ગદ્યસમીક્ષા
ગદ્યસમીક્ષા એટલે શું ?
કોઈ પણ ગધકરા પરથી તેના પ્રશ્નોના જવાબ લખવા એને ગદ્યસમીક્ષા કહેવામાં આવે છે.
TET/TAT/HTAT, GPSC કે UPSC કક્ષાની પરીક્ષામાં આ પ્રશ્નના જવાબમાં મૌલિકતાની સહજ અપેક્ષા રાખવામાં આવતી હોય છે.
ગદ્યસમીક્ષા કરતી વખતે ધ્યાન રાખવાના મુદ્દા
- સમગ્ર ગદ્યખંડને ધ્યાનપૂર્વક વાંચવો જોઈએ.
- એક વાર વાંચવાથી સમજાય એટલો કદાચ સહેલી ગદ્યખંડ પુછાશે નહીં, જેથી ફરી વાર અત્યંત ધ્યાનપૂર્વક વાંચવો,
- પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ફકરાને ફરી એક વાર વાંચવો.
- ફકરામાં જવાબો કયા સ્થાને છે તે શોધો.
- પ્રશ્નમાં શું પૂછયું છે તે સમજો.
- પ્રશ્નોના ઉત્તર મનમાં ગોઠવી નાખો અને ત્યારબાદ જવાબ લખો.
- ક્યારેય મૂળ ફકરામાંથી બેઠો ઉતારો કરશો નહિ.
- જવાબ લખતી વેળાએ વ્યાકરણગત ભૂલોને નિવારવી.
- જવાબની શરૂઆતમાં જો લેખકના નામનો ઉપયોગ કરાય તો જવાબની છાપ સારી ઉપજે છે.
ખાસ નોંધ :
- શાળાકીય અભ્યાસ દરમ્યાન આ પ્રશ્નના જવાબ માટે ફકરામાં અન્ડરલાઇન કરવાનું સૂચન મોટા ભાગે શિક્ષકો દ્વારા કરવામાં આવતું. જેનું પુનરાવર્તન અહીં આપણે જરાય નહિ કરીએ.
- અર્થાત્ ફકરામાંથી લીટીએ લીટીનો સીધે સીધો ઉતારો આપણે અહીં કરીશું નહિ.
- શીર્ષક આપવું એ કળા છે, જેથી ટૂંકું અને હાર્દ સચવાય તેટલું જ શીર્ષક આપણે આપીશું.
ગદ્યસમીક્ષાના ઉદાહરણો :
PARAGRAPH-1
ચાંદલામાં સમર્પણનો ભાવ પણ છે. સૌભાગ્યવતી ચાંદલો કરે છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે મારો ધણી જીવે છે. મારો માલિક છે, હું એની છું. ને એની જાહેરાત દુનિયા આગળ કરવા સૌ જોઈ શકે એ રીતે મારા કપાળ ઉપર સૌભાગ્યનું ચિહ્ન કરું છું. હવે કોઈની લોભી નજર મારી ઉપર ન પડે, કોઈની કામી વૃત્તિ મારાં પ્રત્યે ન જાગે. હું બીજાની છું એનો આનંદ મને છે, એનો ગર્વ મને છે.
ચાંદલામાં સમર્પણ છે – પ્રેમનું, ભક્તિનું, દિલનું, હું બીજાની છું ને આખરે ભગવાનની છું એ ભાવના પણ છે. એ મારો ઘણી, એ મારો માલિક. ને એની આ સંજ્ઞા છે. રાજાની મુદ્રા છે. ઈશ્વરની મહોર છે. એ પણ મારા કપાળ ઉપર. મારે હાથે, મારી શ્રદ્ધાથી. મારો ઘી જીવે છે, મારો ભગવાન જીવે છે હું સૌભાગ્યવતી છું. અખંડ આનંદ, અનંત, અમર સૌભાગ્યવતી છું. મીરાંબાઈની જેમ રાંડવાનો ભય, ટાળ્યો અને એ ભાવ રોજ સવારે આ ચાંદલો કરતી વખતે દિલમાં છે. ભક્તિનો કાર્યક્રમ છે. ધર્મની ક્રિયા છે.
માથે ચાંદલો કરતી વખતે અંગેઅંગમાં પવિત્રતાનું સ્પંદન અનુભવાય છે અને જવાબદારીનો રણકો પણ દિલમાં સંભળાય છે. એ શ્રદ્ધાની જાહેરાત છે. શીલની દીક્ષા છે. એ બિંદીમાં ભક્તિ છે. મોહ નથી, સમર્પણ છે. વશીકરણ નથી, એમાં દેહના રૂપનું પ્રદર્શન નથી. આત્માના તેજનો ઝબકારો છે. ખરું કહીએ તો અંતરના માંગલ્યના પ્રતીકરૂપે તે બાહ્ય સૌંદર્યનો કળશ છે.
પથ્થર ઉપર કંકુનું છાંટલું પડ્યું એટલે પવિત્ર થયો. હવે એનો ઉપયોગ મંદિર માટે થાય, પૂજા માટે થાય, માથા ઉપર ચાંદલો પડથી એટલે એનો ઉપયોગ શુભ કાર્ય માટે જ થાય. ગમે તેવા વિચારો કરવા કે થવા દેવા, આવવા-જવા દેવા માટે ન થાય, રસ્તાના પથ્થર માટે ન થાય.
ચાંદલો શુભ પ્રસંગે થાય. નવા સાહસના પ્રભાતે થાય, લડાઈએ જતી વખતે થાય, વિજય કરીને પાછા ફરતી વખતે થાય. વિજયનો ભાવ એમાં છે એટલે ઉપકાર અને કૃતજ્ઞતાનો ભાવ એમાં છે.
ફાધરવાલેસ (‘સમાજ ભડતર’)
પ્રશ્નો :
(1) સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે સાંદલો શું મહત્ત્વ ધરાવે છે ?
(2) ચાંદલાનું મૂળ સ્વરૂપ કયા કયા સદગુણોથી ઘડાયેલું છે ? ..
(3) યાંદલો કરનાર વ્યક્તિના વ્યક્તિત્વમાં કેવી બદલાવ આવે છે ?
(4) પ્રસ્તુત ફકરાનો સાર બે-ત્રણ લીટીમાં વર્ણવી.
(5) પ્રસ્તુત ફકરાની વાતને સાથે રીતે રજૂ કરે એવું શીર્ષક આપશે.
જવાબો:
(1) ચાંદલો એ સમર્પણ ભાવનાનું પ્રતીક છે. પરણેલી સ્ત્રી પોતાના પત્તિને સમર્પિત થઈ ગઈ છે એનું પ્રતીક અર્થાત્ એનાં કપાળમાં ચાંદલો. ચાંદલા દ્વારા બીજા પુરુષની ખરાબ નજર એની પર પડતા વિચાર કરશે તેવી તેને વિશ્વાસ રહેલો હોય છે. તેને પોતાના આ સમર્પણ માટે તેને ગર્વ હોય છે.
(2) અંદલો અર્થાત્ એક એવી શ્રદ્ધા કે જેનો સીધો સંબંધ દિલ, પ્રેમ, લાગણીઓ સાથે જોડાયેલો છે. પતિને ભગવાન માનનારી સૌભાગ્યવતી સ્ત્રી ચાંદલો એટલે કરે છે કે એના કારણે એનો પતિનું દીર્ઘાયુ થશે એવી એને શ્રદ્ધા હોય છે. ચાંદલો પતિ અને પત્નીના સંબંધમાં પ્રેમ-આદર ભેળવી આ સંબંધને પવિત્ર બનાવે છે. આમ, નાનો દેખાતો ચાંદલો અપ્રતિમ સદગુણો ધરાવે છે.
(૩) ચાંદલો પવિત્રતાનું પ્રતીક છે, જવાબદારીનો સંબંધ છે. ચાંદલા દ્વારા કોઈ વશીકરણ નથી પામતું, બલકે સંબંધ મજબૂત કરવાની જવાબદારી છે. ચાંદલો ભક્તિનું અનુસંધાન પણ છે. ચાંદલામાં ઉપકાર અને કૃતજ્ઞતાનો ભાવ હોય છે. આમ, ચાંદલાનું સ્વરૂપ એના પોતાના રૂપમાં બહોળું છે.
(4) અંદલો એ આપણી સંસ્કૃતિની ઓળખ છે. પ્રેમ, લાગણી, જવાબદારી, સમર્પણ, ઉપકાર અને કૃતજ્ઞતા દર્શાવવાનું માધ્યમ એટલે ચાંદલો. ચાંદલો વ્યક્તિને પવિત્રતા આપે છે. ક્યાંક પથ્થર પર પણ જો ચાંદલાનું ટપકું કરવામાં આવે તો એ પથ્થર પણ પવિત્રતા પામે છે. ચાંદલો શુભ છે અને તેનું અસ્તિત્વ અન્યોમાં પણ શુભતત્ત્વ ઉમેરે છે.
(5) પ્રસ્તુત ફકરાની વાત અનુસાર શીર્ષક આપી શકાય. – ‘પવિત્રતાનો પર્યાય – યાંદલો’
PARAGRAPH – 2
માણસનું જ્ઞાન એકાંગી હોય છે તેનો તો ઇલાજ નથી, પણ એ જો સમજે કે પોતાનું જ્ઞાન એકાંગી છે, અમુક વસ્તુનો વિચાર જેમ પોતે સ્વતંત્રપણે કરે છે તેમ બીજાને પણ કરવાનો હક છે, પોતે એક બાજુથી જોયું અને એક નિર્ણય ઉપર આવ્યો તે જ પ્રમાણે બીજાઓ બીજી બાજુથી જોશે અને એમને એ રીતે બીજું જ દર્શન થવાનો સંભવ છે અને એને માટે એ દર્શન સાચું માનવાનો એનો એટલો જ હક્ક છે, એટલું આપણે સ્વીકારીએ તો આપણા મનમાં સંપૂર્ણ સત્યની ઉદારતા આવશે. મારી જ વાત સાચી છે, મારી જ દ્રષ્ટિ શુદ્ધ છે અને બીજાની વાત કે તેની દ્રષ્ટિ તદ્દન ખોટી છે, મિથ્યા છે, એમ જ કહે છે તે અજ્ઞાની છે. ગીતાએ પણ કહ્યું છે કે, એક અંશને સંપૂર્ણ માની લેવો તે તમોગુણી જ્ઞાન છે. એટલે કે અજ્ઞાન દશાની ભૂમિકા છે. એવું જ્ઞાન અલ્પ એટલે કે છીછરું હોય છે. તેમાં તત્ત્વાર્થ સમાઈ શકતો નથી. જીવનના પ્રયોજનનો ખ્યાલ પકડતો નથી
જ્યારે આપણે કહીએ છીએ કે, અમુક વિચાર એકાંગી છે ત્યારે આપણે બે વસ્તુઓનો સ્વીકાર કરીએ છીએ. એક એ કે એકાંગી વસ્તુમાં પૂર્ણ સત્ય આવી જતું નથી અને બીજું એ કે એકાંગી વસ્તુ તદ્દન સત્યભૂખ્ય હોતી નથી. વસ્તુ એકાંગી છે તેમાં એક અંગ પૂરતું સત્ય હોય જ છે અને તેથી એટલે દરજજે, એનો આદર થવો જ જોઈએ. એ જ સત્ય જ્યારે પોતાનું બીજું અંગ લઈને દર્શન દે છે ત્યારે પ્રથમ અંગ સાથે એનો વિરોધ જ હોઈ શકે એમ માની એ બીજા રૂપનો ઇન્કાર કરવા બેસીએ છીએ ત્યારે જ આપણે દ્રોહ કરીએ છીએ, જો કોઈ પણ એવા અંગ દ્વારા આપણે સત્યનું હૃદય પિછાણી શક્ય હોઈએ,
તો બીજું અંગ આપણી આગળ રજૂ થતાવેંત ભલે આપણે ભડકી જઈએ, ભલે આપણને એ અડવું અડવું લાગે, પણ આપણે એનો માનસિક વિરોધ તો ન જ કરીએ બેસીએ. જો આપણી નિષ્ઠા કેવળ સત્ય પ્રત્યે જ હોય, જો આપણે એને ઓછેવતે અંશે ઓળખી તો શકવાના જ, સત્ય છોડીને જો બીજી કોઈ વસ્તુનો સ્વાદ આપણામાં જાગ્યો હોય, આપણા હૃદયના સિંહાસન પર સત્યને છોડીને બીજી કોઈ વસ્તુની આપણે સ્થાપના કરી બેસીએ છીએ. પછી આપણી જ દ્રષ્ટિ મિધ્યા દ્રષ્ટિ થઈ જાય છે.
– કાકા કાલેલકર
પ્રશ્નો :
(1) માનવ માત્રના મનમાં સત્ય પ્રત્યેની ઉદારતાનો પ્રવેશ ક્યારે સંભવ થઈ શકશે ?
(2) ભગવદ્ગીતાના આધારે તમોગુણી જ્ઞાન કોને કહેવામાં આવે છે ?
(3) માણસના સ્વભાવમાં દ્રોહની વૃત્તિ ક્યારે સ્થાથી બને છે ?
(4) કઈ પરિસ્થિતિમાં માનવમનમાં તત્ત્વાર્થ સમાઈ શકતો નથી ?
(5) માનવમન મિધ્યા દ્રષ્ટિનો શિકાર ક્યારે બની જાય છે
જવાબો :
(1) જ્યારે માણસ એવું માને છે કે પોતે જે દ્રષ્ટિકોણથી વિચાર્યું અને વાતને સ્વીકારી, બસ તેવી જ રીતે બીજાનો પણ દ્રષ્ટિકોણ હોય છે અને તેને પણ તે એટલાં જ આદરભાવ સાથે સ્વીકારી શકે ત્યારે માનવમાત્રના મનમાં સત્ય પ્રત્યેની ઉદારતાનો પ્રવેશ થયો ગણાય.
(2) જ્યારે માણસ કોઈ પણ બાબત માટે એક બાજુના જ દૃષ્ટિકોણ પર વિશ્વાસ કરતો હોય, પોતે જે વિચાર્યું છે એ જ સાચું અને બીજાએ વિચાર્યું છે એ સાવ ખોટું. ત્યારે તે ભગવદ્ગીતા અનુસાર તમોગુણી સ્વભાવનું ઉદાહરણ થયું કહેવાય.
(3) ઘણી વાર પોતે જ સાચો છે અને અન્યનો દૃષ્ટિકોણ કે વિચાર સાવ ખોટો છે તેવો ખ્યાલ જ્યારે માનવમનમાં દૃઢ બને છે. ત્યારે જેને આત્મવિશ્વાસ નહિ, પરંતુ અહંકાર કહી શકીએ. આ સ્થિતિને માનવમનમાં દ્રોહની વૃત્તિ સ્થાયી થઈ કહેવાય.
(4) જ્યારે માણસ કોઈ બાબતના એક અંગને જ સત્ય તરીકે જુએ ત્યારે આપણા અજ્ઞાનની ઓળખ છે. એ જ્ઞાન છીછરું હોવાની જ્યારે સાબિતી છે, આવી સ્થિતિમાં તત્ત્વાર્થ માનવમનમાં સમાઈ શકતો નથી.
(5) ઘણી વાર માણસ પોતે ખોટો હોય અને બીજી બાજુ સાચી હોય એવી સ્થિતિમાં માણસ પોતાની અસત્યની બાજુને પણ સાચી હોય એ રીતે વળગી રહે છે, ત્યારે માનવમન મિથ્યા દૃષ્ટિનો શિકાર બન્યું હોય એમ કહી શકાય.
PARAGRAPH – 3
યુદ્ધનો અંત એ પૃથ્વીના વિનાશની શરૂઆત હતી. એ વિનાશ હજી અટક્યો એમ માની લેવાની જરૂર નથી. કળિયુગમાં એ વિનાશ વારંવાર થતો આપણે નિહાળી રહ્યા છીએ અને હજુ નિહાળીશું. બે વિશ્વયુદ્ધ પછી વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની ભયાનકતાથી દૂર હોય એવું લાગતું નથી. બીજા વિશ્વયુદ્ધ બાદ અણુબોમ્બને કારણે જે ભયાનકતા પ્રગટી એ મહાભારતના યુદ્ધના અઢાર દિવસ પછી પ્રગટેલી ભયાનકતા સાથે સીધું અનુસંધાન ધરાવે છે. મિથ એટલે કેવળ ભૂતકાળમાં બનેલી ઘટના એવો અર્થ થતો નથી. એ ઘટના સાથે વર્તમાન અનુભવ, જુદો દ્રષ્ટિકોણ ભળે તો મિયનું નવું જ પરિમાણ સાંપડે છે. ધર્મવીર ભારતીએ બીજા વિશ્વયુદ્ધ પછીની વિભીષિકાનો અનુભવ ‘અંધાયુગ’ના સર્જનમાં કામે લગાડયો છે. યુદ્ધ આખરે તો સત્તાધીશોની મહત્ત્વાકાંક્ષાઓનું પરિણામ હોય છે. માણસની પોતાની વ્યક્તિમત્તાનું કોઈ મૂલ્ય નથી. પારદર્શક જણાતો ચહેરો જાણે અભિશાપ હોય એમ આપણે મહોરાનો આધાર લેવો પડે છે. નકલી ચહેરાવાળા કે જેમની કોઈ ઓળખ નથી તેઓ સત્તાધીશ બની બેઠાં છે.
યુદ્ધ એ કઈ અચાનક ધરતીમાંથી ફૂટી નીકળતું નથી કે આકાશમાંથી ટપકી પડતું નથી. વ્યક્તિની મર્યાદાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ યુદ્ધને જન્મ આપે છે. કૌરવો અને પાંડવો બંને પક્ષે મર્યાદાભંગને કારણે અઢાર દિવસ ચાલેલા યુદ્ધનો જન્મ થયો હતો. સર્વસત્તાધીશ બનવાના મદમાં દુર્યોધન પાંડવોને રાજસત્તાના એમના હકથી વંચિત રાખ્યા અને વનમાં રઝળતા કરી મૂકયા. દુર્યોધનમાં રહેલી શત્રુતાની આગમાં દ્રૌપદીએ ‘આંધળાનો પુત્ર આંધળો’ કહીને ઘી હોમવાનું કામ કર્યું. દ્રૌપદીએ જીભ વશમાં રાખી હોત તો શક્ય છે ‘વસ્ત્રાહરણ’ની ઘટના ના બની હોત. આમ એક પછી એક મર્યાદા લોપાતી ગઈ અને એનો સરવાળો આખરે યુદ્ધમાં પરિણમ્યો. વળી, પુત્રમોહમાં ધૃતરાષ્ટ્રએ પોતાના અંતરમનની આંખો પણ બંધ કરી લીધી હતી. એ જો થોડી પણ ખુલ્લી હોત તો કદાય યુદ્ધ અટક્યું હોત. મહાભારતની વતા એ જ છે કે, ઘણા બધાના હાથમાં યુદ્ધ અટકાવવાનું શક્ય ( હતું છતાંય યુદ્ધ તો થયું જ. આ યુદ્ધમાં શુદ્ધનો ભાગ ન બન્યા વિના યુદ્ધનો તાદ્રશ્ય સાક્ષી એવા સંજયનું પોતાનું સત્ય પણ યુદ્ધના અનુભવ બાદ બદલાતું જાય છે, જે કોઈ પણ માણસની સ્થિતિને પ્રગટ કરે છે.
પ્રશ્નો:
(1) મિથ એટલે શું ?
(2) સાહિત્યમાં મિય કઈ રીતે સ્થાન ધરાવે છે ? ઉદાહરણ આપી સમજાવી.
(3) જગતમાં થયેલાં અને થઈ રહેલાં યુદ્ધોમાં ખરેખર કોને જવાબદાર માનવામાં આવે છે ?
(4) કોઈ પણ માણસનું માનસ પરિવર્તિત કક્યારે થાય છે ?
(5) પ્રસ્તુત ફકરામાં ઉદ્ધત થતું ૠતને આપની મૌલિક ભાષામાં રજૂ કરો.
જવાબો :
(1) મિથ અર્થાત્ પુરાતન વાતનું નવું સંધાન સધાય ત્યારે તે રજૂઆત મિથ થઈ એમ કહેવાય. જૂની ઘટના સાથે વર્તમાન અને નવો દૃષ્ટિકોણ ભળે છે અને નવું પરિમાણ મળી રહે છે.
(2) કોઈ પણ પૌરાણિક કથાને પોતાના વિષયની રજૂઆતના પરિપ્રેક્ષ્યમાં લઈ સાહિત્યકાર નવા વિચારને, નવા અભિગમ તથા વર્તમાન અનુભવોને આધારે નવા દ્રષ્ટિકોણને ઉમેરે છે. જેના લીધે નૂતન બાબત સાહિત્ય દ્વારા સમાજને શીખવા મળે છે.
(3) જગતમાં થયેલાં કે થઈ રહેલાં યુદ્ધમાં કારણભૂત તત્ત્વ છે, માણસનો અહમ્ અને અહંકાર માણસની મહત્ત્વાકાંક્ષાઓ મર્યાદા કરતાં વધી જાય અને તે કોઈ પણ કાળે પોતાની ઇયચ્છાઓ પૂરી કરવા માટે તત્પર બને ત્યારે યુદ્ધનો જન્મ થાય છે.
(4) માણસ પોતાની અંદર રહેલી મર્યાદાઓથી જ્યારે અજાણ બને છે અને એ મર્યાદાઓને પોતાની મહત્ત્વાકાંક્ષા સંતોષવાના સાધન માત્ર ગણે છે, ત્યારે કોઈ પણ માણસનું માનસ પરિવર્તિત થયું કહેવાય. ટૂંકમાં, જ્યારે માણસ પોતાના સિદ્ધાંતોને નેવે મૂકીને જીવનની શરૂઆત કરે ત્યારે કોઈ ને કોઈ યુદ્ધની શરૂઆત થઈ ચૂકી હોય છે એમ માનવું જોઈએ.
(5) પૌરાણિક કથાઓ જયારે વર્તમાન સાહિત્યકૃતિ સાથે અનુસંધાન સાધે છે, ત્યારે તેને મિક્ષ કહીએ છીએ. આ મિથ દ્વારા વર્તમાન સમાજ ઘણી ઉમદા વાતો શીખી શકે છે. મહાભારત હોય કે કોઈ વિશ્વયુદ્ધ તે સમયે લોકોની માનસિક પરિસ્થિતિનો આબેહૂબ ચિતાર વર્તમાન સમયને ઓળઘોળ કરીને સાહિત્યકારો રજૂ કરેલ છે. આ વિષય પર સાહિત્યમાં ઘણી કૃતિઓ પ્રાપ્ત છે.
PARAGRAPH-4
મધ્યકાલીન સાહિત્ય પદ્યપ્રધાન હતું. ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ જેવી થોડીક રચનાઓને અપવાદ ગણીને બાદ કરતાં, એ જમાનામાં ગધ તો વેપારીને ચોપડે, રોજિંદી વાતચીતમાં અને ધર્મગ્રંથોના ટીકા-ટબા – ટિપ્પણમાં પુરાઈ રહ્યું હતું. તેને સાહિત્યિક પ્રતિષ્ઠા મળી ન હતી. આ યુગમાં સાહિત્યનું કાઠું મુખ્યત્વે ધાર્મિક સંસ્કારથી બંધાયેલું હતું. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ તેનો મુખ્ય સૂર હતો. તેના કવિનું લક્ષ્ય પરલોક અને પરમેશ્વર હતા. જૈન કવિઓ તીર્થંકર નેમિનાથ અને આચાર્ય સ્થૂલિભદ્ર જેવાને નિમિત્તે શૃંગારનાં ચિત્રો આપે છે તે વૈરાગ્યના બોધ માટે; અખો અને ભોજો સમકાલીન સમજ પર ચાબખા મારે છે. અસત્યનું આવરણ દૂર કરીને પરબ્રહ્મ પારખવા; દયારામ શૃંગારની છોળો ઉડાડે છે તે ‘દયાપ્રીતમ’ને રીઝવવા ‘નરસ સખી’ નાચે છે નીજ સ્વામીને પ્રત્યક્ષ કરવા; મીરાં અંતરની વિરહવ્યથા વેધક શબ્દોમાં ઠાલવે છે.
‘ગિરિધર નાગર’ને પામવા, પ્રેમાનંદ અને શામળ જેવા, મુકાબલે ઐહિક રસના ગણાતા, કવિ પણ આખ્યાન કે વાર્તાને અંતે ધર્મ – લાભની જ ફલશ્રુતિ સંભળાવે છે ! આનો અર્થ એ નથી કે મધ્યયુગના સઘળા કવિઓ લોકૈષણા અને વિતેષણાથી પર હતા. પ્રેમાનંદ અને શામળ જેવા કવિઓ આખ્યાન અને વાર્તા કહીને યશ ને અર્થની સારી એવી પ્રાપ્તિ કરી ગયા હતા. તેમ છતાં એમાંના મોટા ભાગનાને મન કવિતાનું સર્જન સાત્વિક આત્માભિવ્યક્તિ દ્વારા પરમાત્મપ્રાપ્તિના સંનિષ્ઠ પુરુષાર્થરૂપ હતું. પદ, આખ્યાન, રાસ, ગરબો, ગરબી, ધોળ, થાળ, આરતી, બારમાસી વગેરે લિખિત સાહિત્યના અને વ્રત-ઉખાણાં, હાલરડાં, રાજિયા વગેરે કંઠસ્થ લોકસાહિત્યના પ્રકારો પણ થોડેવત્તે અંશે લોકોના સામાજિક રીતિરિવાજ અને ધાર્મિક ઉત્સવને અનુષંગે ઉત્પન્ન થયેલા હતા. આમ, આપણું જૂનું સાહિત્ય મહદંશે ધર્મના રંગે બાહ્યાભ્યંતર રંગાયેલું હતું.
આ બધી બાબતોમાં પ્રાચીન-મધ્યકાલીનની સાથે અર્વાચીન સાહિત્યની ઉપલક દ્રષ્ટિએ તુલના કરીશું તોપણ જણાવ કે પેલાના કરતાં આનું વ્યક્તિત્વ જ નિરાળું છે. અવાચીન યુગમાં ગધનું ખેડાણ પુષ્કળ થયું. ગદ્યપદ્યના અનેક નવી- સાહિત્યપ્રકારો વિકસ્યા. સાહિત્યકારની નજર પરલોક તજીને ઈહલોક તરફ વળી, કવિપદના ભાન સાથે નવા યુગના કવિ- કવિતાના કસબનું જ્ઞાન પણ ધ્યાન ખેંચી રહ્યું . તેની વિચક્ષણ બુદ્ધિએ વિષય, સ્વરૂપ અને શૈલીના સંખ્યાબંધ નવા પ્રયોગ કર્યા. સમકાલીન જીવનની લગભગ બધી જ તાસીર સાહિત્યમુકુરમાં ઝિલાઈ. ધાર્મિક, સામાજિક, રાજકીય, સાહિનિક અને સાંસ્કૃતિક એમ સઘળા પ્રશ્નોની સાહિત્યમાં રીતસર મોકળે મને થી થવા લાગી.
પ્રજાની તેમજ તેમના મુખરૂપ કવિની સાહિત્યસમજ ઉત્તરોત્તર ખીલતી ગઈ. સાહિત્યમાંથી સાંપ્રદાયિકતા ઘસાતી જઈને માનવતા અને વિશ્વજનીનતાની સ્થાપના આ ગાઈ. આમ, અર્વાચીન યુગમાં આવતાં, સાહિત્યની ક્ષિતિજો વિસ્તરતી જઈને નવાં રૂપ અને તેજ ધારણ કરતી જણાય છે. આવી સતત પલટા ખાતી પરિસ્થિતિ વચ્ચે નર્મદ-દલપત, નવલરામ નંદશંકર, મણિલાલ-ગૌવર્ધનરામ, નરસિંહરાવ-રમણભાઈ આદિ લેખકો ઊછર્યા હતા. એ લેખકોના માનસ તેમજ વ્યક્તિત્વનું ઘડતર એ પરસ્પર સંઘર્ષ પામતાં સંસ્કારબળો વડે થયું હતું. આ લેખકોએ તે બળોને પોતપોતાની રીતે ઝીલ્યાં છે. પચાવ્યાં છે અને કવચિત પડકાર્યા પણ છે. પૂર્વ-પશ્ચિમ – સંસ્કાર-સંઘદને ગુજરાતી સાહિત્ય પર વ્યાપક અને દૂરગામી અસર ઉપજાવી છે. એટલે સાહિત્યનો ઇતિહાસ સમજનારને તે સંસ્કારબળોનુ સામાન્ય પીઠિકારૂપે અવલોકન કરવું આવશ્યક છે.
– ડો. ધીરુભાઈ ઠાકર
પ્રશ્નો :
(1) મધ્યકાલીન યુગમાં ગદ્ય સાહિત્યની શું સ્થિતિ હતી ?
(2) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસર્જકોની સર્જકતાના કેન્દ્રસ્થ વિચારની સમીક્ષા કરો.
(3) અર્વાચીન ગુજરાતી સાહિત્યની સર્જકકર્મમાં સાહિત્યકારની બદલાયેલા દૃષ્ટિકોણની રજૂઆત કરો.
(4) મધ્યકાળ અને અર્વાચીન યુગના સાહિત્યની મુખ્યત્વે લાક્ષણિકતાઓ વર્ણવો.
(5) પ્રસ્તુત ફકરાનો સાર લખો.
જવાબો:
(1) મધ્યકાલીન યુગમાં ગધસાહિત્યને પ્રોત્સાહન મળેલું ન હતું. તે ફક્ત વેપારીના યોપડે, રોજિંદી વાતચીતમાં, ધર્મગ્રંથોના વિવેચનમાં સચવાયેલું હતું. એથી વિશેષ સાહિત્યમાં એને કોઈ સ્થાન મળ્યું ન હતું.
(2) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસર્જકોની સર્જકતા પાછળ મુખ્ય હેતુ ભક્તિ-જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ આપવાનો હતો. જુદા જુદા સાહિત્યપ્રકાર પ્રમાણે તે સમયના કવિઓ પોતાની વાત રજૂ કરતા પણ મૂળ હેતુ તો ભક્તિ-જ્ઞાન અને વૈરાગ્યનો જ રહેતો. જોકે પ્રેમાનંદ અને શામળે આખ્યાન અને પધવાર્તાઓ લખીને યશ અને અર્થની પ્રાપ્તિ પણ કરી હતી.
(૩) અર્વાચીન ગુજરાતી સાહિત્યમાંના સાહિત્યકારના સર્જકકર્મને નવું આકાશ મળ્યું તેમ કહી શકાય. પધની સાથે સાથે ગદ્યનું પણ ખેડાણ પુષ્કળ પ્રમાણમાં થયું. સાહિત્યકારની નજર પરલોક ત્યજીને ઈહલોક પર ઠરી. સાહિત્યકારો વિષય-સ્વરૂપ અને શૈલીની કક્ષાએ નવા નવા પ્રયોગો કરતા થયા.
(4) મધ્યકાળ મુખ્યત્વે આધ્યાત્મના ભાવ પર રચાયું છે. તેમાં મોટા ભાગના સર્જકો (અમુક અપવાદ બાદ કરતાં) યશ કે આર્થિક લાભ માટે લખતાં હતા નહિ. વળી, મધ્યકાળનું જે સાહિત્ય છે તે મોટે ભાગે કંઠોપકંઠ જળવાયું છે અને કોઈ પ્રસંગ કે તહેવારના અનુસંધાને પ્રગટ થયું છે.
(5) સાહિત્ય એટલે સમાજનો અરીસો, પ્રસ્તુત ફકરામાં રજૂ થયેલ મધ્યકાળ અને અર્વાચીન સાહિત્ય જે-તે સમયનો અરીસો છે. મધ્યકાળના સાહિત્ય દ્વારા આપણે તે સમયના જનસમુદાયનો ખ્યાલ મેળવી શકીએ છીએ. અક્ષરજ્ઞાન કદાચ ઓછું હોઈ શકે, પરંતુ આત્મજ્ઞાન ખૂબ વિશાળ હશે તેનો પુરાવો મધ્યકાળ આપે છે.
અર્વાચીન કાળમાં સાહિત્યકારો પશ્ચિમી સાહિત્યના સંપર્કમાં સહજ આવેલાં. જેથી નવા નવા પ્રયોગો-વિષયો થકી નૂતન સાહિત્ય આપણને મળ્યું. આમ, જે પુરાતન છે એની કેડીએ ચાલીને અર્વાચીન સાહિત્ય મળ્યું, બંને અમૂલ્ય ગણાવી શકાય.
PARAGRAPH – 5
ખરું જોતાં માણસના વિકાસને હદ જ બાંધી ન શકાય. વૃક્ષ આકાશમાં જેટલું વિકાસ પામે તેટલું ઓછું છે. મનુષ્ય વિશે પણ એમ છે. મનુષ્યનો આદર્શ હંમેશાં અપ્રાપ્ય રહે છે, જેમ જેમ તે આગળ જશે તેમ તેમ આદર્શ પણ આગળ જશે. મનુષ્ય જીવનમાં ચાલ્યા જ કરવાનું છે. આદર્શ જ્યારે પ્રાપ્ય બને છે ત્યારે તે આદર્શ મટી જાય છે. આદર્શનું કામ માણસને દોરવાનું
છે. ઈશુનો આદર્શ જુઓ. તેણે કહ્યું કે જયારે પ્રભુનું રાજય પૃથ્વી પર અવતરશે ત્યારે માણસો એકબીજાને ચાહશે, લડાઈઝગડા છોડી દેશે. એકબીજાને દ્વેષ નહિ કરે, લોહી વહેતું બંધ થઈ જશે. લોકો તલવારના દાતરડા કરશે, વાઘ અને બકરી એક આરે પાણી પીશે, રોગ દુ:ખ મટી જશે. તે મુજબ નરસિંહ મહેતાએ વૈષ્ણવજમનો આદર્શ મૂક્યો. આપણે જોઈ શકીએ છીએ કે આ બંને આદર્શમાં વર્ણવેલી સ્થિતિ ક્યારેય પણ સંપૂર્ણતયા બનવી શક્ય નથી પણ એટલે એ ખોટી છે અને માટે આપણે પ્રયત્ન છોડી દેવો જોઈએ એમ નથી. એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન તો ચાલુ જ રહે. ઊલટું આપણે એ તરફ કેટલું ચાલ્યા અને હંમેશાં સરખામણી કરવાનો પ્રસંગ એ આદર્શથી મળે છે.
– સુંદરમ્
પ્રશ્નો :
(1) જીવનમાં આદર્શનું શું મહત્ત્વ છે ?
(2) જગતની મહાન વિભૂતિઓએ આદર્શને કઈ રીતે પોતાના જીવનમાં સ્થાન આપ્યું હતું ?
(3) શું જીવનમાં આદર્શનું પણ આયુષ્ય નિશ્ચિત છે ? કારણ સાથે સમજાવો.
(4) પ્રસ્તુત ફકરાનો સાર આપો.
(5) પ્રસ્તુત ફકરાનું શીર્ષક લખો.
જવાબો :
(1) જીવનમાં આદર્શનું હોવું એટલે માનવીનું સાચી દિશા તરફ ગતિશીલ હોવું. આ સાચી દિશા તરફ ગતિશીલ રહેવું એટલે. જે મેળવવાનું છે તે મળી જ રહે એમ નહિ, પરંતુ વધુ ને વધુ સાર્થ મેળવવા માટે પ્રયત્ન કરતા રહેવું.
(2) જગતની મહાન વિભૂતિઓએ હંમેશાં ફક્ત પોતાના માટે જ નહિ બલકે સમગ્ર દુનિયા માટે આદર્શમય જીવનને પ્રોત્સાહનની વાત કરી છે. ઈશુ માણસ માણસ વચ્ચે પ્રેમનો સંવાદ સધાશે તેવી એષ્ણા રાખેલી, જ્યારે નરસિંહ મહેતાએ વૈષ્ણવ ધર્મમાં રહેલા ઉમદા ગુણોને સૌ કોઈ અપનાવે તેવી વાત તરફ ઇશારો કરેલો છે.
(3) ના, ક્યારેય નહિ. કોઈ પણ આદર્શ અમુક ચોક્કસ સમય માટે જ હોય એવું ક્યારેય માનવું જોઈએ નહિ. આદર્શ માટે જે પણ સ્થિતિ તરફ જવા માટેનો માર્ગ સૂચવાયો હોય એ સંપૂર્ણપણે અમલી બનશે જ એવું વિચારી શકાય જ નહિ, પરંતુ તેનો બને એટલો સફળ અમલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
(4) આદર્શ વગરનું જીવન નકામું છે. જ્યારે આપણે કોઈ પણ આદર્શને આપણું જીવન અર્પીએ છીએ ત્યારે પૂર્ણપણે તે આદર્શ પળાશે જ, તેવું હોતું નથી. પણ આપણે તે આદર્શ પ્રમાણે આપણું જીવન વ્યતીત કરવા બંધાયેલા છીએ તે ચોક્કસ.
(5) પ્રસ્તુત ફકરામાં રજૂ થયેલી વાત અનુસાર તેનું શીર્ષક આ આપી શકાય, ‘આપણા જીવનમાં આદર્શનું સ્થાન’