Close Menu
Sigma Gyan
    What's Hot

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024
    Facebook X (Twitter) Instagram
    Facebook Instagram YouTube WhatsApp Telegram RSS
    Sigma GyanSigma Gyan
    • Home
    • TAT/TET/HTAT Prep
      1. TET Preparation
      2. Educational Psychology
      3. Mains Descriptive Preparation
      4. View All

      TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

      January 7, 2025

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

      December 26, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

      December 19, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

      December 17, 2024

      TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

      January 7, 2025

      Best Preparation Guide for TET, TAT, and HTAT Exams | ટેટ, ટાટ અને એચટાટ પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ કેળવણી માર્ગદર્શિકા

      November 28, 2024

      કેળવણી શાસ્ત્ર TET, TAT અને HTAT પરીક્ષા માટે: મહત્વપૂર્ણ દાર્શનિકો અને સિદ્ધાંતો

      November 26, 2024

      પ્રકલ્પ અને પ્રદર્શન: TET, TAT અને HTAT માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન | Projects and Presentations: Essential Guide for TET, TAT, and HTAT

      November 25, 2024

      પ્રચાર માધ્યમોનાં નિવેદનો (જાહેર નિવેદન): TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 14, 2024

      પત્રકાર પરિષદ : TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 13, 2024

      ઔપચારિક ભાષણ : TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 12, 2024

      ગદ્યસમીક્ષા: TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 10, 2024

      TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

      January 7, 2025

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

      December 26, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

      December 19, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

      December 17, 2024
    • Mock Test
      1. Mock Test For Tat/Tet/Htat
      2. View All

      Interest, Attitude, Aptitude, and Exceptional Children: TET, TAT, HTAT Exam Preparation Mock Test | TET, TAT, HTAT પરીક્ષા માટે મોક ટેસ્ટ : રસ-મનોવલણ- અભિયોગ્યતા-અપવાદરૂપ

      October 29, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Memory and Forgetting | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સ્મરણ અને વિસ્મરણ

      October 16, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Sensation, Attention, and Perception | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ

      October 15, 2024

      Best Human Development Mock Test for Tat/Tet/Htat Exams | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ માનવ વિકાસ મોક ટેસ્ટ

      October 6, 2024

      Interest, Attitude, Aptitude, and Exceptional Children: TET, TAT, HTAT Exam Preparation Mock Test | TET, TAT, HTAT પરીક્ષા માટે મોક ટેસ્ટ : રસ-મનોવલણ- અભિયોગ્યતા-અપવાદરૂપ

      October 29, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Memory and Forgetting | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સ્મરણ અને વિસ્મરણ

      October 16, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Sensation, Attention, and Perception | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ

      October 15, 2024

      Best Human Development Mock Test for Tat/Tet/Htat Exams | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ માનવ વિકાસ મોક ટેસ્ટ

      October 6, 2024
    • Contact Us
    • About Us
    Sigma Gyan
    Home»TAT/TET/HTAT Prep»ઔપચારિક ભાષણ : TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા
    TAT/TET/HTAT Prep

    ઔપચારિક ભાષણ : TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

    sanjay mahakalBy sanjay mahakalDecember 12, 2024Updated:January 8, 2025No Comments18 Mins Read
    Facebook WhatsApp Telegram
    aupcharik-bhashan-tet-tat-htat-pariksha-guide
    Share
    Facebook WhatsApp Telegram

    ઔપચારિક ભાષણ

    ઔપચારિક ભાષણ એટલે શું ?

    જ્યારે વ્યક્તિ એકાદ બે વ્યક્તિઓ સાથે વાત કરે છે એને અંગત વાતચીત કહેવાય છે, પરંતુ જ્યારે વ્યક્તિ એક સમ. કે જૂથ જે સાંભળવા માટે જે એકઠું થયું હોય તેને સંબોધન કરે છે તેને જાહેર ભાષણ કે વક્તવ્ય કહેવામાં આવે છે.
    મીટિંગ, સર્વત્સરી, ઉદ્ઘાટન, આવકાર-સમારંભ, અભિવાદન કાર્યક્રમ કે પછી વિદાય સમારંભ વગેરે પ્રસંગોએ ઔપચારિત ભાષણ અનિવાર્ય છે.

    પરીક્ષામાં ઔપચારિક ભાષણ લખવાની શૈલી :

    ઔપચારિક ભાષણ લખવા માટે સૌપ્રથમ મુખ્યત્વે બે રીતો ધ્યાનમાં લેવી જોઈએ :
    (1) ભાષણની વિષયવસ્તુ
    (2) વિષયવસ્તુની રજૂઆત

    (1) ભાષણની વિષયવસ્તુ :

    વિદ્યાર્થીમિત્રો, તમને જ્યારે પરીક્ષામાં ઔપચારિક ભાષણ પુછાય ત્યારે તેને લખતાં પહેલાં નીચેની બાબતોનું ધ્યાન અવશ્ય રાખો.
    (i) એકદમ જ લખવાનું શરૂ ના કરો, બલકે જે પ્રશ્નમાં વિષયવસ્તુ અપાઈ છે તેના વિષે આપ કેટલા માહિતગાર છો તેમ પોતાની જાત સાથે ચિંતન-મનન કરો.
    (ii) વિષયવસ્તુ પ્રમાણે સંબોધન કરનારનો હોદ્દો અને બુદ્ધિકક્ષા – ભાષણના લખાણ માટે પાયાનું એકમ છે.
    (iii) પ્રશ્નમાં ધ્યાન આપવું અર્થાત્ પ્રશ્નને સમજવો. જેના પરથી વક્તાનો હોદ્દો સમજાશે અને શ્રોતાની ક્ષમતા પણ સમજશે જેના પરથી તમારે વક્તાને ભાષણની ભાષા આપવી પડે.
    (iv) ભાષણની વિષયવસ્તુ અનુસાર જ વાત મૂકવી. વિષયાંતર ક્યારેય ના થાય તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
    (v) ભાષણનો ઉદ્દેશ્ય માત્ર માહિતી આપવાનો છે કે અપીલ કરવાનો, કોઈને આવકારવાનો છે કે વિદાય આપવાનો કે દુઃખવ પ્રસંગે દિલસોજી આપવાનો – તે પ્રમાણે વક્તવ્ય તૈયાર કરવું જોઈએ.

    (2) વિષયવસ્તુની રજૂઆત :

    વિદ્યાર્થીમિત્રો, વિષયવસ્તુ માત્ર સમજાઈ જશે એ જ પૂરતું નથી, પરંતુ આપ કેવી રીતે એ વિષયવસ્તુને ભાષણનું પરિ આપો છો એના આધારે આપના માકર્સ નક્કી થશે.

    (3) ભાષણનું સ્વરૂપ :

    પ્રસ્તાવના : ઔપચારિક ભાષણનો મુખ્ય ભાગ ઉપસંહાર એમ ત્રણ ભાગમાં ઔપચારિક ભાષણનું ઘડતર થાય છે
     
    (i) પ્રસ્તાવના :
    ઔપચારિક ભાષણમાં પ્રસ્તાવના એટલે પહેલો ફકરો.
    જેમાં આપ મહાનુભાવો – શ્રોતાઓને સંબોધન – અભિવાદન કરીને વાત શરૂ કરી શકો છો. (આ શરૂઆત છે, જય આભાર વ્યક્ત કરવો નહિ. અભિવાદન કરી શકાય.)
    વાતની શરૂઆત સમયે આપ વિષયને અનુરૂપ કોઈ અવતરણ, કોઈ નાની ઘટનાની વાતથી કોઈ કાવ્યપંક્તિથી શરૂઆત કરી શકો.
    ધ્યાન રાખો, પ્રસ્તાવના હંમેશા સંક્ષેપમાં જ હોવી જોઈએ.
     
    (ii) મુખ્ય ભાગ :
    ભાષણનો મુખ્ય ભાગ એટલે વિષયવસ્તુની રજૂઆત, સમગ્ર ભાષણનો બીજો ફકરો કે મધ્ય ભાગ ગણાવી શકાય. અ ફકરામાં વિષયવસ્તુનો નીચોડ હોય છે.
    મુખ્ય ભાગમાં વિષયને અનુલક્ષીને તર્કબદ્ધ રજૂઆત, જરૂરી ઉદાહરણો, વિષયની તરફેણામાં કે વિપક્ષની દલીલો વગેરે બાબતોને સમાવવામાં આવે છે.
    આ ભાગમાં કહેવતો, શાયરીઓ, શેર, સુવાક્યોની સાથે સાથે વક્તાના મુખમાં હળવી રમૂજ પણ મૂકી શકાય છે.
     
    (iii) ઉપસંહાર :
    ઉપસંહાર એટલે ભાષણનો અંત. જેમાં મોટે ભાગે વાતની સમાપ્તિ અને આયોજકો અને શ્રોતા ગણનો આભાર માનવામાં આવે છે.
    ખાસ ધ્યાન રાખવું કે પ્રસ્તાવનામાં અભિવાદન કે સ્વાગત કરવામાં આવે છે અને આભાર ફક્ત ને ફક્ત ભાષણના અંતમાં જ મનાય છે.

    ખાસ ધ્યાન રાખવા જેવું :

    ભાષણ લખવાની શૈલી પ્રવાહી રાખવી. અઘરા શબ્દો – લાંબાં વાક્યો કે અસ્પષ્ટ અધૂરા વાક્યો ભાષણને કથળાવી શકે છે.
    ટૂંકા અને અસરકારક તેમજ ચોટદાર લહેકો અસર સારી ઉપસાવે છે.
    આપણી પરીક્ષામાં લેખન થકી ભાષણને ઉપસાવવાનું છે, જેથી વાક્યરચનાનું આયોજન તે રીતે જ થયેલું હોવું જોઈએ.
    ભાષણમાં ઉપયોગી એવી બોલીની લઢણ ઉપસાવવા માટે બોલીનો લહેકો તમારી વાક્યરચના ઉપયોગમાં લેવાનો છે. જેથી વ્યાકરણગત ભૂલોને ટાળવી, વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરવો.

    ઔપચારિક ઉદાહરણો :

    (1) આપ પર્યાવરણમંત્રી છો. કોઈ મેગા સિટીના છેડાના વિસ્તારમાં એક ભવ્યાતિભવ્ય ટાઉનશિપ નિર્માણ પામી રહી છે. જેના ઉદ્ઘાટન પ્રસંગને અનુરૂપ ઔપચારિક ભાષણનું લખાણ તૈયાર કરો.
    આજના સમારોહના અતિથિવિશેષ મહામહિમ રાજ્યપાલશ્રી અ, બ, ક સાહેબ, મુખ્ય મહેમાનશ્રી મુખ્યમંત્રીસાહેબ, રાજ્યભરના ખ્યાતનામ બિલ્ડર્સ ગણ તથા સુજ્ઞ શ્રોતા ગણ. આપ સૌને મારા આદરભર્યા નમસ્કાર. ૫, ૬, ફ શહેરને ગર્વ અપાવશે એવા આ મેગા ટાઉનશિપના ઉદ્ઘાટન પ્રસંગે હું આપ સૌને આવકારું છું. કહેવાયું છે કે, ‘ગમતું રે અલ્યા ગુંજે ના ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ’ બસ એ જ ન્યાયે આજે મને મનને ગમતું તમને વહેંચવા આવ્યો છું. સાથે સાથે મનને જે કહેવું છે, જે ઘણા સમયથી મનને કનડી રહ્યું છે એ પણ કહીશ જ.
    મિત્રો, હું રહ્યો સાદો માણસ અને એમાંય મને પર્યાવરણની રક્ષાનું કાર્ય સોંપવામાં આવ્યું. મારા માટે સોનામાં સુગંધ ભળે એવી આ મારી ફરજ હતી. જોકે આજે મારી ફરજના લેખાજોખાં તમારી સામે હું કાંઈ મૂકવા આવ્યો નથી, પરંતુ જેટલો અંદર ઉતરતો ગયો છું એટલો જાણે પ્રશ્નોમાં ફસાતો ગયો છું એવું લાગે છે. જેની આજે દિલ ખોલીને વાત કરવી છે. આજે આ અઘતન સગવડોથી ભરપૂર એવી ટાઉનશિપ નિર્માણ પામશે, જે શહેરી વિકાસ અને રાજ્યના વિકાસ તરફનું એક સફળ પગલું છે. જ્યારે મને આ કાર્યક્રમ માટે આમંત્રિત કરાયો ત્યારે મેં આયોજકોને પહેલો સવાલ એ પૂછેલો કે, “વિકાસ તમારો થશે પણ જંગલો તો નાશ જ થશે ને ?” આયોજકો અહીં બેઠેલા જ છે, પણ એમના જવાબને કારણે આજે હું દિલથી આ સફળ યજ્ઞમાં જોડાયેલો છું. તેમનો જવાબ હતો, “સાહેબ, જંગલની જગ્યાએ ટાઉનશિપમાં વન અને ઉપવન બંને બનશે અને આજીવન સચવાશે.” અર્થાત તેઓ ઈંટ-કપચીની ઇમારતો તો ઊભી કરવાનો વિચાર ભલે કરતા હોય પણ પર્યાવરણને હાનિ નહિ સાચવણી કરીને પોતાનું કાર્ય પાર પાડી રહ્યા છે. સમગ્ર ટાઉનશિપમાં મળીને બે લાખ જેટલાં વૃક્ષોનું આરોપણ કરાશે, સુંદર ઉપવન ઊભું થશે જે અહીં રહેનારાની સાથે સાથે દૂર-સદૂર રહેનારા સૌનું મન મોહી લેશે. આ કોઈ જાહેરાત નથી, પરંતુ આ ટાઉનશિપના આયોજકોનું આયોજન જોયા પછીની વાત છે. જેની શુભ શરૂઆત આજે થનારા ‘વૃક્ષારોપણ’ કાર્યક્રમથી થનારી છે, જે આપ સૌ જાણો જ છો.
    અત્રે બેઠેલા મિત્રો પૈકી કેટલાક નામાંકિત બિલ્ડર્સ પણ છે. તેઓને મારે એક સુઝાવ આપવો છે. જ્યારે જ્યારે પ્રગતિના પ્રમાણપત્ર સમી આલીશાન ઇમારત શહેરમાં જન્મ લે છે, ત્યારે એની પાછળ કેટલાંય વૃક્ષોનું બલિદાન હોય છે. એ ભૂલવું જોઈએ નહિ. આ સમયે ભલે તમે ઇમારત બનાવો પણ પ્રકૃતિનું ત્રાજવું નીયું ના પડવા દો. આ મારી આપ સૌને આ મંચ પરથી નમ્ર અપીલ અને આગ્રહ છે. તમે તેનો સ્વીકાર અને અમલ કરશો તેવો વિશ્વાસ છે.
     
    મિત્રો, પ્રકૃતિ છે તો આપણે છીએ અને પ્રકૃતિ હશે તો જ આપણે રહીશું. એ ભૂલવું જોઈએ નહિ. આપણે એફ સ્વાર્થી ના બનીએ કે આપણા શ્વાસ જેમાં સચવાયા છે એવી પ્રકૃતિને જ આપણે રક્તરંજિત કરી નાખીએ ! આવું. બને એની તકેદારી રાખવાની પહેલી જવાબદારી આપણા પોતાની હોવી જોઈએ. પ્રકૃતિની રક્ષા આપણે સૌ ભેળા મળી. કરીએ એવી હાકલ, આશા અને વિશ્વાસ સાથે હું મારી વાતને અહીં વિરામ આપું છું. મારી વાતને આપ સૌ તરફથી મળેલો હકારાત્મક પ્રતિભાવ બદલ હું આપ સૌનો આભારી છું.
     
    અસ્તુ.
     
    (2) ‘અ, બ, ક’ શહેરના પોલીસ કમિશનરશ્રીની સફળ કામગીરી બાદ અન્ય શહેરમાં બદલી થઈ છે. પોલીસ કમિશનરશ્ર વિદાય સમારંભમાં એમના કાર્યકાળ અંગે ઔપચારિક ભાષણ માટેનું લખાણ તૈયાર કરો.
     
    આ સમારોહના મુખ્ય અતિથિ માનનીય ગૃહમંત્રીશ્રી, માનનીય ધારાસભ્યશ્રી, જેમની વિદાયમાં આ સમારોહ આયોજિત થયો છે એવા આપણા સૌના વ્હાલા ‘પ, ડ, ફ’ સાહેબ, મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, પોલીસકર્મી ભાઈઓ અને બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરતાં હું આનંદ અનુભવું છું. આપણા શહેરમાં છેલ્લાં ચાર વર્ષથી પ્રમાણિક, નિષ્ઠાપૂર્વક, ઉમદા સેવા આપનાર શ્રી ‘૫, ડ, ફ’ સાહેબની સરકારશ્રીના નીતિનિયમોને આધીન અનન્ય શહેરમાં બદતો થવા જઈ રહી છે, તો સાહેબશ્રીને આ ક્ષણે સ્નેહભરી વિદાય પાઠવવા આપણે સૌ એકઠા થયા છીએ.
     
    આપણા શહેરને 2018થી કમિશનર ‘૫, ડ, ફ’ સાહેબનો લાભ મળેલો. આ સમય દરમિયાન ‘અ, બ, ક’ શહેરને અને સમગ્ર પોલીસકર્મી ભાઈઓ-બહેનોને તેમની બહુમુખી પ્રતિભાનો પરિચય છે જ. આપણા શહેરમાં સાહેબે અનેકવિધ કાર્યોને પાર પાડયાં છે. જેમાં દારૂબંધી અંગે સાહેબનું કડક વલણ ઊડીને આંખે વળગે તેવું છે. નિયમી અને નિર્ણયો ખાલી કાગળની શોભા માટે નથી હોતા એને અમલી પણ કરવા પડે છે એ સાહેબે સમજાવ્યું છે. એમના શિસ્તબ્દ અને નીતિમત્તાને વરેલા સ્વભાવને પરિણામે દારૂ, સટ્ટો, જુગારને રવાડે ચડી ગયેલા યુવાનોને નવજીવન મળ્યું, કારણ કે સાહેબે આવી નિંદનીય જગ્યાને મૂળિયાથી ખત્મ કરી નાખી છે. સાહેબના સચોટ માર્ગદર્શનના પગલે અનેક ઘરોમાં અજવાળું પાછું કર્યું છે એમ કહેવામાં કશી જ અતિશયોક્તિ નથી. વળી, સાહેબશ્રીના કાર્યકાળ દરમિયાન અનેક અસામાજિક તત્ત્વો ભૂગર્ભમાં જતાં રહ્યાં છે જેના લીધે સમગ્ર શહેરમાં શાંતિનો માહોલ સર્જાયો છે. ગર્વ સાથે એક વાત કહેવી પડે કે, સાહેબશ્રીના કાર્યકાળ દરમિયાન બળાત્કાર, ચોરી, લૂંટફાટ, હત્યાના કેસની નહિવત્ જ નોંધણી થવા પામી છે. સાહેબશ્રીની તેજવંત પ્રતિભાના કારણે આપણું શહેર આજે શાંતિ અને સુરક્ષિત શ્વસન કરી રહ્યું છે એમ કહીએ તો કશું ખોટું નથી.
     
    આમ, સાહેબની પાઘડીમાં અનેક છોગાં ઉમેરાયેલાં છે તેમનો આધ્યાત્મિક, દયાળુ, મિલનસાર, હેતાળ સ્વભાવ નાનામાં નાની વ્યક્તિ અને પોલીસકર્મીઓ માટે ‘વડલાના છાંયડા સમાન રહ્યો છે. તેમના કાર્યકાળ દરમિયાન અનેક વાર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એમની નિશ્રામાં આધ્યાત્મિકતાને પણ શહેરમાં વેગ મળ્યો જેલમાં કેદીઓને પણ સમયાન્તરે સાચું માર્ગદર્શન આપીને તેમને નવજીવન આપ્યું છે. તેમનો વ્યવહાર સૌ કોઈ સાથે સહાનુભૂતિપૂર્વક અને સન્માનપૂર્વકનો રહ્યો છે. પોલીસકર્મીઓને ત્યાં સારા માઠા પ્રસંગોમાં સાહેબશ્રી અચૂક હાજરી આપે જ છે અને જનતા સાથે જોડાઈને તેઓ સામાજિક ત્રૠણ અદા કરી રહ્યા છે.
     
    આવી વિરલ વ્યક્તિ મળવી ખરેખર અઘરું હોય છે. સાહેબની જગ્યા અન્ય કોઈ લઈ શકે એમ છે જ નહિ. સજ્જનની વિદાય હંમેશાં દુ:ખદાયક હોય છે. છાંય નિયમોનું સત્ય આપણે સ્વીકારવું જ રહ્યું. સાહેબશ્રીને આ ક્ષણે એટલી અરજ કરીએ કે ભલે તેઓ ફરજની રૂએ અહીંથી વિદાય લે પણ લાગણીનો તાંતણો ‘અ, બ, ક,’ શહેર સાથે કાયમ રાખે. આવનારો સમય સાહેબને હજુ વધુ સફળતા, ખ્યાતિ આપનારો રહે. પ્રભુ તેમને સ્વસ્થ દીર્ઘાયુ અર્પે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના સાથે હું મારી વાણીને અહીં વિરામ આપું છું.
    આપ સૌનો ખૂબ ખૂબ આભાર … જય હિન્દ.
     
    (૩) વિશ્વભરમાં ભારતની વિદેશનીતિ મધ્યમાર્ગી છે, જે વર્તમાન સમયમાં યુરોપ સહિત પશ્ચિમના દેશોને માફક ન આવવાના કારણે તેવા દેશો ભારતને અનેકવિધ સૂચનો આપી રહ્યાં છે. આ સંજોગોમાં આપને ભારતના વિદેશમંત્રી તરીકે ‘વૈશ્વિક સંમેલન’માં વક્તા તરીકે આમંત્રિત કરાયા છે, તો એના અંતર્ગત વિદેશમંત્રીનું ઔપચારિક ભાષણ તૈયાર કરો.
     
    ‘ધ રાયસીના ડાયલોગ’ની સાતમી આવૃત્તિ પ્રસંગે ઉપસ્થિત દેશવિદેશથી પધારેલા સર્વ મહાનુભાવોનું હું ભારતના વિદેશમંત્રી તરીકે હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. આજના પરિસંવાદના વિષય અનુસંધાનમાં હું ભારત તરફથી મારી વાતને પ્રસ્તુત કરીશ.
     
    સુજ્ઞ મહાનુભાવો, ભારતની વિદેશનીતિ ભારતદેશના બંધારણમાં આપેલા માર્ગદર્શક સિદ્ધાંતો તેમજ દેશના સંદર્ભમાં, ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિબળો મુજબ ઘડી કાઢવામાં આવેલી છે. ભારતની વિદેશનીતિ કેટલાક પાયાના સિદ્ધાંતોને અનુસરે છે. જેમ કે,
     
    (I) વિશ્વશાંતિ અને સહઅસ્તિત્વ,
    (ii) સમ્રાજ્યવાદ તથા સંસ્થાનવાદનો વિરોધ,
    (iii) રંગભેદ અને જાતિભેદનો વિરોધ,
    (iv) એશિયા અને આફ્રિકાના દેશો સાથે ગાઢ સહકાર,
    (v) નિ:શસ્ત્રીકરણ,
    (vi) બિનજોડાણની નીતિ,
    (vii) પંચશીલના સિદ્ધાંતો
     
    આ સિદ્ધાંતોને અપનાવીને ચાલતાં 75ના ભારતની વાત આજે હું આપની સમક્ષ કરવા માંગું છું. આગામી 25 વર્ષોમાં ભારતે વૈશ્વિકીકરણના આગામી તબક્કામાં હોવું જોઈએ. જ્યારે આપણે ભારતને 75 વર્ષ પર જોઈએ તો અમે ન માત્ર 75 વર્ષ પૂરા કરી ચૂક્યા છીએ, પરંતુ 25 વર્ષ આગળ જોઈ રહ્યા છીએ. આ દુનિયાએ પણ સ્વીકારવી જ પડશે કે ભારતીયોએ દુનિયાને દેખાડી દીધું છે કે તે એક મજબૂત લોકતંત્ર છે. યુક્રેન સંકટની વાત કરું તો આ સંકટમાંથી નીકળવાનો સારો રસ્તો લડાઈ રોકવી અને વાતચીત આગળ વધારવાનો છે. યુક્રેનમાં રશિયાના સૈન્ય કાર્યવાહી પર ભારતના વલણની ઘણી આલોચના થઈ છે, પણ અહીં એક વાત હું કહીશ. જયારે નિયમ આધારિત વ્યવસ્થા ખતરામાં હતા અને એને નજરઅંદાજ કરવામાં આવી ત્યારે દુનિયાના દેશ ક્યાં હતા ? પશ્ચિમી શક્તિઓ પાછલા વર્ષે અફઘાનિસ્તાનમાં થયેલા ઘટનાક્રમ સહિત એશિયાના મુખ્ય પડકારોથી બેજવાબદાર થઈ રહી છે. યુકેનના મુદ્દા પર કાલે ઘણો સમય પસાર કર્યો અને મેં ના માત્ર તે વિસ્તારથી જણાવવાનો પ્રયાસ કર્યો કે અમારો વિચાર શું છે, પરંતુ તે પણ સ્પષ્ટ કર્યું કે અમને લાગે છે કે આગળનો સર્વશ્રેષ્ઠ માર્ગ એ છે કે લડાઈ રોકવી, વાર્તા કરવી અને આગળ વધવાના માર્ગ શોધવા પર ભાર આપવો પડશે. અમને લાગે છે કે અમારા વિચાર, અમારું વલણ તે દિશામાં આગળ વધવાની યોગ્ય રીત છે.
     
    ભારતની આઝાદી બાદના 75 વર્ષમાં ભારતે ઘણો સંઘર્ષ કર્યો છે. ભારતે દક્ષિણ એશિયાના લોકતંત્રને આગળ વધારવા માટે અગ્રીમ ભૂમિકા નિભાવી છે. હવે ભારત આવનારાં 25 વર્ષોમાં તમામ સંભવિત ક્ષેત્રોમાં ક્ષમતાનિર્માણ પર મુખ્ય રૂપથી ભાર મૂકશે. હવે ભારતે પોતે કોણ છે આ વિશે ચોક્કસ રહેવું પડશે. દુનિયાના દેશોએ તેની ચોક્કસતા સ્વીકારવી પડશે જ. મને લાગે છે કે આપણે કોણ છીએ તે આધાર પર વિશ્વના દેશો સાથે વાત કરવી સારી રહેશે. અર્થાત્ ભારત પોતાની શરતો પર દુનિયા સાથે વાતચીત કરશે. દેશને તે માટે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી. અન્ય લોકો આપણને વ્યાખ્યાયિત કરે છે અને અમને મંજૂરીની જરૂર છે તે વિચારના યુગને હવે પાછળ છોડવાની જરૂર છે. ટૂંકમાં, ભારત પોતાની પ્રતિબદ્ધતા, જવાબદારીઓ અને આગામી 25 વર્ષોમાં પોતાની ભૂમિકાઓના સંદર્ભમાં વધુ આંતરરાષ્ટ્રીય હશે તેવી આશા અને વિશ્વાસ સાથે હું મારી વાતને અહીં વિરામ આપું છું.
     
    આભાર. જય હિન્દ.
     
    (4) આપ સુપ્રીમ કોર્ટમાં જજ છો. બાળકોને નાની ઉંમરે શાળાએ ના મોકલવાં જોઈએ, તેમનાં સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય અન્વયે શિક્ષક અને વાલીઓ માટે આયોજિત પરિસંવાદમાં આપને વક્તા તરીકે આમંત્રિત કરાયા છે, તો પ્રસંગ અને આપના મોભાને ઉચિત ઔપચારિક ભાષણ તૈયાર કરો.
     
    અત્રે ઉપસ્થિત સર્વ મહાનુભાવો તથા સુજ્ઞ ભાઈઓ અને બહેનો. આપ સર્વને મારા નમસ્કાર, તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ તરફથી ‘બાળકોને નાની ઉંમરે શાળાએ ના મોકલવા જોઈએ, તેમનાં સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે.’ આ નિર્ણય લેવાયો અને મને અત્રે આ વિષય પર જ વાત કરવાનું કહેવામાં આવ્યું ત્યારે ખરેખર મને ખૂબ ગમ્યું, કારણ કે આપ સૌ સાથે સીધો સંવાદ થવો પણ જરૂરી હતો જ. જ્યારે આ વિચારનો અમલ કરવાનું કહેવામાં આવ્યું છે ત્યારે કેટલોક વિરોધનો અવાજ પણ ઊઠેલો. ત્યારે જરૂરી બની જાય છે પ્રજાને એ સમજાવવું કે આવા નિર્ણય કે વિચારને સર્વોપરી રીતે શા માટે અમલી બનાવવું જરૂરી છે ! આ પરિસંવાદ ન્યાયિક પ્રણાલી દ્વારા લેવાયેલા આ નિર્ણયને લોકોમાં સફળ સ્વીકાર થાય તે માટે મદદરૂપ બનશે તેવી આશા સાથે હું મારી વાત શરૂ કરું છું.
     
    મિત્રો, મોટા ભાગના માતા-પિતાનું હવે એવું માનવું થઈ ગયું છે કે, ‘બાળક બે વર્ષનું થતાં તેને શાળાએ મોકલવ જોઈએ, પણ તેનાથી તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે તેનો વિચાર કરવાનું માતા-પિતા ભૂલી જાય છે. આટલા નાની ઉમરમાં બાળકને શાળાએ મોકલવાનું શરૂ કરવામાં આવે છે, ત્યારે ખરેખર તેના માનસિક સ્વાસથ્ય પર પણ ખરાબ અસર પડે છે. જેથી સુપ્રીમ કોર્ટના અગ્ર જજની કમિટીએ એક અધ્યયન હાથ ધરેલું, જેના પરિણામે આગામાં શૈક્ષણિક સત્ર માટે કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 1ના પ્રવેશ માટે છ વર્ષની ન્યૂનતમ આયુ માપદંડને પડકાર આપતા માતા. પિતાની અપીલ પર સુનાવણી કરી હતી. આ કારણે પાછલા દિવસોમાં માતા-પિતા અને કોર્ટ વચ્ચે વિચારોનો સંઘર્ષ જોવા મળ્યો હતો.
     
    મિત્રો, આપણામાંથી ઘણાને લાગે છે કે, ‘મારું બાળક ખૂબ જ પ્રભાવશાળી છે. બસ આ જ કારણે વાલીવગ પોતાના બાળક પર અવનવા અખતરા કરતા રહે છે. જેમ કે, સાવ રમવાની ઉંમરમાં એટલે કે બે વર્ષ જેવી સાઈ સામાન્ય ઉમરમાં નર્સરીમાં મૂકી દે છે. ‘શિસ્ત શીખે ને !” આવું સભાન્ય રીતે આજના માતા-પિતાના શબ્દો સાંભળ્યા છે. આજે જે બાળક બે વર્ષે શાળામાં જતું થઈ જાય છે એનાં જ દાદા-દાદી એમનાં બાલ્યકાળમાં 6 કે 7 વર્ષે શાળાનુ પગથિયું ચડેલાં, છતાંય તેઓ એમના જીવનમાં સફળ રહેલાં. આજે જાણે બાળકોને 2 કે 3 વર્ષની ઉંમરમાં કોઈ મોરયા સંભાળવાનો હોય એ રીતે શાળામાં મૂકવાની સ્પર્ધા ચાલી છે. આ વાતમાંથી મને અહીં એક વાત યાદ આવે છે. અમારા એક સંબંધીની બાળકીને ખૂબ નાની વયમાં જ અતિ આધુનિક ‘ડે કેર’માં મૂકેલી, પરિવાર કરતાં ‘કે કેર’ના સ્ટાફ સાથે એનો ઘરોબો વધતો ગયો. માતા-પિતાને લાગતું કે આ બધું બહુ સારી રીતે સચવાઈ રહ્યું છે. પણ જ્યારે અ બાળકી રવિવારે પણ ‘ડે કેર’માં જ જવાની જીદ કરવા લાગી ત્યારે એનાં માતા-પિતાને સમજાયું કે આપણે શું ભૂલ કરી છે. બે વર્ષનું બાળક બે કલાક માટે શાળાએ રહે ત્યારે માતા-પિતા હાશ અનુભવતા હોય છે. આવા દાખલા હવે ચોરે ને ચૌટે જોવા મળે છે. પણ આ ‘હાશ’ ની પાછળ આપણે ગંભીર ભૂલ તો નથી કરી રહ્યા ને ? એ આપણે વિચારવું જોઇએ.
     
    21 રાજ્યોએ એનઇપી અંતર્ગત પ્રથમ ધોરણમાં સિક્સ પ્લસ વ્યવસ્થા લાગુ કરી છે, જે નિર્ણય માટે બાળકોના માનસિક વિકાસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જોકે એક વાત કહેવી જોઈએ કે આ વિષય કે વાત એવો છે. જ નહિ કે જેમાં કોર્ટે બોલવું જોઈએ, પણ જો કોર્ટ બોલી રહી છે તો આ વિષય કેટલી હદે હવે ગંભીર બની રહ્યો છે એનો તાગ આપણે મેળવી શકીએ છીએ. આપણાં જ બાળકો માટે કોર્ટ જો કોઈ નિયંત્રણ લાવે છે, તો આપાટ ફેરવિચારણા કરવી જોઈએ કે ક્યાંક આપણે તો ખોટા નથી ને ! આ સ્વયંશિસ્ત છે. આજના યુવા માતા-પિતાને મારા આ સૂચન અને આ સંદેશ સાથે હું મારી વાતને અહીં વિરામ આપું છું.
     
    આભાર,
     
    (5) આપ મુખ્યમંત્રી છો. આપના રાજ્યમાં આવેલા જગવિખ્યાત મંદિરના નવનિર્માણ અર્થે આયોજિત ઉદ્ઘાટન પ્રસંગને અનુરૂપ ઔપચારિક ભાષણ તૈયાર કરો.
     
    પ્રસ્તુત સમારોહમાં ઉપસ્થિત સર્વ મહાનુભાવો, સુજ્ઞ શ્રોતાજન તથા ઓડિયો-વીડિયોના માધ્યમથી આ સમારોહના પરોક્ષ સાક્ષી બનેલા એવા મારા વ્હાલાં પ્રજાજનો, આપ સૌનું આ પવિત્ર પ્રસંગે હું હાર્દિક સ્વાગત કરું છું. ‘અ, બ, ક’ માતાજીનું મંદિર એ શક્તિપીઠ છે. ઊંચા પર્વત પર બેઠેલી મા ‘અ, બ, ક’ના દર્શને રોજ હજારોની સંખ્યામાં માનવમહેરામણ ઉભરાય છે, પણ ઊંચા ડુંગરા ખૂંદવા સૌ કોઈ માટે શક્ય નથી હોતું. ખાસ કરીને ઘરડાં લોકો માટે એ અઘરું થઈ પડે છે અને મનની વાત મનમાં રહી જાય છે. આ પરિસ્થિતિમાં પ્રજાના મનના તાણાવાણાને સમજવા અને પ્રજાના હિતમાં કાર્ય કરવું એ ‘ક, ખ, ગ’ સરકારની પ્રતિજ્ઞા છે. બસ, આ જ બળના કારણે હવે ‘અ, બ, ક’ ડુંગર પર હવે ચડવું અને માતાજીના દર્શન કરવા સાવ સરળ બનશે. હવે ‘અ. બ. ક’ મંદિર સુધી પહોંચવા માટે લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે 210 ફૂટ ઊંચી લિફ્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જેના માટે વહેલામાં વહેલી તકે ડુંગર ખોદવાની કામગીરી હાથ ધરાશે.
     
    મિત્રો, હાલ સુધી કંઈ કેટલાય લોકો અશક્ત હોવાના કારણે માતાજીના દર્શનાર્થે જવાની ઇચ્છાને મનની મનમાં જ રાખતા જ હતા, પણ હવે આ નહિ બને. તમારી આ ઇચ્છાને સત્વરે પૂરી કરવા રાજય સરકાર કટિબદ્ધ છે. હાલ માતાજીના મંદિરનું ચઢાણ કપરું ના બને એટલે રાજ્ય સરકાર દ્વારા રોપ-વેની વ્યવસ્થા તો કરાઈ જ છે. જેનો લાભ સી ઘણાં વર્ષોથી લઈ જ રહ્યા છીએ, પણ આ રોપ-વે ડુંગરના મધ્યમાં જ ભક્તોને પહોંચાડે છે. જેથી જે લોકો દાદરા ચઢવામાં અસમર્થ હોય છે તેમની હાલત કફોડી થઈ જાય છે. ઘણી વાર તો આટલે પહોંચીને જ સંતોષ માની લેતા ભક્તો ઘજા માત્રના દર્શન કરીને રોપ-તેમાં જ પરત ફરે છે, પણ હવે એવું નહિ બને. વળી, તમને સૌને એ જણાવતાં મને આનંદની લાગણી થાય છે કે, લિફ્ટની સાથે સાથે હેલિપેડ, વોક-વેની સુવિધા ઊભી કરવામાં આવી છે. એ માટે 130 કરોડના ખર્ચે પ્રોજેક્ટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ કામગીરીના 2 ફૈઝ તો પૂર્ણ પણ થઈ ગયા છે અને અત્યારે તો ફેઝ 3 અંતર્ગત 130 રકમની ફાળવણી પણ કરાઈ છે. ‘અ, બ, ક’ ગબ્બરની બાજુમાં પર્વતને ખોદીને 210 ફૂટ સુધી ખોદીને લિફ્ટ બનાવવામાં આવશે. આ માટે પર્વતની અંદર ખોદકામ કરવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા સોંપવા માટેની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારબાદ લિફ્ટ બનાવવા માટે પર્વતની અંદર ખોદકામ કરવાની કામગીરી શરૂ કરાશે. મિત્રો, આ કપરા ચઢાણમાંથી મુક્તિ તો મળશે પણ આપ સૌનો કિંમતી સમય પણ બચી જશે. લિફ્ટ બનવાના કારણે માત્ર 40 સેકન્ડમાં જ ભકતો માતાના મંદિર સુધી પહોંચી શકાશે. આ લિફ્ટમાં મહત્તમ 12 વ્યક્તિ સમાઈ શકે એ પ્રકારની લિફ્ટ મૂકવામાં આવશે. આ સૌ માટે હું ‘યાત્રાધામ વિકાસ બોર્ડ’ના ‘ટોપ ટુ બોટમ* સર્વનો અહીં આભાર માનું છું. સર્વની અથાગ મહેનત છે. આ પ્રોજેક્ટની સફળતા પાછળ ! ‘અ, બ, ક માતાજીના મંદિરની કાયાપલટ માટે આ સમગ્ર ટીમનો ગુજરાત સરકાર આભાર માને છે. વળી, આ અંગે એક ઉમેરણ કરતા મને અતિ આનંદ અનુભવાય છે. ડુંગરની ઉપર જ મંદિરનો વ્યાપ વધારવામાં આવશે. જ્યાં મંદિર છે ત્યાં 210 ફૂટનો ડુંગર છે એ ડુંગરને કાપીને તેમાં ખોદકામ કરીને લિફ્ટ બનાવવાનું આયોજન છે. વિફ્ટમાંથી ભક્તો સીધા જ મંદિરે પહોંચે એવી વ્યવસ્થા પણ કરાઈ છે. હાલ પાવાગઢ મંદિર ખાતે 350 પગથિયાં સુધી જ રોપ-વે કાર્યરત છે. ત્યારે ફેઝ ૩નું કાર્ય કરીને મંદિર સુધી રોપ-વેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
     
    મિત્રો, આ સમગ્ર પ્રોજેક્ટને વિચારથી લઈને સફળતાપૂર્ણ સાકાર કરવા પાછળ ‘યાત્રાધામ વિકાસ બોર્ડ”ના “ટોપ ‘ટુ બોટમ’ સર્વ સાભ્યોનો અથાગ પરિશ્રમ જવાબદાર છે. આ પ્રસંગે ‘અ, બ, ક’ માતાજીના મંદિરની કાયાપલટ માટે આ સમગ્ર ટીમનો ‘ક, ખ, ગ’ સરકાર આભાર માને છે. આપ સૌ જનતાની સુખાકારી એ જ ‘ક, ખ, ગ’ સરકારની નીતિ-રીતિ અને પ્રતિજ્ઞા છે. આપ સૌ ભક્તોની ભક્તિને વેગ મળશે ત્યારે આ નવીનતમ પ્રોજેક્ટ કાર્યને સફળતા મળી કહેવાશે તેવી આશા અને અઢળક શુભેચ્છાઓ સાથે હું મારી વાણીને વિરામ આપું છું.
     
    આભાર.
     
    (6) આપ રોડ ડેવલોપમેન્ટ કમિટીના ચેરમેન અને જાણીતા સિવિલ ઇજનેર છો. તમને સિવિલ ઇજનેરની કૉલેજમાં આયોજિત એક સેમિનારમાં વક્તા તરીકે ‘રોડના ખાડાઓ ભરવા માટે અવનવી તફનિક’ વિષે માહિતી આપવા આપને આમંત્રિત કરાયા છે, તો આ બાબતને ધ્યાનમાં રાખી ઔપચારિક ભાષણનું લખાણ તૈયાર કરો.
     
    અત્રે ઉપસ્થિત સુજ્ઞ ટ્રસ્ટીગણ, વિદ્યાના ઉપાસક એવા આચાર્યશ્રી અને અધ્યાપક મહોદય-મહોદયા તથા સર્વ વ્હાલા વિદ્યાર્થીમિત્રો. આપ સૌને મારાં નમન. મિત્રો, કહેવાય છે કે “સારા રસ્તા મંજિલ પર જલદી પહોંચાડે છે. જો રસ્તા જ ઊબડખાબડ હશે તો મંજિલ સુધી પહોંચતા થાકી જઈશું. ત્યાં પહોંચવાની મજા આપણે ઓસરી જઈશું.” અને આપણે રહ્યા સિવિલ ઇજનેર ! તેથી જ્યારે આપણને રોડ બનાવવાની જવાબદારી સોંપવામાં આવે છે ત્યારે ખરેખર એ ખૂબ મોટી જવાબદારી બની રહે છે અને એનાથી પણ વધારે મોટી જવાબદારી છે ‘રોડના સમારકામની’ જો એમાં નિષ્ઠા, અનુભવની જો સહેજ પણ કચાશ રહેશે તો સમારકામ ખાલી ઉપરછલ્લું જ થશે અને આપણી કુશળતાનું માપન તરત નીકળી જશે.
     
    મિત્રો, રસ્તા પરના ખાડાઓ એ બાર માસી સમસ્યા છે. તે વાહનો અને વાહનચાલકો બંને માટે નુકસાનકર્તા હોય છે. જ્યારે આનું સમારકામ હાથ પર લેવામાં આવે છે, ત્યારે તે ઘણું મોટું અને ખર્ચાળ સાબિત થાય છે. વળી, આપણા જેવા ઇજનેરો માટે એક પ્રકારનું ‘ટાસ્ક’ કહેવાય, કારણ કે રસ્તા પરના ખાડા સરખા કરવા એટલે રસ્તાને ફરી પાછો જીવતો કરવો, પણ એ જીવંતતા કાયમી છે કે ક્ષણિક; એ જ આપણી કાર્યકુશળતા પર નિર્ભર છે.
     
    આપણે જ્યારે ખાડાઓ પર આપણું કામ કરવા જઈ રહ્યા હોઈએ ત્યારે એ સમજવું જરૂરી બની જાય છે કે, ખાડા કઈ રીતે પડે છે ? મિત્રો, આ ખાડા મોટે ભાગે માઇક્રોસ્કોપિક તિરાડોમાંથી જન્મે છે. આવી તિરાડો ક્યારે પડશે એ બાબતે રસ્તા બનાવનાર ઇજનેર નક્કી હોતા નથી, જો તિરાડ પડવાનું શરૂ થાય છે ત્યારે તેમાંથી બિટ્યુમેન નામનું ચીકણું પ્રવાહી બહાર આવે છે. જેના કારણે તિરાડો મોટી થાય છે અને ખાડા બને છે. રસ્તા પરના ખાડાઓના *હીલિંગ’ને વેગ આપવા માટે, દુનિયાભરના સિવિલ ઇજનેરો દ્વારા સતત રિસર્ચ થતાં રહે છે, જેમાં ‘ડામર રિજ્યુવેનેટર
     
    જેવા નાના કેપ્સ્યૂલ્સનું ઉમેરણ રોડ બનાવતી વખતે કરવું હિતાવહ છે. એવું અન્વેપણ થયું છે. જ્યારે તિરાડ પડવા લાગે છે ત્યારે આ કેપથૂલ્સ તૂટી જાય છે અને તેની અંદરના ડામરને વધુ ઝડપથી એકસાથે વળગી રહેવામાં મદ કરે છે, અસરકારક રીતે તિરાડોને ભરવામાં અને નાની ખામીઓને બગડતા અટકાવે છે. ઘણી વાર આ બધા રિસમ કરવા છતાંય ખાડાઓ વધતાં જાય એવુંથ બને, વરસાદી મૌસમમાં રસ્તાની કફોડી હાલત આપણે ખાસ જોઈ શકીશું. જેમાં ભીનું હવામાન ખાડાના વિકાસને વેગ આપે છે. આવા સમયે અનેક સંશોધન દ્વારા સફળ કરાય
    Share. WhatsApp Facebook Telegram
    sanjay mahakal
    • Website

    Sanjay Mahakal is an educator and digital creator with expertise in Mathematics. He is the founder of Sigma Gyan, a platform providing quality educational content for students (Grades 6-12) and competitive exam aspirants (TET, TAT, HTAT). Through his website SigmaGyan.in and YouTube channel Sigma Gyan 1.0, he simplifies complex topics with engaging lessons. His mission is to make learning easy and accessible for all. 🚀📚

    Related Posts

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

    December 17, 2024

    શિક્ષણ વ્યવહાર અને અધ્યાપન કૌશલ્યો: ટેટ/ટાટ પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી

    December 15, 2024

    પ્રચાર માધ્યમોનાં નિવેદનો (જાહેર નિવેદન): TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

    December 14, 2024
    Leave A Reply Cancel Reply

    Don't Miss
    Educational Psychology

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    By sanjay mahakalJanuary 7, 2025

    પ્રસ્તાવના આજના બ્લોગમાં આપણે શિક્ષકો માટે TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા…

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

    December 17, 2024
    Stay In Touch
    • Facebook
    • Instagram
    • YouTube
    • Telegram
    • WhatsApp
    • Twitter
    Our Picks

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

    December 17, 2024

    Subscribe to Sigma Gyan

    Get the latest Updates of sigma gyan.

    About Us
    About Us

    Sigmagyan is a premier platform for competitive exam preparation, offering expert-designed study materials, tutorials, and math tips. Founded by Sanjay Mahakal, our mission is to make complex topics easy and help students succeed. Whether you're starting or advancing in your preparation, Sigmagyan is here to support you every step of the way. Learn more at Sigmagyan.in.
    We're accepting new partnerships right now.

    Facebook Instagram YouTube WhatsApp Telegram RSS
    Our Picks

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024
    Category
    • Editor's Picks
    • Educational Psychology
    • Featured
    • Mains Descriptive Preparation
    • Mock Test
    • Mock Test For Tat/Tet/Htat
    • Mock Test Series Gujarat
    • TAT/TET/HTAT Prep
    • TET Preparation
    • Top Rated
    • Trending Now
    Facebook Instagram YouTube WhatsApp Telegram RSS
    © 2025 Sigma Gyan. All Rights Reserved.

    Type above and press Enter to search. Press Esc to cancel.