પ્રસ્તાવના
શિક્ષણનું દર્શન અને તેના તત્વો વિવિધ વિચારધારાઓ પર આધારિત છે, જે શિક્ષણને અર્થપૂર્ણ અને અસરકારક બનાવે છે. આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ જેવી વિચારધારાઓ શિક્ષણને સરળતાથી સમજવા અને તેની નીતિમાં મૂલ્યો ઉમેરવા માટે મદદરૂપ થાય છે. આ વિચારધારાઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ માની શકાય છે, જેમાં આધ્યાત્મિકતાથી માંડીને પ્રાકૃતિક પર્યાવરણ સાથેના સમન્વય સુધીનો સમાવેશ થાય છે. શિક્ષણમાં આ તત્વો વિશે વધુ જાણવાથી આપણે શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ વિકસાવી શકીએ છીએ, જે વ્યક્તિ અને સમાજના લાંબા ગાળાના વિકાસ માટે મૂળભૂત છે.
{getToc} $title={Table of Contents} $count={Boolean}
કેળવણી
શિક્ષણની ફિલસુફી
દર્શન એટલે શું?
કેળવણીનું દર્શન એટલે શું?
શા માટે કેળવણીનું દર્શન સીલેબસનો ભાગ છે ?
વિવિધ વિચારધારાઓ શું છે?
કેવા પ્રશ્નો પૂછશે?
ગોખવાની કોશિશ ના કરશો ?
સમજ આધારિત પ્રશ્નો પૂછાશે
શિક્ષણના પરિપ્રેક્ષ્યમાં સમજવાની કોશિશ કરો
કેળવણીની વિચારધારાઓ
આદર્શવાદ
આદર્શવાદના સ્વરૂપ
- સૌથી પ્રાચીન વિચારધારા
- વિચારવાદ આધ્યાત્મિકવાદ, બ્રહ્મવાદથી ઓળખાય છે.
- સૌપ્રથમ થેલ્સ દ્વારા વિચાર રજુ કરાયો, સોક્રેટીસે રજૂઆત કરી પણ આદર્શવાદના પિતા પ્લેટો હતા. (The Republic, મેનો, ફ્રેડો ગ્રંથ લખી)
- આ વાદના મતે આધ્યાત્મિક જગત ભૌતિક જગત કરતા વધુ મહાન છે.
- વૈજ્ઞાનિક તત્વો કરતા વિચાર, ભાવ અને આદર્શને મહત્વ
- વિચારને અનંત અને અપરિવર્તનશીલ માને છે.
- પ્રકૃતિ કરતા મનુષ્યને મડત્વ
- અંતિમ તત્વ અને સત્ય આધ્યાત્મિકતા
- વિચાર હંમેશા અમૂર્ત હોય એમ માને છે.
- આ દુનિયા ઈશ્વરે બનાવેલ છે અને આત્મા ઈશ્વરનો અંશ છે.
આ વાદ મુજબ બે પ્રકારની દુનિયા:
1. ભૌતિક દુનિયા
2. આધ્યાત્મિક દુનિયા
આદર્શવાદના સિદ્ધાંતો
- જગત ઈશ્વરે બનાવ્યું.
- આધ્યાત્મિક જગત ભૌતિક જગતની અપેક્ષાએ શ્રેષ્ઠ છે.
- મનુષ્ય સંસારની સર્વોત્તમ રચના છે.
- મનુષ્યનો વિકાસ આધ્યાત્મિક વિકાસ પર નિર્ભર
- અંતિમ ધ્યેય – આત્માનુભુતી, ઈશ્વરની પ્રાપ્તિ
- સત્યમ શિવમ સુંદરમની પ્રાપ્તિ કરવી
- નૈતિક આચરણ જરૂરી
આદર્શવાદના ઉદ્દેશ
- ઈશ્વર અને આત્માની ઓળખ
- શારીરિક માનસિક વિકાસ
- નૈતિક અને ચારિત્ર વિકાસ
- શ્રેષ્ઠ નાગરિકોનું નિર્માણ
- બુદ્ધિ અને વિવેકશક્તિનો વિકાસ
આદર્શવાદના ચિંતકો
- ભારતીય ચિંતકો : સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ ઘોષ, સર્વપલ્લી રાધાકૃષ્ણન, ગાંધીજી, વિનોબા ભાવે, શંકરાચાર્ય
- પશ્ચિમી ચિંતકો: પ્લેટો, એરિસ્ટોટલ, રૂસો, સ્પેન્સર, ફ્રૉબેલ
વિશેષતા
- વસ્તુ કરતા વિચારને મહત્વ
- આધ્યાત્મિક સત્ય અને મૂલ્યોમા વિશ્વાસ
- વ્યક્તિત્વના વિકાસને મહત્વ
- આત્મા અને મનને વાસ્તવિક ગણે છે.
જ્ઞાનપ્રાપ્તિની રીત
- જ્ઞાન અમૂર્ત અને પૂર્વનિર્મિત છે.
- ગુરુ એ જ્ઞાનનો મુખ્ય આધાર છે.
- વૈચારિક સત્યને પામવા ચિંતન અને આંતરનિરિક્ષણ બે શ્રેષ્ઠ રીત છે.
- ધ્યાન, મનન, અંતઃ સ્ફૂરણા પર ભાર
આદર્શવાદ મુજબ શિક્ષણના હેતુઓ :
1. આધ્યાત્મિક વિકાસ કરવો
2. વિદ્યાર્થીમાં આત્માનુભૂતિની ભાવના કેળવવી
૩. આદર્શો અને મૂલ્યોનું સિંચન
4. વિદ્યાર્થીને પવિત્ર જીવન માટે તૈયાર કરવા
5. નૈતિક આચરણ પર વિશેષ ભાર
આદર્શવાદ અને અભ્યાસક્રમ:
અભ્યાસક્રમમાં જ્ઞાનાત્મક, ભાવનાત્મક અને ક્રિયાત્મક બાબતોનો સમાવેશ
અભ્યાસક્રમ ગતિશીલ હોવો જોઈએ.
ભાષા, સાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન કમી ધર્મ, આધ્યાત્મવાદ, આચરણશાસ્ત્ર, નીતિશાસ્ત્ર જેવા વિષયો
આદર્શવાદ અને અધ્યયન – અધ્યાપન પદ્ધતિ
આદર્શવાદીઓ વાદ-વિવાદ વ્યાખ્યાન પદ્ધતિ, સ્વાધ્યાય પદ્ધતિને વિશેષ મહત્વ આપે છે.
આદર્શવાદી ચિંતકો જેવા કે સોક્રેટિસ પ્રશ્નોત્તર પદ્ધતિ, પ્લેટો સંવાદ પદ્ધતિ, એરિસ્ટોટલ આગમન-નિગમન પદ્ધતિ, પેસ્ટોલોજી ક્રિયાગત શિક્ષણ પદ્ધતિને મહત્વ આપે છે.
આદર્શવાદ અને અધ્યયન –અધ્યાપન પદ્ધતિ
અધ્યાપન પદ્ધતિ
વાદ-વિવાદ, વ્યાખ્યાન, પ્રશ્નોત્તર
સંવાદ
આગમન –નિગમન
તર્કવીધી
અભ્યાસ અને પુનરાવર્તન
પ્રશિક્ષણ
રમત દ્વારા શિક્ષણ
પુરસ્કર્તા
સોક્રેટીસ
પ્લેટો
એરીસ્ટોટલ
હેગલ
પેસ્ટોલોજી
હર્બટ
ફ્રોબેલ
આદર્શવાદ અનુસાર શિક્ષક
- શિક્ષકનું સ્થાન ઉચ્ચ કક્ષાનું છે.
- તેણે વિદ્યાર્થીઓ સમક્ષ આદર્શ વ્યકિતત્વ રજૂ કરવાનું છે.
આદર્શવાદ અને શિસ્ત
- આદર્શવાદીઓ બાળકમાં ચારિત્ર્ય ઘડતર, આત્મ સાક્ષાત્કાર, નીતિ, સદાચાર જેવા ગુણોના વિકાસ માટે કડક શિસ્તની હિમાયત કરે છે.
આદર્શવાદ અને શાળા
- શાળાનું વાતાવરણ પ્રભાવશાળી હોવું જોઈએ.
- શાળામાં જેમ જેમ ચારિત્ર્ય ઘડતર થતું જાય તેમ તેમ શિસ્ત બાબતે સ્વતંત્રતા આપવાની હિમાયત કરે છે.
- આદર્શવાદ વ્યકિતની તુલનામાં સમાજ અને રાષ્ટ્રને મહાન ગણે છે.
- તે અંશ કરતાં સમગ્રને વિશેષ મહત્વપૂર્ણ માને છે.
- શાળાને ખુબ જ જરૂરી ગણે છે
વર્તમાન શિક્ષણમાં સ્થાન
1. આત્મસાક્ષાત્કાર
2. શિક્ષકનું સ્થાન
૩. નૈતિક શિક્ષણ પર ભાર
4. સર્વાંગી વિકાસ પર ભાર
પ્રકૃતિવાદ
પ્રકૃતિને ધ્યાનમાં રાખતી વિચારધારા છે.
જેને ભૌતિકવાદ કે પદાર્થવાદ, નિસર્ગવાદ પણ કહે છે.
બાળકની પ્રકૃતિને કેન્દ્રમાં રાખતી આ વિચારધારા છે.
માત્ર પ્રકૃતિ જ સર્વેસર્વા છે.
પ્રકૃતિના નિયમો સિવાય અન્ય મૂલ્યો કે નિયમો નથી.
કુદરતની કેળવણી પર ભાર મૂકે છે.
પ્રકૃતિવાદની વ્યાખ્યા
પ્રકૃતિ એ જ સત્ય છે બાળક એ સંસ્કૃતિનો નહીં પરંતુ વિશાળ પ્રકૃતિનો એક ભાગ છે. રૂસો
પ્રકૃતિવાદ વિજ્ઞાનના જ્ઞાનને અંતિમ માને છે, જેમાં વિજ્ઞાનના જ્ઞાનથી બહાર અથવા દાર્શનિક જ્ઞાનનું કોઈ સ્થાન નથી. – પેરી
પ્રકૃતિવાદ એક એવો સિદ્ધાંત છે જે ઈશ્વરને પ્રકૃતિથી અલગ કરે છે, આત્માને ભૌતિકતાના નિયંત્રણ હેઠળ માને છે. – વોર્ડ જેમ્સ
પ્રકૃતિવાદ આધ્યાત્મિકતાનો અસ્વીકાર કરે છે.
પ્રકૃતિવાદ પ્રકૃતિને જ સર્વશ્રેષ્ઠ શિક્ષિકા માને છે.
પ્રકૃતિવાદના મતે કુદરતને ઓળખવી અને બાળકને ઓળખવો એટલે પ્રકૃતિને ઓળખવી.
પ્રકૃતિવાદ બાળકને સમગ્ર પ્રકૃતિનો એક ભાગ માને છે.
પ્રકૃતિવાદ ઈન્દ્રિયોને જ્ઞાનના દ્વાર માને છે.
પ્રકૃતિવાદ અનુભવજન્ય જ્ઞાન પર ભાર મૂકે છે.
પ્રકૃતિવાદના મતે નિસર્ગ સાથેની સંવાદિતા જીવનમાં પરમ શાંતિનો અનુભવ આપે છે.
પ્રકૃતિવાદ મગજમાં બહારથી લદાયેલા જ્ઞાનનો વિરોધ કરે છે.
જ્ઞાનનો સ્ત્રોત મગજ નથી પણ ઇન્દ્રિયો છે
પ્રકૃતિ અને ભગવાન અલગ છે
ઈશ્વરના અસ્તિત્વને નકારે છે
આધ્યાત્મીક્તાને નકારે છે
પ્રકૃતિવાદી ચિંતકો
પ્રકૃતિવાદનો શિક્ષણમાં સૌપ્રથમ ઉપયોગ કરવાનો યશ બેકન અને ક્રોમોનિયશને ફાળે જાય છે પરંતુ પ્રકૃતિવાદના પિતા તરીકે રૂસોની ગણના થાય છે.
જેમણે એમિલ’ અને ‘સામાજિક કરાર’ નામનું પુસ્તક લખ્યું હતું.
અન્ય પશ્ચિમી પ્રકૃતિવાદી ચિંતકોમાં પેસ્ટોલોજી, ફોબેલ, એરિસ્ટોટલ વગેરેની ગણના થાય છે જ્યારે ભારતીય પ્રકૃતિવાદી ચિંતકોમાં મહાત્મા ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોર, ગિજુભાઈ બધેકાનું નામ અગ્રેસર છે.
પ્રકૃતિવાદની વિશેષતા
ઈન્દ્રિય જ્ઞાનનું દ્વાર છે.
શિક્ષણની પ્રક્રિયામાં બાળકનું સ્થાન મુખ્ય છે.
બાળકમાં રહેલું ઈશ્વરીય તત્વ એ જ અંતિમ સત્ય છે.
પાઠયપુસ્તકના જ્ઞાનનો વિરોધ કરે છે.
‘પ્રકૃતિ તરફ પાછા વળો’ – રૂસો
જ્ઞાન પ્રાપ્તિની રીત
પ્રકૃતિ જ જ્ઞાન પ્રાપ્તિનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે.
પ્રકૃતિરૂપી પુસ્તકમાંથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તે ઉત્તમ જ્ઞાન છે.
બાળકને પ્રાકૃતિક પરિસ્થિતિમાંથી શીખવા દેવું એ જ્ઞાન પ્રાપ્તિની ઉત્તમ રીત છે.
અવલોકન, નિરીક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું તેમજ અનુભવજન્ય જ્ઞાન મેળવવામાં પ્રકૃતિવાદીઓ શ્રદ્ધા રાખે છે.
ક્રિયા દ્વારા શિક્ષણ અને અનુભવ દ્વારા શિક્ષણ પર ભાર
પ્રત્યક્ષ અનુભવો પર ભાર
સ્વ-શિક્ષણ, આત્મવિકાસ, વ્યક્તિગત અનુભવો પર ભાર
પ્રકૃતિવાદના સિદ્ધાંતો
પ્રકૃતિ અંતિમ સત્ય
સમગ્ર બ્રહ્માંડ પ્રકૃતિના નિયમોથી શાસિત છે.
ઈશ્વર અને આત્મા નથી.
બાળક શિક્ષણનાં કેન્દ્રમાં હોવું જોઈએ.
પ્રકૃતિવાદના સિદ્ધાંતો
બાળકને તેની પ્રકૃતિ અનુસાર શિક્ષણ
શિક્ષકને સ્વતંત્રતા
વર્તમાન અને ભવિષ્યના સુખો પ્રાપ્ત કરવા
પર્યાવરણ સાથે અનુકુલન
સ્વ વિકાસ પર ભાર
પ્રકૃતિવાદ અનુસાર શિક્ષણના હેતુઓ
બાળકને પૂર્ણ માનવ બનવાની દિશામાં સહાયક બનવું.
બાળકનું વર્તમાન અને ભાવિ જીવન સુખમય બનાવવું.
બાળકને જીવનમાં આવતી મુશ્કેલીઓથી અવગત કરવું.
બાળકને વાતાવરણ સાથે સુસંવાદિતા સાધે તેવી ક્ષમતા બક્ષવી.
બાળકનો પ્રાકૃતિક વિકાસ કરવો.
બાળકના વ્યકિતત્વનો સર્વાંગી વિકાસ કરવો.
પ્રકૃતિવાદ અને અભ્યાસક્રમ
અભ્યાસક્રમ રમતરૂપ લાગે તેવો હોવો જોઇએ તેમજ તે પ્રત્યક્ષ અનુભવ મળે તેવા અભ્યાસક્રમને સ્થાન આપવાની તરફેણ કરે છે.
અભ્યાસક્રમ વૈયક્તિક તફાવતોને ધ્યાનમાં રાખીને તેમજ બાળકના શારિરિક અને માનસિક વિકાસના તબકકાને અનુરૂપ હોવો જોઈઅએ તેવું સ્પષ્ટપણે માને છે.
પ્રકૃતિવાદીઓ ખેલકૂદ, સ્વાસ્થય, શરીર વિજ્ઞાન, પદાર્થવિજ્ઞાન, ભાષા, ભૂગોળ, ઈતિહાસ, ગણિત, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ગૃહ વિજ્ઞાન જેવા વિષયો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવા પર ભાર મૂકે છે. તેમજ સાહિત્ય અને સાંસ્કૃતિક વિષયોને ગૌણ સ્થાન આપે છે.
પ્રકૃતિવાદ અને અધ્યયન-અધ્યાપન પદ્ધતિ
પ્રકૃતિવાદીઓ બાળ કેન્દ્રિત અધ્યાપન પદ્ધતિ પર ભાર મૂકે છે.
તેમના મતે અધ્યાપન પદ્ધતિમાં ક્રિયા, અનુભવ, ખેલકૂદનો સમન્વય હોવો જોઈએ.
પ્રકૃતિવાદીઓ શિક્ષણમાં નિરીક્ષણ પદ્ધતિ, રમતગમત પદ્ધતિ, ડાલ્ટન પદ્ધતિ મોન્ટેસરી પદ્ધતિ હ્યુરિસ્ટિક પદ્ધતિ પર ભાર મૂકે છે.
પ્રકૃતિવાદ અનુસાર શિક્ષક
પ્રકૃતિવાદીઓ શિક્ષણમાં શિક્ષકનું સ્થાન ‘દિગ્દર્શક’ તરીકે હોવું જોઈએ એવું માને છે એટલે કે શિક્ષકે પડદા પાછળ રહીને પોતાની ભૂમિકા ભજવવાની છે તેમજ બાળક માટે શાળામાં મુકત વાતાવરણ તૈયાર કરી માર્ગદર્શક બનીને પોતાનું કાર્ય કરવાનું છે.
પ્રકૃતિવાદ અને શિસ્ત
પ્રકૃતિવાદીઓ દમનયુકત શિસ્તનો વિરોધ કરે છે. તે કુદરતના પરિણામો દ્વારા શિસ્તનો સિદ્ધાંત શીખવવા પર ભાર મૂકે છે.
પ્રકૃતિવાદ અને શાળા
પ્રકૃતિવાદીઓના મતે શાળાની વ્યવસ્થા સ્થિતિસ્થાપક, સ્વતંત્ર વાતાવરણ ધરાવનાર અને પ્રકૃતિ કેન્દ્રિત નિયમોથી બનેલી હોવી જોઈએ.
પશ્ચિમ બંગાળમાં આવેલી વિશ્વભારતી યુનિવર્સિટી પ્રકૃતિવાદી સંસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. જેની સ્થાપના રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કરવામાં આવી હતી.
બંધીયાર સ્કૂલનો વિરોધ કરે છે.
પ્રકૃતિવાદનું શિક્ષણમા પ્રદાન
બાળક કેન્દ્રમાં
ઈન્દ્રિયો દ્વારા શિક્ષણ
મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓને મહત્વ
વ્યવહારવાદ
વ્યવહારવાદનો ઉદભવ 19મી સદીમાં અમેરિકા થયો હતો.
વ્યવહારવાદ એ આધુનિક વિચારધારા છે, વ્યવહારવાદને પોતાની આગવી વિશેષતાને કારણે પ્રકૃતિવાદ અને આદર્શવાદ વચ્ચેનો મધ્યમમાર્ગ કહેવામાં આવે છે.
જેને પ્રયોજનવાદ, ઉપકરણવાદ, પ્રયોગવાદ તેમજ ઉપયોગિતાવાદનો અન્ય નામથી પણ ઓળખવામાં આવે છે.
વ્યવહારવાદ માટે અંગ્રેજી શબ્દ Pragmatism છે.
જેનો અર્થ કરવામાં આવેલું કાર્ય એવું થાય છે.
વ્યવહારવાદની વ્યાખ્યા
વ્યવહારવાદ અર્થનો સિદ્ધાંત, સત્યનો સિદ્ધાંત, જ્ઞાનનો સિદ્ધાંત, વાસ્તિવિકતાનો સિદ્ધંત આપે છે. – જેમ્સ બી. પ્રેટ
વ્યવહારવાદ મનનો સ્વભાવ અને વલણ છે. આ સત્ય અને વિચારોની પ્રકૃતિનો પણ સિદ્ધાંત છે, અંતિમરૂપમાં તે વાસ્તવિકતાનો પણ સિદ્ધાંત છે. – વિલિયમ જેમ્સ
વ્યવહારવાદ ક્રિયા, વ્યસ્તતા, પ્રતિબદ્ધતા અને સાડસને પોતાનો કેન્દ્રીય વિષય બનાવે છે. – રીઈડ
વ્યવહારવાદ ‘પ્રેકિટકલ’ અસર પર ભાર મૂકે છે.
વ્યવહારવાદ દરેક બાબતને ઉપયોગિતાની દ્રષ્ટિએ જુએ છે. ઉપયોગિતાનું તત્વ વ્યવહારવાદને ઓળખવા માટેની નિશાની છે.
વ્યવહારવાદીઓ પ્રયોગશીલતાને સર્વોચ્ચ સ્થાન આપે છે.
વ્યવહારવાદીઓના મતે બદલાતી નવીન પરિસ્થિતિઓ વચ્ચે સતત શીખતા રહેવું જોઈએ.
વ્યવહારવાદના મતે(અંતિમ સત્ય જેવું કશું નથી ‘પરિવર્તન’ એ જ અંતિમ સત્ય છે.
વ્યવહારવાદના મતે વ્યકિત અને તેની પરિસ્થિતિ વચ્ચે સતત આંતરક્રિયા ચાલતી રહે છે. આ આંતરક્રિયા પરિણામે તે જ્ઞાન પ્રાપ્ત કરે છે.
વ્યવહારવાદના મતે કોઈ પણ સમસ્યાને ઉકેલવા માટે જે અનુભવમાંથી પસાર થઈએ છીએ તેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે.
શિક્ષણ એ સામાજિક વિકાસની પ્રક્રિયા છે.
વ્યવહારવાદ સિદ્ધાંતો
સત્ય પરિવર્તનશીલ છે
જે સાબિત કરી શકાય તે જ સત્ય છે
ઉપયોગીતાવાદનો સિદ્ધાંત
શાળા સમાજની લઘુઆવૃત્તિ છે
વ્યવહારવાદી ચિંતકો
સૌપ્રથમ વખત પ્રયોગ ચાર્લ્સ પિયર્સેએ કર્યો હતો.
જ્હોન ડયૂઈ, વિલિયમ જેમ્સ અને જેમ્સ રોસ એ પશ્ચિમી વ્યવહારવાદી ચિંતકો છે જ્યારે ભારતીય વ્યવહારવાદી ચિંતકોમાં મહાત્મા ગાંધીનું નામ મોખરે છે.
વ્યવહારવાદની વિશેષતા
વ્યવહારવાદ શિક્ષણની સમગ્ર પ્રક્રિયામાં વિદ્યાર્થીને કેન્દ્ર બનાવે છે.
વ્યવહારવાદ નૂતન શિક્ષણ પદ્ધતિને અનુમોદન આપે છે.
વ્યવહારવાદના મતે જ્ઞાન અનુભવજન્ય છે. અનુભવના પરિપાકરૂપે જ્ઞાન જન્મે છે.
વ્યવહારવાદ માનવહિતવાદી, પ્રયોગવાદી, નામરૂપવાદી, જીવ વિજ્ઞાનવાદી સ્વરૂપ ધરાવે છે.
જ્ઞાન પ્રાપ્તિની રીત
વ્યવહારવાદીઓ જ્ઞાનને માહિતીથી ભિન્ન ગણે છે.
જ્ઞાન અનુભવનું પરિણામ છે.
અનુભવની એરણ પરથી પસાર થયેલી માહિતીને જ્ઞાન કહે છે.
જ્ઞાન એટલે સમસ્યા ઉકેલ માટેની સૌથી વધુ સક્ષમ અટકળનો સ્વીકાર.
પરિવર્તન પામતા જગતમાં પ્રત્યેક ક્ષણે નવીન પ્રશ્નો કે સમસ્યાઓ આપણી સમક્ષ ઉપસ્થિત થતી રહેતી હોય છે.
એ સર્વ સમસ્યાનો ઉકેલ વ્યક્તિ બુદ્ધિની સહાયતાથી લાવે છે.
વ્યવહારવાદીઓ જ્ઞાન પ્રાપ્તિ માટે તાર્કિકતા અને વિચાર ઉપર ભાર મૂકે છે.
વ્યવહારવાદ અનુસાર શિક્ષણના હેતુઓ
વિદ્યાર્થીઓને અનુભવ થકી સામાજિક દક્ષતા બક્ષવી.
વિદ્યાર્થીઓને શાળા જીવન દરમિયાન ઉત્તમ જીવન અનુભવો પૂરા પાડવા.
વિદ્યાર્થી ઝડપથી અનુકૂલન સાધી શકે તેવું વાતાવરણ ઊભું કરવું.
વિદ્યાર્થીઓમાં વ્યવસાયી કૌશલ્યોનો વિકાસ કરવો.
વિદ્યાર્થીઓમાં લોકશાહીનું સિંચન કરવું.
વિદ્યાર્થીઓમાં સામાજિક આંતરક્રિયા થકી બૌદ્ધિક વિકાસ કરવો.
લોકતાંત્રિક જીવનનું શિક્ષણ
વ્યવહારવાદ અને અભ્યાસક્રમ
અભ્યાસક્રમ ગતિશીલ અને પરિવર્તનશીલ હોવો જોઈએ.
અભ્યાસક્રમ સમસ્યાઓના સ્વરૂપમાં વ્યકત થયેલો હોવો જોઈએ.
અભ્યાસક્રમ શિક્ષક અને વિદ્યાર્થીને અનુભવાતી સમસ્યામાંથી ઉત્પન્ન થયેલો હોવો જોઈએ.
વાસ્તવિક સમસ્યાઓને હલ કરી શકે તેવો અભ્યાસક્રમ શાળા કક્ષાએ હાથ ધરાવો જોઈએ.
ઉપયોગીતાનો સિદ્ધાંત, રસમુજબનો, અમુભાવાનો સિદ્ધાંત
અભ્યાસક્રમમાં ભાષા, સ્વાસ્થ્ય, વિજ્ઞાન, ઈતિહાસ, ભૂગોળ, ગણિત, શારીરિક શિક્ષણને સ્થાન આપવું જોઈએ.
તે કન્યાઓ માટે ગૃહ વિજ્ઞાન અને કુમારો માટે કૃષિ વિજ્ઞાનની તરફેણ કરે છે.
વ્યવહારવાદના મતે અભ્યાસક્રમ પ્રવૃત્તિ કેન્દ્રી, સ્થિતિસ્થાપક હોવો જોઈએ.
વ્યવહારવાદ અને અધ્યયન-અધ્યાપન પદ્ધતિ
વ્યવહારવાદના મતે અધ્યાપન પદ્ધતિ સમસ્યા ઉકેલ કરી શકે તેવી જોઈએ.
વ્યવહારવાદ શિક્ષણમાં પ્રોજેકટ પદ્ધતિ જૂથ અભ્યાસ પદ્ધતિ, પરિસંવાદ પદ્ધતિ, ચર્ચા વગેરેની તરફેણ કરે છે.
પ્રોજેકટ પદ્ધતિનો સૌપ્રથમ વિચાર જ્હોન ડયુઈને આવ્યો હતો.
તેને યોજનાબદ્ધ સ્વરૂપ આપવાનો યશ ડો. કિલપેટ્રિકને જાય છે
વ્યવહારવાદ અનુસાર શિક્ષક
શિક્ષક વ્યવહારુ, તાલીમબદ્ઘ, કાર્યક્ષમ અને દૂરદર્શિતા ધરાવનાર હોવો જોઈએ.
તે વિદ્યાર્થીઓનો મિત્ર, માર્ગદર્શક અને પ્રશ્ન પૂછવામાં સ્વતંત્રતા આપનાર તેમજ વર્ગખંડમાં વિદ્યાર્થીઓના વિચારનો સ્વીકાર કરી સમસ્યા ઉકેલમાં તત્પરતા દાખવે તેવું લોકશાડી વલણ ધરાવનાર હોવો જોઈએ.
બાળમનોવિજ્ઞાન જાણનાર
વ્યવહારવાદ અને શિસ્ત
વ્યવહારવાદ અને શાળા
વ્યવહારવાદના મતે સામાજિક સમસ્યાઓ હલ કરવા માટે શાળા અને સમાજ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ હોવો જોઈએ.
જેથી બાળકોમાં સામાજિકીકરણ, સ્નેડ, સરકાર, સંપ જેવા ગુણોનો વિકાસ કરી શકાય છે.
વ્યવહારવાદની દૃષ્ટિએ શાળા સમાજની લઘુ આવૃત્તિ છે.
(01) નીચેના વિધાનમાંથી ખરા/ખરું વિધાન/વિધાનો કયાં/કયું છે?
1. પ્રકૃતિવાદ : ઈશ્વરના બદલે પ્રકૃતિને મહત્ત્વ
2. આદર્શવાદ: વિચાર, મુલ્યો, આત્માને મહત્ત્વ
3. વ્યવહારવાદ:ક્રિયા દ્વારા શિક્ષણને મહત્ત્વ
1,2 સાચા
2, 3 સાચા
1, 2, 3 સાચા
1, 3 સાચા
1. પ્રકૃતિવાદ: જ્ઞાન મેળવવાનો સ્ત્રોત બુદ્ધિ (મગજ)
2. અસ્તિત્વવાદ-આદર્શવાદ : જ્ઞાન મેળવવાનો સ્ત્રોત ઈન્દ્રિયો છે.
3. વ્યવહારવાદ : જ્ઞાન મેળવવાનો સ્ત્રોત ક્રિયા છે.
1, 2
2,3
1,3
આપેલ તમામ
વ્યક્તિ એ વિચાર કરતા મહત્ત્વના
બુદ્ધિ (મગજ) એ જ્ઞાન મેળવવાનો રસ્તો છે.
1, 2 સાચા
1,3 સાચા
2, 3 સાચા
આપેલ તમામ સાચા
(04) પ્રકૃતિવાદ બાબતે નીચેના વિધાનોમાંથી સાચું/સાચા વિધાન / વિધાનો પસંદ કરો.
1. આ વાદ મુજબ પ્રકૃતિ અને ભગવાન એક જ છે.
2. આધ્યામિકતાને નકારે છે.
માત્ર 1 સાચું
માત્ર 2 સાચું
બન્ને સાચા
બન્ને ખોટા
(05) વ્યવહારવાદ માટે નીચેના વિધાનોમાંથી સાચું/સાચા વિધાન / વિધાનો પાશે. તે પ્રમદ કરો
1. વ્યવહારવાદ અનુસાર શિક્ષણ એ આધ્યામિક વિકાસની પ્રકૃતિ છે.
2. અનુબંધના સિદ્ધાંતને મહત્ત્વ આપે છે.
3. શાળા સમાજની લઘુ આવૃતિ’ છે એમા માને છે.
1 અને 3
1 અને 2
2 અને 3
આપેલ તમામ
(06) પોતાના પુસ્તક ‘એમિલ’ માં પ્રકૃતિવાદની હિમાયત કરનાર હતા.
બી.એફ. સ્કીનર
જીન.જેક.રૂસો
વિલિયમ કિલોરીક
જહોન ક્યુઈ
(07) અધ્યેતાની સ્વતંત્રતામાં વિશ્વાસ કરનાર દર્શન એટલે?
1. આદર્શવાદ
2. પ્રકૃતિવાદ
3. વ્યવહારવાદપ
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
આપેલ તમામ
(08) વાદ-વિવાદ પદ્ધતિ સાથે કોનું નામ સંકળાયેલ છે?
સોક્રેટીસ
પ્લેટો
એરિસ્ટોટલ
હેગલ
(09) વ્યાખ્યાન કઠન અને પ્રશ્નોતરી પદ્ધતિ સાથે કોનું નામ સંકળાયેલ છે?
સોક્રેટીસ
પ્લેટો
એરિસ્ટોટલ
હેગલ
(10) સંવાદ પદ્ધતિ સાથે કોનું નામ સંકળાયેલ છે?
સોક્રેટીસ
પ્લેટો – આદર્શવાદ
એરિસ્ટોટલ
હેગલ
(11) આગમન- નિગમન પદ્ધતિ સાથે કોનું નામ સંકળાયેલ છે?
સોક્રેટીસ
પ્લેટો
એરિસ્ટોટલ
હેગલ
(12) ‘અભ્યાસ અને પુનરાવર્તન’ પદ્ધતિ સાથે કોનું નામ સંકળાયેલ છે?
હર્બટ
ફ્રોબેલ
પેસ્ટોલોજી
પ્લેટો
(13) રમત દ્વારા શિક્ષણ સાથે કોનું નામ સંકળાયેલ છે?
ફ્રોબેલ
હર્બટ
પેસ્ટોલોજી
હેગલ
(14) તર્ક દ્વારા શિક્ષણ સાથે કોનું નામ સંકળાયેલ છે?
ફ્રોબેલ
હર્બટ
પેસ્ટોલોજી
હેગલ
(15) કેળવણીની દાર્શનિક પદ્ધતિઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો.
1. પ્લેટોને આદર્શવાદના પિતા કહેવાય છે.
2. આદર્શવાદ મુક્ત શિસ્તમા માને છે.
વિધાન 1 સાચું
વિધાન 2 સાચું
બન્ને વિધાન સાચા
બંન્ને વિધાન ખોટા
(16) કઈ દાર્શનિક પદ્ધતિઓમાં શિક્ષકનું સ્થાન મિત્ર અને માર્ગદર્શક તરીકેનું છે.
1. આદર્શવાદ
2. વ્યવહારવાદ
3. પ્રકૃતિવાદ
માત્ર 1
માત્ર 2
માત્ર 3
1 અને 2
(17) નીચેના વિધાનો ધ્યાને લો.
1. આદર્શવાદના મતે જ્ઞાન પૂર્વનિર્મિત છે. તેનું સર્જન શક્ય નથી.
2. પ્રકૃતિવાદના મતે જ્ઞાનનું સર્જન શક્ય છે.
માત્ર 1 સાચું
માત્ર 2 સાચું
બંન્ને ખોટાં
બન્ને સાચાં
(18) નીચેના વિધાનો ધ્યાને લો.
1. પ્રકૃતિવાદમાં ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ ને મહત્ત્વ અપાય છે.
2. વ્યવહારવાદમાં ક્રિયા દ્વારા શિક્ષણને મહત્ત્વ અપાય છે.
માત્ર 1 સાચું
માત્ર 2 સાચું
બંન્ને ખોટાં
બન્ને સાચાં
(19) આદર્શવાદ માટે નીચેના વિધાનો જુઓ.
1. વૈચારિક સત્યને પામવા ચિંતન અને અંતર નિરીક્ષણ પર ભાર મૂકે છે.
2. ગુરુએ જ્ઞાનનો મુખ્ય આધાર છે.
માત્ર 1 સાચું
માત્ર 2 સાચું
બંન્ને ખોટાં
બન્ને સાચાં
(20) આદર્શવાદ મતે નીચેનામાંથી કયા શિક્ષણના શ્રી હેતુઓ છે.
1. આધ્યાત્મિક વિકાસ
2. નૈતિક આચરણ
3. સામાજિક સુસંવાદિતા
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
આપેલ તમામ
(21). આદર્શવાદ નો અભ્યાસક્રમ કઈ બાબતો પર ભાર મુકે છે.
1. જ્ઞાનાત્મક-ભાવનાત્મક- ક્રિયાત્મક બાબતો
2. અભ્યાસક્રમ સ્થિર હોવો જોઈએ.
3. ભાષા, સાહિત્ય, ઈતિહાસ, ભૂગોળ જેવા વિષયોનો સમાવેશ કરે છે.
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
આપેલ તમામ
(22). નીચેના વિધાનો તપાસો.
1. આદર્શવાદ મુજબ મનુષ્ય ઈશ્વરની સર્વશ્રેષ્ઠ રચના છે.
2. આદર્શવાદ મુજબ અંતિમ ધ્યેય વ્યક્તિતત્વનો વિકાસ છે.
માત્ર 1 સાચુ
માત્ર 2 સાચુ
બન્ને સાચા
બંન્ને ખોટા
(23) પ્રકૃતિવાદના સિદ્ધાંતો બાબત નીચેના વિધાનો જુઓ.
1. આ દર્શનમાં શિક્ષકને બદલે બાળક કેન્દ્રમા છે.
2. વર્તમાન અને ભવિષ્યના સુખો પ્રાપ્ત કરવા પર ભાર
3.સ્વ-વિકાસ અને વ્યક્તિત્વ વિકાસ પર ભાર આપે છે.
માત્ર 1 અને 2 સાચાં
માત્ર 2 અને 3 સાચાં
માત્ર 1 અને 3 સાચાં
માત્ર 1,2,3 સાચાં
(24) વ્યવહારવાદના સિદ્ધાંતો બાબત નીચેના વિધાનો જુઓ.
1. આ દર્શન સમાજના નિયમો 146 અનુરૂપ શિક્ષણની હિમાયત કરે છે.
2. આ નિયમ લોકતાંત્રિક. શિક્ષણને મહત્ત્વ આપે છે.
માત્ર 1 સાચું
માત્ર 2 સાચું
બન્ને સાચાં
બન્ને ખોટાં
(25) પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ અને અનુબંધ દ્વારા શિક્ષણ એ કયા સિદ્ધાંતની ભેટ છે?
આદર્શવાદ
પ્રકૃતિવાદ
વ્યવહારવાદ
યથાર્થવાદ
(26) પ્રકૃતિવાદી સંસ્થાનું ઉત્તમ ઉદાહરણ એટલે……
ગાંધી વિદ્યાપીઠ-અમદાવાદ
શાંતિ-નિકેતન – ૫.બંગાળ
મહિલા કોલેજ – પુણે
બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલય- ઉત્તરપ્રદેશ
(27) “વ્યવહારવાદી ચિંતન” સૌ પ્રથમ શબ્દપ્રયોગ કોણે કરેલ?
ચાર્લ્સ પિયર્સ
જ્હોન ડ્યુઇ
વિલિયમ જેમ્સ
જેમ્સ રોસ
(28) વ્યવહારવાદના મતે જ્ઞાન એ શાનુ પરિણામ છે?
અનુભવોનું
ચિંતનનું
ધ્યાનનું
ક્રિયાનું
(29) કયા દાર્શનિક સિદ્ધાંતમા શાળા અને સમાજ વચ્ચે ધનિષ્ઠ સંબંધની વાત કરી છે.
આદર્શવાદ
પ્રકૃતિવાદ
વ્યવહારવાદ
યથાર્થવાદ
(30) મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર અને ગીજુભાઈ બધેકા કયા વાદના ચિંતકો છે.
આદર્શવાદ
પ્રકૃતિવાદ
વ્યવહારવાદ
યથાર્થવાદ