પ્રસ્તાવના
અભ્યાસના પરિણામો અને શિક્ષણ પદ્ધતિઓ
આજના બ્લોગમાં આપણે જાણીશું, શિક્ષણનું મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના બૌદ્ધિક અને વર્તનાત્મક વિકાસ તરફ છે. અસરકારક શિક્ષણ માટે સુનિયોજિત પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, જેમ કે પ્રેરણાત્મક અને નિષ્કર્ષાત્મક પદ્ધતિઓ, પ્રોજેક્ટ આધારિત અભ્યાસ, વાર્તા કહેવાની પદ્ધતિ અને રમત આધારિત શીખવાનું ટકાવારુ માધ્યમ. આ પદ્ધતિઓ સર્જનાત્મકતા, તર્કશક્તિ અને લાંબાગાળાના જ્ઞાનના અધિગમને પ્રોત્સાહિત કરે છે. સહાયક વાંચન, પ્રદર્શન પદ્ધતિઓ અને ઘરકામના ઉપયોગ સાથે શિક્ષણ પ્રેરક અને અસરકારક બને છે.
અધ્યયન નિષ્પત્તિઓ
શિક્ષણનો મૂળ હેતુ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસનો છે.
અધ્યયન પ્રક્રિયા દ્વારા થતો વિકાસ એક પ્રકારની અધ્યયન- નિષ્પત્તિ છે.
અધ્યયન-પ્રક્રિયાના અંતે થતી ફળપ્રાપ્તિ કે પરિણામને અધ્યયન નિષ્પત્તિ કહેવાય.
શાળાકક્ષાએ શિક્ષકો દ્વારા થતા અધ્યયન-અધ્યાપનને પરિણામે અધ્યેતાઓમાં વર્તન-પરિવર્તન જોઈ શકીએ છીએ.
સર્વ પ્રક્રિયામાં નિષ્પત્તિનું સવિશેષ મહત્વ હોય છે.
ખેતીમાં થતો પાક તેની નીપજ ગણાય.
શિક્ષણ દ્વારા તૈયાર થતી ક્ષમતાવાન, ઉત્પાદક નાગરિક તે શિક્ષણની નીપજ કહેવાય.
અધ્યયન નીપજ-કેન્દ્રી પ્રક્રિયા બનવી જોઈએ.
ઘણી વખત અભ્યાસક્રમ પૂરો થઈ ગયો તેવું સાંભળીએ છીએ, ત્યારે પ્રશ્ન થાય કે, તેની નિષ્પત્તિ શું આવી ? જો કે દરેક વખત વર્ગખંડના નિષ્પત્તિ સારી આવે તેવું બનતું નથી.
કારણ કે અધ્યયન ઉપર ઘણાં પરિબળો અસર કરે છે.
અધ્યયન પ્રક્રિયા અને નિષ્પત્તિ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે.
હકારાત્મક પરિબળો સાથે લઈ અધ્યયન પ્રક્રિયા ઝડપી બનાવી શકાય.
પાઠ આયોજન
અધ્યાપન પદ્ધતિઓ
જ્યારે શા માટે શીખવવુંની વાત કરીએ તો હેતુઓ સ્પષ્ટ થાય છે.
શું શીખવવુંની વાત કરીએ ત્યારે વિષયવસ્તુ સ્પષ્ટ થાય છે અને કેવી રીતે શીખવવુંની ચર્ચા કરીએ ત્યારે શિક્ષણની પદ્ધતિઓ, પ્રવિધિઓ, પ્રયુકિતઓઅને પ્રવૃત્તિઓ વગેરે બાબતોની સ્પષ્ટ સમજ મેળવવી પડે.
શિક્ષણ હેતુલક્ષી પ્રક્રિયા છે.
શિક્ષણ દ્વારા વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનું હોય છે.
જે પરિવર્તન લાવવા માટે વિષયવસ્તુને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવાની સુગ્રથિત, વ્યવસ્થિત, વિશાળ ફલક ઉપરની એક નિશ્ચિત શૈલી ધરાવતી અધ્યાપનની રીત નક્કી કરવી પડે.
આવી ચોક્કસ સ્વરૂપ ધરાવતી અને અધ્યાપન અનુભવો પૂરા પાડવાની જે મુખ્ય કાર્ય યોજના વિચારાય છે તેને અધ્યાપન પદ્ધતિ કહેવામાં આવે છે.
પ્રવચન પદ્ધતિ, જૂથ ચર્ચા પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ, નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ, પ્રોજેકટ પદ્ધતિ, સમસ્યા ઉકેલ પદ્ધતિ વગેરે છે.
અધ્યાપન કાર્યમાં પદ્ધતિ એ મુખ્ય છે.
પદ્ધતિને સમર્થન કરવા અને અસરકારક બનાવવા માટે પ્રવિધિઓ અને પ્રયુકિતઓની મદદ લેવાય છે.
અધ્યાપન પ્રવિધિઓ
પ્રવિધિ માટે અંગ્રેજીમાં Technique શબ્દ પ્રયોજાય છે.
પદ્ધતિ એ પ્રક્રિયાને લગતી બાબત છે. જ્યારે પ્રવિધિ એ અમલીકરણને લગતી બાબત છે.
પદ્ધતિ વર્ગખંડ શિક્ષણ પૂર્વે વિચારવામાં આવે છે.
જ્યારે પ્રવિધિનો ઉપયોગ વર્ગખંડ શિક્ષણ દરમિયાન થતો હોય છે.
કથન, વર્ણન, પ્રશ્નોત્તરી, પ્રદર્શન મુલાકાત વગેરે અધ્યાપન પ્રવિધિના ઉદાહરણ છે.
કોઈ એકમના સ્પષ્ટીકરણ માટે એજ્યુકેશન ટેકનોલોજી કે ટી.એલ.એમ. નો ઉપયોગ એ પણ અધ્યાપન પ્રવિધિ જ છે.
અધ્યાપન કાર્ય દરમ્યાન પદ્ધતિને સહાયકર્તા અન્ય અધ્યયન-અધ્યાપન રીતો
જે પદ્ધતિ હોય તે પ્રવિધિ પણ બની શકે.
કથન, વર્ણન, પ્રશ્નોત્તરી, પ્રદર્શન, મુલાકાત વગેરે અધ્યાપન પ્રવિધિના ઉદાહરણ છે.
કોઈ એકમના સ્પષ્ટીકરણ માટે એજ્યુકેશન ટેકનોલોજી કે ટી.એલ.એમ. નો ઉપયોગ એ પણ અધ્યાપન પ્રવિધિ જ છે.
અધ્યાપન પ્રયુક્તિઓ
પ્રયુકિત માટે અંગ્રેજી શબ્દ Technique છે જેનો અર્થ scheme, trick, a skilful contrivance એટલે કે યુકિત, હિકમત, કળા, વ્યૂહ, દાવપેચ વગેરે થાય છે.
પ્રયુકિતઓનો ઉપયોગ નાના કે નિશ્ચિત ધ્યેય પૂરતો થોડા સમય માટે થાય છે, અને સામાન્ય રીતે પદ્ધતિ કે પ્રવિધિની સફળતાના ભાગરૂપે હોય છે.
વાર્તાકથન, ગાન, નાટ્યીકરણ, પાત્ર અભિનય, શૈક્ષણિક રમત, પપેટ્રી (કઠપૂતળી વિદ્યા) વગેરે પ્રયુકિતના ઉદાહરણ છે.
અધ્યયન-અધ્યાપન કાર્ય દરમિયાન આકસ્મિક ઉત્પન્ન થતી સ્થિતિનાં સમયે ઉપયોગમાં લેવાય છે.
અધ્યાપન પ્રવૃત્તિઓ
પ્રવૃત્તિએ ખૂબ જાણીતો શબ્દ છે.
પ્રવૃત્તિ એટલે સર્જનાત્મક અભિગમ, પ્રવૃત્તિ એટલે જાત અનુભવ, પ્રવૃત્તિ એ જ્ઞાન ગ્રહણનું ઉત્તમ માધ્યમ છે.
ઉત્તમ સાધન છે. બાળકની જન્મજાત મૂડી છે.
અધ્યાપન કાર્ય વખતે બાળકોને ક્રિયાશીલ રાખી ઈન્દ્રિયગમ્ય અધ્યયન અનુભવો પૂરા પાડવા વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
જેમ કે, જાતજાતના નમૂના બનાવવા, અંક બનાવવા કે માટીકામ, ચિત્રકામ, રંગપૂરણી, ચીટકકામ, છાપકામ, ગુણ- લક્ષણ ઓળખ કરાવવા, અખતરા, અનુભવજન્ય પ્રવૃત્તિઓ, તરાડની પ્રવૃત્તિઓ વગેરે. દ્વારા બાળકો આનંદ મેળવે છે.
અધ્યાપનની વિવિધ પ્રયુક્તિઓ
નાટયીકરણ – પાત્રાભિનય પ્રયુક્તિ
જે એકમો નાટ્ય સ્વરૂપે રજૂ કરી શકાય તેવા હોય તેવા એકમોનું નાટ્ય રૂપાંતર કરી વિષયવસ્તુને રજૂ કરાય તો શિક્ષણ કાર્ય રસપ્રદ બને છે.
જો કે બધા જ એકમોમાં નાટચીકરણ પ્રયુકિતનો ઉપયોગ શકય નથી.
આ પ્રયુકિતના યોગ્ય પ્રયોજનથી શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે આત્મીયતા વધે છે, સહયોગ વધે છે,
વિષયવસ્તુને સરળતાથી સમજાવી શકાય છે અને જ્ઞાન લાંબા સમય સુધી યાદ કરાવી શકાય છે.
વિષયાભિમુખ માટે આ પ્રયુકિત ઉપયોગી છે.
આ પ્રયુક્તિના કેન્દ્રમાં વિદ્યાર્થી હોય છે.
વાર્તાકથન
કથનમાં વાર્તાનું તત્વ ભળતા તે રસપ્રદ અને અસરકારક બની જાય છે.
રજૂઆત રસપ્રદ બની જાય છે. માત્ર ખ્યાલ એટલો રાખવો કે વિષયવસ્તુ ગૌણ બની જાય અને વાર્તા મહત્વની બની જાય તેવું ન થવું જોઈએ.
વાર્તાકથનમાં યોગ્ય શૈલી આરોડ-અવરોડ, ડાવ-ભાવ વગેરેનું ધ્યાન રાખવું તે સ્વાભાવિક લાગવું જોઈએ.
વાર્તાકથન પ્રવૃતિના યોગ્ય ઉપયોગથી
બાળકોની કલ્પનાશકિત વિકસે
ગમ્મત સાથે જ્ઞાન મળે છે.
ચારિત્ર્ય ઘડતરલક્ષી મૂલ્યો વિકસે છે.
જ્ઞાન ચિરસ્થાપી બને છે.
શિક્ષકને વિદ્વતા બતાવવાની તક મળે છે.
કથન-ચર્ચા
આ પ્રયુકિત વિચારોના આદાન-પ્રદાનની પ્રક્રિયા છે.
શિક્ષક લાંબા અભ્યાસક્રમને પહોંચી વળવા માટે કથન ચર્ચા પ્રયુકિતનો ઉપયોગ કરે છે.
આ પ્રયુકિત નાના બાળકો માટે ખાસ ઉપયોગી નથી.
વિદ્યાર્થીઓની વયકક્ષાને ધ્યાને રાખી આ પ્રયુકિતનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રયુકિતના યોગ્ય ઉપયોગથી
શિક્ષકને વિદ્રતા બતાવવાની તક મળે છે.
વિદ્યાર્થીઓમાં કલ્પનાશકિત, નિર્ણયશકિત કેળવાય છે. તર્કશકિત,
શિક્ષક-વિદ્યાર્થી અને વિદ્યાર્થી-વિદ્યાર્થી વચ્ચે ચર્ચા થાય છે.
આ પ્રયુકિતનો ઉપયોગ સૂઝ-બૂઝથી ન થાય તો કંટાળાજનક સમયનો બગાડ, વિષયવસ્તુને બદલે ગાડી આડા પાટે ચડી જવાની શકયતા પણ રહેલી છે.
ગાન પ્રયુક્તિ
શિક્ષણ કાર્ય દરમિયાન કાવ્ય, ગીત, ભજન, પદ જોડકણા વગેરેનું ગાન કરી સંભળાવવામાં આવે તેને ગાન પ્રયુકિત કહે છે.
સમૂહ શિક્ષણ માટે અતિ ઉપયોગી છે.
શિક્ષણ રસપ્રદ બનાવી શકાય છે.
કાવ્ય શિક્ષણમાં વિશેષ ઉપયોગી.
સ્મૃતિ શકિત વિકસે, જ્ઞાન ચિરસ્થાયી બને છે.
નિદર્શન પ્રયુક્તિ
નિદર્શન એટલે દર્શાવવું – બતાવવું. શિક્ષક વિદ્યાર્થીઓને પ્રયોગો, નકશા, ચાર્ટ વગેરે બતાવે છે. તેને નિદર્શન પ્રયુકિત કહે છે. જો યોગ્ય રીતે આ પ્રયુકિતનો ઉપયોગ થાય તો
વિષયવસ્તુની સંકલ્પના સ્પષ્ટ બને છે.
જોયેલી વસ્તુ લાંબા સમય સુધી યાદ રહે છે.
પ્રયોગલક્ષી અને પ્રવૃત્તિલક્ષી પ્રયુકિત છે.
શિક્ષણ કાર્ય અસરકારક, ઝડપી અને ગુણવત્તાસભર બને છે.
કઠપૂતળી વિદ્યા
કઠપૂતળીનો અર્થ કાષ્ઠમાંથી બનાવેલી પૂતળી થાય છે.
કઠપૂતળી એ મનોરંજન આપતી લોકકળા છે.
આ દ્રશ્ય-શ્રાવ્ય અનુભવો પૂરા પાડતી કળા છે.
જેનાથી શિક્ષણ રસપ્રદ બને છે.
શિક્ષક પાસે કઠપૂતળી સંચાલની કળા આવશ્યક છે.
રમત દ્વારા શિક્ષણ
કેટલીક એવી રમતો જેને શિક્ષણના એકમ સાથે સાંકળી શકાય છે.
આવી શૈક્ષણિક રમતોના ઉપયોગથી ઉત્તમ શિક્ષણકાર્ય થઈ શકે છે.
આ પ્રયુક્તિથી વિષય શિક્ષણ ઉપરાંત બુદ્ધિ, તર્ક, કલ્પના, વિચાર જેવા કૌશલ્યો વિકસે છે.
આ પ્રયુકિતથી…
વિદ્યાર્થી રમત કે ક્રિયા દ્વારા આનંદ મેળવે છે.
સ્વાનુભવ મેળવી વિવિધ જાણકારી મેળવે છે.
રમત દ્વારા આનંદ અને આતમસંતોષ મેળવે છે.
કેટલાક જીવનલક્ષી મૂલ્યોનું ધડતર થાય છે.
પ્રોજેકટ પદ્ધતિ
આ પદ્ધતિ જ્હોન ડ્યુઈએ રજૂ કરેલા “ક્રિયા દ્વારા શિક્ષણ” અને “અનુભવ દ્વારા શિક્ષણ” ના સિધ્ધાંત પર રચાયેલ છે.
આ પદ્ધતિને મૂર્ત સ્વરૂપ આપવાનું કામ વિલિયમ કિલપેટ્રિક કરેલ છે.
અધ્યયનની પ્રયુક્તિઓ
ઉપરની ચર્ચામાં આપણે જોયું કે અધ્યાપનની વિવિધ પ્રયુકિતઓ છે તેવી જ રીતે અધ્યયનની પણ પ્રયુકિતઓ છે.
અધ્યેતા (વિદ્યાર્થી) સારી રીતે અધ્યયન કરવા માટે વિવિધ પ્રયુકિતઓની મદદ લે છે.
જેને આપણે અધ્યયનની પ્રવૃતિ તરીકે ઓળખી શકીએ.
જેમાં ગૃહકાર્ય તથા પૂરક વાંચનને સામેલ કરી શકાય છે.
ગૃહકાર્ય
અધ્યાપનની પ્રયુક્તિ તરીકે ગૃહકાર્ય મહત્વનુ છે જેમાં વિધાર્થી ગૃહકાર્ય દ્વારા સ્વ-અધ્યયન કરી જ્ઞાન મેળવે છે.ગૃહકાર્ય આપતી વખતે શિક્ષકે કેટલીક કાળજી રાખવી જોઈએ.
ગૃહકાર્ય પ્રમાણસર કક્ષાનુસાર હોવું જોઈએ.
ગૃહકાર્યનો સંબંધ શૈક્ષણિક હેતુઓની પૂર્તિ સાથે હોવો જોઈએ.
વિદ્યાર્થી જાતે કરી શકે તેવી કાળજી રાખવી જોઈએ.
ગૃહકાર્યમાં વિવિધતા હોવી જોઈએ.
ગૃહકાર્ય નિયમિત તપાસવું જોઈએ.
પૂરક વાંચન
વિદ્યાર્થી પાઠયપુસ્તક ઉપરાંત પૂરક વાંચન કરવા પ્રેરાય તે જરૂરી છે જેથી તેના માટે જ્ઞાનના દ્વાર ખુલી જાય છે.
એ રીતે પૂરક વાંચન એ અધ્યયનની ઉત્તમ પ્રયુકિત છે.
પૂરક વાંચન માટે શાળાઓમાં પુસ્તકાલયો છે તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.
પ્રાર્થનાસભામાં પુસ્તક પરિચય કરાવવો.
પુસ્તકોની સમીક્ષા કરાવવી અને તેનું વર્ગ સમક્ષ વાંચન કરાવવું.
પ્રસંગોચિત પુસ્તક પ્રદર્શન કરવું.
પદ્ધતિ, પ્રયુક્તિ અને પ્રવિધિ વચ્ચેનો તફાવત
શિક્ષણની પદ્ધતિઓ
આગમન પદ્ધતિ (Inductive Method)
નિગમન પદ્ધતિ (Deductive Method)
પૃથક્કરણ પદ્ધતિ (Analytical Method)
સંયોજન પદ્ધતિ (Synthesis Method)
નિદર્શન પદ્ધતિ (Demonstration Method)
પ્રયોગ પદ્ધતિ (Laboratory Method)
પ્રકલ્પ પદ્ધતિ (Project Method)
કોયડા પદ્ધતિ (Problem Solving Method)
ભાષા શિક્ષણ
સામાજિક વિજ્ઞાન અધ્યાપન પદ્ધતિઓનું વર્ગીકરણ
આગમન-નિગમન પદ્ધતિ:
આ પદ્ધતિ અત્યંત ઉપયોગી છે. આ એક પદ્ધતિ નથી, પરંતુ બે પદ્ધતિઓ સંયુક્ત રીતે જોડાયેલી છે.
આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ. પરંતુ બે પૈકી ફક્ત એક જ પદ્ધતિ દ્વારા યોજાતું શિક્ષણ અધૂરું નીવડે છે, તેથી બંને સાથે જ ઉપયોગમાં લેવાય તે ઈચ્છનીય છે, આગમન પદ્ધતિ પછી જ નિગમન પદ્ધતિ વાપરવી જોઈએ.
આગમન-નિગમન (Inductive Method)
આ પદ્ધતિ તાર્કિક અને મનોવૈજ્ઞાનિક છે. વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમની તારવણી કરવી તે આગમન પદ્ધતિની વિશેષતા છે.
આ પદ્ધતિમાં પુષ્કળ ઉદાડરણો પરથી અમૂર્ત બાબત, સિદ્ધાંત કે નિયમ નક્કી કરવામાં આવે છે. અનેક ઉદાહરણો પરથી નિયમની તારવણી થતી હોવાથી આ પદ્ધતિ વિદ્યાર્થીકેન્દ્રી અને પ્રવૃત્તિકેન્દ્રી છે.
આ પદ્ધતિથી વિદ્યાર્થીમાં અવલોકનશક્તિ, ચોક્સાઈ આગમનિક તર્કશક્તિ તેમ જ કૌશલ્યોનો વિકાસ થાય છે.
વિદ્યાર્થીઓને પ્રયોગ પદ્ધતિ દ્વારા જ્ઞાન મેળવ્યું હોવાથી તે લાંબો સમય યાદ રહે છે, પરંતુ આ પદ્ધતિ લાંબી અને વધુ સમય ચાલે તેવી છે તેથી, વિદ્યાર્થીઓને કંટાળાજનક લાગે છે.
ઘણી વખત આ પદ્ધતિમાં ખૂબ ઓછાં ઉદાહરણ દ્વારા નિયમની તારવણી કરવામાં આવે તો તેની વિશ્વસનીયતાની શંકા રહે છે. આ માટે નિયમની તારવણી માટે જેટલાં શક્ય તેટલાં વધુ ઉદાહરણો લેવાં અને ઉદાહરણોમાં વિવિધતા રહે તે જરૂરી છે.
આગમન પદ્ધતિનાં વ્યવહારુ ઉદાહરણ
માણસ ગ્રહણશીલ છે.
સૂર્ય પૂર્વમાં ઊગે છે અને પશ્ચિમમાં આથમે છે.
દ્રાક્ષ ખાટી છે.
નિયમની તારવણી વખતે માપનની મર્યાદા ધ્યાનમાં રાખવી જરૂરી છે.
આગમન પદ્ધતિનાં લક્ષણો (Characteristics of Inductive Method)
‘વિશિષ્ટ પરથી સામાન્ય’ ના શિક્ષણ સૂત્ર મુજબનું શિક્ષણકાર્ય
મૂર્ત પરથી અમૂર્તના શિક્ષણ સૂત્ર મુજબનું શિક્ષણકાર્ય
વિદ્યાર્થીઓમાં સ્વયંસ્ફુરણ દ્વારા સામાન્ય નિયમની તારવણી
વિદ્યાર્થીઓને સક્રિય રાખી, અવલોકન, પ્રયોગ, ચિંતન અને તર્કથી ગણિતનું શિક્ષણ અપાય.
શિક્ષક માત્ર માર્ગદર્શક અને દિશાસૂચનનું કાર્ય કરે.
આગમન પદ્ધતિના લાભ (Merits of Inductive Method):
આગમન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ સ્વયંસ્ફુરણાથી જ્ઞાન મેળવે છે, તેથી આ જ્ઞાન સારા પ્રમાણમાં આત્મસાત્ થાય છે.
વિદ્યાર્થીની અવલોકન, પ્રયોગ – ચિંતન, તર્કશક્તિ સારી રીતે કેળવાય છે.
આ પદ્ધતિથી જ્ઞાન માટે ગોખણપટ્ટીની જરૂર રહેતી નથી.
વિદ્યાર્થી ક્રિયાશીલ – પ્રવૃત્ત રહે છે.
પ્રાપ્ત જ્ઞાન સમજપૂર્વકનું હોવાથી ચિરસ્થાયી બને છે.
વિદ્યાર્થીની સંશોધનવૃત્તિ વિકસે છે.
સ્મૃતિનું ભારણ ઓછું હોય છે.
આગમન પદ્ધતિની મર્યાદાઓ (Demerits of Inductive Method)
શિક્ષક બહુ ઓછાં ઉદાહરણો પરથી તારવણી કરે તો તે કદાચ અયોગ્ય તારણ તરફ દોરી જાય છે.
પૂરતાં ઉદાહરણો પરથી સામાન્ય તારણ મેળવવાની આ કાર્ય પદ્ધતિ સમય અને શક્તિ વધુ માગે છે.
શાળા શિક્ષણનાં ઉપલાં ધોરણો તેમ જ કૉલેજ કક્ષાએ આ પદ્ધતિ શુષ્ક અને કંટાળાજનક લાગે છે.
ગણિતનાં સૂત્ર-સિદ્ધાંત-નિયમોની તારવણી માટેના વિષય-એકમો પૂરતી જ આ પદ્ધતિ વિશેષ ઉપયોગી છે.
આ પદ્ધતિ દ્વારા ગણિતનું સૂત્ર-સિદ્ધાંતો-નિયમો તો તારવી શકાય છે, પરંતુ પછીથી તેના જ્ઞાનને દ્રઢ કરવા માટેનું કે ઉપયોગ કરવાનું સોપાન આ પદ્ધતિમાં નથી.આ મર્યાદા આ પદ્ધતિનાં શિક્ષણકાર્યની અધૂરપ સૂચવે છે, જે નિગમન પદ્ધતિમાં દૂર થઈ જાય છે.
નિગમન પદ્ધતિ (Deductive Method)
આ પદ્ધતિ અમૂર્ત પરથી મૂર્ત તરફ” અને “સામાન્ય પરથી વિશિષ્ટ તરફ” જેવાં શિક્ષણ સૂત્રો પર આધારિત છે.
આ પદ્ધતિ આગમન પદ્ધતિથી ઊલટા સ્વરૂપની છે. આમાં વિદ્યાર્થી સમક્ષ સૌપ્રથમ કોઈ વિષય સૂત્ર કે સંબંધ રજૂ કરવામાં આવે છે. વિદ્યાર્થી આ રજૂ કરેલા સૂત્ર કે નિયમનો ઉપયોગ કરી પ્રશ્ન ઉકેલે છે. આમાં સૂત્ર કેવી રીતે તારવ્યું, તે વિદ્યાર્થી સમજી શકતા નથી. આ પદ્ધતિમાં નિગમન પ્રકારનો તર્ક કરવાની શક્તિ વિકસે છે. વિદ્યાર્થીઓ સૂત્રો, નિયમો કે સિદ્ધાંતો યાદ રાખીને ઝડપથી પ્રશ્નો ઉકેલી શકે છે. આનાથી સમય અને શક્તિ બચે છે.
નિગમન પદ્ધતિનાં લક્ષણો (Characteristics of Deductive Method):
સામાન્ય પરથી વિશિષ્ટ’ના શિક્ષણસૂત્ર મુજબ શિક્ષણકાર્ય થાય છે.
‘અમૂર્ત પરથી મૂર્ત’ ના શિક્ષણસૂત્ર મુજબનું શિક્ષણકાર્ય થાય છે.
જ્ઞાત સૂત્ર – સિદ્ધાંત – નિયમના ઉપયોગથી સંબંધિત ગણિત કોયડાઓના ઉકેલ મેળવવાના છે.
શિક્ષકનું કામ વિદ્યાર્થીઓને સંબંધિત સૂત્ર – સિદ્ધાંત, નિયમ આપી દઈને, તેનો ઉપયોગ શીખવીને જવાબ મેળવતાં શીખવવાનું છે.
વિદ્યાર્થીઓએ તર્ક અને ચિંતન કરવાનાં છે, પરંતુ તે એક ચોક્કસ -નિર્દેશિત દિશામાં જ સૂત્રના ઉપયોગ પૂરતો જ તર્ક કરવાનો છે.
નિગમન પદ્ધતિના લાભ
નિગમન પદ્ધતિ ટૂંકી, સરળ અને શિક્ષકોમાં વધુ પ્રચલિત છે.
સમય, શક્તિનો ખર્ચ પ્રમાણમાં ઓછો થાય છે.
અભ્યાસ ઝડપથી સમયસર પૂરો કરવામાં ઉપયોગી છે.
આ પદ્ધતિથી વિદ્યાર્થીઓની સ્મૃતિશક્તિ ખીલે છે.
આગમન પદ્ધતિની પૂરક તરીકે ખૂબ ઉપયોગી નીવડે છે.
આગમન પદ્ધતિથી શીખવાયેલ જ્ઞાનનું દ્રઢીકરણ નિગમન પદ્ધતિ દ્વારા થાય છે.
ગણતરીના વ્યવહારોમાં કે સમસ્યાઉકેલના વ્યવહારોમાં નિગમન પદ્ધતિનો ઉપયોગ રહે છે.
ઉચ્ચ માનસિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ આવકાર્ય બને છે.
શિક્ષકને જ્ઞાન પદ્ધતિનો ઉપયોગ સરળ લાગે છે.
દ્રઢીકરણ ને વિહંગાવલોકનમાં આ પદ્ધતિ ઉપયોગી છે.
દાખલાઓનો ઝડપી ઉકેલ આ પદ્ધતિથી લાવી શકાય છે.
નિગમન પદ્ધતિની મર્યાદાઓ
વિદ્યાર્થીને નિયમ કે સૂત્ર યાદ રહે છે, પરંતુ તેની સમજ વિકસી નથી.
બાળકોમાં પ્રવૃત્તિ આપી શકાતી નથી તેથી તેમના પક્ષે નિરસતા સર્જે છે.
માત્ર સૂત્રનો ઉપયોગ કરી વારંવાર યાંત્રિક ઢબે ગણતરી કરવી બાળકોને કંટાળાજનક લાગે છે.
પ્રાથમિક અને માધ્યમિક શાળા કક્ષાએ આ પદ્ધતિ ખૂબ અસરકારક રહેતી નથી.
વિદ્યાર્થીનાં સમજ – ચિંતન, તર્ક કે સંશોધન વૃત્તિ વિકસાવવામાં મદદરૂપ નથી.
આ પદ્ધતિમાં સમજ વિના સૂત્રો ગોખવાં પડે છે. આગળ જતાં તેનું ભારણ વધતાં વિષય કઠિન બનતો જાય છે.
આ પદ્ધતિમાં સ્મૃતિ પરનું ભારણ વધારે પડતું હોય છે.
સૂત્રની સમજ – પ્રાપ્તિ કે સિદ્ધાંતોમાં બાળક અસ્પષ્ટ રહે છે, માત્ર પોપટિયું જ્ઞાન મેળવે છે,
આ પદ્ધતિમાં શિક્ષણકાર્ય યંત્રવત્ બની જાય છે.
આ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ નથી.
નિગમન પદ્ધતિ એ આગમન પદ્ધતિની પૂરક છે.
આગમન પદ્ધતિમાં નિયમ કે સૂત્ર તરવવામાં આવે છે.
જયારે નિગમન પદ્ધતિમાં નિયમ કે સૂત્ર આપી દેવામાં આવે છે તે આધારે વિદ્યાર્થીઓ પ્રયોગ કરી અથવા દાખલાઓ ગણી સૂત્ર કે નિયમની ચકાસણી કરે છે.
દા.ત., આગમન પદ્ધતિથી ઘાતાંકના ગુણાકાર અને ભાગાકારના નિયમો તારવવામાં આવે છે.
ત્યારબાદ નિગમન પદ્ધતિની મદદથી આ નિયમોનો ઉપયોગ કરી દાખલાઓ ગણાવવામાં આવે છે. નિગમન પદ્ધતિ એ આગમન પદ્ધતિ ઉપર આધારિત હોવાથી તે આગમન પદ્ધતિની પૂરક છે. ગણિત શિક્ષણનો આરંભ આગમન પદ્ધતિથી થાય છે અને નિયમો કે સૂત્રો વિદ્યાર્થીઓ તારવે છે. ત્યારબાદ સમસ્યાઓના ઉકેલમાં એ તારવેલાં સૂત્રોનો ઉપયોગ કરે તે ઈચ્છનીય છે. આમ કરવાથી વિદ્યાર્થીને સૂત્રો ગોખવાં પડતાં નથી. પદ્ધતિઓના લાભાલાભને ધ્યાનમાં લઈએ તો કહી શકાય કે, અસરકારક પરિણામ મેળવવા માટે એકમની શરૂઆતમાં આગમન પદ્ધતિ વાપરવી અને પછી એકમના દ્રઢીકરણમાં નિગમન પદ્ધતિને અજમાવવી જોઈએ. આમ, આગમન અને નિગમન પદ્ધતિઓ એકબીજાની પૂરક છે. બંને એક સાથે ઉપયોગમાં લેતાં અસરાકરક પરિણામો આપી શકે છે.
આગમન-નિગમન પદ્ધતિ વચ્ચેનો તફાવત:
આગમન-નિગમન પદ્ધતિ વચ્ચેનો તફાવત નીચે મુજબ છે: