બચાવ પ્રયક્તિ એટલે શું?
વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન અનેક ધ્યેય રાખે છે અને તેની પૂર્તતા માટે સતત પ્રયત્નશીલ રહે છે. લક્ષ્યપ્રાપ્તિના માર્ગમાં જે અવરોધો આવે તેના કારણે તે વ્યક્તિમાં વૈલ્ય જન્મે છે. આ પ્રકારની માનસિક તંગદિલીને હળવી કરવા માટે વ્યક્તિ કેટલાક પરોક્ષ ઉપાયોનો આધાર લે છે, જેને બચાવપ્રયુક્તિઓ (Defence Mechanisms) કહેવામાં આવે છે.
બચાવપ્રયુક્તિઓની સંકલ્પના:
વ્યક્તિ હતાશા કે વૈફ્સથી બચવા માટે જે મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિઓનો આશ્રય લે છે તે પ્રયુક્તિઓને બચાવપ્રયુક્તિઓ, માનસિકપ્રયુક્તિઓ કે અનુકૂલન પ્રયુક્તિઓ કહેવામાં આવે છે. – ચૌહાણ
જેના દ્વારા લોકો તેમના હેતુઓ સિદ્ધ કરે, તંગદિલી હળવી કરે અને સંઘર્ષ દૂર કરે તેને અનુકૂલનપ્રયુક્તિ કહેવામાં આવે છે. – શેફર અને શોબેનવ્યક્તિ પોતાના અહમ્ને જાળવી રાખવા માટે જે પ્રયત્નો અચેતન રીતે કરે છે તે બચાવપ્રયુક્તિ છે. – કોલમેનબચાવપ્રયુક્તિઓની સંકલ્પના ફ્રોઈડે ઈ.સ. 1959માં વિકસાવી.
બચાવ પ્રયુક્તિઓ નીચે મુજબ છે.
(1) તાદાત્મ્ય
તાદાત્મ્ય વ્યાખ્યા:
- જ્યારે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ, સંસ્થા વિચાર અથવા આદર્શ સાથે એકાત્મ ભાવ અનુભવે છે ત્યારે તાદાત્મ્ય અનુભવે છે એમ કહેવાય.
- વ્યક્તિગત ધોરણે મળેલી નિષ્ફળતા કે પોતાની ઊણપોને ભૂલી જવાની પ્રક્રિયા.
અન્ય વિગતો:
- મુગ્ધાવસ્થા કે તરુણાવસ્થામાં આ બચાવપ્રયુક્તિ જોવા મળે છે.
- જે વ્યક્તિ સાથે તાદાત્મ્ય અનુભવાતું હોય, તેના સદુગુણોનું અનુકરણ થાય તો ચારિત્ર્ય ઘડતર થઈ શકે.
- અસામાજિક પાત્રો સાથે તાદાત્મ્ય અનુભવે તો તે વ્યક્તિ મનોવિકૃતિનો ભોગ બને છે.
ઉદાહરણ:
- નવલકથા વાંચતી વખતે કે ફિલ્મ જોતી વખતે નાયક-નાયિકા વચ્ચે તાદાત્મ્ય સધાય છે.
- ક્રિકેટમાં નિષ્ફળ જનાર ખેલાડી પ્રખ્યાત ખેલાડીની જેમ રમવાનો પ્રયત્ન કરે.
- વિદ્યાર્થી પોતાના પ્રિય શિક્ષક સાથે તાદાત્મ્ય કેળવે છે.
(2) આક્રમકતા
આક્રમકતા વ્યાખ્યા:
- જ્યારે વ્યક્તિ કોઈ પણ બાબતમાં હતાશા કે વૈલ્ય અનુભવે, તેમજ કોઈ કાર્યમાં તેની જરૂરિયાતની પૂર્તિ થતી નથી ત્યારે તે આક્રમક બને છે. જેને આક્રમકતા કહે છે.
અન્ય વિગતો:
- વિરોધી લાગણીઓ દબાવવાથી કેટલીકવાર માઠાં પરિણામો આવે છે.
- પણ સંયમિત રીતે હૈયાવરણ ઠાલવી દેવાથી વ્યક્તિ સંતુલિત બને છે.
ઉદાહરણ:
- પોતાનું ધાર્યું ન થતાં સાસુ વહુ પર સ્સો ઠાલવે છે.
- આચાર્ય કે અધ્યાપકોના વર્તનથી દુભાયેલા વિદ્યાર્થી આંદોલન કરે છે, તોડફોડ કરે છે.
(3) પ્રક્ષેપણ
પ્રક્ષેપણ વ્યાખ્યા:
- જ્યારે વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠા કે મોભો જાળવી રાખવા માટે પોતાના દોષો- ખામીઓનો બીજા પર ઢોળી દે છે ત્યારે તેને પ્રક્ષેપણ કહેવામાં આવે છે.
- પોતાના મનોભાવોનું પ્રતિબિંબ બીજામાં નિહાળવું તેને પ્રક્ષેપણ કહે છે.
અન્ય વિગતો:
- આ તાદાત્મ્યથી વિરોધી પ્રયુક્તિ છે.
- વ્યક્તિ જાણ્યે-અજાણ્યે પોતાના ગુણ દોષ, આશા કે વૃતિઓનું સામેનો વ્યક્તિમાં અજાણતા આરોપણ કરે છે.
ઉદાહરણ:
- ઝઘડામાં માર ખાઈને આવનાર વ્યક્તિ જણાવે ચે કે હું અહિંસામાં માનું છે.
- પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી કહે છે. કે પેપર અઘરું હતું.
- શાળામાં મોડા આવનાર શિક્ષક કહે છે કે રસ્તામાં ટ્રાફિક વધુ હતો.
(4) ઊધ્વીંકરણ
ઊધ્વીંકરણ વ્યાખ્યા:
- સમાજને અસ્વીકાર્ય એવી વ્યક્તિના વર્તનને સમાજ સ્વીકાર્ય એવા સ્વરૂપમાં ફેરવવાની ક્રિયા એટલે ઊધ્વીંકરણ.
- સામાજિક રીતે અસ્વીકાર્ય વર્તનને સ્થાને સ્વીકાર્ય વર્તન મૂકી માનસિક તંગદિલી હળવી કરવાના પ્રયાસને ઊધ્વીંકરણ કહે છે.
અન્ય વિગતો:
- વ્યક્તિ આવી માનસિકતાને સમાજ ઉપયોગી બને અને સમાજ સ્વીકારી શકે તેવી દિશામાં પ્રયોજે.
ઉદાહરણ:
- ગેરમાર્ગે જતી જિજ્ઞાસાવૃત્તિને સંશોધન તરફ વાળે.
- સંગ્રહવૃત્તિને જ્ઞાનસંગ્રહ તરફ વાળે.
- ચિત્રકલા, સંગીતકલા કે સાહિત્ય સર્જન દ્વારા પોતાની જાતીય વૃત્તિના ઊર્ધીકરણથી વ્યક્તિ અને સમાજનું શ્રેય સાધે છે.
(5) ક્ષતિપૂર્તિ
ક્ષતિપૂર્તિ વ્યાખ્યા:
- કોઈ એક ક્ષેત્રમાં નિષ્ફળતાને વરેલી વ્યક્તિ અન્ય ક્ષેત્રમાં પ્રાવીણ્ય પ્રાપ્ત કરીને એક ક્ષેત્રની નિષ્ફળતાને બીજા ક્ષેત્રની સિદ્ધિમાં ફેરવી દે છે તેને ક્ષતિપૂર્તિ કહે છે.
અન્ય વિગતો:
- કોઈ એક ક્ષેત્રની નિષ્ફળતા કે ઊલ્પ ઢાંકવા માટે વ્યક્તિ આ પ્રયુક્તિનો આશ્રય લે છે.
- આ એક વૈકલ્પિક લક્ષ્ય હાંસલ કરવાની પ્રયુક્તિ છે.
ઉદાહરણ:
- પોતાની ડોક્ટર બનવાની ઈચ્છા પૂર્ણ ન થતા પિતા પોતાના પુત્રને ડોક્ટર બનાવી સિદ્ધિ પ્રાપ્ત કર્યાનો સંતોષ મેળવે.
- ચૂંટણીમાં એક-બે વખત હારેલો ઉમેદવાર રાજકારણનું ક્ષેત્ર છોડી દેવાના બદલે ચૂંટણી જીતવાનો યોજનાબદ્ધ પ્રયત્ન કરી સફળતા મેળવે છે.
(6) યૌક્તિકીકરણ (મનમનામણું)
યૌક્તિકીકરણ (મનમનામણું) વ્યાખ્યા:
- જ્યારે કોઈ વ્યક્તિ સામાજિક દ્રષ્ટિએ અસ્વીકાર્ય એવા વર્તનના સમર્થનમાં સમાજને સ્વીકાર્ય દલીલ શોધી કાઢે ત્યારે તેને યૌક્તિકીકરણ કહેવાય છે.
- યૌક્તિકીકરણના બે પ્રકાર છે.
- (1) ખાટી દ્રાક્ષ યૌક્તિકીકરણ કેટલીક વખત સારી અને પોતાને ઉપયોગી પરિસ્થિતિ / વસ્તુ હોવા છતાં મેળવી ન શકવાના કારણે તે વસ્તુ ખોટી કે ખરાબ છે તેમ કહી વ્યક્તિ પોતાની નિષ્ફળતાનો ઢાંક-પિછાડો કરે તો દ્રાક્ષ ખાટી છે તે પ્રકારની બચાવ પ્રયુક્તિ થશે.
- (2) મીઠા લીબું પ્રકારનું યૌક્તિકીકરણ કેટલીક વખત પોતાને કોઈ ખોટી કે ખરાબ વસ્તુ/ઘટના/મળે/બને ત્યારે તેને ખોટું કહેવાના બદલે જે થાય તે સારા માટે થાય તે નીતિ અપનાવે તો તેને મીઠા લીબું પ્રકારનું યૌકીતકીકરણ કહે છે.
અન્ય વિગતો:
- શિયાળાની વાર્તા ‘આ દ્રાક્ષ તો ખાટી છે.’
ઉદાહરણ:
- ખાટી દ્રાક્ષ યૌક્તિકીકરણું ઉદા. એમ. એ., એમ.એડ્ થયેલી વ્યક્તિને બી. એડ્. કોલેજમાં નોકરી ન મળે તો તે પોતાની નિષ્ફળતા પર ઢાંકપિછાડો કરવા દલીલ કરે છે. ‘મારે તો બી.એડ્. કોલેજમાં લેક્ચરર થવું ન હતું. કારણ કે ત્યાં પગારની સરખામણીમાં કામ વધુ કરવું પડે છે.’
- પોતાના વારો આવ્યો પહેલા મીઠાઈ પતી જાય તો મને ગળ્યું ભાવતું જ નથી.
- વ્હિકલમાં પંચર થતા ચાલીને ઓફિસે જવું પડે તો કહે કે આજે સારું વોકિંગ થઈ ગયું.
- સુંદર પત્ની ન મળતાં કહે, રૂપ કરતાં ગુણસારા.
(7) અલ્પિતતા
અલ્પિતતા વ્યાખ્યા:
- કેટલીક વખત વ્યક્તિ જે તે વાસ્તવિકતાનો સામનો કરવાને બદલે પરિસ્થિતિમાંથી બચવા માટે તેઓ તેમાંથી
અન્ય વિગતો:
- પરિસ્થિતિ પોતાને અનુકૂળ ન હોય ત્યારે વ્યક્તિ પલાયનવાદના આશ્રયે જાય છે.
ઉદાહરણ:
- બાળક રિસાઈને અંગૂઠો ચૂસે છે.
- કેટલાક લોકો આબરૂ જવાના ડરથી કે ભયથી સ્પર્ધાઓથી દૂર રહે છે.
(8) દમન
દમન વ્યાખ્યા:
- વ્યક્તિ સમાજમાન્ય કે નૈતિકતાના ધોરણો વિરુદ્ધ એવા વિચારો કે અનૈતિક વિચારોને પોતાના ‘અજ્ઞાત મન’ કે અજાગૃત મનમાં પોતાના જાગૃત અહમનું રક્ષણ કરવા માટે ધકેલી દે છે. જેને દમન કહે છે.
અન્ય વિગતો:
- વ્યક્તિ વાસ્તવિક જીવનથી દૂર ભાગે છે.
ઉદાહરણ:
- કોઈ વડીલ પ્રત્યે અણગમો હોવાં છતાં વડીલ પ્રત્યે રોષ વ્યક્ત કરતો નથી, પરંતુ તેમનો આદર કરે ચે એમના પ્રત્યેના રોષના ભાવને અજાગૃત મનમાં ધકેલી દે છે.

