ

    21. મનન વિરુદ્ધ પુનઃ વાચનના પ્રયોગો ક્યા મનોવૈજ્ઞાનિકે કર્યા છે ?
    (A) એન્ડેલ ટુલવિંગ
    (B) ગોલ્ડાર્ડ
    (C) એબિંગહોસ
    (D) એ. આઈ. ગેટ્સ

    22. PQRST પદ્ધતિનાં પાંચ પગથિયાંનો સાચો ક્રમ ક્યો છે ?
    (A) પૂર્વદર્શન, પ્રશ્ન, વાચન, મનન અને કસોટી
    (B) પૂર્વદર્શન, વાચન, પ્રશ્ન, મનન અને કસોટી
    (C) પૂર્વદર્શન, વાચન, મનન, પ્રશ્ન અને કસોટી
    (D) પૂર્વદર્શન, મનન, વાચન, પ્રશ્ન અને કસોટી

    23. સામાન્યતઃ વ્યક્તિનો તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર કેટલો હોય छ?
    (A) 7
    (B) 2
    (C) 7 ± 2
    (D) 7 અથવા 2

    24. કઈ સ્મૃતિમાં અનુભવોની આત્મકથાત્મક હકીકતોનો સમાવેશ થાય છે ?
    (A) અર્થાત્મક
    (B) રીતિલક્ષી
    (C) લાંબાગાળાની
    (D) ઘટનાત્મક

    25. ગણિતના નિયમો, ગણિતનાં સૂત્રો વગેરે યાદ રાખવાની સ્મૃતિઓ ક્યા પ્રકારની છે ?
    (A) ઘટનાત્મક
    (B) અર્થાત્મક
    (C) રીતિલક્ષી
    (D) નિવેદનાત્મક

    26. કઈ પદ્ધતિમાં પહેલાં શીખેલી માહિતીને ફરીથી બોલીને કે લખીને રજૂ કરવાની હોય છે ?
    (A) શબ્દપૂર્તિ
    (B) પ્રગટ
    (C) પુનરાવહન
    (D) પ્રત્યભિજ્ઞા

    27. યાદી ‘ક’ શીખ્યા પછી યાદી ‘ખ’નું શિક્ષણ આપવું એ નીચેના પૈકી ક્યો અવરોધ જણાવે છે ?
    (A) સ્મૃતિ
    (B) અનુક્રિયા
    (C) પૂર્વક્રિયા
    (D) પ્રત્યભિજ્ઞા

    28. મનન વિરુદ્ધ પુનઃવાચનના પ્રયોગો કયાં મનોવૈજ્ઞાનિકે કર્યો હતો?
    (A) એન્ડેલ ટુલવિંગ
    (B) ગોલ્ડાર્ડ
    (C) એબિંગહોસ
    (D) એ. આઈ. ગેટ્સ

    મોકટેસ્ટ Tat/Tet/Htat પરીક્ષાઓ માટે

    Best Human Development Mock Test for Tat/Tet/Htat Exams | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે સ્મરણ અને વિસ્મરણ મોક ટેસ્ટ

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    sanjay mahakal
    • Website

    Sanjay Mahakal is an educator and digital creator with expertise in Mathematics. He is the founder of Sigma Gyan, a platform providing quality educational content for students (Grades 6-12) and competitive exam aspirants (TET, TAT, HTAT). Through his website SigmaGyan.in and YouTube channel Sigma Gyan 1.0, he simplifies complex topics with engaging lessons. His mission is to make learning easy and accessible for all. 🚀📚

    Related Posts

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

    December 17, 2024

    શિક્ષણ વ્યવહાર અને અધ્યાપન કૌશલ્યો: ટેટ/ટાટ પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી

    December 15, 2024

    પ્રચાર માધ્યમોનાં નિવેદનો (જાહેર નિવેદન): TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

    December 14, 2024
    Leave A Reply Cancel Reply

    Don't Miss
    Educational Psychology

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    By sanjay mahakalJanuary 7, 2025

    પ્રસ્તાવના આજના બ્લોગમાં આપણે શિક્ષકો માટે TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા…

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

    December 17, 2024
    Our Picks

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

    December 17, 2024

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    About Us

    Sigmagyan is a premier platform for competitive exam preparation, offering expert-designed study materials, tutorials, and math tips. Founded by Sanjay Mahakal, our mission is to make complex topics easy and help students succeed. Whether you're starting or advancing in your preparation, Sigmagyan is here to support you every step of the way. Learn more at Sigmagyan.in.
    We're accepting new partnerships right now.

    Facebook X (Twitter) Instagram Pinterest YouTube WhatsApp Telegram RSS
    Our Picks

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024
    Recent Posts
    • TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન
    • ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન
    • ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા
    • ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ
    • શિક્ષણ વ્યવહાર અને અધ્યાપન કૌશલ્યો: ટેટ/ટાટ પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી
    • Home
    • TAT/TET/HTAT Prep
    • Educational Psychology
    • Mock Test
    • Terms and Conditions
    • Privacy Policy
    • About Us
    • Contact Us
    © 2026 SigmaGyan. Designed by SigmaGyan.

    Type above and press Enter to search. Press Esc to cancel.