આજના બ્લોગમાં આપણે જાણીશું કે, શિક્ષણનું મનોવિજ્ઞાનમાં માપન અને મૂલ્યાંકન?, સ્વઓળખ, જીવન-કૌશલ્યનો અર્થ,જીવન કૌશલ્યનું મહત્ત્વ, મૂલ્ય શિક્ષણમાં મૂલ્યનો અર્થ અને વિભાવના વિષે ચર્ચા કરીશું.
Education નો શાબ્દિક અર્થ
Education = to train (તાલીમબદ્ધ કરવું) Educere= to lead out (અંદર પડેલાને બહાર કાઢવું) Educare=to bring out (બહાર લાવવું) E + duco= bring up (અંદરથી વિકસિત કરવું)
માણસનાં શરીર, મન, આત્મામાં જે કંઈ શ્રેષ્ઠ છે તે બધું બહાર લાવવું એટલે શિક્ષણ. – ગાંધીજી
માપન અને મૂલ્યાંકન
હાલના સમયમાં વિદ્યાર્થીના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પર ભાર મુકાયો છે.
વિધાર્થી જે કંઈ શીખે એ બધું પારંગતતાની કક્ષાએ જ શીખે એ અભિગમ પર ભાર મૂકવામાં આવે છે.
ત્યારે શિક્ષકે વિવિધ પ્રકારની કસોટીઓનું અર્થઘટન કઈ રીતે કરવું ? મૂલ્યાંકનનો હેતુ શો છે ? કયા પ્રકારની કસોટીઓ લેવી ? નિદાન અને ઉપચારની વિવિધ પ્રયુક્તિઓનો કેવી રીતે વિનિયોગ કરવો ? જેવા અનેક પ્રશ્નોનો ઉકેલ મનોવિજ્ઞાન આપે છે.
સ્વઓળખ
શિક્ષકના વ્યક્તિત્વના પણ આગવાં પાસાં છે. પોતાની અંગત સમસ્યાઓ, ખૂબીઓ-ખામીઓ હોય છે.
આ બધાની અસર શિક્ષણકાર્ય પર ન પડે તે અંગે સભાન રહેવું જરૂરી છે.
પોતાની શક્તિ-મર્યાદાને ઓળખી હકારાત્મક પાસાંઓનો વિકાસ અને નબળાં પાસાંઓનું નિર્મૂલન, પોતાની ક્ષમતા અને આવડતનો મહત્તમ ઉપયોગ કરી શિક્ષણકાર્યને સમૃદ્ધ કરવામાં એક શિક્ષક ડગલે ને પગલે માર્ગદર્શક બને છે.
1. શૈક્ષણિક મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે. 2. શૈક્ષણિક મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનના સામાન્ય સિદ્ધાંતોનો શિક્ષણમાં વિનિયોગ કરનારું શાસ્ત્ર છે. 3. શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ વ્યાવહારિક છે. 4. શૈક્ષણિક મનોવિજ્ઞાન પ્રયોગાત્મક છે. 5. શૈક્ષણિક મનોવિજ્ઞાન ગવેષણાત્મક છે.
જીવન-કૌશલ્યનો અર્થ :-
જીવન-કૌશલ્યો એટલે એવાં કૌશલ્યો/શક્તિઓ/આવડતો કે જે વ્યક્તિને રોજિંદાજીવનના પડકારોને હકારાત્મકતાથી ઝીલવા અને દૈનિક જીવનની જરૂરિયાતોને કુશળતાપૂર્વક પૂર્ણ કરવા માટે સક્ષમ બનાવે છે.
જીવન-કૌશલ્ય એ વ્યક્તિની નિહિત શક્તિ છે, હસ્તગત કરેલ આવડત છે અને ખીલવેલું કૌશલ્ય છે. તેના દ્વારા વ્યક્તિ પોતાની જરૂરિયાતો વિના વિઘ્ન સંતોષી શકે છે.
જીવન કૌશલ્યનું મહત્ત્વ :
વિદ્યાર્થીઓ પોતાની શારીરિક-માનસિક ક્ષમતાઓનો વધુમાં વધુ ઉપયોગ કરીને વ્યક્તિનો સર્વાંગી વિકાસ સાધી શકે છે. જીવન કૌશલ્યો હસ્તગત થતાં જ વ્યક્તિત્વ અને સામર્થ્યનો વિકાસ થાય છે અને પરિણામે માનવજીવન ઉન્નત બને છે. વિધાર્થીઓમાં જીવન કૌશલ્યો વિકસાવવાથી તે જવાબદાર, રક્ષક કાર્યદક્ષ અને સમાજના વિકાસમાં ફાળો આપતા નાગરિક તરીકે વિકસે છે. WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા) એ તારવેલાં મહત્ત્વપૂર્ણ કૌશલ્યો નીચે મુજબ છે : 1) સ્વજાગૃતિ 2) સમાનુભૂતિ – પરાનુભૂતિ 3) સમસ્યા ઉકેલ 4) નિર્ણયશક્તિ 5) અસરકારક પ્રત્યાયન 6) આંતરમાનવીય વ્યવહાર 7) સર્જનાત્મક ચિંતન 8) વિવેચનાત્મક ચિંતન 9) સંવેગાનુકુલન 10) તનાવઅનુકૂલન
અધ્યયન એટલે ઊંચે જવું. પારંગતતા સ્તરે ક્ષમતાસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે શિક્ષક-વિધાર્થી વચ્ચેનો પારસ્પરિક વ્યવહાર એટલે અધ્યયન – અધ્યાપન પ્રક્રિયા.
યાદ રાખો : મૂર્ત : જે વસ્તુ, વાત કે ઘટનાને સ્પર્શી શકાય, જોઈ શકાય કે અનુભવી શકાય તે મૂર્ત કહેવાય છે. દા.ત., પાણી અમૂર્ત : વિચાર, સંવેદના કે ભાવ પ્રત્યક્ષ રીતે જોઈ કે સ્પર્શી શકાતાં નથી, પરંતુ માત્ર માનસિક સ્તરે અનુભવી શકાય તે અમૂર્ત કહેવાય છે. દા.ત., પ્રેમ
જે. વેલ્ટને અધ્યાપન સૂત્રોની વ્યાખ્યા આપી. ‘પૂર્ણથી ખંડ તરફ’ સૂત્ર ગેસ્ટાલ્ટના સમષ્ટિવાદના સિદ્ધાંત પર આધારિત છે. અધ્યાપન સૂત્રોની વાત સૌપ્રથમ વખત હર્બાટ સ્પેન્સરે કરી.
મૂલ્ય એ મૂળભૂત રીતે તત્ત્વજ્ઞાન (Philosophy)નો શબ્દ છે. મૂલ્યનો સંબંધ માનવજીવન સાથે છે.
જીવનને વધુ સારું અને સુંદર બનાવવું તેનું અંતિમ લક્ષ્ય છે. મૂલ્ય એક વિચાર છે, સંકલ્પના છે. એટલે કે જીવનના કંઈ મહત્ત્વપૂર્ણ હોવા વિશેના વિચાર કે સંકલ્પના એટલે મૂલ્ય. મૂલ્ય વિશેની સંકલ્પના નીચેની વ્યાખ્યા દ્વારા સ્પષ્ટ થાય છે.
મૂલ્યો એ સામાજિક આંકાક્ષાઓ છે, લક્ષ્યાંકો છે કે જે સામાજિકીકરણની પ્રક્રિયા દ્વારા આત્મસાત્ થયા પછી તે પસંદગીયુક્ત કદર કરવા યોગ્ય ધોરણોનું સ્વરૂપ ધારણ કરે છે.
આપણી ઈચ્છાઓ, આવેગો, આકાંક્ષાઓ, જરૂરિયાતોને તૃપ્ત કરે તે મૂલ્યો છે. તે આપણી કામનાઓને તૃપ્ત કરે છે. -બ્રુબેકર
મૂલ્યોનો સંબંધ કોઈ બાબતની ઉપયોગિતા, ગુણવત્તા, કિંમત કે મહત્ત્વ સાથે પણ છે, તેથી જ બ્રુબેકર મૂલ્યોને માનવજીવનની ઈચ્છાઓ, આવેગો, જરૂરિયાતો સંતોષતું એક પરિબળ ગણે છે.
મૂલ્યોનું લક્ષ્ય જીવનને સત્યમ્, શિવમ, સુંદરમ્ તરફ દોરી જવાનું છે.
જીવનમાં “શું સારું, શું ખોટું” તેના નિર્ણય તરફ મૂલ્યો માણસને દોરી જાય છે.
Sanjay Mahakal is an educator and digital creator with expertise in Mathematics. He is the founder of Sigma Gyan, a platform providing quality educational content for students (Grades 6-12) and competitive exam aspirants (TET, TAT, HTAT). Through his website SigmaGyan.in and YouTube channel Sigma Gyan 1.0, he simplifies complex topics with engaging lessons. His mission is to make learning easy and accessible for all. 🚀📚