Akho Bhagat (અખો ભગત) અખોનું જીવનચરિત્ર
અખોનું પરિચય
મૂળનામ: અક્ષયદાસ રહિયાદાસ સોની
જન્મસ્થળ: જેતલપુર (અમદાવાદ)
જન્મ: 1591મૃત્યુ: 1656
ઉપનામ (બિરુદ): પંચીકરણ, ગુરુશિષ્ય, સંવાદ, અનુભવબિંદુ,
અખેગીતા, કૈવલ્યગીતા, અખાના પાડો, અખાના સોરઠા, ચિત્ત વિચાર સંવાદ,
બ્રહ્મલીલા, સાત વાર, મહિના, કાગળ, કુંડલિયા
અખોની પંક્તિઓ
ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે સૂર.
અમારે હજારે વર્ષ અંધારે ગયા, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા.
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ
ઓછું પાત્રને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો
ગુરુ થા તારો તુજ, નથી બીજો કોઈ ભજવા
અખોની વિશેષતા
અખો વ્યવસાયે સોની હતો.
અખો તેના ‘છપ્પા’ (છ કડીનું પદ) માટે પ્રખ્યાત છે.
ઓળખ: “હસતો ફિલસૂફ” (ઉમાશંકર જોશી દ્વારા), બ્રાહ્મી સાહિત્યકાર અને વેદાંત
કવિ (કાકા કાલેલકર દ્વારા)
પોતાનું ગુજરાન ચલાવવા માટે અખો અમદાવાદમાં આવેલ ખાડિયાની દેસાઈ પોળમાં
રહેતો હતો.
અખો મુઘલ બાદશાહ જહાંગીરની અમદાવાદ ખાતેની સરકારી ટંકશાળના ઉપરી હતા.
અખાના છપ્પાની વિશેષતા કટાક્ષશક્તિ, માર્મિકતા અને તળપદીચોટતા છે.
અખાએ કાશીના બ્રહ્માનંદજીને પોતાના ગુરુ બનવ્યા હતા.

