Close Menu
    What's Hot

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) YouTube Telegram WhatsApp Instagram RSS
    Sigma GyanSigma Gyan
    • Home
    • TAT/TET/HTAT Prep
      1. TET Preparation
      2. Educational Psychology
      3. Mains Descriptive Preparation
      4. View All

      TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

      January 7, 2025

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

      December 26, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

      December 19, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

      December 17, 2024

      TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

      January 7, 2025

      Best Preparation Guide for TET, TAT, and HTAT Exams | ટેટ, ટાટ અને એચટાટ પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ કેળવણી માર્ગદર્શિકા

      November 28, 2024

      કેળવણી શાસ્ત્ર TET, TAT અને HTAT પરીક્ષા માટે: મહત્વપૂર્ણ દાર્શનિકો અને સિદ્ધાંતો

      November 26, 2024

      પ્રકલ્પ અને પ્રદર્શન: TET, TAT અને HTAT માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન | Projects and Presentations: Essential Guide for TET, TAT, and HTAT

      November 25, 2024

      પ્રચાર માધ્યમોનાં નિવેદનો (જાહેર નિવેદન): TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 14, 2024

      પત્રકાર પરિષદ : TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 13, 2024

      ઔપચારિક ભાષણ : TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 12, 2024

      ગદ્યસમીક્ષા: TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

      December 10, 2024

      TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

      January 7, 2025

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

      December 26, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

      December 19, 2024

      ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

      December 17, 2024
    • Mock Test
      1. Mock Test For Tat/Tet/Htat
      2. View All

      Interest, Attitude, Aptitude, and Exceptional Children: TET, TAT, HTAT Exam Preparation Mock Test | TET, TAT, HTAT પરીક્ષા માટે મોક ટેસ્ટ : રસ-મનોવલણ- અભિયોગ્યતા-અપવાદરૂપ

      October 29, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Memory and Forgetting | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સ્મરણ અને વિસ્મરણ

      October 16, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Sensation, Attention, and Perception | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ

      October 15, 2024

      Best Human Development Mock Test for Tat/Tet/Htat Exams | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ માનવ વિકાસ મોક ટેસ્ટ

      October 6, 2024

      Interest, Attitude, Aptitude, and Exceptional Children: TET, TAT, HTAT Exam Preparation Mock Test | TET, TAT, HTAT પરીક્ષા માટે મોક ટેસ્ટ : રસ-મનોવલણ- અભિયોગ્યતા-અપવાદરૂપ

      October 29, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Memory and Forgetting | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સ્મરણ અને વિસ્મરણ

      October 16, 2024

      Mock Test Series for TAT/TET/HTAT Exams: Sensation, Attention, and Perception | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ સીરિઝ: સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ

      October 15, 2024

      Best Human Development Mock Test for Tat/Tet/Htat Exams | Tat/Tet/Htat પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ માનવ વિકાસ મોક ટેસ્ટ

      October 6, 2024
    • Contact Us
    • About Us
    Sigma GyanSigma Gyan
    Home»TAT/TET/HTAT Prep»Classroom Management: Best Study Methods and Techniques | વર્ગવ્યવહાર: શ્રેષ્ઠ અધ્યયન પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ
    TAT/TET/HTAT Prep

    Classroom Management: Best Study Methods and Techniques | વર્ગવ્યવહાર: શ્રેષ્ઠ અધ્યયન પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ

    sanjay mahakalBy sanjay mahakalApril 19, 2023Updated:February 2, 2025No Comments9 Mins Read
    Facebook Twitter LinkedIn Telegram Pinterest Tumblr Reddit Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પ્રસ્તાવના:

    આ લેખમાં શિક્ષણમાં ઉપયોગી અભ્યાસ પદ્ધતિઓ અને શિક્ષણ પ્રયોગો (પ્રયુક્તિઓ) પર ચર્ચા કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને શીખવા અને સમજવામાં મદદરૂપ બને છે. વર્ગવ્યવહાર, જેમાં Michigan State Universityના પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સ દ્વારા શીખવવાના 10 મહત્વપૂર્ણ ઘટકો દર્શાવાયા છે, તથા વિવિધ શિક્ષણ કૌશલ્યો જેવા કે વિષયાભિમુખ, પ્રશ્ન પ્રવાહિતા, સુદ્રઢીકરણ, કા.પા. કાર્યકૌશલ્ય વગેરે વિષયોમાં સમજ અપાય છે. લેખમાં શીખવાની પ્રક્રિયાને સરળ બનાવતી નાટ્યીકરણ, વાર્તાકથન, ગાન, નિદર્શન, કઠપૂતળી વિદ્યા જેવી વિવિધ પ્રયુક્તિઓ અને પદ્ધતિઓનું મહત્વ વર્ણવાયું છે.

    વર્ગવ્યવહાર (અધ્યાયન પદ્ધતિ/પ્રયુક્તિઓ)

    અધ્યાયન પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ એવી રીતો છે જેનો ઉપયોગ વિદ્યાર્થીઓને શીખવામાં મદદ કરવા માટે થાય છે. તેઓ વિદ્યાર્થીઓના વર્તન, વિચારસરણી અને જ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે.
     
    study-method-techniques

    વર્ગવ્યવહાર:-

    “મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રો. નેડ ફ્લેન્ડર્સ શિક્ષક-વિદ્યાર્થીના વર્ગવ્યવહારના 10 ઘટકો દર્શાવ્યા છે”
    (1) લાગણી સ્વીકાર
    (2) પ્રોત્સાહન કે વખાણ
    (3) વિદ્યાર્થીના વિચારનો સ્વીકાર કે ઉપયોગ
    (4) પ્રશ્નો પૂછવા
    (5) વ્યાખ્યાન કે પ્રવચન
    (6) સૂચના આપવી
    (7) ટીકા કરવી કે સત્તા સ્થાપિત કરવી
    (8) વિદ્યાર્થી જવાબ આપે
    (9) વિદ્યાર્થીની પહેલ
    (10) શાંતિ કે મૂંઝવણની સ્થિતિ

    અધ્યાપન કૌશલ્યો

    (1) વિષયાભિમુખ કૌશલ્ય :

    જે કાંઈ નવું શિખવવાનો શિક્ષકનો હેતુ હોય તેની સીધેસીધી વાત ન કરતાં જે મુદ્દા સાથે સંલગ્ન અને વિધાર્થીની આછી-પાતળી જાણકારી હોય તેવી બાબતોની ચર્ચા બાદ નવો મુદ્દો સામે મૂકવામાં આવે. આ રીતે જે વિષય કે ક્ષમતા શિખવવાના હોય તેના પ્રત્યે વિધાર્થીઓને અભિમુખ કરવાના કૌશલ્યને ‘વિષયાભિમુખ કૌશલ્ય’ કહે છે.

    (અ) વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરવો
    (બ) યોગ્ય પ્રયુક્તિઓનો ઉપયોગ
    (1) પ્રશ્નો દ્વારા
    (2) ઉદાહરણ દ્વારા
    (3) કથન, વ્યાખ્યાન કે વર્ણન દ્વારા
    (4) વાર્તા દ્વારા
    (5) રોલ પ્લે કે નાટ્યકરણ દ્વારા
    (6) રમત દ્વારા
    (7) ગીત દ્વારા
    (8) દૃશ્ય-શ્રાવ્ય સાધનોના ઉપયોગ દ્વારા

    (2) પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય:-

    સોક્રેટિસના જમાનાથી આજદિન સુધી વર્ગના શિક્ષણકાર્યમાં પ્રશ્નોતરી પ્રયુક્તિનો ઉપયોગ થતો રહ્યો છે.આ કૌશલ્યમાં ત્રણ બાબતો જરૂરી છે.

    1. પ્રશ્નો પૂછવાનો સમયગાળો મર્યાદિત છે.
    2. પ્રશ્નો અર્થપૂર્ણ હોય તે જરૂરી છે.
    3. પ્રશ્નો બને તેટલા વધારે ક્રમિક અને તાર્કિક હોય તે જરૂરી છે.

    પ્રશ્નો પૂછવાની પ્રક્રિયા :

    • પ્રશ્નની સમગ્ર વર્ગ સમક્ષ રજૂઆત થવી જોઈએ.
    • પ્રશ્નનું પુનરાવર્તન ન કરવું જોઈએ.
    • પ્રશ્ન પૂછ્યા બાદ એકાદ ક્ષણ શાંતિ જાળવવી જેથી વિધાર્થીને પ્રશ્ન સમજવાની, તેના યોગ્ય ઉત્તર વિચારવાનો સમય મળે.
    • પ્રશ્ન પૂછવાની ઝડપ યોગ્ય રાખવી જોઈએ.
    • પ્રશ્નોની રજૂઆત વખતે શિક્ષકનો અવાજ યોગ્ય હોવો જોઈએ.
    • શિક્ષકે વિદ્યાર્થીઓએ આપેલા ઉત્તરોનું પુનરાવર્તન કરવું જોઈએ નહીં.
    • હાવ-ભાવ સાથે પ્રશ્નોની રજૂઆત થવી જોઈએ.

    નીચેના પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ:

    • હા/ના પ્રકારના પ્રશ્નો
    • સૂચનશીલ પ્રશ્નો
    • સમર્થન પ્રશ્નો
    • પડઘા પ્રશ્નો
    • કઠિન અને અસ્પષ્ટ પ્રશ્નો

    (3) સુદ્રઢીકરણ કૌશલ્ય

    વ્યાખ્યા:
    વિધાર્થીઓ વર્ગની પ્રવૃત્તિઓમાં વધુ ને વધુ પ્રમાણમાં ભાગ લે તે માટે શિક્ષકે વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય તેવી પ્રક્રિયા વધારે પ્રમાણમાં કરવાનું તેમજ વિધાર્થીઓ હતોત્સાહ થાય તેવી પ્રક્રિયા ઓછામાં ઓછા પ્રમાણમાં કરવાનું કૌશલ્ય એટલે સુદ્રઢીકરણ કૌશલ્ય.
     
    હકારાત્મક શાબ્દિક
    • ભાષા, દ્વારા વ્યક્ત થાય છે. હા, સુંદર, શાબાશ, સાચુ ધન્યવાદ, બરાબર, શ્રેષ્ઠ, ઉત્તમ, બહુ સરસ, તદ્દન સાચું સારો પ્રયાસ, તમને આવડે છે.
    હકારાત્મક અશાબ્દિક

    ભાષાના ઉપયોગ વિના કરેલી શિક્ષકની પ્રક્રિયા, વર્તન, અંગન હાવભાવ કે શરીરના હલનચલનની પ્રક્રિયા પણ વિદ્યાર્થી પ્રોત્સાહિત કરે છે.

    • વિદ્યાર્થી સામે હકારમાં સ્મિત કરવું.
    • ધીમેથી ખભે હાથ મૂકો.
    • વિદ્યાર્થીની સામે જોવું.
    • વિદ્યાર્થીની નજીક જવું.

    નકારાત્મક શાબ્દિક સુદ્દઢક

    • વિદ્યાર્થીને મૂર્ખ, ગધેડો, બેવકૂફ, નાલાયક, ઠોઠ વગેરે કહેવું કટાક્ષ કરવો, ટીકા કરવી, આવ્યો જાણે બાપનો બગીચો હોય તેમ કહેવું.
    નકારાત્મક અશાબ્દિક સુદઢક :
    • આંખો કાઢવી, ભવાં ચઢાવવાં, ગુસ્સા સાથે જોવું, ઘુરકિય કરવા, હાથ કે ડસ્ટર પછાડી ઈશારો કરવો.

    (4) કા.પા. કાર્યકૌશલ્ય

    અસરકારક કા.પા. કાર્યનાં લક્ષણો :

    • હસ્તાક્ષરની સુવાચ્યતા
    • સ્વચ્છતા
    • યથાર્થતા
    • પ્રકીર્ણ બાબતો

    ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય ઘટકો :

    • હલનચલન
    • હાવભાવ
    • વાણીમાં આરોહ-અવરોહ
    • કેન્દ્રીકરણ
    • વિરામ
    • વર્ગવ્યવહારમાં પરિવર્તન

    અધ્યાપનનાં સૂત્રો

    અધ્યાપનનાં સૂત્રોની વાત સૌપ્રથમ હર્બર્ટ સ્પેન્સરે તેમના Education નામના પુસ્તકમાં કરી ત્યારબાદ ડો. વેલ્ટને સૂત્રોને સ્પષ્ટ કરી વ્યાપક બનાવ્યા.

    વ્યાખ્યા :
    “શિક્ષણનાં સૂત્રો અધ્યાપન પદ્ધતિના ગૌણ સિદ્ધાંતો છે. શિક્ષ પોતાના અધ્યાપનની સફ્ળતા માટે તેનો ઉપયોગ કરી શકે છે. સફ્ળ અધ્યાપન માટે તે માર્ગદર્શક સ્તંભો છે. તે એવાં તથ્યોની સંહિતા છે, જે પૂરતાં સન્માનને યોગ્ય છે.” – ડૉ. વેલ્ટન

    (1) સરળ પરથી કઠિન તરફ :

    વિધાર્થીઓ પ્રથમ સરળ બાબત શીખે છે. ત્યાર પછી તે ક્રમશઃ કઠિન બાબત શીખવા પ્રયત્ન કરે છે.
    વિદ્યાર્થીઓ અધ્યયન અનુભવો પૂરા પાડતી વખતે અધ્યયન મુદ્દાઓના કઠિનતાના ક્રમને ધ્યાનમાં રાખે છે.
    અધ્યયન મુદ્દાઓની રજૂઆત સરળ પરથી કઠિન તરફ લઈ જવાથી વિધાર્થીઓમાં આનંદ, ઉત્સાહ અને તત્પરતા જળવાઈ રહે છે.
    ઉદા.,

    • ગણિત વિષયમાં સરવાળા-બાદબાકી શીખવતી વખતે વદી વગરનાં સરળ ઉદાહરણો રજૂ કર્યાં બાદ વદીવાળા સરવાળા શીખવવા.
    • ગુજરાતી વિષયમાં શરૂઆતમાં ટૂંકાં તથા સાદાં વાક્યો રજૂ કર્યાં પછી સંયુક્ત વાક્યની સમજ આપવી.

    (2) સાદા પરથી સંકુલ તરફ :

    આ સૂત્ર મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત છે. વિધાર્થીને પ્રથમ સાદી બાબત શીખવવી જોઈએ પછી ધીમે-ધીમે સંકુલ તરફ લઈ જવા જોઈએ.
    આ સૂત્રની મદદથી અધ્યાપનકાર્ય કરવાથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે.
    ઉદા.,

    • ગુજરાતીમાં શિક્ષકે શબ્દલેખન કરાવતી વખતે માત્રા વગરના શબ્દથી લેખનની શરૂઆત કરવી. ત્યારપછી માત્રાવાળા શબ્દો, જોડણીવાળા શબ્દો વધારી શકાય છે. જેમ કે રમ-રામ-રામજીભાઈ
    • ગણિતમાં સ્થાનકિંમત સમજાવતાં પહેલા એકમ, દશક, સો, હજાર, દસ હજારની સમજ આપવી.

    (3) જ્ઞાત પરથી અજ્ઞાત તરફ :

    વિધાર્થી જે જાણતો હોય તેનો આધાર લઈને નવા જ્ઞાનની રજૂઆત કરવાથી અધ્યાપન કાર્ય સરળ અને સફ્ળતાપૂર્વક થઈ શકે છે.
    પૂર્વજ્ઞાન પાયો છે, જ્યારે નવું જ્ઞાન ઇમારત છે.
    માટે જ જ્ઞાનના પાયા ઉપર અજ્ઞાતની નવી ઇમારત ચણવી જોઈએ.
    આ સૂત્રને તત્પરતાના નિયમ સાથે નજીકનો સંબંધ છે.
    ઉદા.,

    • ગામમાં આવેલાં વિવિધ સ્થળોનું ચિત્ર બતાવીને દિશાઓનો ખ્યાલ સ્પષ્ટ કરી શકાય.
    • ઇતિહાસમાં તાજમહાલનું ચિત્ર બતાવી શાહજહાં વિશે શીખવી શકાય. ભૂગોળમાં ભમરડાની ગતિ પરથી પૃથ્વીની ગતિ વિશે શીખવી શકાય.

    (4) મૂર્ત પરથી અમૂર્ત તરફ :

    જે બાબત કે વસ્તુ જોઈ શકાય, જાણી શકાય, સ્પર્શ કરી શકાય, તેવી બાબત કે વસ્તુને મૂર્ત કહેવાય છે.
    મૂર્ત એટલે પ્રત્યક્ષ.
    જે વિચાર, સંવેદના કે ભાવ પ્રત્યક્ષ રીતે જોઈ કે સ્પર્શી શકાતા નથી, પરંતુ માનસિક સ્તરે અનુભવી શકાય તે અમૂર્ત કહેવાય છે.
    અમૂર્ત એટલે પરોક્ષ.
    દા.ત.,

    • પાણીનું ઊકળવું એ મૂર્ત છે. જ્યારે પાણીનું વરાળમાં રૂપાંતર એ અમૂર્ત છે.
    • હર્બટ સ્પેન્સર કહે છે કે, પાઠનો આરંભ મૂર્તથી કરવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તથી થવી જોઈએ.

    ઉ.દા.,

    • બાળક ‘અહિંસા’ જેવા અમૂર્ત વિચારોને સમજી શકે નહિ તે માટે શિક્ષકે ગાંધીજી, અશોક, બુદ્ધ, મહાવીરના જીવનપ્રસંગો રજૂ કરી મહાન પુરુષો વિશે સમજ આપવી જોઈએ.
    • ગણિત વિષયમાં 3 + 2 = 5 એ અમૂર્ત સંક્લ્પના આપવા કરતાં પહેલાં 3 લખોટી કે મણકા રજૂ કરી બે ઉમેરી પૂછીએ કે કેટલા થયા તો અનુભવ કર્યા બાદ પાંચ કહેશે.

    (5) પૃથક્કરણ પરથી સંયોજીકરણ :

    સ્વ-અધ્યયન માટે આ સૂત્ર ખૂબ જ ઉપયોગી છે.
    વિદ્યાર્થી પોતાની રીતે કોઈ પણ વિષયમાં પ્રયોગ કરી ઉદાહરણો તપાસીને ગુણધર્મ, સામાન્ય સત્ય, નિયમ કે સિદ્ધાંતની તારવણી કરે છે ત્યારે પૃથક્કરણ પરથી સંચોજીકરણ સૂત્રનો ઉપયોગ થાય.
    જેથી, નવું-નવું જ્ઞાન શોધવાનું વલણ વિક્સે છે.
    ઉદા.,

    • પૃથક્કરણ એટલે છૂટું પાડવું, પૂર્ણનું અંશોમાં વિભાજન કરવું અને સંયોજીકરણ એટલે ભેગું કરવું.
    • ગણિત વિષયમાં સરવાળા માટે લખોટી કે નાના મણકા વહેંચી પ્રશ્નોતરી કરી ખ્યાલ આપી શકાય છે.

    (6) આગમન પરથી નિગમન તરફ :

    વિવિધ ઉદાહરણો કે દૃષ્ટાંતો રજૂ કરી તેના આધારે નિયમ તારવે, વ્યાખ્યા બાંધે તેને આગમન પરથી નિગમન કહે છે.
    આ રીતે મેળવેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે, તર્કશક્તિમાં વધારો થાય છે.
    ઉદા.,

    • ભાષાશિક્ષણમાં વ્યાકરણના અને જોડણીના તેમજ તારવણીનાં ઉદાહરણોની રજૂઆત કરવી જોઈએ.
    • બાળકો પાસે મનપસંદ ત્રિકોણ દોરાવી, દરેક ખૂણાના માપ લખાવી, ત્રિકોણના ત્રણે ખૂણાનાં માપનો સરવાળો કરાવવો.

    (7) પૂર્ણથી ખંડ તરફ :

    મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ આ સૂત્રનું મહત્ત્વ સમજવા યોગ્ય છે.
    આ સૂત્ર ગેસ્ટાલ્ટના સમષ્ટિવાદના સિદ્ધાંત પર આધારિત છે. કોઈ પણ વસ્તુનું પ્રથમ સમગ્ર સ્વરૂપને જુએ છે. પછી જ વ્યક્તિની દ્રષ્ટિ તેના જુદા જુદા ભાગો પર જાય છે.
    આ રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાથી વિદ્યાર્થીઓ સમગ્રમાંથી પેટા મુદ્દાઓની તારવણી કરતા શીખે છે.
    ઉ.દા.,
    • બાળકોને રાષ્ટ્રધ્વજ બતાવ્યા પછી તેના વિવિધ રંગો, ચક્રનો ખ્યાલ આવે છે.
    • વૃક્ષનું ચિત્ર રજૂ કર્યા બાદ તેના વિવિધ ભાગોનો ખ્યાલ આવે છે.

    અધ્યયન-અધ્યાપન પ્રયુક્તિઓ

    • અધ્યાપન કાર્યમાં ‘પદ્ધતિ’ એ મુખ્ય છે. પદ્ધતિને સમર્થન કરવા માટે પ્રવિધિઓ અને પ્રયુક્તિઓની મદદ લેવાય.
    • પ્રવિધિ માટે અંગ્રેજીમાં Technique શબ્દ પ્રયોજાય છે. એટલે કે ખાસ કરીને ક્લા-વિજ્ઞાન કંઈક કાર્ય કરવાની ચોક્કસ પદ્ધતિ, પ્રવિધિ એટલે કલાત્મક વસ્તુનિર્માણ કરવાની રીત, કલા, કૌશલ્ય, પ્રક્રિયા, તંત્ર, ન, વર્ણન, પ્રશ્રોત્તર, પ્રદર્શન મુલાકાત વગેરે અધ્યાપન પ્રવિધિનાં ઉદાહરણ છે.
    • પ્રયુક્તિ માટે અંગ્રેજી શબ્દ છે. Device એટલે કે, યુક્તિ, હિકમત, કળા, વ્યૂહ, દાવપેચ વગેરે, વાર્તાકથન, ગાન, નાચીકરણ, પાત્ર અભિનય, શૈક્ષણિક રમત, કઠપૂતળી વિદ્યા (પર્પટી) અધ્યાપન પ્રયુક્તિના ઉદાહરણ છે.
    • પ્રવૃત્તિ એટલે સર્જનાત્મક અભિગમ, જાત અનુભવ. વ્યક્તિના શરીર અને મન બંને સક્રિય હોય અને તે દ્વારા કોઈ પરિણામ પ્રાપ્ત થતું હોય એટલે કે શૈક્ષણિક નીપજ થતી હોય તો તેને અધ્યાપન પ્રવૃત્તિ કહે છે. માર્ટીકામ, ચિત્રકામ, રંગપૂરણી, ચીટકામ, છાપકામ, અંક બનાવવા, જાતજાતના નમૂના બનાવવા, અખતરા અનુભવજન્ય પ્રવૃત્તિના ઉદાહરણ છે.

    (1) નાટયીકરણ – પાત્રાભિનય પ્રયુક્તિ:

    • ભાષા-પર્યાવરણ અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોમાં પાઠ્યપુસ્તકના કેટલાક એકમ રજૂ થઈ શકે છે.
    • આ પ્રયુક્તિ, વિષય વિમુખ માટે પણ ઉપયોગી છે.
    • જ્ઞાન ચિરંજીવી બને છે.

    (2) વાર્તાકથન:

    • કથનમાં વાર્તાનું તત્ત્વ ભળતાં તે રસપ્રદ અને અસરકારક બની જાય છે.
    • ગુજરાતી, પર્યાવરણ, ઇતિહાસ વગેરે જેવા વિષયોમાં કેટલાંક એકમ વાર્તાકથનથી થાય છે. ગમ્મત સાથે જ્ઞાન મળે છે.
    • બાળકોની કલ્પનાશક્તિ વિકસે છે.

    (3) કથન-ચર્ચા:-

    • શિક્ષણના રોજ-બરોજના વર્ગવ્યવહારમાં કથન- ચર્ચાનો ઉપયોગ સ્વાભાવિક રીતે થતો જોવા મળે છે.
    • કથન સાથે પ્રશ્નોતરી ચર્ચા યોજે છે, બાળકો પોતાના વિચારો મુક્તપણે આપે છે.
    • શિક્ષક-વિધાર્થી અને વિધાર્થી-વિધાર્થી વચ્ચે ચર્ચા થાય.
    • લાંબો અભ્યાસક્રમ પણ સમયમર્યાદામાં પૂર્ણ થાય.

    (4) ગાન પ્રયુક્તિ :-

    • અધ્યાપન પ્રક્રિયા દરમિયાન કાવ્ય, ગીત, ભજન, પદ, જોડકણાં વગેરેનું ગાન કરી સંભળાવવામાં આવે તેને ગાન પ્રયુક્તિ કહે છે.
    • સમૂહશિક્ષણ માટે અતિ ઉપયોગી છે.
    • શિક્ષણ રસપ્રદ બનાવી શકાય.
    • સ્મૃતિશક્તિ વિકસે છે, જ્ઞાાન ચિરંજીવ બને.

    (5) નિદર્શન પ્રયુક્તિ:-

    • નિદર્શન એટલે દર્શાવવું, બતાવવું, શિક્ષક વિદ્યાર્થીઓને પ્રયોગો, નકશા, ચાર્ટ વગેરે બતાવે. પ્રત્યક્ષ જોયેલી બાબત લાંબા સમય સુધી યાદ રહે છે.
    • બાળકોની કલ્પનાશક્તિ, જિજ્ઞાસા, સર્જનશક્તિ વગેરે ખીલવી શકાય છે.
    • વિષયવસ્તુની સંપનાઓ સ્પષ્ટ બને છે.

    (6) કઠપૂતળી વિદ્યા:-

    • કઠપૂતળીનો અર્થ કાષ્ઠમાંથી બનાવેલી પૂતળી, કઠપૂતળી એ મનોરંજન આપતી લોકકલા છે.
    • જે દૃશ્ય- શ્રાવ્ય અનુભવો પૂરા પાડતી પ્રયુક્તિ છે.
    • સમૂહમાં શિક્ષણ થાય છે.
    • વાસ્તવિક પરિસ્થિતિને પ્રતિબિંબિત કરી શકાય છે.

    (7) રમત દ્વારા શિક્ષણ:-

    • રમતો વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ આપવાનું કામ કરે છે.
    • તર્ક, કલ્પના, વિચારની ચતુરાઈ જેવાં કૌશલ્યો વિકસે છે.
    • રમત દ્વારા સ્વસ્થતા, આનંદ, શ્રદ્ધા આત્મસંતોષ મળે છે.

    અધ્યયન પ્રયુક્તિ

    (1) ગૃહકાર્ય :

    • ગૃહકાર્યમાં વિદ્યાર્થી સ્વ-અધ્યયન કરે છે.
    • ગૃહકાર્યમાં વિવિધતા હોવી જોઈએ.
    • ગૃહકાર્ય નિયમિત તપાસવું જોઈએ.
    • શિક્ષાના રૂપમાં ગૃહકાર્ય ન આપવું જોઈએ.

    (2) પૂરક વાચન :

    • વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક ઉપરાંત પૂરક વાંચ, કરવા પ્રેરાય તે અત્યંત જરૂરી છે.
    • વિધાર્થીઓમાં વાંચન, અભિરુચિ કેળવાય તો તેના માટે જ્ઞાનનાં દ્વાર ખૂલી જાય છે.
    • શાળાઓમાં વર્ગ પુસ્તકાલયો છે તેનો યોગ્ય ઉપયોગ કરવો.
    • પ્રાર્થનાસભામાં પુસ્તક પરિચય કેળવવો.
    • પુસ્તકોની સમીક્ષા કરાવડાવી તેનું વર્ગ સમક્ષ વાંચન કરાવવું.

    માઈક્રોટીચિંગ

    • માઈક્રોટીચિંગ અંગેના ખ્યાલનો ઉદ્દભવ સને 1961 કેલિફોર્નિયામાં સ્ટેનર્ડ યુનિવર્સિટીમાં થયો હતો. તેના પ્રણેત ડ્વાઈટ એલન હતા. તેમણે 1963માં માઈક્રોટીચિંગ શબ્દ પ્રયોજયો હતો.
    • માઈક્રોટીચિંગ એ શીખવવાની કોઈ પદ્ધતિ નથી પણ કૌશલ્ય પ્રાપ્ત કરવાની એક પ્રવિધિ છે.
    • માઈક્રોટીચિંગ પ્રવિધિ દ્વારા શિક્ષક સંવેદનાની સંકલ્પના
    • (અધ્યાપન કૌશલ્યો, વિષયવસ્તુનો મુદ્દો) લઈ માત્ર પાંચ દસ તાલીમાર્થીઓ સાથે માત્ર પાંચ-સાત મિનિટ માટે શિક્ષ કાર્ય કરે છે.
    • પાઠનું વિષયવસ્તુ નાનું, વિધાર્થીઓની સંખ્યા ઓછી તથા પાઠ આપવાનો સમય પણ ઓછો તે માઈક્રોટીચિંગના મહત્ત્વનાં લક્ષણો છે.

    માઈક્રોટીચિંગના તબક્કા :

    (1) શિક્ષણનો તબક્કો
    (2) પ્રતિપોષણનો તબક્કો
    (3) પુન: આયોજનનો તબક્કો
    (4) પુનઃ શિક્ષકનો તબક્કો
    (5) પુનઃ પ્રતિપોષણનો તબક્કો
     
    આ પણ વાંચો: Ashram School/Multigrade School – આશ્રમ શાળા/બહુશ્રેણિય શાળા |TET/TAT

    માઈક્રોટીચિંગના પ્રથમ તબક્કામાં મુખ્ય પાંચ બાબતોનો સમાવે કરવામાં આવે છે.

    (1) સૈદ્ધાંતિક સમજ
    (2) માઈક્રોપાઠનું નિદર્શન – નિરીક્ષણ
    (3) પાઠના નિરીક્ષણ પર ચર્ચા
    (4) માઈક્રોપાઠનું આયોજન
    (5) માઈક્રોપાઠની રજૂઆત
     
    વર્ગમાં જુદી-જુદી કક્ષા ધરાવતા વિધાર્થીઓ માટે સૌથી અસરકારક પદ્ધતિ સ્વાધ્યાય પદ્ધતિ છે.
    પાવલોવના અભિસંધાનને ‘જી’ ટાઈપ અભિસંધાન પણ કહે છે.
    પાવલોવ અભિસંધાન માટે અવેજી રૂપ ઉદ્દીપકની હાજરી અનિવાર્ય  ગણે છે, જ્યારે સ્કિનર સુદૃઢકની હાજરી અનિવાર્ય ગણે છે.
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    sanjay mahakal
    • Website

    Sanjay Mahakal is an educator and digital creator with expertise in Mathematics. He is the founder of Sigma Gyan, a platform providing quality educational content for students (Grades 6-12) and competitive exam aspirants (TET, TAT, HTAT). Through his website SigmaGyan.in and YouTube channel Sigma Gyan 1.0, he simplifies complex topics with engaging lessons. His mission is to make learning easy and accessible for all. 🚀📚

    Related Posts

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

    December 17, 2024

    શિક્ષણ વ્યવહાર અને અધ્યાપન કૌશલ્યો: ટેટ/ટાટ પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી

    December 15, 2024

    પ્રચાર માધ્યમોનાં નિવેદનો (જાહેર નિવેદન): TET/TAT/HTAT પરીક્ષાની તૈયારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

    December 14, 2024
    Leave A Reply Cancel Reply

    Don't Miss
    Educational Psychology

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    By sanjay mahakalJanuary 7, 2025

    પ્રસ્તાવના આજના બ્લોગમાં આપણે શિક્ષકો માટે TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા…

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

    December 17, 2024
    Our Picks

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ

    December 17, 2024

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    About Us

    Sigmagyan is a premier platform for competitive exam preparation, offering expert-designed study materials, tutorials, and math tips. Founded by Sanjay Mahakal, our mission is to make complex topics easy and help students succeed. Whether you're starting or advancing in your preparation, Sigmagyan is here to support you every step of the way. Learn more at Sigmagyan.in.
    We're accepting new partnerships right now.

    Facebook X (Twitter) Instagram Pinterest YouTube WhatsApp Telegram RSS
    Our Picks

    TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન

    January 7, 2025

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન

    December 26, 2024

    ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા

    December 19, 2024
    Recent Posts
    • TET, TAT, HTAT પરીક્ષા માટે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા માટે માર્ગદર્શન
    • ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિઓ: સંપૂર્ણ માર્ગદર્શન
    • ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યયન-અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા
    • ટેટ/ટાટ પરીક્ષા માટે ઉપયોગી: અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ
    • શિક્ષણ વ્યવહાર અને અધ્યાપન કૌશલ્યો: ટેટ/ટાટ પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી
    • Home
    • TAT/TET/HTAT Prep
    • Educational Psychology
    • Mock Test
    • Terms and Conditions
    • Privacy Policy
    • About Us
    • Contact Us
    © 2026 SigmaGyan. Designed by SigmaGyan.

    Type above and press Enter to search. Press Esc to cancel.