શામળ ભટ્ટ જીવનચરિત્ર
શામળ ભટ્ટ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ગુજરાતી કથાત્મક કવિ હતા. તેઓ તેમના
“પદ્ય-વાર્તા” માટે જાણીતા છે.
“પદ્ય-વાર્તા” માટે જાણીતા છે.
શામળ ભટ્ટ પરિચય
જન્મ: ગોમતીપુર (વેંગણપુર), અમદાવાદ
મૃત્યુ: 1765
શામળ ભટ્ટની કૃતિઓ:
વેતાલપચીસી, રાવણ મંદોદરી સંવાદ, નંદબત્રીસી, પદ્દ્માવતી, ચંદ્રાવતી, દ્રૌપદી વસ્ત્રાહરણ, શિવપુરણ, અંગદવિષ્ટિ, સિંહાસનબત્રીસી, મદનમોહના, સૂડા-બહોતેરી, બરાસકસ્તુરી, ભદ્રભામિની, અંગદવિષ્ટિ, શિવપુરાણ
શામળ ભટ્ટની પંક્તિઓ:
સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષણ સાથે, એ જ કવિ જણ એક.
વાડ થઈને ચીભડાં ગળે, સોંધી વસ્તુ ક્યાંથી મળે
ગાજયા મેઘ વરસે નહીં.
શામળ ભટ્ટની વિશેષતા:
ઓળખ: ગુજરાતી સાહિત્યના પ્રથમ વાર્તાકાર, પદ્યવાર્તાના પિતા તરીકે જાણીતા છે.
શામળની અટક ત્રવાડી હતી. પરંતુ તે વ્યવસાયે કથકે હોવાથી ભટ્ટ કહેવાતા.
નવલરામે શામળને “વાણિયાનો કવિ” કહ્યા છે.
ભવાયાઓને પડકાર ઝીલી સુંદર વાર્તાઓ કહી શમલે પોતાની સર્વોપરિતા બતાવી હતી.
શામળ ભટ્ટ સંસ્કૃત, વ્રજ અને ફારસી ભાષાના પણ જાણકાર હતા.

