હસ્તકલા (લોકભરત, માટીકામ, કાષ્ઠકામ અને સજાવટ):
ગુજરાતમાં કાષ્ઠશિલ્પ, રાચરચીલું, પશુ શણગારનું હીર અને મોતી ભરત, મોચીઓનું
કટાવ કામ અને આરી ભરત, કચ્છી કામણગારી શૈલીનાં ભીંતચિત્રો, દક્ષિણ ગુજરાતનાં
રાઠવા આદિવાસીઓના પીઠોરાનાં ચિત્રો, દેવીપૂજકનું માતાના ચંદરવાનું છાપકામ,
પોથીચિત્રોની પ્રાચીન પરંપરા, કચ્છ અને કાઠિયાવાડની બારીઓના ઓરડા, ઓસરી અને
કોઠીકોઠલા પરની લીંપણ નક્કાશી વગેરેમાં વિવિધતા રહેલી છે.
સૌરાષ્ટ્રની પ્રાદેશિક ઓળખ બનેલી ‘તીતીડા ભાત’- ત્રિપાંખડીની ભાત પ્રસિદ્ધ
છે.
કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્રમાં ‘ખચીતમ્’ સોયથી ભરેલા ભરતનો ઉલ્લેખ છે.
ભરત આધારિત જ્ઞાતિઓમાં મોચી ભરત, બખિયા ભરત, ખાટ ભરત, મહાજન ભરત, રબારી
ભરત, કણબી ભરત, કાઠી ભરત, આહિર ભરત વગેરેનો સમાવેશ થાય છે.
ભરતકામ શીખનાર દરેક વ્યક્તિ શરૂઆતમાં ધ્રાણિયો ભરતા હોય છે. ચિત્રોની
ભાત ભરવામાં આવતી હોય છે. આવા ધ્રણિયાનું ઘરશણગારમાં વિશિષ્ટ સ્થાન છે.
લગ્નપ્રસંગે દિવાલ પર લગાવી શણગાર કરવામાં આવતા હોય છે. જેમાં અલગ અલગ
પ્રકારની વનસ્પતિ, પ્રાણી, પક્ષી તેમજ વિવિધ ભૌમિતિક ભાતો ઉપસાવવામાં
આવતી.
1. કચ્છી આરી ભરત/મોચી ભરત
- કચ્છમાં ગૃહ ઉદ્યોગ તરીકે ‘ભરતકામ’ ખૂબ જ જાણીતું છે. કચ્છમાં
માંડવીના મોચી અને ખાવડા વિસ્તારના મોચી, મતવા, જત કોમનાં લોકો
મોચી ભરત માટે જાણીતા છે. આ ભરતમાં ભરતમાં આરીનો આરીનો ઉપયોગ થતો
હોવાથી ‘આરીભરત’ પણ કહેવાય છે.
- આરી ભરતમાં સાટીન, રેશમ કે ગરમ કાપડ અને રંગીન દોરા કે
સોના-ચાંદીના ઝીણા તારથી ભરતકામ કરવામાં આવે છે.
- કચ્છી મોચીઓમાં (1) આરી ભરતભરા (2) ભરતભરા એમ બે વર્ગમાં
વહેંચાયેલા છે.
- આરી ભરતભરાને ‘મોચી જણસાળી’ તરીકે ઓળખવામાં આવે છે.
- આરી ભરતકામમાં મુઘલ શૈલીનો પ્રભાવ પણ જોવા મળે છે.
- કબજા, સાડીની કિનાર, કુચલી, ચણિયા, ચાકળા, ચંદરવા, પછીતપાટી,
વૈષ્ણવ સંપ્રદાયની પીંછવાઈની બનાવટમાં આરી ભરતનો ઉપયોગ થાય છે.
2. કચ્છનું બન્ની ભરત
- ભરતકામની પરંપરાઓમાં બન્ની ભરત જાણીતું છે. કચ્છની લોકનારીઓએ
ભરતકામની આ શૈલી વિકસાવી છે.
- આ ભરત પર બલૂચી અને સિંધી અસર દેખાય છે.
- જતનારીઓ પહેરવેશમાં કે કજરીના આગળના ભાગમાં ભરતકામ કરે છે. આ
ભરતની સફાઈ, આકૃતિઓની સપ્રમાણતા, રંગોની વિશિષ્ટ મેળવણી એ એની
આગવી વિશેષતા છે.
- જત કોમની નારીઓ પોતાના આખા પહેરવેશ કે કજરીના આગળના કોઠામાં
ભરતકામ કરે છે. આ કોમ મૂળ ઈરાન, અરબસ્તાન તરફથી ઊતરી આવી હોવાથી
એમના ભરતકામમાં ઈરાની ભરતની આગવી લાક્ષણિકતા જોવા મળે છે.
- આ ઉપરાંત કચ્છમાં ભૂજ, માંડવી અને અંજારમાં ચૂંદડી, સાફા, રૂમાલ,
ચાદરો વગેરે પરનું રંગાટીકામ કરવાના ગૃહ ઉદ્યોગો વિકસેલા જોવા
મળે છે.
3. સૌરાષ્ટ્રનું આભલા ભરત
- સૌરાષ્ટ્રની મહિલાઓ દ્વારા ખાંપુ (નાના ગોળ આભલા)નો ઉપયોગ
કરવામાં આવે છે.
- આભલા ભરતકામ પ્રાચીન સમયમાં લીંબડી અને કપડવંજમાં કરવામાં આવતું.
- લગ્નપ્રસંગે માથે મુકાતા મોડિયા પર તથા બળદની ઝૂલોમાં સફેદ અને
રંગીન દોરાઓથી આભલા ટાંકવામાં આવતા હતા. આ ભરત સૌરાષ્ટ્ર
વિસ્તારની વિશેષતા છે.
4. સુજની ભરત
- સુજની એ રેશમ કે સાદા દોરાથી તાણા વાણાના તાંતણે બંધાયેલી
નકશીદાર કામગીરી છે.
- ભરૂચની પ્રસિદ્ધ વણાટ તકનીક જે 19મી સદીના મધ્ય ભાગમાં વિકસી
હોવાનું મનાય છે. જેમાં બેવડી વણાટ તકનીકનો ઉપયોગ કરી બંને બાજુ
કાપડ પર વણાટકામ કરવામાં આવે છે.
- સુજની ભરતમાં એકપણ ટાંકો લીધા વગર રૂની રજાઈ તથા ગૃહ સુશોભનની
વસ્તુઓ બનાવવામાં આવે છે.
- સુજની આંદામાન-નિકોબાર ટાપુઓની કલા હોવાનું માનવામાં આવે છે.
5. કિનખાબ
- ગુજરાતમાં સાડીઓ રેશમમાંથી બનાવવામાં આવે છે. તેમના પર વિશેષ જરી
(સોના અને ચાંદીના તાર)નો ઉપયોગ કરવામાં આવે છે. જેને કિનખાબ
તરીકે ઓળખવામાં આવે છે.
- જેમાં જાંબુડિયા અને લાલ રંગનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે.
જયારે લીલા રંગ દ્વારા ફૂલો, પક્ષીઓ, પ્રાણીઓ વગેરેને ચિત્રિત
કરવામાં આવે છે.
- ગુજરાતમાં સુરત, અમદાવાદ, જામનગર કિનખાબ માટે જાણીતા કેન્દ્રો
છે.
6. મશરૂ
- મશરૂના વણાટમાં કાપડની બહારની બાજુએ રેશમી અને અંદરની બાજુએ સુતરાઉ
દોરાથી વસેલાં રેશમી લહેરિયામાં રેશમી અને સુતરાઉ દોરાને લાલ, લીલા,
પીળા રંગોથી રંગવામાં આવે છે.
- કચ્છની કેટલીક ક્રોમ દહેજ માટેના કપડા સીવડાવવા મશરૂનો ઉપયોગ કરે છે.
કટારિયો, કમખી, કંકણી, સોદાગરી, અરબી મશરૂની મુખ્ય ડિઝાઈન છે.
- એક સમયે આ કાપડ ગુજરાતમાં ભૂજ અને સુરતમાં બનતું હતું.
7. તણછાંઈ
- તણછાંઈમાં રેશમી કાપડનો ઉપયોગ થાય છે જેના પર સિંહ, હાથી વગેરેની
આકૃતિઓ છાપવામાં આવે છે.
- આ પ્રકારના કાપડનું ઉત્પાદન સુરતમાં થાય છે.
- કાઠી ભરત
- આ ભરતકામની શૈલી સૌથી પ્રાચીન છે.
- કાઠીભરત સૌરાષ્ટ્રમાં કાઠી કોમની મહિલાઓ દ્વારા થાય છે. જેમાં
કૃષ્ણલીલા, ઢોલામારું, રામાયણ પશુ-પક્ષીઓ વગેરે ભાત ભરત દ્વારા
ઉપસાવવામાં આવે છે.
- સૌરાષ્ટ્રના જૂના ભરતકામમાં કાઠી ભરતનો સમાવેશ થાય છે.
- કાઠી ભરતકામ ગૃહ શણગાર, પશુ શણગાર તથા પહેરવેશ માટે જાણીતું છે.
- કાઠી ભરતકામ સોય અને આરી બંને દ્વારા કરવામાં આવતું હતું. જેમાં ગણેશ
સ્થાપના, સૂરજ સ્થાપન, ચાકળા, તોરણ બનાવવામાં આવતા.

