સંક્ષેપીકરણ
સંક્ષેપીકરણ એટલે શું ?
જે વિગતો વિસ્તૃતપણે કહેવાઈ હોય તેને સંક્ષેપ કરનાર દ્વારા ટૂંકાણમાં લખવી તેને સંક્ષેપીકરણ કહેવામાં આવે છે.
તેને સારલેખન અને સારાંશલેખન પણ કહેવામાં આવે છે.
શ્રેષ્ઠ સંક્ષેપીકરણ કરવાની ધ્યાનપાત્ર બાબતો
(1) વાંચન : જે પણ ફકરો અપાયો હોય એને ધ્યાનપૂર્વક વાંચવો જોઈએ.
બને ત્યાં સુધી ફકરો એક વાર વાંચવાથી સમજમાં આવી શકે એવો હશે જ નહીં, જેથી એક વાર અર્થ સળષ્ટ ના થાય તો બે-ત્રણ વાર વાંચવો જોઈએ.
(2) કેન્દ્રસ્થ વિષયની પસંદગી : TET/TAT/HTAT, GPSC કે UPSC કક્ષાએ જયારે આપણે સંક્ષેપ લખતાં હોઈએ ત્યારે આપણી મૌલિકતાની ‘મેચ્યોરીટી’ ને વધુ મહત્ત્વ અપાય છે, જે માટે સૌપ્રથમ આપણે જે ફકરો અપાયો હશે તેના કેન્દ્રસ્થ વિષયને પસંદ કરવો પડશે.
જે માટે સૌપ્રથમ ફકરાની ઊંડાણમાં ઊતરીને કેન્દ્રસ્થ વિષયની છાંટણી કરવી પડશે. જેના આધારે જરૂરી-બિનજરૂરી મુદ્દાની અલગ અલગ છાંટણી કરવી જોઈએ.
(3) મૌલિકતાનું મહત્ત્વ : શાળાકીય અભ્યાસ દરમિયાન આપણને સંક્ષેપ કરવા માટે એવું શીખવવામાં આવતું હતું કે જે મૂળ ફકરો હોય એમાંથી મહત્ત્વની લાગે એવી લીટીઓને સીધી જવાબના ફકરામાં સ્થાન આપવું, પરંતુ અહીં એ વાતને અપનાવવાનો સંપૂર્ણ નિષેધ છે. એના સ્થાને મૂળ ફકરાને પચાવીને એના સારરૂપે મહત્ત્વની બાબતોને જવાબમાં સથાન આપવું જોઈએ.
ફકરાની સીધેસીધી લીટી ઉમેરવી કે લખવી નહીં.
પણ અહીં એક વાત ખાસ યાદ રાખવી કે, મૌલિકતાની સાથે મૂળ વિષયની વાતને જાળવવી એ પહેલી ફરજ આવે છે.
મૌલિકતા સમજૂતી કે વિવરણ બની ના જાય એ માટે સતર્ક રહેવું જરૂરી બને છે.
(4) ઉદાહરણોને કાઢવા : ઘણી વાર એવું બને છે કે, સંક્ષેપીકરણના મૂળ ફકરામાં વધુ પડતાં ઉદાહરણો દ્વારા વાતને સમજાવવામાં આવી હોય છે. આવા સમયે મૂળ વાતને હાનિ ના પહોંચે એવી રીતે જવાબી ફકરામાં ઉદાહરણોને કાઢીને વાતને રજૂ કરવી જોઈએ.
(5) શીર્ષક : શીર્ષક ફકરાના હાર્દને રજૂ કરતું હોવું જોઈએ. જોકે આપણા પેપરમાં મોટા ભાગે શીર્ષક લખવું એવું પુછાતું નથી.
અર્થાત્ સંક્ષેપીકરણના પ્રશ્નમાં શીર્ષક લખવું એ મરજિયાત છે. એમ કહી શકાય.
શીર્ષક ટૂંકમાં જ લખવું.
(6) અંતમાં શબ્દો : જવાબી ફકરાની નીચે ( ) કૌંસ કરીને જવાબમાં કેટલા શબ્દોનો ઉપયોગ કર્યો છે, તેમ લખાય છે. જોકે આ રીતે લખવું એ ફરજિયાત નથી, પરંતુ આ રીતે આખરમાં કૌંસ કરીને શબ્દો લખવાથી મૂળ ફકરાનું આકર્ષણ ચોક્કસ વધે છે.
મૂળ ફકરો આશરે 175 થી 205 શબ્દોની મર્યાદામાં વિસ્તરેલો હોય, તો જવાબી ફકરો 72થી 78 શબ્દોની મર્યાદામાં લખવો જોઈએ. એ રીતે જ પરીક્ષામાં મૂળ ફકરો વધુ શબ્દોમાં હોય, તો એ પ્રમાણે જવાબી ફકરામાં શબ્દો નક્કી કરવા જોઈએ.
(7) શબ્દભંડોળ : ટૂંકમાં ઘણું કહેવું એને ખરેખર કળા કહેવાય. સંક્ષેપીકરણમાં ખરેખર વિદ્યાર્થીનો શબ્દભંડોળ કેટલો વિકસિત છે એની પરખ પણ થાય છે.
વિદ્યાર્થી શબ્દસમૂહ માટે એક શબ્દ, પારિભાષિક શબ્દ કે સામાસિક શબ્દોનો ઉપયોગ યોગ્ય પ્રમાણે કરવો જોઈએ. જેનાથી સંક્ષેપ કરવામાં સાનુકૂળતા રહેશે.
ખાસ નોંધ :
- જવાબી ફકરામાં મૂળ ફકરામાં લખાયેલી બાબતોની સળંગસૂત્રતા જળવાવી જોઈએ જ.
- મૂળ ફકરામાં શરૂઆતમાં લખાયેલી બાબતી જવાબની શરૂઆતમાં જ આવવી જોઈએ.
- આડુંઅવળું લખાણ માર્સ કાપી શકે છે.
- જો મૂળ ફકરાની નીચે લેખકનું નામ લખેલ છે. તૌ જવાબી ફકરામાં નીચે લેખકનું નામ ક્યારેય લખવું નહીં.
- મૂળ ફકરામાં ફકરો પાડવામાં આવ્યો હોય, તો જ જવાબી ફકરામાં ફકરો પાડવો. વિધાર્થીએ પોતાની રીતે ફકર પાડવાનો નિર્ણય લેવો નહીં.
નીચે કેટલાક સંક્ષેપીકરણના પ્રશ્નનો આપેલ છે :
(1) જુવાનીમાં હજારે નવસો નવાણું માણસોને વિકારો જોર કરી ઊઠવાના, પણ જો આપણા ઉપર બાળપણથી માતા-પિતા કે કોઈ પૂજ્ય વ્યક્તિ કે બાલસખાની લાગણીઓને ઇચ્છાપૂર્વક આદર આપવાનો, કોઈ ઉદાત્ત આદર્શને પહોંચવાનો, કોઈ પ્રતિજ્ઞા કે મહાન કાર્યને પાર પાડવાનો, દેશ કે કુલની કીર્તિને ઝાંખી ન થવા દેવાનો કે એવો જ કોઈ બીજો ઉદાત્ત સંસ્કાર બળવાન પડેલો હોય છે, તો તે આપણા વેગોને યોગ્ય વલણ આપવામાં બહુ કિંમતી હોય છે. વિવેકબુદ્ધિ જે સહાય નથી આપી શકતી, તે સહાય આવી જાતના બળવાન સંસ્કારોમાંથી મળે છે. કોઈક વ્યક્તિ, આદર્શ, વ્રત, પ્રતિજ્ઞા, ઉદ્દેશ, દેશ, કુલ, નામ વગેરે કાંઈક પણ જેને વિશે આપણને અત્યંત આદરવૃત્તિ બંધાઈ ગઈ હોય, તેને માટે જો આપણે ‘દિવ્ય’ શબ્દ વાપરીએ તો એવો કોઈ ‘દિવ્ય’ માટે અત્યંત આદર એ યુવાવસ્થાનું મોડુંવહેલું પણ અચૂક ત્રાતા (રક્ષક) થાય છે. જેને એવા કશાયે ‘દિવ્ય’ માટે આદરનો જબરો સંસ્કાર નથી, તેથી સ્થિતિ ટેનિસના દડાની માફક એક ભાવ અને બીજા ભાવના વેગો વચ્ચે અસ્થિરપણે ઉછળ્યા કરવાની થાય છે. – કિશોરલાલ મશરૂવાળા
સંક્ષેપીકરણ
યુવાની એ માનવીય જીવનમાં સંયમની પરીક્ષાનો તબક્કો છે. આ પરીક્ષામાં જેણે જેણે પોતાના યુવાવસ્થા સુધીમાં મળેલા ઉદાત્ત સંસ્કારની ધરોહરને આત્મસાત્ કરી હશે તે સર્વ યુવાનો યુવાવસ્થામાં મન અને તનમાં ઊઠતા વિકારોનું શમન અને દમન આણી શકવામાં સફળ રહેશે. આવા ઉદાત્ત સંસ્કારો જ યુવાનને સિદ્ધાંતવાદી બનાવે છે. ટૂંકમાં, યુવાવસ્થામાં જેટલા યુવાન કોઈ પણ આદર્શ તત્ત્વની દિવ્યતાનું અનુકરણ કરે છે, તે સૌ ઉમદા જીવનને પામે છે તે ચોક્કસ. બાકી આદર્શ લક્ષ્ય – સંસ્કારથી દૂર યુવાન દિશાવિહીન બની આમતેમ ગોથા ખાધા કરે છે.
(2) જ્યારે આપણે ભૌતિક રીતે ભ્રષ્ટ થયેલા હોઈએ છીએ ત્યારે આપણે માયાથી બદ્ધ થયેલા કહેવાઈએ છીએ. ‘હું ભૌતિક પ્રકૃતિની પેદાશ છું.’ એ છાપ હેઠળ ખોટી ચેતના દેખાય છે. આને ખોટો અહભાવ કહે છે, જે મનુષ્ય ‘હું એટલે શરીર’ એવા ખોટા ખ્યાલમાં રાચતો રહે છે તે પોતાના વાસ્તવિક સ્વરૂપને સમજી શકે નહીં. મનુષ્ય આવી દેહાત્મબુદ્ધિથી છૂટ એ સારું ભગવદ્ગીતા કહેવાઈ છે અને ભગવાન પાસેથી આ જ્ઞાન મેળવવા માટે (જ્ઞાની) અર્જુને પોતાની જાતને આ સ્થિતિમાં મૂકી હતી. મનુષ્યએ ‘દેહ એટલે આત્મા’ એ ખ્યાલ ખંખેરી નાખવો જોઈએ. આત્માર્થી માટે આ પૂર્વતૈયારીનું કામ છે, જે મનુષ્ય મુક્ત થવાની ઇચ્છા રાખે છે તેણે સૌપ્રથમ જાણી લેવું જોઈએ કે પોતે આ ભૌતિક શરીર નથી, મુક્તિ એટલે ભૌતિક ચેતનામાંથી છુટકારો, શ્રીમદ્ ભાગવત્ પ્રમાણે મુક્તિ એટલે આ ભૌતિક દુનિયાથી ભ્રષ્ટ થયેલી ચેતનામાંથી છુટકારો થતો અને શુદ્ધ ચેતનામાં સ્થિર થવું તે. ભગવદ્ગીતાનો સમગ્ર બોધ આ શુદ્ધ ચેતનાને જાગ્રત કરવા માટે છે અને તેથી ગીતાબોધના અંત ભાગમાં શ્રીકૃષ્ણ અર્જુનને પૂછે છે : ‘હવે તું શુદ્ધ તેનામાં છે ને ? – પૃ. 12 / સ્વામી પ્રભુપાદ ભગવદ્ગીતા (તેના મૂળ રૂપે) / ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ (4)
સંક્ષેપીકરણ
ભૌતિકવાદ દેહના સૌન્દર્યને પ્રોત્સાહન આપે છે. ભગવદ્ગીતાની રચના જ માનવીમાં ગૂઢ થઈ ગયેલા ‘દેહના મોહ’ને હણવા અને ભાત જ્ઞાન પ્રસ્થાપિત કરવા માટે થઈ છે. ‘જ્ઞાનસરવાણી’ને વહેતી કરવા માટેના માધ્યમ તરીકે અર્જુનને સ્વીકારવો જોઈએ. ભગવદ્ગીતામાં ઉદ્ધૃત થયેલો મોક્ષ (મુક્તિ) અર્થાત્ દુન્યવી ભ્રષ્ટતામાંથી પોતાના ચેતનાતત્ત્વને જે સંકેલીને શુદ્ધ ચેતનાભાવ સાથે જે જોડાઈ શકે તે માનવી મોક્ષ (મુક્તિ) પામી શકે છે. માનવીમાં શુદ્ધ ચેતનાને જાગ્રત કરવી એ જ ભગવદ્ગીતાનો સાર છે. ગીતાબોધના અંત ભાગમાં અર્જુનની શુદ્ધ ચેતનાભાવના અંગે શ્રીકૃષ્ણની પૃચ્છા એ ભગવદ્ગીતાના સારરૂપ છે.
શીર્ષક – ‘ભગવદ્ગીતા : મોક્ષની યથાર્થ વિભાવના’
(3) વૈશાખની બપોરના આકરા તાપમાં હું રોજ જોઉં છું : એક મકાન પર વધારાનો એક માળ લેવાની તૈયારી ચાલી રહી છે. માથે કશી છત્રછાયા વિના, કેવળ સૂર્યની નિષ્ઠુર દૃષ્ટિ નીચે, ઉઘાડા શરીરે, શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે. કાળા અબનૂસ જેવાં એમનાં શરીર પરસેવાથી તગતગી ઊઠ્યાં છે. આકરા તાપમાં આકરી મજૂરી કરી રહ્યા છે ને છતાં એમને મોટે ગીત છે. એમનાં શરીરનાં હલનચલનના લય સાથે એનો લય બરાબર મળી જાય છે. બળબળતી બપોરમાં આ હય એક અવનવી કર્ણમધુરતા સર્જી દે છે.
બીજી બાજુ લગ્નમંડપોમાં વરઘોડાઓમાં ફિલ્મી ગીતોની ચીસાચીસ સંભળાય છે. એને કોઈ સાંભળતું નથી. છતાં ડોક રસમ ખાતર એ ગીતો વગાડવામાં આવે છે. પોતાને ઊંચા સ્તરના અને સંસ્કારી માનતા લોકો લગ્ન સમયે શરણાઈ વગાડનારને બોલાવે છે. શરણાઈ વગાડનાર એકલોઅટૂલો પડી જાય છે. લબ લબ ગુલાબજાંબુ ગળે ઉતારનારા કે શિખંડ ચાટનારા આ શરણાઈના લાયને શી રીતે ઓળખે ?
જગત આપણી ભાષામાં બોલતું બંધ થઈ ગયું છે, જગત સાથેનો આપણો સંવાદ તૂટ્યો છે. એથી જ તો આપણે જગતમાં આકસ્મિક રીતે આવી ચઢ્યા હોઈએ એવું લાગ્યા કરે છે. શહેર પાસે થઈને જ નદી વહી જાય છે, પણ એના વહેવાનો લય આપણને સંભળાતો નથી. સમુદ્રના ભરતી-ઓટથી અણજાણ આપણે, સમુદ્રની પાસે રહીને, જીવ્યે જઈએ છીએ. વૃક્ષોનો પર્ણમર્મર કે પંખીઓનો કલરવ, કાર્ચીડાનું ચુપકીદીથી સરકવું, નોળિયાનું એક વાડમાંથી બીજી વાડમાં સંતાઈ જવું – આ બધાંથી અણજાણ, પ્રકૃતિ વચ્ચે છતાં પ્રકૃતિમાંથી જ હદપાર થયા હોઈએ, એમ આપણે જીવીએ છીએ. પાયથાગોરસે તો નક્ષત્રની ગતિનું સંગીત સાંભળેલું, હવે આપણે તારાઓને રાતે નિયોન લાઈટના ઝળહળાટમાં જોવાય શી રીતે પામીએ ?
હું પુરાણમતવાદી નથી, પણ આનંદવાદી તો છું જ. આનંદમાંથી જ આપણે સૌ જનમ્યા છીએ અને આનંદ જ આપણું પોષણ છે. જીવન ઘટમાળ બની જાય તે ઇચ્છનીય નથી. યંત્રયુગમાં માનવીએ એક નવા જ પ્રકારની એકલતા અનુભવી. એના કાર્ય સાથેનો એનો કર્તૃત્વનો તંતુ છેદાઈ ગયો. એનું કાર્ય એને બીજાઓ સાથે પણ જોડતું. હવે એની એકલવાયાપણાની લાગણી તીવ્ર થતી જાય છે. જગતના કાર્યક્ષેત્રમાંથી દૂર ફેંકાતો ફૂંકાતો એ ઠાલો બનતો જાય છે. આ ઠાલાપણું એને કશુંક કરવાને ઉત્તેજિત કરે છે. એ હિંસા તરફ વળે છે, ઉપદ્રવો ઊભા કરે છે.
‘જીવન પણ ઉત્તમ કળા’ (પશ્યતી) – સુરેશ જોષી
સંક્ષેપીકરણ
વિકાસની પાછલી બાજુ ખરેખર બહુમુખી છે. ક્યારેક બહુરૂપી પણ કહી શકીએ. વૈશાખના આકરા તાપમાં ‘પેટ માટે વેઠ કરતા મજૂરોના હસતાં ચહેરા અને એમની ગામઠી બોલીમાં ગવાતાં લોકગીતો બેશકપણે આકર્ષી શકે પણ પોતાને ઘનવાન અને સંસ્કારી બતાવવાની ઘેલછામાં રાચતાં લોકોના લગ્નપ્રસંગોમાં મનોરંજન રસમના નામે થતી ફિલ્મગીતોની બુમરાડના સથવારે બેફામ શરીર હલાવનારા લોકો લગ્નમંડપના એક ખૂણામાં શરણાઈના સૂર રેલાવતો શરણાઈવાદક કોઈને આકર્ષી શકતો નથી, લગ્નમાં માત્ર રસઝરતી મીઠાઈની મોજ માણવા આવેલાં કહેવાતાં ભદ્ર વર્ગના શહેરી લોકો પાસેથી શરણાઈના લયને સમજવાની શક્તિ હોઈ શકે એ અપેક્ષા રાખવી પણ અયોગ્ય છે. ખરું તો એ છે કે આજે કોઈને કોઈને સાંભળવાની ઇચ્છા જ નથી, તો પ્રકૃતિ જે સૌંદર્ય દરેક ક્ષણે પીરસે છે, પણ એને પામવાની ઇચ્છાવાળું કોણ હશે ? આધુનિકતાના રંગે રંગાયેલા માણસને પણ ક્યારેક પોતે આ દુનિયામાં ‘વધારાનો’ છે એવા અહેસાસનો કાંટો વાગતો જ હશે. જીવનમાં આનંદ અગ્રીમ ક્રમે હોવો જોઈએ, પરંતુ ખેદ સાથે સ્વીકારવું પડશે કે, વર્તમાન સમયમાં મોટા ભાગના લોકોના જીવનમાં પ્રવેશેલી યાંત્રિકતાએ માણસને માનવતાથી દૂર ફંગોળીને ફેંકી દીધો છે. (આશરે 100 શબ્દો)
નોંધ : પ્રસ્તુત ફકરો ૩૧૯ શબ્દોનો છે જેથી જેનું સંક્ષેપ આશરે 100 શબ્દોમાં લખવું જોઈએ.
(4) યુદ્ધ પૂરું થયું હતું. ગામનાં ક્ષેત્રોમાં હવે શાંતિ હતી. સૈનિકો ગયા હતા. તોપો દૂર લઈ જવામાં આવી હતી. વિમાનો હવે આકાશમાં ઊડતાં ન હતાં. બોમ્બના ઘડાકા સંભળાતા ન હતા. હવે યુદ્ધ નહોતું, પણ યુદ્ધના અવશેષો તો રહ્યા હતા.
ગામનાં ખેતરોમાં ભૂમિના અંતરમાં અસંખ્ય સુરંગો દટાયેલી હતી. યમદૂતોનું લશ્કર, મૃત્યુનાં સંતાડેલાં સાધનો, એક ડગલું, એક સ્પર્શ, એક ખીલો, એક તાર અને એક ભડાકો થાય. એક દેહ ઊડી જાય, એક પગ કપાય. યુદ્ધ ગયું હતું, પણ મૃત્યુનો ભય રહ્યો હતો.
એનું એક પરિણામ આવ્યું. ગામના લોકો જાણતા હતા કે પગલે પગલે મોત આવી શકે. જીવન ક્ષણભંગુર છે એ તેઓ તો જાણતા હતા, અત્યારે એવું અનુભવતા હતા અને તે પ્રમાણે વર્તવા લાગ્યા. ગમે તે ક્ષણે જીવનનો અંત આવી શકે, પછી પરિગ્રહનો શો અર્થ, લોભનો શો અર્થ, ગુસ્સાનો શો અર્થ, હરીફાઈનો શો અર્થ ? ગમે ત્યારે જઈ શકીએ, એટલે સૌના આશીવાદ લઈને જઈએ. વેરનો શો અર્થ, ઝઘડાનો શો અર્થ, અભિમાનનો શો અર્થ ? અનિશ્ચિત સમય છે એટલે એનો સદુપયોગ કરીએ. ક્ષણે ક્ષણે જીવવાનું છે એટલે દરેક ક્ષણને શુભ બનાવીએ. ગામનું જીવન સુધરી ગયું. સૌ સૌને સ્મિત કરતાં, કારણ કે કદાચ એ સૌથી છેલ્લું સ્મિત હશે એનું ભાન હતું. થો. અકસ્માતો તો થયા અને એનું દુઃખ સૌને રહ્યું. પણ સાવનદ્રષ્ટિ, આધ્યાત્મિકતા, ભક્તિ અને શ્રદ્ધા તો સૌમાં વધ્યાં સૌનું કલ્યાણ થયું. – ફાધર વાલેસ (‘પ્રસન્નતાની પાંખડીઓ’ પુસ્તક)
સંક્ષેપીકરણ
કહેવાય છે કે, ‘દરેક અંત એ નવી શરૂઆત છે.’ જ્યારે જ્યારે યુદ્ધ સમાન વિનાશક સમયને જોઈને બેઠેલી માણસજ- જીવનના ગ્રાતથી વાકેફ બની જાય છે. માનવ માનવ વચ્ચેના નફરતના દરિયામાં ડૂબકી મારીને નીકળેલો ખરેના સામેવાળાને નફરત કરી શકતો જ નથી. અહમ્, અહંકાર, અભિમાન, ક્રોધ, નફરત જેવી ક્ષુલ્લક બાબતોને અવગણી, માણસ સામેવાળા માણસના સ્નેહ તરફ આકર્ષાય છે. અતિવિનાશક નકારાત્મક સમય ઘણી વાર લોકોના જીવન પ્રત્યેના દૃષ્ટિકોણ હકારાત્મકતામાં બદલી નાખવામાં અને જીવનને કલ્યાણકારી બનાવવામાં મદદરૂપ થાય છે.
(5) આપણા આધ્યાત્મિક જગતમાં જ્ઞાન અને જ્ઞાની શબ્દો ભરપૂર રહે છે. ‘જ્ઞાનમાર્ગ’ નામનો નિશ્ચિત માર્ગ પણ પ્રચલિત છે. જ્ઞાન કોને કહેવાય તથા જ્ઞાની કોને કહેવાય એ બાબતમાં સૌ સૌના અલગ અલગ મત છે. જેમ કે, તત્ત્વને સચોટ જાણવું તે જ્ઞાન અને આવા જ્ઞાનવાળા જ્ઞાતા પુરુષને જ્ઞાની કહેવાય. આવો મત ન્યાયાદિ શાસ્ત્રોનો છે. સાંખ્યાદિ શાસ્ત્ર વિવેકજ્ઞાનને જ જ્ઞાન માને છે, જેનો અર્થ છે પ્રકૃતિ તથા પુરુષ બંનેનું અલગ અલગ વાસ્તવિક સ્વરૂપ જાણવું તે. આવ વિવેક કરનાર જ્ઞાની અથવા વિવેકી પુરુષ કહેવાય, જૈન તથા બૌદ્ધાદિનું કથન છે કે શૈતમય તથા જડના મૂળભૂત વાસ્તવિક તત્ત્વને જાણીને ક્રમે ક્રમે જ્ઞાનનો વિકાસ કરી પૂર્ણ સત્ય રૂપને જાણવું તે સમ્યગજ્ઞાન કહેવાય. વેદાંતીઓનું કચન છે કે એકમાત્ર બ્રહ્મ જ સત્ય છે. બાકી બધું મિથ્યા પ્રપંચ છે તથા હું પોતે જ બ્રહ્મ છું. માર સિવાય બીજા કોઈની સત્તા નથી તેવું દૃઢ અપરોક્ષ જ્ઞાન તે જ જ્ઞાન છે. વૈજ્ઞાનિકોનું કથન છે કે પ્રયોગશાળા દ્વારા સાબિત થયેલા સચોટ નિર્ણયો જ જ્ઞાન છે. પ્રયોગશાળામાં જે સિદ્ધ ના થઈ શક્યું હોય તે માન્યતાઓ માત્ર છે. તેને સંભાવનાઓ કહી શકાય, જ્ઞાન નહીં. નાસ્તિકોનું કથન છે કે જે ઇન્દ્રિયો વગેરે દ્વારા સાબિત થાય તે જ જ્ઞાન છે. બાકીનું બધું અજ્ઞાન છે.
(પૃ. 168 / ‘ગીતા અને જ્ઞાન’માંથી પુસ્તક – ગીતા અને આપણા પ્રશ્નો (ગૂર્જર પ્રકાશન)) સ્વામી સચ્ચિદાનંલ
સંક્ષેપીકરણ
આધ્યાત્મિક જગતમાં ‘જ્ઞાનમાર્ગ’ પરત્વે ‘જ્ઞાન’ અને ‘જ્ઞાની’ની વિભાવના સ્પષ્ટ કરતાં વિવિધ શાસ્ત્રોના વિભિન્ન મતોને સ્વીકારાયા છે. તત્ત્વના જ્ઞાનને સ્વીકારતું ન્યાયાદિ શાસ્ત્ર, જ્ઞાનમાં વિવેકને જોતું સાંખ્યાદી શાસ્ત્ર, ચૈતન્ય જડના મૂળભૂત વાસ્તવિક તત્ત્વને જાણી પૂર્ણ સત્ય રૂપને સ્વીકારતું સમ્યગજ્ઞાન હોય કે પછી એકમાત્ર બ્રહ્મના સત્ય સ્વીકારનાર વેદાંતી હોય કે પછી પ્રયોગશાળામાં સંશોધન કરતો વૈજ્ઞાનિક કે કોઈ નાસ્તિક હોય – દરેકની પસિમાયા અલગ અલગ છે, પણ વિભિન્નતામાં પણ જ્ઞાનની પરિભાષા ઐક્યતા જ સાધે છે, જેનાથી આ મતમતાંતરવાદીઓ અનભિજ્ઞ પણ હોઈ શકે.
(6) સ્પર્શની પણ એક ભાષા છે. એમાં વૈવિધ્ય છે. ઉદાહરણ તરીકે ડોક્ટર પાસે ઘા રુઝવવાનો સ્પર્શ છે. શિક્ષક પાસે બૌદ્ધિક સ્પર્શ છે, વકીલ પાસે કૌશલ્યનો સ્પર્શ છે અને કલાકાર પાસે સર્જક સ્પર્શ છે. દરેક માનવી પાસે જાદુઈ સ્પર્શ છે અને એ જ તો એની ખરી દુનિયા છે. સ્પર્શનો મહિમા સમજવા નીચેના મુદ્દાઓ જરૂર ઉપયોગી થઈ શકે તેમ છે : એક સારું જોવું, સુંદરતાનો હાથ પકડી લેવો, તૂટી જવાય એવી બાબતોથી દૂર રહેવું. બીજું, તમે સજાગ છો પણ કેટલી- ઘટનાઓના પ્રભાવ હેઠળ તમે આવો છો અને એમાંથી મુક્ત થઈ શક્તા નથી. તમારી બેદરકારીના કારણે તે ચાલુ ર છે તો એનાથી થતી નુકસાની તમારા એકલાએ જ ભોગવવાની છે, પરિવારને એમાં સામેલ કરશો નહીં. તેમજ વારંવાર ઘૂંટીને દુઃખી યશો નહીં, શાંત પડો ત્યાં સુધી મૌન રાખશો પછી આંખો બંધ રાખીને બાળકોને વહાલ આપતાં રહેશો તો એમની લાગણીઓ અકબંધ રહેશે અને પ્રવાહી બની શકશે. ત્રીજું, તમારાં બાલુંડાથી અંતરથી કદી પણ દૂર જશો નહીં. એમના જન્મથી શરૂ કરીને જયાં સુધી તમારું વહાલ ચા સલામતી અનુભવે છે ત્યાં સુધી એમને આંખમાં અને પાંખમાં રાખશો. હા, વધુ પડતું પંપાળશો નહીં, પણ યાદ રાખજો કે બાળકો પુષ્પ સમાન છે, એટલે સંપૂર્ણ સંભાળ અને વહાલ સાથે એમને ‘હેન્ડલ’ કરશો.
ચોથી વાત, તમે પોતે કે પત્ની હોવ તો એકબીજાની પીઠ પંપાળશો અને તમારી વચ્ચે તંદુરસ્ત અને મૈત્રીભયગ સંબંધો ઊભા કરજો કે જેથી બાળકને આ દુનિયામાં વિશ્વાસ પડે. ટી.વી. સીરિયલો કે ચલચિત્રોમાં ક્યારેક ક્યારેક માનવ-માનવ વચ્ચે વિશ્વાસઘાતની વાતોને દોહરાવવામાં આવે છે, તે સમયે તમારો તંદુરસ્ત, મૈત્રીભર્યો સંબંધ અને સ્પર તેમને ખાતરી આપશે કે દુનિયામાં ખરા સ્નેહનું અસ્તિત્વ છે અને તેથી તેનો આત્મવિશ્વાસ વધશે. પણ હજી જો તમ તમારા ભાવાત્મક પ્રતિકારની લાગણીઓ પર કાબૂ નહીં રાખી શકો તો તેમને વધુ ને વધુ સહન કરવાનું રહેશે. તમે અરસપરસ ચાહી, એકબીજાને અપનાવી શકો તો જ તમારાં સંતાનોમાં સ્નેહ અને ઉષ્માનું વાતાવરણ ઊભું કરી શકશો.. હા, તમારા સંતાનો અંદરોઅંદર મોકળાશથી એકબીજાને ભેટી, સ્નેહની પ્રતીતિ કરાવતા રહે તે બાબતને હિંમત અને ઉત્તેજન આપવામાં પાછા પડશો નહીં.
સંક્ષેપીકરણ
સ્પર્શનો મહિમા અદ્ભુત છે. સ્પર્શ આપણને બાહ્ય રીતે અનુભવ આપે જ છે સાથે સાથે અતિરિક રીતે પણ આપણને સંતોષ આપે છે. ડોક્ટર, કલાકાર, શિક્ષક, વકીલ સૌ વ્યવસાયકો પાસે પોતપોતાનો અંગત સ્પર્શ છે. જેનાથી આપણને સંતોષ મળે છે. કોઈક નજીકનાનો તોછડો સ્પર્શ આપણને ઊંડો ઘાવ આપી જાય છે. આ સમયે વહેલામાં વહેલી તકે આપણે આ સ્પર્શમાંથી નીકળીને આપણા અંગત સંબંધોમાં પ્રેમનો સ્પર્શ આપવો જોઈએ. પછી એ આપણું બાળક હોય કે આપણું જીવનસાથી. પ્રેમભર્યાં સ્પર્શના કારણે વિશ્વાસની લાગણી ઊભી થશે. સ્નેહના અસ્તિત્વના કારણે સંબંધોમાં આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. જેના કારણે તમારા એકલામાં જ નહિ પણ તમારી આવનારી પેઢીમાં પણ તંદુરસ્ત સંબંધની સ્થાપના થશે.
(7) ગાંધીજીએ આફ્રિકામાં જે અપમાન અનુભવ્યું તેનો સાત્ત્વિક રીતે સામનો કરવાની રીતની શોધમાંથી સત્યાગ્રહના આંદોલનનો જન્મ થયો છે. તેમાં અપમાન કરનારનું, ખરાબ શાસન કરનાર શાસકોનું અથવા રાજ્યકર્તાઓનું, શોષણખોરોનું વગેરેનું કોઈ રીતે બૂરું થાય તેવો પ્રયત્નો કરવાનો નહીં, પરંતુ તેમનામાં સબુદ્ધિ જન્મ, તેમને તેમના ખરાબ કામો અને અવિચારોનું ભાન થાય તેવા પ્રયત્નો કરવાનો સ્પષ્ટ ઉદ્દેશ છે. આ કારણે સત્યાગ્રહ કરનાર કોઈ પણ જાતની હિંસા નહીં થવા પામે એ વિશે ખબરદાર હોવો જોઈએ. જ્યારે પ્રજાને સત્યાગ્રહના આંદોલન માટે દોરવણી અને માર્ગદર્શન આપવાનું હોય ત્યારે આંદોલન દરમિયાન સત્યાગ્રહ કરનાર તરફથી અથવા તો સત્યાગ્રહમાં સામેલ થયેલ સામાન્ય પ્રજાને પક્ષે કોઈ પણ હિંસા થાય તે ચલાવી શકાય નહીં. સત્યાગ્રહ સાધન છે, પણ અહિંસા તો સાધ્ય છે અને અહિંસાનું જ બીજું નામ છે પ્રેમ.
સંક્ષેપીકરણ
આફ્રિકામાં ગાંધીજી સાથે થયેલા દુર્વ્યવહારનો સામનો કરવાના હેતુથી ‘સત્યાગ્રહ’ જન્મ્યો. જેમાં સાત્વિકતાના માર્ગ મારફતે દુર્વ્યવહાર કરનારને ‘દેખાડી દેવાની’ ભાવના નથી, પણ અવિચારો પ્રત્યે સભાન બનાવવાનો આદર્શ ઉદ્દેશ રહેલો છે. આ સત્યાગ્રહનો જ્યારે અમલ કરવાનો હોય ત્યારે સત્યાગ્રહીએ હિંસાથી સભાનપણે દૂર રહેવાનું છે, તો સત્યાગ્રહની લડતમાં સામેલ કાઈ પણ વ્યક્તિ હિંસાનો ભોગ બને તો એ સ્થિતિ સામે અહિંસક લડતનો જુસ્સો બમણો કરવાની શક્તિ પણ કેળવવી પડે છે. સત્યાગ્રહની લડતમાં અહિંસા એ પ્રેમનું પ્રતીક છે.
શીર્ષક : ‘સત્યનો આગ્રહ’
(8) વહેતા જીવનને માટે હરેક જમાને પાળો તોડવી જરૂરી બને છે. એ વખતે પણ વિચારવિવેકપૂર્વક એ તોડવાની હોય છે. જેથી એ બધેથી ન તૂટે. ખરેખર તો પાળો તોડવાની નથી હોતી, પણ નવી જોડવાની હોય છે, પણ જોડવા માટે તોડવું જરૂરી બને છે. આમ, રિવાજ સાચવીને રિવાજના કૂવામાં તરવાથી જીવનસાતત્ય અને જીવનશોધન બંનેને અનુકૂળતા મળી રહી છે. રિવાજનો આવો અર્થ નહીં. ઘટાવનારા આત્મઘાતકો છે. રિવાજને વળગી રહેનારા અને રિવાજ માત્રને તોડવાની મનોદશા ધરાવનારા બંને આત્મઘાતકો છે. – એક રિવાજના કૂવામાં ડૂબી મરે છે અને બીજા રિવાજના પાણીને કાંઠા ઉપર છલકાવીને બધાને ડુબાડે છે.
સંક્ષેપીકરણ
પરંપરાનું અંધશ્રદ્ધાથી પાલન કરવું કે પરંપરાને બિલકુલ તોડી જ નાખવી, આ બંને બાબત ખરેખર અસ્વીકાર્ય છે, કારણ કે આ બંનેમાં લોકોનું નુકસાન જ છે. ખરેખર રિવાજ કે પરંપરા માનવીય જીવનમાં સાતત્ય જળવાઈ રહે તે માટે હોય છે. જ્યારે જીવનમાં રિવાજ કે પરંપરાને લીધે પ્રતિકૂળતા ઊભી થાય ત્યારે કશાયનું છેદન કર્યા વિના નવાનું ઉમેરણ અત્યંત જરૂરી બની જાય છે.
શીર્ષક : ધર્મ સચવાય એ જ પરંપરા
(9) એથી જે યુગમાં આપણે જીવીએ છીએ તેના સર્વોચ્ચ આદર્શોને અનુરૂપ આપણે કાર્ય કરવું જોઈએ. એ આદર્શોમાં આપણે ઉમેરો કરી શકીએ અથવા આપણા રાષ્ટ્રના સ્વભાવને અનુરૂપ તેમને ઘડી શકીએ. એ આદર્શોના બે વિભાગ પાડી શકાય: માનવતાના આદર્શો અને વૈજ્ઞાનિક ભાવનાના આદર્શો, એ બંનેની વચ્ચે આજ સુધી દેખાતો સંઘર્ષ અથવા વિરોધ રહ્યો છે, પણ આજની વિચારની ભારે ઊથલપાથલ તેમજ સઘળા આદર્શો વિશેની નાસ્તિકતા, આ બે વલણો વચ્ચેની તેમજ વિજ્ઞાનની બાહ્ય સૃષ્ટિ અને આત્મચિંતનની આંતરિક સૃષ્ટિ વચ્ચેની ચાલતી આવેલી સીમાઓ ભૂંસી રહી છે. માનવતા ધર્મ અને વૈજ્ઞાનિક ભાવનાનો વધુ ને વધુ સમન્વય થતો જાય છે અને એમાંથી એક પ્રકારનો વૈજ્ઞાનિક માનવધર્મ પરિણમે છે. વિજ્ઞાન પણ હકીકતોને મજબૂતપણે વળગી રહે છે, પણ સાથે સાથે તે બીજાં ક્ષેત્રોમાં પણ પ્રવેશ કરવા લાગ્યું છે અથવા કંઈ નહીં તો તુચ્છકારથી તેમનો ઇન્કાર કરતું તો અટક્યું છે.
સંક્ષેપીકરણ
આદર્શમય જીવન એ વ્યક્તિ માત્રને શ્રેષ્ઠતા અર્પવા માટે જ નહિ, પરંતુ સમગ્ર રાષ્ટ્રને શ્રેષ્ઠતા આપવા માટે અત્યંત જરૂરી છે. આદર્શના વિભાગો પૈકી માનવતાના આદશાઁ અને વૈજ્ઞાનિક ભાવનાના આદર્શો એમ બે વિભાગ સ્વીકારવામાં આવ્યા છે. જોકે આ બંને વિભાગોમાં ઓછોવધતો સંઘર્ષ ચાલતો આવ્યો છે. વિજ્ઞાન હકીકતોને વળગી રહે છે, જયારે માનવતાના આદર્શો આત્મચિંતનની આંતરિક સૃષ્ટિને પ્રાધાન્ય આપે છે. આમ છતાં કહી શકીએ કે, આ બંને આદર્શી કેટલેક અંશે એકબીજામાં ઓતપ્રોત થઈ રહ્યા છે. જેના પરિણામે વૈજ્ઞાનિક માનવધર્મ અસ્તિત્વમાં આવ્યો છે.
શીર્ષક : જીવન-વ્યવહારમાં આદર્શનું મહત્ત્વ
(10) માણસે સમજણ આવતા વૈત એની ઇહલોકની જીવનયાત્રા સહેલી કરવા સારું મનુષ્યેતર પ્રાણીઓની સૃષ્ટિમાંથી ગાય, બળદ, ઘોડો અને કૂતરો એ ચાર પ્રાણીઓને પોતાનાં ભેરુબંધ બનાવ્યાં, આમ કરીને એણે પોતાનો અનંત ઉપકાર સાધ્યો. આમ ન કરી શક્યો હોત તો એની માણસાઈનો વિકાસ, સફળ જીવનસૃષ્ટિ જોર્ડની એની એકાત્મભાવના, બહુ ઊણાં રહ્યાં હોત. આ પ્રાણીઓ પણ હજારો હજારો વરસ માણસની સંગાથે રહીને અને એની તમામ જહેમતો તેમજ પુરુષાર્થોમાં એની હારેહારના સાથી કે બેલી તરીકે જીવીજીવીને નેવું ટકા માણસાઈમાં આવી ગયાં છે એમ કહી શકાય. ફક્ત એક વાચા જ નથી. બાકી લગભગ માણસના જેટલી જ સમજ, લાગણી, વફાદારીને કુટુંબભાવ એમનામાં છે. અમારી ગંગુબાઈ કહેતી : ‘ગાય એન માય દોન્હી બરાબર !’ આ અને ‘છોરું-વાછરું’ જેવા બીજા અસંખ્ય ભાષાપ્રયોગો સંસારની તમામ ભાષાઓમાં મળી આવે છે. તે બધા માણસ અને પાલતુ પશુ વચ્ચેની આ અતૂટ કડીના સૂચક છે. જો કદી કોઈ પણ કારણે મનુષ્યજાતિ ધરતી પરથી અલોપ થાય, તો બીજાં પશુપ્રાણી જીવકીટાણુ ભલે એ બીનાની નોંધ લે કે ન લે, પણ આ ચાર પ્રાણીઓ તો સૂનાં અટૂલાં ને જીવનના પ્રયોજનવિહોણાં બની પોતાના માલિક બેલીની પાછળ ઝૂરી ઝૂરીને અલોપ થવાનાં…
સંક્ષેપીકરણ
માણસ અને પ્રાણીઓની મિત્રતા પુરાતન કાળથી ચાલતી આવે છે. ગાય, બળદ, ઘોડો અને કૂતરોએ ચાર પાલતુ પ્રાણીઓ માણસના જીવન સાથે પોતાનું જીવન વણીને જીવે છે. એના કારણે આ પ્રાણીઓમાં માણસની મોટા ભાગની રીતભાત- લાગણીઓ સમજવાની સમજ અને લાગણીઓ વ્યક્ત કરવાની સમજ આવી ચૂકી છે. બસ, ખાલી વાચાનો જ અભાવ છે. અનેક ભાષાઓમાં પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચેની મિત્રતાને લગતા શબ્દપ્રયોગો ઉપરની બાબતને સાચી ઠેરવે છે. મનુષ્યજાતિની અનુપસ્થિતિમાં આ ચાર પ્રાણીઓ ઝૂરી ઝૂરીને પોતાની જાતિનો વિનાશ કરી નાખશે તેમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી.
શીર્ષક : મનુષ્ય અને પ્રાણીઓની અખંડ મિત્રતા
નોંધ : વિદ્યાર્થીમિત્રો, પરીક્ષામાં શીર્ષક લખવા એ ફરજિયાત હોતું નથી, આમ છતાં અત્રે અમુક ફકરામાં શીર્ષક મૂક્યાં છે. બાકીના ફકરામાં શીર્ષક આપ આપની જાતે મૂકવાનો પ્રયત્ન કરશો એવી અપેક્ષા સાથે મૂક્યાં નથી.