પ્રસ્તાવના
આજના બ્લોગમાં આપણે જાણીશું, શિક્ષણમાં શીખવાના વિવિધ પદ્ધતિઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ખાસ કરીને વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો માટે. તેમાંથી ઍન્ડક્ટિવ અને ડિડક્ટિવ પદ્ધતિઓ તથા ડેમોન્સ્ટ્રેશન પદ્ધતિ ખૂબ પ્રચલિત છે.
- પ્રસ્તાવના
- આગમન - નિગમન પદ્ધતિની તુલના
- નિદર્શન પદ્ધતિ
- તાર્કિક અભિગમ પદ્ધતિ, તુલનાત્મક પદ્ધતિ
- પૃથક્કરણ-સંયોગીકારણ, પ્રયોગ પદ્ધતિ
- સંયોગીકરણ પદ્ધતિ (Synthesis Method)
- પૃથક્કરણ પદ્ધતિ અને સંયોગીકરણ પદ્ધતિનો સમન્વય
- પૃથક્કરણ અને સંયોગીકરણની તુલના
- પ્રયોગ પદ્ધતિ
ઍન્ડક્ટિવ પદ્ધતિ દ્વારા ખાસ સંજોગોમાંથી સામાન્ય સિદ્ધાંતોની રચના કરવામાં આવે છે, જે વિદ્યાર્થીઓમાં સક્રિય શીખવાની અને તર્કશક્તિ વિકસાવે છે. બીજી બાજુ, ડિડક્ટિવ પદ્ધતિ સામાન્ય નિયમોથી શરૂ થાય છે અને તેને ખાસ કેસ પર લાગુ કરવામાં આવે છે, જે ઝડપી સમજ અને ઉપયોગ માટે મદદરૂપ બને છે.
ડેમોન્સ્ટ્રેશન પદ્ધતિ શિક્ષક કેન્દ્રિત છે અને પ્રયોગો અથવા વિચારધારાને પદ્ધતિશીર રીતે પ્રદર્શિત કરવામાં આધારિત છે. તે સ્પષ્ટતા આપે છે, વિદ્યાર્થીઓને જોડે રાખે છે, અને વ્યક્તિગત સાધનો અથવા સાધનસામગ્રીના અભાવને પૂરો કરે છે. આ પદ્ધતિઓ યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય ત્યારે વિદ્યાર્થીઓમાં સમજશક્તિ અને તર્કશક્તિ બંનેને વિકસાવે છે.
આગમન – નિગમન પદ્ધતિની તુલના
આગમન પદ્ધતિ | નિગમન પદ્ધતિ |
મૂર્ત પરથી અમૂર્ત બાબતો તરફ ગતિ | અમૂર્તથી મૂર્ત બાબતો તરફ ગતિ |
વિશિષ્ટ ઉદાહરણ પરથી સામાન્ય તરફ | સામાન્ય નિયમથી વિશિષ્ટ તરફ સૂત્રોનો |
સૂત્રનો ઉપયોગ ઉપયોગ | ઉપયોગ – સુત્ર – ઉદાહરણ |
નિયમની તારવણી થાય છે. | નિયમનો ઉપયોગ થાય છે. |
જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. | જ્ઞાનનો ઉપયોગ થાય છે. |
પ્રવૃત્તિલક્ષી શિક્ષણકાર્ય બને છે. | તર્કસૂચક્ર શિક્ષણકાર્ય બને છે. |
ગાણિતિક હકોકતોનું સંશોધન થાય છે. | ગાણિતિક હકીકતોનું સંયોજન થાય છે. |
સમય વધુ માર્ગ છે – ધીમી પદ્ધતિ છે. | સમય ઓછો લે છે – ઝડપી કાર્ય પદ્ધતિ છે. |
વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારે છે. | વિદ્યાર્થીઓમાં યાંત્રિકતા સર્જે છે. |
નિમ્ન કક્ષાના વિદ્યાર્થીઓ માટે સારી અસર કરે છે. | ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓ માટે સારી અસર કરે છે. |
સમજને સહાય આપે છે. | સ્મૃતિને મહત્ત્વ આપે છે. |
વિદ્યાર્થીનો રસ,ગણિત વિષયમાં કેળવાય છે. | કેટલીકવાર વિદ્યાર્થીને કંટાળો પ્રેરે છે. |
મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. | મહદંશે ચીલાચાલુ પદ્ધતિ ગણી શકાય. |
ચિંતન અને તર્કને પ્રેરે છે. | માત્ર યાંત્રિક કાર્યને બાળક અનુસરે છે, ચિંતન તથા તર્કનું મહત્ત્વ ઘટાડે છે. |
નિદર્શન પદ્ધતિ
નિદર્શન પદ્ધતિની સંકલ્પના
આ પદ્ધતિને નિદર્શન પદ્ધતિ પ્રયોગ નિદર્શન પદ્ધતિ અથવા પ્રયોગદર્શન પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અધ્યાપકકેન્દ્રી પદ્ધતિ છે. વિજ્ઞાન શિક્ષણ માટે તે ખૂબ જ અગત્યની પદ્ધતિ છે. વિજ્ઞાન એ પ્રયોગ દ્વારા શીખવાનો વિષય છે. પ્રત્યેક અધ્યેતાને પ્રયોગ કરવાની તક મળે અને એ રીતે તેઓ શીખે એ આદર્શ પરિસ્થિતિ છે, પરંતુ આપણી શાળાઓમાં સાધનસામગ્રી પૂરતા પ્રમાણમાં નહીં હોવાને કારણે આ પ્રકારની સુવિધા આપવી એ અત્યંત મુશ્કેલ કાર્ય છે.
ઘણીવાર શાળાઓમાં પૂરતી સાધનસામગ્રી હોય, પરંતુ અધ્યેતાઓમાં પ્રયોગો કરવાની આવડત ન હોય, કેટલાક પ્રયોગો નાની વયના અધ્યેતાઓને સોંપી શકાય એવા ન હોય, કેટલાક પ્રયોગો કરી તેનાં પરિણામો મેળવવા માટે અધ્યાપકની વિશિષ્ટ સમજની જરૂર ડોઈ આ સર્વે પ્રસંગોમાં પ્રયોગો અધ્યેતાઓને કરવા માટે આપવાને બદલે અધ્યાપક પોતે કરી બતાવે છે, પ્રયોગનાં પરિણામોની નોંધ પણ તે અધ્યેતાઓની મદદથી લે છે, પરિણામો પર ચર્ચા કરી તે અધ્યેતાઓની મદદથી નિર્ણય પણ તારવે છે. પ્રયોગ સાધનોને અને તેમની ગોઠવણીને આકૃતિની મદદથી સમજાવે છે, પ્રયોગ સાધનોને અને તેમની ગોઠવણીને આકૃતિની મદદ સમજાવે છે, પ્રયોગ સાધનોના ભાગ નાના હોય તો આકૃતિમાં મોટા કરીને દેખાડે છે અને તે અટપટા હોય તો તેની સરળ આકૃતિ દોરી સમજાવે છે.
અધ્યાપક આ રીતે જયારે વર્ગખંડમાં વિજ્ઞાન શીખવે છે ત્યારે તેણે દાર્શનિક પદ્ધતિનો ઉપયોગ કર્યો છે એમ કહેવાય. આમ તો આ પદ્ધતિ(અધ્યાપકકેન્દ્રી પદ્ધતિ છે, પરંતુ તેમાં અધ્યેતાઓ પણ ઠીક ઠીક પ્રમાણમાં ભાગ લે છે. આ પદ્ધતિમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે તેમાં અધ્યેતાઓનો સારી રીતે વિકાસ થાય છે. તેમાં અધ્યાપક પોતે અધ્યેતાઓના સહકારથી પ્રયોગ કરે છે, વચ્ચે વચ્ચે વર્ગ સમક્ષ કેટલાક પ્રશ્નો મૂકે છે અને અધ્યેતાઓ તેના જવાબો આપે છે. આ ઉપરાંત દાર્શનિક પદ્ધતિમાં (અધ્યેતાઓએ કાળજીપૂર્વક અવલોકન કરવાનું હોય છે. તેમણે પ્રયોગનાં દરેક પગથિયાનું વર્ણન કરવાનું હોય છે. પ્રયોગનાં પરિણામો પરથી તારણો મેળવવાનાં હોય છે. આમાં અધ્યેતાઓની અવલોકનશક્તિ, તર્કશક્તિ અને ચિંતન કરવાની શક્તિને ઉપયોગમાં લેવાની હોય છે. આ પદ્ધતિમાં અધ્યાપકે પ્રયોગનિદર્શન માટે યોગ્ય આયોજન કરવું જોઈએ, વળી પ્રયોગનિદર્શનનો હેતુ પણ તેના મનમાં સ્પષ્ટ હોવો જેઈએ.
નિદર્શન પદ્ધતિનું મહત્વ
Pro Knox – દાર્શનિક પદ્ધતિનું મહત્ત્વ નીચે મુજબ જણાવે છે:
“For the purpose of providing knowledge for both immediate and permanent retention and for the purpose of providing techniques for handling new problems, the lecture demonstration method is much to be preferred in the case of average and superior pupils.”
જ્યારે અધ્યેતાઓની ઉંમર સાધનો જાતે વાપરી શકવા જેટલી પરિપક્વ ન હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગી છે.
શાળામાં બધા જ અધ્યેતાઓને વ્યક્તિગત રીતે કે જૂથમાં પ્રયોગ કરવા આપી શકાય એટલાં સાધનો ન હોય ત્યારે આ પદ્ધતિ એ શ્રેષ્ઠ વિકલ્પ છે.
પ્રયોગ જોખમકારક હોય અને તેથી અધ્યેતાઓને તે આપી શકાય તેમ ન હોય ત્યારે પદ્ધતિ ઉપયોગી બને છે.
સિદ્ધાંતો સમજાવવા માટે આ પદ્ધતિ સુયોગ્ય છે. અધ્યેતાઓ પુસ્તકમાંથી સિદ્ધાંતો વાંચી જશે તો તેઓ સમજી શકશે નહી અને ગોખી નાખશે. એમ ન થાય તે માટે આ પદ્ધતિ વાપરવી યોગ્ય છે, કારણ કે અધ્યાપક દ્વારા થતો પ્રયોગ જોઈને પ્રયોગનો (હેતુ,) સાધનસામગ્રી, પ્રયોગની રીત, આકૃતિ, અવલોકનોની નોંધ, તારણો વગેરે બધાં જ પાસાંનો ખ્યાલ આવશે, જેથી તેને તે યાદ રહી જશે અને ગોખવાની જરૂર પડશે નહિ.
પ્રાર્યોગિક કાર્યોમાં સમાયેલી વિશિષ્ટ આવડતોનો ખ્યાલ પતિ દ્વારા સારી રીતે આપી શકાય છે.
નવા એકમની શરૂઆત નાનકડા દાર્શનિક પ્રયોગો દ્વારા કરી શકાય છે.
“જુદી જુદી બાબતો વચ્ચેનો ભેદ દાર્શનિક રજૂઆતો દ્વારા વધારે સારી રીતે સમજાવી શકાય છે. દા.ત.ઉષ્ણતાવહન અને ઉષ્ણતાગમન.
અધ્યેતાઓને જુદા જુદા પ્રયોગો બતાવવાથી અધ્યેતાઓને અધ્યયનમાં રસ પડે છે અને શિક્ષણમાં વિવિધતા લાવી શકાય છે.
પ્રયોગો દ્વારા અધ્યેતાઓમાં સ્થિત ખોટા ખ્યાલોને અધ્યાપક દૂર કરીને તેમને સાચી સમજ આપી શકે છે.
અધ્યાપક પોતે પ્રયોગ કરી તે અંગેના પ્રશ્નો પૂછી અધ્યેતાઓનું મૂલ્યાંકન કરી શકે છે.
પ્રવચન પદ્ધતિમાં થતું અધ્યેતાઓનું ધ્યાનભંગ આ પદ્ધતિમાં નિવારી શકાય છે.
ભારત જેવા વિકસતા દેશમાં જ્યાં શાળાઓમાં પ્રયોગો અંગેની ટાંચી સાધનસામગ્રી છે ત્યાં વિજ્ઞાન શિક્ષણ માટે આ એક માત્ર ઉત્તમ પદ્ધતિ છે.
અહીં એક વાત સ્પષ્ટ કરી લેવી જેઈએ કે, માત્ર પ્રયોગો એ જ દાર્શનિક પદ્ધતિ નથી, પરંતુ અન્ય આલેખિત સામગ્રી જેવી કે ચિત્રો, ચાર્ટ, નકશા, આલેખ, પોસ્ટર વગેરે, પ્રક્ષેપિત સામગ્રી કે એપિસ્કોપ, એપિડાયોસ્કોપ, ઓવરહેડ પ્રોજેક્ટર,ફિલ્મસ્ટ્રીપ પ્રોજેક્ટર, સ્લાઈડ પ્રોજેક્ટર, ચલચિત્ર વગેરે દ્વારા રજૂઆત તેમજ નમૂના, મોડેલ્સ પ્રદર્શન વગેરેની દાનિક રજૂઆતોનો પણ દાર્શનિક પદ્ધતિમાં સમાવેશ કરી શકાય..
નિદર્શન / દાર્શનિક પદ્ધતિને અસરકારક બનાવવાના ઉપાયો
નિદર્શન પદ્ધતિના સફળ ઉપયોગ માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
અધ્યાપક દાર્શનિક પ્રયોગ રજૂ કરે ત્યારે તેણે ધ્યાનમાં રાખવું જોઈએ કે બધા જ અધ્યેતાઓ પ્રયોગ જોઈ શકે છે કે નહિ. જે તેમ ન હોય તો નીચે મુજબ વ્યવસ્થા કરવી.
દાર્શનિક ટેબલ પર યોગ્ય ખૂણે મોટા અરીસા ગોઠવવા કે જેથી અધ્યેતાઓ પ્રયોગનું ઝીણામાં ઝીણું અવલોકન અરીસામાં પડતા પ્રતિબિંબ પરથી કરી શકે.
જો વર્ગ સંખ્યાની દ્રષ્ટિએ નાનો હોય તો અધ્યાપક દાર્શનિક ટેબલ પર પ્રયોગ કરે ત્યારે અધ્યેતાઓ દાર્શનિક ટેબલની આસપાસ ગોળ ફરતે ઊભા રડીને પ્રયોગનું અવલોકન કરે તેવી તેમને સૂચના આપવી.
મોટા વર્ગમાં અધ્યેતાઓ સ્ટૂલ ઉપર, પાટલી ઉપર કે બારીની ગ્રીલ ઉપર બેસીને પ્રયોગનું અવલોકન કરી શકે.
અધ્યેતાઓની વયકક્ષાને ધ્યાનમાં રાખીને અધ્યાપકે પ્રયોગ અને અન્ય દાર્શનિક રજૂઆતો કરવી. નાની ઉંમરના અધ્યેતાઓ માટે સાદા પ્રયોગો અને મોટી ઉંમરના અધ્યેતાઓ માટે અટપટાં સાધનોથી થતા પ્રયોગો દર્શાવી શકાય.
દાર્શનિક ટેબલ શક્ય એટલું મોટું અને બધા અધ્યેતાઓ પ્રયોગ જોઈ શકે એટલું ઊંચું ડોવું જોઈએ.
દાર્શનિક ટેબલની બરાબર પાછળ કાળું પાટિયું હોવું જેઈએ.
અધ્યાપકે પ્રયોગના હેતુઓ અધ્યેતાઓ સમક્ષ સ્પષ્ટ કરવા જોઈએ.
દાર્શનિક ટેબલની સામે અધ્યેતાઓની બેઠકવ્યવસ્થાની ગોઠવણી એવી હોવી જોઈએ કે જેથી આગળ બેઠા અધ્યેતાઓ તેમને નડે નહિ તે રીતે બધા અધ્યેતાઓ પ્રયોગ જોઈ શકે.
દાર્શનિક ટેબલ ઉપર સંપૂર્ણ પ્રકાશ રહે તેવી ગોઠવણ કરવી, વળી પ્રયોગની યોગ્ય ભૂમિકા બાંધીને પછી જ પ્રયોગ શરૂ કરવો.
નિદર્શન માટેનાં સાધનો પૂરતાં મોટાં હોવાં જોઈએ કે જેવી બધા અધ્યેતાઓ સહેલાઈથી તેમનું અવલોકન કરી શકે. દા.ત. બળોના સમાંતરબાજુ ચતુષ્કોણનો નિયમ સાબિત કરવા માટેનું સાધન, આંખની રચના દર્શાવતું મોડેલ વગેરે પૂરતાં મોટાં હોવાં જોઈએ.
મોડેલ ચારે બાજુથી જોઈ શકાય તે માટે દાર્શનિક ટેબલની અંતર્ગત અથવા અલગથી નાના કરતા દાર્શનિક ટેબલની વ્યવસ્થા કરવી. જો આવું અલગ ટેબલ ન હોય ની નમૂના, મૉડેલ અને બીજા પ્રાયોગિક સાધનો અધ્યેતાઓ બધી બાજુથી જૂઈ શકે તે માટે બધી બાજુથી ફેરવીને બતાવવાં.
દાર્શનિક રજૂઆત માટેનાં બધાં જ સાધનો અગાઉથી તૈયાર રાખવાં જોઈએ અને દાર્શનિક ટેબલ પર તેમનો જેમ ફાવે તેમ ખડકલો ન કરતાં યોગ્ય ક્રમમાં વ્યવસ્થિત રીતે મૂકવાં જોઈએ, કે જેથી જરૂર પડે ત્યારે તરત જ સમયનો વ્યય કર્યા સિવાય કોઈપણ સાધન મળી જાય. ઉપયોગમાં લેવાનાં સાધનો ટેબલ પર ડાબી બાજુએ મૂકવાં અને જોઈ શકાય એ રીતે ક્રમમાં ગોઠવવાં. સાધનની દાર્શનિક રજૂઆત થઈ ગયા પછી તેમને જમણી બાજુએ દાર્શનિક ટેબલ પર મૂકી દેવાં.
જ્યારે ઘણી બધી વસ્તુઓ બતાવવાની હોય ત્યારે તે બધી એક સાથે ટેબલ પર મૂકવી નહિ, પરંતુ ટેબલની નીચેનાં ખાનાંઓમાં ક્રમમાં ગોઠવીને મૂકવી અને જરૂરિયાત મુજબ એક પછી એક લઈને દર્શાવવી. સામાન્ય ક્રમ અને સુઘડતા એ.દાર્શનિક કાર્ય માટે ખાસ આવશ્યક બાબત છે. બિનજરૂરી પુસ્તકો કે સાધનો દાર્શનિક ટેબલ પર ડરગિજ રાખવાં નહિ.
પ્રયોગ સફળ થાય તેની અધ્યાપકે પૂરતી કાળજી લેવી જોઈએ અને તે માટે પૂરતી તૈયારી કરવી જોઈએ. અગાઉથી પ્રયોગ કરીને પૂરતી ચકાસણી કરી લેવી જોઈએ. પ્રયોગ કરતી વખતે સમયમર્યાદા પણ લક્ષમાં લેવી. પ્રયોગ કરતી વખતે કોઈ સાધન તૂટી જાય તો અગાઉથી વધારાનાં સાધનોની વ્યવસ્થા રાખવી અથવા તો પ્રયોગનો બીજો વધારાનો સેટ અગાઉથી ગોઠવીને તૈયાર રાખવો, ક્યારેક પ્રયોગ નિષ્ફળ જાય તો અધ્યાપકે ગભરાઈ જવું નહિ, પરંતુ નિષ્ફળતાનાં કારણો શોધી કાઢવા અને તેમનું નિવારણ કરી નવેસરથી નિદર્શન કરવું.
પ્રયોગ દરમ્યાન અધ્યાપકે કોઈ જાદુ કરવાનો નથી. આથી પ્રયોગના હેતુઓ, સાધનસામગ્રી, પદ્ધતિ વગેરે બધી બાબતોથી અધ્યાપકે અધ્યેતાઓને અવગત કરવા. આનો અર્થ એમ નથી કે નિર્ણય પણ તેઓ જાણતા હોય. જો તેમને નિર્ણય પણ અગાઉથી કહી દેવામાં આવે તો તેમનામાં તર્ક, અનુમાન, ચિંતન, વૈજ્ઞાનિક પદ્ધતિ વગેરે ખીલવી શકાશે નહિ.
અધ્યાપકે આદર્શ પ્રયોગ બતાવવાનો હોવાથી પ્રયોગ અંગેની ઝીણામાં ઝીણી બાબતોની તેણે કાળજી લેવી જોઈએ. દા.ત. સાધનો વ્યવસ્થિત સાચવવાં, ગોઠવવાં, વજનપેટીમાંથી વજનો કાઢવા માટે ચીપિયાનો ઉપયોગ કરવો વગેરે.
પ્રયોગમાં આવતા અગત્યના મુદ્દાઓ અથવા અવલોકનની ચોક્કસ ક્ષણ પ્રત્યે અધ્યેતાનું ધ્યાન અગાઉથી દોરવું જોઈએ. નિરીક્ષણની ઘડી વીતી ગયા પછી તમે જોયું ? એમ કહેવું અર્થ વગરનું બની જશે. દા.ત. તટસ્થીકરણના પ્રયોગમાં એક જ ટીપું વધારે પડે તો એસિડ કે બેઈઝના દાવાનો રંગ બદલાઈ જતો હોય છે. આ બિંદુનું કાળજીથી અવલોકન કરવું, તે જ રીતે ગલનબિંદુના પ્રયોગમાં જે ક્ષણે ઘન પદાર્થ પ્રવાહી બને તે જ ક્ષણે થર્મોમીટરનું અવલોકન નોંધવું જોઈએ, નહીંતર ઉપરના બંને પ્રયોગોમાં અવલોકનો ખોટાં આવે.
અધ્યાપકે પ્રયોગની સાથે વચ્ચે વચ્ચે જરૂર લાગે ત્યાં ચર્ચા કરવી જોઈએ અને સમજૂતી આપવી જેઈએ. પ્રયોગ પૂરો થઈ ગયા પછી એકી સાથે ચર્ચા કરવી કે સમજૂતી આપવી તે યોગ્ય નથી.
પ્રયોગની સાથે જ અન્ય જરૂરી સાધનો જેવાં કે છાપેલી કે રોલ અપ બૉર્ડ પર દોરેલી આકૃતિ, ચિત્રો, રંગીન ચૉક વગેરે લઈ જવા.
પ્રયોગ દરમિયાન કે અન્ય દાર્શનિક રજૂઆતો વખતે વચ્ચે પ્રશ્નોત્તરીથી અધ્યેતાઓનું ધ્યાન ખેંચી રાખવું. જરૂર પડે તો તેમને નજીક બોલાવી અવલોકન કરવા માટે કહેવું, જેમ કે, તાપમાન થર્મોમીટર પર વાંચવું, માઈક્રોસ્કોપમાં અવલોકન કરવું વગેરે. ટૂંકમાં, અધ્યાપક અને અધ્યેતા બંનેએ સક્રિય રહેવું.
પ્રયોગની કે અન્ય દાર્શનિક રજૂઆતોની સાથે સાથે જ અધ્યાપકે કા.પા. કાર્ય કરતા રહેવું. દા.ત. આકૃતિ કા.પા. પર દોરવી. વ્યવસ્થિત પરિણામો કોઠામાં નોંધવાં, ચર્ચા દ્વારા અનુમાનો અને નિર્ણયો તારવવા વગેરે.
અધ્યેતાઓ સમગ્ર પ્રયોગનો અહેવાલ જાતે જ પદ્ધતિસર પ્રયોગપોથીમાં લખે તેવો અધ્યાપકે આગ્રહ રાખવો.
અધ્યેતાઓના મોંના ભાવ પરથી તેમને કોઈ મૂંઝવણ ડોય તો તે પારખીને અંધ્યાપકે તેમની મુશ્કેલીઓ દૂર કરવા માટે પ્રયત્ન કરવો.
કેટલીક આલેખિત સામગ્રીની રજૂઆત કા.પા.ની બંને બાજુ પર રાખવામાં આવેલા બુલેટિન બોર્ડ પર પણ કરી શકાય.
અધ્યાપકે પ્રયોગમાં બિનજરૂરી ઝડપ ન કરતાં પૂરતો સમય આપવો જોઈએ અને ચર્ચા દ્વારા અધ્યેતાઓ પૂરેપૂરી સમજ કેળવે તેનો ખ્યાલ રાખવો જોઈએ. આનો અર્થ એમ નથી કે ખૂબ સમય વેડફી નાખવી. ઓછામાં ઓછો છતાં શૈક્ષણિક, હેતુઓ સિદ્ધ કરવા માટે પૂરતો સમય ફાળવવો.
અધ્યાપકે પણ પોતે કરેલા પ્રયોગનું મૂલ્યાંકન કરવું જોઈએ. પ્રયોગના ડેતુઓ કેટલે અંશે સિદ્ધ થયા ? અધ્યેતાઓને કેટલો ફાયદો થયો ? અધ્યાપકને પોતાને કઈ કઈ મુશ્કેલીઓ નડી વગેરે બાબતોનું મૂલ્યાંકન કરવું જોઈએ.
પ્રયોગ દરમ્યાન કોઈ અકસ્માત ન સર્જાય તેની તકેદારી રાખવી.દા.ત. અધ્યેતાને ક્લોરિન વાયુ સીધેસીધો સૂંઘાડવો, પરંતુ તેને પાણીમાં ઓગાળીને પછી તેની વાસ લેવાનું કહેવું. આમ નહીં થાય તો ક્લોરિન વાયુ ઝેરી હોવાથી અધ્યેતા બેભાન થઈ જાય અને તેના પર કોઈ ધાતક અસર પણ થાય એવું બને.
અટપટી રચના ધરાવતાં સાધનો, મોડેલ નમૂના વગેરે ખોલીને તેમની આંતરિક રચના અધ્યેતાઓને બતાવવી જોઈએ.
પ્રયોગમાં વપરાતા પદાર્થો માપસર લેવા અને વાપરવા. રસાયણોનો આડેધડ ઉપયોગ ન કરવો.
આકૃતિઓ અધ્યાપકે જાતે જ કાળા પાટિયા પર દોરવી, જે તેને આકૃતિઓ દોરવાની બિલકુલ ફાવટ ન ડોય તો જ દોરીને લઈ જવી. જો વિદ્યુત સરકીટો અને અન્ય આકૃતિઓમાં ચિહ્નો અને સંજ્ઞાઓનો ઉપયોગ આવતો હોય તો બાજુમાં તે અંગેની સ્પષ્ટતા આપવી.
પ્રયોગો ઋતુને અનુરૂપ પસંદ કરવા. દા.ત. ઘર્ષણ વિદ્યુતના પ્રયોગો ચોમાસામાં ન કરવા, કારણ કે ડવાના ભેજને કારણે વિદ્યુતવિભાર થવાથી આવા પ્રયોગો ચોમાસામાં નિષ્ફળ જાય છે. તે જ રીતે બરફના પ્રયોગો માટે ગરમ ઋતુ અને ફૉસ્ફરસના પ્રયોગો માટે ઠંડી ઋતુ વધારે અનુકૂળ છે.
નિદર્શન / દાર્શનિક પદ્ધતિના લાભ
મિથેન, ઈથેન વાયુની બનાવટ જેવા ભયજનક પ્રયોગોથી અધ્યેતાઓને બચાવી શકાય છે.
આ પદ્ધતિથી સમયનો બચાવ કરી શકાય છે.
આ પદ્ધતિ પ્રયોગ પદ્ધતિની તુલનામાં કરકસરયુક્ત છે.
આ પદ્ધતિમાં અધ્યેતાઓ પ્રત્યક્ષ જ્ઞાન મેળવે છે. તેઓ અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં સક્રિય ભાગ લે છે, તેથી તેમનામાં વિજ્ઞાનના વિષય પ્રત્યે રસ જાગૃત થાય છે.
કીમતી સાધનોના ઉપયોગવાળા પ્રયોગમાં અધ્યેતાઓ કરતાં આ પદ્ધતિમાં અધ્યાપક પોતે કાળજી રાખી શકે છે, જેથી સાધનને નુકસાન થતું અટકાવી શકાય છે.
પ્રયોગ દરમિયાન અધ્યેતાઓ પૂરતું ધ્યાન આપે છે, તેઓ અવલોકન કરે છે, પ્રયોગની નોંધ કરે છે, અધ્યાપકે પૂછેલા પ્રશ્નોના ઉત્તરો આપી શકે છે, આકૃતિ દોરે છે, આપેલી આકૃતિમાં નામનિર્દેશન કરે છે, પ્રયોગ કરવામાં સહકાર આપે છે અને પ્રયોગની દરેક પ્રવૃત્તિમાં ભાગ લઈ સક્રિય રહે છે.
આ પદ્ધતિથી અધ્યેતાઓને પણ સારો લાભ થાય છે. તેઓ એકબીજાને સહકાર આપે છે. એકબીજાની મદદથી સમજશક્તિનો, કૌશલ્યોનો અને અમુક માનસિક શક્તિઓનો વિકાસ કરે છે.
આ પદ્ધતિમાં અધ્યેતાઓને પ્રત્યક્ષ વસ્તુઓનું અને જીવંત નમૂનાઓનું પણ નિદર્શન કરાવવામાં આવે છે. તેથી કડી શકાય કે તે મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે.
શાળામાં જ્યારે બધાજ અધ્યેતાઓને વ્યક્તિગત કે જૂથમાં પ્રયોગો આપવા શક્ય ન હોય ત્યારે અધ્યાપક સમગ્ર વર્ગ સમક્ષ પ્રયોગની રજૂઆત કરે છે.
પ્રયોગ દર્શનથી અધ્યેતાઓને જે-તે બાબતો વચ્ચે રહેલો કાર્યકારણનો સંબંધ સમજાવી શકાય છે, તેમજ વિષયવસ્તુનું વિહંગાવલોકન કરાવી શકાય છે. દા.ત. વિદ્યુત ઉત્પાદનનો પ્રયોગ કરતી વખતે અધ્યાપક જાણીબૂઝીને કોઈ ભૂલ કરે અને અધ્યેતાઓને પ્રશ્ન પૂછે કે વિદ્યુત ઉત્પાદન શા માટે ન થયું ? આ માટે વિશદ ચર્ચા કરવામાં આવે તો તેથી અધ્યેતાઓને કાર્યકારણનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે.
નિદર્શન / દાર્શનિક પદ્ધતિના લાભ
મિથેન, ઈથેન વાયુની બનાવટ જેવા ભયજનક પ્રયોગોથી અધ્યેતાઓને બચાવી શકાય છે.
આ પદ્ધતિથી સમયનો બચાવ કરી શકાય છે.
આ પદ્ધતિ પ્રયોગ પદ્ધતિની તુલનામાં કરકસરયુક્ત છે.
આ પદ્ધતિમાં અધ્યેતાઓ પ્રત્યક્ષ જ્ઞાન મેળવે છે. તેઓ અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં સક્રિય ભાગ લે છે, તેથી તેમનામાં વિજ્ઞાનના વિષય પ્રત્યે રસ જાગૃત થાય છે.
કીમતી સાધનોના ઉપયોગવાળા પ્રયોગમાં અધ્યેતાઓ કરતાં આ પદ્ધતિમાં અધ્યાપક પોતે કાળજી રાખી શકે છે, જેથી સાધનને નુકસાન થતું અટકાવી શકાય છે.
પ્રયોગ દરમિયાન અધ્યેતાઓ પૂરતું ધ્યાન આપે છે, તેઓ અવલોકન કરે છે, પ્રયોગની નોંધ કરે છે, અધ્યાપકે પૂછેલા પ્રશ્નોના ઉત્તરો આપી શકે છે, આકૃતિ દોરે છે, આપેલી આકૃતિમાં નામનિર્દેશન કરે છે, પ્રયોગ કરવામાં સડકાર આપે છે અને પ્રયોગની દરેક પ્રવૃત્તિમાં ભાગ લઈ સક્રિય રહે છે.
આ પદ્ધતિથી અધ્યેતાઓને પણ સારો લાભ થાય છે. તેઓ એકબીજાને સહકાર આપે છે. એકબીજાની મદદથી સમજશક્તિનો, કૌશલ્યોનો અને અમુક માનસિક શક્તિઓનો વિકાસ કરે છે.
આ પદ્ધતિમાં અધ્યેતાઓને પ્રત્યક્ષ વસ્તુઓનું અને જીવંત નમૂનાઓનું પણ નિદર્શન કરાવવામાં આવે છે. તેથી કડી શકાય કે તે મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે.
શાળામાં જ્યારે બધાજ અધ્યેતાઓને વ્યક્તિગત કે જૂથમાં પ્રયોગો આપવા શક્ય ન હોય ત્યારે અધ્યાપક સમગ્ર વર્ગ સમક્ષ પ્રયોગની રજૂઆત કરે છે.
પ્રયોગ દર્શનથી અધ્યેતાઓને જે-તે બાબતો વચ્ચે રહેલો કાર્યકારણનો સંબંધ સમજાવી શકાય છે, તેમજ વિષયવસ્તુનું વિડંગાવલોકન કરાવી શકાય છે. દા.ત. વિદ્યુત ઉત્પાદનનો પ્રયોગ કરતી વખતે અધ્યાપક જાણીબૂઝીને કોઈ ભૂલ કરે અને અધ્યેતાઓને પ્રશ્ન પૂછે કે વિદ્યુત ઉત્પાદન શા માટે ન થયું ? આ માટે વિશદ ચર્ચા કરવામાં આવે તો તેથી અધ્યેતાઓને કાર્યકારણનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે.
નિદર્શન / દાર્શનિક પદ્ધતિની મર્યાદાઓ
‘કાર્ય દ્વારા શિક્ષણ’ – ‘Learning by doing’ એ સિદ્ધાંતનો અહીં અમલ થતો નથી.
આ પદ્ધતિમાં અધ્યાપક સતત સક્રિય રહે છે, પરંતુ તેના પ્રમાણમાં અધ્યેતાઓ નિષ્ક્રિય બની જાય છે.
આ પદ્ધતિમાં અધ્યેતાઓના વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં લેવામાં આવતા નથી, તેથી તેજસ્વી અધ્યેતાઓને ફાયદો થાય છે, જ્યારે નબળા અધ્યેતાઓને નુકસાન જાય છે.
આ પદ્ધતિમાં અધ્યેતાઓમાં પ્રાયોગિક કૌશલ્યો વિકસી શકતાં નથી.
આ પદ્ધતિથી અધ્યેતાઓમાં વૈજ્ઞાનિક વલણો કેળવી શકાતાં નથી, તેમ જ પ્રાયોગિક કાર્યોની તાલીમ મળતી નથી.
આ પદ્ધતિમાં અધ્યેતાઓ જાતે પ્રયોગ કરતા ન હોવાથી તેમનામાં રસ ઉત્પન્ન થતો નથી.
આ પદ્ધતિમાં અધ્યાપકની તુલનામાં અધ્યેતાઓ નિષ્ક્રિય રહેતા હોવાથી અને જો અધ્યાપક રસપ્રદ રીતે પ્રયોગ નિદર્શન ન કરી શકે તો અધ્યેતાઓ કંટાળી જાય છે.
ખૂબ જ મોટા વર્ગમાં બધા અધ્યેતાઓ પ્રયોગ બરાબર જોઈ શકતા નથી.
અધ્યેતાઓને આ પદ્ધતિમાં પ્રત્યક્ષ અનુભવો મળતા નથી.
આ પદ્ધતિ વિજ્ઞાન શિક્ષણની સારી પદ્ધતિઓમાંની એક હોવા તેમાં અધ્યાપકોની ફરિયાદ હોય છે કે તેમને પુષ્કળ કામ કરવું પડે પ્રયોગની તૈયારી, સાધનો એકઠાં કરવાં, સાધનો ગોઠવવાં, અન્ય નિદર્શન સાહિત્ય એકઠું કરવું અને રજૂ કરવું, પ્રયોગની નોંધ તૈયાર કરવી, આકૃતિઓ દોરવી વગેરે ઘણી કામગીરી અધ્યાપકના ભાગે આવે છે. આનો ઉકેલ છે. અધ્યેતાઓને જુદી જુદી ટુકડીઓમાં દાર્શનિક ટેબલ પાસે બોલાવી પ્રયોગ અન્ય નિદર્શનોમાં તેમનો સહકાર લેવો.
ઉપર દર્શાવેલાં અધ્યાપકનાં કાર્ય પૈકી ઘણાંખરાં અધ્યેતાઓ કરાવી શકાય. આમ કરવાથી બે લાભ થશે : એક તો અધ્યાપકનું કાર્ય ઓછું થશે અને બીજું અધ્યેતાઓને સક્રિય બનાવી શકાશે. વળી આ પદ્ધતિમાં ‘Learning by doing’ અંગેની જે ખામી છે, તે નિવારી શકાશે, તેથી અધ્યાપનમાં અધ્યાપકે આ પદ્ધતિનો અવારનવાર અચૂક ઉપયોગ જોઈએ.
તાર્કિક અભિગમ પદ્ધતિ, તુલનાત્મક પદ્ધતિ
તાર્કિક અભિગમ પદ્ધતિ
વિષય કેન્દ્રી અભિગમ તર્ક પર આધારિત હોવાથી તેને તાર્કિક અભિગમ પણ કહે છે. તેમાં વિજ્ઞાનને મુખ્ય વિભાગો, મુખ્ય વિભાગોના ગૌણ વિભાગો અને તેમને પણ ઉપવિભાગોમાં) વહેંચવામાં આવે છે. પ્રથમ વિજ્ઞાનને તેની મુખ્ય ત્રણ શાખાઓ ભૌતિક, રસાયણ અને જીવવિજ્ઞાન અનુસાર વહેંચવામાં આવે છે. ત્યારપછીથી દરેક શાખાને ગૌણવિભાગોમાં વહેંચવામાં આવે છે. આ રીતે ભૌતિકશાસ્ત્રને ઉષ્મા, વિદ્યુત, ચુંબકત્ત્વ, પ્રકાશ વગેરે ગૌણ વિભાગોમાં વહેંચી શકાય. ત્યારપછી આ ગૌણવિભાગોને પણ તેના ઉપવિભાગોમાં વહેંચવામાં આવે છે.
જેમ કે પ્રકાશનો અભ્યાસ કરવા માટે પ્રકાશના સ્રોતો, તેમના પ્રકારો, પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન, પ્રકાશનું વિભાજન તેમજ પ્રકાશીય ઉપકરણો એમ પેટા મુદ્દાઓમાં વિભાજન કરીને શીખવવામાં આવે છે. જરૂર પડે તો આ પેટા મુદ્દાઓને પણ વધારે નાના મુદ્દાઓમાં વિભાજિત કરી શકાય છે, જેમ કે પ્રકાશનું વક્રીભવન – આ મુદ્દાને વક્રીભવનની વ્યાખ્યા, તે સમજવા માટેના સાદા પ્રયોગો, વક્રીભવનના નિયમો સાબિત કરતો પ્રયોગ, પૂર્ણ આંતરિક પરાવર્તન, પ્રિઝમમાં થતું વક્રીભવન, મેઘધનુષ્ય જેવા નાના મુદ્દાઓમાં વિભાજીત કરી શકાય.
તાર્કિક અભિગમ પદ્ધતિના લાભ
આ પદ્ધતિના લાભ નીચે મુજબ છે.
1. વિજ્ઞાનની જે તે શાખાના મુખ્ય એકમની સળંગ સૂત્રતાને આધારે અધ્યેતાઓને વિષયનું ઊંડું જ્ઞાન આપી શકાય છે.
2. વિજ્ઞાનની વિશિષ્ટ શાખાઓના પેટા એકમોને અધ્યેતાઓ સારી રીતે સમજી શકે છે અને દીર્ઘકાળ સુધી જ્ઞાનનો સંચય કરી શકે છે.
૩. વિષયાંગના વારંવારના પુનરાવર્તનને અવકાશ રહેતો નથી, જેને કારણે શિક્ષણમાં સમયનો વ્યય ઓછો થાય છે.
4. વિષયકેન્દ્રી પદ્ધતિ ‘સમગ્રથી વિભાગ તરફ જવું’ એ સૂત્રને અનુસરે છે. વિજ્ઞાનશિક્ષણનો હેતુ ફક્ત સિદ્ધાંતોનું અને સાધનોનું માન આપવાનો હોય તો વિષયકેન્દ્રી પદ્ધતિ ખૂબ જ અસરકારક નીવડે છે.
5. આ અભિગમ અધ્યેતા, અધ્યાપક તેમજ પુસ્તકના લેખક માટે ખૂબ જ સ્પષ્ટ છે.
6. વ્યવસ્થિત રીતે અને તાર્કિક ક્રમમાં ગોઠવાયેલા અભ્યાસક્રમના મુદ્દાઓને ન્યાય આપવાનું સહેલું પડે છે.
7. વિજ્ઞાનના સિદ્ધાંતો અને સાધનોનું જ્ઞાન આપવા માટે આ અભિગમ સર્વોત્તમ છે.
તાર્કિક અભિગમ પદ્ધતિની મર્યાદાઓ
1. આ અભિગમમાં પૂર્વે શીખેલા મુદ્દાઓના દ્રઢીકરણ તેમજ પુનરાવર્તનને ઓછો અવકાશ રહે છે.
2. નાની વયના અધ્યેતાઓ માટે આ અભિગમ અનુકૂળ નથી.
૩. વિષયના જુદા જુદા એકમોના પેટા મુદ્દાઓનું સંકલન ઘણીવાર સંભવિત બનતું નથી. આમ થાય ત્યારે સળંગસૂત્રતા જળવાતી નથી. તેથી અધ્યેતાઓના મનમાં જે તે વિભાગો કાયમ રહે છે અને વિજ્ઞાનના વિષયનો સમગ્ર ખ્યાલ આવતો નથી.
4. વિજ્ઞાનશિક્ષણના સઘળા હેતુઓને આ અભિગમથી ન્યાય આપી શકાતો નથી. જેમકે અધ્યેતાઓની અનુકૂલન શક્તિની ખીલવણી, રસ વૃત્તિઓને પોષણ, કૌશલ્યપ્રાપ્તિ વગેરે કેતુઓને ન્યાય નથી મળતો.
5. અધ્યેતાઓનું પર્યાવરણ સાથેનું અનુકૂલન અને તેમની રસ વૃત્તિઓનું પોષણ આ અભિગમથી થતું નથી.
6. કેટલાક પેટા એકમો તાર્કિક ક્રમમાં ગોઠવાયેલા ન હોય ત્યારે અધ્યેતાઓની વિષય પ્રત્યેની અભિરુચિ ઘટે છે.
7. કેટલીકવાર અધ્યાપક પોતાની આવડત પ્રમાણે પ્રાપ્ત સાધનોની મર્યાદામાં રહીને અધ્યેતાઓની રુચિ અનુસાર મુદ્દાઓની ગોઠવણીનો ક્રમ બદલે તો જ તેમનો રસ જળવાઈ રહે છે.
8. એક જ વખતે એક આખો મુદ્દો પૂરેપૂરો શીખવવા જતાં તેમાંની કેટલીક વિગતો અધ્યેતાઓની શક્તિ બહારની હોય તો તેમને અઘરી પડે છે અને તેથી તેમાં તેઓ પૂરતું ધ્યાન તેઓ આપતા નથી. વળી આવી અઘરી બાબતો દ્રઢ થાય તે પહેલાં નવો મુદ્દો શરૂ થઈ જાય છે. આથી અધ્યેતાઓને મળેલું જ્ઞાન કાચું રહેવાનો સંભવ રહે છે. વળી એક મુદ્દો એકવાર શીખવાયા પછી તેનો સંપર્ક તૂટી જવાથી અધ્યેતાઓ તે મુદ્દાની વિગતોને ભૂલી જાય છે.
તુલનાત્મક પદ્ધતિ
તુલના એટલે સરખામણી, જે કોઈપણ વિષયનાં વિષયવસ્તુ માટે ખૂબ જ મહત્ત્વની બાબત ગણાય છે. વાણિજ્ય વિષયમાં કોઈ એક એકમમાં વિવિધ મુદ્દાઓની બીજા અનેક મુદ્દાઓ સાથે તુલના થતી હોય છે. આ પ્રકારના કાર્યને શિક્ષણમાં તુલનાત્મક શિક્ષણ કે સરખામણીની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે.
કોઈપણ વિચાર, બાબત, સંકલ્પના, સાધન, હકીકતો, વસ્તુઓ કે વ્યક્તિઓ તથા તેનાં કાર્યોની અન્ય બાબતો સાથે તુલના કરવામાં આવે છે. તુલનાત્મક પદ્ધતિના ઉપયોગ વખતે તેના હેતુઓ સ્પષ્ટ હોવા જોઈએ, જેથી વિદ્યાર્થીઓને સરળતાથી અને સ્પષ્ટ રીતે એકમની સમજ આપી શકાય.
તુલનાત્મક પદ્ધતિના ફાયદા
સમયનો બચાવ:
આ પદ્ધતિમાં એક જ મુદ્દાની અનેક મુદ્દાઓ સાથે સરખામણી કરવામાં આવતી હોવાથી એક જ મુદ્દો સમજાવવાથી તેને લગતા બાકીના મુદ્દાઓની પણ આપોઆપ સમજ મેળવી શકાય છે. આથી શૈક્ષણિક કાર્ય એકીસાથે થવાથી સમય અને શક્તિનો બચાવ થાય છે.
અનુબંધ સ્થપાય:
આ પદ્ધતિમાં વિવિધ એકમોનો અન્ય વિષયના એકમો સાથે પણ સંબંધ સ્થાપી શકાય છે. એટલે કે અનુબંધ સ્થાપી શિક્ષણકાર્ય અસરકારક બનાવી શકાય છે.
વિવિધ શક્તિનો વિકાસ:
વિવિધ એકમો વચ્ચે સંબંધ સ્થાપી શકાય છે,તેથી વિદ્યાર્થીઓ પૃથક્કરણ કરવાની તેમ જ સરખામણી કરી પરિણામો તારવવાની વિવિધ શક્તિઓનો વિકાસ થાય છે.
કઠિન મુદ્દાઓની સમજ:
જે એકમો કે કોઈપણ એકમના પેટા મુદ્દા અધ્યેતાઓને અધરામાં અઘરા લાગતા હોય ત્યારે આ પદ્ધતિ દ્વારા અન્ય એકમો સાથે સરખામણી કરીને આસાનીથીભણાવી શકાય છે અને સરળ બનાવી શકાય છે.
સંબંધ વિકસાવી શકાય:
આ પદ્ધતિ દ્વારા બે બનાવો, વસ્તુઓ,સ્વરૂપો કે વસ્તુઓના લક્ષણો વચ્ચેનો સંબંધ સ્પષ્ટ રીતે સ્થાપી શકાય છે.
અસરકારક પદ્ધતિ:
આ પદ્ધતિમાં જે અધ્યેતાઓ અસરકારક સમજશક્તિ ધરવતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ ખૂબ અસરકારક બને છે. આ ઉપરાંત મોટી ઉંમરની વ્યક્તિઓ માટે પણ આ પદ્ધતિ ખૂબ જ ફાયદાકારરક સાબિત થાય છે.
તુલનાત્મક પદ્ધતિની મર્યાદા
ક્રમિકતાનો અભાવ:
આ પદ્ધતિમાં એક સાથે અનેક મુદ્દાઓની રજૂઆત થાય છે. આને કારણે વિષયવસ્તુની રજૂઆત થાય છે. આને કારણે વિષયવસ્તુની રજૂઆતમાં કોઈ ક્રમિકતા જળવાતી નથી અને વિદ્યાર્થીઓમાં કોઈ ક્રમિકતા જાળવતી નથી અને વિદ્યાર્થીઓમાં પણ આની સમજ અસ્પષ્ટ બને છે.
તૈયારી અભાવ:
આ પદ્ધતિમાં અધ્યાપકના પક્ષે પૂરતા પ્રમાણમાં વિષયવસ્તુની સમજ, કૌશલ્ય હોવું જરૂરી છે તથા બધી જ માહિતીથી તે જાણકાર હોવો જરૂરી છે. પરંતુ કેટલીકવાર જો પૂરતી તૈયારી અને સજ્જતા ણ હોય તો આ પદ્ધતિ સફળ થતી નથી.
આયોજનનો અભાવ:
તુલનાત્મક પદ્ધતિને અસરકારક બનાવવા માટે અગાઉથી આયોજન કરવું જરૂરી બને છે. આ માટે એકમની અગાઉથી પસંદગી કરી યોગ્ય આયોજન થાય તો સરખામણી સારી રીતે કરી શકાય. પરંતુ જે શિક્ષક એકમની અગાઉથી પસંદગી કરી યોગ્ય આયોજન ન કરે તો આ પદ્ધતિ સફળ બનાવી શકાતી નથી.
અપૂરતું જ્ઞાન:
સરખામણી કે તુલના કરવા માટે કોઈપણ વિષયનું તથા અન્ય વિષયોનું પણ અધ્યાપક પાસે પૂરતા પ્રમાણમાં જ્ઞાન હોવું જરૂરી છે, નહીં તો સરખામણી શક્ય બનતી નથી. પરંતુ કેલતીકવાર અધ્યાપક જે વિષય બનાવતો હોય તેનું પણ પૂરતું જ્ઞાન તેની પાસે જોવા મળતું નથી. તેને સંદર્ભ સાહિત્યનું પણ વાંચન કરીને પૂરતું જ્ઞાન મેળવવું જરૂરી છે. છતાં તે ઘણી વાર જોવા મળતું નથી, આથી સરખામણી થઈ શક્તી નથી.
તુલનાત્મક પદ્ધતિ માટેનાં સૂચનો:
- આ પદ્ધતિનો ઉપયોગ કરતાં પહેલા પાઠ્યક્રમમાં એકસરખી સામ્યતા ધરાવતા એકમોની શિક્ષકે યાદી તૈયાર કરવી જોઈએ.
- શિક્ષકે આનો ઉપયોગ કરતી વખતે ઊંડું જ્ઞાન ધરવતા હોવા જોઈએ. આ માટે રેફરન્સ સાહિત્યોનું વાંચન જરૂરી બને છે.
- આના ઉપયોગ દ્વારા અધ્યેતાઓમાં બે મુદ્દાઓ વચ્ચે તુલનાત્મક ખ્યાલ દ્રઢ બનાવવાનો હેતુ ભૂલવો ન જોઈએ.
- બે અલગ-અલગ એકમોની તુલના કે સરખામણી તાર્કિક ન બની જાય તેની કાળજી રાખવી જોઈએ.
પૃથક્કરણ-સંયોગીકારણ, પ્રયોગ પદ્ધતિ
પૃથક્કરણ અને સંયોગીકારણ પદ્ધતિઓ એકબીજાની પૂરક છે. બંને પદ્ધતિઓમાં તર્કશક્તિનો વિકાસએ મહત્ત્વનું લક્ષણ છે. આ બંને પદ્ધતિઓની અલગ-અલગ ચર્ચા નીચે મુજબ છે.
પૃથક્કરણ પદ્ધતિ (Analytic Method)
પૃથક્કરણ એટલે આપેલી સમસ્યાનું વિભાજન કરવું. આ પદ્ધતિમાં નાનાં-નાનાં ક્રમબંધ અને તાર્કિક પગલાંઓમાં વિચારવાનું કાર્ય થાય છે. આ પદ્ધતિમાં જે બાબત શોધવાની કે સાબિત કરવાની હોય ત્યાંથી જે હકીકતો આપેલી હોય ત્યાં સુધી તર્કબંધ વિચાર કરતાં પગથિયાં મુજબ જવાનું હોય છે. આ પદ્ધતિમાં અજ્ઞાત ઉઓરથી જ્ઞાત તરફ જવાનું હોય છે. આ પદ્ધતિમાં સાધ્ય પરથી તાર્કિક વિચારણા કરતાં પક્ષ તરફ જવાનું હોય છે.
પૃથક્કરણ પદ્ધતિનાં લક્ષણો:
પૃથક્કરણ દ્વારા થતા શિક્ષણકાર્યમાં સાધ્યથી પક્ષ તરફ થઈને સાબિતી કે ઉકેલ મેળવવાનાં પગથિયાં સૂચવાય છે.
આ રીતમાં અજ્ઞાત પરથી જ્ઞાત સુધી જવાની પ્રક્રિયા છે.
આ પદ્ધતિ તર્કસંગત ક્રિયા છે.
આપેલ સમસ્યાનાં મુદ્દાઓને પૃથક્કરણ-વિશ્લેષણથી સ્વાભાવિક નિયમ પર પહોંચાય છે.
આ પદ્ધતિ વિદ્યાર્થીનો અમૂર્ત તર્ક શક્તિ-સંશોધન સૂત્ર વિકસાવતી પદ્ધતિ છે.
પૃથક્કરણ પદ્ધતિના લાભ
આ તાર્કિક પદ્ધતિ છે. દરેક પગથિયે સાબિતી માટે જરૂરી સમર્થન આકૃતિ સારું વિદ્યાર્થીઓ સતત વિચારતા રહે છે.
પૂરી સમજ અને ખાતરીથી વિષયવસ્તુની સમજ મેળવે છે.
વિદ્યાર્થીઓની સમજા હોવાથી ભુલાઈ જવાનો ભય ઓછો રહે છે.
વિદ્યાર્થીઓની સ્મૃતિ ઓર બોજ પડતો નથી.
આ પદ્ધતિ તાર્કિક હોવાથી વિદ્યાર્થીઓની વિષય પ્રત્યેની સૂઝ વધે છે.
વિદ્યાર્થીઓની સંશોધનવૃત્તિમાં વધારો થાય છે.
શિક્ષણ ચિરસ્થાયી બને છે.
પૃથક્કરણ પદ્ધતિની મર્યાદાઓ
આ પદ્ધતિ ખૂબ જ લાંબી પદ્ધતિ છે, તેથી ક્યારેક કંટાળાજનક બને છે.
શિક્ષક પાસે વિષયનું તલસ્પર્શી જ્ઞાન હોવું જરૂરી છે.
શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે સૂઝ અને ધીરજ માંગી લે છે.
વિષયના બધા જ એકમો માટે આ પદ્ધતિ ઉપયોગી નથી.
આ પદ્ધતિ સાબિતી-ગણતરીનાં પગથિયાં સૂચવે છે, પરંતુ તેને યોગ્ય પદ્ધતિથી લખવાની રીત શીખવાતી નથી.
વિદ્યાર્થીની રજૂઆત આ પદ્ધતિમાં નબળી રહે છે.
સંયોગીકરણ પદ્ધતિ (Synthesis Method)
આ પદ્ધતિ પૃથક્કરણની પૂરક પદ્ધતિ છે. સંયોજન એટલે પદ્ધતિસરનું ગોઠવવું-ભેગું કરવું. આ પદ્ધતિમાં પૃથક્કરણ પદ્ધતિ દ્વારા અને તેટલાં પગથિયાંને પદ્ધતિસર પક્ષથી સાધ્ય તરફ રજૂ કરવામાં આવે છે.આ પદ્ધતિમાં જ્ઞાત પરથી અજ્ઞાત પર જવાનું હોય છે. પક્ષથી સાધ્ય તરફ જવાનું હોય છે. છૂટા છૂટા મુદ્દાઓને એવિ રીતે તાર્કિક ક્રમમાં ગોઠવવાના હોય છે કે જેથી સ્વાભાવિક રીતે જ સાધ્ય પર પહોંચાય.આ પદ્ધતિ ટૂંકી, સરળ અને સમય બચાવનારી રીત છે, પણ દરેક પગથિયું કેવી રીતે આવ્યું તેની સ્પષ્ટતા વિદ્યાર્થીઓને ઘણીવાર થતી નથી, જેથી વિદ્યાર્થીઓને યાદ રાખવા ગોખવું પડે છે.
આ પદ્ધતિનો કાર્ય અભિગમ પૃથક્કરણની રીત કરતાં સારા પ્રકારનો છે. આમ છતાં, સંયોગીકરણના પગથિયાનો પ્રારંભ તો પૃથક્કરણનાં પગથિયાંના અંતથી જ મંડાય છે. પૃથક્કરણ દ્વારા સાબિતી-ગણતરીની રીત નક્કી થાય છે., જ્યારે સંયોગીકરણ દ્વારા તે રીતે મુજબની સાબિતી-ગણતરી આપવામાં આવે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, આ બંને એકબીજાની પૂરક છે. પૃથક્કરણ પદ્ધતિ દ્વારા શિક્ષણકાર્ય સમજાવતાં ઉદાહરણો જ લઈને સંયોગીકરણ પદ્ધતિની સ્પષ્ટ સમજ મેળવી શકાય છે.
સંયોગીકરણ પદ્ધતિના લક્ષણો
સંયોગીકરણમાં પક્ષથી સાધ્ય તરફ જવામાં આવે છે.
જ્ઞાત થી અજ્ઞાત શિક્ષણના સૂત્રનો ઉપયોગ થાય છે.
સાબિતીના પગથિયાં ક્રમબંધ હોય છે, પરંતુ તર્ક પ્રેરક નથી હોતા.
પદ્ધતિ આકર્ષક, ટૂંકી અને સરળ છે.
સમયનો બચાવ થાય છે.
વિદ્યાર્થીઓની સ્મૃતિ ગોખવાની શક્તિ વિકસે છે.
સંયોગીકરણ પદ્ધતિના લાભ
આ પદ્ધતિ શિક્ષક તેમજ વિદ્યાર્થીઓને સરળ અને આકર્ષક લાગે છે.
વિદ્યાર્થીની સ્મૃતિ શક્તિ વિકસે છે.
સમય શક્તિનો બચાવ થાય છે.
વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માનસિક કસરત, ટન ઓછી રહે છે.
સાબિતીની રજૂઆત પદ્ધતિસરની લાગે છે.
સંયોગીકરણ પદ્ધતિની મર્યાદાઓ
આ પદ્ધતિમાં તર્કશક્તિનો વિકાસ અટકે છે, તથા ગોખણ શક્તિને ઉત્તેજન મળે છે.
સાબિતી ભુલાઈ ગયા પછી સાબિતી શોધવી મુશ્કેલ બને છે.
મૌલિકતાને ઓછું સ્થાન મળે છે.
આ પદ્ધતિ વડે આપતું જ્ઞાન છીછરું હોય છે.
વિષયશિક્ષણનું ક્ષેત્ર સંકુચિત બને છે. વિશાળ છણાવટને અવકાશ મળતો નથી.
આત્મવિશ્વાસ ન કેળવાતાં અનુકરણ વૃત્તિ ઉત્તેજન મળે છે.
પૃથક્કરણ પદ્ધતિ અને સંયોગીકરણ પદ્ધતિનો સમન્વય
પૃથક્કરણ પદ્ધતિએ લાંબી પદ્ધતિ છે પરંતુ તે તર્ક ઉપર આધારિત છે “દરેક પગથિયું સમર્થન આપવાનું હોવાથી શિક્ષાકાર્ય અર્થપૂર્ણ છે, જ્યારે સંયોગીકરણ પદ્ધતિ ટૂંકી છે, બંને પદ્ધતિઓના સમન્વયથી શિક્ષણ અસરકારક બને છે. ”
શરૂઆતને તબક્કે શિક્ષણકાર્ય હંમેશા પૃથક્કરણ પદ્ધતિએ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. સમસ્યાઓનું પૃથક્કરણ કરવાથી એકમની સંપૂર્ણ સમજ મળે છે. ત્યારબાદ સંયોગીકરણ પદ્ધતિથી સાબિતીની સમજ આપ્યા પછી સંયોગીકરણ પદ્ધતિથી રજૂઆત કરવામાં આવે તો તે અસરકારક બને છે.આમ આ બંને એકબીજાની પૂરક છે.
પૃથક્કરણ અને સંયોગીકરણની તુલના
પૃથક્કરણ | સંયોગીકરણ |
મૂર્તથી અમૂર્ત બાબતો તરફ ગતિ | અમૂર્તથી મૂર્ત બાબતો તરફ |
અજ્ઞાત પરથી જ્ઞાત તરફનો અભિગમ | જ્ઞાત પરથી અજ્ઞાત તરફનો ગતિ અભિગમ |
પ્રત્યેક પગથિયું શા માટે લેવાયું, યોજના સમજાતી નથી. | પ્રત્યેક પગથિયે સાબિતીની તે સમજાય છે. |
દરેક પગથિયાનો ક્રમ સમજાય છે. | ક્રમ શા માટે લેવાયો, તે સમજાતું નથી. |
આ પદ્ધતિ લાંબી છે. | આ પદ્ધતિ ટૂંકી છે. |
સાબિતી આકર્ષક લાગતી નથી. | સાબિતી આકર્ષક લાગે છે. |
સાબિતી ભૂલાતી નથી. | સાબિતી ભૂલાઈ જાય છે. |
સાબિતીની રજૂઆત અટપટી છે. | સાબિતીની રજૂઆત સરળ છે. |
વિદ્યાર્થીઓ જાતે વિચારતા થાય છે. | વિદ્યાર્થીઓ વિચારતા નથી, ગોખે છે. |
મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. | મનોવૈજ્ઞાનિક પદ્ધતિ નથી. |
સમય વધારે જાય છે. | સમય ઓછો જાય છે. |
મૌલિકતા આવે છે. | મૌલિકતાને ઓછું સ્થાન છે. |
તર્કશક્તિનો વિકાસ થાય છે. | સ્મૃતિશક્તિનો વિકાસ થાય છે. |
આત્મવિશ્વાસ વધારે છે. | અનુકરણ શક્તિ વધારે છે |
સમસ્યાનું ચિંતન થાય. | સમસ્યાના ચિંતનની રજૂઆત થાય. |
સંશોધનલક્ષી પદ્ધતિ છે. | સંશોધન રજૂઆત દર્શાવતી પદ્ધતિ છે. |
સાધ્યથી પક્ષ તરફ જાય છે. | પક્ષથી સાધ્ય તરફ જાય છે. |
પ્રયોગ પદ્ધતિ
પ્રયોગ પદ્ધતિની સંકલ્પના
આ એક અધ્યેતાકેન્દ્રી પદ્ધતિ છે. સામાન્ય અર્થમાં અધ્યેતાઓ પ્રયોગશાળામાં જાતે જ પ્રયોગો કરીને જ્ઞાન મેળવે છે, તેને પ્રયોગ પદ્ધતિ કહેવામાં આવે છે.
પરંતુ ખરેખર તો પ્રાયોગિક કાર્યો બે પ્રકારનાં હોય છે (i) પ્રયોગશાળામાં કરવાનાં પ્રાયોગિક કાર્યો અને (ii) પ્રયોગશાળાની બહાર કરવાનાં પ્રાયોગિક કાર્યોં. પ્રયોગશાળાની અંદર કરવાનો પ્રોગિક કાર્યો માટે પ્રયોગ સાધનો, રસાયણો, અન્ય જરૂરી વસ્તુઓ વગેરે પ્રયોગશાળાની અંદર જ રાખવામાં આવે છે,
જ્યારે વનસ્પતિશાસ્ત્રને લગતા પ્રયોગો તેમજ ખેતીકામ, બાગકામ અને તેને લગતા પ્રશ્નોને પ્રયોગ દ્વારા અથવા નિરીક્ષણ દ્વારા અભ્યાસ કરવા માટે પ્રયોગશાળાની બહાર જવું પડે છે. વનસ્પતિશાસ્ત્રને લગતા પ્રયોગો શાળાના કેમ્પસમાં વિકસાવેલા શાળાબાગમાં થઈ શકે છે.
માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાનના અભ્યાસક્રમમાં અધ્યેતાઓએ કરવાના પ્રયોગોની યાદી નક્કી કરેલી હોય છે, જે તેમને ફરજિયાત કરાવવાના હોય છે. શાળાએ તે માટેની સુવિધાઓ આપવાનું પણ ફરજિયાત છે.
આ પદ્ધતિમાં પ્રયોગ સાધનો પસંદ કરવાં, સાધનો ગોઠવવાં, વિધિસર પ્રયોગ કરવો, પ્રયોગનાં પરિણામો કોઠામાં વ્યસ્થિત રીતે નોંધવાં, અવલોકન કરવું, નિર્ણયો તારવવા વગેરે સર્વ કાર્યો અધ્યેતાએ પોતે જ કરવાનાં હોય છે. અધ્યાપક તો માત્ર માર્ગદર્શક તરીકે જ કાર્ય કરે છે. અહીં અધ્યેતાને પ્રયોગ સાધનો વાપરવાની અને જાતે પ્રયોગ કરવાની તક મળે છે. પ્રયોગ સાધનો કેવી રીતે ગોઠવવાં અને પ્રયોગ કેમ કરવો તેની પણ તેને સમજ પ્રાપ્ત થાય છે. ઘણી શાળાઓમાં પ્રયોગ માટેનાં ખાસ કાર્ડ તૈયાર કરીને અધ્યેતાઓને આપવામાં આવે છે.
જેમાં પ્રયોગનો હેતુ, પ્રયોગસાધનો, પ્રયોગમાં વાપરવા ના પદાર્થો અને રસાયણો, પ્રયોગના આકૃતિ, પ્રયોગની પદ્ધતિ, અવલોકનો નોંધવાનો કોઠો વગેરે તૈયાર સામગ્રી અગાઉથી આપી દેવામાં આવે છે. અધ્યેતાઓ આવી નોંધ.વાંચી પ્રયોગની તૈયારી કરે છે અને તેના પર વિચાર કરી પ્રયોગ કરતા જાય છે અને જરૂરી નોંધ પણ લેતા જય છે. આમાંના કેટલાક પ્રયોગો અધ્યાપકે અગાઉ તેમની સમક્ષ દાર્શનિક રીતે કરી બતાવેલા હોય છે. તેથી તેઓ આ પ્રયોગોનાં પરિણામો કેવાં આવાં જેઈએ તે અંગે પણ જાણતા હોય છે. જો કે આ પ્રયોગ કરવાથી અધ્યેતાઓને વિશેષ લાભ થતો નથી. અધ્યેતાઓને પ્રયોગકાર્ય કરવાથી વિશેષ લાભ થાય તે માટે નીચેની બાબતો વિચારવી જોઈએ.
અધ્યેતાઓ જાતે જ પ્રયોગ કરે તેની, તેમને દૂરથી બતાવેલા પ્રયોગ કરતાં, તેમના માનસ પર ગાઢ અસર થાય છે. તેમને આ પદ્ધતિથી પ્રત્યક્ષ અનુભવો પ્રાપ્ત થાય છે કારણ કે આ પદ્ધતિમાં પ્રયોગ નાં સાધનો પસંદ કરવાથી માંડીને પ્રયોગનાં તારણો કાઢવા સુધીનાં બધાં જ કાર્યો તેઓ જાતે જ કરે છે. પૂર્વભૂમિકાના રૂપમાં સૌપ્રથમ અધ્યાપક પ્રયોગ પદ્ધતિમાં અધ્યેતાઓને સિદ્ધાંતોની તેમજ સૈદ્ધાંતિક બાબતોની સમજ વર્ગખંડમાં આપે છે. પછી તે અધ્યેતાઓને પ્રયોગશાળામાં લઈ જાય છે. જે-તે પ્રયોગને લગતા જેટલા સેટ પ્રયોગશાળામાં હોય એટલી સંખ્યામાં વર્ગના બધા અધ્યેતાઓને જૂથમાં વહેંચી નાખે છે.
જે પ્રયોગશાળામાં છ સેટ હોય તો તે આખા વર્ગના છ જૂથ બનાવે છે અને આઠ સેટ હોય તો આઠ જૂથ બનાવે છે. પછી દરેક જૂથને પ્રયોગનો એક એક સેટ આપી જૂથવાર અધ્યેતાઓને જાતે પ્રયોગ કરવાની સૂચના આપે છે. પ્રયોગ પદ્ધતિને બે વિભાગમાં વહેંચી શકાય.
નિયંત્રિત પ્રયોગ પદ્ધતિ
જ્યારે સિદ્ધાંતોની ચકાસણી કરવા માટે પ્રયોગો કરવામાં આવે છે ત્યારે તેને નિયંત્રિત પ્રયોગ પદ્ધતિ કહેવામાં આવે છે, તેમાં અધ્યેતાઓને પ્રયોગનો હેતુ, સાધનો, પદાર્થો, પ્રયોગની આકૃતિ, પ્રયોગની રીત, અવલોકનો અને નિર્ણયો આપી દેવામાં આવે છે. અધ્યેતાઓએ તો સિદ્ધાંતની ખાતરી કરવા માટે માત્ર મનોયત્નરૂપી કાર્ય કરવાનું હોય છે, તેમ છતાં આ પદ્ધતિમાં અધ્યેતાઓને સાધનોનો પરિચય, અવલોકન શક્તિનો વિકલ્પ, નોંધ કરવાની રીત વગેરેનો ખ્યાલ મળે છે.
તેથી આ પદ્ધતિની કિંમત ઓછી આંકવી જોઈએ નહિ. માધ્યમિક કક્ષાએ આ પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. અધ્યાપકે પ્રારંભમાં મૌખિક સૂચનાઓ આપવી જોઈએ અથવા કાર્ડ દ્વારા કે પ્રયોગપોથીમાં સ્પષ્ટ લેખિત સૂચનાઓ આપવી જોઈએ. જરૂર જ પ્રયોગ પદ્ધતિથી પ્રયોગ અધ્યેતાઓને આપતાં પહેલાં અધ્યાપકે નિદર્શનરૂપે તેમની સમક્ષ પ્રયોગ રજૂ કરવો જોઈએ.
અનિયંત્રિત કે મુક્ત પ્રયોગ પદ્ધતિ
આ પદ્ધતિમાં પરિણામોની નોંધ અને તારણ સિવાયની પ્રયોગ અંગેની બધી બાબતો જેવી કે પ્રયોગનો હેતુ, સાધનો, પદાર્થો, આકૃતિ પ્રયોગની રીત વગેરે આપી દેવામાં આવે છે, પરંતુ તેમાં પરિણામોની નોંધ અને તારણો જૂથ નક્કી કરે છે. પ્રયોગમાં શું પરિણામ આવશે તે વિજ્ઞાન અધ્યાપક કે લેબ આસિસ્ટન્ટ પણ કડી શકે નહિ. દા.ત. ક્યા ખાતરોની છોડની વૃદ્ધિ પર કેવી અસર થાય છે તે જાણવા માટે એકસરખાં કૂંડામાં એક જ પ્રકારની માટી લઈ તેમાં એકી સાથે છોડ વાવવામાં આવે છે.
દરેક છોડ એકસરખા સમયાંતરે એકસરખા જથ્થામાં પાણી આપવામાં આવે છે. જુદા જુદાં કૂંડાંમાં જુદા જુદા પ્રકારનાં ખાતરો નાખવામાં આવે છે અને તેની અસર પ્રત્યક્ષ રીતે જોઈને જૂથ ચર્ચા કરીને તારણો કાઢે છે. આ જ રીતે જુદા જુદા પ્રકારની માટીમાં પાણીનું અભિશોષણ, જુદાં જુદાં પાન પર કાંજીની અસર, જુદાં જુદાં માનવશરીરના હૃદયના ધબકારા નક્કી કરવા વગેરે પ્રયોગ આ પદ્ધતિમાં આપી શકાય છે.
આમાં નીચેનાં લક્ષણો ધરાવતા પ્રયોગો આપી શકાય.
જે પ્રયોગોની ગુણાત્મક કે સંખ્યાત્મક માહિતી અધ્યાપક પાસે કે કોઈ પુસ્તકમાં તૈયાર ન હોય.
કોઈ સિદ્ધાંતના ઉદાહરણને લગતા નાના સવાલનો નાનો જવાબ શોધવાનો હોય.
આ પદ્ધતિમાં પ્રયોગની સમગ્ર તૈયારી અધ્યેતાઓના જૂથ દ્વારા જ કરવામાં આવે છે. જરૂર જણાય તોજ અને જ્યાં જરૂર હોય ત્યાં અધ્યાપક માર્ગદર્શન પૂરું પાડે છે અથવા તો અધ્યેતાઓ પુસ્તકમાંથી માર્ગદર્શન મેળવી લે છે.
આ પદ્ધતિમાં અધ્યેતાઓ જાતે જ પ્રયોગસાધનો એકઠાં કરે છે, પ્રયોગ સાધનો ગોઠવે છે, અવલોકન કરે છે, પરિણામો નોંધે છે અને તારણો કાઢે છે.
અધ્યેતાઓ ક્યારેક મેળવેલાં પરિણામો પરથી ઉત્કલ્પના બાંધે છે અને ઉત્કલ્પના ચકાસવા નવીન પ્રયોગો કરે છે.
આ જ કારણોસર આ પ્રકારના પ્રયોગોને મુક્ત પ્રયોગો અથવા અનિયંત્રિત પ્રયોગો અથવા અપરિણામગામી પ્રયોગો કહેવામાં આવે છે.વિજ્ઞાનના અધ્યેતાઓ માટે ઉપરોક્ત નિયંત્રિત અને અનિયંત્રિત બંને પ્રકારના પ્રયોગો જરૂરી છે. આરંભમાં અધ્યેતાઓ નિયંત્રિત પ્રયોગો કરે તે આવશ્યક છે, કારણ કે તેનાથી તેમનામાં અમુક આવશ્યક બાબતોનો વિકાસ થાય છે. ત્યાર પછી તેઓ અનિયંત્રિત કે મુક્ત પ્રયોગો કરે તે જરૂરી છે, જેથી તેમનામાં પ્રયોગો માટેની સૂઝ, ચિંતનશક્તિ, વ્યવસ્થાશક્તિ, તર્કશક્તિ અનુમાન કરવાની શક્તિ વગેરેનો વિકાસ થાય છે.
પ્રયોગ પદ્ધતિને અસરકારક બનાવવાના ઉપાયો
અધ્યેતાઓ પ્રયોગ કરવાના હેતુઓથી સજાગ હોવા જોઈએ.
પ્રયોગકાર્યનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી અધ્યેતાઓ વિચાર કરતા થાય. તેઓ વિચારે કે પ્રયોગ કરવા માટે કયાં કયાં સાધનો જોઈશે, પ્રયોગ કેવી રીતે ગોઠવવો જોઈએ, કેવી રીતે પ્રયોગની નોંધ લઈ શકાય વગેરે.
અધ્યેતાઓ પ્રયોગને ગંભીરતાથી લે એવી અધ્યાપકે અગાઉથી તેમને સૂચના આપવી જોઈએ, કારણ કે પ્રયોગ એ વિજ્ઞાનના સિદ્ધાંતોને ઊંડાણપૂર્વક સમજવા માટે છે.
પ્રયોગ દ્વારા અધ્યેતાઓમાં પ્રયોગનો હેતુ, પ્રયોગનાં સાધનો અને પદાર્થો, પ્રયોગની આકૃતિ, પ્રયોગની રીત, અવલોકન કોઠો, નિર્ણયો તારવવા, પ્રયોગની નોંધ કરવી, ઉત્કલ્પનાઓ બાંધવી વગેરે અંગેની સમજ કેળવવાની છે. એ વસ્તુ અત્રે ખાસ યાદ રાખવાની છે કે પ્રયોગ દ્વારા અધ્યેતાઓને એક નાનકડા સંશોધનનો મહાવરો આપવાનો છે અને એક નાનકડા વૈજ્ઞાનિકની અદા તેનામાં પ્રગટાવવાની છે.
અધ્યેતાઓને પ્રયોગ આપતાં પહેલાં અધ્યાપકે પ્રયોગનું લઘુદર્શન કરવું. જરૂરી સૂચનાઓ આપવી, પ્રયોગમાં લેવાની કાળજી અને સાવચેતીઓનો ઉલ્લેખ કરવો, પૂંઠાં, કાર્ડ વગેરે પર ઉપરોક્ત બાબતોનો લેખિત ઉલ્લેખ કરવો વગેરે બાબતોનો આ લધુનિદર્શનમાં સમાવેશ થાય છે.
અધ્યેતાઓને પ્રાથમિક સારવારનાં સાધનો અંગે જ્ઞાન આપવું.
અધ્યાપકે બધા જ અધ્યેતાઓ પ્રયોગમાં સક્રિય રહે તે જોવું અને જેને, જ્યારે અને જ્યાં જરૂર જણાય ત્યાં માર્ગદર્શન આપવું.
અધ્યેતાઓ મૌલિક પ્રયોગો કરે તે માટે પ્રતિભાશાળી અને તેજસ્વી અધ્યેતાઓને પ્રેરણા અને પ્રોત્સાહન આપી તેમ જ તે માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવી.
અધ્યેતાઓએ પ્રયોગશાળામાં રાખવાની સારસંભાળ અને શિસ્તભર્યા વર્તનનો અધ્યાપકે તેમને ખ્યાલ આપવો.
અધ્યેતાઓ પ્રયોગની નોંધ પ્રયોગની સાથે સાથે ત્યાં જ કરે તેવો આગ્રહ અધ્યાપકે રાખવો.
પ્રયોગ પૂરો થાય ત્યારે પ્રયોગનાં સાધનો અધ્યેતાઓ સાફ કરે અને તેમની યોગ્ય અને મૂળ જગ્યાએ પાછાં વ્યવસ્થિતરૂપે મૂકે એવી સ્પષ્ટ સૂચનાઓ આપવી.
અધ્યેતાઓમાં કેટલાંક અપેક્ષિત પરિવર્તનો જેવાં કે સાધન ઉપયોગ કૌશલ્ય, પ્રયોગની નોંધ કરવાની આવડત, વ્યવસ્થાશક્તિ, ધૈર્ય અને ખંત જેવાં ગુણોનો વિકાસ, અવલોકનશક્તિ, રચના કૌશલ્ય, નિર્ણયશક્તિ, આકૃતિઓ દોરવાનું કૌશલ્ય વગેરે અપેક્ષા મુજબ વિકસે છે કે નહિ તેનું અધ્યાપકે સતત અવલોકન કરતા રહેવું અને તે માટે સતત પ્રયત્નશીલ રહેવું.
બની શકે ત્યાં સુધી અધ્યાપકે અધ્યેતાઓને વ્યક્તિગત પ્રયોગો આપવા જેઈએ. તેમ શક્ય ન હોય તો બે, ત્રણ કે વધુમાં વધુ ચાર અધ્યેતાઓનું જૂથ બનાવી જૂથને પ્રયોગો આપવા. અત્રે અધ્યાપકે નિરીક્ષણ દ્વારા કાળજી લેવી કે જો ચારથી વધારે અધ્યેતાઓનું જૂથ બનાવવું પડે તેમ હોય તો બધા જ કાર્ય કરે. એવું ન બને કે એક કે બે જણ કાર્ય કરે અને બીજા તેમનામાંથી ઉતારા કરે.
જૂથ પ્રયોગો દરમ્યાન અધ્યેતાઓ અંદરો અંદર વાતો કરી ઘોંઘાટ કરીને અન્યને ખલેલ ન પહોંચાડે તે જોવું. જે ત કરવાની અનિવાર્ય બને તો ખૂબ જ ધીમેથી અન્યને ખલેલ ન પહોંચે તેમ વાત કરવાની તેમને અધ્યાપકે સ્પષ્ટ સૂચના આપવી.
કેળવણી ખાતા તરફથી નક્કી કરવામાં આવેલા પ્રયોગ ઉપરાંત વધારાના પ્રયોગો પણ અધ્યાપક વિચાર અને આયોજન કરીને અધ્યેતાઓને આપી શકે. અધ્યેતાઓ ક્યારેક વર્ગમાં પ્રશ્નો ઊભા કરે, તેમાંથી સમસ્યાઓ લઈ તેમના ઉકેલ માટેના પ્રયોગો અધ્યેતાઓને આપી શકાય.
અધ્યેતાઓ કાળજીપૂર્વક તેમને આપવામાં આવેલા પ્રયોગો કરે અને બને તેટલી ચોક્સાઈ રાખે તેનો અધ્યાપકે સતત આગ્રહ રાખવી. નિરીક્ષણ દ્વારા તે અંગે અવારનવાર તેમને ટપારવા અને જરૂરી સૂચનાઓ પણ આપવી.
અધ્યેતાઓ પ્રયોગોનાં પરિણામો પર અસર કરતી વિવિધ બાબતોને સમજે અને પ્રયોગોનાં પરિણામોમાં આ અસરોને લીધે પ્રસંગોપાત્ત આવતા તફાવતોનાં કારણો સમજે.
અધ્યેતાઓ વિચાર, ચિંતન અને તર્ક કરવા પ્રેરાય એવું પ્રયોગ પદ્ધતિનું આયોજન હોવું જોઈએ.
પ્રયોગ કર્યાં બાદ પણ અધ્યાપકે અધ્યેતાઓ સાથે વિચારવિમર્શ અને ચર્ચા કરવી જોઈએ. તેમ કરવાથી તેમને ઘણીબધી સ્પષ્ટતાઓ થશે અને વિજ્ઞાનમાં તેઓ વધુ ને વધુ રસ લેતા થશે. વળી આ ચર્ચાવિચારણાથી અધ્યાપકને પ્રયોગો આપવાના આયોજનમાં શું સુધારાવધારા કરવા કે જેથી આ પદ્ધતિનો મહત્તમ ફાયદો મેળવી શકાય તેનો પણ ખ્યાલ આવશે.
પ્રયોગ નૈસર્ગિક ક્રમમાં આવતો હોવો જોઈએ, જેમ કે, ઘર્ષણ વિદ્યુતના પ્રયોગો શિયાળાની સૂકી ઋતુમાં આપવા.
અધ્યેતાઓને પ્રયોગમાં રસ પડશે તો તેઓ વિજ્ઞાન મંડળમાં પણ રસ લેતા થશે. જો આમ થાય તો શાળાએ તેમને માટે વર્કશોપની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.
વિજ્ઞાનના અભ્યાસક્રમમાં ન હોય એવા વિજ્ઞાનનાં સામયિકોમાં આવતા અવનવા પ્રયોગો, નવીન પ્રકારનાં સાધનોની બનાવટ વગેરેને પણ પ્રાયોગિક કાર્યમાં ગણી અધ્યાપકો તે કરતા થાય તેવી પ્રેરણા તેમને આપવી.
ઉપરોક્ત પૈકી કેટલાક પ્રયોગો શાળા છૂટ્યા પછી પણ અધ્યેતાઓ પ્રયોગશાળામાં જઈને કરી શકે એવી સુવિધ શાળાએ તેમને પૂરી પાડવી.
એક જૂથનાં પરિણામોને બીજા જૂથનાં પરિણામો સાથે સરખાવવાં. જો પરિણામોમાં વધારે તફાવત હોય તો તે અંગેની વૈજ્ઞાનિક ચર્ચા પણ અધ્યાપકે તેમની સાથે ગોઠવવી, આ તફાવત માટે કારણભૂત એવી પ્રયોગ સાધનોની ખામી અથવા પ્રયોગ કરનારાઓની ભૂલ ક્યાં છે. તેનો નિર્દેશ અધ્યાપકે સ્પષ્ટ રીતે કરવો.
પ્રયોગશાળાની બહાર અને ઘેર થઈ શકે એવા પ્રયોગો પણ અધ્યાપકે અધ્યેતાઓને સ્વાધ્યાય તરીકે આપવા. દા.ત. હવામાં 1/5 ભાગનો ઓક્સિજન છે, એ પ્રયોગ ઘરગથ્થુ સાધનોથી ઘેર થઈ શકે છે. તે જ રીતે બીજાંકુરણનો પ્રયોગ પણ ઘેર થઈ શકે છે. વળી રોજિંદા ખોરાકમાંથી મળતી ગરમી અને શક્તિની ગણતરી કરવા અધ્યેતાઓ દ્વારા તેમના રોજિંદા ખોરાકમાં લેવાતી જુદી જુદી વસ્તુઓના જથ્થાની તેઓ યાદ તૈયાર કરે અને તે પરથી તૈયાર કોઠાઓમાંથી તેમને ગણતરી કરતાં શીખવવું.
પ્રયોગ પદ્ધતિના ફાયદા
પ્રયોગ પદ્ધતિના યોગ્ય ઉપયોગથી અધ્યેતાઓમાં સમસ્યારૂપ પ્રશ્ન શોષવાની શક્તિ, સમસ્યાનું પૃથક્કરણ કરવાની શક્તિ અને પૂર્વજ્ઞાનના આધારે સમસ્યા ડલ કરવાની શક્તિઓ વિકસે છે.
અધ્યેતાઓ પ્રાયોગિક ભૂમિકા પર સમસ્યાઓને હલ કરવાનું વિચારી શકે છે.
અધ્યેતાઓ પરિણામને આધારે પ્રસ્તાવ કે ઉત્કલ્પના નક્કી કરી શકે છે, ઉત્કલ્પના કે પ્રસ્તાવની ઊણપો શોધતાં શીખે છે તેમ જ તેની પ્રાયોગિક ચકાસણી કરી શકે છે.
અધ્યેતાઓમાં પ્રયોગ સાધનોનો ઉપયોગ કરવાનું, પ્રયોગ સાધનો પસંદ કરવાનું, પ્રયોગનાં સાધનો ગોઠવવાનું, પ્રયોગ સાધનોમાં ફેરફાર કરવાનું અને જરૂરી પ્રયોગ સાધનો બનાવવાનું ચાતુર્ય વિકસે છે.
પ્રયોગ સાધનોની મદદથી ચોક્સાઈથી માપ લેવાનું કૌશલ્ય આ પદ્ધતિથી અધ્યેતાઓમાં વિકસે છે, તેમ જ માપ લેવામાં ક્યાં ક્યાં ભૂલો થવાની શક્યતા રહેલી છે, તે જાણવાનું કૌશલ્ય પણ અધ્યેતાઓમાં વિકસે છે,
અધ્યેતાઓમાં પ્રયોગની નોંધ યોગ્ય ખાનામાં કરવાનું. વિવિધ પ્રકારના આલેખમાં કરવાનું તેમજ આકૃતિ દ્વારા રજૂ કરવાનું કૌશલ્ય વિકસે છે.
પ્રયોગ કાર્યને લગતી ગણતરીઓ કરવાનું કૌશલ્ય પણ આ પદ્ધતિથી અધ્યેતાઓમાં વિક્સે છે.
પ્રયોગ પદ્ધતિથી અધ્યેતાઓ જાતે કામ કરતા થાય છે, તેથી ‘Learning by doing’ ના સિદ્ધાંતનો અહીં અપલ થાય છે.
અધ્યેતાઓમાં કેટલીક માનસિક શક્તિઓનો વિકાસ થાય છે. જેવી કે, તર્કશક્તિ, અવલોકન કરવાની શક્તિ, અનુમાન કરવાની શક્તિ, નિર્ણય તારવવાની શક્તિ, તુલના શક્તિ વગેરેનો વિકાસ થાય છે.
અધ્યેતાઓ પ્રયોગ પદ્ધતિમાં એકબીજાના સાથ સહકારથી કાર્ય કરતા હોવાથી તેમનામાં સહકારની ભાવનાનો વિકાસ થાય છે. એકબીજાની વિશિષ્ટ શક્તિઓનો ઉપયોગ કરી તેનો લાભ લેવાની તક મળે છે.
પ્રાયોગિક કૌશલ્યોનો વિકાસ થવાને પરિણામે અધ્યેતાઓમાં શિસ્ત કેળવાય છે અને સારી ટેવોનો વિકાસ થાય છે.
પ્રયોગ દરમ્યાન અધ્યેતાઓમાં ઉમંગ, ઉત્સાહ અને સ્વતંત્ર રીતે કામ કરવાની ટેવનો વિકાસ થાય છે.
પ્રયોગ પદ્ધતિથી કાર્ય કરવાને પરિણામે અધ્યેતાઓમાં રહેલી આંતરિક સૂઝ અને બાહ્ય સૂઝનો વિકાસ થાય છે. તેમનામાં પ્રાયોગિક કાર્ય કરવાની શક્તિ જાગૃત થાય છે.
અધ્યેતાઓમાં પ્રયોગશાળાની શિસ્ત વિકસવાને લીધે પ્રયોગશાળાની સાધનસામગ્રીની તેમજ શાળામાં અન્યત્ર સાધનસામગ્રીની સારસંભાળ લેવાની ટેવનો વિકાસ થાય છે.
અધ્યેતાઓમાં જવાબદારીની ભાવના પેદા થાય છે.
આ પદ્ધતિથી અધ્યેતાઓમાં વૈજ્ઞાનિક રીતે વિચારણાની શક્તિનો વિકાસ થાય છે.
જાતે પ્રયોગો કરીને સફળતા મળવાતેડે અધ્યેતાઓમાં આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની ભાવનાનો વિકાસ થાય छे.
પ્રયોગ પદ્ધતિની મર્યાદા
પ્રયોગ માટેનાં સાધનોનો શાળામાં અભાવ હોય અથવા ઓછા સાધનો હોય ત્યારે અધ્યેતાઓને સ્વતંત્ર રીતે કામ કરવાની તક રહેતી નથી.
પ્રયોગ માટે ફર્નિચરની સગવડ ન હોય ત્યારે અધ્યેતાઓને ખૂબ જ મુશ્કેલી પડે છે.
અધ્યાપક સક્રિય ન હોય તો વર્ગમાં ઘોંઘાટ થાય છે અને વર્ણવ્યવસ્થા પર કોઈ જ નિયંત્રણ રહેતું નથી.
અધ્યાપક વર્ગમાં પ્રયોગ દરમિયાન કે પ્રયોગ પતી ગયા પછી કોઈ જ ચર્ચા-વિચારણા ન કરે તો અધ્યેતાઓની સમજમાં કચાશ રહી જાય છે.
જે અધ્યેતાઓ યોગ્ય રીતે પ્રયોગનાં સાધનોનો ઉપયોગ ન કરે તો સાધનો પ્રયોગ દરમ્યાન મોટા પ્રમાણમાં તૂટે ફૂટે છે અથવા બગડે છે અને એ રીતે શાળાને મોટું આર્થિક નુકસાન જાય છે.
પ્રયોગ પદ્ધતિ દાર્શનિક પદ્ધતિ કરતાં વધારે સમય માગી હૈ છે, તેથી આ પદ્ધતિમાં સમયનો પુષ્કળ વ્યય થાય છે.
કિંમતી તેમ જ જોખમી સાધનો શાળા, પ્રયોગો કરવા માટે અધ્યેતાઓને આપતી નથી, તેથી આવા પ્રયોગોમાં પ્રાયોગિક કાર્ય થતું નથી અને છતાં પ્રયોગપોથીઓ લખાઈ જતી હોય છે. આનાથી અધ્યેતાઓને કોઈ જ ફાયદો થતો નથી, બધે નુકસાન જાય છે.
આ પદ્ધતિમાં ક્યારેક વર્ગવ્યવસ્થા જોખમાય છે, તેથી ગંભીરતાપૂર્વક કામ કરતા અધ્યેતાઓને પણ ખલેલ પહોંચે છે અને સમયની વધુ પડતી બરબાદી થાય છે.
આ પદ્ધતિ મોંધી છે કારણ કે, એક વર્ગને એક પ્રયોગ વ્યક્તિગત આપવા માટે શાળાએ ચાળીસથી પચાસ સેટ વસાવવા જ પડે છે અને જૂથમાં આપવા માટે પણ દસેક સેટ તો વસાવવા જ પડે છે.
કેટલીક શાળાઓમાં અલગ પ્રયોગશાળા કે વિજ્ઞાનખંડ હોતા નથી અને હોય તો જગ્યાના અભાવે તેમનો વર્ષો તરીકે ઉપયોગ થાય છે, તેથી જ્યારે કોઈ વર્ગ માટે પ્રયોગશાળાની જરૂર પડે ત્યારે તે ખાલી નહીં હોવાથી મળી શકતી નથી.
બધાં સાધનો તૈયાર રાખવાં, સૂચનાઓ તૈયાર રાખવી, કોઠાઓ તૈયાર રાખવા વગેરે કાર્યો માટે પ્રયોગશાળામાં ભાગ્યે જ કોઈ મદદનીશ હોય છે અથવા અધ્યાપકોને ભાગ્યે જ બધી તૈયારી કરવા માટે મુક્ત તાસ મળે છે.
કેટલીક શાળાઓમાં મુદ્દલ પ્રયોગો કરવામાં આવતા નથી કે પ્રયોગ વગર જ વિજ્ઞાનના અધ્યાપક વિજ્ઞાનનું અધ્યાપન કરે છે. અહીં પ્રયોગો કા.પા. પર કે લપેટ ફલક ઉપર થતા હોય છે અને પછી પ્રયોગપોથીમાં લખાઈ જતા હોય જેથી અધ્યેતાઓને કોઈ ફાયદો થતો નથી.
અધ્યેતાઓને વિચારવાનું ભાથું મળે તેવા પ્રયોગ અભ્યાસક્રમમાં ડોતા નથી, તેથી તેમનામાં પ્રયોગ દ્વારા અપેક્ષિત વર્તન-પરિવર્તનો લાવી શકાતાં નથી. ત્રણ વર્ગની માધ્યમિક શાળામાં વિજ્ઞાનના અધ્યાપકને કરતાં વધારે તાસ ફાળવવામાં આવે છે. તેમને અઠવાડિય 36 થી 38 તાસ ફાળવવામાં આવે છે. આઆથી અધ્યાપ પ્રયોગની તૈયારી માટે બિલકુલ સમય મળતો નથી.
મુક્ત પ્રયોગો માટે સમય વધારે આપવો પડતો હોવાથી વિજ્ઞાનના અધ્યાપકો તે માટે તૈયાર થતા નથી. વળી કામ ભારણને લીધે અધ્યેતાઓને માર્ગદર્શન આપવા માટેનો પૂરતો સમય પણ તેમની પાસે હોતો નથી.
અધ્યેતાઓ પોતાની જાતે કરી શકે અને વિચારી શકે એવા પ્રયોગો અભ્યાસક્રમમાં હોતા નથી.
જે શાળાઓમાં પ્રયોગ થયા વગર જ પ્રયોગપોથીમાં જતા હોય છે ત્યાં અધ્યેતાઓ પ્રયોગનાં સાધનોથી પરિચિત થતા નથી તથા પ્રાયોગિક કૌશલ્યો પણ કેળવી શકતા નથી. પ્રયોગને અંતે પ્રયોગનાં સાધનો સાફ કરીને યથાસ્થાને મૂકવાનાં હોય છે. ભયજનક રસાયણો પણ તે સાવચેતીપૂર્વક સાચવીને કાળજીથી મૂકે તેવી તેમને આપવાની હોય છે. આ સૂચનાઓ આપવાનું અધ્યાપક ચૂકી જાય તો અસ્વચ્છ સાધનોને લીધે જ્યારે બીજી વાર પ્રયોગ કરવાનો હોય ત્યારે તેની નિષ્ફળતાની સંભાવનાઓ વધી જાય છે. વળી ભયજનક રસાયણો ગમે તેમ મુકાય તો તેનાથી અકસ્માત થવાની પણ સંભાવના રહે છે.
હોશિયાર અને તેજસ્વી અધ્યેતાઓ સારી રીતે, સમજપૂર્વક વધારાના ઘણા પ્રયોગો કરવા માટે ઉત્સુક હોય છે. તેમનામાં અત્યંત જિજ્ઞાસાવૃત્તિ હોય છે પરંતુ શાળાઓ તેમને વિશિષ્ટ સગવડો આપતી નથી હોતી, જેથી તેમની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાતી નથી અને તેમને અસંતોષ રહે છે.